________________
તત્વજ્ઞાન
૩૩૯
‘ગાડી ચાલે છે' એ આલંકારિક કથન છે, તેવી જ રીતે દેહ તે ગાડી છે, વિચારોની ભાવના બળદ છે અને મન પોતે હાંકનાર છે, જ્યારે ચાલવાનો વિચાર ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનતંતુઓની લાગણી ઉત્પન્ન થાય છે અને પછી કાર્યમાં મુકાય છે. આ રીતે મનુષ્ય એ પંચસ્કંધોનું બનેલ યંત્ર છે. આ પાંચ સ્કંધમાં જેજે માનસિક ક્રિયાઓ છે તે નામસ્કંધ છે અને જે સ્થૂલ – શારીરિક ક્રિયા છે તે રૂપસ્કંધ છે. નામ સ્કંધમાં રૂપસ્કંધ સિવાયનાં ચારે સ્કંધોનો સમાવેશ થાય છે.
હવે સચેતન જીવના જીવનનો સમય યથાર્થ રીતે અત્યંત ક્ષણિક છે, એક વિચાર જેટલો સમય રહે તેટલો સમય તે રહે છે. જેમ રથનું પૈડું ફરે છે ત્યારે તેનો અમુક નાનામાં નાનો ભાગ પ્રથમ જમીનને અડે છે, પછી બીજો તેવો ભાગ એમ થયા કરે છે, તેવી જ રીતે જીવનું જીવન એક વિચારના વખત સુધી સ્થાયી રહે છે. વિચારની ભૂત ક્ષણનું જીવન વિદ્યમાન હતું, પણ હવે અસ્તિત્વ ધરાવતું નથી, તેમજ ધરાવશે પણ નહિ. વિચારની ભવિષ્યની ક્ષણનું જીવન આવશે, પણ ભૂતકાળમાં તે વિદ્યમાન હતું નહિ, તેમજ વર્તમાનમાં પણ વિદ્યમાન નથી. મરણ અને તે પછીની સ્થિતિ
સર્વાગ સ્વરૂપથી જોઈએ તો મનુષ્ય એ સ્કંધોનો સમૂહ છે. માત્ર વિચારમાં તેને રૂપ (શરીર) અને નામ (મન) એમ બે ભાગમાં વહેંચી શકીએ. મનુષ્ય એટલે રૂપ અને નામનો સરવાળો; એટલે રૂપ અને નામથી જુદી વસ્તુ મનુષ્ય નથી. આત્મા દેહથી ભિન્ન નથી અને અભિન્ન નથી. પણ તે બે સિદ્ધાંતની વચ્ચેનો સિદ્ધાંત આત્મા સંબંધે જાણવાનો છે. જન્મ ઉપર જરા અને મરણ આધાર રાખે છે અને એ જન્મ, જરા અને મરણ જેને છે એવો મનુષ્ય જ્યાં સુધી તેમાં સ્કંધોનું મિશ્રણ છે ત્યાં સુધી જીવતો છે. સ્કંધો ભિન્નભિન્ન એકબીજાથી થયા કે જીવન ગયું અને મરણ આવ્યું. જેમ અગ્નિ બે લાકડાં કે જેનાં મૂળ ગુપ્ત રીતે અગ્નિ નથી તે ઘસવાથી – ઘસાયાથી ઉત્પન્ન થાય છે તે જ રીતે બુદ્ધના કહેવા પ્રમાણે અમુક સંજોગોમાં “વિજ્ઞાન' ઉત્પન્ન થાય છે, અને જ્યારે તે સંજોગો દૂર થયો કે તે વિજ્ઞાન નાશ પામે છે.
મનુષ્ય મૃત્યુ પામ્યો કે પછી તે સ્વરૂપે કદીપણ દેખાવ તે આપવાનો નથી. આ રીતે મૃત્યુ તે નામ અને રૂપનું ભિન્ન થવું છે છતાં મૃત્યુ થવાથી બધું નાશ પામતું નથી. બુદ્ધ શાશ્વતવાદી નથી એટલે તે આત્માને શાશ્વત માનતા નથી તેમજ ચાર્વાક અને લોકાયતના સિદ્ધાંત પ્રમાણે પોતે ઉચ્છેદવાદી પણ નથી. એક જન્મથી જઈ બીજા જન્મમાં તે જ આત્મા અવતરે છે એ પણ બુદ્ધ સ્વીકારતા નથી, છતાં કર્મ સ્થાયી રહે છે ‘િછતાં સંતતિરૂપે તે સ્થાયી રહે છે એ તો સ્વીકારે છે. સ્કંધોના એકીકરણનો પ્રારંભ તે જન્મ છે, તેઓનું છૂટું થવું તે મરણ છે; પરંતુ જ્યાં સુધી આ કંધોનો સંયોગ જારી રહે છે ત્યાં સુધી હુંપણું તો દરેક ક્ષણે કાર્ય કરતું, દુઃખથી દૂર નાસતું, આનંદને શોધતું અને બીજી વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતું પ્રકટપણે છે. આ દષ્ટિબિંદુથી દરેક વ્યક્તિનું જીવન તે કર્મોનો મિશ્રિત સમૂહ છે, અને તે કમો પોતાનામાં રહે છે એટલું જ નહિ, પરંતુ તે વ્યક્તિનું મરણ થયે તેમાંથી નીકળી બીજી વ્યક્તિઓમાં
જાય છે એટલે ફરી જન્મ પામે છે. જેવી રીતે એક માણસે એક પત્ર લખ્યો એટલે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org