________________
૧પ૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દ્રવ્યના ૬ ભેદ
મુખ્ય રીતે સમસ્ત વિશ્વમાં બે જ દ્રવ્ય છે : ૧. જીવ અને ૨. અજીવ. ચેતના લક્ષણવંત તે જીવ છે અને તેથી વિપરીત લક્ષણવાળો તે અજીવ છે. અજીવ પાંચ પ્રકારના છે. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. આ પાંચમાં ઉક્ત જીવદ્રવ્યને ભેળવતાં છ દ્રવ્ય થાય છે.
આ છ દ્રવ્યનાં વિશિષ્ટ ગુણલક્ષણ આ પ્રમાણે છે : (૧) જીવનું લક્ષણ ચેતના છે. (૨) પુદ્ગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. (૩) ધર્મનું લક્ષણ ગતિસહાયતા - ગતિસહકારિત્વ છે. (૪) અધર્મનું લક્ષણ સ્થિતિ સહકારિત્વ છે. (૫) આકાશનું લક્ષણ અવગાહનસહકારિત્વ છે – અવકાશ આપવાનું અને (૬) કાલનું લક્ષણ પરિણમન સહકારિત્વવર્તન (રૂપાંતર થવું, પરિણમવું) તે છે. આમાંના પ્રથમનાં પાંચ અસ્તિકાય એટલે અસ્તિરપ્રદેશ, પ્રકૃષ્ટદેશ, નિર્વિભાગ ખંડ તેનો કાય એટલે સમુદાય છે. કાલમાં પ્રદેશ ન હોવાથી તે અસ્તિકાય નથી તેમજ તેને લઈને દ્રવ્ય વસ્તુતઃ ન કહેવાય, પણ તેને ઉપચારથી દ્રવ્ય તરીકે ગણવામાં આવેલ છે. આ છયે દ્રવ્ય જ્યાં જ્યાં અને એટલે જેટલું છે તે સર્વને ‘લોક' કહેવામાં આવે છે, અને લોકથી અન્ય “અલોક'માં માત્ર આકાશદ્રવ્ય જ છે.
૧. જીવ – તે (૧) જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખદુઃખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રાણધારિત, ક્રોધાદિ પરિણતત્વ, સંસારિત્વ, સિદ્ધત્વ આદિ સ્વ અને પર પર્યાય તે જ્ઞાનાદિ ધર્મ છે. તેના થકી જીવ ભિન્ન પણ નથી તેમજ અભિન્ન નથી, પણ ભિન્નભિન્ન છે. જો જ્ઞાનાદિ ધર્મથી જીવ ભિન્ન હોય તો હું જાણું છું, જોઉં છું, હું સુખી છું કે દુઃખી છું આદિ જ્ઞાન થવું ન જોઈએ અને જો જ્ઞાનાદિ ધર્મથી જીવ અભિન્ન હોય તો મારું જ્ઞાન, મારું જોવું ઇત્યાદિ પરસ્પર જ્ઞાનભેદની પ્રતીતિ ન થાય. જ્ઞાન થાય છે અને જ્ઞાનભેદ પણ થાય છે તેથી જીવ જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન છે એમ જેનો કહે છે. (૨) વિકૃતિમાન એટલે મનુષ્ય, દેવતા આદિ ગતિમાં (પર્યાયમાં) ભમવાવાળો છે. (૩,૪) શુભાશુભ
૧. વિશિષ્ઠદ્વૈતમત પ્રમાણે દ્રવ્ય બે પ્રકારનું છે ૧. જડ ૨. અજડ. અજડ એટલે ચેતનનો જીવ
અને ઈશ્વર એવા બે વિભાગ છે : દ્રવ્યે હૈધા વિમi ગમનતિ x ૪ તત્ર નીવેનોતું ! અદ્વૈતવાદી કહે છે કે પરમાર્થે બ્રહ્મ એ એક જ પદાર્થ છે, અને જીવ તેમજ જગતું એ તો દોરડીમાં સાપની પેઠે માત્ર અવિધાની કલ્પના છે, વિશિષ્ટાદ્વૈતમતવાળા આ વાત કબૂલ રાખતા નથી. અહીં અદ્વૈતવાદી ન કહેતાં કેવલાદ્વૈતવાદી એમ કહેવું જોઈએ, જે આવું માને
છે. બીજા અતવાદી મત છે જે આ સ્વીકારતા નથી.] ૨. જ્યારે વૈશેષિકોએ ધર્મ અને ધર્માનું – જ્ઞાનાદિ ધર્મનું અને આત્માનું અત્યંત ભિન્નપણું માન્યું
છે. અને બૌદ્ધ, એકબાજુ અત્યંત અભિપણું માન્યું છે કારણકે બૌદ્ધ પણ બુદ્ધિક્ષણની
પરંપરારૂપ આત્માનો સ્વીકાર ધમરૂપે કરેલો છે. ૩. જ્યારે ચાવક આત્માને ભવાંતરગામિત્વ – પુનર્જન્મ હોવાનું સ્વીકારતા નથી, વળી તૈયાયિકો
આત્માને કૂટસ્થ નિત્ય આત્મા માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org