________________
જૈન દષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ
૧૭૫
તો ઊંચે ચડી ત્રીદ્રિયમાં આવે, નહિ તો એટલે હિંસાદિક દોષની બહુલતા થાય તો ફરી એકેદ્રિયમાં જાય, ને ત્યાં ઉત્કૃષ્ટ અનંતકાલ રહી પુનઃ કોઈ અકામનિર્જરાના યોગથી દ્વીદ્ધિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય એ ત્રણ વિકસેંદ્રિય જીવ (બે, ત્રણ, ચાર ઈદ્રિયવાળા જીવ)ની ગણનામાં આવે છે. અહીં ઇંદ્રિય, પ્રાણ, પર્યામિ વધતાં અધિકરણ પણ વધે અને તેથી હિંસાદિ કારણની વૃદ્ધિ થાય તો પાછો પતન પામી એકૅક્રિયાદિમાં આવી જાય, અને જો સામાન્ય રહે તો પોતાની દ્વાઢિયાદિ જાતિમાં રહે અને છેદનભેદન રૂપ અકામનિર્જરા થાય તો તેને યોગે ઊંચો પણ ચડે. આમ વિકસેંદ્રિયમાંથી એકેંદ્રિય ને એકેંદ્રિયમાંથી વિકસેંદ્રિય એમ અનંત ફેરા ખાધાં કરે. એમ કરતાં આગળ વધી પંચેંદ્રિય તિર્યંચમાં આવે છે.
પંચેદ્રિય તિર્યંચના બે ભેદ છે. ૧. ગર્ભજ ૨.મૂર્છાિમ. સંમૂર્છાિમને મન નથી - તે મૂચ્છમાં જ પડ્યા રહે છે છતાં તેમાં શરીર, પ્રાણ, પતિ, આયુ પ્રમુખ અધિકરણની વૃદ્ધિ થાય તેથી હિંસાદિકની બહુલતા થતાં પહેલી નરકે જવું પડે, અને કદાચ જો અકામ નિર્જરા છેદનભેદન શીતતાપાદિકરૂપે કરવામાં આવે તો તેથી ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્ય થાય. ત્યાં પ્રાણ તથા પર્યાપ્તિ પૂર્ણ હોય તેથી પાંચ આમ્રવ-કર્મઢાર-બંધહેતુ સેવે, આર્નરોદ્ધ ધ્યાન ધરે તો કર્મસ્થિતિ દીર્ઘ કરે અને તેમ થતાં કોઈ જીવો પ્રબલ હિંસાદિકથી પાછો એકેંદ્રિયમાં જાય, અથવા છેદનભેદન તાપશીતાદિ સહન કરતો જાતિ સરલ પરિણામી થઈ તીવ્ર સંક્લેશ ન કરે તો તેવી અકામનિર્જરાથી કોઈ જીવ દેવગતિમાં જાય, અથવા મનુષ્ય થાય. હવે જો દેવગતિમાં તેમ કરતાં જાય તો ત્યાં અતિશય વિષયાસક્ત બની તીવ્ર સંક્લેશે મરીને તિર્યંચ પંચેદ્રિય ગર્ભજ થાય, ત્યાં બહુલ હિંસાદિક કરી નરકે જાય અથવા પાછો પડી ચતુરિંદ્રિયથી એકેંદ્રિય એમ ચક્રમાં જાય. વળી ત્યાંથી નીકળી પંચેદ્રિયપણું પાલતાં અનંતકાળ વીતી જાય, અને જો દેવગતિમાંથી મનુષ્ય થાય તો અપરિપાકપણાથી બહુલતાએ અનાર્ય ક્ષેત્ર અને અનાર્યકુલમાં જન્મ પામી અનાર્ય સંસ્કારોથી પ્રબલ કષાયવિષયાદિક અઢાર પાપસ્થાનક સેવી તે કર્માનુસાર તે યોગ્ય નરકમાં ઉત્પન્ન થાય. આમ કર્મપ્રચુરતા થતાં તે આગળ વધતો અટકીને પાછો નીચે પણ ઊતરી જાય છે (ઉત્કાંતિ – Evolutionમાંથી અપક્રાંતિ – inevolution પણ થાય છે), અને કર્મ ઘટતાં કંઈ વખત ગર્ભજ પંચેદ્રિય તિર્યંચમાંથી જીવ મનુષ્ય થાય છે. અને તેવો મનુષ્યભવ પામી ઘરકુટુંબની તીવ્ર મૂચ્છ (મોહ)માં અજ્ઞાનથી ફરી તિર્યંચથી એકેદ્રિયના ચક્રમાં પડે છે, અથવા કોઈ મનુષ્ય વિશિષ્ટ જ્ઞાન વગર પણ સરળ પ્રકૃતિએ સહેજ કષાયમંદતાથી મરીને મનુષ્ય પણ થાય. વળી ત્યાં કાલપરિપાક વિના અશુદ્ધ કારણથી હિંસાદિની બહુલતાના પરિણામે મિથ્યાત્વાદિ અશુદ્ધ હેતુની પુષ્ટતાએ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) કરે. (આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે જણાવેલ છે.) આ કર્મોમાં મોહનીય કર્મ તે સર્વકર્મનું ઉત્પાદક અને પોષક છે. જેમ બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ થાય છે, તેવી રીતે મોહનીયથી આઠે કર્મ અને આઠે કર્મથી મોહનીયની પુષ્ટિ થાય છે. આ મોહનીયની ૨૮ પ્રકૃતિ છે તેમાં મિથ્યાત્વ” મુખ્ય પ્રકૃતિ છે.
મનુષ્યગતિમાં જીવને શુદ્ધ દેવ, શુદ્ધ ગુનો યોગ થઈ જાય તો તે શુદ્ધ ધર્મનું - માર્ગનું આરાધન કરી પોતાની પ્રગતિમાં વધારો કરે છે. એવી રીતે ઉત્ક્રાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org