SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અપ્રમત્તગુણસ્થાન વર્તે છે. આ દષ્ટિમાં મીમાંસાભાવથી – સદ્વિચારભાવથી નિત્ય - સર્વકાલ મોહ થતો નથી અને તત્ત્વમાં જ દષ્ટિનો સમાવેશ કરી આત્માની પ્રખર ઉન્નતિ. કરે છે. ૭. પ્રભાદેષ્ટિ – આમાં બોધ સૂર્યની પ્રભા જેવો છે કે જે લાંબા વખત સુધી સ્થિરપણે વિશેષતાથી એકસરખો પ્રકાશ આપે છે. આ બોધથી ધ્યાન થાય છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા નામનું યોગનું સાતમું અંગ અહીં પ્રાપ્ત થાય છે. આ ધ્યાનથી તત્ત્વ પર જ પ્રતિપત્તિ અને વિશેષ સમભાવ આવે છે તેથી કોઈ પણ અન્ય શાસ્ત્રના વાચનથી વિપરીત મતિ થતી નથી. આ ધ્યાનથી સુખ એવા પ્રકારનું થાય છે કે જેથી મન્મથનાં બધાં સાધનો જીતી લેવાય છે અને વિવેકબલ ઉત્પન્ન થતાં તેથી સમભાવ - સમતા જ પ્રગટે છે. જેટલું પરવશ છે તે સર્વ દુઃખ છે, જેટલું આત્મવશ છે તેટલું સર્વ સુખ છે. પુણ્ય એ પણ કર્મ છે અને તેથી પુણ્યથી થતું સુખ પણ દુઃખરૂપ છે. અહીં સ્પષ્ટ કર્મનો ક્ષયોપશમ થવાથી ઉદ્ભવતો એવો નિર્મલ બોધ થવાથી મહાત્મા પુરુષો સદૈવ ધ્યાનમસ્ત હોય છે, અને કર્મમલ ક્ષણપ્રાય થઈ જાય છે. આ ધ્યાન વધતાં વધતાં શુક્લધ્યાનની હદ સુધી આવી શકે છે. અહીં અનુષ્ઠાન અસંગ – કોઈપણ જાતના ફલની અપેક્ષા વગરનું વિધિયુક્ત – સ્વાભાવિક રીતે હોય છે. તેથી તેની સમ્પ્રવૃત્તિ જ વર્તે છે. મહાપથ (મોક્ષ) તરફ પ્રયાણ ઘણું આગળ વધે છે, અને તે નિત્યપદનું પ્રાપક થઈ પડે છે કે જે પદથી સંસારમાં આવવાપણું રહેતું જ નથી. આ અસંગાનુષ્ઠાન સાધતો પ્રાણી આ દૃષ્ટિમાં રહી ઉક્ત નિત્યપદ ઘણી શીઘ્રતાથી પ્રાપ્ત કરી શકે એવી મહાન સ્થિતિમાં આવે છે. ૧. આ જૈનોના અસંગાનુષ્ઠાનને અન્ય દર્શનોમાં જુદાં નામ આપેલ છે : प्रशांतवाहितासंज्ञे विसभागपरिक्षयः । શિવવ ધ્રુવાàતિ નિમિતે ચંદ્ર (યોગદષ્ટિસમુચ્ચય શ્લો. ૧૭૪) સાંખ્ય ને પાતંજલ યોગદર્શનમાં પ્રશાંતવાહિતા, બૌદ્ધમાં વિભાગ પરિક્ષય, શિવોમાં શિવવર્મા, અને મહાવ્રતિકો – જૈમિનીય ધ્રુવાધ્વા (ધ્રુવમાર્ગ) એમ આ (અસંગાનુષ્ઠાન)ના યોગીઓ જુદાંજુદાં નામ આપે છે. પ્રશાંતવાહિતાનું લક્ષણ પાતંજલ યોગસૂત્ર વિભૂતિપાદ સૂત્ર ૧૦માં એમ આપે છે કે : તસ્ય પ્રશાંતવાદિતા સારતું એટલે (નિરોધ)ના સંસ્કારથી તેની (ચિત્તની) પ્રશાંતવાહિતા (થાય છે) – અર્થાત્ નિરોધનો પુનઃપુનઃ અભ્યાસ કરવાથી - તે નિરોધના સંસ્કારની દઢતાથી જેમાંથી વ્યુત્થાનના સંસ્કારરૂપ મલની નિવૃત્તિ થઈ છે એવા ચિત્તની પ્રશાંતવાહિતા એટલે નિરોધ સંસ્કારની પરંપરાને વહન કરનારી સ્થિતિ થાય છે. આનાથી સમાધિ થઈ એકાગ્રતા થાય છે અને છેવટે તેઓને સંસ્કારશેષદશા પ્રાપ્ત થાય છે જે લગભગ આત્માના નાશ જેવી હોવાથી જેનની ભેદભેદ દષ્ટિએ ઉપકારી નથી. અહીં વક્તવ્ય માત્ર એટલું જ છે કે આ યોગદર્શનકારોએ પ્રશાંતવાહિતામાં જે સ્થિતિ વર્ણવી છે. તેવી સ્થિતિ અસંગઅનુષ્ઠાનથી થાય છે. વિષભાગક્ષય એટલે રાગદ્વેષ, અહંકૃતિ, કામેચ્છાદિના નાશથી મોક્ષ એમ બૌદ્ધનો મત છે. જ્યાં ઉત્પાદ કે વિનાશ નહિ અને જે ધ્રુવ હોય તે મોક્ષ એમ જૈમિનીયનો મત છે. અને આ સાતમી દૃષ્ટિનો પ્રાણી એ સર્વ પદાર્થ અસંગભાવથી અલિપ્ત ક્રિયાયુક્ત ઉત્તમ આત્મગુણના પરિણામ સહિત, કપાધિ રહિતપણે શુદ્ધ એવા મોક્ષ પરિણામવાળો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy