________________
સમ્યગ્દર્શન
સમ્યક્ત્વ સંબંધે ૬૭ બાબતો
આને સમ્યક્ત્વના ૬૭ ‘બોલ’ કહે છે ઃ તે આ પ્રમાણે છે
:
૪ સહણા (સશ્રદ્ધા) રાખવી ૧. પરમાર્થ સંસ્તવ પરમ રહસ્ય પરિચય. જીવાદિ તત્ત્વ-પરમાર્થનો વારંવાર વિચાર કરવો, ૨. પરમાર્થ જ્ઞાતૃસેવના તે પરમાર્થને જાણનારાની સેવા, ૩. વ્યાપન્ન દર્શન વર્જન – જેનું દર્શન મિલન થયું હોય યા હોય તેવા કુગુરુનો ત્યાગ, ૪. કુદર્શન વર્જન – અયથાર્થ દર્શન – ધર્મનો
ત્યાગ.
૩ લિંગ જેનાથી સમ્યક્ત્વ અમુકમાં છે કે નહિ, તે વર્તી શકાય ચિહ્ન. ૧. શુશ્રુષા - ધર્મશાસ્ત્ર સાંભળવાની અત્યંત રુચિ, ૨. ધર્મરાગ – ધર્મ પ્રાપ્ત કરવાની અત્યંત અભિલાષા, ૩. વૈયાવૃત્ય શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુનું વૈયાવૃત્ય (સેવાભક્તિ) અત્યંત પ્રેમથી સર્વ પ્રમાદ તજીને કરવી તે.
૧૦ પ્રકારનો વિનય - ૧. રાગદ્વેષાદિ રહિત અરિહંતનો, ૨. સર્વકર્મમળ રહિત સિદ્ધનો, ૩. જિન ચૈત્ય-દેરાસરનો કે જ્યાં શાંતરસયુક્ત જિન મુદ્રા હોય તેનો, ૪. શ્રુત
સિદ્ધાંતનો, ૫. યતિધર્મનો, ૬. સાધુ વર્ગનો, ૭. આચાર્ય મહારાજનો, ૮. ઉપાધ્યાયનો, ૯. પ્રવચન-સંઘનો, ૧૦. સમ્યક્ત્વીનો વિનય, ભક્તિ (બાહ્ય ઉપચાર - ઔષધાદિ વડે તથા વંદનનમસ્કાર વડે), હૃદયપ્રેમ (બહુમાન), ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા, આશાતનાત્યાગ (મલિનતાજનક - નહિ કરવા યોગ્ય કામ તજવાં) એ પાંચ પ્રકારે કરવો.
૩ શુદ્ધિ ૧. મનઃશુદ્ધિ (સર્વજ્ઞ અને સર્વજ્ઞની આજ્ઞા સત્ય માની મન શુદ્ધ રાખવું), ૨. વચનશુદ્ધિ – ઇષ્ટ સિદ્ધિ માટે સર્વજ્ઞ દેવની ભક્તિ છે એમ સ્પષ્ટ ઉચ્ચારવું, ૩. કાયાશુદ્ધિ – સર્વજ્ઞ દેવને જ નમવું.
-
૫ દૂષણ ૧. શંકા - સર્વજ્ઞનાં પદાદિ સંબંધે વચનમાં સંદેહ, ૨. કાંક્ષા અસત્ દર્શનીના રાગી થવું. ૩. વિચિકિત્સા દાન શીલ તપ ભાવનારૂપ ધર્મકૃત્યના ફલનો જ સંદેહ (શંકા એ પદાર્થ સંબંધે છે અને વિચિકિત્સા ક્રિયાના સંદેહ સંબંધે છે). ૪. મિથ્યામતિ ગુણ વર્ણના - ઉન્માર્ગીનાં વખાણ કરવાં, ૫ મિથ્યામતિ પરિચય – ઉન્માર્ગીનો પરિચય.
-
૮ પ્રકારે પ્રભાવના – વિશેષ પ્રકારે ધર્મને દીપાવવો તે પ્રભાવના. તે જુદીજુદી આઠ રીતે થાય છે અને તે કરનારને પ્રભાવક કહે છે. ૧. પ્રાવચનિક -- શાસ્ત્રપારગામી થવું, ૨. ધર્મકથી - ધર્મોપદેશક થવું. ૩. વાદી – તર્કશાસ્ત્રમાં નિપુણ થવું, ૪. નૈમિત્તિક
-
અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી, ૫. તપસ્વી થવું. ૬. વિદ્યાસાધક થવું - પવિત્ર આમ્નાય યુક્ત મંત્રવિદ્યાની સિદ્ધિ મેળવવી, ૭. સિદ્ધ અંજન આદિ યોગમાં નિપુણપણું પામવું, ૮. કવિ – ધર્મરહસ્યયુક્ત ચમત્કૃતિવાળાં કાવ્ય રચવામાં
કુશલ થવું.
૧૩૩
૫ ભૂષણ
-
જેથી સમ્યક્ત્વ શોભે તે. ૧. દેવગુરુવંદન, વ્રતપ્રત્યાખ્યાનમાં કુશળતા, ૨. તીર્થસેવા ૩. દેવગુરુભક્તિ ૪. ધર્મનિશ્ચળતા, પ. પ્રભાવના – શાસનની ઉન્નતિ કરવી.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org