SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનોમાં ભેદો (Ecclesiastical History) શ્વેતાંબર બારે અંગોમાંથી પ્રથમનાં અગિયાર અંગ વિદ્યમાન માને છે અને તે બધાં હાલ મોજૂદ છે, અને બારમા દૃષ્ટિવાદ અંગને વિચ્છિન્ન - લુપ્ત માને છે. આમ કેટલીક ક્રિયા વિભાગમાં અને માન્યતામાં નામનો ભેદ છે, બાકી બંને તાત્ત્વિક વાતોમાં એકતા ધરાવે છે. બંનેનો કાલનિર્ણય કરવો એ વિવાદમાં પડવા જેવું છે, તેમજ હજી બહુ ચોક્કસ નિર્ણય પર આવી શકાય તેવાં સાધનો ઉપલબ્ધ થયાં નથી. શ્વેતાંબરોમાં જુદાજુદા ભેદ પડ્યા તેને ‘ગચ્છ’ નામ આપવામાં આવેલ છે. આવા ગચ્છોની સંખ્યા (૮૪) ચોરાશીની કહેવામાં આવે છે, પણ તેમાં મુખ્ય આપણે જોઈશું. અને તેની ઉત્પત્તિ જોતાં જણાશે કે તાત્ત્વિક બાબત તેમજ મૂળથી પરંપરાએ ચાલ્યા આવેલા મંતવ્યમાં કંઈપણ ફેરફાર થયા વગર માત્ર અમુક કારણ (તપોવિશેષ આદિ)થી ગચ્છ નામ પડેલ છે; છતાં કાળપરત્વે ગચ્છભેદના ઝઘડા નાનીનાની સમાચારી – ક્રિયામાં નાનાનાના ફેરફારને અંગે થયેલા છે એમ સમજાય છે. ૨૫૫ મૂળનામ નિગ્રંથ હતું ત્યારપછી કોટિક ગચ્છ એ બીજું નામ. શ્રીમન્ મહાવી૨ (૨૪મા તીર્થંકર)ની ૯મી (૧૧મી ?) પાટે થયેલ સુસ્થિત આચાર્યનું બીજું નામ કોટિક હતું તે પરથી પડ્યું. વીરાત્ ૩૧૩ વર્ષની પૂર્વે. ત્યારપછી ચંદ્રગચ્છ એ ત્રીજું નામ ૧૫મી (૧૮મી ?) પાટે થયેલ ચંદ્રસૂરિના નામ પરથી પડ્યું (વીરાત્ ૫૮૪ વર્ષે લગભગ એટલે ઈ.સ.૫૭માં) અને વનવાસી નામનું ચોથું નામ, તે જ ચંદ્રસૂરિ પછી તેની જ પાટે આવેલ સમંતભદ્ર આચાર્ય પોતે વનવાસી હોવાથી પડ્યું. પાંચમું બૃહદ્ (અથવા વડ ગચ્છ) એ નામ વીરાત્ ૧૪૬૪ એટલે સંવત્ ૯૯૪માં (ઈ.સ. ૯૩૮માં) સર્વદેવસૂરિને અથવા તે સહિત આઠ સૂરને ઉદ્યોતનસૂરિએ અર્બુદાચલ (આબુ પર્વત) પર આવેલ ટેલી ગ્રામમાં મોટા વડ નીચે દીક્ષા આપી તે પરથી પડ્યું. આમ પાંચ નામ એકનાં પડ્યાં ત્યાં સુધી ક્રિયા આદિ કોઈપણ વાતમાં એકબીજાને તફાવત કે ભેદ હતો નહિ. ઉક્ત ઉદ્યોતનસૂરિના શિષ્યોથી ૮૪ ગચ્છની ઉત્પત્તિ થઈ. આ ૮૪ ગચ્છમાં તાત્ત્વિક ભેદ નથી, તેમાં હાલ બધા વિદ્યમાન પણ નથી. મોટે ભાગે તપા, ત્યારપછી ખરતર, અંચલ, પુનમીઆ એ જોવામાં આવે છે. ગુજરાત કાઠિયાવાડમાં મુખ્ય ભાગ તપા છે, કચ્છમાં મોટા ભાગે અંચલગચ્છ છે. વિક્રમ ૧૧મા શતકમાં કેટલાક જૈન સાધુઓ ચૈત્ય એટલે જિનમંદિરમાં રહી શિથિલાચારી થયા હતા; તે ચૈત્યવાસી સાધુઓનો પરાભવ ગુર્જર દેશમાં અણહિલપુરના રાજા દુર્લભની રાજસભામાં સરસ્વતી ભાંડાગારમાંથી દશવૈકાલિકસૂત્ર નામનું પ્રસિદ્ધ જૈન પ્રાચીન સૂત્ર લાવી તેમાંના સાધુના આચાર વિષય પરની ગાથાઓ વાંચી સમજાવી જિનેશ્વર નામના સૂરિએ કર્યો તેથી તે સૂરિએ ઉક્ત રાજા પાસેથી ખરતર’ (જે ક્રિયામાં વિશેષ પ્રખર છે તે) એ નામનું બિરુદ મેળવ્યું, અને ત્યાર પછી જિનદત્તસૂરિના વખતમાં ખરતર ગચ્છની વધુ પ્રસિદ્ધિ થઈ (સં. ૧૨૦૦-૧૨૦૯). તે જિનદત્તસૂરિએ ‘સંઘપટ્ટક’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy