________________
જૈન યોગમાર્ગ
૨૧૫.
આગળ પ્રગતિ કરી અંતરમાં આત્મસાક્ષાત્કાર થાય તેમ જુદાજુદા સ્થાનકેથી તેને ધ્યેય કરવો. સાલંબન દયાનની પ્રથમ જરૂર છે. એ સિદ્ધ થાય છે.
ઉપર ગણાવેલ આઠ અંગોમાંનાં પ્રથમનાં પાંચ અંગ મંદાધિકારી માટે છે અને છેલ્લાં ત્રણ મધ્યમ તથા વિશિષ્ટ અધિકારી માટે છે.
૭. ધ્યાન – આ યોગનું કેંદ્રસ્થાન છે. આ માટે જૈન શાસ્ત્રકારોએ અતિશય અને ખાસ કરી લખેલ છે.
ધ્યાન બે પ્રકારનાં છે ૧. કુધ્યાન ર. સુધ્યાન. કુધ્યાનમાં આર્ત અને રૌદ્ર એ ધ્યાનનો સમાવેશ થાય છે અને તેનું ધ્યાન ધરવાથી જીવ સંસારચક્રમાં ભટક્યા કરે છે તેથી તેને મોક્ષપદ મેળવવામાં બિલકુલ સ્થાન નથી છતાં અત્ર ધ્યાનનો વિષય છે. તેથી તેનું ટૂંકું સ્વરૂપ જોઈ જઈએ.
આર્તધ્યાન – આર્તિ એટલે પીડા. મનની પીડા – અવ્યવસ્થિત સ્થિતિ થઈ જાય છે તેથી આ ધ્યાન થાય છે. તેના ૪ ભેદ છે (૧) ઈષ્ટ વિયોગજ – જે પ્રિય પદાર્થ નામે માતપિતા, સ્ત્રી-પુત્ર-ધનાદિનો નાશ થતાં – વિયોગ થતાં જે મનમાં દુઃખ ઉત્પન્ન થાય અને તેથી વિલાપ થાય તે. (૨) અનિષ્ટ સંયોગજ – અપ્રિય પદાર્થના સંયોગથી ઉત્પન્ન થયેલું. જેમકે દરિદ્રતા, વૈરીપણું, કુભાર્યા કુપુત્રનો યોગ થતાં જે દુઃખ થાય અને અશુભ ચિંતવન થાય તે. (૩) રોગચિંતાજન્ય – શરીરમાં રોગ થવાથી મનની વ્યથા થાય છે. રોગ વેદનીય કર્મના ઉદયથી થાય છે, છતાં તેની ચિંતા કરવી તે. (૪) અગ્ર શોચજ (ભોગાજ) – કોઈપણ વસ્તુની પ્રાપ્તિ પહેલાં શોચ કર્યા કરવો - પુત્ર ન હોય તેથી ચિંતા કરવી, વ્યાપારધંધો નવા વરસનો કેવો થશે તેની ચિંતા કર્યા કરવી વગેરે. આ સર્વ આર્તધ્યાનમાં શંકા, શોક, ભય, પ્રમાદ, કલહ, ચિત્તભ્રમ, બ્રાંતિ, ઉન્માદ, વિયોત્કંઠા, નિદ્રા, જડતા, મૂચ્છ વગેરે મોહનાં ચિહ્નો સ્પષ્ટ રીતે થાય છે અને તેથી પ્રાણી તિર્ય યોનિ – તિર્યંચગતિનો બંધ કરે છે. આ ધ્યાનના પરિણામ પાંચમા અથવા છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય.
રૌદ્રધ્યાન – રૌદ્ર એટલે ભયંકર - શૂર — જેથી ક્રૂર અને કઠોર પરિણામ ઉદ્ભવે તે ધ્યાન. ક્રોધી જીવને રૌદ્રધ્યાન થયાં કરે છે તેથી કઠણ, કમનો બંધ થાય છે. તે ચાર પ્રકારનાં છે (૧) હિંસાનુબંધી (હિંસાનંદી) – જીવની હિંસા કરી હર્ષ પામવો, બીજા હિંસા કરે તેની અનુમોદના કરવી, તેમજ યુદ્ધ વગેરેમાં હજારો માણસોનો નાશ થતો જોઈ હર્ષ પામવો તે હિંસાના પરિણામવાળું ધ્યાન. (૨) મૃષાનુબંધી (મૃપાનંદી) - જૂઠું બોલી હર્ષે પામવો, તે જૂઠું છૂપાવવામાં કપટથી ફત્તેહ મળે તેથી ખુશી થવું ને જૂઠાને ઉત્તેજન આપવું એમ અસર . પરિણામવાળું ધ્યાન. (૩) તેયાનુબંધી (ચીયનંદી) – ચોરી અને ઠગાઈથી હપત થવું, ચોરી કરવાના પરિણામ રાખવા ને ચોરી કરનાર-કરાવનારને ઉત્તેજન આપવું તે. (૪) પરિગ્રહ સંરક્ષણાનુબંધી – સંરક્ષણાનંદી – ધનધાન્યક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, બીજી ધાતુ, દાસદાસી અને ગાયઘોડા એ નવ પ્રકારના પરિગ્રહ વધારવા માટે અનેક જાતના પાપારંભ કરવાનું ચિંતવન કર્યા કરવું, તે માટે કર પરિણામથી ગમે તેવાં પાપનાં કામ કરવાં, ઘણો પરિગ્રહ થવાથી અહંકાર કરવો તે. ચંદ્ર ધ્યાનથી જીવને ઘણા જ કર્મના વિપાક ભોગવવા પડે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org