________________
ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન)
૧૮૫
જવાથી શુદ્ધ નિર્મળ કર્મપરમાણુઓ આત્માથી જુદાં પડેલાં ન હોય, એટલે આત્મા સાથે રહ્યાં હોય તે નિર્મળ કર્મપરમાણુ દ્વારા આત્મશક્તિનો આવિર્ભાવ થયેલો હોય તેવી સ્થિતિને ‘ક્ષાયોપથમિક ભાવ’ કહેવામાં આવે છે, અને ઉદયમાં આવેલાં અમુક જાતનાં કર્મો સદંતર નાશ પામી જાય અને ફરીથી તેવાં કર્મપરમાણુઓને આવવાપણું ન રહે તેવી દશાને ‘ક્ષાયક ભાવ' કહે છે. આ છેલ્લા ત્રણ પ્રકારના આત્મભાવ અમુક કર્મો અથવા અમુક કર્મોના ભેદોના સંબંધમાં હોઈ શકે છે.
૨. સાસ્વાદન ગુણસ્થાનક – ઉપર બતાવેલો “ઔપમિક ભાવ' બે સ્થિતિએ હોઈ શકે છે, એક તો અંતર્મુહૂર્ત સુધી સર્વથા મિથ્યાત્વના અવેદક જીવને ઔપથમિક સમ્યક્ત્વ થાય છે તે, અને બીજો ઉપશમશ્રેણી પ્રતિપન્ન જીવને મિથ્યાત્વનો ઉપશમ થતાં સ્વશ્રેણીગત ઔપમિક સમ્યકત્વ થાય છે. આ બંને પ્રકારનું ઉપશમ-ઔપશમિક સમ્યકત્વ (કે જેના વિષે અગાઉ કહેવાઈ ગયું છે) બીજા ગુણસ્થાનક સાસ્વાદનની ઉત્પત્તિમાં મૂળ કારણ છે. હવે જ્યારે શાંત થયેલાં મિથ્યાત્વ કર્મપુદ્ગલો ક્રોધ, માન, માયા, લોભ એ ચારમાંથી એક પણ જ્યારે ઉદયમાં આવી જાય છે ત્યારે જીવ ૧૧માં ઉપશાંત મોહ ગુણસ્થાન સુધી ગયેલો હોય છે. ત્યાં પથમિક રૂપ ગિરિશિખરથી પડતાં મિથ્યાત્વરૂ૫ ભૂતળને પ્રાપ્ત થતાં પહેલાં જીવ એક સમયથી લઈને છ આવલિકાના કાળ સુધી જે હદે અટકે છે તેને “સાસ્વાદન” ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે કે જેમ એક માણસે દૂધપાક અગર બાસૂદીનું ભોજન કરેલું હોય અને તેને પાછી ઊલટી થઈ જાય તે વખતે મુખમાં ફરીથી ભોજનનો સ્વાદ આવે છે, તેની માફક પતિત જીવને પૂર્વકાળમાં અનુભવેલ ઔપશમિક શાન્તિનો આસ્વાદ માત્ર રહી જાય છે તે કારણથી તેને સાસ્વાદન (=આસ્વાદન સહિત) કહેવામાં આવે છે.
૩. મિશ્રગુણસ્થાનક – જે જીવ સમકાળે મિથ્યાત્વ, સમ્યક્ત બંનેના એકત્ર મળવાથી મિશ્રભાવમાં વર્તે છે, તે જીવ મિશ્રગુણસ્થાનકસ્થ કહેવાય છે. મિશ્રપણું જે છે તે બંનેના મેળાપનું એક જાત્યંતરરૂપ છે. જેમ ગર્દભ અને અશ્વ બંનેથી ઉત્પન્ન થયેલ ખચ્ચર ત્રીજી જાતિ કહેવાય છે, જેમ દહીં અને ખાંડ મળવાથી શીખંડનો એક વિલક્ષણ સ્વાદ થઈ જાય છે કે જેને દહીં જેવું ખાટું પણ ન કહેવાય, તેમ ખાંડ જેવું મીઠું પણ ન કહેવાય, તે રીતે મિશ્રગુણસ્થાનકવર્તી જીવની દશા છે. તે જીવ સત્ય-અસત્ય, યોગ્ય-અયોગ્યની તુલના કરતા નથી, કરવાની ઇચ્છા થતી નથી, સર્વેને માને સ્વીકારે એટલેકે દરેક ધર્મોનાં તત્ત્વો, દરેક ધર્મની ક્રિયાઓ, એકબીજાથી વિભિન્ન હોવા છતાં સર્વને માને. – વિવેક તેમાં નિ રહે. આથી કેટલુંક અસત્ય સત્યરૂપે પરિણમે છે.
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ – આમાં રહેનારની ઉપર જણાવી ગયા છીએ તેવા ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ અને ક્ષાયક સમ્યત્વ એ ત્રણ પ્રકારનાં સમ્યકત્વવાળી સ્થિતિ હોય છે. અત્ર ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક એ ત્રણે ભાવ મિથ્યાત્વમોહનીય કર્મ અને તેના ભેદો સંબંધી સમજવાનું છે. ઉપશમ ઇત્વરકાલિક અને ક્ષયોપશમ તથા ક્ષાયિક દીર્ઘકાલિક છે. આ ગુણસ્થાનકથી જૈનત્વ પ્રગટે છે. સાધક દશા આવે છે. સમ્યકત્વ – યથાર્થ શ્રદ્ધા થાય છે કારણકે મિથ્યાત્વમલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org