________________
ઉત્તર જીવન
૨૯૩
નાયકપદ છોડી પોતાને આપવું. બુદ્ધને ત્રણ વખત પૂછતાં ત્રણ વખત ના પાડવાથી દેવદત્ત તે ક્ષણથી તેની વિરુદ્ધ પ્રપંચ કરવા લાગ્યો. બુદ્ધ સંઘને દેવદત્તનું બિલકુલ નહિ માનવાનું કહેતાં દેવદત્ત ક્રોધિત થઈ અજાતશત્રુ વૈદેહી પુત્ર પાસે જઈ તેને કહ્યું, ‘તું તારા પિતાને મારી નાંખી રાજા થા અને હું બુદ્ધને મારી બુદ્ધ થઈશ.” અજાતશત્રુએ પિતાને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે પકડાઈ ગયા. એટલે પિતાએ રાજીખુશીથી ઉદારભાવે ગાદી છોડી અજાતશત્રુને આપી. (બીજા ગ્રંથોમાંથી એમ મળી આવે છે કે અજાતશત્રુએ બિમ્બિસારનું ખૂન કર્યું હતું.)
અજાતશત્રની મદદથી દેવદત્તે ૧૬ મારા મોકલી બુદ્ધને ઠાર મારવાનો પ્રયત્ન કર્યો અને પછી પણ ઘણા પ્રયત્નો કર્યા, પણ પાર ન પડયા. ઊલટા તે મારા બુદ્ધના ઉપાસક થયા; ત્યારે બુદ્ધ ગૃધ્રકૂટ પર્વત ઉપર ચાલતા હતા ત્યારે મોટો પથ્થર ફેંક્યો પણ તે પણ ન લાગ્યો કારણકે બુદ્ધના ચમત્કારથી પાસપાસેના બે પર્વત ભેગા થઈ ગયા ને પથ્થર અટકી ગયો. છેવટે બુદ્ધ રાજગૃહમાં ભિક્ષા અર્થે વિચરતા હતા ત્યારે તેના પર નાલાગિરિ નામનો મસ્ત હાથી છોડ્યો. બુદ્ધે પ્રેમાળ દષ્ટિથી તેના તરફ જોતાં તે નરમ થઈ ઊભો રહ્યો, અને તેમની ચરણરજ હાથીએ પોતાના માથા પર નાખી. ત્યાંથી તે સીધો હસ્તિશાળામાં જઈ ઊભો. લોકો આથી ચકિત થયા અને કહેવા લાગ્યા
दण्डेनेके दमयन्ति अंकसेहि कसाहि च ।
अदण्डेन असस्थेन नागो दन्तो महेसिना ।. – કોઈ લાકડીથી, કોઈ અંકુશથી, કોઈ ચાબુકથી દમન કરે છે, પણ મહર્ષિ બુદ્ધ લાકડી કે કોઈપણ શસ્ત્ર વગર જ હાથીનું દમન કર્યું.
આ રીતે બુદ્ધના વધના બધા પ્રયત્નો વ્યર્થ જવાથી દેવદત્ત સંઘમાં ભેદભાવ ઉત્પન્ન કરવાની નવીન યુક્તિ કરી. દેહદંડને મદદ થાય એવી રીતના નવીન નિયમ ભિક્ષુસંઘ માટે બુદ્ધ કરવાના નથી એ તેની પૂરી ખાતરી હતી. તેથી તેને કેટલાક નવા નિયમ યોજવાનું કહેવું અને તે માન્ય નહિ કરશે એટલે તેઓ લોકોને પૂર્ણ વૈરાગ્ય શીખવતા નથી એવો પોકાર કરી સંઘના ભિક્ષુઓને પોતાના પક્ષમાં લેવાનો વિચાર રાખ્યો. આથી તે કોકલિક કટમોરક – તિસ્મક, ખંડદેવીપુત્ત અને સમુદ્રદત્તને સમજાવી બુદ્ધ પાસે લઈ ગયો અને સાથે પોતાના મતના લોકોને એકઠા પણ કર્યા. બુદ્ધને નમસ્કાર કરીને એક બાજુએ બેઠા પછી તે બોલ્યો “ભગવદ્, આપ અલ્પ ઇચ્છાવાળા અને સંતુષ્ટ મનુષ્યના ગુણનું વર્ણન કરો છો, તો આ નવીન પાંચ નિયમ ભિક્ષુસંઘને પાળવા માટે આપ ઠરાવી આપો કારણકે તે અલ્પચ્છતા અને સંતોષ વધારશે. (૧) ભિક્ષુએ માવજીવ અરણ્યમાં રહેવું. ગામમાં રહે તે ભિક્ષુને દોષિત ઠરાવવો. (૨) ભિક્ષુએ માવજીવ ભિક્ષાત્ર પર જ નિર્વાહ કરવો. જે આમંત્રણ સ્વીકારી જમવા જાય તેને દૂષિત ઠરાવવો. (૩) ભિક્ષુએ માવજીવ રસ્તામાં પડેલાં ચીંથરાંઓમાંથી બનાવેલા ચીવર ઉપર નિર્વાહ કરવો. જે ભિક્ષુ ગૃહસ્થ આપેલ વસ્ત્ર લઈને તેનાં ચીવર બનાવે તેને દોષિત ઠરાવવો. (૪) ભિક્ષુએ માવજીવ વૃક્ષ નીચે વાસ કરવો. જે ભિક્ષુ આચ્છાદિત (ઝૂંપડી વગેરે) સ્થળે વાસ કરે તેને દોષિત ઠરાવવો. (૫) ભિક્ષુએ. માવજીવ માંસ-માછલી ખાવાં નહિ. જે ભિક્ષુ તે ખાય તેને દોષિત ઠરાવવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org