________________
પદ્રવ્ય
૧૫૧
કર્મનો કત્તા તેમજ તેના ફલ, તરીકે સુખદુઃખનો ભોક્તા છે. (૫) ચૈતન્ય (સાકાર અને નિરાકાર ઉપયોગાત્મક) છે. () નિશ્ચયથી અમૂર્ત, ઈદ્રિયોથી અગોચર, શુદ્ધ અને બુદ્ધ સ્વરૂપ ધારક હોવાથી અમૂર્ત છે. (૭) સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે.* (૮) દેહમાત્ર વ્યાપી (૯) કથંચિત્ નિત્યનિત્ય છે.
અજીવ – ઉપર જે જીવનાં લક્ષણ કહ્યાં તેથી વિપરીત લક્ષણવાળો છે. (૧) અજ્ઞાનાદિ ધર્મોવાળો રૂપરસગંધ સ્પર્ધાદિથી ભિન્નભિન્ન અર્થાત જ્ઞાન-સુખાદિ તેના ધર્મ હોઈ શકે નહીં, (૨) ભવાંતરમાં ન જનાર. (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મનો અકર્તા. (૪) તેમનાં ફલનો અભોક્તા. (૫) અને જડસ્વરૂપ છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, કાલ એ પ્રકારે પાંચ પ્રકારનો છે.
૨. ધર્મ – લોકવ્યાપ્ત, નિત્ય, અવસ્થિત, અરૂપી (અમૂત), દ્રવ્ય, અસ્તિકાય, અસંખ્ય પ્રદેશ છે અને ગમ્યુપકારી છે એટલે ગતિ પરિણામ પામેલ જીવ અને પુદ્ગલનો ઉપકાર કરનાર અપેક્ષાકારણ છે.
૩. અધર્મ પણ લોકવ્યાપ્ત, નિત્ય (સ્વભાવથી અપ્રચ્યત), અવસ્થિત (અન્યૂનાધિક – અનાદિનિધન), અરૂપી (અમૂત), દ્રવ્ય, અસ્તિકાય અને અસંખ્ય પ્રદેશી -- “ધર્મ'ની પેઠે છે, પરંતુ તે સ્થિતિને ઉપકારક છે એટલે જીવ પુદ્ગલની સ્થિતિ થવામાં અપેક્ષાકારણ છે.
નોંધ : કારણ ત્રણ પ્રકારનાં છે (૧) પરિણામી (ઉપાદાન) (૨) નિમિત્ત અને (૩) નિર્વર્તક. માટીમાંથી દંડાદિ વતી કુંભાર ઘડો કરે છે તેમાં ઘડો થવામાં માટી એ પરિણામી કારણ છે, દંડાદિ નિમિત્તકારણ છે અને કુંભાર એ નિર્વર્તકકારણ છે.
નિમિત્તકાણ પણ બે છે : ૧. નિમિત્તકારણ ૨. અપેક્ષાકારણ. દંડાદિ નિમિત્તકારણ છે પણ તે દંડાદિને પ્રયોગાર્થક (પ્રયોગ અર્થે થયેલ) અને વૈશ્રમિકી (સ્વભાવથી ઉત્પન્ન) માત્ર ક્રિયા હોય ત્યાં તે નિમિત્તકાર છતાં વિશષે અપેક્ષાકારણ કહેવાય. આવી રીતે જીવપુગલને ગતિ અને સ્થિતિ કરવામાં ધર્મ અને અધર્મ અનુક્રમે અપેક્ષાકરણ છે. જેમ માછલાંને ગતિમાં અપેક્ષાકરણ પાણી છે તેમ જીવ અને પુદ્ગલને ગતિપણે પરિણમતાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે. જ્યાં સુધી આ ધર્મ દ્રવ્ય
૧. સાંખ્યો તો જીવને અકર્તા અને માત્ર લક્ષણાવૃત્તિથી જ ભોક્તા માને છે. ૨. નૈયાયિકો આત્માને જ સ્વરૂપ માને છે. ચાર્વાક પણ પંચમહાભૂતથી બનેલો માને છે. | નિયાયિકો આત્માને જડ માને છે એમ નહીં કહેવાય, પણ ધર્મ-ધર્મીનો ભેદ માનતા હોઈ તેના જ્ઞાનાદિ ગુણોને તેનાથી જુદા માને છે અને મુક્તિની અવસ્થામાં તે આત્મામાં હોતા નથી, છતાં આત્મા જડ નથી કારણકે તે જ્ઞાનયોગ્ય છે, જ્ઞાન તેમાં થઈ શકે તેમ છે (જયારે
જડમાં તે સંભવે નહી) એમ તેઓ માને છે.] ૩. ભટ્ટ (નૈયાયિક) તથા ચાર્વાક અમૂર્ત આત્મા સ્વીકારતા નથી. ૪. અન્ય સર્વ દર્શનો આ સ્વીકારતા નથી. ૫. વેદાંતમાં એક આત્મા (બ્રહ્મ) માનેલ છે અને તેને સર્વવ્યાપી માનેલ છે. નિયાયિક, મીમાંસક
અને સાંખ્ય વગેરે દેહમાત્રવ્યાપી આત્માને માનતા નથી. ૬. સાંખ્ય એકાંતે ફૂટસ્થ નિત્ય આત્મા માને છે, અને બૌદ્ધ એકાંતે ક્ષણિક માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org