________________
૧૬૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આ કાર્પણ સ્કંધ જ જ્યારે જીવની સાથે બંધ પામે છે ત્યારે તે કર્મ કહેવાય છે.
(૩) સ્થિતિબંધ – આ કર્મનો બંધ થવાના સમયથી જેટલો કાલ પછી ફલ આપે તે કાલસ્થિતિ -- મર્યાદા. એટલે ઉદાહરણ તરીકે આ પ્રકૃતિ આટલા વખત સુધી જીવની સાથે રહેશે, પછી નહિ રહે, એવી જેનાથી સ્થિતિ થાય તેને ‘સ્થિતિબંધ' કહેવામાં આવે છે. સ્થિતિ=રહેવું તે.'
(૪) અનુભાગબંધ-અનુભાગ=રસ. ઉક્ત પ્રકૃતિઓમાં તીવ્ર, મંદ રસ જે હોય અને તેથી કર્મની ફલદેવાની શક્તિની ન્યૂનાધિક્તા થાય તે “અનુભાગબંધ'કહેવામાં આવે છે.
ઉક્ત ચાર બંધનો બોધ થવા લાડવાનું દષ્ટાંત લઈએ. ૧. જેમ કોઈ લાડુ ત્રિકટુ (સૂંઠ, પીપર અને મરી)નો બનાવેલ હોય તો તેનો સ્વભાવ વાયુનું હરણ કરવાનો છે, શીત દ્રવ્યોનો બનાવેલ હોય તો તેનો સ્વભાવ પિત્તહરણ કરવાનો છે, તથા અરડૂસો અને ક્ષારાદિ વસ્તુનો કરેલો હોય તો તેનો સ્વભાવ કફહરણ કરવાનો છે. તે જ રીતે કર્મનો જુદો જુદો સ્વભાવ છે. કોઈ કર્મનો જ્ઞાનને આવરિત કરવાનો, કોઈનો દર્શનાવરણ વગેરે તે પ્રકૃતિ (સ્વભાવ) બંધ છે, ૨. કોઈ લાડુ વજનમાં પાશેર, કોઈ શેર એમ હોય છે તેમ કોઈ કર્મના પ્રદેશ સંખ્યામાં થોડા, કોઈ ઘણા એમ હોય છે તે પ્રદેશબંધ. ૩. કોઈ લાડુ એક દિવસ પછી બગડી જાય છે, કોઈ બે, ત્રણ દિવસ પછી, કોઈ માસ પછી બગડે છે, તેવી જ રીતે કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત, તો કોઈની પ્રહર, દિવસ, પક્ષ, માસ, યાવતું ૭૦ કોટાકોટી સાગરોપમ સુધીની છે. આ સ્થિતિબંધ. ૪. કોઈ લાડુનો રસ કડવો, કોઈનો મીઠો, એમ કોઈ કર્મનો રસ સુખરૂપ, તો કોઈનો દુઃખરૂપ છે. સંસારમાં જે અવસ્થા જીવોની થયાં કરે છે તે તે સર્વે કર્મના અનુભાગથી (રસથી) જ થાય છે. આ રસબંધ – અનુભાગબંધ. ઘણા નિબિડ અને સંક્ષિપ્ત ભાવથી કરેલ કર્મના બંધને ‘નિકાચિત બંધ કહેવામાં આવે છે. તેવો બંધ કષાયની મંદતા કે તીવ્રતા ઉપર આધાર રાખે છે, અર્થાતુ કષાયની મંદતાથી શક્ય કર્મનું ઉપાર્જન થાય છે અને કષાયની તીવ્રતાથી અશુભ કર્મ બંધાય છે.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે, તથા સ્થિતિબંધ અને અનુભાગબંધનું કારણ કષાય છે. આ ચારે પ્રકારના બંધના કારણભૂત એવા જીવના યોગ અને કષાયરૂપ પરિણામોને ‘ભાવબંધ” કહેવામાં આવે છે.
જૈનમાં પરિણામ – મનના અધ્યવસાયથી બંધ – કર્મનો બંધ થાય છે. ગીતા કહે છે કે સાધારણ રીતે કર્મ એ બંધનનું કારણ છે. પણ એવી રીતે કર્મનું અનુષ્ઠાન કરી શકાય કે કર્મ પણ કરાય અને કર્મથી બંધન પણ ન થાય. કમની આવી કુશળતાને
૧. સ્થિતિ ઓછામાં ઓછી અને વધુમાં વધુ આઠે કર્મની જૈન શાસ્ત્રકારે જણાવેલી છે.
જ્ઞાનાવરણીય કર્મની તથા દર્શનાવરણીય કર્મની તથા અંતરાયકર્મની – દરેકની જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ સાગરોપમ કોટાકોટી છે. વેદનીયની જઘન્ય ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમ કોટાકોટી છે, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનુક્રમે ૭૦ અને ૪૦ સાગરોપમ કોટાકોટી સ્થિતિ છે. નામ અને ગોત્ર કમની જઘન્ય ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમ કોટાકોટી સ્થિતિ છે અને
આયુકર્મની જઘન્ય અંતર્મત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org