________________
ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન)
૧૮૭
વિધિપૂર્વક નિષ્કપ સમાધિ લગાવે છે; પછી પવન, આસન, ઇંદ્રિય, મન, ક્ષુધા, નિદ્રાનો જય કરી અંતઃકરણમાં વારંવાર તત્ત્વાભ્યાસ કરે છે અને સર્વ જીવો પર મૈત્રી, પ્રમોદ, કરૂણા અધિક કરે છે. ત્યાર પછી મૌન બાહ્યાંતર રહી હૃદયસરોવરમાં સતત અમૃત પીધા કરે છે. એટલે ધર્મધ્યાન મુખ્યપણે રહે છે અને રૂપાતીતપણે શુક્લ ધ્યાન પણ અંશમાત્ર – ગૌણતાથી થાય છે.
૮. અપૂર્વકરણ ગુણસ્થાનક – આમાં જે પૂર્વે સ્થિતિ ન હતી તે પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની સ્થિતિ પૂર્વે હતી તે અલ્પ કરવામાં આવે છે, તે કર્મોમાં જે રસ હતો તેને પણ મંદ કરવામાં આવે છે અને તે થોડા કાલમાં ખપાવી નાંખવા જેવી ગુણપ્રાપ્તિ થાય છે અને કર્મની સ્થિતિ પણ અહીં નાની બંધાય છે. આથી આ અપૂર્વ યોગની પ્રાપ્તિથી આ ગુણસ્થાનકને “અપૂર્વકરણ' કહે છે. આમાં ૧લું શુક્લ ધ્યાન થાય
છે.
આ ગુણસ્થાનકમાં બે પ્રકારના જીવ હોય છે – એક તો કર્મપ્રકૃતિઓનો ઉપશમ કરવાવાળા – ભારેલા દેવતાની માફક સત્તાપણે દાબી દેનારા ‘ઉપશમક, અને બીજા ક્ષય કરવાવાળા – “ખપાવનારા' - તે “ક્ષપક'; અને તેની આગળ જવાની પ્રગતિને તે જ નામથી “શ્રેણી' કહે છે એટલે એક “ઉપશમ શ્રેણી’ અને બીજી તે “ક્ષપક શ્રેણી.” ખરી રીતે આ બંનેનો બરાબર પ્રારંભ ૯મા ગુણસ્થાનમાં થાય છે, છતાં તેના અંશો અહીંથી ફરે છે તેથી અત્ર જણાવેલ છે. તેથી નીચેનાં ગુણસ્થાનમાં તે બંને સંબંધી કહેવું પડશે.
૯. અનિવૃત્તિ બાદર – અનિવૃત્તિકરણ ગુણસ્થાનક – દષ્ટ, શ્રત અને અનુભૂત એવા ભોગની આકાંક્ષાદિ સંકલ્પવિકલ્પ રહિત થઈને પરમાત્મ તત્ત્વ પર નિશ્ચલ રહી તેમાં એકાગ્ર ધ્યાનની પરિણતિરૂપ ભાવમાંથી ‘અનિવૃત્ત' એટલે પ્રવૃત્ત રહેવાથી આ અનિવૃત્તિ નામનું ગુણસ્થાનક કહેવામાં આવે છે. તેનું આખું નામ અનિવૃત્તિ બાદર છે; તેમાં બાદરનો અર્થ એ છે કે બાદર – સ્કૂલ કષાય એટલે અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય અને ૯ નોકષાયને ઉપશમાવવા માટે યા ખપાવવા માટે આ ગુણસ્થાન તેવા ગુણ – લક્ષણવાળું છે.
ઉપશમશ્રેણીવાળો – ઉપશમક સંજવલન લોભ સિવાય મોહનીયની ૨૦ પ્રકૃતિને ૮મા તથા આ ગુણસ્થાનમાં ઉપશમાવે છે.
ક્ષપકશ્રેણીવાળો – ક્ષપક પ્રવૃતિઓ ખપાવે – તેનો ક્ષય કરે.
૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક – સૂક્ષ્મ પરમાત્મતત્ત્વની ભાવનાના બલથી ૨૦ પ્રકૃતિરૂ૫ મોહનીય કર્મ શાંત થયે યા ક્ષીણ થયે એક લોભ સૂક્ષ્મ ખંડીભૂત રહે છે તેથી જ્યાં તે લોભ નામનો કષાય સૂક્ષ્મ હોય છે તે સૂક્ષ્મ સંપરાય (સંપાય=લોભ) નામનું ગુણસ્થાનક.
ઉપશમ શ્રેણીવાળો – શમક જીવ સંજ્વલન લોભને સૂક્ષ્મ કરે છે. ક્ષપક શ્રેણીવાળો – ક્ષપક જીવ ક્ષણમાત્રમાં સ્કૂલ સંજ્વલન લોભને સૂક્ષ્માણુરૂપે
૧૧. ઉપશાંતમો ગુણસ્થાનક – અહીં ઉપશમશ્રેણીવાળો – ઉપશમક જીવ પરમ ઉપશમની મૂર્તિરૂપ નિજ સહજ સ્વભાવના જ્ઞાનબલથી સકલ મોહનું શમન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org