________________
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો
બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો सर्वमनित्यं सर्वमनात्मं निर्वाणं शान्तम् ||
બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંતો
“સર્વ અનિત્ય છે, આત્મા નથી, અને નિર્વાણ જ શાંતિમય છે.” આ ત્રણ સિદ્ધાંત ઉપર આખા બૌદ્ધ ધર્મની ઇમારત ચણાયેલી છે. પછી તે તેની કોઈ પણ શાખા હોય તો પણ આ સિદ્ધાંતને એક યા બીજી રીતે સ્વીકારે છે. મહાયાન શાખા હીનયાન શાખાથી વિરુદ્ધ પડી એક વધુ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે : સર્વમ્ તથાત્વ ‘જેમ છે તેમ સર્વ છે.’ પરંતુ આ સિદ્ધાંત નવો નથી કારણકે તે ઉપરનામાંના ત્રીજા સિદ્ધાંતમાંથી – નિર્વાણ શાંતિમય છે' એમાંથી ફલિત થતો સિદ્ધાંત છે.
૩૪૩
બૌદ્ધનાં પવિત્ર સૂત્રો ધર્મનો ચોથો સિદ્ધાંત ‘સર્વ દુઃખ છે’ એમ જણાવે છે. આ પણ નવો નથી કારણકે તે ઉપરના પહેલા નામે સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંતમાંથી ફલિત થાય છે કારણકે બુદ્ધો કહે છે કે ‘સર્વ અનિત્ય છે, અને જે અનિત્ય છે તે સર્વ દુઃખમય છે એટલે જે સર્વ છે તે દુઃખથી પૂર્ણ છે.’
-
આ રીતે આ ત્રણ સિદ્ધાંતથી બુદ્ધ ધર્મ બીજા ધર્મોમાંથી એક વિશિષ્ટ ધર્મ તરીકે ઓળખી શકાય છે. હવે તે ત્રણે સિદ્ધાંત એક પછી એક જોઈએ.
Jain Education International
૧. ‘સર્વ અનિત્ય છે' सर्वमनित्यम्.
આ સિદ્ધાંત હિરૅક્ટિટસના સિદ્ધાંત(નામે All is in a state of flux – સર્વ પ્રવાહની દશામાં ફેરફાર પામતી દશામાં છે)ને મળતો આવે છે. અને આને હાલનું વિજ્ઞાન (Science) પણ ટેકો આપે છે. આ સિદ્ધાંતને બૌદ્ધ શાસ્ત્રોનો મહાન્ અભ્યાસી નામે પ્રૉફેસર હાઇ ડેવિડ્સ આ પ્રમાણે સુંદર રીતે મૂકે છે : “બૌદ્ધ પ્રમાણે સત્તા જેવું કાંઈ નથી; દરેક વસ્તુ અસ્થાયી, ક્ષણિક, અવશ્ય નાશ પામવાની છે. વસ્તુઓમાં પણ રૂપ અને જડ ગુણો છે અને જીવતી વ્યક્તિઓમાં પણ માનસિક ગુણોની સદાકાળ ઊંચે ચડતી પરંપરા છે કે જે પરંપરાનો સમૂહ જ તે વ્યક્તિ છે. મનુષ્ય, જડ વસ્તુ કે દેવ એ દરેક તેના અંગભૂત મૂળતત્ત્વોનું મિશ્રણ છે. વળી દરેક વ્યક્તિમાં તેના અંગભૂત ભાગોનો સંબંધ નિરંતર નિત્ય બદલાતો જાય છે અને તે સંબંધ બે સાથેની ક્ષણોમાં એક હોતો નથી. મિશ્રણ થવું સમૂહ થવો એનો અર્થ એ છે કે થવું - પૃથક્ થવું અને તે પૃથક્ થવું એ નાશ વગર બની શકે નહિ કે જે નાશ કોઈ પણ કાલે અવશ્ય પૂર્ણ થવો જ જોઈએ.”
સર્વ વસ્તુઓ અનિત્ય છે તેનું શુ કારણ ? તેના જવાબમાં ફેરફાર થવો એ અબાધિત નિયમને સર્વવસ્તુ અધીન છે તેનું કારણ તે નિયમને કાર્ય-કારણના નિયમ સાથે અવિનાભાવી સંબંધ છે, કારણકે આ દશ્ય-જગમાં કોઈપણ ચીજ એવી નથી કે જેનું અસ્તિત્વ કોઈપણ કારણથી ઉદ્ભવતું ન હોય.
આ અનિત્યવાદને ત્રણ પ્રકારે વહેંચી શકાય છે ઃ
(ક) જીવન-કાલ (આયુષ્ય)ની અનિત્યતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org