________________
પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ
૨૨૫
કહેવામાં આવે છે. પછી વિવેકજ્ઞાન થાય છે તેમાં સર્વભાવને શાંત, ઉદિત કે અપદિય ગણવામાં આવે છે. સર્વવૃત્તિનો અસ્ત થતાં પરમ વૈરાગ્યનો આશ્રય કરનાર ક્લેશનો નિરોધ કરવાને સમર્થ એવી નિર્બીજ સંસ્કારશેષતાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. મનના લક્ષ્ય સાથે ક્લેશના બીજનો પણ લય થઈ જાય છે, વિવેકજ્ઞાનના પરિપાકને લીધે કાર્યકારણાત્મક સર્વ વસ્તુનો પ્રધાનમાં લય થાય છે અને બુદ્ધિ અને સત્તાના સંબંધથી રહિત થઈ કેવલ્યને પામે છે. આ પાતંજલ યોગદર્શનનો મોક્ષ છે.
મીમાંસક - આ દર્શનમાં બે મોટા વિભાગ છે : યજ્ઞ વગેરે કરનારને પૂર્વમીમાંસાવાદી કહેવામાં આવે છે. તેઓ કુકર્મ વર્જે છે, યજનાદિ ષટ્કર્મ કરે છે, બ્રહ્મસૂત્ર ધારણ કરે છે, ગૃહસ્થાવાસમાં વસે છે, અને શૂદ્ર અન્નાદિ વર્જે છે. બીજો ઉત્તરમીમાંસાવાદી છે તેને વેદાંતી પણ કહેવામાં આવે છે. ['વેદાંતી” શબ્દથી શાંકરવેદાંતી સમજવા. બીજા પણ વેદાંતસંપ્રદાય છે જેમાં મુક્તિ અવસ્થામાં પણ જીવ બ્રહ્મથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તે દ્વૈત બ્રહ્મને માને છે, સર્વ શરીરમાં આત્મા એક છે, બ્રહ્મ સર્વત્ર છે અને ભેદ દેખાય છે તે માયાથી થાય છે, પણ વસ્તુતઃ ભેદ નથી એમ તેઓનો મત છે. બ્રહ્મમાં લય થઈ જવો એને તેઓ મુક્તિ માને છે, અને એ સિવાય અન્ય મુક્તિ – મોક્ષ કંઈ નથી એમ તેમનો મત છે.
પ્રથમ, પૂર્વમીમાંસાવાદી (જેમિનીય) લઈએ. તેઓ વેદવાક્યને પ્રમાણ ગણે છે, ગુર પણ તેને જ ગણે છે અને સ્વયં સંન્યસ્ત ગ્રહણ કરે છે. મનુષ્ય સર્વજ્ઞ થઈ શકે એ વાતનો તેઓ સ્વીકાર કરતા નથી. સૃષ્ટિકર્તા અથવા સર્વદર્શી કે વીતરાગ એવા સર્વજ્ઞ કોઈ મનુષ્યથી હોવાનું બનવું તદ્દન અસંભવિત છે એમ તેમનું માનવું છે. આવા પપના અભાવે તેનું પ્રમાણ થઈ શકે એવું તો બને જ શી રીતે ? ઇદ્રજાળથી પણ દુનિયામાં અનેક પ્રકારના આડંબર થઈ શકે છે, પરંતુ આડંબરના કારણથી અમુક પ્રાણીને ઈશ્વર માનવો એ આ મત પ્રમાણે એક ધરતા છે. અભ્યાસથી શુદ્ધિનું તારતમ્ય થાય પણ બુદ્ધિનો પરમ પ્રકર્ષ થાય એ તદ્દન અસંભવિત હકીકત છે. વેદવાક્ય નિત્ય અને અપરપેય છે એમ તેઓની માન્યતા હોવાથી તેમાં તેઓ યથાર્થત્વની સંભાવના કરે છે. વેદવાક્યનો પાઠ કરવાથી ધર્મજિજ્ઞાસા થાય છે. ધર્મસાધન શોધતાં તેનાં નિમિત્તો કયાં કયાં છે તેનો વિચાર થાય છે. અહીં ક્રિયા પ્રત્યે પ્રવર્તક વચનને નોદના કહેવામાં આવે છે અને તે રૂપ ધર્મ માનવામાં આવે છે. મતલબ કે વેદવચનકૃત નોદનાથી ધર્મ જણાય છે જે અતીન્દ્રિય હોવાથી તેને જાણવાનું સાધન જ નોદના છે. આ મતનાં સૂત્રો જૈમિનીએ રચ્યાં છે. વેદને તેઓ સ્વતઃપ્રમાણ કહે છે. વેદનું અપૌયિત્વ અને શબ્દના નિત્યત્વને આધારે સિદ્ધ કરવામાં આવે છે. વેદની અંદર આવેલાં કમૅકાંડનાં જુદાં જુદાં વાક્યોની પૂવોપર સંગતિ જણાવવી એ આ દર્શનનું મુખ્ય પ્રયોજન છે.
ઉત્તરમીમાંસા – આમાં શાંકરવેદાંતદર્શનનો સમાવેશ થાય છે. એ પૂર્વમીમાંસાની અપેક્ષાએ નૂતન દર્શન છે. નેતિ નેતિ એ સૂત્ર પર, તેમજ “અહં બ્રહ્માસ્મિ', ‘એકડાં બહુસ્યામ્' એ સૂત્રો પર આ દર્શનનો મુખ્ય આધાર છે. સર્વ જગને બ્રહ્મમય માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org