SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જુદાજુદા ગ્રંથકારો ૨૭૭ દર્શનમાં દર્શાવે છે. આમ વિચારણા ચાલી, પરંતુ આટલું તો ચોક્કસ રીતે જોઈ શકાય તેમ છે કે બ્રહ્મસૂત્ર અથવા વેદાન્ત દર્શનનાં મૂળ સૂત્રોમાં યોગદર્શન, ક્ષણિકવાદ, શૂન્યવાદ આદિ મતોનો ઉલ્લેખ છે એટલે વેદાંત પહેલાંનું બૌદ્ધ દર્શન છે. તે વેદાંતદર્શનમાંથી પછી શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય અને મધ્વાચાર્ય એ દાર્શનિકોએ પોતપોતાના અભિપ્રાય અનુસાર અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈતવાદ અને વૈતવાદ મત અનુક્રમે રચ્યા છે. આ પૈકી ફક્ત શંકરના અદ્વૈતવાદ સાથે બૌદ્ધના માધ્યમિક દર્શનનું પરસ્પર ઘણું સાદડ્યું છે. માધ્યમિકો જેવી રીતે પારમાર્થિક અને સાંકૃતિક એમ બે અવસ્થાઓ માને છે તેવી જ રીતે શંકરાચાર્ય પણ પારમાર્થિક અને વ્યાવહારિક એમ બે અવસ્થાઓ સ્વકારે છે. માધ્યમિકોના મતમાં મુક્તાવસ્થામાં જીવાત્મા અને જગત્ શૂન્યતામાં પરિણત થઈ જાય છે, જ્યારે શંકરના મતમાં જીવાત્મા અને જગતુ બ્રહ્મમાં લીન થઈ જાય છે. શંકરાચાર્ય જેને નિર્ગુણ અને નિષ્ક્રિય બ્રહ્મ કહે છે તેને બૌદ્ધ શૂન્ય કહે છે. બંને અનુસાર મુક્તાવસ્થામાં અવિદ્યાનો ધ્વંસ થઈ જાય છે. વેદાંતમાં હું બ્રહ્મ છું' એમ જ્ઞાન થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, જ્યારે માધ્યમિક કહે છે કે હું શૂન્યતા માત્ર છું” – એ જ્ઞાન દ્વારા નિર્વાણ પ્રાપ્ત થાય છે. સર્વદર્શનસંગ્રહના પ્રણેતા માધવાચાર્યે પ્રસંગાનુસાર પદ્મપુરાણનો શ્લોક ઉદ્ધત કરેલ છે તેમાં લખ્યું છે કે માયાવાદ (શંકરનો) તે પ્રચ્છન્નબૌદ્ધ મત છે. કોઈ કહે છે કે આ વેદાંત પર કટાક્ષવચન છે, જ્યારે વિજ્ઞાનભિક્ષુના મતમાં – પ્રાચીનવેદાંતમાં માયાની બિલકુલ ગન્ધ પણ નથી. તેથી તે પ્રવચનભાધ્યમાં ત્યાં સુધી લખે છે કે અત્યારે જેઓ પોતાને વેદાન્તી હોવાનું અભિમાન કરે છે તેમનો મત ઉલ્લેખયોગ્ય પણ નથી જુદાજુદા ગ્રંથકારો મૈત્રેય (ઈ.સ. ૪૦૦ની આસપાસ) – તેણે મહાસમય-સૂત્ર, બોધિસત્ત્વચયનિર્દેશ અને મતદશભૂમિશાસ્ત્ર યોગાચાર એ ત્રણ ગ્રંથો રચ્યા છે. આર્યઅસંગ (ઈ.સ. ૪પ૦ આસપાસ) – તેણે ગંધાર (હાલનું પેશાવર)માં જન્મ લીધો હતો. પ્રથમ મહાશાસક શાખાનો અનુયાયી હતો અને હીનયાનના વૈભાષિક દર્શનને માનતો. પછી મહાયાનનું યોગાચાર દર્શન સ્વીકાર્યું. તેણે બાર ગ્રંથો રચ્યા છે. નાલંદના વિશ્વવિદ્યાલયમાં ઘણાં વર્ષ તેણે ગાળ્યાનું કહેવાય છે. વસુબંધુ (ઈ.સ.૪૮૦ આસપાસ) – તેનો પણ જન્મ ગંધારમાં થયો હતો કે જ્યાં તેનું સ્મરણચિહ્ન હતું એવો ઉલ્લેખ હેન-સાંગે કરેલ છે. તેના પિતાનું નામ કૌશિક હતું. પહેલાં સર્વાસ્તિવાદનું વૈભાષિક દર્શન અવલંખ્યા પછી તેના જ્યેષ્ઠ બંધુ અસંગે મહાયાનના યોગાચાર દર્શનમાં દીક્ષા આપી. તેણે શકલ, કૌશામ્બી, અને અયોધ્યામાં ઘણાં વર્ષ વિહાર કરી અયોધ્યામાં સ્વર્ગવાસ કર્યો. તેનું ચરિત્ર સંસ્કૃતમાંથી ચીની ૧. માયાવાદમીસ્ત્ર પ્રચ્છન્ન વીવિતતું ! मयैव कथितं देवि कलौ ब्राह्मणरूपिणा ।। ૨. ડૉ. ન તીરચંદ્ર વિદ્યાભૂષણનો ‘આર્યદર્શનોનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામક લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy