________________
જૈન યોગમાર્ગ
૨૧૧
અને ૨. અનાભોગથી. ભવાભિમ્બંગ એટલે આ લોક અને પરલોકમાં (જેવી કે કીર્તિ, સ્વર્ગસુખ વગેરે) ફલની અપેક્ષા, કારણકે તેથી જ સંસારનો સંબંધ રહ્યા જ કરે છે. અનાભોગ એટલે કરાતાં કર્મમાં અનધ્યવસાય – અનવધાનતા - અસાવધાનતા (અનુ=નહિ + આભોગ=અધ્યવસાય). આ બંનેથી થતાં અનુષ્ઠાનો યોગપ્રાપ્તિ થયાં પહેલાં એટલે ચરમાવર્તથી અન્ય આવર્તામાં હોય છે, કારણકે ચરમાવર્તમાં સહજ અલ્પ કર્મમલ હોય છે એટલે તેમાં જ યોગપ્રાપ્તિ થાય છે.
ઉપર ગુરુદેવાદિપૂજન જે બતાવ્યાં તેમાં જેવો આશય રાખીએ તેવું ફળ મળે છે, અને તે હલકો આશય બે પ્રકારનો છે તે ઉપલા ફકરામાં કહ્યું. તે પરથી અને ઉચ્ચ આશય પરથી અનુષ્ઠાનના પાંચ ભાગ કર્યા છે. ૧. વિષ ૨. ગરલ ૩. અનનુષ્ઠાન ૪. તહેતુ અનુષ્ઠાન પ. અમૃત અનુષ્ઠાન. આમાં પહેલાં ત્રણ ચરમાવર્તથી પૂર્વના આવર્તામાં હોય છે અને છેલ્લાં બે ચરમાવર્તમાં હોય છે. ઉપર્યુક્ત પૂર્વસેવા એકની એક જ છતાં કર્તાના આશયભેદે ચરમાવર્તમાં – યોગની પ્રાપ્તિના સમયમાં ગુરુદેવાદિ પૂજન અન્ય પ્રકારનું થાય. તે પાંચ અનુષ્ઠાનનાં લક્ષણ જોઈએ.
૧. વિષાનુષ્ઠાન – કીર્તિ આદિની સ્પૃહાથી પરિશુદ્ધ એવા અંતઃકરણના પરિણામનો વિનાશ કરવો તે વિષાનુષ્ઠાન છે. આમાં લઘુ - તુચ્છ ભાવનો આશય હોવાથી તેમજ આત્માને વિષ જેમ તુરત ફલ આપે તેમ તુરત ફલ આપતું હોવાથી વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે.
૨. ગરલાનુષ્ઠાન – સ્વર્ગભોગાદિ ઈચ્છાથી જે અનુષ્ઠાન તે “ગર' કહેવાય. કારણ કે આમાં પણ શુદ્ધચિત્તનો નાશ થવાથી અનેક જન્મમરણના ચક્રમાં પડાય છે. બહુ સમયે તેનું ફળ થાય છે તેથી ગર નામ આપ્યું છે, જ્યારે ઉપર્યુક્તનું ફલ તુરત થાય છે તેથી ‘વિષ' નામ તેને અપાયેલું છે. બાકી બંનેનો અર્થ એક જ એટલે ઝેર થાય છે.
ઉપલાં બંને ભવાભિમ્બંગથી થાય છે.
૩. અનનુષ્ઠાન – અનાભોગથી થતું અનુષ્ઠાન તે અનનુષ્ઠાન કહેવાય છે. અનાભોગથી એટલે મૂચ્છમાં રહેલ મનથી અથવા સંપ્રમુગ્ધ મનથી પૂર્વસેવાનું અનુષ્ઠાન તે અનનુષ્ઠાન જ કહેવાય, કારણકે ચિત્તના અપ્રણિધાનથી કરેલી સેવા તે ન કર્યા જેવી જ છે – અનુષ્ઠાન છતાં પણ અનનુષ્ઠાન જ છે.
આ અનુષ્ઠાન ઉપર કહેલ અનાભોગથી થાય છે.
૪. તદુહેતુ અનુષ્ઠાન - ઉપર્યુક્ત પૂર્વસેવાદિ પરમરાગપૂર્વક કરવી તે સદનુષ્ઠાનનો ઉત્તમ હેતુ હોવાથી તેને તદુહેતું અનુષ્ઠાન કહેવામાં આવે છે. આમાં મુજ્યદ્વેષરૂપ સદ્ભાવનો અંશ રહે છે તેથી તે સદ્દભાવનો હેતુ છે. આ પ્રાયઃ ચરમાવર્તમાં થાય છે.
પ. અમૃત અનુષ્ઠાન – ભાવ - શુદ્ધ શ્રદ્ધા જેમાં પ્રધાન છે અને જે સંવેગ એટલે નિર્વાણાભિલાષાથી અત્યંત ગર્ભિત છે એવું જે સેવાદિનું અનુષ્ઠાન તેને અમૃતા અનુષ્ઠાન કહેવામાં આવે છે, કારણકે તે આત્માને અમૃત સમાન છે.
આ છેલ્લા બે ચરમાવર્તમાં – યોગની પ્રાપ્તિના સમયમાં થાય છે. પૂર્વાવર્ગોમાં દેવાદિપૂજન હતું તે નિશ્ચયે યોગની અયોગ્યતાપૂર્વક હોય છે, જ્યારે શરમાવર્તમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org