________________
૨૩૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
મહાવીર કહેવામાં આવ્યું છે. એ તે અપેક્ષા વગર નામ આપવામાં આવેલ છે.) દ્રરિદ્રી હોય છતાં ધનપતિ' નામ હોય છે.
- ૨. સ્થાપના નિક્ષેપ – પદાર્થનો આકાર જોઈ તેમાં તે જ પદાર્થનું આરોપણ કરવું તે. દેવળમાં મૂર્તિ જોઈ તેમાં અમુક પ્રભુનું આરોપણ કરવું કે આ “મહાવીર સ્વામી છે. તે જ રીતે ચિત્ર, ફોટો જોઈને કહેવાય છે કે આ કૃષ્ણલાલ છે, આ મોહનલાલ છે.
૩. દ્રવ્યનિક્ષેપ – દ્રવ્ય એ ભાવનું ઉપાદાન કારણ છે. જેમ માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે તેમ. અને જ્યાં સુધી ભાવ કાર્યરૂપે પરિણમે નહિ ત્યાં સુધી તે. દ્રવ્યની અવસ્થામાં છે. આથી ભાવહેતુક યાને વસ્તુ સ્વરૂપ નિમિત્તભૂત તે દ્રવ્યનિક્ષેપ. જેમકે જ્યાં સુધી જીવ પોતાનું સ્વરૂપ નથી જાણતો – પામતો ત્યાં સુધી તે દ્રવ્ય જીવ છે, જ્યાં સુધી સાધુ પોતાના જાગ્રત સ્વરૂપમાં ઉપયોગપૂર્વક રહેતો નથી ત્યાં સુધી તે ‘દ્રવ્યસાધુ છે. જ્યાં સુધી તીર્થકરને કેવલજ્ઞાન થયું નથી ત્યાં સુધી તે દ્રવ્ય તીર્થંકર
૪. ભાવનિક્ષેપ – ભાવનું ઉપાદાનકારણ દ્રવ્ય છે. ભાવમાં વસ્તુના ગુણો સમાવેશ પામે છે. તે-તે ગુણો પ્રકટે છે ત્યારે ભાવનિક્ષેપ થાય છે – અમુક વસ્તુના સદૂભૂત ગુણયુક્ત ભાવને ભાવનિક્ષેપ કહે છે. જેમકે આત્માનું જ્યારે શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે ત્યારે તે શુદ્ધ આત્મા કહેવાય છે, તીર્થકરને જ્યારે કેવલજ્ઞાન થાય છે અને ધર્મદેશના આપે છે ત્યારે તે ભાવતીર્થકર કહેવાય છે અને સાધુ બરાબર ઉપયોગપૂર્વક પોતાના આચારમાં વર્તે છે ત્યારે તે ભાવસાધુ છે. વગેરે. આ નિક્ષેપમાં વસ્તુનો નિશ્ચયગુણ હોય છે.
હવે પ્રમાણ જોઈએ. આનું સ્વરૂપ વિશાલ છે, પણ અત્ર મયૉદિતપણે માત્ર રેખાદર્શન રૂપે નામ ગણાવીએ. પ્રમાણ એટલે સ્વપરનો સ્પષ્ટ નિશ્ચય કરાવે તે.
મુખ્ય રીતે બે પ્રમાણે છે : ૧. પ્રત્યક્ષ ર. પરોક્ષ. અપરોક્ષપણે પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન તે પ્રત્યક્ષના બે ભેદ છે. (૧) સર્વપ્રત્યક્ષ અને (ર) દેશપ્રત્યક્ષ. સવપ્રત્યક્ષ તે સર્વજ્ઞ સર્વદર્શીને હોય છે અને દેશપ્રત્યક્ષ તે અવધિજ્ઞાની અને મનપયૅવજ્ઞાનીને હોઈ શકે છે. રૂપી-અરૂપી સર્વ વસ્તુનું – આત્માનું પ્રત્યક્ષપણું થવું તે સર્વથા સર્વ રીતે સંભવે છે, અને અવધિજ્ઞાની અને મન:પર્યવસાનીને દેશથી – અમુક અંશે સંભવે છે. બીજાઓ તૈયાયિકાદિ ચક્ષુ આદિ ઇદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માને છે તેમ અત્ર નથી: આ પ્રમાણ અતીન્દ્રિય જ્ઞાન જ છે, ચક્ષુ ઈદ્રિયથી અરૂપી દ્રવ્યો દેખી કે જાણી શકાતા નથી તેથી તે અત્ર અપ્રમાણ છે. ફક્ત જ્ઞાન જ સ્વપરનો નિશ્ચય કરી શકે છે તેથી તે જ પ્રમાણભૂત છે. જડ એવી ઈદ્રિયથી અતીન્દ્રિય આત્માનો નિશ્ચય શી રીતે થઈ શકે ?
પરોક્ષપ્રમાણ – જેથી વસ્તુધર્મનો અસ્પષ્ટ બોધ થાય તે પરોક્ષ પ્રમા; તે પાંચ પ્રકારનાં છે. ૧. સ્મરણ – સંકારજન્ય બોધથી અનુભવેલી બાબતનું જ્ઞાન થવું તે. ૨. પ્રત્યભિજ્ઞાન – અનુભવ તથા સ્મૃતિના યોગથી જે વસ્તુવિષયનું નિશ્ચિત સાન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org