________________
અનેકાન્તવાદ - સ્યાદ્વાદ
૨૩૯
તે. આ ગ છે. ગૌદશ ગવય છે. ૩. તર્ક - આ હોય તો અમુક જ હોય એ અન્વય વ્યક્તિ અને અન્યથા એ તે ન જ હોય એ વ્યતિરેક વ્યાપ્તિ સંબંધી જ્ઞાન તેને ઊહ અથવા તકે કહે છે. જેમકે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. વહ્નિના અભાવે ધુમાડાનો અભાવ હોય છે. ૪. અનુમાન – સાધ્યની સાથે વ્યાપ્તિએ રહેલું લિંગમાંથી સાધ્યનું નિશ્ચય કરનાર જ્ઞાન. આના બે પ્રકાર છે. (૧) સ્વાર્થીનુમાન એટલે પોતાના અનુભવથી – પોતાને માટે બાંધેલું અનુમાન અને (૨) પરાર્થાનુમાન – બીજાના અનુભવથી – બીજાને માટે બાંધેલું અનુમાન. આમાં (૧) પહેલા પ્રકારનું અનુમાન વારંવાર દૃષ્ટિથી અવલોકન કર્યા પછી પોતાના મનમાંથી જ કાઢેલું હોય છે. ધારો કે રસોડું અને બીજાં સ્થાનોમાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે એમ વારંવાર જોયા પછી અને જ્યાં ધૂમ હોય ત્યાં અવશ્યમેવ – વ્યાપ્તિથી અગ્નિ હોય એવું મનમાં પ્રતીત કર્યા પછી કોઈ મનુષ્ય પર્વત પર જાય છે અને તે પર્વત પર અગ્નિ છે કે નહિ એવી શંકા થાય છે તેટલામાં તે ઉપર ધુમાડો જુએ છે કે તરત જ ધૂમ અને અગ્નિ વચ્ચેની વ્યાપ્તિ તેના સ્મરણમાં આવે છે અને તેથી મનમાં નિર્ણય પર આવે છે કે પર્વત વતિમાનું છે કારણકે તે ઉપર ધૂમ છે. આ સ્વાર્થીનુમાન છે. (૨) પ્રત્યક્ષ અને અનુમાન પ્રસિદ્ધ અર્થનો પ્રકાશ કરવાથી અને તે બંને બીજાને જાણવાનાં સાધન હોવાથી પરાર્થોનુમાન છે, કારણકે તે બંનેને પરાથનુમાન કહેવાનું કારણ એ છે કે પ્રત્યક્ષ અને અનુમાનથી જે જ્ઞાન પોતાને અર્થે પ્રાપ્ત કરેલું હોય છે તે વાક્ય દ્વારા બીજાને આપી શકાય છે. પણું પરોક્ષપ્રમાણ શબ્દ છે – દષ્ટ એટલે પ્રમાણથી ઈષ્ટ અને નિશ્ચિત અર્થવાળું જે વાક્ય અબાધિતપણે પરમાર્થને કહે છે તે વાક્યમાંથી તત્ત્વતઃ ઉત્પન્ન થતું જ્ઞાન તે. તેના બે પ્રકાર છે. (૧) લૌકિક એટલે કોઈ વિશ્વસનીય પુરુષ પાસેથી મેળવેલું જ્ઞાન. (૨) શાસ્ત્રજ – એટલે શાસ્ત્રમાંથી ઉત્પન્ન થયેલું.
ચાવોક માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, અને તે ઇદ્રિયજન્ય જ્ઞાને.
પરોક્ષ પ્રમાણ : સ્થાનાંગસૂત્ર જેવા આગમગ્રંથો પ્રમાણે પરોક્ષ પ્રમાણના બે પ્રકાર છે – ૧. અભિનિબોધ કે મતિ અને ૨. શ્રત. (કારણકે આ બેમાં ઇન્દ્રિયોની મદદ લેવી પડે છે. જ્યારે અવધિ, મન:પર્યાય અને કેવલમાં જીવ ઇન્દ્રિયની મદદ વિના જ્ઞાન કરે છે જે પ્રત્યક્ષ છે. (જીવ અક્ષ છે.) બીજા દાર્શનિક વિચારકો ઇન્દ્રિયથી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રમાણ કહે છે તેથી તેમની સાથે ચર્ચાની સરળતા ખાતર પછીના જૈન દાર્શનિકો (જેમ કે જિનભદ્રાચાર્ય) ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતા જ્ઞાનને વ્યવહાર પ્રત્યક્ષ કહે છે અને આ વ્યાવહારિક દૃષ્ટિએ પરોક્ષ પ્રમાણમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન અને આગમ કે શબ્દનો સમાવેશ કરે છે. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org