SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બોધ થાય છે તો તે અસત્ પરિણામવાળો હોય છે, સુંદર થતો નથી. જેવી રીતે વિષને સ્પર્શ કરેલ અન્ન નકામું થાય છે તેમ નિયમથી આ પુદ્ગલમાં આસક્ત પ્રાણીને સુંદર બોધ થતો નથી. તે પ્રાણી વિપર્યાસ કર્યા કરે છે, હિત-અહિતનો વિવેક તેને હોતો નથી અને વર્તમાનદર્શી હોઈ ખેદ પામે છે. આથી જન્મ-મૃત્યુ-જરા- વ્યાધિ આદિથી પૂર્ણ સંસારને જોઈને ઉદ્વેગ થતો નથી. કુકૃત્ય કૃત્ય ભાસે છે, કૃત્ય કુકૃત્ય સમાન લાગે છે. દુઃખને સુખ માની વહોરી લે છે. ખરજ થઈ હોય તો તેને ખણવાથી શાંતિ ન થાય, પણ તે ખરજના નાશથી શાંતિ થાય, છતાં આ વાત પ્રથમની ચાર દષ્ટિવાળા – અવેધસંવેદ્યપદમાં રહેલા જીવોથી બરાબર સમજાતી નથી, તેથી ખરજને તોડવા માટે ખણવાનો ઉપાય શોધે છે. આવા અવેદ્યસંવેદ્યપદને સત્સંગ અને આગમના યોગથી જીતી લેવો ઘટે છે, નહિ તો વળી અધઃપાત થાય છે. યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને ઘણા જીવો પાછા સંસારમાં પડી જાય છે ને રખડ્યા કરે છે. આ અવેદ્યસંવેદ્યપદ જીતવાથી નિયમાતુ જીવને તત્ત્વથી કુતર્ક રૂપી વિષમ ગ્રહ દૂર થાય છે. જ્યાં સુધી કુતર્ક ત્યાં સુધી તેની સાથે જ બોધરોગ, શમમાં વિદન, શ્રદ્ધાભંગ, મિથ્યાભિમાન છે વગેરે અનેક ભાવશત્રુઓ રહેલા છે. તો કુતર્કમાં મહાત્માઓએ અભિનિવેશ ન રાખતાં શ્રત, શીલ અને સમાધિમાં રહેવું યુક્ત છે. ઉપર કહેવાયું છે કે સંસાર ચરમપુલાવર્તકાલ રહે છે ત્યારે પ્રથમની ચાર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અને ગ્રંથિભેદ કર્યા પછી અર્ધપગલપરાવર્ત કાળમાં તો જરૂર મુક્તિ થાય છે. કેટલાક ઉન્નત આત્માઓની ગ્રંથિભેદ કર્યા પછી ઉન્નતિ એટલી શીઘ થાય છે કે અંતર્મુહૂર્ત જેટલા બહુ અલ્પકાળમાં તેઓ સાધ્ય પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાકની મંદ પ્રગતિ થાય છે. તોપણ એટલું તો ચોક્કસ કે ગ્રંથિભેદ થયો કે વહેલામોડું સાધ્યસ્થાન પ્રાપ્ત થવાનું જ. કેટલાક જીવો ગ્રંથિભેદ પછી સમ્યકત્વ વમી નાંખે છે, ને અપક્રાંતિમાં પડે છે, વળી તે પાછા ઉન્નત થઈ પૂર્વસ્થિતિ પર આવી પ્રગતિ કરે છે. એટલે જૈનમાં Theory of evolution and involution of Soul – ઉત્ક્રાંતિવાદ અને અપક્રાંતિવાદ બને છે. ૫. સ્થિરાદેષ્ટિ – આ દષ્ટિ પ્રાપ્ત કરનાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તેના આચાર અને વિચારમાં અને પ્રાકૃત પ્રાણીઓના આચાર-વિચારમાં મોટો તફાવત પડી જાય છે. એ વર્તનના ઊંચામાં ઊંચા ગુણો – “માર્ગાનુસારીના ગુણો જેવા કે ન્યાયસંપન્ન વૈભવ, દાક્ષિણ્ય, દયા વગેરે પ્રથમની ચાર દૃષ્ટિમાં આવી જાય છે. (આ ગુણો હોય તો. સમ્યક્ત્વ હોય જ એમ નથી, પણ સમ્યક્ત્વ હોય તો આ ગુણો હોવા જ જોઈએ.) અહીં તત્ત્વબોધ રત્નપ્રભા તુલ્ય હોય છે. અત્યાર પહેલાં તત્ત્વજ્ઞાનમાં અને સર્વગ્નની શિષ્ટતામાં રહેતી શંકા અહીં વિરામ પામે છે. બોધ સમ્યફ અને સૂક્ષ્મ થાય છે. વિષયની આસક્તિ અહીં ઘટે છે અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ઇંદ્રિયોને જોડતાં તેને સ્વચિત્તસ્વરૂપાનુસારી બનાવે તે યોગનું પાંચમું અંગ “પ્રત્યાહાર' અહીં પ્રાપ્ત થાય છે. પ્રથમ ચાર દષ્ટિમાં અનુક્રમે પ્રાપ્ત થયેલ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા અને શ્રવણને અંગે આ દર્ટમાં ‘સૂક્ષ્મબોધ' પ્રાપ્ત થાય છે કારણ કે ગ્રંથિભેદથી વેદ્યસંવેદ્યપદની અહીં ઉપપત્તિ છે. અહીં જીવે તમોગ્રંથિના વિભેદથી અખિલ ભવચેષ્ટા બાલકોની ધૂળમાં ઘર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy