Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004827/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચારશંat ‘શ્વાધ્યયન'નાં વ્યાખ્યાનો પ્રવચનકાર પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ ' વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ર સંપાદક - પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ 'વ્યાખ્યાન શા માટે ? આચારાંગ શા માટે ? 'ધૂનન શા માટે ? 'પ્યાખ્યાન એ જ ટીકા છે.ટીકાકારસન્ન ઉપરટીકા કરે અને હું (1માણ પર ટીકા કરે. જો અહીં બેસીને શાસ્ત્રની પંકિતઓ જ વાંચવાoળી હોય તો ગoો ઉપર 'બેસી વાંચતા નથી આવડતી ? જે અનાજના ' રોટલી, શેટલા બoળાવવાળા હોય તો cવીણવું, ' દળવું, ખાંડવું, ચૂલે ચડાવવું અoો શેકવું પડે. '(1મારી સાથે કામ પડ્યું તો તેમને પણ શેકવા પડે. યાખ્યાન (inoો લાયક બનાવવા માટે છે હો ? 'Haiારા બઘાપાપની ટીકા થાય તો તમે લાયક બળો કૅિટીકા થયા વિના ? cવ્યાયાofએ જટીકા છે. ' મારી એ જ ઉiાવળાછેર્ડ- (1મો બઘાવોપરnલોક ' (1રફ જોdi કરવા. (1મારી બંસ્થાolી જૈષ્ટિ આ લોક, 'પરલોકથી ખસેડી પઝલોડ વોલ તરફ વાળવી 'અoો એ માટે જ પ્યાખ્યાot ciાંગું છું. એમાં જો ફળીdid થાઉં, તો આ આગમ (1ર0 (1માણ 'દયમાં સોંસરું ઉતરી જાય. આપણે આકાશમાં 'વાંચવું છે, એમાંય છછું શ્l oldio] અદયયol ' વાંચવું છે. શ્રી એટલે શૂolo1. શૂoloળ એટલે [ળમાંથી લાવી ખંખેરવાની ક્રિયા. મળani પેસીછો જે જે દોષોની સંdiાવના હોય, તેને પકડી પકડીને હલાવવાની ખંખેરવાની ક્રિયા ઘુoloળ થાય ત્યાં મજબuઆદમી ટકે. તમાશાથે 'અનાદિકાળથી જે વિષયકષાયાદિoળા પાયા 'afજબૂના કર્યા છે, તો તમારા હાથે જ ખોદાણcalol 'છે. માટે જ તdiaર્વેિદની વાત માંડી. કારણ એ આધ્યાત્રિના શ્olo1શકય 61 બoો. - પ્રખર પ્રવચનકાર પૂજય મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ Jain Education a l Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૧૧૩ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૩ પ્રવચન-૧ થી ૧૩ સળંગ 38 થી 50 પેજ-૧ થી ૨૧૨, સળંગ 529 થી 740 : પ્રવચનકાર : પૂજ્ય મુનિરાજ શ્રી રામવિજથજી મહાણાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ઃ સંપાદકઃ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક : જભાઈ પ્રદાન Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81-87163-29-1 : પ્રકાશક : સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાના શ્વે. મૂ. તપ. જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ: ૫૩૫૨૦૭૨ Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય : રૂ. 2000-00 નકલ: 2000 પ્રકાશન: વિ. સં. ૨૦૫૭ઈ.સન-૨૦૦૧. મુંબઈ. ૪ -૪૦ સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન -69----- : અમદાવાદ : સન્માર્ગ પ્રદશન જ્ઞાર્યાલય : મુંબઈ: જી. એસ. જવેલર્સ એન્ડ કું. ૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, ૬૨-૬૮, ગીરગામ રોડ, મુંબઈ-૪OOOO૪. ફોન : (0) 36 30 340 (R) 369 148 ? સુરતઃ વિપુલ ડાયમંડ 205-206. આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205, (R) 220405 Page #5 -------------------------------------------------------------------------- ________________ I જ્ય દાદા નેમિનાથ શ્રી નેમિનાથ ભગવાન-લોરોલ નથી Jain Education Internatધીન : ૩૮દ્યાપ રૂ ના ગુશિત. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ * પ્રકાશકીય જ સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ સહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદશ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસાર પૂ. આ. શ્રી વિજ્ય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગુંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસૂત્રધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી શકીશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસુત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઈતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય કીતિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તમોશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગ-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી આ ૩૮ થી ૫૦ એમ કુલ-૧૩ વ્યાખ્યાનો આ ત્રીજા ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો કર્યા, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ કરેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. વર્ષો પૂર્વે વીર શાસન કાર્યાલય તરફથી છપાયેલ આચારાંગનાં વ્યાખ્યાનો પુસ્તકમાં છપાયેલી ગ્રંથ અને ગ્રંથકારનો પરિચય કરાવતી વિસ્તૃત પ્રસ્તાવના અમે આ ભાગમાં આપી છે. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા પ્રશાંતમૂર્તિ સવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય મહોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના સમર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ બનીએ એવી કામના કરીએ છીએ. - જન્માર્શ પ્રકાશન Page #8 -------------------------------------------------------------------------- ________________ ( 2 .... સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૩ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર લિંબોદ્રા નિવાસી શાહમાનચંદ દીપચંદ પરિવારમાંથી વિ.સં. ૨૦૧૬, મહા સુદ-૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્યસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવકપટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધકપૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિપૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં શેઠશ્રી મંગલદાસમાનચંદ દીપચંદ પરિવાર: સ્વ. શ્રી માણંદ દuથંe uોરંવાર# માગવંના સભ્યો: સ્વ. શ્રી રતિલાલ માતચંદ શ્રી મંગલદાસ માતચંદ અ.સૌ. આનંદીબેન મંગલદાસ શ્રી અમૃતલાલ નાનચંદ અને સુપત્રો શ્રી સેવંતીલાલ માનચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી ભોગીલાલ માતચંદ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી સુરેશચંદ્ર માતચંદ શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી વ્યુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.જન્માર્શ પ્રકાશન iv. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - ભોરોલ તીર્થ www.jainelibrety org Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ મનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક Jain “જf diદ રજા રાચદેવ શ્રીમદ્ ધિાજ ટાક્ષરાંસૂરીશ્વરજી મહારાઈ જelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર || ઝ મર્દ નમ: | અભિધેય, સંબંધ ને પ્રયોગ : સાહિત્યની સૃષ્ટિમાં પ્રસ્તાવના કિંવા ભૂમિકાનું સ્થાન સુવિશિષ્ટ છે. શું સામાજિક કે શું રાષ્કીય, શું નૈતિક કે શું ધાર્મિક, દરેક વિભાગના સાહિત્યમાં પ્રસ્તાવના અગ્ર અને અનિવાર્ય સ્થાન ભોગવે છે. ગ્રંથની આખીય વસ્તુનું સંકુચિત છતાં સ્પષ્ટ સૂચન ભૂમિકામાંથી મળી રહે છે. પ્રસ્તુત ગ્રંથ કોણે રચ્યો, કયા સંયોગો વચ્ચે રો, કયા હિતસાધક તત્ત્વની પ્રચારણાર્થે રો. તે હિતસાધક હેતુની સિદ્ધિ અર્થે કયા વિષયનું ખંડન-મંડન કર્યું. તેમજ એ ગ્રંથ રચના કેટલે અંશે હેતુસાધક બની શકે તેમ છે અને એ દ્વારા કલ્યાણમાં એનો શો ફાળો રહેશે, એ વગેરે મહત્ત્વનું વર્ણન પ્રસ્તાવના પૂરું પાડે છે એટલું જ નહિ, પરંતુ પ્રસ્તાવનાના વાંચન વિના પુસ્તકનું વાંચન અપૂર્ણ ગણાય છે. આથી જ પૂર્વ કાળના મહર્ષિઓ મંગલાચરણ કર્યા બાદ, “અભિધેય, સંબંધ અને પ્રયોક્તનું પ્રતિપાદન કરતા અને આજે પણ એ પ્રસ્તાવના દ્વારા કરાય છે. પ્રસ્તુત ગ્રંથ કે જે “શ્રી આચારાંગ નામે સુપ્રસિદ્ધ છે, તેની ટીકા લખનાર પરમ ઉપકારી મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પણ મંગલાચરણ કર્યા બાદ, એ જ પ્રથાને અંગીકૃત કરીને લખે છે કે; “આ સૂત્રમાં કહેવા યોગ્ય આચાર છે અને આ આચારાંગ સૂત્ર “ભગવાન્ શ્રી મહાવીર દેવે જ્યના હિતને માટે જે રીતે કહ્યું છે, તે જ રીતે હું પણ કાંઈક કહું છું. આ એક ટૂંકા વાક્યમાં ટીકાકાર મહર્ષિએ અભિધેય, સંબંધ અને પ્રયોજન, એ ત્રણે દર્શાવ્યાં છે. આચાર,' એ “અભિધેય” છે; 'ભગવાન શ્રી મહાવીરદેવથી ચાલ્યું આવે છે, એ “સંબંધ છે અને જગતનું હિત', એ "પ્રયોí છે. આ કથનમાં અનેક સત્યોને કે જેની સામે આજના જડવાદના રંગે રંગાયેલા ન્માનાવાદીઓનું ભયંકર' અને પ્રચુરી છતાં ‘આત્મનાશકોને લહન આક્રમણ છે, તે સત્યોને ટીકાકાર મહર્ષિએ પ્રરૂપ્યાં છે. પ્રવચનકારનું લક્ષ્ય અને કાર્ય : વાતમાં mતના હિતાર્થે કહેવા યોગ્ય જો કોઈ પણ વસ્તુ હોય, તો તે શ્રી જિનેશ્વર દેવોએ દર્શાવેલ આચાર જ છે. આ આચારનું કથન પણ ભગવાન શ્રી મહાવીરદેવના ગ્રંથ અને ગ્રંથકાર [2] Page #14 -------------------------------------------------------------------------- ________________ ફરમાન મુજબ જ કરાય અને એમ કરવાનો હેતુ પણ માત્ર ગતના આત્મહિત પૂરતો જ હોવો જોઈએ. અર્થાત્ શ્રી જિનેશ્વર દેવના સાધુઓ અનંતજ્ઞાનીએ ઉપદેશેલ આચારનો જ ઉપદેશ આપી શકે અને તે પણ mતને એ આચારનું રાગી બનાવી, એ આચારમાં જોડવાના જ હેતુથી ! આ જ કારણે કોઈ પણ જૈન સાધુ ન તો મનથી, ન તો વચનથી કે ન તો કાયાથી સંસાર (દુરાચાર) પોષક અથવા સંયમ (સદાચાર) શોષક વિચાર વિચારી શકે, કથન કહી શકે કે ક્રિયા કરી શકે ! એઓ જે કાંઈ વિચારી શકતા હોય, કહી શકતા હોય કે કરી શકતા હોય, તો તે માત્ર ભગવાન્ શ્રી મહાવીર દેવે કહેલ આચાર જ, સદાચાર જ છે. એટલે આવા ગ્રંથના આધારે થયેલાં પ્રવચનોમાં પણ એજ સદાચારનું પોષણ અને તેટલા જેખાતર દુરાચારનું ઉન્મેલન હોવું જ જોઈએ અને તે છે; કારણ કે, આ ગ્રંથમાં મૂકાયેલાં પ્રવચનોના દાતા એક તે મહાત્ જેનસાધુ છે, કે જેમણે પોતાનું જીવન બ્રહચર્યાવસ્થામાંથી જ શાસનને સમર્પી દઈને, સ્વ-પર કલ્યાણ સાધનામાં વિપુલને ‘પ્રચંડ' એવા પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ મક્કમતા દાખવી છે અને દાખવ્યે જાય છે, જેમનું ધ્યેય જ એક માત્ર વિશ્વને સંપૂર્ણ. સ્થાયી અને દુઃખના લેશથી રહિત સુખ પ્રાપ્ત કરાવવાનું છે અને માટે જ તેઓએ માનવ જીવનમાં અને ખાસ કરીને જેન જીવનમાં જડ ઘાલી ચૂકેલા અનેકાનેક ઝીણા ઝીણા છતાં આત્મનાશ કરી રહેલા દોષોનું નિદર્શન કરાવીને, સદાચારનું સમર્થન કર્યું છે. અસ્તુ. વાચકનો વિશ્વાસ : હવે પ્રસ્તુત ગ્રંથના સંબંધમાં વિશેષ ઊંડે ઊતરતાં પૂર્વે, ગ્રંથકારનો પરિચય આપવો આવશ્યક છે. કારણ કે, “પુરુષવિશ્વાસે વનવિશ્વાસ:” “વાચક પ્રત્યેના વિશ્વાસથી વચન પ્રત્યે વિશ્વાસ ન્મે છે.” એવું જ્ઞાની પુરુષોનું કથન છે અને તે સત્ય જ છે. કેવલ વચન' ઉપરથી જ એના વાચકને વિષે મત બાંધવામાં ઘણીવાર “ભૂલ' થવાનો સંભવ રહે છે. વચનનો વિશ્વાસ એના વાચક પ્રતિના વિશ્વાસને વધુ અવલંબેલો છે. વાચક ઉપર વિશ્વાસ આવ્યા બાદ, જ્યારે જ્યારે ગહન વિષયમાં ‘શંકા ઉપસ્થિત થાય છે અને એ વચનની ગહનતા સુધી વાચકની બુદ્ધિ પહોંચી શકતી નથી, ત્યારે ત્યારે એ કંટાળીને પણ વાચકના વચનને અસત્ય'માનવા પ્રેરાતો નથી. પરંતુ એની ‘અગમ્યતાને શોધવા મથે છે. આમ થતાં એનું ખૂબ મનનને પરિશીલન કરતાં વાચકની ગહનતાના વમળમાં અટવાયેલી બુદ્ધિ [ 2 ] ગ્રંથ અને ગ્રંથકાર Page #15 -------------------------------------------------------------------------- ________________ સત્યને પ્રાય શોધી શકે છે અને કદાચ તેમ ન બને તો પણ એ વાચક વાચકના વચનને 'દોષિત માનવા ન પ્રેરાતાં, કોઈ જ્ઞાની પાસેથી ખુલાસો મેળવવા જ પ્રેરાય છે; આટલું છતાંય જો તે નથી સમજી શકતો, તો પણ તે માને કે, “શાસ્ત્ર ગહન છે અને મતિ અલ્પ છે. પરિણામે તે ઊંધી દિશાએ નહિ દોરવાતાં સત્યને પામી શકે છે, માટે જ મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રમાં સમ્યગ્દર્શનને પ્રથમ મૂકેલ છે. સમ્યગ્દર્શન એટલે શ્રી જિનેશ્વર દેવે કહેલાં તત્ત્વોની શ્રદ્ધા અને રુચિ.' અવિશ્વાસના યોગે? આથી વિરુદ્ધ જેઓને વાચક ઉપર વિશ્વાસ નથી હોતો, તેઓ તો વાચકનાં વચનોને પોતાની બુદ્ધિની કસોટીએ ચડાવે છે અને પોતાની અલ્પ બુદ્ધિના યોગે ન સમજાતાં, એ વચનોને દોષિત માની લે છે. આમ જિજ્ઞાસા વૃત્તિ' મરી જ્યાં તે સહેજે ઉન્માર્ગે દોરાય છે. ત્રિકાલજ્ઞાની' સર્વ જે વસ્તુ નિર્દિષ્ટ કરી તેની સમજ શક્ય છે કે, “અલ્પજ્ઞાની એવા આપણને ન પણ પડે, પરંતુ તેથી વસ્તુને જખોટી માની લેવાય, તો પરિણામે આપણે ડૂબીએ અને બીજાને ડુબાવીએ. સમર્થ શાસ્ત્રકારોએ પણ જ્યાં ગહનતા અનુભવી ને ન સમજાયું, ત્યાં કહી દીધું કે; “તત્ત્વ તુ ગમ્” તત્ત્વ જ્ઞાની જાણે અને એ રીતે ભવિષ્યની પ્રજાને માટે જેવું ને તેવું નિર્દોષ અને નિર્વિકાર જ્ઞાન મૂક્યું. આજે જૈન સમાજમાં પોતાને સુધારક તરીકે ઓળખાવનારાઓનાં ‘કૉન્ફરન્સને યુવક સંઘનાં મંડળની ઉત્પત્તિનું અને હયાતીનું કારણ પણ એ જ છે કે, તેઓ પોતાના ‘મલીન માનસને અનુકૂળ આવે તે રૂપમાં શાસ્ત્રાજ્ઞાઓને ફેરવવા માગે છે અને માટે જ ‘નિર્મલ શાસ્ત્રોને વિકારી સાહિત્યનું, કેવલ સ્વ-પર કલ્યાણાર્થે શાસ્ત્રરચના કરનારા ‘ઉપકારીઓને સ્વાર્થી' - 'ઈન્દ્રજાલીયા અને ઇતિહાસની કલંકિત આવૃત્તિ જેવાં વિશેષણો તેઓ દ્વારા અપાયાં છે ! એટલે વાચકના સારા પણ વચન ઉપર વિશ્વાસ પેદા કરવાને માટે વાચક ઉપરનો વિશ્વાસ અનિવાર્ય છે. ગ્રંથકારનો પરિચય શા માટે ? આ વીસમી સદીના પરમ પ્રભાવક, પાંચાલ દેશોદ્ધારક, સ્વર્ગસ્થ ન્યાયામ્મોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રભાવક પાટે, સકલ સાધુ મંડળ અને શ્રાદ્ધસમૂહ દ્વારા સ્થપાયેલા અનન્ય પટ્ટધર, સદ્ધર્મસંરક્ષક સૂરિપુરંદર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટ પ્રભાવક, સદ્ભાગમ રહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરિવરના પરમ વિનય, સિદ્ધાન્ત મહોદધિ મહોપાધ્યાય શ્રીમદ્ પ્રેમવિજયજી ગણિવરના શિષ્યરત્ન, બાલ બ્રહ્મચારી, શાસન પ્રભાવક, સમર્થ વિદ્વાન, ગ્રંથ અને ગ્રંથકાર 3 Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વાચસ્પતિ, પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર, એ આ પુસ્તકમાં પ્રસિદ્ધ થતાં ધાર્મિક વ્યાખ્યાનોના દાતા છે. આજે જૈન અને જૈનેતર જ્ગત એઓશ્રીને જુદી જુદી દૃષ્ટિએ જાણે છે અને તે ત્યાં સુધી કે, એ મહાત્માનો પરિચય આપવાને માત્ર નામનિર્દેશ પણ બસ ગણાય. પરંતુ આજે ‘જૈન કુલોમાં જ્ન્મવા પૂરતી જ યોગ્યતાથી’ પોતાને ‘જૈન’ મનાવી રહેલા અને ‘જૈનત્વનો દ્રોહ કરનારાં કાર્યો કરનારાઓ'એ, છાપાંની દેવડીએ ઉભી જ્ગતને એ મહાત્માના ‘વાસ્તવિક સ્વરૂપથી' અપરિચિત રાખવાના અને તદ્દન ખોટા સ્વરૂપે ચીતરવાના એટલા ‘અધમ’ અને એટલા ‘ક્ષુદ્ર’ પ્રયાસો કર્યા છે, કે જેથી અનેક અજ્ઞાન જૈનો અને જૈનેતરો એ મહાત્માની વાસ્તવિકતાથી જ અજાણ છે; એટલું જનહિ પણ ઘણાઓ તો એઓશ્રીને માટે તદ્દન વિપરીત જ્ઞાન જધરાવે છે. આવાઓ જ્યારે ‘આયાસે’ કે ‘અનાયાસે’ એ મહાત્માના સીધા ‘પરિચય'માં આવી શકે છે, ત્યારે તેઓ ખૂબ ખૂબ પશ્ચાત્તાપપૂર્વક પોતાની ‘અજ્ઞાનતા’ સ્વીકારી, સ્વાર્થ સાધના માટે અનેક અસત્યોના આશ્રયે જીવતા એ ‘ધર્મદ્રોહીઓ'ને પોતાનું આત્મધન હરી લેનાર 'ચોટ્ટાઓ' કે આત્મહિતને હણનારા ‘ખૂનીઓ' માને છે અને માન્યા છે. એટલે આ પૂ. પ્રવચનકાર મહાત્મા સંબંધી કેટલાક ખુલાસા કરવા આ સ્થાને સુયોગ્ય લાગે છે. ગ્રંથકાર : બાળવયમાં જૈનદીક્ષા અંગીકાર કરીને, પૂજ્ય ગુરુદેવોના જીવનમાંથી સંસ્કાર પામીને, વ્યાકરણ, ન્યાય, ષડ્દર્શન આદિ વિષયોમાં નિષ્ણાત બની શાસ્ત્રોના અવલોકનમાંથી સજ્ઞાન પામીને અને પોતાના આત્માને ચારિત્રવાન્ અને ખૂબ ‘ઉપકાર પરાયણ' બનાવીને, આ પ્રવચનકાર પંન્યાસપ્રવરશ્રીએ, જૈન નતામાં કોઈ ‘દિવ્ય સચેતના' પેદા કરી છે. પોતાની પ્રભાભરી વક્તૃત્વ શક્તિ દ્વારા એમણે અનેક આત્માઓની ‘જીવન જ્યોત'ને ાવી છે. વિષય અને કષાયમાં ડૂબેલા, અજ્ઞાનમાં સડતા, સન્માર્ગથી અપરિચિત, ધર્મહીન પશુજીવન જીવનારા અને એવાં એવાં અનેકવિધ પાપોમાં જીવન બરબાદ કરનારાઓને આ મહાત્માનાં નીડર પ્રવચનોએ ‘જીવન મુક્તિ’ના સાધક સંયમ માર્ગે દોર્યા છે. જૈનકુળમાં જ્ગ્યા છતાં જૈનત્વથી અપરિચિતોને જૈનત્વની ‘જાણ' કરાવી છે, સાચા જૈન બનાવ્યા છે. આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરેમાં શ્રદ્ધા ઉત્પન્ન કરી કેટલાયને ‘પાપભીરુ’ બનાવ્યા છે. ત્યાગ, વિરાગ, નિઃસ્પૃહતા અને નિઃસંગતાની વાંછા તેવા જ્મોમાં પણ ઉત્પન્ન કરી છે કે, જેઓ ભોગસુખની સાધના પાછળ ગાંડા-ઘેલા બનેલા હતા. આવી અનેક બાલ જીવોની ઉદ્ધારક વિભૂતિનો જ્ગતને પરિચય કરાવવો, એ પણ ‘પુણ્યકાર્ય’ છે અને જ્યારે જડ ગ્રંથ અને ગ્રંથકાર 4 Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્લાનાવાદના ઉપાસક પુદગલાનંદીઓ ઉન્માદભર્યા પ્રયત્નો દ્વારા જ્યતાની આંખમાં ધૂળ નાંખી પુદગલ' પ્રેમને પોષવા મથતા હોય, ત્યારે એવા પુણ્ય નામધેય મહાત્માના સત્ય સ્વરૂપથી mતને પરિચિત બનાવવું, એ મોટામાં મોટી “આત્મસેવા છે; “ભક્તિ' છે; કહેવા દો કે, “કર્મનિર્જરા છે ! અને એ જ એક પુણ્યાભિલાષા પૂર્વક આ પરિચય લખાય છે કે, જેથી અજ્ઞાન જમતા ઉંધે માર્ગે દોરવાઈ હોય કે દોરવાતી હોય તો બચી જાય ! શું ઉપદેશે છે ? કેવલ ધાર્મિક આચરણાઓમાં જ દિનરાત પસાર કરનારને જૈન શાસ્ત્રકારોએ ‘સર્વવિરતિ કે સાધુ નામથી સંબોધ્યા છે અને અમુક પ્રમાણમાં જધાર્મિક આચરણાઓ કરનાર સંસારીઓને દેશવિરતિં' તરીકે જ્ઞાવ્યા.જે આત્માઓ સંસારને છોડી શકતા નથી, અંશે પણ વિરતિ આરાધી શકતા નથી, પરંતુ જે “સંયમ અને મોક્ષ એ બેજવસ્તુઓને સારભૂત માની. સંસાર પરત્વે ‘અભાવ ધરાવે છે, તે સમ્યગ્દષ્ટિ ગણાય છે. આ ત્રણે આત્માઓ મુક્તિના આરાધક કહેવાય છે અને તેથી જ જૈનશાસ્ત્રોમાં સૌથી પહેલાં સંસારવિરાગ' ઉપદેશાયો છે. કોઈ પણ જૈનશાસ્ત્રની એક પણ પંક્તિ એવી નથી કે. જે સંયમ ભાવનાની વિઘાતક હોય કે સંસાર ભાવનાની પોષક હોય. સારું વિશ્વ સુખનું અર્થ છે સુખ પ્રાપ્તિ એ સૌનું ધ્યેય છે અને તે મુક્તિ વિના અન્યત્ર નથી જ. અનંત કાળથી દુનિયા દુન્યવી સુખને માટે પ્રયત્ન કર્યો જજાય છે. એ માટે એણે ખૂબ ખૂબ સહ્યું છે અને સહે છે; વહાલાં માતા-પિતાને, પ્રિય પત્નીને, ન્મભૂમિને, સ્નેહી-સંબંધીઓને તેમજલક્ષ્મી વગેરેને એ એજ કારણે છોડી શકે છે દુન્યવી સુખ એટલે કે, કંચન અને કામિનીની પાછળ ગાંડા-ઘેલા બનેલા વિષે તો અનેક વિપ્લવો ળાવ્યા છે, અનેકનાં કરપીણ ખૂન ક્યાં છે; એજલાલસામાં અનેકે પોતાનાં જીવનની આહુતિ આપી છે; પોતાની લાલસાને આડે આવતા અનેકોને યેન કેન, દુઃખી કરી કે સંહારી, એમનાં આશ્રિતોને કંગાલ બનાવ્યાં છે. અરે, mતમાં પ્રવર્તી રહેલી અશાંતિ, ક્લેશમયતા અને દુખાવલિનું એક જ કારણ એ લાલસા છે. જેમ જેમ એ લાલસા વધે છે, તેમ તેમ મનુષ્ય માનવતાથી પર બનતો જાય છે અને એનામાં પશુવૃત્તિ અને પછી રાક્ષસી વૃત્તિ ન્મે છે. આમ છતાં જેમ એક “નશાખોર અનેક ચિંતાઓથી મુક્તિ મેળવવાના ઉપાય તરીકે નશો કરે છે અને એમ કરતાં ગ્રંથ અને ગ્રંથકાર Page #18 -------------------------------------------------------------------------- ________________ પરિણામે ભયંકર વિનાશને પામે છે, તે જ રીતે અર્થ અને કામની બદી'માં સપડાયેલા સંસારીઓ, એમાં સુખ કલ્પીને પોતાની જાતને ફના કરવા સાથે, સંપર્કમાં આવનાર જ્યોને પણ ફના કરે છે. એટલે ધર્મોપદેશ માત્ર અર્થ અને કામની એ ભાવનાને નષ્ટ કરવા માટે જ હોઈ શકે. કારણ કે, mત એ ઝેરી અને ચેપી રોગથી બચે તેટલા જ ખાતર જૈન શાસનની સ્થાપના છે. જૈન શાસન' એટલે અર્થ અને કામ-કંચન અને કામિનીરૂપ વિષને જડમૂળથી ઉતારનાર જડીબુટ્ટી !' માટે જ જૈન શાસન પામનારને કેવલ દીન અને દુઃખીની જ દયા નથી આવતી, પરંતુ સારાય વિશ્વની, રાજા ને રંક, સૌની દયા આવે છે. અગર દયાને પાત્ર કોઈ ન હોય, તો તે જૈન સાધુઓ જ છે કે, જેઓએ ‘પૌદ્ગલિક સુખો' અને પૌલિક સુખોની વાસના', ઉભયનો પરિત્યાગ કરી, કેવલ “મુક્તિસાધક શુભ આચરણાઓનું સેવન કરવા માંડ્યું છે. બાકી દુન્યવી સુખમાં રાચી-માચી રહેલાઓને માટે તો ક્વલ દયાપાત્રતા જહોઈને, ભાવદયાથી ભીંજાએલા પુણ્યાત્માઓ એમને જૈન શાસનના રાગી બનાવવા જઇચ્છે છે. રાજા અને રંકમાં ફરક એટલો જ છે કે, એકની પાસે પૌદ્ગલિક સુખની સામગ્રી છે અને બીજા પાસે તે નથી. પરંતુ સામગ્રી સંપન્ન જ્યાં સુધી એ સામગ્રીમાં સુખ માની એને સંરક્ષવાને વધારવા ઇચ્છે છે, ત્યાં સુધી એ પણ હદયનો રંક જ છે અને દીન પાસે પૌલિક સુખ સામગ્રી નહિ હોવા છતાંય, એને મેળવવાની ને મેળવીને ભોગવવાની લાલસા બેઠી છે, એટલે એ પણ રંક છે. બાકી દુનિયાનો રંકમાં રંક પણ જો એ લાલસાને, પૌદ્ગલિક સંબંધોને ક્ષણિક’,‘અસાર અને આત્મઘાતક તરીકે વર્ણવીને, ગતને એના સંપર્કથી, એને મેળવવાની ભાવનાથી અલગ રહેવાનું ઉપદેશી બને તો “સર્વવિરતિ, તેન બને તો દેશવિરતિ, તેયનબને તો સમ્યગ્દષ્ટિ અને તેટલુંય ન બને તો માર્ગાનુસારી' બને તેવું ઉપદેશ્ય છે. આથી જ દરેક જૈન સાધુના વ્યાખ્યાન દાનનો હેતુ, mતને અર્થ અને કામની સાધના અને લાલસાથી પર બનાવવાનો જ અને સંયમમાં જોડવાનો જહોય અને એથી જઆ ગ્રંથકાર મહાત્મા પણ એવા જભાવાર્થનો ઉપદેશ આપે “જે આત્માઓ સંપૂર્ણ શાશ્વત અને દુઃખના લેશ વિનાનું સુખ મેળવવા ઈચ્છતા હોય તેઓએ ઈન્દ્રિયોને અને મનને કાબૂમાં રાખતાં શીખવું જોઈએ. સંસારના પદાર્થોની લાલસ છોડવી જોઈએ અને આત્માની પીછાણ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. પોતા પ્રત્યે [ 6] ગ્રંથ અને ગ્રંથકાર Page #19 -------------------------------------------------------------------------- ________________ બીજાનું જે જે આચરણ ન ગમતું હોય, તે તે આચરણ પોતે અન્ય પ્રત્યે ન જ આચરવું જોઈએ વિષયવિરાગ, કષાય ત્યાગ, ગુણાનુરાગ અને શુભ ક્રિયાઓમાં અપ્રમત્તતા કેળવવી જોઈએ. પોતે કોઈનો નથી અને પોતાનું કોઈ નથી, અર્થાત્ માતા-પિતા. સ્વક્સ-પરિવાર કે સુખ-દુઃખ, એ બધું કર્મક્ય છે', એમ માની મોહનાં બંધન ઢીલા કરવા જોઈએ અને એ બધાના હેતુભૂત કર્મનો નાશ કરનારી પ્રવૃત્તિ આદરવી જોઈએ; પોતાના આત્માની પોતે દયા ચિંતવીને પાપથી સદાય ડરતા રહેવું જોઈએ. આ માટે જેમ બને તેમનિસંગાવસ્થા કેળવવાની જરૂર છે અને સંપૂર્ણ નિઃસંગ બનેલા આત્માઓ જસંપૂર્ણ શાશ્વત અને દુઃખના લેશ વિનાનું સુખ અનુભવી શકે છે, જ્યારે અંશે અંશે નિસંગ બનેલા આત્માઓ તે પ્રમાણમાં સુખ પામે છે.” આ વસ્તુઓની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન', આનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આનો આચાર તે “સમ્યફચારિત્ર.' આ ઉપદેશમાં ત્રણેનો સમાવેશ થઈ જાય છે ! આ રત્નત્રયીના ઉપદેશમાં સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ ઉભયનો સમાવેશ થઈ જાય છે. ઉપર દર્શાવેલા ધર્મના સેવનથી જ સુખ છે અને એથી રહિત કાર્યમાં, પાપકર્મમાં કેવળ દુઃખ જ છે, એમ સમજાવતાં પૂ. પ્રવચનકાર મહાત્મા એક સ્થળે ફરમાવે છે કે, “જ્ઞાનીઓએ શાસ્ત્રોમાંથી સારનું દોહન કરીને બે વસ્તુ કહી કે, ધર્મ કરવો એ સુખનું સાધન અને પાપ કરવું એ દુઃખનું સાધન.” આમ કહીને ધર્મનું સ્વરૂપ ટૂંકમાં છતાં સ્પષ્ટપણે સમજાવતાં તેઓ ફરમાવે છે કે, “આપણી જાતને ભયંકર લાગે, દુઃખમય લાગે તે પારકા પ્રત્યે આચરવું નહિ, એનું નામ ધર્મ. જે જે બનાવોથી મને તકલીફ થાય, તે મારે મારી જિંદગીમાં બીજા પ્રત્યે આચરવા નહિ. આ મનઃકામના આવે તોજ સંપૂર્ણ સાધુપણું (સંપૂર્ણ ધર્મપણું) થાય.” આ રીતે ધર્મનો ઉપદેશ આપ્યા બાદ પરમ ઉપકાર પરાયણ પ્રવચનકાર મહાત્મા સુખના એક માત્ર સાધનરૂપ ધર્મનાં સાધનો દર્શાવતાં તે જ સ્થળે ફરમાવે છે કે, (૧) પહેલી હંમેશાં બને તો ચોવીસ કલાક, કાયાથી ન બને તો હદયથી, હૃદયના બહુમાનપૂર્વક સાધુ એટલે ગુણોએ કરી વૃદ્ધ મહાપુરુષો, એમની સેવા, એમની આજ્ઞાનું પાલન. આ સાધનની સેવાથી લાભ ત્રણ, ૧ - સુંદર ઉપદેશની પ્રાપ્તિ; ૨ - ધર્માત્માનાં ગ્રંથ અને ગ્રંથકાર Page #20 -------------------------------------------------------------------------- ________________ દર્શન; ૩ - સ્થાને વિનય. (૨) પરમાર્થ વૃત્તિથી દુનિયાનાં પ્રાણીઓ પ્રત્યે, વિશ્વ પ્રત્યે, બદલો લેવાની ઇચ્છા વિનાની પ્રીતિ - સૌના હિતની ચિંતા. આથી શુભ ભાવના થાય અને દ્વેષરૂપ અગ્નિ બુઝાઈ જાય. (૩) દુનિયાદારીના સ્વયમેવ નાશવંત, મૂકીને જવાના, તેવા પદાર્થો પ્રત્યે મારાપણાની ખોટી - કલ્પી કાઢેલી બુદ્ધિનો નાશ, તે ત્રીજું સાધન. આથી તૃષ્ણા કે જે સઘળા દોષોની માતા છે અને સઘળા ગુણોનો ઘાત કરનારી છે, તેનો નાશ થાય છે. આ માનવજીવન સફળ કરવા માટે બહુ જ શુદ્ધ હૃદયપૂર્વક જે ત્રણ સાધનો સેવવાનાં બતાવ્યાં, તે આત્માને આ ભવમાં શાંતિ પમાડે અને તેથી ભવાંતરમાં પણ શાંતિ આપે એવાં છે અને તેના આરાધનથી ભવિષ્યમાં એવી કાર્યવાહી થશે કે. આત્માની સાથે અનાદિકાળથી લાગેલ કર્મમળ સાફ થશે અને જે સુખને પ્રાણી માત્ર ઇચ્છે છે. તે મુક્તિનું અદ્વિતીય સુખ, કે જે દુ:ખના લેશ વિનાનું પૂરેપુરું અને શાશ્વત છે, તે મળી શકશે અને તે આત્માને સઘળાં દુઃખના દાવાનળો સ્પર્શી પણ શકશે નહિ અને તો જ મળેલ આર્યદેશ, આર્યકુળ અને આર્યજાતિની સફળતા થશે.” ધર્મઝનૂની છે કે ધર્મશ્રદ્ધાળુ ? પૂજ્ય પ્રવચકાર મહાત્માનાં આ જ ભાવાર્થને દર્શાવતાં પ્રવચનોની સામે કોઈ જ ધર્માર્થી જૈનોને કિંવા જૈનેતર સુજ્ઞજનને પણ ‘વિરોધ' ન જ હોય. એમાં કેવળ પોતાના અને પરના કલ્યાણની જ ભાવના છે. પરંતુ ધર્મને નામે જીવવા છતાં અને ધર્મબખ્તરથી રક્ષિત છતાં, અધર્મ કરનારા તથા પોતાના અધર્મના બચાવને ખાતર ધર્મને પણ ‘અધર્મરૂપ દર્શાવવાનું પાપકર્મ કરી, mતને પાપકર્મમાં વધુ રસિક બનાવનારાઓ, આજે આવા કલ્યાણકર ઉપદેશ સામે પણ વિરોધ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહિ પણ તેઓ સીધી રીતે દલીલોમાં નહિ ફાવવાથી, વિશ્વમાત્રના આત્મિક કલ્યાણને ઇચ્છતા આ મહાપુરુષને હલકાં પાડવાના આશયથી, જૈન અને જૈનેતર mતમાં આ તર્કટી' બાબત ફેલાવવાની દુશ્લેષ્ટા કરી રહ્યા છે. એવાઓ જ આ મહાત્માને “ધર્મઝનૂની મનાવવા મિથ્યા પ્રયાસો કરે છે. એ માટે પ્રમાણ તરીકે અમદાવાદના શ્રીમંત મિલમાલિક અંબાલાલ સારાભાઈએ સંવત્સરી જેવા પરમ પર્વને દિને કૂતરાંઓ ઉપર કરાવેલા ગોળીબારના સંબંધ. વીરશાસનના તંત્રી અને પ્રકાશક | 8 | ગ્રંથ અને ગ્રંથકાર Page #21 -------------------------------------------------------------------------- ________________ સામે ચાલેલા કેસમાં, મેજિસ્ટ્રેટ, ‘તે મુનિ રામવિજયજી એક “ધર્મઝનૂની' સાધુ છે', એવા જ્જમેન્ટમાં લખેલા શબ્દો ટાંકે છે. પરંતુ એ કેસની અપીલના જ્જમેન્ટમાં વિદ્વાન ન્યાયાધિશ મિ. ડેવીસે પહેલાંના જ્જમેન્ટમાં જ અનેક સુધારા કર્યા હતા, તેમ એ પણ “સુધારો કર્યો હતો કે, તે મુનિ રામવિજયજી એક ધર્મશ્રદ્ધાળુ' સાધુ છે', ધર્મઝનૂની નહિ ! વધુમાં બાઈ રતને કરેલા કેસના સંબંધમાં પણ જેમની જુબાની વિશ્વાસપાત્ર ગણવામાં આવી હતી, તે અમદાવાદની સ્મૉલ કૉઝ કોર્ટના જજ રા. સૂરચંદ પી. બદામીએ જુબાનીમાં પૂ. પ્રવચનકાર મહાત્મા સંબંધમાં જણાવ્યું હતું કે, હું રામવિજયજીને ઓળખું છું; તેઓ જૈનધર્મના સાધુ છે; હું તેમને ગુરુ તરીકે માનું છું; રામવિજયજીનો ઉપદેશ મેં સાંભળ્યો છે, તેમના આચાર-વિચાર જૈન ધર્મને તદ્દન અનુસરતા છે. આ બન્ને (પૂ. રામવિજયજી અને તેઓ શ્રીમદ્ભા ગુરુ સિદ્ધાંતમહોદધિ શ્રી પ્રેમવિજયજી મહોપાધ્યાય) સાધુઓના ચારિત્ર વિષે મને ઊંચો અભિપ્રાય છે અને તેઓ બન્ને ઊંચી કોટિના સાધુ છે. જ્યારે મેં રામવિજયજીને પાનસરમાં પહેલી જ વાર સાંભળ્યા, ત્યારે મને લાગ્યું કે, એ પ્રોડીજી (Prodigy – અસાધારણ) થશે અને તેમના ગુર આત્મારામજીનું* નામ રાખશે અને તે પછીના અનુભવથી મારો તે અભિપ્રાય હજુ બદલાયો નથી.” આ ઉપરાંત પૂ. પ્રવચનકાર મહાત્માના વિરોધીઓ તેઓ શ્રીમદ્ગી સામે અસભ્ય ભાષાનો, પ્રશ્નકારોને હલકા પાડવાનો તેમજ તેઓશ્રીને સાંભળનારાઓમાં કુસંપવૃત્તિ ળાવવાનો અસત્ય આક્ષેપ કરે છે. તે સંબંધમાં મુંબઈની સ્મૉલ કૉઝ કોર્ટના માજી ન્યાયાધિશ, સુપ્રસિદ્ધ સાક્ષરવર્ય, દિવાન બહાદુર શ્રીયુત્ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જેવી એક વિદ્વાન જૈનેતર વ્યક્તિએ પોતાનો જે અનુભવ કહ્યો છે. તે જ દર્શાવવો કદાચ બસ ગણાશે. આ રહ્યો તે અનુભવ. * પૂ. આત્મારામજીના પટ્ટધર વિજયકમલસૂરિજી; તેમના પટ્ટધર વિજયદાનસૂરિજી; તેમના મુખ્ય શિષ્ય પ્રેમવિજયજી અને તેઓશ્રીના શિષ્ય ગ્રંથકાર મહાત્મા; પરંતુ આ સાધુસમૂહ શ્રી આત્મારામજીના સંઘાડા તરીકે ઓળખાતો હોઈને, શ્રી બદામીએ ગ્રંથકારને તેમના શિષ્ય કહેલ છે; પૂ. આત્મારામજી વીસમી સદીના એક પરમ પ્રભાવક હતા. ગ્રંથ અને ગ્રંથકાર | 9 | Page #22 -------------------------------------------------------------------------- ________________ “મુનિશ્રી રામવિજયજી મહારાજનાં વ્યાખ્યાનોની સોએ સો ટકા ખૂબી અને કિંમત તો તે વ્યાખ્યાનો સાંભળવાથી સમજાય, વાંચવાથી નહિ. આ બાબતનો અનુભવ લેવા માટે મેં મુનિશ્રીના “ધર્મ” ઉપરના એક વ્યાખ્યાનમાં ખાસ હાજરી આપી અને તેમના પ્રભાવશાળી વક્નત્વનો લાભ લીધો. સચોટ, સરળ અને તરત હૃદયમાં ઉતરી જાય તેવી શૈલી વાપરવામાં એઓ એક્કા છે. એમનો શ્રોતા વર્ગ મોટે ભાગે કેળવણી, શિક્ષણ અને સંસાર વ્યવહારની દષ્ટિએ જોતાં પણ મધ્યમ વર્ગનો - Middle Class નો હોય છે, એટલે તેમના મન ઉપર અસર કરવા માટે વ્યાખ્યાનોની ભાષા ઘરગથ્થુ લોકપ્રિય હોવી જોઈએ અને દષ્ટાંતો સહેલાઈથી સમજી શકાય તેવાં અપાવાં જોઈએ અને મુનિશ્રી ખરેખર તે જ ધોરણે વ્યાખ્યાન આપી શ્રવણ કરવા બેઠેલી મંડળીના હૃદયમાં પોતાના વિચારો સોંસરા પેસાડી દે છે. વચમાં વચમાં પ્રશ્નોત્તર પણ થતા જાય છે. ગમે તેવો કઠિન પ્રશ્ન એકાએક એમની સમક્ષ મૂકવામાં આવે છે, છતાં પણ મગજનું સમતોલપણું ન ખોતાં, પોતાની વિચાર શ્રેણીમાં ત્રુટિ ન આવવા દેતાં, નૈસર્ગિક હાજર જવાબીના ગુણનો ઉપયોગ કરી, તે પ્રશ્નનો પોતે ઉત્તર આપે છે. પુસ્તક રૂપે તો એમનાં વ્યાખ્યાનોનો માત્ર સાર જ અપાય, કારણ એમના બોલબોલ, એમની ભાષણ કરવાની છટા, એમના મનના ભાવનું પ્રદર્શન વગેરે કાંઈ ટાઈપમાં મૂકી શકાય નહિ, પરંતુ એ સારનું પણ જે રીતે દોહન કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. છપાયેલાં વ્યાખ્યાનો જો મોટેથી અને યોગ્ય ગ્યાએ ભાર દઈ વાંચવામાં આવે, તો જાણે મુનિજીને સાંભળતા હોઈએ એવો આભાસ થાય છે. તેનું કારણ એ છે કે, બની શકે ત્યાં વ્યાખ્યાનકર્તાએ ઉચ્ચારેલા શબ્દો તથા બોલ સાચવી રાખવામાં, ઉતારી લેવામાં, લખી લેવામાં આવેલા છે અને તેથી એ વ્યાખ્યાનોનું વ્યક્તિત્વ (Individuality) જળવાઈ રહ્યું છે. વ્યાખ્યાનોમાં કર્તાએ આપેલો બોધ તથા જણાવેલી હકીકતનું તેમજ હાલના જમાનામાં થયેલી આચારોની શિથિલતા, સાધુતા જાળવવાની આવશ્યકતા વગેરે જરૂરી વિષયોનું બહુ સારી રીતે સ્પષ્ટીકરણ થયું છે. કટાક્ષરૂપે જે સમજે તેને એમણે સખત ચાબખા પણ માર્યા છે. એમાંની ઘણી હકીકત જૈન તથા જૈનેતર બન્નેને સરખી રીતે લાગુ પડે છે, એટલે બન્ને કોમને એ ગ્રંથ અને ગ્રંથકાર 10 Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન વાંચવાથી લાભ જ થશે. મુનિશ્રીનાં પ્રવચન આવી રીતે સંગ્રહી રાખવાનો પ્રયાસ સ્તુત્ય છે, એમ કહેવાની જરૂર નથી.” વધુમાં આ પૂ. પ્રવચનકાર મહાત્માનાં મનનીયતા ને બોધકતાની સાથે રસિકતાભર્યા પ્રવચનોને પ્રસિદ્ધ કરતા સાપ્તાહિક "જૈન પ્રવચનના સંપાદક પાસે સેંકડો વણમાગ્યા અભિપ્રાયો આવ્યા છે કે, જેમાં આ મહાત્માને કોઈએ ‘દિવ્ય પુરુષ કહેલ છે, કોઈએ ‘સરસ્વતીના લાડીલા કુમારે કહેલ છે, કોઈએઆ જમાનાના પુરુષ પ્રવર' કહેલ છે, કોઈએ જૈન સમાન્ના મહાનું ઉદ્ધારક કહેલ છે અને કોઈએ પૂર્વભવના મહા સંસ્કારી પણ કહેલ છે. તેમજઆ મહાત્માનાં પુણ્ય પ્રવચનો સંબંધી ઘણા જ ઊંચા અભિપ્રાયો દર્શાવી, આવાં પ્રવચનોના પ્રકાશન દ્વારા mત ઉપર મહાન્ ઉપકાર કરનાર તરીકે એના સંપાદકને પણ ધન્યવાદ આપેલ છે. પરંતુ તે બધાનું અત્રે અવતરણ કરીએ, તો એકબીજો ગ્રંથ તૈયાર થાય; એટલે એમાંના માત્ર થોડા જ અભિપ્રાયો અપાય છે; (૧) ઉજ્જૈનથી શ્રીયુત્ દીપચંદ કોઠારી લખે છે કે: “પત્રની ભાષા, રોચકતા, કાગળ, છપાઈની શુદ્ધતા... લેખનશૈલી આદિ બહુ જ સુંદર છે અને તેનો વિષય ઉચ્ચાતિ ઉચ્ચ અને જૈન સિદ્ધાંતના રહસ્યને સમજાવનાર છે. આશ્ચર્ય છે કે, પત્રની શરૂઆતથી આજ સુધી એક જ રસભર્યો ધારાપ્રવાહ ચાલુ છે. પત્રની ભાષા અને ભાવ. વિષય અને આદર્શ આદિની ગોઠવણી, એવા તો વિચારપૂર્વક કરવામાં આવી છે કે, એની કોઈ પણ પ્રણાલીમાં લેશ માત્ર ફેરફારની જરૂર જણાતી નથી. જેનાં આવાં વ્યાખ્યાનો છે. તે મહાત્માશ્રી, ખરેખર જૈનશાસનના શણગાર છે. જૈનાગમનો યથાર્થ અર્થ કરનાર છે.' કચ્છ : નલીયાથી શેઠ વર્ધમાન રામજી હંસરાજ લખે છે કે; ‘યંગ ઈન્ડીયા અને નવજીવન' જે પ્રચારકાર્ય કરી રહેલાં છે, તેથી પણ અધિક આપનાં વ્યાખ્યાનોમાં લોકો ઉલટભેર રસ લઈ રહ્યા છે.' (૩) એક ભાઈ લખે છે કે, ‘તમારા વ્યાખ્યાનથી મને બહુ અસર થઈ છે. . આપને સરસ્વતી દેવીનો પડછો જરૂર છે.' (૪) કપડવંસ્થી અવલ કારકુન લલ્લુભાઈ રતનચંદ લખે છે કે, “જૈન પ્રવચનના એકનવા ગ્રાહકરા.રા.ત્રિવેદી મણીલાલ જાદવરાયથયા છે.તેમણે ગ્રંથ અને ગ્રંથકાર 111 Page #24 -------------------------------------------------------------------------- ________________ મારા અંકો વાંચ્યા છે અને તેમને સારો રસ પડ્યો છે. તે એક બ્રાહ્મણ જ્ઞિાસુ સજ્જ છે. પ્રવચન અખંડ ચાલુ રહે એવી અમારી ઇચ્છા છે. રા.ત્રિવેદી તેને બહુ જઆદરથી વાંચે છે, જૈન તેમજજૈનેતરમાં તે બહુ જપ્રિય થઈ પડે તેમાં કાંઈ જ શંકા નથી.” (૫) સાયલાથી એક સ્થા. સાધુ લખે છે કે, ‘રામવિજયજી જેવા પ્રખર વક્તાના આધારથી જૈન શાસન ટકી રહ્યું છે. સેંકડો વર્ષોથી સૂતેલી જેનપ્રજાને ળાડવામાં સિંહનાદ છે. બીજા ભાવમાં કહું તો ખરેખર ઉષા પ્રગટી છે.' (૯) કાવીથી એક ભાઈ લખે છે કે, ‘આ પત્ર મને બહુજ ગમે છે, વ્યાખ્યાનકાર કોઈ દેવતાઈ પુરુષ લાગે છે.' ઉશ્કેરણી કરે છે ? જ્યારે ધર્મદ્રોહીઓ પૂ. પ્રવચનકાર મહાત્માને ધર્મઝનૂની તરીકે પુરવાર કરવામાં નિષ્ફળ નીવડે છે. ત્યારે તેઓ ‘સાધુએ ભાષાસમિતિ રાખવી જોઈએ અને તે માટે સામાને કચવાટ ન થાય તેવું કહેવું જોઈએ', એમ કહે છે. સંસારમાં જેઓને વડીલ તરીકે શિખામણ દેવાના અવસર આવ્યા હશે, તેઓ તો સહેજે કલ્પી શકશે કે તે સામાને કટુ લાગે છે માત્ર યોગ્ય આત્માઓ જ તેનો સ્વીકાર કરી શકે છે. કડવું તો કરીયાતું હોય અને ઝેર પણ હોય; એક જીવાડે અને બીજું મારે, પહેલાના અસ્વીકારમાં પ્રાણનાશનો ભય વધે અને બીજાના સ્વીકારથી નાશ થાય. એટલે ગભરાવાનું કડવાશથી નહિ, પણ ઝેરથી !તેજ રીત ઉપદેષ્ઠ માટે છે. એનું કથન સાચું ને હિતકારી હોય તો એમાં કડવાશ છતાં એ દુરાચાર રૂપ રોગનું નિવારણ કરે છે. માટે જ સત્યની વ્યાખ્યામાં તથ્ય, પ્રિય, મિત ને હિત વચન બોલવું એમ કહ્યું, છતાં ખુલાસો કર્યો કે, પ્રિય ન હોય તો ચાલે, મિત ન હોય તોય ચાલે. પણ હિતકર ન હોય તો તે ન જ ચાલે અને તેથી જ જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે કે: “ પ ડવા તુલડવા, દિયા માસા માસિયલ્લા ” “સામો રોષ પામો યા તોષ, પણ હિતકારી ભાષા બોલવી જોઈએ.” આ બધા ઉપરથી વાચકો સ્પષ્ટ રીતે સમજી શકે તેમ છે કે પૂ. પ્રવચનકાર મહાત્મા ઉપર મૂકાતો ધર્મઝનૂનનો આરોપ સર્વથા અસત્ય છે અને તેઓ શ્રીમદ્રનાં પ્રવચન 12 | ગ્રંથ અને ગ્રંથકાર Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉશ્કેરનારાં નહિ, પરંતુ આત્મપ્રબોધ કરનારાં છે, તેમજ તેઓ શ્રીમદ્ભી શુભેચ્છ' mતને સ્થાયી, શાશ્વત અને દુ:ખના લેશ વિનાનું સુખ પમાડવાની જ હોઈને, તેઓશ્રી તેના એક માત્ર સાધન અહિંસા, સંયમ અને પરૂપ ધર્મને જ ઉપદેશનારા છે. પૂ. શ્રીસંઘની અવગણના? ધર્મદ્રોહીઓ તરફથી એવું પણ પ્રચારમાં આવે છે કે, “પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી પચીસમા પ્રભુસમ પૂજ્ય શ્રીસંઘની અવગણના કરે છે. પરંતુ વાસ્તવિક તેમ નથી જ. એઓશ્રીએ પૂ. શ્રીસંઘના સ્વરૂપને દર્શાવતાં જે વ્યાખ્યાનો આપ્યાં છે અને જેનું સારભૂત અવતરણ “જૈન પ્રવચન' સાપ્તાહિકમાં પ્રગટ થઈ ગયું છે અને થયે જાય છે, તે વાંચતાં કોઈ જ એમ કહી શકે નહિ કે, તેઓશ્રી પૂ. શ્રીસંઘની અવગણના કરે છે. આથી સ્પષ્ટ કહેવું જોઈએ કે, “જેઓ ક્લિાશાને અવગણીને પણ માનાવાદની મોરલીએ નાચવા ઇચ્છવા છતાં, પોતાને પચીસમાં પ્રભુસ' મનાવવાની દુર્લાલસામાં ડૂબ્યા છે અને શ્રી જિનશાસનના આરાધક શ્રી સંઘમાં મોવડી' બની સત્તા સ્માવવા ચાહે છે, તેઓની અયોગ્યતા બહાર આવવાથી. રોષથી પીડાઈને તે બિચારાઓ આવા આરોપો મૂક્વા દ્વારા, પોતે જ પોતાના ભાવમરણને નોંતરે છે. બાકી પૂ. શ્રી સંઘના સંબંધમાં તો પૂ. પ્રવચનકાર મહાત્મા ફરમાવે છે કે, “સંધરૂપ નગર-ગુણરૂપ મકાનોથી ગહન હોય, શ્રુતજ્ઞાનરૂપી રત્નોથી ભરેલું હોય, ત્યાંની સમ્યગ્દર્શનરૂપ વિશુદ્ધ શેરીઓની ધૂળ પણ સંસારને અસાર કહે, કે જે શેરી દ્વારા નગરમાં જવાય અને એ નગરના રક્ષણ માટે અખંડ ચારિત્રરૂપ કિલ્લા હોય. આમાં મૂળ ગુણ, ઉત્તર ગુણ, સમ્યગ્દર્શન અને શ્રુતજ્ઞાન, આ ચાર સિવાય બીજું કંઈ છે ? આ જેનામાં હોય તે સંધ, ન હોય તે બહાર; આ હોય તે સંધ પૂજ્ય. એવા શ્રી સંઘને જે ન પૂજે તે પ્રભુ શાસનની બહાર અને આથી ઊંધા સંઘને પૂજે તે પણ શાસનથી બહાર ! ઘર તથા વ્યવહાર સાચવવા પણ આવા ઊંધા સંઘને પૂજતા મા ! અત્યારે પાંચ-દશ પડખે હશે, પણ એકલા હો, ઘરને તાળા મારી ભાગવું પડે, તો તે હા ! પણ અયોગ્યને શરણે ન જવાય. આ હઠ નથી પણ પવિત્ર પ્રતિજ્ઞા છે, એમ નિશ્ચયપૂર્વક માનજો અને તેના પાલનમાં ગ્રંથ અને ગ્રંથકાર 13 Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્થિર રહેવું, એમાં જ આત્મકલ્યાણ છે.” “હવે શ્રી સંધરૂપ નગરમાં વસનાર પોતાના સંસારને છેદવા જ ઇચ્છે. સંસારને છેદવા ઇચ્છતા માટે શ્રી સંધ ચક્રનું કામ કરે એમાં આશ્ચર્ય શું ? જે શ્રી સંઘ સંસારનો છેદક બનવાને બદલે પોષક બને, તેનામાં પણ સંધત્વ નથી ટકતું, માટે તે પણ પૂજ્ય નથી જ. સંસાર પોષવાની ક્રિયા ધમધોકાર કર્યે જ જાય અને એમાં જ આનંદ માને, એની પૂજા એ પણ પરમતારક શ્રી તીર્થંકર દેવોની આશાતના જ છે અને એ પુણ્ય પુરુષોની આશાતનાનું ફલ અનંત સંસાર, એ વાતમાં જરા પણ શંકા નથી અને આપણી ઇચ્છા સંસારને વધારવાની નથી, એટલે આપણે તેવા સંધને કેમ જ પૂજીએ ? શ્રી સંધરૂપ ચક્રમાં સત્તર પ્રકારનાં સંયમરૂપ તુંબો છે, બાર પ્રકારના તપરૂપ આરા છે અને સમ્યક્ત્વરૂપી ધારા છે. ધારાનું કામ એ કે છેકે. ધારાની મજબૂતીથી આા મજબૂત રહે અને તો જ તુંબો ધાર્યું કામ આપે. શ્રી સંધરૂપ ચક્રની સમ્યગ્દર્શન રૂપી ધારા એવી તેજ હોય કે, સંસારની લાલસાને કાગ્યે જ જાય. પોષવાનું કામ એનું નહિ. એ વાસના કપાઈ કે બાર પ્રકારના તપરૂપ આરા મજબૂત બને અને તેમ થાય તો સત્તર પ્રકારનું સંચમ દીપે. એ દીપે કે પૂજ્યતા આવે : એ પૂજ્યતાના યોગે પૂજ્ય બનેલા શ્રીસંધને અવશ્ય પૂજીએ.” “શ્રી તીર્થંકર દેવની ગેરહાજરીમાં શ્રી સંઘ એ જ કલ્યાણરૂપ છે. શ્રી તીર્થંકર દેવ તો ગયા, પણ શ્રી સંઘને સ્થાપતા ગયા કે, જેથી આપણે સુખપૂર્વક ધર્મની આરાધના કરી શકીએ.” આ કથનના કહેનાર મહાપુરુષને કયો સુજ્ઞજ્જ એમ કહે કે, તેઓ પૂ. શ્રી સંઘને અવગણનાર છે ? બેશક, ગુણહીન ગુણવાન તરીકે પૂજાવા મથે, તો સાચો પૂજ્ય એને ન જ પૂજે તે સ્વાભાવિક જ છે. જે પૂ. શ્રીસંઘ નગરરૂપ બની ચારિત્ર અને ચારિત્રધરની રક્ષા કરે, જે પૂ. શ્રીસંઘ ચક્રરૂપ બની સંઘ નગરમાં રહેનારાના સંસારને છેદે, જે શ્રીસંઘ રથરૂપ બની યોગ્ય આત્માઓને મોક્ષ માર્ગે લઈ જાય, તે શ્રીસંઘ જ્યારે ચારિત્રના માર્ગમાં કાંટા વેરે, સંયમધરોના સંયમની લૂંટ ચલાવે, સંસાર વાસનાનું વિષ વધે તો તેમાં જૈન શાસનની અને જૈનત્વની ઉન્નતિ મનાવે અને જે મોક્ષમાર્ગના પ્રવાસમાં કેવળ કષ્ટો જ ખડાં કરે, તો તેને માટે ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘દુસંધાો’, ‘હાડકાંનો ઢગલો’ 14 ગ્રંથ અને ગ્રંથકાર Page #27 -------------------------------------------------------------------------- ________________ એવી ઉપમા આપે છે અને તે જ શબ્દો ગુણહીન એટલું જ નહિ પણ ગુણદ્રોહી બનીને પણ ૨૫મા પ્રભુસમ' પૂજવા ઇચ્છનારાઓ માટે પૂ. પ્રવચનકાર મહાત્મા કહે છે. માત્ર દીક્ષાનો જ ઉપદેશ? પૂ. પ્રવચનકાર મહાત્મા ઉપર એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે, તેઓશ્રી માત્ર દીક્ષાનો જ ઉપદેશ આપે છે અને ગૃહસ્થ ધર્મ વિષે કાંઈ જ કહેતા નથી.' આ વાત કેવળ બનાવટી અને જૂઠી છે. એ તો જૈન પ્રવચન સાપ્તાહિકનો કોઈ પણ વાચક સ્વીકારી શકે તેમ છે. છતાં માત્ર દલીલ ખાતર તેમ સ્વીકારવામાં આવે તો પણ તેઓશ્રી ક્યાં ભૂલે છે. એ કોઈ જ રીતે પુરવાર થઈ શકે તેમ નથી. કારણ કે, ૧ - સંપૂર્ણ, શાશ્વત અને દુખના લેશ વિનાનું સુખ પ્રાપ્ત કરવાને માટે મોક્ષમાર્ગનું સેવન એજ એક ઉપાય છે. ૨ - અનંત જ્ઞાનીઓએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ- ચારિત્રરૂપ રત્નત્રયીને જ મોક્ષમાર્ગ કહેલ છે; ૩ - સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના સદ્ભાવમાં સમ્મચારિત્રનો અભાવ હોઈ શકે છે, જ્યારે સમ્યગ્દર્શનથી સુવિશિષ્ટ સમ્યજ્ઞાન ન થાય ત્યાં સુધી સમ્મચારિત્ર હોઈ શકતું જનથી. એટલે - ૪ - મોક્ષસાધન માટે સર્વોત્તમ આદર્શ સમ્યારિત્ર જ છે. એ વિના સંપૂર્ણ કર્મક્ષય નથી અને એથી મુક્તિ પણ નથી જ ૫ - જ્ઞાની પુરુષોએ જ્ઞાનનું ફળ વિરતિ, ત્યાગ, દીક્ષા જ કહેલું છે. એટલે કે, ક - સમ્યફચારિત્ર, સમ્યજ્ઞાન વિના હોઈ શકે જનહિ અને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન વિના હોઈ શકે નહિ. ૭ - આથી પુરવાર થાય છે કે, સમ્યફચારિત્રના, દીક્ષાના ઉપદેશમાં અલ્પાત્સલ્પ ધર્માનુષ્ઠાનથી માંડીને સર્વોચ્ચ ચારિત્રનો સમાવેશ થઈ જાય છે. આમ વિચારતાં પૂ. પ્રવચનકાર મહાત્મા કેવળ દીક્ષાનો જ ઉપદેશ આપતા હોય તો પણ જાય અસ્થાને નથી. પરંતુ વિરોધીઓ કહે છે કે, તો પછી પ્રભુએ ગૃહસ્થધર્મ પ્રરૂપ્યો જ શા માટે ?' આપણે આ વસ્તુને પ્રશ્નોત્તરના રૂપમાં મૂકીએ. ગ્રંથ અને ગ્રંથકાર 15 Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : “મુક્તિ મેળવવાની જરૂર શી?" જ્વાબઃ ‘ન્મ-મરણ તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી બચવા માટે !' પ્રશ્ન : મુક્તિનો ઉપાય શો?” વાબઃ પ્રત્યેક પાપનો પશ્ચાત્તાપ અને પાપથી બચાવ.' પ્રશ્ન : ‘પાપનો બચાવ વધારે ક્યાં થાય ? સર્વવિરતિમાં, દેશવિરતિમાં, સમ્યગ્દષ્ટિમાં, માર્ગાનુસારીમાં કે મિથ્યાદષ્ટિમાં?" વાબ: “સર્વવિરતિમાં.' પ્રશ્ન : ‘અમુક ધર્માચરણ મોહેતુ છે, એ શાથી ણાય?' જ્વાબઃ જ્ઞાની મહારાજા ધર્મનું સ્વરૂપ દર્શાવતાં ફરમાવે છે કે, "जत्थय विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । રિમાણુ અપમાગો, તો થમ સિવસુદોવાનો પાશા” જે ધર્મના સેવનથી વિષયવિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને શ્રી તીર્થંકર દેવે ફરમાવેલી ક્રિયાઓમાં અપ્રમત્તભાવ આવે, તે જધર્મ શિવસુખનો ઉપાય છે.' પ્રશ્ન : ‘ઉપર દર્શાવેલી ધર્મસેવનથી પમતી વસ્તુઓ સાધુ જલ્દી પામે કેગૃહસ્થ?' જવાબ: “સાધુ, કારણ કે, જેનામાં વિષયવિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને ધર્મક્રિયાઓમાં અપ્રમત્તતા પ્રાપ્ત કરવાની ભાવના આવી જાય, તે સંસારમાં કોઈ રીતે રસપૂર્વક ન રહી શકે. કારણ કે, સંસાર એટલે જ વિષયરોગ, કષાયસદ્ભાવ, દુર્ગુણાનુરાગ અને ધર્મક્રિયામાં પ્રમાદ; જો એમ ન હોય તો અનંતકાળથી સંસારમાં જ ભટકવા છતાં મુક્તિ કેમ ન થઈ ? કારણ કે, સંસાર પાપરૂપ છે.' પ્રશ્ન : તો પછી ધર્મ માત્ર સંસારથી વિરક્તોને માટે જ ને?" જવાબ: હા, એમજ.સંસારની વિરક્તતાવિનાધર્મ હોઈ શકે જનહિ અને માટે જ પહેલાં સંસારનો ભય ને મોક્ષની કાંક્ષા પેદા થવી જ જોઈએ.' પ્રશ્ન : ‘એનો અર્થ એ જ કે સાધુ એટલા ધર્મીને બાકીના અધર્મી?” જવાબ : હા, સંપૂર્ણ ધર્મ સાધુઓ જ કહેવાય. છતાં બીજા અધમ નહિ, કારણ કે, થોડો થોડો ધર્મ આચરનાર પણ બાકીના અધર્મથી ભય પામતો જ 16. ગ્રંથ અને ગ્રંથકાર Page #29 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેમજ માત્ર ધર્મને જ કલ્યાણકર માની એના આચરણની ભાવનાવાળો પણ અધર્મી કંપતો હોય છે. એટલે એક એકથી ઉતરતા. પ્રશ્ન : 'તો પછી દેશવિરતિ ધર્મ અને સમ્યક્તધર્મ કોને માટે? જ્વાબ : “જેઓ સર્વવિરતિ ન સ્વીકારી શકતા હોય તેઓ દેશવિરતિ બને અને તેટલીય તાકાત વિનાના સમ્યગ્દષ્ટિ બને, છતાં ત્રણેમાં પાપની ભીરુતા ને સંયમની રુચિ હોય જ માત્ર ફરક એટલો કે. એકે પોતાની ભાવનાને સંપૂર્ણ અમલમાં મૂકી, બીજાએ અશક્તિના યોગે થોડો અમલ કર્યો અને ત્રીજો સાવ નિર્બળતાના કારણે અમલ રહિત છે. ટૂંકમાં સંસારની ભીરુતા વિના મોક્ષરુચિ મે નહિ, મોક્ષરુચિ ખ્યા વિના સંયમની ઇચ્છા થાય નહિ અને સંયમની ઇચ્છા થવા છતાં પણ કર્યાવરણથી દબાયેલી શક્તિના પ્રમાણમાં અમલ થાય: અર્થાત્ સર્વ જીવ દીક્ષા જ લઈ શકે નહિ, માટે તેઓ યથાશક્તિ અમલ કરી શકે. તદર્થે ગૃહસ્થ ધર્મ છેછતાં એમાં ભાવના અને ધ્યેય તો સંયમનું જ આવિષયમાં ખૂબ ખૂબ પ્રમાણો ટાંકી શકાય તેમ છે. પરંતુ તે કાંઈ અહીં બની શકે તેમ નથી. માત્ર આપણી ઉપરની માન્યતા શાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ છે. એમ જણાવવા માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દો જ ટાંકીએ. તેઓશ્રી ફરમાવે છે કે, ‘જે આત્મામાં સર્વવિરતિ પ્રત્યે પ્રેમ નથી, તેનામાં દેશવિરતિના પરિણામ પણ આવતા નથી !' - અને વાત પણ સાચી છે કે, અંશે અંશે પણ કરાયેલા ત્યાગમાં જે દેશવિરતિધર આત્મકલ્યાણ માનતો હોય, તેને સર્વથા ત્યાગ પ્રત્યે અભાવ હોઈ જન શકે અને બાકીની અવિરતિ છતાં એ પોતાના જીવનને કેમેય સર્વથા નિષ્પાપ ન માની શકે ! એ બધો વિચાર કરતાં સહેજે સમજાશે કે, જગતના પરમ ઉપકારક મહાપ્રભુએ તે જ આત્માઓને માટે ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી છે કે, જે આત્માઓમાં સંસારનો ભય અને મોક્ષની રુચિ પેદા થયા છતાં તેને જ અનુરૂપ વર્તન કરી શકતા નથી, પરંતુ થોડો પ્રયત્ન કરે છે. આથી જ સાધુઓને માટે પાંચ મહાવ્રતમાંથી એક પણ ઓછું લે તે ન જ ચાલે એમ કહ્યું. કારણ કે, ગ્રંથ અને ગ્રંથકાર 17 | Page #30 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવન કેવળ નિરવઘ જ બનવું જોઈએ અને ગૃહસ્થોને માટે કોઈ પૂરાં બાર, કોઈ અગીયાર, કોઈ દશ, કોઈ નવ અને યાવત્, એક પણ વ્રત-અણુવ્રત લે: જેવી જેની શક્તિ. એટલે એમાં હેતુ માત્ર એટલો જ છે કે, એમ ધીરે ધીરે પણ એમને આ વિરતિના માર્ગે લઈ આવવા. આથી જ પૂર્વાચાર્યોએ ગૃહસ્થધર્મને અંગે પણ ઝીણવટભર્યું વિવેચન કરીને આત્મબોધ આપ્યો છે અને વર્તમાનમાં ગીતાર્થ ગુરુવરો આપે છે. પૂ. પ્રવચનકાર મહાત્મા પણ સમયે સમયે એ ઉપદેશ આપે જ છે. છતાં એ વિષેના પ્રશ્નના ઉત્તરમાં બોલતાં તેઓ શ્રીમદે ફરમાવ્યું છે કે, “પૂર્વાચાર્યો અને તેમના ગ્રંથોને પૂરેપૂરું માન આપીએ છીએ અને શ્રાવકધર્મ શ્રાવકોને એકવાર નહિ પણ અનેકવાર, વખતો વખત બતાવીએ છીએ અને સમજાવીએ છીએ. શ્રાવકપણું. સમ્યક્વ, માર્ગાનુસારીપણું, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ગુરુવંદન, પર્વતિથિઓએ પૌષધ, દાન, શીલ, તપ, ભાવ એ વગેરે શ્રાવકની કરણીઓ અનેકવાર ઉપદેશીએ છીએ અને ગમે ત્યારે પણ એ બતાવવા અમે યથાશક્ય રીતે તૈયાર છીએ. તેથી શ્રાવકધર્મ નહિ બતાવવાનો આરોપ એક ક્ષણ પણ અમારા ઉપર ટકી શકતો નથી.” આ ઉપરાંત જો ટીકા કરનારાઓ ઉઘાડી આંખેને નિર્મળ હદયે' પૂ. પ્રવચનકાર મહાત્માનાં વ્યાખ્યાનો વાંચે, તો તેઓ સમજી શકે છે. તેઓ મોટે ભાગે માનવતા કેળવવાનો ઉપદેશ આપે છે. તેઓશ્રી વારંવાર જૈનોમાં ઘૂસેલી બદીઓ વિશે સચોટ ઉપદેશે છે. દુર્બસનોના ત્યાગ માટે પુનઃ પુનઃ સૂચન કરે છે; જીવનની જરૂરિયાતોને ઘટાડવી. મોજશોખ ઓછા કરવા, લક્ષ્મીવાન બનવાની લાલસા છોડવી, સંતોષ કેળવવો, શીલવાન બનવું. તપશ્ચર્યા કરવી વગેરે વગેરે બાબતો સમજાવે છે. પરંતુ સાથે તેના અંતિમ ધ્યેયને પણ દર્શાવે જ છે. ધ્યેય તો સમ્યફચારિત્રના પાલન દ્વારા સંપૂર્ણ કર્મનિર્જરા કરી મોક્ષ મેળવવાનું ! વધુમાં તેઓ શ્રીમદ્ ખાસ કહે છે કે, આજે જ્ઞાની પુરષોએ કેવળ મોક્ષાર્થી બનીને જ કરવા માટે ઉપદેશેલી ક્રિયાઓના હેતુ વિસરાયા છે અને એને જ પરિણામે એ ક્રિયાઓ દ્વારા જે હેતુને સિદ્ધ કરવો છે, તે હેતુને લ્દીથી સિદ્ધ કરી આપનારી દીક્ષા સામે ઉન્માદ જાગ્યો છે. એટલે ધર્મદ્રોહીઓ જ્યારે કોઈ જ રીતે ફાવતા નથી, ત્યારે આવા અસત્ય આરોપો મૂક્યા કરે છે. બાકી તે ધર્મદેશના જ શાની કહેવાય, કે જે ધર્મદેશનામાં ભવનિર્વેદનું પોષણ ન હોય અને પુદગલ પ્રેમનું પોષણ હોય ! | 18 | ગ્રંથ અને ગ્રંથકાર Page #31 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાને સોંઘી કરી છે? વાસ્તવિક ધર્મોપદેશની સામે ચેડાં કરનારાઓ કહે છે કે, પૂ. પ્રવચનકાર મહાત્માએ દીક્ષા, દીક્ષા કહી એને બજાર વસ્તુ બનાવી દીધી છે. આ આક્ષેપ કેટલી અધમવૃત્તિમાંથી મ્યો છે. તે કહેવાની શી જરૂર છે? વાસ્તવિકતા તો એ છે કે, જ્યારે ધર્મદ્રોહીઓએ દીક્ષાની ક્રિયા, દીક્ષિતો, અરે, દીક્ષાના શબ્દોય નાબૂદ કરવાની વાતો કરવા માંડી, ત્યારે એ દીક્ષાની મહત્તાને mતમાં આ પૂ. પ્રવચનકાર મહાત્માએ વિસ્તારી છે. જે જૈનદર્શન સમ્યગ્દર્શન વિશિષ્ટ સમ્યજ્ઞાન યુક્ત, સમ્યફચારિત્રને જ માત્ર મોક્ષ માર્ગ કહે, તે જેનશાસનના ધર્મોપદેશમાં તે ચારિત્રની ભાવના, તે ચારિત્રની બનતી આરાધના અને તે ચારિત્રનું સુયોગ્ય પાલન, એ સિવાયની વાત હોય જ કેમ? માનાને નામે જેનોને પાપમાં જોડવા કે તેમને માટે કારખાનાં ખોલવાનું ઉપદેશવું, એ જૈન શાસને જેમને માટે મિથ્યાષ્ટિની ઉપમા અને શાસનના વિરાધકની ઉપમા નક્કી કરી છે, તે તેમને જ હોય. બાકી જેઓ એક સમ્યફચારિત્રને જ મુક્તિના સાધન ૨૫ શ્રદ્ધાપૂર્વક માનતા હોય, તેઓ સમ્યફચારિત્રથી રહિત પાપનક કોઈપણ કાર્યનો ઉપદેશ જ કેમ આપી શકે? અને તેવો ઉપદેશ જે સાધુતાના લેબાશમાં બેસી ધર્મને નામે દે, એ શાસનનો કટ્ટર વિરોધી છે ! શાસનના ખુલ્લા શત્રુઓ કરતાં ય વધુ ભયંકર છે ! એટલે કોઈ પણ જૈન કે જૈનનો સહવાસી, દીક્ષા શબ્દથી અજાણ ન જ હોય. ધ્યેયસિદ્ધિના એકના એક મુખ્ય સાધનથી અજાણ હોય તે બેયને સાથે જ શી રીતે ? દીક્ષા શબ્દને નામે હાંસી ઊભી કરનારા અને એને વગોવનારા તેમજ તે તરફ ઘુણાભાવ ઉત્પન્ન કરનારાઓ તો તે છે, કે જેઓએ શાનથી અંધ બનીને દીક્ષા વિષે યહ્વા તદ્દા બોલવા માંડ્યું છે, જેમણે પાપી લાલસાઓને આધીન બની જગતભરના કલ્યાણને કરનાર માર્ગને આજે દંભી પ્રચાર કાર્ય દ્વારા હાઉ' રૂપ બનાવી દીધો છે. તેઓ જ દીક્ષા માટે થતી નિંદા અને અયોગ્ય ટીકાના જ્વાબદાર છે. બાકી દીક્ષા શબ્દ ઘડી ઘડી લાવવામાં કદાગ્રહ નહિ, પરંતુ કેવલ કલ્યાણ ભાવના જ છે, તે સમજાવતાં પૂ. પ્રવચનકાર મહાત્મા એક સ્થળે ફરમાવે છે કે, “અહીં પાલીતાણામાં આપણાં વ્યાખ્યાનોમાં, મનુષ્યન્મની દુર્લભતા અને તેની સાર્થકતાનાં સાધનો સિવાય બીજું કાંઈ કહેવાયું નથી. એ કહેવામાં દીક્ષાના ભાવવાળી વાતો આવવાની અને આવવી જોઈએ. કારણ કે, જેના અંગે જ્ઞાનીઓએ મનુષ્ય જન્મની દુર્લભતા ગ્રંથ અને ગ્રંથકાર 19 | Page #32 -------------------------------------------------------------------------- ________________ 20 કહી છે, એને કહ્યા સિવાય છૂટકો છે ? કોઈ પૂછે કે, ‘મનુષ્યતિ દુર્લભ શાથી ?' તો તમે શું કહો ? દેવર્ગાત અને મનુષ્યર્થાત એ બે સારી ગતિ ગણાય છે અને દેવર્ગાત તો અમુક દૃષ્ટિએ મનુષ્ય તિ કરતાં ઘણી ઊંચી છે. ઋદ્ધિસિદ્ધિથી ભરેલી છે. અચિંત્ય શક્તિ અને વિપુલ જ્ઞાનથી સહિત છે. એઓ કેટલાયે શ્રી તીર્થંકર દેવો પાસે જઈ શકે છે; જે વિશિષ્ટ સ્થળો જ્ઞાનીઓ બતાવે તે જાતે જઈને જોઈ આવે; છતાં એને ર્નાહ વખાણતાં મનુષ્યતિ કેમ વખાણી ? એનો હેતુ લાવો ! એના વર્ણનમાં દીક્ષાને સ્થાન છે કે નહિ ? એની પ્રશંસા કરવી માંડી વાળી મનુષ્યતિની દશ દષ્ટાંતોથી દુર્લભતા શા માટે દર્શાવી ? જે હેતુએ એ વર્ણવી તે હેતુને ભૂલી જ્વાય, તો કાંઈ પણ વર્ણવી શકે એમ છે ? વિરતિધર્મને બાજુએ મૂકી દઈએ, તો મનુષ્યગતિને અધિક વર્ણવવાનું કારણ શું રહે છે ? કાંઈ જ નહિ. આથી એ વસ્તુને વચમાં લાવ્યા સિવાય છૂટકો જ નથી. શ્રી દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનની પહેલી ગાથામાં, ચૌદ પૂર્વધર સૂત્રકાર મહર્ષિ શ્રી શŻભવસૂરિજી મહારાજા ફરમાવે છે કે; ‘અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ જે આત્માના હૃદયમાં વસે, તેને દેવતાઓ પણ નમે છે.’ દેવો સુખી જીવનવાળા છતાં ધર્મને આમ નમ્યા સિવાય તેઓને છૂટકો જ નથી. નમન કોને કરવું અને શા માટે કરવું ? જૈન શાસનમાં નમન કરવું, હાથ જોડવા કે મસ્તક નમાવી દેવું, એ સભ્યતા માટે નથી; અગર જેને નમીએ તેનાથી છેકે ભાગવા માટે નથી; અગર જે વસ્તુ છે તે નહિ લેવા માટે નથી. નમસ્કારમાં ત્રણ વસ્તુ છે; નમસ્કાર, નમસ્કાર ઝીલનાર અને નમસ્કાર કરનાર ! હવે જેને નમસ્કાર કરીએ એટલે કે, જે વ્યક્તિ નમસ્કારને યોગ્ય છે, તેની અને આપણી વચ્ચે પુલ બનાવવા માટે નમસ્કાર કરવાનો કે દિવાલ બનાવવા માટે નમસ્કાર કરવાનો ? જેનાં ચરણોમાં માથું મૂકવાનું, તેના જેવા બનવાના પ્રયત્નો હોવા જોઈએ કે તેનાથી કાયમ ખાતે દૂર રહેવાના ? કેવળ સભ્યતા ખાતર જૈન ગ્રંથ અને ગ્રંથકાર Page #33 -------------------------------------------------------------------------- ________________ શાસનમાં નમસ્કાર યોજાયા જ નથી. હદયમાં દંભ રાખીને સામાને સારું મનાવવા ખાતર કે છૂટકો નથી એમ ન ઇચ્છાયે પણ કરવાના નથી. દેવતાઓ પણ નમસ્કાર કરે છે એનું કારણ એ વસ્તુ પામવા માટે છે. દેવગતિ એ વિરતિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ છે, તેથી શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાને સારી રીતે આરાધી શકીએ એ સ્થિતિ ક્યારે મળે ? એ માટે મનુષ્ય ગતિની માગણી કરે છે. જે વસ્તુના યોગે મનુષ્યભવ દુર્લભ વર્ણવ્યો તેને છૂપાવવા માગીએ, તો આજ્ઞાપાલક કહેવાઈએ કે વિરાધક ? તાકાત ન હોય તો અનંત જ્ઞાનીઓની સઘળી આજ્ઞાનું પાલન ન કરી શકાય એ શક્ય છે, એમની બધી આજ્ઞાનું પાલન કરવાની શક્તિ મેળવવા માટે ન માલૂમ હજુ કેટલાયે ભવો કરવા પડશે, પણ એ આજ્ઞાની વિરાધનાથી બચવું એ આપણો ધર્મ ખરો કે નહિ ? એ ધર્મ પાળવો હોય તો દીક્ષાને મહત્વ આપ્યા સિવાય છૂટકો છે ? પ્રભુમાર્ગની આજ્ઞાને વળગીને, જગતને સુખનો માર્ગ બતાવનારથી દીક્ષાને વેગળી મૂકી શકાય એમ છે ? દીક્ષાના ભેદ પછી ગમે તેટલા પાડો; સર્વથી, દેશથી કે છેવટ ભાવથી, પણ માલ બધો બતાવવો જોઈએ, જેવો ગ્રાહક : જેનાથી જેટલું લેવાય તેટલું લે ! પણ બધી સામગ્રી આંખ સન્મુખ રહેવી જોઈએ. લેનારને તોષ ન થવો જોઈએ, કિંતુ ઉત્કંઠા વધવી જોઈએ. બધી વસ્તુ આગળ રાખવામાં આવે, તેને કદાગ્રહ કહી શકાતો નથી. મનુષ્ય જન્મની દુર્લભતા કે સફળતા માટે, કરવા લાયક કરવા માટે, એ વસ્તુને પ્રધાનતા આપ્યા સિવાય રસ્તો નથી. એ વસ્તુને પ્રાધાન્ય છે જ. આપણે કાંઈ નવું આપવું પડતું નથી. શ્રી જિનેશ્વર દેવો કહી ગયા છે કે, એના વિના અમારો પણ છૂટકો કે ઉપાય નથી. અમે અનુભવ્યું કે, રત્નત્રયી સિવાય સંસારથી તરવા માટે એક પણ અમોઘ માર્ગ નથી, એથી પોતે અનુભવેલો, જાતથી સેવેલો અને જગતનાં પ્રાણીઓ માટે જરૂરી છે, એ માટે જાતના હિતને માટે કહો.” શષ્યમોહ ને નાસભાગ ? આથી અજ્ઞાનતાભરી દલીલોમાં પણ જ્યારે તેઓને નિરુત્તર બની પડે છે. ત્યારે ગ્રંથ અને ગ્રંથકાર 21 Page #34 -------------------------------------------------------------------------- ________________ તેઓ અનેકવિધ જૂઠાણાં ફેલાવે છે. કેટલાકો કહે છે કે, “પૂ. પ્રવચનકાર મહાત્માને ૧૦૮ ચેલા મૂડીને ગણધર થવું છે – માટે મા-બાપની રજા વિના છોકરાંને ભગાડે છે ને ભરમાવીને દીક્ષા આપી દીક્ષાને હલકી પાડે છે. આમ બોલનારમાં જૈન શાસનનું જ્ઞાન છે એમ મનાય નહિ. શ્રી તીર્થંકર દેવ જેમને સ્થાપે તે જગણધર કહેવાય છે અને તેની યોગ્યતાનું માપ ૧૦૮, ૧૦૦૮, ૧૦૦૦૮, ૧૦૦૦૦૮ કે અસંખ્ય શિષ્યો ઉપરથી નથી જ નીકળતું. જૈનશાસનમાં શિષ્યવૃદ્ધિથી કોઈ પદ મળતું જ નથી. પરંતુ આમ કહેવામાં તેઓનો બૂરો આશય શિષ્યમોહ ને માનલાલસા જેવા અછતા દુર્ગુણોને પણ સિદ્ધ કરવાનો જ છે. બાકી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ તો અનેકવાર એ ભાવાર્થનું કહ્યું છે કે, “એકથી એક કોડ, અબજ કે અસંખ્ય શિષ્યો મળે તો પણ મુક્તિ મળી જાય એમ ન માનતા. શિષ્યો વધારવાથી જ કલ્યાણ થઈ જતું નથી અને શિષ્યમોહ તો એવી ભયંકર વસ્તુ છે કે, વિવેક તનાવે; હજારો શિષ્યો છતાં ડૂબી જવાય અને કઈ શિષ્યો વિનાના તરી ગયા અને જે આત્મા માનલાલસામાં ડૂબી જાય છે, તે ખચીત જ પોતાના આત્માની બરબાદીને ઊભી કરે છે. માન એ બહુ ભયંકર દુર્ગુણ છે. અપમાન વખતે સામાની દયા ખાવી એ જેટલું સહેલું છે, તેટલું જ માન વખતે ન ફલાઈ જવું એ મુશ્કેલી ભર્યું છે. સેંકડો મોટરવાળા લાલ પાઘડી પહેરીને વંદન કરે કે ઝૂકે તેથી જ કાંઈ કલ્યાણ થઈ જતું નથી. પરંતુ જે આત્મામાં વિષયવિરાગ, કષાયત્યાગ, ગુણાનુરાગ અને ધર્મક્રિયાઓમાં અપ્રમત્તતા જેવા સર્વોત્તમ ગુણો આવે છે, તે જ આત્મા આત્મકલ્યાણ કરી શકે છે.” વધુમાં તેઓશ્રી તો ત્યાં સુધી કહે છે કે; “દુર્ગુણોનું પરિણામ સૌને ભોગવવું જ પડે; કર્મ પાસે કોઈનીય શરમ ન અડે; અમે કે તમે જે હોઈએ તે પાપ કરીએ તો ડૂબીએ જ. કોઈને પણ દીક્ષા અપાય તે એના આત્માના કલ્યાણની અપેક્ષાથી જ આપી શકાય, પરંતુ શિષ્યમોહથી નહિ. તેમજ બહુ શિષ્યો થાય તેમાં ફેલાવાનું ન હોય. જે શિષ્યમોહમાં પડે, શિષ્યવૃદ્ધિથી ફુલાય અને મોટાઈની લાલસામાં પડે તે સ્વયં ડૂબી જ જાય ને ?” આમ સ્પષ્ટપણે પૂ. પ્રવચનકાર મહાત્મા જ્યારે કહે છે, ત્યારે ધર્મદ્રોહીઓ કહે છે કે, [ 22 ! ગ્રંથ અને ગ્રંથકાર Page #35 -------------------------------------------------------------------------- ________________ “ફોસલાવી, ફસાવી, નસાડી દીક્ષા આપે છે. આ વાત પણ તદન જુઠી છે. આ સંબંધમાં તેઓશ્રીએ ચેલેન્જ કરી છે કે, અત્યારે અપાતી દીક્ષાઓ કે જે ગીતાર્થ મુનિવરો દ્વારા અપાય છે, તેને જો શાસ્ત્રથી વિરુદ્ધ સાબિત કરવામાં આવે, તો અમે એ પ્રવૃત્તિ બંધ કરવા તૈયાર છીએ.” ધર્મદ્રોહીઓ આ ચેલેન્જ ન સ્વીકારી શક્યા, કારણ કે, તેઓ એ વાત તે બરાબર જ જાણે છે કે, સર્વ પદાર્થોનું પ્રરૂપણ કરવા છતાં નિવૃત્તિ માર્ગનું પ્રતિપાદન ને ઉન્માર્ગનું ઉમૂલન, એટલે કે, કેવલ નિરવઘતાને જ પોષતું જૈન શાસ્ત્ર દીક્ષાની દલીલોથી જ ભરપૂર છે અને આજે અપાતી દીક્ષાઓ માટે શાસ્ત્રીય પુરાવા છે જ. એટલે તેઓ સીધો રસ્તો ન લેતાં અધમતાભરી રીત અખત્યાર કર્યો જ જાય છે. આ પણ તેવું જ એક જૂઠાણું છે અને તેમાં વિચારહીનતા અને અવાસ્તવિકતા જ ભરી છે. શિષ્યમોહ સંબંધી ધર્મદ્રોહીઓની અધમ કલ્પનાના સંબંધમાં, પૂ. પ્રવચનકાર મહાત્મા એની પાછળ રહેલી હાર્દિક પલટતા'ની ઉપેક્ષા કરીને, માત્ર વસ્તુ સ્વરૂપને જ સમજાવતાં ફરમાવે છે કે, “સર્વ વિરતિનો બોધ એ જો ચેલા વધારવાનો મોહ ગણાતો હોય, તો આજીવન એ મોહની ઇચ્છા છે. મારા ઉપદેશથી જો સર્વવિરતિના રસિયા કોઈ બનતા હોય, તો તેથી અમને કોઈ પણ જાતનું લાંછન નથી. સાધુ વધારવાની ઈચ્છા તો અમે ભવોભવ માગીએ છીએ, પણ એની સાથે બીજી ઇચ્છા (એટલે કે પોતાના માનપાનની કે કીર્તિલોલુપતાની ઇચ્છા) આવે, તેમાં અમારો નાશ પહેલો છે અને જો જગતમાં અમારા ઉપદેશના યોગે સાધુ જ વધતા હોય તો મુક્તિ ન થાય ત્યાં સુધી ભવોભવની અમારી એ માગણી છે.” આમાં પૂ. પ્રવચનકાર ખાસ કહે છે કે, જો શિષ્યમોહ અમારામાં હોય તો એ અમારો જ ઘાત કરે અને વાત પણ સાચી જ છે કે, “સારી પણ ક્રિયાનો આશય ફરી જાય, તો એ તારક ક્રિયા પણ ડુબાડનારી જનીવડે.' આ સંબંધમાં સમજાવતાં તેઓશ્રી એક સ્થળે ફરમાવે છે કે, “અશુદ્ધ ધ્યેયથી સારી ક્રિયા પણ નાશ લાવે છે. બગલાની શાંત, ગ્રંથ અને ગ્રંથકાર T 231 Page #36 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને સ્થિરતા કેવી? એને વખાણાય? નહિ. કારણ કે, જે ધ્યાન, શાંતિ અને સ્થિરતા કોઈને દુઃખ ન થાય તે માટે હતી, તે જ જીવોના ઘાત માટે કરાઈ એટલે ઊલટી થઈ ગઈ. એ જ પ્રમાણે શ્રી વીતરાગ દેવના નિર્ગથ ગુરુઓ અને તે તારકોએ પ્રરૂપેલા ધર્મની સેવા જો રાગ અને પરિગ્રહ માટે, એટલે કે, સંસારની ઋદ્ધિ-સિદ્ધિ વધારવા માટે કરવામાં આવે, તો એ શ્રી વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુઓ કે એ તારકોએ કહેલા ધર્મની સેવા નથી. પરંતુ સંસારની, પાપની સેવા છે અને તેને તો આ પ્રભુશાસનમાં ત્યાજ્ય ગણેલ છે.” આમ જે મહાત્મા સ્વયમેવ જ ખુલ્લી રીતે શિષ્યમોહમાં આત્મનાશ દર્શાવે છે, તેઓશ્રી શા માટે શિષ્યમોહ રાખે? એક તરફ આત્મકલ્યાણ અર્થે દુન્યવી સુખો તજ્યાં, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહનાં મહાવ્રત લીધાં, દુનિયાના રસિકને કેદી જેવું લાગે તેવું જીવન સ્વીકાર્યું, જીવનમાં સ્વાભાવિક રીતે થતી અનેક ઇચ્છાઓને નિયંત્રિત કરી અને ધર્મદ્રોહીઓએ તેઓ સામે અનેક તર્કટો ઊભાં કરવા છતાં, જાહેરમાં ગલીચ નિંદા કરવા છતાં, જૈનેતરોમાં તદ્દન બનાવટી વિકૃત સ્વરૂપે ચીતરવા છતાં, એવી દુનિયાની ક્ષણિક કીર્તિમાં લોભાયા વિના જે મહાત્માએ શ્રી જિન શાસનની સેવામાં જ શ્રેય માન્યું છે. તે શું આવા દુર્ગુણને આધીન બની જઈ આટલા ત્યાગ ઉપર પાણી ફેરવે ? એમ મોહને જ વધારવો હોય તો એવી ભયંકર માનહાનિ કેમ સહી શકે ? પરંતુ નહિ, જેને એ માનની પડી જ નથી અને જેઓ એમ માને છે કે, દુનિયા માન આપે કે અપમાન, તેની સાથે મુક્તિને કાંઈ જ સંબંધ નથી,' તે માત્મા શિષ્યમોહમાં ફસે એ લ્પનામાં કેટલી હદયહીનતા છે? કેટલી અધમ માનસની છાયા છે? અને જ્યારે શિષ્યલોભનો આક્ષેપ આમ ટળી જાય છે, ત્યાં નસાડી-ભગાડીને દીક્ષા આપે છે એ આરોપ પણ સહેજે ઊડી જાય છે. વર્તમાન સલ્તનતના કાયદા મુમ્બ કોઈ પણ સગીરને નસાડી-ભગાડી શકાય તેમ નથી. તેમજ જૈન શાસ્ત્રકારોએ પણ સોળ વર્ષની અંદરનાને માટે મા-બાપ કિંવા વાલીની રજાને મહત્ત્વની જનહિ, પરંતુ અનિવાર્ય ગણી છે. ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિજીને દીક્ષા અપાવવા માટે ગુરુએ અને ગુરુદેવની પ્રેરણાથી શ્રીસંઘે તેમના પિતાને સમજાવ્યા હતા અને સંમતિ મેળવી હતી. આજે પણ એમ જ થાય છે. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ સોળ વર્ષની ઉંમર પહેલાં અનેકોને દીક્ષા આપેલી છે, પરંતુ તે બધી જવાલીઓની સંમતિ પૂર્વક જ! જો એમ ન હોય તો સગીરપણાથી મુક્તિ મેળવેલાને માટેય ભયંકર ઉધમાતો મચાવનારાઓ અને ઉશ્કેરણી કરી કેસ ઊભા કરાવનારાઓ ાય પે ખરા કે ? માત્ર પૂ. પ્રવચનકાર મહાત્મા [24] ગ્રંથ અને ગ્રંથકાર Page #37 -------------------------------------------------------------------------- ________________ પાસે જનહિ. પરંતુ બીજા ઘણા આચાર્યાદિકની પાસે સોળ વર્ષની ઉમર પહેલાં પ્રવ્રજિત થયેલા છે અને તે બધા જ વડીલની અનુજ્ઞાપૂર્વક જ ! તેમ જ જ્યારે શાસ્ત્ર પણ ત્યાં સુધી સંમતિ વિના દીક્ષા આપવાથી ‘આશા ભંગનો દોષ' અને શિષ્યચોરી' ફરમાવે છે, ત્યારે એક શાસ્ત્રાશાને જ અવલંબી રહેવામાં દુન્યવી પ્રતિષ્ઠાનો ભોગ આપનાર અને મોક્ષ મેળવવાની ભાવનાવાળા, તેવી આજ્ઞા વિરાધના કરે જ કેમ? એટલે સોળ વર્ષ પહેલાં તો બેઉ દષ્ટિએ શાસ્ત્રના ને રાજ્યના કાયદાની દષ્ટિએ નસાડાય જ નહિ અને છતાં કોઈ તેમ કરે, તો એક તરફ ‘ક્નિાશાનો વિરોધ કરી પૂ. શ્રીસંઘની શિક્ષાને પાત્ર થાય અને બીજી તરફ મનુષહરણના કાયદાનો ભંગ થતો હોવાથી રાજ્યની શિક્ષાને પાત્ર થાય. હવે સોળ વર્ષની ઉપરનાની વાત વિચારીએ. એ ઉમરે મનુષ્યની સ્વાભાવિક બુદ્ધિ ખીલી હોય છે અને જો તેને નસાડવો હોય, તો એનામાં સંસારનો વિરાગ અને સંયમનો રાગ ઉત્પન્ન કરવો જ જોઈએ. છતાં કહેવાય છે કે. લલચાવીને ફસાવે છે. પરંતુ સંયમમાં લલચાવવાનું શું? પૈસો રખાય નહિ, સ્ત્રીસેવન થાય નહિ, યથેચ્છ હાય-ફાય નહિ, મનગમતો જ ખોરાક મળે નહિ. ઊઘાડે પગે વિહાર કરતાં ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે સહન કરવું પડે. પોતા માટે કરેલાં દોષિત અન્ન-પાણી લેવાય નહિ, નાટક-સિનેમા જોવાય નહિ, પાન વગેરે ખવાય નહિ. કપડાં પણ સીવડાવ્યા વિના જ મર્યાદા જાળવવા ઓઢવાનાં, હજામત કરાવવાની નહિ અને તેને બદલે છ-છ મહિને કેશ ગૂંચનનું કષ્ટ સહેવાનું, સ્નાન કરવાનું નહિ, વ્યસનની બંધી, અભ્યાસ ને ધર્મક્રિયામાં દત્તચિત્ત રહેવાનું, એમ અનેક રીતે ઈન્દ્રિયો અને મનને કાબૂમાં લેવાની પ્રવૃત્તિ જ્યાં કરવાની હોય, ત્યાં સંસારનો વિરોગ અને સંયમનો રાગ', એ સિવાય બીજી કોઈ જદુન્યવી લાલસા લલચાવી શકે તેમ છે? લલચાવે તેવી વસ્તુ તો હજુ સંસારમાં છે કે, જ્યાં સ્વેચ્છાથી આહાર અને વિહાર કરી શકાય છે. છતાં માનો કે લલચાવે છે, તો શું સોળ વર્ષની ઉંમર પછી એનામાં સમશક્તિ નથી હોતી? અરે, રાજ્યનો કાયદો પણ સોળ સુધી જ મનુષ્ય હરણ'નો આરોપ મૂકે છે અને પછી સામાએ ગમે તેમ ફોસલાવ્યો હોય તો પણ તેને મનુષ્ય હરણ'નો આરોપ લાગુ થઈ શકતો નથી. પરંતુ જેઓ માત્ર દુરાશયથી પૂ. પ્રવચનકાર માત્મા અને પૂ. ગીતાર્થ ગુરુવરોને જ હલકા પાડવા ઇચ્છતા હોય, તેઓ આ બધું વિચારે જ શા માટે? ભાગે છે કે ભગાડે છે ? હવે દુનિયામાં મૂંઝાયેલા આત્માઓમાં સ્વ-પરના કલ્યાણને માટે ‘સંસારનો વિરાગ અને ગ્રંથ અને ગ્રંથકાર 25 Page #38 -------------------------------------------------------------------------- ________________ સંયમનો રાગ' ઉત્પન્ન કરવો, એ તો પ્રત્યેક સાધનો અને સાધુતાના પૂજારીનો પરમ ધર્મ છે. આ ધર્મનું સેવન કરતાં લઘુકર્મી આત્માને સંયમની ભાવના થાય છે અને તે સંયમ ગ્રહણ કરવા ઉધુક્ત થાય છે. સોળ વર્ષની ઉપરની વયનો આત્મા આમ તૈયાર થાય, ત્યારે એનાં સ્નેહી, સ્વમ્ભ સહેજે મહાધીન બની ‘આનાકાની કરે; છતાંય જો ન જ માને તો તેને માટે સંસારમાં પડ્યા રહેવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું જ નથી. શ્રી અષ્ટકજીમાં જ્યાં માતા-પિતાની ભક્તિ ને “દીક્ષાનો વિષય ચાલે છે, ત્યાં તે શ્લોકોની ટીકામાં શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજા અને શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ રજા ન આપે તો કપટ કરીનેય રજા મેળવવા મથવું અને તેમ છતાંય રજા ન મળે તો પણ દીક્ષા લેવી, એમ જ્ઞાવ્યું છે. એ અધિકારમાં દીક્ષા લઈને સ્વ-પર કલ્યાણને સાધવાની ઇચ્છાવાળા મુમુક્ષુ આત્માને માટે ફરમાવ્યું છે કે, “अथ नानुजानीत, तदा अणुवहे चेव अवहिं जुत्तेसिया, अल्पायुरहमित्यादिकां मायां कुर्यादित्यर्थः एवमुपायप्रवृत्तमपि यदा न मुत्कलयतः तदा तौ त्यजेत्, न च तौ त्यजतस्तञ्चित्तसंतापेऽपि तस्य दोषो, विशुद्धभावत्वात्, यदाह; "सव्वहा अपडिवजमाणे चएजा अद्धाणे गिलाण ओसधत्थचागनाएणं" यथाऽध्वनि ग्लानिभूतयोः पित्रोरौषधाद्यर्थं गच्छतस्तत्त्यागोऽत्याग एव भावतः, एवं तयोः स्वस्यान्येषां चोपकाराय प्रव्रजत इति ज्ञानभावना, अत एव, "सोयणमक्कंदणविलवणं च, जं दुक्खिओ तओ कुणइ । सेवइ जंच अकजं, तेण विणा तस्स सो दोसो ।।" - પંચવસ્તુ : ગાથા-૮૦ इत्यादिकमाक्षिप्यैवं परिहतम - "अब्भुवगमेण भणियं, न उ विहिचागो वि तस्स हेउत्ति । सोगाइम्मि वि तेसि मरणंच विसुद्धचित्तस्स ।।" । - પંચવસ્તુ : ગાથા-૯૦ અર્થ કદાચ તે માતા-પિતા આજ્ઞા ન આપે તો મનમાં માયા (કપટ) રહિત છતો માયાવાળો થાય, એટલે હવે મારું આયુષ્ય અલ્પ છે, ઇત્યાદિક માયા કરે. એવી રીતે માયા ઉપાય કરતાં પણ જો રજા ન આપે, તો તે માતા-પિતાને છોડી દે. શાસ્ત્રકાર કહે છે કે, ‘દીક્ષા લેનારનો ભાવ શુદ્ધ હોવાથી તે દીક્ષા લેનાર માતા-પિતાને છોડે અને તેથી તેઓને ચિત્તસંતાપ થાય, તો પણ દીક્ષા લેનારને દોષ નથી. જે માટે કહે છે કે, માતા-પિતા સર્વથા ગ્રંથ અને ગ્રંથકાર 26 Page #39 -------------------------------------------------------------------------- ________________ ન માને તો mલમાં માંદા થયેલ માતા-પિતાના ઔષધાદિ માટે જ્યામાં તે ભાવથી છોડ્યા કહેવાય નહીં, એવી રીતે માતા-પિતાના, પોતાના અને અન્ય ભવ્ય જીવોના ઉપકારને માટે દીક્ષા લેનાર પણ માતા-પિતાને છોડી દે તે ભાવથી છોડવું નથી. એટલા જ માટે, શોક, આહંદન કે વિલાપ કરે અથવા તે કુટુંબ દુઃખી થઈને જે કાંઈ કરે કે તે દીક્ષા લેનાર વિના જે કાંઈ અકાર્ય સેવે, તેનો દોષ દીક્ષા લેનારને લાગવો જોઈએ. “એવો પૂર્વ પક્ષ કરીને ઉત્તર પક્ષમાં પંચવસ્તુકારે પણ જણાવ્યું કે, “અભ્યપગમ માત્રથી તે વાત અલ્પ પીડા આદિથી પરિહાર કરતાં કહી છે. પણ વિધિએ કરાતો માતા-પિતાદિનો ત્યાગ દીક્ષા લેનારના દોષ માટે નથી. જેવી રીતે નિર્મળ ભાવે મરનારની પાછળ શોકાદિ થાય તો પણ મરનારને કોઈ પણ દોષ નથી, તેવી રીતે અહીં પણ જાણવું !' આ સંબંધમાં આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લીધી, ત્યારે મોહાધીન બનેલાં મદેવા માતા રુદન કરતાં કરતાં આંખ ગુમાવી બેઠાં છે; શ્રી નેમિનાથ સ્વામીએ શ્વસુરનગરને નાકેથી ભાવદયામય બનીને રથ પાછો વાળ્યો, ત્યારે તેઓનાં માતા-પિતાએ ઘણી ઘણી કાકલૂદીભરી વિજ્ઞપ્તિ કરી અને તેઓની ધર્મપત્ની રામતી મૂર્જીવશ થઈ, છતાં તેઓએ મક્કમ જરહી સંસારની અસારતા દર્શાવી દીક્ષા લીધી છે; શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તેઓની પ્રિયા ખીણ ખીણ રોતી હતી અને ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના માતા-પિતાના જીવનકાળ સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહને શાસ્ત્રકારોએ મોહનીય કર્મનું કારણ દર્શાવ્યું છે અને જ્યારે તેઓએ પણ દીક્ષા લીધી, ત્યારે તેઓશ્રીના વડીલબંધુનંદીવર્ધને કરેલો દયાર્ટેક્નકવિલાપ, એ બધું વિચારાયો માતા-પિતાની ભક્તિને નામે દીક્ષાનો નિષેધ કરવા દ્વારા પૂ. પ્રવચનકાર મહાત્માને વગોવનારાઓની કુયુક્તિ એક ક્ષણવાર પણ ટકી શકે તેમ નથી. માતા-પિતાની ભક્તિના સંબંધમાં તો પૂ. પ્રવચનકાર મહાત્મા વારંવાર ઉપદેશ આપે છે અને સમજાવે છે કે, “શાસ્ત્રકારોએ માતા-પિતાના ઉપકારને દુષ્પતિકાર્ય કહેલ છે : જે સંતાન સંસારમાં રહેવા છતાંય એમની ભક્તિ-સેવા, આજ્ઞાધીનતા કરે નહિ, તે કુસંતાન છે. પરંતુ આજે તો યોગ્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી સ્વેચ્છાચાર સેવનારાઓ, માતા-પિતાની અવગણના કરતાં કે પત્નીની ખાતર તેમનો ત્યાગ કરતાં ખચકાતા નથી. માતા-પિતાના ઉપકારનો બદલો શાસ્ત્રકાર કહે છે કે, “એમને ધર્મ પમાડવાથી જ ગ્રંથ અને ગ્રંથકાર | 27 | Page #40 -------------------------------------------------------------------------- ________________ વાળી શકાય. માતા-પિતાનો પરમ ભક્ત તો તે જ કે, જે સ્વયં સદધર્મ પામે અને તેમને પમાડે. આજ એક ઉત્તમ ભાવનાથી મુમુક્ષુ આત્મા જો તેઓ કોઈ જ રીતિએ સંમતિ ન આપે તો પણ પ્રવજ્યા ગ્રહણ કરે અને તેથી આશય વિશુદ્ધિને અંગે એની પાછળ થતા આજંદાદિને માટે તે દોષપાત્ર ઠરતો જ નથી, એટલું જ નહિ પણ - “ો જાણ મચાણ, વેવ ચાણ” - આ વાક્યથી સમજાવે છે કે, તેઓ મોહાધીન બનીને દીક્ષા માટે સંમતિ ન જ આપે તો પણ દીક્ષા લેનારો મા-બાપના હિતને કરનારો છે અને તે વખતે મા-બાપની દરકારમાં સંસારમાં પડી રહેનાર, માતા-પિતાનું અહિત કરનાર છે. બાકી જેઓ આજે દીક્ષા સામે જ માતા-પિતાની ભક્તિની વાતો કરે છે અને બીજી તરફ કામાંધ કે અજ્ઞાનાધ બનીને પોતે જ માતા-પિતાનો ત્યાગ કરે છે, તેઓની વાતને ધર્માર્થીએ સાંભળવી જ નહિ એ જ હિતાવહ છે અને જેઓ સર્વવિરતિ ધર્મને અંગીકાર ન કરી શકતા હોય, તેઓએ માતાપિતાની સેવા કરવા સાથે તેમનો બોજો પોતે ઊઠાવી લઈને પણ, તેઓને ધર્મકરણીમાં જોડવા જોઈએ અને એવા જ સંતાનને સુસંતાન” કહેવાય છે.” આ બધું વિચારતાં સ્પષ્ટ થાય છે કે, “સાધુઓ દીક્ષા માટે કોઈનેય ભગાડતા નથી, પરંતુ જ્યારે માતા-પિતા રજા ન આપતાં માર્ગ રુંધે અને ધર્મદ્રોહીઓ બળાત્કાર કરે, ત્યારે આત્મકલ્યાણને ઇચ્છતા આત્માને જ તેઓથી દૂર ચાલ્યા વું પડે છે.' ફ્લેશ ફરાવે છે? વારંવાર પ્રસંગે પ્રસંગે આવો સમ્બોધ આપનાર મહાત્મા માતા-પિતાની ભક્તિ કરવાની ના પાડે છે, એમ કહેવું, એ કેવળ દ્રષમયતા વિના બીજું શું છે? આમાં તો માતા-પિતાની સાચી ભક્તિની પ્રેરણા જભરી છે. હવે જ્યારે એ દલીલમાં પણ તેઓ ફાવતા નથી, ત્યારે તેઓ કહે છે કે આ પૂ. પ્રવચનકાર મહાત્મા શ્રીસંઘમાં ક્લેશ છે. શ્રીસંઘની અવગણના? - એ વિશે વિચારતાં ફકરામાં આપણે જોઈ ગયા છીએ કે, જેઓ પોતાનામાં સંઘત્વની અંશોપિ યોગ્યતા કેળવી શક્યા નથી ને કેળવવા ઇચ્છતા નથી, છતાં શ્રીસંઘને નામે સત્તા [28] ગ્રંથ અને ગ્રંથકાર Page #41 -------------------------------------------------------------------------- ________________ ચલાવવાની અને ૨૫મા પ્રભુસમ પૂજાવાની જેમની દુર્લાલસા છે, તેઓ વારંવાર ધર્મપ્રવૃત્તિ ઉપર આક્રમણ કરે છે. આવા પ્રસંગે પૂ. પ્રવચનકાર મહાત્મા, પૂ. શ્રીસંઘના કર્તવ્યનું ભાન કરાવે છે અને એના યોગે ધર્માત્માઓ પોતાના ધર્મને સંરક્ષવા માટે પેલાઓની આપખુદ' અને આત્મનાશક સત્તાને આધીન ન થાય ત્યારે સહેજે ત્યાં બે વિભાગ પડી જ જાય છે. પણ એથી કાંઈ સત્યનો ઉપદેશ બંધ કરાય? નહિ જ બાકી ધર્મદ્રોહીઓ તો પ્રભુના વરઘોડામાં. ગુરુવારના સામૈયામાં અને ધર્મવ્યાખ્યાનમાં પણ ગુંડાશાહી બતાવવાનું ચૂક્યા નથી જને ? છતાં આજે ચોરી ને ઉપરથી શિરજોરી કરાય છે. પૂ. પ્રવચનકાર મહાત્મા તો ફરમાવે છે કે, “અમે જૈન સાધુ થયા તે પણ આગમના પ્રતાપે અને તમે શ્રાવક કહેવાઓ તે પણ આગમના પ્રતાપે; આગમના અભાવે ન હોય સાધુપણું કે ન હોય શ્રાવકપણું! માટે જે જે વિષયો ચર્ચાસ્પદ છે, તે તે વિષયોનો નિર્ણય આગમનાં પ્રમાણો દ્વારા જે આવે તે સ્વીકારવાનું સૌ કોઈ કબૂલે તો જૈન સમાજમાં વ્યાપી રહેલી આ અશાંતિ સહેજમાં દૂર થાય અને શાંતિ થતાં સૌ કોઈ જો ધર્મમાર્ગે પ્રગતિ કરવા માટે જ પ્રયત્નશીલ બને, તો પોતાના આત્માનું પણ કલ્યાણ સાધી શકે અને ઈતર તને પણ આ પ્રભુમાર્ગે દોરી શકે. બાકી જેઓ આગમને જ પ્રમાણભૂત માનવાને તૈયાર ન હોય, તેઓનું શ્રાવકપણે બીજી કોઈ જ રીતિએ સિદ્ધ થતું નથી અને તેવાઓના નામથી ઈતર જાત છેતરાઈ પ્રભુ ધર્મ સંબંધી ગેરસમજમાં દોરવાય નહિ તે માટે ઘટતા પ્રયત્ન કરવાની જરૂર છે. મારું તો માનવું છે કે, તેઓ જો સર્વજ્ઞ પ્રભુએ કહેલ આગમને પ્રમાણભૂત માને તો વગર સમાધાને સમાધાન થઈ જાય તેમ છે. કારણ કે, આપણી તો પૂ. આગમ ગ્રંથોને પંચાંગી સહિત પ્રમાણભૂત માનવાની પ્રતિજ્ઞા છે. એમાં જ આપણે તો સાધુપણું અને શ્રાવકપણે માનીએ છીએ.” આમ, ક્લેશ કરાવે છે, એ આરોપ પણ ટકી શકતો નથી. ક્લેશ તો તે કરાવે છે કે, જેઓ નિાજ્ઞાઓને ઉથલાવવા ઇચ્છે છે. બાકી જો ધર્મવિરોધીઓએ પૂ. આગમોની આજ્ઞા વિરુદ્ધ પગલાં ન ભર્યા હોત તો આજે જૈન સમાજઆવા પૂ. પ્રવચનકાર મહાત્માને પામીને નંદનવન સમો જ બન્યો હોત ને ? ગ્રંથ અને ગ્રંથકાર 29 Page #42 -------------------------------------------------------------------------- ________________ લોકવિરુદ્ધ અને લોકવિરોધનો ભેદ : જ્યારે આમ કોઈ પણ રીતે તેઓ પોતાની માન્યતાને સિદ્ધ કરવામાં સફળ નીવડી રાતા નથી, ત્યારે તેઓ એમ કહે છે કે, ‘પૂ. પ્રવચનકાર મહાત્મા લોકવિરુદ્ધ દીક્ષાઓ આપે છે ! અને તેમ ન થવું જોઈએ !’ તદર્થે ‘જ્યવીયરાય’ સૂત્રમાં આવતા ‘લોગવિરુદ્ધાઓ'નું પ્રમાણ રજૂ કરે છે. લોકથી વિરુદ્ધ જે કાર્યો એટલે સુજ્ઞ જ્મોથી નિદિત કાર્યોનો ત્યાગ કરવાનું આ સૂત્રમાં દર્શાવ્યું છે. આ ગ્રંથમાં પાંચમા વ્યાખ્યાનથી એ જ‘થવીયરાય સૂત્ર’ ઉપર વિવેચના કરવામાં આવી છે. રોજ પ્રભુ પાસે એ સૂત્ર દ્વારા થતી માગણીઓ સમજાવાઈ છે અને આ ગ્રંથના-૨૪૧મા પાનાથી (આ નવી આવૃત્તિના સત્તરમા પ્રવચનથી) ‘લોગવિરુદ્ધચ્ચાઓ' સૂત્રની કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી ટીકાનો આધાર લઈને ‘લોકવિરુદ્ધ’ અને ‘લોકવિરોધ' એ બે વસ્તુ વચ્ચે રહેલા ભેદનો સુંદર સ્ફોટ કર્યો છે. કોઈપણ અવસર, ભૂત-ભાવિ કે વર્તમાન કાળમાં એવો નથી આવ્યો, નથી આવવાનો કે નથી અત્યારે, કે જ્યારે સર્વજનો એક જમતના હોય. ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, નીતિ અને અનીતિ, સદાચાર અને દુરાચાર, મોહ અને નિર્મોહ, એ બે રહેવાનાં જ અને તેટલા જ ખાતર અસદ્ વસ્તુની ઉપાસનામાં ભાનભૂલેલા સસ્તુનો વિરોધ કરતા જ રહેવાના અને તેથી જો સસ્તુનો ત્યાગ કરાય, તો પરિણામ એ જ આવે કે સસ્તુનો લોપ થાય. પરંતુ સસ્તુના ઉપાસકો તેને તજે જ નહિ. એટલે જે જે લોકવિરુદ્ધ તેનો ત્યાગ ખરો જ અને તેથી તો એની ટીકામાં લોવિરુદ્ધ કાર્યોની ગણના કરી બાકી જ્યાં જ્યાં લોકવિરોધ, તેનો તેનો ત્યાગ ન જ કરાય. વળી સમજ્યું જોઈએ કે, ‘એ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ પણ પ્રભુમાર્ગની આરાધના થઈ શકે અને તે દ્વારા એ મુક્તિ પાર્મ શકાય તેટલા જ માટે છે.’ જ્યારે અત્યારે ધર્મદ્રોહીઓ એજ શબ્દોને નામે પોતાની પ્રભુમાર્ગન વિનાશક પ્રવૃત્તિઓને પોષવા મથે છે; અનંત જ્ઞાનીઓએ ઉપદેશેલા માર્ગનો નાશ કરવામ પણ, એજ અનંત જ્ઞાનીઓએ કેવળ આત્મકલ્યાણ માટે જ ઉપદેશેલ આજ્ઞાને દારૂગોળ બનાવે છે. ઉપરાંત એ પણ વિચારણીય જ છે કે, જ્યારે એક તરફ તેઓ શાસ્ત્રને ‘વિકારી અને શાસ્ત્રકારોને ‘સ્વાર્થી-ઈન્દ્રજાલીયા' વગેરે શબ્દોથી સંબોધે છે, ત્યારે આ સૂત્રની આ વસ્તુનો ઉપયોગ કેમ કરાય છે ? વળી જો તેઓ ‘લોવિરુદ્ધચ્ચાઓ'માં માનતા હોય, તે તેજસૂત્રમાં દર્શાવેલ ‘ભનિર્વેદ', ‘માર્ગાનુસારિતા', ‘ઈષ્ટલની સિદ્ધિ', ‘ગુરુજન પૂજા' ગ્રંથ અને ગ્રંથકાર 30 Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘પરાર્થકરણ’, ‘શુભ ગુરુનો યોગ’, ‘તેમના વચનની ભવ રહે ત્યાં સુધી અખંડ સેવા' તેમજ *ભવે ભવે શ્રી જિનેશ્વર દેવોના ચરણની સેવા' વગેરેને કેમ માનતા નથી ? જેઓ સંસારથી વિરાગ મેળવવાની અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગે ચાલવાની માગણી કરે, તે વૈરાગ્યનો વૈરી હોય ? તે વીતરાગ પ્રભુના વચનનો દુરૂપયોગ કરી ‘દીક્ષા’નો વિરોધ કરે ? નહિ જ. એટલે અજ્ઞાન લોકના વિરોધને લેશ પણ મચક ધર્મી આત્માઓ આપી જશકે નહિ અને તેથી જતેઓ શ્રીમદ્ લોકવિરોધનો સામનો કરીને પણ પોતાના આત્મબળથી સન્માર્ગનો પ્રચાર કરી રહ્યા છે. એટલે ધર્મવિરોધીઓ તરફથી થતો આ આક્ષેપ પણ નિષ્ફળ નીવડે છે. પૂર્વના પણ અનેક મહર્ષિઓએ ભયંકર લોકવિરોધ વચ્ચે જરાય નમતું મૂક્યા વિના શાસનસેવા કરી છે અને વીસમી સદીના પરમ પ્રભાવક શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજાએ પણ એજ રીતે શાસનસેવા બજાવી છે. ધર્મનાશકોની દશા ઃ આ રીતે અનેકાનેક દોષારોપણ છતાં તેઓ કોઈ જ રીતે ફાવી શક્યા નથી, ત્યારે તેઓએ શાસનહીલતાનો ‘હાઉ' ઊભો કરવાની ધમાલ મચાવી છે. કોઈ સ્થળે કોઈ ભાગ્યવાન આત્મા પ્રવ્રુક્તિ થનાર હોય કે, તરત ધર્મવિરોધીઓ ત્યાં પહોંચી જાય અને તદ્દન ગપ્પાં ચલાવી ત્યાંની જ્મતાને ઉશ્કેરે, રાજ્યના અમલદારોને ઊંધું સમજાવી મનાઈ હુકમ કઢાવે, તેના કુટુંબની બાંહ્યધરી કરી દીક્ષા લેનાર સગીર ન હોય તોય સગીર કહેવડાવી કેસ ઊભો કરે, વિહારમાંથી પૂ. મુનિવરો ઉપર આક્રમણ કરીને દીક્ષિતને ઉપડાવે, તેમજ બને તેટલી ધાંધલ મચાવે અને જ્યારે એકેયમાં ન ફાવે ત્યારે છાપાની કોલમોમાં દીક્ષિત થનાર પુણ્યાત્મા અને દીક્ષા આપનારને વગોવવાને માટે નહિ બનેલી અને અછતી બાબતો લખી, પોતે જ તેના ઉપર ટીકા કરે અને શાસન હીલનાનાં રોદણાં રોવાની દાંભિકતા સેવે. આથી સુજ્ઞજ્જો એથી ઊંધે માર્ગે દોરવાઈ જઈને દીક્ષાવિરોધ કરી બળાત્કારે પણ દીક્ષિત થનારને પતિત કરી ભયંકર મહાપાપમાં ન ડૂબે, તે માટે શાસ્ત્રકારોએ આ વિષયમાં કરેલો ખુલાસો રજૂ કરવો સ્થાને ગણાશે. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ, શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજના અમદાવાદમાં મળેલા પાંચમા અધિવેશનમાં બીજા દિવસની કાર્યવાહી મુજ્બ, કેટલાકોએ પૂછેલા પ્રશ્નોના ખુલાસા કર્યા હતા. તેમાં પહેલો પ્રશ્ન એ હતો કે; *દીક્ષા લેનારને એક પણ દિવસ તેની મરજી વિના પરાણે રોકવામાં આવે અને તે ગ્રંથ અને ગ્રંથકાર 31 Page #44 -------------------------------------------------------------------------- ________________ પરિણામ ચૂકી જાય, તો તેને બળાત્કારથી રોકનાર જૈન શાસ્ત્રો મુમ્બ ક્યા પ્રકારના કર્મનો બંધ કરે ?” આ પ્રશ્નનો ઉત્તર પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ તે પ્રસંગે વિસ્તારપૂર્વક સજ્જડ દલીલો દ્વારા આપીને સમજાવ્યું હતું કે કોઈ પણ દીક્ષિતને, દીક્ષા લેવાને તૈયાર થયેલાને પતિત કરનાર મહામોહનીય કર્મ બાંધે. પોતાના એ કથનને સિદ્ધ કરતાં તેઓ શ્રીમદે જે આગમ પ્રમાણ દર્શાવ્યું હતું તે આ રહ્યું. શ્રી ગણધર દેવ એટલે ભગવાનશ્રી જિનેશ્વર દેવના હસ્તદીક્ષિત, દ્વાદશાંગીના સ્વયં પ્રણેતા. શાસનના પરમ આધારભૂત એવા મહર્ષિ, તેને હણી નાંખનાર જે જાતિનું કર્મ બાંધે, તે જાતિના મહામોહનીય કર્મને સંયમ લેવા તૈયાર થયેલાને બળાત્કારે પતિત કરનાર બધે. આ બાબતને બતાવતી ચોથા અંગસૂત્ર શ્રી સમવાયાંગ સૂત્રની મૂળગાથા આ રહી – "उवट्ठीयं पडिविरयं, संजयं सुतवस्सियं । ગુરમ થાગ મેલે માનોરંપવુ રશTI૮” ‘જે આત્મા સંયમ લેવા ઉપસ્થિત થાય છે અથવા સઘળાં સંસારનાં બંધન છોડી સંયમી બન્યો છે, તે સંયત, સુતપસ્વી આત્માને બળાત્કારથી ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરે, તે મહામોહનીય કર્મ બાંધે. એમ ચોથા શ્રી સમવાયાંગ સૂત્રમાં ભગવાનના હસ્તદીક્ષિત પાંચમા ગણધરદેવ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા કહે છે. હવે એ જ ગાથાની ટીકામાં ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ સાફ લખે "उपस्थितं प्रवज्यायां-प्रविव्रजिषुमित्यर्थः, 'प्रतिविरतं' सावधयोगेभ्यो निवृत्तं प्रव्रजितमेवेत्यर्थ: 'संयत' साधु 'सुतपस्विनं' तपांसि कृतवन्तं शोभनं वा तपाश्रितं-आश्रितं क्वचित् 'जे भिक्खं जगजीवणं' तिपाठः' तत्र जगन्तिजंगमानि अहिंसकत्वेन जीवयतीति जगजीवनस्तं विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य बलादित्यर्थः धर्मात्-श्रुतचारित्रलक्षणाद् भ्रंशयति यः स महामोहं प्रकरोतीति ગટાલિશ ૨૮” સંયમ લેવાની ઇચ્છાવાળા આત્માની અને જેટલા પાપવ્યાપાસે, તેનાથી નિવૃત્તિ પામેલા સંયમી સુતપસ્વી આત્મા, જેણે ઉત્તમ પ્રકારના તપને જીવનમાં આશ્રિત કર્યો છે. જ્જતના જેટલા જીવો, તેને જીવનદાન આપનાર, એને વિવિધ પ્રકારના ઉપાયો કરીને, આડું અવળું [32] ગ્રંથ અને ગ્રંથકાર Page #45 -------------------------------------------------------------------------- ________________ સમજાવીને, ભયંકર જાતિનાં આક્રમણ કરી, બળાત્કારે શ્રુતચારિત્રરૂપી ધર્મ, એનાથી જે આત્મા એનો પાત કરે, એ આત્મા મહામોહનીય કર્મથી આત્માને લિપ્ત બનાવે છે.” આ રીતે એક દીક્ષા લેવાને તૈયાર થયેલા આત્માને બળાત્કારે પતિત કરનાર વ્યક્તિને, આવો દોષ લાગે છે. એમ જાણ્યા પછી પણ કયો કલ્યાણકાંક્ષી આત્મા દીક્ષા લેવાની ભાવનાવાળાને દીક્ષા લેતો અટકાવવાના ‘મહામોહનીય કર્મના ભક કાર્યને કરે? એટલે આ વાંચનારને આગ્રહપૂર્વક નિવેદન છે કે તેઓએ આજ સુધીમાં અજાણપણે એવા પાપકૃત્વમાં ભાગ લીધો હોય, તો પણ તેનો પશ્ચાત્તાપ કરી, ગીતાર્થ ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત્ત લઈને ભવિષ્યમાં તેવા આત્મઘાતક ક્યથી પોતાના આત્માને બચાવી લેવો. બાકી જેઓ દીક્ષા વિરોધને અંગે પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીની પણ અવહેલના કરી રહ્યા છે, તેઓએ તો જ્યાં અસત્યસેવનને કર્માવરણનો ભય જ છોડ્યો છે, ત્યાં તેમને આવા કર્મનો ડર જ ક્યાં લાગવાનો છે? પરંતુ એના વિપાક વખતે એમની જે ફ્રણ હાલત થવી છે, એની કલ્પના પણ પ્રકંપ ઉપજાવે છે. તેવાઓ એમનાં પાપ કૃત્યોમાં ફાવી જઈને ધર્મધ્વંસ કરી શકે, તે પૂર્વે ધર્મીઓએ તો એનો દરેક રીતે પ્રતિકાર કરવો જ જોઈએ અને સાથે જ તેવા પરલોક અને પાપકર્મથી નીડર બનેલાઓની ભાવદયા પણ ચિંતવવી જોઈએ. રાજકીય ચળવળનો વિરોધ? પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી સામે ગાવવામાં આવેલા અનેકાનેક ઉધમાતમાં એક એ પણ છે કે, તેઓશ્રી રાજકીય ચળવળના વિરોધી છે. આ વાત પણ પહેલાંની વાતો જેટલી જ અજ્ઞાનતાભરી અને તેટલી જ અસત્ય છે. જૈન સાધુઓના આચાર જ એવા છે કે, તેમને રાજકીય ચળવળ સાથે કાંઈ જ સંબંધ ન હોય. તેઓનું જીવન ધર્માચારમય હોય છે. તેઓનો ઉપદેશ ધર્મ સંબંધી જ હોય છે અને તેઓ માત્ર ધર્મતત્વના પ્રચારમાં જ mતનું કલ્યાણ માની mતમાં વિચરે છે અને તેથી જ જ્યાં જ્યાં ધર્મને નામે ધર્મઘાતની પ્રવૃત્તિઓ મંડાતી હોય, ત્યાં અશાન વિશ્વ મૂંઝાઈને ઉન્માર્ગે ન દોરવાઈ જાય તે પૂરતો જ તેઓ એ વિષયનો સત્ય સ્ફોટ કરે છે અને તેથી તેને રાજકીય ચળવળનો વિરોધ કહેવા કરતાં, અધર્મનો વિરોધ જ કહેવો જોઈએ. હિંદમાં ચાલેલી છેલ્લી કાયદા ભંગની ચળવળ પ્રસંગે જે રીતે દેશહિતના કાર્યમાં કલ્યાણ માનનારાઓ તરફથી પતિને પત્ની છોડવાનું, પુત્રને માતાપિતાની આજ્ઞાની અવગણના કરીને પણ જોડાવાનું, સ્નેહી-સંબંધીને ગ્રંથ અને ગ્રંથકાર Page #46 -------------------------------------------------------------------------- ________________ તવાનું ને મોત માટે તૈયાર રહેવાનું સૂચવાયું હતું. તે સંબંધી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ વિવેચન કરીને એ રીતે અપાતી અને લેવાતી સ્વ-પર કલ્યાણ કરનારી દીક્ષાનું પણ પ્રતિપાદન ક્યું હતું. આ સિવાય તેઓ શ્રીમદ્ કાંઈ જતે સંબંધી વધા ન હતા, પરંતુ મુંબઈમાં સ્થપાયેલા ધર્મદ્રોહી જૈન યુવક સંઘે જેમ ઘણીવાર જૂઠાણાંઓ દ્વારા પૂ. પ્રવચનકાર મહાત્માની સામે જૈન કુલાંગારને છાજ્યાં લખાણો લખ્યાં હતાં, તે જ રીતે ચાલુ રાક્કીય ચળવળની ઓથ શોધીને, તદ્દન જૂઠાણાંભરી બાબત પ્રસરાવી હતી કે - 'પૂ. પ્રવચનકાર મહાત્મા યંત્રવાદને પોષે છે. સ્વદેશીને નિંદે છે, તક્લી ફેરવવામાં મિલના સંચા કરતાંય વધારે પાપ કહે છે અને ગાંધીજીને મીઠા ચોર કહી મીઠાના કાયદા ભંગની પ્રવૃત્તિને નિંદે છે.' આવા ભાવાર્થનું લખાણ એની દૈનિક શૈલી મુમ્બ તદ્દન ગલીચ ભાષામાં મૂકવામાં આવ્યું હતું અને પોતાની લાગવગવાળાં પત્રોમાં પણ એનું પ્રકાશન કરાવાયું હતું. આથી જેન કે જૈનેતર mત એ પ્રપંચનું ભોગ ન બને તેટલા જખાતર, તા. ૨૯-૩-૩૦ને દિને પોતાનું દૈનિક પ્રવચન પૂર્ણ કરતાં પૂર્વે જે ખુલાસો પૂ. પ્રવચનકાર મહાત્માએ કર્યો હતો, તે પોતાની સંપાદકીય નોંધ સાથે જૈન પ્રવચનના સંપાદકે પ્રગટ કર્યો હતો. તે આ રહ્યો : જાણકાર'ના તખલ્લુસથી જૈન યુવક સંઘ પત્રિકા'એ ફેલાવેલી તદન બનાવટી અફવા ! મુનિપ્રવરશ્રી વિરોધીઓના આંતર સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. મુંબઈમાં સ્થપાયેલા જૈન યુવક સંઘની ધર્મનાશક પ્રવૃત્તિથી કોઈ અજાણ્યું નથી. તેણે પૂજ્ય મુનિ મહારાજનેનિંદવાની પ્રવૃત્તિઓ કરવામાં આજસુધી કશી જકમીના નથી રાખી. પોતાના પરમ ગુરુદેવોની છત્રછાયા નીચે અહીં લાલબાગમાં વિરાજ્યા મુનિપ્રવર શ્રીમદ્ રામવિજ્યજી મહારાજ કે જેઓ ઉન્માર્ગોનું ઉમૂલન કરનારી અને મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારી દેશના નિરંતર આપી રહ્યા છે, તેઓને હલકા પાડવા માટે અને તેઓની દેશના અટકાવવા માટે અનેકાનેક પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ નીવડવાથી, હાર્યો જુગારી બમણું રમે એ કહેવત અનુસાર એક છેલ્લો દાવ ખેલવામાં આવ્યો છે અને તે દ્વારા ઇડ્યું છે કે – મુનિવર શ્રીમદ્ રામવિજ્યજી મહારાજકોઈપણ રીતે હલકા પડે અને આપણે આપણું ધાર્યું કરી શકીએપણ તેઓની તે ધારણા આકાશકુસુમ મેળવવા જેવી છે. આ છેલ્લા દાવમાં તેઓએ ભયંકર જૂઠનું સેવન કરવા સાથે મૂર્ખતાનું પણ વિચિત્ર પ્રદર્શન કર્યું છે. તે દર્શાવવા માટે બુધવાર, તા. ૨૯-૩-૩૦ના દિવસે વ્યાખ્યાન સમાપ્ત થવા અગાઉ મુનિપ્રવરશ્રીએ જે ખુલાસો કર્યો છે, તે જ્યતાની જાણ માટે નીચે રજૂ કરવામાં આવે છે: ગ્રંથ અને ગ્રંથકાર Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિપ્રવરશ્રીનો ખુલાસો : “નિરંતર વ્યાખ્યાનમાં આવતા તમે જાણો જ છો કે - વર્તમાન રાજદ્વારી હીલચાલના સંબંધમાં, તે હીલચાલમાં પ્રકટ થયેલી આપણને હિતકારી એક બે બાબતો સિવાય, કોઈ પણ દિવસ આપણે કશું જ બોલ્યા નથી. વિરોધ કરનારાઓએ આજ સુધી અનેક રીતે વિરોધ કર્યો, પણ તેઓ તદ્દન ઉન્માર્ગે હોવાથી જરા પણ ફાવી શક્યા નથી. એકાંત હિતબુદ્ધિથી કહેવાયેલા એક વાક્યને ઉપાડી ઠામ ઠામ દોડાદોડ કરી અને વસ્તુસ્થિતિથી અજ્ઞાન લોકોને ભેળા કરી ઠરાવો કર્યા અને કાગળના ધોડે તે ઠરાવોને દોડાવ્યા. પણ તેમાંયે તેઓએ ભયંકર નિષ્ફળતા મેળવી અને પરિણામે એ ચળવળના એક આગેવાનને કબૂલ કરવું પડ્યું કે - “દારૂ-ઈંડા પ્રકરણની ચર્ચા કોઈ તત્વ ઉપર ઊભી થયેલી નહોતી, તેથી તેને લગતી આખી હીલચાલમાં આપણે પહેલેથી છેલ્લે સુધી ખાલી આવેશને વશ બનીને ધમાલ કરી છે, એમ કહ્યા વિના નહિ ચાલે અને તેથી જ આપણે આ બાબતમાં જૈનેતર વર્ગમાં ભારે હાંસીપાત્ર બની રહ્યા છીએ, એમ તટસ્થ જોનારને કબૂલ કરવું પડશે. પ્રવચનકાર કે ઉપદેશકારને આવી રીતે ઉપદેશ કરવાનો હક્ક છે. પ્રસ્તુત ચર્ચા “નિરર્થક હતી અને અનર્થકારક બની છે” વગેરે. આ ઉપરાંત વ્યાખ્યાન બંધ કરાવવા માટે પણ બધે ફરી વળ્યા, પણ તેમાંય પાછા પડવાથી હવે તેઓ એક નવો જ દાવ ખેલી જુએ છે અને કોઈ પણ રીતે ધૂળ ઉડાડવાનો કૂટ પ્રયત્ન આદરે છે. એઓએ જોયું કે - અત્યારે સત્યાગ્રહની હીલચાલ જોશભેર ચાલી રહી છે, એટલે તેને માટેના કંઈક અયોગ્ય શબ્દો મહારાજના મુખમાં મૂકીએ, તો આપણી ફાવટ થાય એમ માની એક અથડામણ ઊભી કરનારો કિસ્સો ઉપસ્થિત કર્યો છે. પણ એ કિસ્સો ઊભો કરવાની ઘેલછામાં અને તેની પ્રસિદ્ધિ કરી લેવાના તાનમાં તેઓ એ પણ ભૂલી ગયા કે, શ્રી ક્લેિશ્વર દેવના પ્રવચનને પામેલો અને પ્રભુમાર્ગને જાણનારો એવું ગાડું ન જ બોલે, કે ગ્રંથ અને ગ્રંથકાર 35 Page #48 -------------------------------------------------------------------------- ________________ જ ચારના વચ્ચે પુરવાર કરવુ ભાર પડ : પણ બિચારા વિરોધ કરનારા સીધો હલ્લો ન લાવી શકે, એટલે બનાવટી વાતો ન નીપજાવે તો બીજું કરે પણ શું? હું તો રોજ કહું છું કે, દુનિયાની કાર્યવાહી સાથે સાધુઓને કશું જ લાગતું વળગતું નથી. સાધુ તો સારાય સંસારને એટલે કે રાજ્ય, ઋદ્ધિ, સિદ્ધિ અને સાહ્યબી વગેરે તમામને અસાર માને છે : કેવળ એક મોક્ષને જ વાસ્તવિક રીતે સારભૂત માને છે. શ્રી જિનેશ્વર દેવે એ જ કહ્યું છે અને અમે પણ એ જ માનીએ છીએ અને અહીં આવે એને રોજ એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન અને ચારેત્ર સિવાય ચોથી કોઈ વસ્તુની વાત આપણે કરતા નથી. માત્ર એ રત્નત્રયીનું જ મંડન કરીએ છીએ. આથી તો વિરોધીઓ સમજ્યા કે “અહીં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સિવાયની ચોથી વાત જ થતી નથી. એટલે જ એ લોકોએ નવો દાવ ફેંક્યો અને આ (મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા) પત્રિકામાં “જાણકાર'ના તખલ્લુસથી જાહેર કર્યું કે - “રામવિજયજી કહે છે કે – “આ લડતમાં ગાંધીને પૈસાની કે માણસની મદદ કરવી તે પાપ છે, કારણ ગાંધી મીઠાની ચોરી કરવા જાય છે, તેથી શ્રાવકોનો ચોરીમાં કદાપિ કોઈ પ્રકારનો સાથ હોય જ નહિ.” તેમજ “ખાદી ન પહેરવાની બાધા આપી રહ્યા છે - વગેરે આ પ્રમાણેની જાહેરાત કરીને તેઓએ પોતાની જાતને બરાબર ઓળખાવી છે. સત્યાગ્રહની હીલચાલના નાયક પોતે જાતના ચોગાનમાં ખુલ્લું કહીને જાય છે, પોતાને કેમ પકડતા નથી એવી દાંડી પીટી પીટીને જાય છે, એંસી જણ સાથે ન પકડે તે એંસી હજાર સાથે કેમ પકડશે? – એમ કહીને આવી ખુલ્લી રીતે જનારને કોઈ પણ ચોર કહે ખરો ? ખરેખર, આ પત્રિકાના કાઢનારાઓએ બુદ્ધિનો સહેજ પણ ઉપયોગ કર્યા વિના જ આ લખાણ પ્રગટ કર્યું છે. ઈર્ષ્યાથી આવી રીતે પામર આત્માઓ બનાવટી વાતો ઉભી કરે છે. આ બધું કહેવાની આપણને જરૂર નહોતી, પણ આ લોકોએ આપણને ફરજયાત બોલવાનો પ્રસંગ આપ્યો છે. જે વખતે જે પ્રવૃત્તિ ચાલતી હોય, તેના ઓઠા તળે વિપ્લવ ળાડવાની એઓની દુષ્ટ મનોવૃતિ | 361 ગ્રંથ અને ગ્રંથકાર Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ થાય છે. જૈન યુવક સંઘના સેક્રેટરીઓ સોલીસિટર, પ્રોફેસર અને અન્ય ડિગ્રીઓને ધારણ કરનારા છે ઃ એના સભ્યોમાં પણ એલ. એમ. એન્ડ એસ. કે એમ. બી. બી. એસ. વગેરે ડિગ્રીધરો છે : પરંતુ દુર્ભાવના જાગે ત્યારે વિદ્યાનો દુરુપયોગ કરવાનું જ મન થાય છે, તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. દુર્ભાવનાને આધીન થયેલો ખોટું બોલતાં કે લખતાં જરાયે અચકાતો નથી, પરંતુ હું કહું છું કે - આથી એમની પ્રતિષ્ઠા ઘટે છે અને ડિગ્રીઓ લાજે છે. જેમના પગલે ચાલવાનો તેઓ દેખાવ કરે છે, એમણે તો કહ્યું છે કે - ‘આ લડત શરૂ થયા પછી ભણનાર વિદ્યાર્થી, કોલેજીયન, વકીલ અને વેપારી જો સ્કૂલ, કોલેજ, કોર્ટ કે દુકાન ન છોડે તો તે દેશના દ્રોહી છે.” હવે વિચાર કરશો તો માલૂમ પડશે કે – દેશના વાસ્તવિક દ્રોહી કોણ છે ? જેઓ આજે વાતો કરે છે, તેઓને તપાસો તો વસ્તુતઃ દંભ જણાઈ આવશે. દેશની હીલચાલના નાયકો આવાઓને સારી પેઠે ઓળખે છે. દેશનાયકો જે કોલેજોને પોષવાની પોકારી પોકારીને ના કહે છે, તે કોલેજોને આ લોકો જ પુષ્ટ કરી રહ્યા છે. હિંસા કરીને પણ ડાક્ટરી લાઈન ચલાવી રહ્યા છે, એ શું ઓછું શરમભર્યું છે ? જે સમયે રાજ્કીય પ્રવૃત્તિમાં પણ અહિંસક રહેવાની ઉદ્ઘોષણાઓ થાય છે, તે સમયે વિદ્યાભ્યાસમાં પણ હિંસાનું સમર્થન કરનારા આ લોકો જ છે. કોર્ટમાં ગયા વિના એક દિવસ પણ રહી શકતા નથી, રાજ્યનાં ખાતાઓને એ નિભાવે છે, કારખાનાઓ ખોલાવે છે અને વળી દેશભક્તિના દાવાઓ પણ એઓ જ કરે છે ! દેશહિતથી વિપરીત વર્તન કરનારા આ ડિગ્રીધરો છે કે જૈન સાધુઓ છે - તે ાતથી અજાણ્યું નથી. તેમનામાંના કેટલાયે વકીલાત છોડી ? કેટલા ઘર છોડી ગયા ? કેટલા જેલમાં જ્વા તૈયાર થયા ? હું તો કહું છું કે - દેશની સુલેહ થાય ત્યારે દેશદ્રોહી તરીકેના પ્રથમ ચાંદને લાયક આવાઓ જ ઠરશે. આપણે તો કહી શકીએ તેમ છીએ કે - અમે ધર્મક્રિયાઓમાં રક્ત હતા, દર પંદર દિવસે દેશની, દેશનાયકોની, પુરજ્મોની અનેાભરની શાંતિ માટે ‘શાંતિર્ભવતુ'ના પાઠથી શાંતિ ઇચ્છતા હતા. દુનિયાભરની શાંતિ માટે અમારી પ્રાર્થના ચાલુ ગ્રંથ અને ગ્રંથકાર 37 Page #50 -------------------------------------------------------------------------- ________________ જ હતી.” એટલે દેશ તથા દુનિયા માટે આપણી પ્રવૃતિ તો ઉપકારક છે. યંત્ર, મિલ, કારખાના - એ બધાને જૈન શાસનમાં પાપ માનેલ છે. જૈન ધર્મની દષ્ટિએ પંદર કર્માદાન (હિંસક વ્યાપારો)ના આપણે સખ્ત વિરોધી છીએ. વર્તમાનમાં આરંભ-સમારંભને વધારનારું છે શિક્ષણ દુનિયામાં અપાઈ રહ્યું છે, તેની તો જૈન સાધુઓ ના પાડતા જ આવ્યા છે. આજે દેશના નામે વાતો કરનારા એ શિક્ષણ છોડી શકતા નથી, એનું શું કારણ છે ? શું તમને એમ નથી લાગતું કે - આ વાતો કરનારાઓને કાંઈ પણ અમલ નથી કરવો અને માત્ર ધર્મ પ્રત્યે જ વૈર કેળવવું છે ? મારી તમને સલાહ છે કે – એવાઓને ઝપાટે ચડી ધર્મને ન ભૂલશો. ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ ! ધર્મ ભૂલીને દેશની કે કશાની આબાદી કોઈ કરી શક્યું નથી, કરી શકતું નથી અને કરી શકશે પણ નહિ. દેવ-ગુરુ-ધર્મને આઘા મૂક્યા તો બરબાદ થશો અને ગાંડામાં ખપશો. પરમતારક શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન થાય એવી બધી જ પ્રવૃતિ કરો અને એ આજ્ઞાનો ઘાત થાય એવી પ્રવૃત્તિઓને છોડી ઘો! એ પરમતારકની આજ્ઞાના સેવમાં જ સ્વનું, પરનું અને સમસ્ત વિશ્વનું કલ્યાણ સમાયેલું છે.” ગાંધીજી વિરુદ્ધ પ્રચારકાર્ય ? ઉપરના પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ કરેલા ખુલાસામાં અનેક બાબતો તેઓ શ્રીમદે સ્પષ્ટ કરી છે. ધર્મદ્રોહીઓ એવી એવી અનેકવાર જુઠાણાંની જાળ બીછાવવામાં પણ આખરે ખુલ્લા પડી જાય છે. તેઓ રાક્કીય ચળવળનો બીજી રીતે પણ લાભ ઉઠાવે છે - ઉઠાવવા તરફડીયા મારે છે અને પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી - ગાંધીજીની નિંદા કરે છે' - એવું અસત્ય પ્રચારે છે. કોઈ પણ રાજકીય નેતાએ પોતાના તે વ્યક્તિત્વનો લાભ લઈને કોઈજધર્મને અંગે અશાનપણે ટીકા ન જ કરવી જોઈએ. છતાં ગાંધીજી તેથી અલિપ્ત રહ્યા નથી અને તેમણે અનેક વાર ધાર્મિક ચર્ચાઓમાં ભાગ લઈને તેમજ પોતાની માન્યતાના સમર્થનમાં ધર્મસિદ્ધાંતો વિષે ઉન્માર્ગગામી ચર્ચા કરીને, ધર્મ પુરુષોને તેનું ખંડન કરી ન્મતા સમક્ષ સત્ય સ્વરૂપ રજૂ કરવાનાં કારણો આપ્યાં છે. એમણે કરેલી અહિંસાની વ્યાખ્યા જૈન ધર્મની અહિંસાને બંધબેસતી નથી અને તેથી જ કૂતરાં ઉપરના ગોળીબાર પ્રસંગે, વાછરડાની કરવામાં આવેલી હત્યાના પ્રસંગે, વાંદરાઓને 38 ગ્રંથ અને ગ્રંથકાર Page #51 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહ આશ્રમનાં શાક બચાવવા માટે મારવાના પ્રસંગે, તેમ જ બીજા ઘણા પ્રસંગોએ તેઓએ જૈન ધર્મની અહિંસાને નિષ્કારણ સંડોવી ગેરસમજ ઊભી કરી હતી. આવા પ્રસંગે ધર્મધ્વંસને નહિ ઇચ્છતા પૂ. પંન્યાસપ્રવરશ્રી જેવા મહાત્માઓ એ વિષયમાં યોગ્ય ખુલાસો કરે, એ કાંઈ ગાંધીજીની નિંદા નથી અને જો એને જ નિંદા કહેવામાં આવે તો પરિણામે ગાંધીજી ખુદ પણ નિંદા કરનાર ઠરે તેમ છે. પરંતુ કોઈનાય અધાર્મિક વિચારોના પ્રચારથી ભદ્રશ્નો જો ઉન્માર્ગે દોરવાઈ જાય તેમ હોય, તો ઉપકારી મહાપુરુષ અવશ્યમેવ તેનો પ્રતિકાર કરે જ. બાકી જેઓ પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીને ગાંધીજીની નિંદાને નામે જ વગોવવા ઇચ્છે છે, તેઓ કોઈ પણ પ્રસંગે તેઓ શ્રીમદે ઉચ્ચારેલા શબ્દો રજૂ કરી શક્યા નથી અને છતાં વગર પ્રમાણો ટાંક્ય લાગ્યું તો તીર નહિ તો થોથું' એ ન્યાયે તેમની અધમ પ્રકૃતિ મુજબ તદ્દન જૂઠાણાંભર્યું પ્રચારકાર્ય કર્યું જાય છે. એટલે અત્રે સાફ સાફ કહી દેવું જરૂરી છે કે - પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીને એ રાક્કીય ચળવળની કે ગાંધીજીની નિંદા કરવાની કાંઈજ જરૂર નથી તેઓ કરે જનહિ એઓશ્રીના પ્રત્યેક પ્રયત્નનું ધ્યેય એક માત્ર ધર્મપ્રચાર જ હોય અને છે. કેળવણીનો વિરોધ ? આ ઉપરાંત પૂ. પ્રવચનકાર માત્માશ્રીને વગોવનારાઓ, એઓશ્રીને કેળવણીના વિરોધી તરીકે ચીતરવાની પાછળ પણ પોતાની શક્તિનો દુર્વ્યય કરવાનું ચૂકતા નથી. જે પૂ. પ્રવચનકાર મહાત્મા અનંત જ્ઞાનીઓની આજ્ઞાઓ સમજીને જીવનમાં ઉતારવામાં જ આત્મલ્યાણ સમજ્યા હોય અને જેઓ સમ્યજ્ઞાનને મોક્ષ પ્રાપ્તિમાં અનિવાર્ય દર્શાવતા હોય, તેઓશ્રીના ઉપર “કેળવણીના વિરોધી' એવો કરવામાં આવતો આક્ષેપ ક્યાંથી સત્યાંશવાળો પણ હોય ? જેઓ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલાં - “ નારગોરા” “પહેલું જ્ઞાન ને પછી કિયા, નહિ કોઈ જ્ઞાન સમાન રે” “જ્ઞાન - ક્રિયાઓ મોક્ષઃ ” “જ્ઞાની જે કર્મનો ક્ષય ક્ષણ માત્રમાં કરે, તે કર્મનો ક્ષય કરવાને અજ્ઞાની પૂર્વ કોડ વર્ષ લગી મથે તોય ક્ષય ન થાય.” “સપન-જ્ઞાન-ન્નિજિ મોક્ષના ” ગ્રંથ અને ગ્રંથકાર 39 Page #52 -------------------------------------------------------------------------- ________________ જેવાં સુવાક્યોના પ્રતિપાદનમાં અનેકાનેક પ્રવચનો આપીને mતને સજ્ઞાન મેળવવાની પુનઃ પુનઃ પ્રેરણા કરતા હોય, તે પૂ. પ્રવચનકાર મહાત્માને કેળવણીના વિરોધી જ્ઞાવવા, એમાં સિવાય અજ્ઞાન બીજું કાંઈ જ નથી. પરંતુ આજે તો એ ધર્મદ્રોહીઓ પોતાની દરેક પ્રવૃત્તિને ધર્મપ્રવૃત્તિ તરીકે જ પોષવા ઇચ્છે છે અને ભદ્ર જ્યતાના ધર્મપ્રેમનો લાભ લઈ પોતાની દુર્લાલસાને પોષવા મથે છે. તેઓ અર્થ અને કામની રસિકતાને વધારનારી કેળવણીને પણ “સમ્યજ્ઞાનનું ઉપનામ આપવા માગે છે અને એ રીતે ભયંકર ઝેરને અમૃતના ઉપનામે ખપાવવા ચાહે છે. પૌદ્ગલિક પદાર્થોના મમત્વને કેળવતી કેળવણીને કોઈ જસમ્યજ્ઞાન” કહી શકે નહિ, કારણકે, જ્ઞાની પુરુષોએ જ્ઞાનસ્ય ૐ વિરતિઃ' જ્ઞાનનું ફળ વિરતિ હોઈ શકે તેમજ“સા વિદ્યા યા વિમુpવે” “તે જવિધા કહેવાય કે જે મુક્તિને માટે થાય આવાં કથન દ્વારા “સમ્યજ્ઞાન કોને કહેવાય તે દર્શાવ્યું છે. આથી જ વિરતિને નહિ પેદા કરનાર જ્ઞાનને અજ્ઞાન તરીકે વર્ણવ્યું છે. બાકી સમ્યજ્ઞાન અને મિથ્યાશાનની પરીક્ષા એક રીતે થાય કે - જે જ્ઞાનપ્રાપ્તિથી વિરતિની ભાવના પેદા થાય તે સમ્યજ્ઞાન અને જે જ્ઞાનપ્રાપ્તિથી સાંસારિક વાસનાઓ મે તે મિથ્યાજ્ઞાન, મિથ્યાજ્ઞાનના યોગે મનુષ્યની માનવતા પરાય છે, જ્યારે સમજ્ઞાનના યોગે એની પ્રભુતા વિકસે છે. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીને 'બળ'ના, “વિદ્યાના કે વિજ્ઞાનના વિરોધી તરીકે ચીતરનારાઓને તેઓશ્રીના જ શબ્દો સમર્પવા ઠીક છે. આ રહ્યા છે : “અમે બળના, વિદ્યાના કે વિજ્ઞાનના વિરોધી નથી. પણ વિઘાના, વિજ્ઞાનના, ઉન્નતના કે બળના નામે, મનુષ્યને મનુષ્ય મટાડી રાક્ષસ બનાવાતા હોય, તો એના અમે કટ્ટર વિરોધી છીએ. જે વિદ્યા, જે વિજ્ઞાન અને જે બળ પ્રભુના માર્ગથી આત્માને પરાક્ખ બનાવે, તે વિદ્યાને, વિજ્ઞાનને કે બળને વખાણવા અમે હરગિજ તૈયાર નથી. જે વિજ્ઞાન, જે વિદ્યા અને જે બળ પાપભીરુ બનાવવાને બદલે પાપમાં રક્ત બનાવે, આરંભ-સમારંભમાં થઈ જતી કંપારીને રોકી નાંખે, વીતરાગના વચન ઉપરની શ્રદ્ધાને નષ્ટ-ભ્રષ્ટ કરી નાંખે અને આત્માને ત્યાગ ધર્મ તરફ વળતો અટકાવી સંસારના રાગમાં મહાલતો બનાવે, એ વિદ્યા, વિજ્ઞાન કે બળ જરૂરી કે હિતકર છે, એમ તો અમારાથી 40 ગ્રંથ અને ગ્રંથકાર Page #53 -------------------------------------------------------------------------- ________________ કદી જ નહિ કહેવાય. જે વિદ્યા અને વિજ્ઞાન સત્ય સાંભળવા જેટલા સહનશીલ પણ ન બનાવી શકે અને માત્ર પોતાના જ કલ્પિત વિચારોના પૂજારી બનાવી, સત્યની સામે કલ્યાણના માર્ગની સામે બળવાખોર બનાવે, એને વિદ્યા કે વિજ્ઞાન તરીકે કેમ જ ઓળખી શકાય ? બાકી તમે નિર્બળ થાઓ - ઢીલાઢફ થાઓ એવું કોઈ ઇચ્છે ખરું ? તમે વિદ્યા ન ભણતાં મૂર્ખા રહો એમ અમે ઇચ્છીએ ? તમને દુઃખી જોવાનો અમારો ઈરાદો હોય ? તમને દુઃખી જોવા ઇચ્છનાર ભગવાનશ્રી મહાવીરના શાસનમાં રહેવાને લાયક નથી. તમને સુખી, વિદ્યાવાન્, કળાવાન્ જોવા ઇચ્છીએ, પણ કઈ રીતે ? પ્રભુના માર્ગમાં રહીને, પણ અયોગ્ય માર્ગે નહિ.” પરમ શાસન પ્રભાવક : આ રીતે ધર્મદ્રોહીઓ દ્વારા પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી ઉપર કરાતા આક્ષેપો કેટલા અસત્યપૂર્ણ, કેટલા ધર્મદ્વેષભર્યા અને કેટલા દુર્બુદ્ધિથી ભરેલા છે, તે આપણે વિચારી ગયા. આ બધા ઉપરથી એક તારવણી અવશ્યમેવ નીકળે છે કે - “પૂ. પ્રવચનકાર મહાત્મા એક ‘મહાન્ શાસન પ્રભાવક' છે.” શાસન પ્રભાવક તે જ થઈ શકે કે, જે પોતાને મળેલી સામગ્રીનો ઉપયોગ કેવળ શાસન પ્રચારણાર્થે કરે છે. આ. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ તો પોતાનું સારું ય જીવન શાસનને ચરણે સમર્પી દઈને, પોતાની ઈજ્જનો ભોગ આપીને, પોતાની પ્રભાભરી વ્યાખ્યાનશક્તિનો જ્નતામાં જૈન શાસનની પવિત્ર માન્યતાઓના પ્રચારાર્થે ઉપયોગ કરીને અને ધર્મવિરોધીઓના અનેકવિધ વિપ્લવોને હસતે મુખે વધાવી લઈને, ‘સહનશીલતા’ને ‘મક્કમતા’ પૂર્વક આદરેલ પુણ્યકાર્યની પૂર્ણાહુતિ માટે જે ‘હેમત’ ઉઠાવી છે અને ઉઠાવ્યે જ જાય છે, એ જોતાં ‘શાસન સેવા’માં જરક્ત એ મહાત્મા આજની સદીના પરમ શાસન પ્રભાવક છે, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. જૈન ગતમાં એઓશ્રીએ જે જીવંત વૃત્તિ કેળવી છે, તે જેવી તેવી નથી. આપણે તેઓશ્રીને સાંભળતા હોઈએ ત્યારે આપણને લાગે કે - એમના રોમે રોમમાં શાસન સેવાની ભાવના ઠાંસીને ભરેલી છે. એઓશ્રીની દિનચર્યા પણ ખરે જ આશ્ચર્યકારી છે. સવારના ચારથી રાતના અગીયાર સુધી ધર્મક્રિયાઓનું સેવન, વ્યાખ્યાનદાન, શંકાનિવારણ, પઠન-પાઠન વગેરે કાર્યો, તેઓ પ્રમાદરહિત બની કર્યે જ જાય છે : નથી કંટાળો અનુભવતા કે નથી એમને થાક લાગતો. આવા એક પુણ્ય પુરુષના પરિચય માટે તો જેટલું લખાય તેટલું થોડું ગ્રંથ અને ગ્રંથકાર 41 Page #54 -------------------------------------------------------------------------- ________________ જ ગણાય અને એઓશ્રીની જાણ આપવા માટે જો ધારીએ તો ગ્રંથોના ગ્રંથો પણ ભરી શકાય. વંદન એ શાસન પ્રભાવક મહાત્માને ! મહાન સાહિત્યકાર : આ પૂ. પ્રવચનકાર મહાત્મા જેમ એક પરમ ધાર્મિક પુરુષ તરીકે અમર બન્યા છે, તે જ રીતે તેઓશ્રી ભાવિકાળમાં એક મહાનું સાહિત્યકાર તરીકે પણ પ્રજામાનસમાં જીવતા રહેવાના છે. તેઓશ્રીનાં પ્રવચનોના દર અઠવાડીયે માત્ર ત્રણ જ ફરમાં પ્રસિદ્ધ થાય છે, જ્યારે દર અઠવાડીયે તેઓશ્રીનાં પ્રવચનોનું પ્રમાણ દસથી પંદર ફરમાં જેટલું થાય છે. વધુમાં તેઓશ્રી દ્વારા થતું સાહિત્યનું સર્જન જેમ સુવિશિષ્ટ છે. તેમ ચેતનતાભર્યું પણ છે. આજનું લૌકિક સાહિત્ય જ્યારે mતની અર્થ-કામની નાશક તૃષ્ણાને વધારી રહ્યું છે, આજનું સામાજિક સાહિત્ય જ્યારે ધર્મ સામે વિપ્લવવૃત્તિ કેળવી રહ્યું છે, આજનું રાક્કીય સાહિત્ય જ્યારે બળવાખોર માનસનું ઘડતર કરી રહ્યું છે. ત્યારે આ સાહિત્ય કેવળ ધર્મવૃત્તિ-સાત્ત્વિક વૃત્તિ જ કેળવી રહ્યું છે. એક પણ દુર્ગુણના આગમનનો ભય નહિ અને કેવળ સદ્ગુણ કેળવવાની સંભાવના અને જેમ આ સાહિત્ય વર્તમાનમાં લોકની દુર્ભાવનાને ભેદનાર નીવડ્યું છે. તેમજ ભવિષ્યને માટે પણ તે પ્રજાના માનસમાં સદભાવનાનાં અંકુરા પેદા કરવામાં મુખ્ય ભાગે રહેશે, એમ કોઈ પણ કહી શકે તેમ છે. એટલે ભવિષ્યની પ્રજા પણ આ પૂ. પ્રવચનકાર મહાત્માની ઝણી જ રહેશે અને એઓશ્રીની મહાન સાહિત્યકાર તરીકેની ગણના ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે નોંધાશે. અમરતાના ઉપાસકો એમની શિષ્ટ પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે વિના ઇચ્છાએ પણ અમર બને છે, એ સમજવા માટે આ પૂ. પ્રવચનકાર મહાત્માનું જીવન કદાચ આદર્શરૂપ લેખાય. ગ્રંથ પરિચય : જૈન શાસ્ત્રકારોએ કાળની ગણનામાં “અવસર્પિણી કાળ અને ‘ઉત્સપિણી કાળ, એમ બે મહાન યુગ દર્શાવેલા છે. અવસર્પિણીના છ આરા અને ઉત્સર્પિણીના છે આરા અવસર્પિણીના આરાઓ વખતે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં દિવસે દિવસે હાસ થતો જાય અને ઉત્સર્પિણીમાં વૃદ્ધિ થતી જાય. દરેક ઉત્સર્પિણીને અવસર્પિણીમાં ચોવીશ ચોવીશ શ્રી તીર્થંકર દેવો થાય છે કે, જેઓ દુષ્કર ચારિત્ર સ્વીકારી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ત્રિકાલદર્શી બની. સર્વ વસ્તુઓના સર્વ પર્યાયોને જાણીને mતના હિતને માટે 427 ગ્રંથ અને ગ્રંથકાર Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસનની જૈન શાસનની સ્થાપના કરી, નિવૃત્તિમાર્ગનું પ્રતિપાદન કરે છે. સર્વ પદાર્થોની પ્રરૂપણા કરે છે અને મિથ્યામાર્ગનું ઉમૂલન કરે છે. ચાલુ અવસર્પિણીના પાંચમા આરામાં પરમ તીર્થંકરદેવ શ્રીમદ્ મહાવીર વિભુએ સ્થાપેલું શ્રી વીર શાસન આજે પ્રવર્તી રહ્યું છે. શ્રી તીર્થંકરદેવના પટ્ટશિષ્યો શ્રી ગણધર ભગવાન કહેવાય છે અને તેઓ પ્રવ્રક્નિ થયા બાદ પ્રભુને પૂછે છે કે - “મજાવં ! કિં તત્ત?” – “પ્રભો! તત્ત્વ શું? – ત્યારે પ્રભુ એ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવે છે કે : “વફા ” – “ઉત્પન્ન થાય છે.” – આથી ગણધર ભગવાન પુનરપિ એનો એ પ્રશ્ન પૂછે છે, ત્યારે પ્રભુ ફરમાવે છે કેઃ વિખેર વા" – નાશ પામે છે.' – આ પછી ગણધરદેવ ત્રીજી વાર એ જ પ્રશ્ન કરે છે, ત્યારે પ્રભુ ફરમાવે છે કેઃ “યુવેર વા” – સ્થિર રહે છે.” આટલી ત્રિપદી ઉપરથી શ્રી ગણધર ભગવાન દ્વાદશાંગીની રચના કરે છે. એ દ્વાદશાંગી પૈકીનું પહેલામાં પહેલું અંગસૂત્ર તે “શ્રી આચારસંગ છે. આના મૂળ કહેનાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ : તેની રચના કરનાર પ્રભુના પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામીજી : નિર્યુક્તિની રચના કરનાર શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી અને તેની “શ્રી ગંધહસ્તિઓએ રચેલા શસ્ત્ર પરિણાવિવરણ ઉપરથી ટીકા રચનાર શ્રી શીલાંકસૂરિજી મહારાજા છે. આ ગ્રંથમાં ચરણકરણાનુયોગનું વિવેચન છે. આ ગ્રંથના અવલંબન દ્વારા પૂ. પ્રવચનકાર મહર્ષિએ આ ગ્રંથમાં પ્રકાશિત થતાં વ્યાખ્યાનો આપ્યાં છે. શરૂમાં ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ રૂપે કરેલી તીર્થની સ્તુતિના વિવેચન દ્વારા તીર્થ કોને કહેવાય, તે કેવું છે અને તેને સેવનાર કઈ રીતે સેવે, એ પૂ. પ્રવચનકાર મહાત્માએ સમજાવેલ છે. આ પછી શાસ્ત્રોના રહસ્યને ક્લદીથી સમજાય તે માટે તેઓશ્રીએ વચ્ચે જ શ્રી જયવીયરાય સૂત્ર ઉપાડ્યું છે અને તેમાં રોજ સાધુ અને શ્રાવક દ્વારા પ્રભુ પાસે કરાતી માગણીઓનો રહસ્યમય ઉક્ત દર્શાવ્યો છે. આ પછી મંગલાચરણ બાદ ટીકાકાર મહર્ષિએ કરેલ અભિધેય, સંબંધ અને પ્રયોજ્યનું કથન પણ કેટલી બોધકતાભર્યું છે એ ગ્રંથ અને ગ્રંથકાર 43. Page #56 -------------------------------------------------------------------------- ________________ દર્શાવ્યું છે અને એમ આ ગ્રંથ (ગ્રંથના પ્રથમ ભાગ) સમાપ્ત થાય છે. વચ્ચે વચ્ચે તેઓશ્રીએ વર્તમાન વાતાવરણને સ્પર્શીને પણ વિવેચન કરેલ છે. તેમજ કેટલાંક આદર્શ જીવન ચરિત્રના પ્રસંગો રજૂ કરેલ છે. આ બધાની મહત્તા ! તો વાચક વાંચવાથી જ સમજી શકે. રચના પ્રસંગે : આ વ્યાખ્યાનો તેઓ શ્રીમદે પોતાના પરમગુરુદેવ તથા પૂ. ગુરુદેવ સાથે મુંબઈલાલબાગમાં વિ. સં. ૧૯૮૫ના કરેલ ચાતુર્માસ દરમ્યાન અપાયાં છે. મુંબઈમાં આ પૂ. પ્રવચનકાર મહાત્માનાં વ્યાખ્યાનોએ નવચેતના પ્રગટાવી હતી અને ધર્મદ્રોહીઓના ઉન્માદભર્યા આટલા પ્રયત્નો છતાં, પ્રવૃત્તિમય મુંબઈ નગરીમાં રોજ બે હજારથી વધુ સંખ્યામાં શ્રોતાગણ આ પ્રવચનો પ્રસંગે હાજરી આપતો. બાકી તે વખતના મુંબઈના વાતાવરણની ઝાંખી તો “જૈન પ્રવચન, ભાગ-પહેલો” નામના ગ્રંથમાં કરાવાયેલ હોઈને અને જ્જતા એથી પરિચિત હોઈને, તે સંબંધી વિશેષ ઉલ્લેખ અત્રે તેટલો મહત્વનો નથી. ‘શ્રી આચારાંગ-ધૂતાધ્યયન'નાં આ માત્ર ૨૨ વ્યાખ્યાનો જ છે, જ્યારે એની પૂરી સંખ્યા તો લગભગ પાંચસો જેટલી હોવાનું સંભવે છે. અંતિમ ઃ ગ્રંથ અને ગ્રંથકારનો પરિચય જો કે સામાન્ય દૃષ્ટિએ ખૂબ લાંબો થઈ જ્વા પામ્યો છે, પરંતુ આમાં તો માત્ર વસ્તુ નિર્દેશ જ છે અને તે આવશ્યક જ હતો. શક્ય છે કે - પાઠકો અને જિજ્ઞાસુઓ માટે આ વધુ રસપ્રદ નીવડશે. બાકી વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજા ફરમાવે છે કે - ‘શ્રોતાને લાભ થાઓ કિંવા નહિ, પરંતુ શુભાશયવાળા વક્તાને તો લાભ થાય જ છે’ - તે જ રીતે લખનારને તો એનું સુફ્ત મળી જ ગયું છે અને એની ઇચ્છા પણ એ જછે કે - વાંચનાર પણ એવું જ સુફ્ત ઇચ્છે ઃ એવી કાર્યવાહી અને એવી શુભેચ્છામાં તો એકાંતે કલ્યાણ સમાયેલું છે, કારણ કે - તેની ઉત્પત્તિ સર્વોત્કૃષ્ટ ભાવનામાંથી થાય છે અને તે ભાવના છે - “સવિ જીવ કરું શાસનરસી” (‘વીરશાસન’ કાર્યાલય તરફથી પ્રકાશિત “શ્રી આચારાંગ-ધૃતાધ્યયન” પુસ્તકમાંથી) 44 ગ્રંથ અને ગ્રંથકાર Page #57 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૩ પ્રાસ્તાવિકમ્ બીજા ભાગમાં મુખ્યત્વે મંગળાચરણના શ્લોકોના આધારે અનેક વિષયો ઉપર પ્રકાશ પાથરી પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ આ ભાગમાં શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના પહેલા સૂત્રની વિવેચનાનો પ્રારંભ કર્યો છે. સૂર્ય જે માઉસંતે' - ના મંગલ નાદપૂર્વક પરમ વિનીત સ્વ-શિષ્યોત્તમ શ્રી બૂસ્વામીને ગણધર ભગવાનશ્રી સુધર્માસ્વામીજી મહારાજા તે વાણી સંભળાવી રહ્યા છે કે, જે તેઓ શ્રીમદે પરમતારક પરહિતૈકવત્સલ પરમાત્માશ્રી મહાવીર દેવના ચરણોની સેવા કરતાં કરતાં તેઓશ્રીજીના શ્રી મુખે સાંભળેલી. આ ભાગનાં શરૂનાં ત્રણ પ્રવચનમાં એ મૂળ સૂત્રધારે ધ્યેયની શુદ્ધિ, નિયમપાલનની દઢતા, ઈન્દ્રિયવિજય, સાધુના આશીર્વાદનો પ્રકાર, ચડેલાને જ રહેતો પડવાનો ભય, વિષયકષાયનાં બંધનો અને ગુરુની ફરજ તેમજ શાસનના અંગોમાં લાગેલા સડાને દૂર કરવો અનિવાર્ય : જેવા વિષયોનું સ્કુટ વિવરણ કર્યું છે. ત્યારબાદનાં ત્રણ પ્રવચનોમાં ભગવાને આચાર (આચારાંગ) ક્યારે કહ્યું ?” એ પ્રશ્નની વિશદ્ ચર્ચા કરતાં ધર્મના પ્રભાવે સ્વયં મળતાં સુખો અને તેમાં જીવને મળતી વિરક્તિ અને માંગીને મેળવેલાં સુખમાં થતી જીવની રતિ આદિનું વર્ણન કર્યું છે. એમાં શાસનની મર્યાદાઓ તેમજ જ્ઞાનના સ્વરૂપની પીછાણ પણ કરાવી છે. સાતમાં પ્રવચનમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનનું પ્રતિપાદન કરી વર્તમાન શિક્ષણ શૈલી પર બરા પ્રહાર કરાયા છે. આઠમામાં એ જ અધ્યયનના વિભિન્ન ઉદ્દેશાઓમાં કરાયેલી વાતોને તેમજ બીજા લોકવિજય અધ્યયન અને ત્રીજા શીતોષ્ણીય અધ્યયનમાં કહેવાયેલ વાતો સુંદર રીતે રજૂ કરી છે. એમાં દુનિયાદારી સાથે સાધુનો સંબંધ, રાષ્ટ્રધર્મ શું ?, શરીરની રક્ષા કે સેવા ? ઋષભદેવ પ્રભુએ રાષ્ટ્રધર્મ કેમ ન કહ્યો ? જેવા વિષયો છણ્યા છે. નવમા પ્રવચનમાં વૃત્તિના આધારે જૈન શાસનના પાયારૂપ સમ્યવની વાત કરી ત્રીજાચોથા અધ્યયનનો સંબંધ બતાવ્યો છે. ત્યાર પછીના પ્રવચનમાં ક્યાં ક્યાં અધ્યયનો કયાં કયાં તત્તવોનાં પ્રતિપાદનને કરે છે તે પણ જણાવ્યું છે. અગ્યારમા પ્રવચનમાં ચોથા સમ્યક્ત અધ્યયનના આધારે દર્શનપૂર્વકના જ્ઞાનની જ કિંમત છે, એમ બતાવી બારમામાં પાંચમા લોકસાર અધ્યયનના વિવરણ રૂપ લોકમાં સારભૂત વસ્તુઓ કઈ કઈ છે, તે જણાવતાં આશાપૂર્વકના તપનું મહત્ત્વ, આભા સંશોધકોની હીન મનોદશા આદિ બાબતો ચર્ચા છેલ્લાં પ્રવચનમાં “શ્રુતનું અવલંબન એ જ આધાર' એ વિષયને વિસ્તારથી સ્પર્યું છે. આ ભાગમાં સળંગ-3૮ થી ૫૦ એમ કુલ-૧૩ પ્રવચનો લેવાયાં છે. આચારાંગ ગ્રંથ અને પ્રવચનકારશ્રીની સુંદરતમ પરિચય કરાવતી ‘ગ્રંથ અને ગ્રંથકાર" નામે વિસ્તૃત પ્રસ્તાવના પણ આ જ ભાગમાં અપાઈ છે. પ્રાસ્તાવિકમ 45 Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન 46 ૧ - 38 ૨ - ૩૭ આચારાંગસૂત્રમાં (ધૃતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ ત્રીજો પ્રવચન ક્રમદર્શન પ્રવચન વિષય ગ્રંથ અને ગ્રંથકાર સદાચારનું મહત્ત્વ સમજો ! ચડનારને ચડવા દો, પાડો નહિ ! ૩ – 40 એ સડાને દૂર કરો ! ૪ - 41 આગમનો સાર શું ? ૫ - 42 શ્રી જૈન શાસનની ઉજ્જ્વળ મર્યાદાઓ ૬ - 43 સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ ૭ – 44 શિક્ષણનો હેતુ શો ? ૮ – 45 બધું જ છ−કાય જીવોની રક્ષા માટે ૯ - 46 જૈન શાસનનો પાયો સમ્યક્ત્વ ૧૦ - 47 ૧૧ - 48 ૧૨ - 49 સમ્યગ્દર્શન એટલે અંકુશ ૧૩ - 50 શ્રુતનું અવલંબન એ જ એક આધાર સુસાધુની સિંહનાદ સમી શુદ્ધ પ્રરૂપણા દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉદ્યોત પૃષ્ઠ મ 1 ૧ ? ન ર ૭ 339985 56 ૯૦ ૧૦૫ ૧૨૫ ૧૪૪ ૧૬૨ ૧૭૭ ૧૯૪ સળંગ પૃષ્ઠ મ 529 545 559 573 588 604 618 633 653 672 690 705 722 Page #59 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ આઘાણ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૬. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ)અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ, ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૩. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ. કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ Page #60 -------------------------------------------------------------------------- ________________ સહથોડી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ મુંબઈ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦, વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા). હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ : ભરતભાઈ નવસારી ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી મુંબઈ ૨૩. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ મુંબઈ મુંબઈ મુંબઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧ઃ સદાચારનું મહત્ત્વ સમજો ! 38 » જ્ઞાન ભણ્યો પણ સરવૈયે શું ? શ્રી વસ્તુપાળ વગેરે પ્રભાવક શાથી બન્યા? છે થોડી પણ ક્રિયા ધ્યેયશુદ્ધિપૂર્વક કરો ! - સમ્યફ અને મિથ્યા પ્રવૃત્તિમાં નિદાન સમજો : • ચારિત્રહીન જ્ઞાની સદ્ગતિનો ભાગીદાર નથી! ૦ યોગ્યતા મુજબ જ વસ્તુ પરિણમે : • શ્રી કુમારપાળ મહારાજાનું દઢ નિયમીપણું ! • ભલાની ભાવનાએ કટુ પણ કહેવાય : જિતેંદ્રિયતાનો પ્રગટ પ્રભાવ : વિષય : ધોધશક્તિ, જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા, નિયમ જાળવવાની અનિવાર્યતા, જિતેન્દ્રિયતા સ્વપરરક્ષક. અનુયોગની આવશ્યકતા અને મુખ્ય અનુયોગ તો ચરણકરણ જ એ વાત ફરીથી પીઠિકારૂપે સમજાવી આ પ્રવચનમાં પૂજ્યપાદે જ્ઞાન ભણ્યા બાદ પણ બેયની શુદ્ધિ ન થાય અને ધ્યેયને આંબવા માટે જરૂરી પુરુષાર્થ ન થાય તેનું જ્ઞાન ભારભૂત જ છે એ વાત સરસ રીતે સમજાવી છે. કુમારપાળ મહારાજે નિયમ જાળવવા માટે સામાયિકમાં મંકોડાની કરેલી રક્ષાનો તેમજ ફરી લગ્ન ન કરવાનો પ્રસંગ, વસ્તુપાળ તેજપાળનો યુદ્ધમાં પણ પ્રથમ પ્રહાર ન કરવાનો પ્રસંગ વર્ણવ્યો છે. એક જ પ્રવૃત્તિ સારાને સારી રીતે અને નબળાને નબળી રીતે પરિણમે એમાં દોષ વસ્તુનો નથી પણ દૃષ્ટિન છે, એ વાતમાં પ્રભુ મહાવીર દેવને સંગમે કરેલો ઉપસર્ગ અને કાલસૌકરિક કસાઈની અંતિમ ક્ષણો પણ વર્ણવી. છેવટે સ્વ-પરની રક્ષા માટે મોદીનાં પત્નીએ રાજાને પ્રતિબોધ કઈ રીતે પમાડ્યો તે વાત સાથે પ્રવચન પૂર્ણ કરવામાં આવ્યું છે. મુવાક્યાતૃd • જે જ્ઞાનના યોગે આત્મા ચરણકરણાનુયોગથી પાછો હઠે તે જ્ઞાન પણ સમ્યફ નથી અને એવું જ્ઞાન આપતું શાસ્ત્ર પણ સમ્યફ નથી. • ઉત્તમ સાધના કરવી હોય, ત્યાં વાત પણ સારવાળી જ હોવી જોઈએ. સાર વિનાની વાત કરનારા અને સાંભળનારા અજ્ઞાની છે. • ધ્યેયપૂર્વક થતી ઘોડી ક્રિયાથી પણ અનુપમ લાભ મળે અને પરિણામે સાધ્યની સિદ્ધિ થાય. • ધર્મ વિનાનું શરીર, ધર્મક્રિયામાં રત નહિ એવું શરીર આત્માને ડુબાડનાર છે. • જ્ઞાન કંઈ પકડી રાખે ? બચાવે તો ક્રિયા જ. જ્ઞાન તો દિશા બતાવે, પણ ચાલવાનો અમલ તો ક્રિયા કરે. • કેવળ જ્ઞાનવાદી કે કોરો ક્રિયાવાદી નકામો, જે ઉભયને માને તેનું કામ થાય. • એક એક ધર્મક્રિયા કરતી વખતે, દુનિયાના પદાર્થો પરથી પ્રેમ છૂટવો જોઈએ અને અહીં સદ્ભાવ થવો જોઈએ, તેનું જ નામ સમ્યકત્વ. • ધર્મક્રિયા કરનારનું અંતર દુનિયાથી જુદું જ હોય. • પ્રાણીમાત્રના શિર ઉપર અંકુશ હોવો જ જોઈએ. અંકુશ વિનાના માનવી એ વસ્તુતઃ માનવી નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧ઃ સદાયારનું મહત્ત્વ સમજો ! જ્ઞાન ભણ્યો પણ સરવૈયે શું? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે જ્યાં સુધી શ્રી અરિહંતદેવના વચનનો ઉપદેશ ન મળે, ત્યાં સુધી સાચો વિવેક જાગતો નથી. સાચો વિવેક જાગે નહિ, ત્યાં સુધી હેય અને ઉપાદેય પદાર્થનું વાસ્તવિક જ્ઞાન થાય નહિ. એ હેય અને ઉપાદેય પદાર્થનું વાસ્તવિક જ્ઞાન થાય નહિ, ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઘટે નહિ. એ ત્રિપુટી ઘટે નહિ ત્યાં સુધી દુઃખ દૂર થાય નહિ અને સુખની ભાવના ફળે નહિ. માટે દુઃખને દૂર કરવા તથા ઇચ્છિત સુખને મેળવવા માટે, શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કરવો જોઈએ. અનુયોગ કરનારે શ્રી અરિહંતદેવના જ વચનનો અનુયોગ કરવો જોઈએ અને સાંભળનારે તે જ સાંભળવો જોઈએ, કારણ કે આત્માનો ઉદય એના વિના નથી, ઉદ્ધાર એનાથી જ છે. એ જ અનુયોગ એવો છે, કે જેનાથી આત્મા સાચો વિવેક પેદા કરી શકે અને તે વિવેક વડે હેય અને શેય તથા ઉપાદેયનું સ્વરૂપ સમજી શકે. હેય, બ્રેય અને ઉપાદેયનું સ્વરૂપ સમજાયું કે તરત જ રાગ, દ્વેષ અને મોહ પાતળા પડે. એ પાતળા પડ્યા કે દુ:ખ આપોઆપ જાય અને સુખ ચાલ્યું આવે. સીધેસીધું ચાલ્યું આવે, લેવા ન જવું પડે. એ અનુયોગ ન થાય, ત્યાં સુધી દુઃખ તો છે જ. એમાં બીજું દુઃખ ઉમેરાતું જાય અને સુખ છેટે છેટે જતું જાય. શ્રી અરિહંતદેવનાં વચનને ચાર વિભાગમાં વહેંચ્યાં છે. એ ચારે વિભાગમાં ચોથો “ચરણકરણાનુયોગ મુખ્ય છે. એના વિના એટલે કે એની પ્રાપ્તિ કે રુચિ વિના, પ્રથમના ત્રણે અનુયોગો નિષ્ફળ છે. એની પ્રાપ્તિ કે રુચિ વિનાનું જ્ઞાન, ફળ વિનાનું થઈ જાય છે. વાત પણ ખરી છે કે જેના માટે છે, તેનાથી તેની પ્રાપ્તિ ન થાય તો કહેવું જ પડે કે તે નિષ્ફળ ગયું ! આથી સ્પષ્ટ છે કે શ્રી જિનપ્રણીત “ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ તથા દ્રવ્યાનુયોગનું પ્રવચન કરનારાઓથી પણ ચરણકરણાનુયોગને આવો ન જ કરાય. એ તો સાથે ને સાથે જ રહેવો જોઈએ.” Page #63 -------------------------------------------------------------------------- ________________ 531 –૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! - 38 - ધર્મકથાઓ સાંભળવી, પદાર્થોની ગણતરી જાણવી, દ્રવ્યમાત્રનું સ્વરૂપ સમજવું' એ વગેરેનું ધ્યેય શું ? એ બધું શા માટે ? કહેવું જ જોઈએ કે ચરણ માટે ! તો પછી તેને કેમ જ દૂર કરી શકાય ? કોઈ કહે કે “પરદેશ જઈ આવ્યો, બહુ મહેનત કરી, રોજ દુકાને બાર-બાર કલાક બેસતો હતો.' પણ એને પૂછીએ કે “પરિણામ શું ? એ કહે કે “ગુમાવી આવ્યો', તો તમારા તરફથી પણ શું કહેવાય ? એ જ કે “મહેનત ધૂળમાં ગઈ. મહેનત ગમે તેટલી કરો, પણ સરવૈયે શું ? ખાડો હોય તો એ મહેનત શા કામની ? તેમ ત્રણે અનુયોગોના અભ્યાસનું સરવૈયાનું પરિણામ શું? ચરણકરણાનુયોગ ન આવે, અગર તેના પ્રત્યે અરુચિ થાય, તો “ત્રણે અનુયોગો નિષ્ફળ જ ગયા” એમ કહેવું પડે, એમાં આશ્ચર્ય શું? ચરણની પ્રાપ્તિમાં શ્રેય નહિ માનનારા આત્માઓ માટે “ધર્મકથાનુયોગ' આદિ ત્રણે અનુયોગો સુંદર અને અનુપમ છતાં, નિષ્ફળ બની જાય છે. એવા આત્માઓ પોતા માટે અને પોતાના અનુયાયી વર્ગ માટે સમ્યજ્ઞાનને મિથ્યાજ્ઞાન અને સમ્યકશાસ્ત્રને મિથ્યાશાસ્ત્ર તરીકે બનાવી લે છે. એ પણ સત્ય જ છે કે જે જ્ઞાનના યોગે આત્મા ચરણકરણાનુયોગથી પાછો હઠે, અરુચિવાળો થાય, તે જ્ઞાન પણ સમ્યગુ નથી અને એવું જ્ઞાન આપતું શાસ્ત્ર પણ સમ્યફ નથી. સાચો ઉપકારી પણ તે જ, કે જે સ્વપરના આત્માને ચરણકરણાનુયોગમાં જોડે, જે આત્માઓ કમ તાકાતના યોગે ન જોડાઈ શકે તેવા હોય, તેવાઓને તેના રસિયા બનાવે, કારણ કે તેના યોગે જ આ આત્માનો સંસારથી ઉદ્ધાર છે. ત્રણે અનુયોગોની સફળતા તેના જ ઉપર અવલંબે છે. માટે તે દૃષ્ટિ બહાર ન જ થવો જોઈએ. થોડી પણ ક્રિયા ધ્યેયશુદ્ધિપૂર્વક કરે! બાકી વાતો તો ભાટચારણો પણ ક્યાં નથી કરતા ? ઉજાગરાવાળાને પણ ઊંઘ ન આવે એવી વાતો કરે છે. આખી રાતની રાત વાત ચલાવે અને સાંભળનાર સાંભળે, એવી એનામાં કળા હોય છે, પણ એને ધર્મકથા કહેવાય ? નહિ જ, કારણ કે એનું અંતિમ શું? હા-હા, હી-હી, હસવાનું અને ગમ્મત કરવાનું. એને ધર્મકથા કેમ કહેવાય ? એ તો વસ્તુ વિનાની વાત કહેવાય. એવી વાતો કરે કોણ અને સાંભળે કોણ ? કહેવું જ પડે કે નવરા હોય છે. દુકાને પણ કઈ વાત કરો ? દુકાન ઉપર ગંજીપો ખેલો ખરા? નહિ જ. કેમ કે ખેલો તો પેઢીની આબરૂ જાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 538 દુકાને તો હાંસી પણ ન હોય, કારણ કે એથી તો પેઢીનું વજન ઘટે. એટલે પેઢી ઉપર તો ભાવતાલની અને માલની જ વાતો હોય. વેપારની જ વાતો હોય ત્યાં હાંસી-ઠઠ્ઠા ન જ હોય. મિત્રને પણ કહી દેવું પડે કે, ભાઈ ! આડીઅવળી વાતો માટે ઘેર આવજે . ઘરે પણ દીવાનખાનામાં નહિ; એનાં તો સ્થાન જ જુદાં, કારણ કે એમાં આબરૂ નથી. આથી સ્પષ્ટ છે કે ઉત્તમ સાધના કરવી હોય, ત્યાં વાત પણ સારવાળી જ હોવી જોઈએ. સાર વિનાની વાત કરનારા અને સાંભળનારા અજ્ઞાની છે, પણ જ્ઞાની નથી. ત્રણે અનુયોગોનો સાર ચરણકરણાનુયોગ છે. માટે એનું કદી જ વિસ્મરણ ન થવું જોઈએ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની કોરી વાતો કાંઈ મોક્ષમાં ન લઈ જાય. વિદ્વાનમાં ખપવા કે પ્રસિદ્ધિમાં આવવા માટે તત્ત્વની વાતો કરવાની નથી! તત્ત્વની વાતો તો “ચરણકરણાનુયોગ” તરફ સંપૂર્ણપણે ઝૂકવા અને ઝુકાવવાનું સામર્થ્ય કેળવવા માટે જ કરવાની છે. “ચારે અનુયોગોમાં “ચરણકરણાનુયોગ મુખ્ય છે, અને એ મેળવવા માટે જ પ્રથમના ત્રણ અનુયોગો સેવવાના છે.” આટલી વાત જો બરાબર સમજાઈ જાય : તો તરત જ આત્માની બધી દશા પલટાઈ જાય : પણ એ તરફ ઝોક નમવો જોઈએ. અત્યારે તો એક જ વાત છે કે “વાતો બધી કરો, પણ ધ્યેયને સ્પર્શે જ નહિ. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, દાન, શીલ તપ, એ બધું કરવાનું કહો, પણ શાને માટે, એ પંચાતમાં ન ઊતરો!! એનું કારણ એ જ છે કે એ આવે એટલે દુનિયા તરફનો રસ ઊતરી જાય છે. “શ્રાવકને સેવા, પૂજા, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણનું કહો, પણ શાને માટે એ ન કહો.” આમ કહેવાનું કારણ એ જ છે કે “શાને માટે ?' એ સમજાયું, એટલે દુનિયાનો રંગ છોડવો પડે છે અને અહીં રંગ જોડવો પડે છે. પણ હું કહું છું કે ક્રિયા બધી કરો, પણ એ વિના એટલે કે જ્યાં સુધી દુનિયાનો રંગ છૂટે નહિ અને આચરણનો રંગ આત્માને લાગે નહિ ત્યાં સુધી બધું ધૂળ ઉપર લીંપણ જેવું છે. સભા : ક્રિયા તદ્દન નિષ્ફળ? ના, નિષ્ફળ એવું નહિ. ફળ માન્યું. ફળનો ઇન્કાર નથી. પણ પછી શું? માનો કે ઠેઠ નવ રૈવેયક સુધી પહોંચાડ્યા, પછી શું? ચાલનારો ચાલે તે ગમે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! - 38 ત્યાં જાય તો ખરો જ, કોઈ પણ ગામે કે ઝૂંપડે જઈને ભટકાય તો ખરો જ, પણ જ્યાં જવું હોય ત્યાં ન જવાય તો શું ? જવું હોય પૂર્વ દિશાના ગામમાં ને જવાય સામેની દિશાના ગામમાં, તો થાય શું ? નુકસાનભરી નિષ્ફળતા કે બીજું કાંઈ ? એ જ. એ તો દુનિયાની સાધનાની ક્રિયા છે. જો એ પણ નિષ્ફળ ન જવા દેવાય અને નુકસાન ઊભું ન થવા દેવાય, તો ધર્મક્રિયા કેમ તેવી રીતે નિષ્ફળ જવા દેવાય ? એવી ક્રિયાનું ફળ તો મળ્યું પણ પરિણામ શું ? એવી ક્રિયાના યોગે પણ અમુક મળશે તો ખરું જ, પણ તે ધ્યેય અને ધ્યેય તરફના પ્રેમ વિનાની હોવાથી જે મેળવવાનું છે, તેનાથી છેટા જવાશે. એ જ ફળમાં બેસી રહેવું હોય, તો કંઈ ફળનો ઇન્કાર નથી : પણ કહું છું કે આવી ભાવનાને લઈને જ ધ્યેય ઉપર ધ્યાન અપાતું નથી. ‘ક્રિયાનું ફળ કંઈક તો મળશેને !' આમ મનમાં હોય છે, પણ એ કામનું શું ? મળ્યું અને ધક્કો મારીને ગયું, એમાં વધ્યું શું ? ધ્યેયપૂર્વક યતી થોડી ક્રિયાથી પણ અનુપમ લાભ મળે અને પરિણામે સાધ્યની સિદ્ધિ થાય. યારિત્રહીન જ્ઞાની સદ્ગતિનો ભાગીદાર નથી ! 533 શ્રી નાગકેતુને પૂજન કરતાં પુષ્પમાંથી નાનો સર્પ નીકળ્યો અને ડસ્યો. પણ એ ચલાયમાન ન થયા. શાથી ? એમણે નક્કી કર્યું હતું કે શરીર મારું નથી અને છોડવાનું તો છે જ. મમતા છોડેલી હતી. આવો પ્રસંગ આવે ત્યારે ારીરના મોહની ખાતર ધર્મને છોડવામાં ડહાપણ નથી. શરીર આત્માને ઉપકારી છે એમ નથી, પણ જો આવી ક્રિયામાં રત રહે તો શરીર પણ ઉપકારનું સાધન છે. શરીર ખાતર ધર્મને ફેંકી દેવા ઇચ્છે, એ તો શરીરનો રસિયો કહેવાય. ધર્મ વિનાનું શરીર, ધર્મક્રિયામાં રત નહિ એવું શરીર, આત્માને બાડનાર છે. કેવળજ્ઞાન થાય ક્યારે ? ધ્યેયશુદ્ધિ હોય તો ! પ શ્રી નાગકેતુને ત્યાં જ કેવળજ્ઞાન થયું. આથી કહું છું કે શરીર મારું નથી બને તે છોડવાનું છે, એ ધ્યાન ધર્મીમાત્રને હોવું જોઈએ. જે આવા ધ્યેયવાળો શે, તે અણીને વખતે ધર્મનો નાશ નહિ થવા દે. આ ધ્યેય ન હોય તો એ કઈ ખતે ઉત્તમ વસ્તુનો નાશ કરે એ કહેવાય નહિ. શરીર પહેલું કે ધર્મ ? ધર્મનું સાધન શરીર એ ઠીક, પણ શરીર ધર્મથી રહેલું છે, એમ તો ન જ મનાય. ધર્મનું સાધન શરીર ખરું, પણ પહેલું શું ? નાનીએ તો શ૨ી૨ને ધર્મનું સાધન કહ્યું, પણ આજના એ શ૨ી૨સેવકોએ તો મેને ધર્મથી પણ પહેલું માન્યું અને મનાવવા માંડ્યું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ જ્ઞાનીએ તો કહ્યું કે વિવેકપૂર્વક શરીરને ગુમાવીને પણ ધર્મને સેવવો. પણ ધર્મને ગુમાવીને શરીરને સેવવાની મનઃકામનાઓ ન કરવી. આજે તો એમ કહેવામાં આવે છે કે છેક ન જાઓ, અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છેક સુધીનું ધ્યેય જોવાની છે, એટલે એ આજનાઓ સાથે મેળ મળે શી રીતે ? આ તો કહે છે કે અમારે તો દુનિયાના રંગમાં પણ રહેવું અને અહીંના પણ રંગમાં રહેવું, દહીંમાં પણ અને દૂધમાં પણ ! શાસ્ત્ર કહે છે કે દુનિયા ન જ છૂટે અને રહેવું જ પડે, તો નામના રહો અને અહીં કામના રહો ! આ તો કહે છે કે ધાર્મિક ક્રિયામાં નામના અને દુનિયામાં કામના રહીએ. આ મેળ કાં મળે ? તદ્દન ઊલટું હોય ત્યાં શું થાય ? ૭ શાસ્ત્ર કહે છે કે ગમે તેવી સારી ક્રિયા પણ જો ધ્યેય વિનાની હોય, તો નિશાન વિનાના બાણ જેવી છે. ધારેલું નિશાન તાકી ન શકે એવું બાણ ફેંકનાર ધનુર્ધર શાનો ? ક્રિયા થોડી હોય, પણ ધ્યેયથી ભરેલી હોય તો કામ થાય. બધું કરો પણ મુદ્દાની વાત આવે ત્યાં ખસો તો શું થાય ? 534 જ્ઞાનીએ દ્વાદશાંગી રચી એનો સાર શો ? ચરણ (ચારિત્ર). શાસ્ત્ર કહે છે કે ચરણથી હીન જ્ઞાની, જ્ઞાનનો ભાગીદાર છે, પણ સદ્ગતિનો ભાગીદાર નથી. ચૌદપૂર્વી માટે પણ પ્રમાદ કરે તો નિગોદ તૈયાર છે, સંસારમાં રૂલવાનું તૈયાર છે, જ્ઞાન કંઈ પકડી રાખે ? બચાવે તો ક્રિયા જ. જ્ઞાન તો દિશા બતાવે, પણ ચાલવાનો અમલ તો ક્રિયા કરે. ‘ચોપાટીનો રસ્તો જાણું છું' એમ કોઈ કહે અને બેસી રહે પણ ચાલે નહિ, તો ચોપાટી આવે ? એ એમ કહે કે ‘રસ્તો જાણું છું માટે ઊઠું નહિ' તો ચોપાટી આવે ? ‘તારુ’ એટલે ગમે તેવો તરનાર પણ જો પાણીમાં પડ્યા બાદ, હાથપગ ન હલાવે તો ડૂબી જાય. કિનારે ઊભેલો કહે કે ‘હાથપગ હલાવ, નહિ તો ડૂબીશ.' એ જો એમ કહે કે ‘શા માટે હલાવું ? તરવું કેમ એ જાણું છું.' તો કહેવું પડે કે ‘એ બેવકૂફ છે.’ તેમ શાસ્ત્ર કહે છે કે ‘કેવળ જ્ઞાનથી જ જે મુક્તિ માને છે, તે મિથ્યાવાદી છે, મિથ્યાજ્ઞાની છે.' સભા ઃ ક્રિયા એ કર્મ ખરું કે નહિ ? ઊંધી ક્રિયા કરે તો કર્મ. સીધી ક્રિયા કરે તો કર્મનો નાશ થાય. કેવળ જ્ઞાનવાદી કે કોરો ક્રિયાવાદી નકામો. જે ઉભયને માને તેનું કામ થાય. ‘જ્ઞાન અને ક્રિયા' બન્ને ભેગાં મળશે, ત્યારે જ કાર્યસિદ્ધિ થશે. ક્રિયા એવી ચીજ છે Page #67 -------------------------------------------------------------------------- ________________ 535 - ૧ : સદાચારનું મહત્વ સમજા ! - 38 કે સર્વત્ર હોવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિની પૂર્વે પણ, જ્ઞાન મેળવતાં પણ, અને પછી પણ ક્રિયા હોવી જોઈએ, કારણ કે તેના વિના કાર્યની સિદ્ધિ થતી જ નથી. શ્રી કુમારપાળ મહારાજાનું દઢનિયમીપણું! મુદ્દો એ છે કે ક્રિયા નિશ્રાવાળી હોવી જોઈએ. જ્ઞાનીની પાછળ ચાલવું જોઈએ, પણ આ તો ન જ્ઞાની, ન જ્ઞાનીની નિશ્રા, ત્યાં હાલત કઈ થાય ? આગળના જે જે મહાપુરુષ શાસનની પ્રભાવના કરી શકતા હતા, એનું કારણ એ હતું કે પાછળના બધા નિશ્રામાં હતા. એટલી દૃષ્ટિએ યોગ્યતા જોવાવી જોઈએ, તેટલી દૃષ્ટિએ નક્કી કરે કે “આ યોગ્ય છે, પ્રભુમાર્ગથી જુદું કહેનારા નથી.” આટલું નિશ્ચિત થયા પછી તો એક જ વાત કે “આજ્ઞા.” કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા મળ્યા પછી, પૂજ્યભાવ થયા પછી, મહારાજા શ્રી કુમારપાળને એક જ વાત કે “આજ્ઞા.” ગુરુદેવની અનુમતિ ન હોય, ત્યાં જે તે ન થાય. ગુરુદેવની નિશ્રામાં રહેવાથી તો મહારાજા શ્રી કુમારપાળે ધારેલી આરાધના કરી. અલ્પ સમયમાં તો એવી અનુપમ આરાધના કરી કે એના યોગે રાજા છતાં ઊંચામાં ઊંચી હદનું આત્મકલ્યાણ સાધી ગયા. એના યોગે એમને જાતજાતનાં વિશેષણો આપવાનું ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીને પણ મન થઈ જતું. ‘પરનારી – સહોદર, પરમાઈતું અને વિચાર ચતર્મુખ” આવાં આવાં અનેક વિશેષણો આપ્યાં છે, કારણ કે દિવસે દિવસે નિશ્રા એવી વધતી ગઈ અને રાજકારભાર પણ એવો અનુપમ ચાલ્યો કે ન પૂછો વાત. રાજા છતાં ગમે તેવા પ્રસંગે પણ અંગીકૃત કરેલા નિયમનું પાલન અણીશુદ્ધ કરી શકતા હતા. પોતાની “ભોપલદેવી” નામની પટ્ટરાણીના અવસાન બાદ, સાથીઓ વગેરેએ કહ્યું કે દરેક મંગલમય ક્રિયામાં રાણી જોઈએ. સામંતોએ, મંત્રીઓએ પુનઃ પરણવાનો ઘણો આગ્રહ કર્યો છે. દલીલો પણ અનેક કરી. તે છતાં પણ શ્રી કુમારપાળ મહારાજા મક્કમ રહ્યા છે, પરણ્યા નથી અને બધાને સંભળાવી દીધું કે રાણી વિના ન જ ચાલતું હોય, તો “ભોપલદેવીની સુવર્ણની મૂર્તિ બનાવો અને તે તે સમયે મારી પાસે મુકાવો. શ્રી કુમારપાળ મહારાજાનું જીવન તો જરા તપાસો ! કયું ભોગજીવન ભોગવ્યું ? એમની પચીસ વરસની ઉમ્મરથી, રાજ્યની પ્રાપ્તિ થઈ ત્યાં સુધી તો એમને નાસભાગ કરવી પડી. એ નાસભાગમાં સુખનો અનુભવ ક્યાંથી ? ગાદી મળ્યા બાદ થોડા વખત પછી રાણી મરી જાય છે, પણ પુનઃ પાણિગ્રહણ નથી કરતા. એ અઢાર Page #68 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ દેશના માલિક મહારાજા પણ ચોમાસામાં સર્વથા પાંચ વિગઈનો ત્યાગ કરતા, વનસ્પતિ માત્રનો ત્યાગ કરતા, નિયમિત એકાસણું કરતા. અઢાર દેશના માલિક માટે આ બધું સહેલું છે, એમ ? નહિ જ. ધર્મ પરિણત થયા વિના એ બધું સહેલું નથી જ લાગતું. આટલો આટલો ત્યાગ છતાં કાંઈ પરાક્રમ ઘટી ગયું હતું ? નહિ જ. આટલી મોટી ઉંમર બાદ તો એ મહાપુણ્યશાળી આત્માએ અભ્યાસ કર્યો, સારા કવિ બન્યા, કર્મના ગ્રંથોના વિષયમાં પણ પ્રવીણ થયા. ત્રિકાળપૂજન, ઉભય ટંક આવશ્યક, નિયમિત વ્યાખ્યાનશ્રવણ, રાજકારભાર ચલાવવો અને એમાં અભ્યાસ કર્યો. બાધા પહોંચી ? હરકત આવી ? નહિ જ. અને જીવન એવું જીવ્યા કે સામંત આદિ બધા જ ખુશ રહેતા. ખરેખર, ધર્મપરિણત આત્માઓની દશા જ જુદી હોય છે. . શ્રી વસ્તુપાળ વગેરે પ્રભાવક શાથી બન્યા ? સમ્યગ્દષ્ટિપણું આવ્યા બાદ, ધ્યેયની શુદ્ધિ તો થવી જ જોઈએ. એકેએક ધર્મક્રિયા કરતી વખતે, દુનિયાના પદાર્થો પરથી પ્રેમ છૂટવો જોઈએ અને અહીં સદ્ભાવ થવો જોઈએ. તેનું જ નામ સમ્યક્ત્વ. 536 શ્રી કુમારપાળ મહારાજા એક વખત સામાયિકમાં હતા, ત્યારે પગે મંકોડો ચોંટ્યો : ઊખડે નહિ. ચપ્પુથી ચામડી કાપી એને આઘો મૂકચો, પણ ઉખાડ્યો નહિ, મંકોડાને પીડા ન થાય એ જ હેતુ. ‘યુદ્ધમાં પંચેન્દ્રિય જીવોનો ઘાત કરનારા આપણે, એને વળી આ મંકોડાબંકોડાની શી દયા ? એવું એમને ન થયું. રાજકારભારને અંગે યુદ્ધ કરવાં પડે, પણ એને એ ક૨ણીય માનતા ? નહિ જ. વિચારો કે મંકોડા જેવા નાના જંતુ પ્રત્યે પણ દયા કેટલી ? ચામડી કાપવી સહેલી છે, એમ ? એ હૃદય કયું ? ખૂબ વિચારો ! આજના લેભાગુઓ વાતો બધાની કરે કે ‘કુમારપાળ આમ કરતા હતા, વસ્તુપાળ, તેજપાળ, વિમળ મંત્રી વગેરે આમ કરતા હતા’ પણ ‘ક્યારે, કેમ અને કેવી રીતે ?’ એ ન સમજે. આથી જ કહેવું પડે છે કે દૃષ્ટાંતોને ઊંધી રીતે ન લ્યો. એક રાજાને સંધિ માટે કહેવરાવતાં, એ રાજાએ એમ કહેવરાવ્યું કે ‘એ ભાજીખાઉ વાણિયા શું કરવાના હતા ?' વસ્તુપાળ - તેજપાળ મંત્રીઓએ લખી મોકલ્યું કે, ભાજીખાઉ કેવા છે, એ જોવું હોય તો ૨ણસંગ્રામમાં આવજો. સંગ્રામ થયો. મંત્રીઓને આ નિયમ છે કે સામા હથિયાર ચલાવ્યા પહેલાં હથિયાર ચલાવવું નહિ. અત્યારે જીવન જોખમમાં છે, સંગ્રામભૂમિ છે, દુશ્મન સામે છે Page #69 -------------------------------------------------------------------------- ________________ 537 - ૧ : સદાચારનું મહત્વ સમજા ! - 38 - ૯ બળશક્તિ છે, હાથમાં હથિયાર છે પછી ઝાલ્યું રહેવાય ? પણ નિયમની આધીનતા છે ! પેલો ક્ષત્રિય રાજા કહે છે કે “વાણિયા પર પહેલો ઘા કરતાં શરમ આવે છે, માટે તમે પહેલો ઘા કરો.' મંત્રી કહે છે કે “રાજન્ ! ઘા કરો અને પછી અનુભવ લો કે વાણિયા કેવાક છે. બાકી એમ ના માનશો કે આવેશમાં આવી જઈને પણ હું પહેલો ઘા કરું. કદી પહેલો ઘા હું નહિ કરું.” વિચારો કે પ્રતિજ્ઞામાં ધીરતા કેટલી ? ધર્મ તો ત્યાં વસે છે. | નિયમ એ કે “નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિએ સંકલ્પપૂર્વક મારું નહિ.' આવા નિયમધારી આત્માને અપરાધી પ્રત્યે પણ ભૂંડાની ભાવના તો ન જ હોય. ઘરબારી છે, વ્યવહારમાં ફસેલો છે, માટે અપરાધી પ્રત્યે શાંતિ રાખી શકતો નથી, માટે પોતે છૂટ રાખી, પણ કંઈ જ્ઞાનીએ છૂટ નથી આપી. આજે તો અપરાધ ન હોય તો પણ કલ્પી લેવાય છે. અપરાધી ઉપર પણ દુષ્ટ, એટલે કે તેના અહિતની ભાવના આવી કે સમ્યકત્વ મેલું થાય અને પરિણામે કદાચ ચાલ્યું પણ જાય. શ્રી વસ્તુપાળ, તેજપાળ તથા શ્રી વિમલ મંત્રીનાં નામ તો લે, પણ એમની કાર્યવાહી ન જુએ. એમ તરત કહી દે કે “એ બધા યુદ્ધમાં પણ વિશારદ હતા, તો અમે કેમ ન થઈએ ?' પણ એ પહેલો ધર્મને માનતા કે આ બધી ધમાચકડીને, એ ન જુએ, એમ કહી દે કે “એ મંત્રી હતા માટે પ્રભાવના કરી.” પણ એ ન વિચારે કે “મંત્રી તો ઘણાયે થયા છે, બધાએ કેમ ન કરી ? આમણે જ કેમ કરી ? શ્રી વસ્તુપાળ આદિએ પ્રભાવના કરી, તે એ મંત્રીપદને આધીન હતા એથી કે ધર્મને સ્વાધીન હતા એથી ? એ જાણ્યું છે ? જો એ ન જાણ્યું હોય તો જાણી લો કે એ તો ધર્મ જતો હોય તો મંત્રી મુદ્રા પણ ફેંકી દેવાને તૈયાર હતા. વ્યવહારમાં રહ્યા માટે તેટલા પૂરતી મંત્રી મુદ્રાની જરૂર માનતા, પણ એની ખાતર ધર્મને જવા દેવાનું માનતા નહોતા. દૃષ્ટાંતો લો તો ધર્મકથા રૂપે લો, પણ વિકથારૂપે ન લો. પેલા રાજાએ બાણ ફેંકવું, પછી વસ્તુપાળ-તેજપાળ મંત્રીઓએ યુદ્ધ કર્યું અને એ રાજાને બાંધી પોતાના રાજા પાસે લાવ્યા. આવી સ્થિતિમાં નિયમમાં સ્થિર રહેવાનો ગુણ ક્યારે આવે ? ધર્મક્રિયાના ધ્યેયને હૃદયમાં સ્થાપે તો ! ધર્મીએ શરીરને પારકું તો માનવું જોઈએ ને ! શરીર છોડવા જેવું કે રાખવા જેવું ? છોડવા જેવું નહિ માનો, તોયે છોડ્યા વિના ચાલે એમ નથી. વળગી Page #70 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 538 રહેશો તોયે જવાનું છે, નિયત સમયે જવાનું છે, ગમે તે સમયમાં, ગમે તે સ્થાનમાં, ગમે તે સંયોગોમાં હો, પણ શરીરને છોડ્યા વિના છૂટકો જ નથી. શરીર પારકું છે, જવાનું છે, એને પોતાનું અને સ્થિર માનીને ધમાચકડી કરવી, એમાં કઈ બુદ્ધિમત્તા છે ? શ્રીમાન હોય, લાખોની આવક હોય, સઘળી હોશિયારી હોય, છતાં એ બધું ચાલ્યું જાય છે. આદમી ગમે તેટલો હોશિયાર હોય, તો પણ એ શરીર જવાનું. જવાનું તે રહેવાનું નથી, રાખીએ તો પણ રહેવાનું નથી. કોઈ સત્તા નથી કે રાખે. આવા શરીર પાછળ, આવા દુનિયાના પદાર્થો પાછળ, જિંદગી બરબાદ કરવી – એમાં કયું ડહાપણ છે? જે શાસ્ત્રને પણ ન માને ને અનુભવને પણ ન માને, તેનું થાય શું ? પારકાને પોતાનાં માની માનીને બધાની જેમ મરી જવું છે, કે જૈન તરીકે જીવન-મરણનો ફડચો લાવવો છે ? પારકાને પારકું માનવામાં આટલી બધી મૂંઝવણ કેમ ? ચૈતન્યને અને જડને સંબંધ શો ? બેય ચીજ જુદી છે, એમ નિશ્ચિતપણે સમજી શક્તિનો સદુપયોગ કરો, તો જ પ્રભાવના થઈ શકે ! સમ્યફ અને મિથ્યા પ્રવૃત્તિનાં નિદાન સમજો ભગવાન શ્રી મહાવીરદેવ ધ્યાન ધરે, શ્રી સુધર્મા-ઇંદ્ર પ્રશંસા કરે, અને સંગમ' નામના દેવના અંતરમાં લાહ્ય લાગે, એનું કારણ શું ? ભગવાન શ્રી મહાવીરદેવ એટલે છએ કાયના પાલક પિતા. એ ભયંકર અટવીમાં એકલા ધ્યાન ધરે અને એમની અપૂર્વ ધીરતા જોઈ અસંખ્યાત દેવોના સ્વામી ઇંદ્રને આનંદ આવે, એ કદી પ્રશંસાના બે બોલ કહે, એમાં સંગમને ગુસ્સો આવે એનું કારણ? એ જ કે આ પાપાત્માની મિથ્યાદૃષ્ટિતા ! પાપના ઉદયવાળાને પાપ બાંધવા માટે આવાં નિમિત્તો મળે. શાસ્ત્ર કહે છે કે સંગમને ઘોર મિથ્યાત્વનો ઉદય છે અને તેનો આત્મા અભવી છે. જો એમ ન હોય, તો છ મહિનાની ધીરતા જોયા બાદ પલટો થયા વિના ન રહે. એણે પ્રભુને જે તકલીફ દીધી છે, તે હદ બહારની છે. સાધુઓની સામે, સજ્જનની સામે, બીજા પણ ધમાચકડી કરે, પણ બે-ચાર-છ દિવસ પછી ધીરતા જોઈ પલટો થાય; પણ દુર્ભવી હોય કે અભાવી હોય એને પલટો તો ન થાય, પણ જેમ જેમ ધીરતા દેખાતી જાય, તેમ તેમ ગુસ્સો ચડે. છેવટે છ મહિને સંગમ થાક્યો. “હવે ચાલશે નહિ' એમ જોયું, એટલે હાથ જોડ્યા. તે પણ શા માટે ? ઇદ્ર નારાજ થશે, પેસવા નહિ દે, Page #71 -------------------------------------------------------------------------- ________________ 539 ૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! 38 એ માટે ! હાથ નહિ જોડાય તો ત્યાં દશા માઠી થશે, એ માટે ! કાંઈ એના હૃદયનો પલટો નહોતો થયો. ૧૧ ધ્યાની ધ્યાન કરે, પ્રશંસક પ્રશંસા કરે, એમાં ત્રીજાને શું લાગેવળગે ? સુધર્મા ઇંદ્ર એમ બોલ્યા કે “ભગવાન ધ્યાનમાં એવા મગ્ન છે, એવા ધીર છે, કે તે મહાપુરુષને સુરેશ્વરો પણ ચળાયમાન કરી શકે તેમ નથી.” આવું પણ સુંદર વર્ણન સુરાધમ સંગમથી ન સહેવાયું, એટલું જ નહિ પણ ઊલટું એને તો એમ લાગ્યું કે ‘આખી દેવજાતિનું અપમાન કર્યું. એ મનુષ્ય માત્ર કોણ ? સ્વામીને તો ઈંદ્રપદનું અભિમાન છે, એટલે ગમે તેમ બોલે છે !' વિચારો, આમાં દેવતા જાતિનું અપમાન હતું ? પ્રશંસા કરનાર પોતે પણ ઈંદ્ર હતા કે નહિ ? અવધિજ્ઞાનવાળા બીજા ઇંદ્રોને પણ અપમાન લાગ્યું ? નહિ, માત્ર સંગમને લાગ્યું. અસ્તુ. હવે કોઈ એમ પૂછે કે સંગમને આમ કેમ થયું ? ઉત્તરમાં એમ જ કહેવું પડે કે પાપનો ઉદય આવ્યો હોય, ત્યારે સારી વસ્તુ પણ ખોટારૂપે પરિણમે. એમાં ભગવાનના ધ્યાનનો પણ દોષ નથી, અને સુધર્મા ઇંદ્રે કરેલી પ્રશંસાનો પણ દોષ નથી. દોષ સંગમનો પોતાનો જ છે. માટે જ કહું છું કે મિથ્યા પ્રવૃત્તિનાં નિદાન પરખો. યોગ્યતા મુજબ જ વસ્તુ પરિણમે : દૃષ્ટિમાં જે જાતની ગ્રહણશક્તિ હોય, તેવું ગ્રહણ થાય. જેવી યોગ્યતા હોય તેવું લેવાય. મિષ્ટાન્ન બધા ખાય, પણ ચાર મહિનાની પથારીએ પડેલા પાસે લઈ જાઓ તો કહે કે ‘આધું નાખો !' વસ્તુમાં કડવાશ છે ? નહિ, પણ રોગના પરિણામે સારી ચીજ પણ ન ગમે. રોજ પાંચસો પાડા મારનાર કાલસૌકરિક કસાઈને અંતે ધાતુવિપર્યયનો રોગ થયો. એને કોઈ રીતે ચેન ન પડે. એનો પુત્ર સુલસ પિતૃભક્ત હતો. બાપ, ‘હાય બાપ !’ અને ‘હાય મા' એમ કરે, એટલે ચંદનના લેપ કરે. ‘નથી ફાવતું’ ‘નથી ફાવતું’ કહે, કે તરત પુષ્પની શય્યામાં સુવાડે. ઊંચામાં ઊંચી ચીજો ખવરાવે, બધી રીતે ભક્તિ કરે તોયે દરદ વધે. આથી સુલસને ખેદ થાય છે કે બાપને કોઈ પણ રીતે શાંતિ થતી નથી. એણે વિચાર્યું કે શ્રી અભયકુમાર પાસે જાઉં. એ બુદ્ધિનિધાન છે, વસ્તુઓનો જ્ઞાતા છે અને શ્રી જિનેશ્વરદેવનો Page #72 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ અનુયાયી છે. એ ખોટી સલાહ તો ન જ આપે. એણે આવીને શ્રી અભયકુમાર પાસે પોતાના પિતાની દશા જણાવી. શ્રી અભયકુમારે જણાવ્યું કે, “સુલસ ! તું ભક્તિ કરે છે, પણ એ ખોટી છે. તારો બાપ રોજ પાંચસો પાડા મારનારો, એને નરકે જ જવાનું હોય. ભગવાને પણ કહ્યું છે કે સાતમીએ જવાનો છે. ત્યાં જવાની આ બધી તૈયારી છે. ધાતુવિપર્યય થયો છે. એને પુષ્પની શયા ન રૂચે. એ તો ખૂંચે. બાવળની શૂળોની શપ્યા જોઈએ. ચંદનના લેપ એને ન ગમે, એથી તો એ બળે, એને તો વિષ્ટાના લેપથી ટાઢક વળે. મિષ્ટાન્ન એ ન ખાય, એ તો કડવા-તીખા પદાર્થો, પાંદડાં ખાય. તારા બાપને જો થોડી પણ શાંતિ આપવી હોય, તો આ રીતે ભક્તિ કર !” સુલસને વિશ્વાસ તો પાકો હતો. તરત બાવળની શય્યા કરી એમાં સુવાડ્યો કે “હા. આશ, કાંક ઠીક થયું એમ કાલસૌકરિક બોલ્યો. સુલસ તો સ્તબ્ધ જ થઈ ગયો. વિષ્ટાના લેપથી એ કસાઈ વધારે શાંત થયો. આખરે એ મરીને સાતમીએ ગયો. એના મર્યા પછી કુટુંબીઓ ભેગાં થઈ તુલસને કહેવા લાગ્યાં કે “હવે પાંચસો પાડા રોજ મારવાનો કુલધર્મ તે આદર !” સુલસ કહે છે કે, “મેં પ્રત્યક્ષ ફળ જોઈ લીધું છે, અનુભવ્યું છે, માટે એ મારાથી નહિ થાય.” કુટુંબીઓ : “તારા દુઃખમાં અમે ભાગીદાર થશે.” કાલસૌકરિક કસાઈને આવી રીતે મરતાં જેમ સુલસે જોયો હતો, તેમ કુટુંબીઓએ પણ જોયો હતો, પણ હીનભાગ્યને અસર ન થાય.આખરે સુલસે એક કુહાડો મંગાવી પોતાના પગ ઉપર માર્યો. લોહી નીકળ્યું, મૂર્શિત થયો, બૂમાબૂમ પાડવા લાગ્યો, કુટુંબીઓ ભેગા થયા, અને “શું થાય છે ?' એમ પૂછવા લાગ્યાં, તુલસ કહે છે કે, “મરી ગયો, થોડું થોડું દુઃખ વહેંચી લો !” કુંટુબીઓ : “દુઃખ વહેંચી લેવાય એવું સાંભળ્યું છે ?” સુલસ : “ત્યારે પહેલાં શું જોઈને બોલતાં હતાં ?” શ્રી અભયકુમાર કુઠારના ઘાથી પીડાતા સુલસને શાંતિ આપવા ગયા અને કહ્યું કે, “બધું જ અમે સાંભળ્યું, એટલે આનંદથી હું અહીં આવ્યો છું ખરેખર, કાદવથી જેમ લોકો દૂર ખસે તેમ તું પિતાના પાપથી દૂર થઈ ગયો છે, માટે ધન્યવાદને પાત્ર છે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ 541 -- - ૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! - 38 – ૧૩ આ પ્રમાણે તમે કોઈના મિત્ર બનો, તો એવા બનજો કે તમારો મિત્ર પણ કાંઈક પામે. પણ તમારામાં હોય, અહીં હૈયે પણ હોય, તે પામે ને ! શ્રી અભયકુમારની યોજનાઓ જ એવી હતી કે રોજના પાંચસો પાડા મારનારના દીકરાને પણ એ એવો બનાવી શક્યો. અશુભોદય વખતે સારી ચીજ પણ ખરાબ નીવડે. દરેક ચીજને તેના સ્વરૂપમાં માનો, તો સમાધિમરણ થાય. વાતવાતમાં મૂંઝાઓ તો કામનો અંત ન આવે. જે વસ્તુ જે રીતે હોય, તે રીતે તે વસ્તુને માનો તો બધી ક્રિયા ફળે, નહિ તો ધૂળ ઉપર લીંપણ. ભલાની ભાવનાએ કટુ પણ કહેવાય ? ધર્મક્રિયા કરનારનું અંતર દુનિયાથી જુદું જ હોય. વ્રતધારીની વાત તો દૂર રહી, પણ સમ્યગ્દષ્ટિને પણ શાસ્ત્ર અલ્પસંસારી કહ્યો છે. એ પણ શ્રી અરિહંતદેવ તથા નિગ્રંથની સેવા કરે છે, તે પણ ચારિત્રની જ સેવા છે ને ! સમ્યગ્દષ્ટિ આત્માની દેવગુરુની સેવા અખંડિત હોય. જાણો છો કે સમ્યકત્વનું ત્રીજું લિંગ કયું ? ન જાણતા હો તો જાણો કે - “વૈયાવચ્ચ ગુરુદેવનું, ત્રીજું લિંગ ઉદાર : વિદ્યાસાધક તણી પરે, આળસ નવિ ય લગાર રે. પ્રાણી” ત્રણ લિંગ કયાં ? શુશ્રુષા, ધર્મરાગ અને વૈયાવચ્ચ. શુશ્રુષા એટલે શ્રી સર્વજ્ઞદેવના શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા. એ કેવી હોય ? એનું વર્ણન કરતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે – “તરુણ, સુખી, સ્ત્રી પરવાર્યો રે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત. પ્રાણી” તરુણ હોય, સુખી પણ હોય, સ્ત્રીથી પરિવરેલો હોય, ચતુર હોય, એટલે પાંચે ઇંદ્રિયોના વિષયોના ઉપભોગમાં તીવ્ર કુશળતા ધરાવનારો હોય અને દેવતાઈ ગાનતાનમાં ગુલતાન હોય, આમાં જે રાગ હોય તેથી અતિ ઘણા રાગથી ધર્મ સાંભળવાની રીત છે. આ ક્યારે થાય ? આ આગમ, આ ધર્મ પ્રત્યે તે જાતનો સદ્ભાવ આવે તો ને ? વિષયાંધોએ સ્ત્રીનાં અંગોપાંગોને જે જે કલ્પિત ઉપમા આપી છે, તે પ્રત્યે મહાપુરુષોએ ભયંકર ટીકાઓ કરી છે. એ ભયંકર ટીકા કરવાનો હેતુ એ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 542 જ કે, અજ્ઞાન આત્માઓ ખોટો મોહ ન પામે. વિષયાંધ આત્માઓને “રાસભ' અને “શૂકર' આદિની ઉપમાઓ ઉપકારી પુરુષોએ આપી છે. સભા: પણ એ તો અઢારમી સદીમાને અરે, પાંચમા આરાના છેડે પણ કહેવાય. ભલાની ભાવનાએ કટુ વચન પણ કહેવાય. ભાવના ભલાની હોવી જોઈએ. સભા ચૂકરનો અર્થ સમજાવો. શ્કર એટલે ભૂંડ. એનું સ્વરૂપ : “કણનું શું પરહરી, વિષ્ટાશું તસ રાગ.' - આ ભૂંડની જેમ વિષયાધીન આત્માને પણ સારી વસ્તુમાં રસ ન આવે. એ તો મલિનતારૂપ કીચડમાં જ ચોંટે. જિતેન્દ્રિયતાનો પ્રગટ પ્રભાવ: જિતેન્દ્રિય આત્મા સ્વપરનું રક્ષણ કેવી રીતે કરી શકે છે, એનું એક ટૂંકું દૃષ્ટાંત સમજવા જેવું છે. એક રાજા હતો. એને એક મોદી હતો. એ રાજમોદી કહેવાતો. એ મોદીના અંતઃપુરમાં સ્ત્રીરત્ન હતું, અર્થાત્ મોદીની સ્ત્રી અત્યંત રૂપાળી હતી. સગુણસંપન્ન પણ હતી. સુસંસ્કારાન્વિતા હતી. આ જોઈ વિઘ્નસંતોષીઓને ઇર્ષા થઈ. એમણે જઈને રાજાને કહ્યું કે “રાજન્ ! આપની પાસે બધું છે, કંઈ કમી નથી, પણ આપના એક અદના સેવક પાસે જે સ્ત્રીરત્ન છે, તેવું આપ પાસે જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી આ બધી રિદ્ધિસિદ્ધિમાં ધૂળ પડી હોય એવું છે. આ સાંભળી રાજાએ તરત મોદીને બોલાવીને કહ્યું કે “કાલે મારે તારે ત્યાં જમવા આવવું છે.' મોદી તો ગભરાયો, પણ કરે શું ? કબૂલ્યું. ઘેર આવી સ્ત્રીને વાત કરી. સ્ત્રી પણ પામી ગઈ કે રાજાનું મન બગડ્યું છે. બીજે દિવસે રાજા આવ્યો. જમવા બેઠો. પિરસાયું. એ ક્યાં જમવા આવ્યો હતો ? એ તો જમે કે જુએ ? તે દિવસે તો રાજા જમીને ગયો. બીજે દિવસે રાજાએ કોઈ કામના બહાને મોદીને બહારગામ જવાનો હુકમ સંભળાવી દીધો. પોતે તો નોકર. શું કરે ? સ્ત્રીએ કહ્યું કે “તમે જાઓ, જરા પણ મારી ફિકર ન કરતા. રાજાનું હૃદય હું પામી ગઈ છું, પણ પુણ્યપ્રભાવે પોતાપણું સાચવવાની તાકાત મારામાં છે.” Page #75 -------------------------------------------------------------------------- ________________ 503 - ૧ : સદાચારનું મહત્વ સમજો ! - 38 – ૧૫ | વિચારો, અહીં કઈ સ્થિતિ છે? સામાન્ય કુટુંબ, પતિ દરિદ્ર, મુસીબતવાળું જીવન, મુશીબતનો પ્રસંગ અને રાજા પણ રૂપે, રંગે રૂપાળો, આતુર, છતાં પણ આ સ્ત્રીનો આ સદ્ભાવ કોના બળે ટક્યો ? ધર્મરાગના બળે. મોદી બહારગામ ગયો. રાજાઓ નગરચર્યા જોવા નીકળતા અને અડધી રાત્રે પણ ફાવે ત્યાં પેસતા. અડધી રાત્રે કમાડ ઠોકી રાજા અંદર દાખલ થયો. સ્ત્રીએ આવકાર આપ્યો, સન્માન આપ્યું, રાજાને બેસાડ્યો. વિષયાંધની બુદ્ધિ તથા શક્તિ નષ્ટ થઈ જાય છે, નહિ તો અદના સેવકની સ્ત્રી પાસે પ્રજાપાલક રાજા પોતાની દુષ્ટ ભાવના વ્યક્ત કરી શકે ? પણ કરી. સ્ત્રી શાણી હતી. સમય વિચારી કહ્યું કે, “આપ મારી સેવા તો સ્વીકારો !” અહીં સમય વિચારવાનો. શીલધર્મના સંરક્ષણ માટે સમય વિચારે છે. સમય, ધર્મના રક્ષણ માટે જોવાય, પણ નાશ માટે નહિ ! પોતે બધી તૈયારી તો કરી જ હતી. જાણતી જ હતી કે આજે જ રાત્રે આવશે. કામીને ધીરજ ન હોય. પોતે એક થાળમાં પાંચ પ્યાલા લાવી. પાંચે પ્યાલા જુદા જુદા રંગના હતા અને એકથી બીજો એમ એકથી એક ચડિયાતા હતા. થોડું થોડું એમ પાંચે પ્યાલામાં એક પ્યાલા જેટલું દૂધ ભરેલું હતું. રાજા ખુશ થયો. કામી છે. રાજાએ જાણ્યું કે જેમ પ્યાલા ઊંચી ઊંચી જાતના છે, તેમ દરેકમાં દૂધ પણ જુદા જુદા સ્વાદનું હશે. રાજાએ પીધું, જે સ્વાદ પહેલામાં. તે જ બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં. રાજાએ કહ્યું કે “તારે જો એક જ જાતનું દૂધ પાવું હતું, તો આ જુદા જુદા પ્યાલામાં શા માટે પાયું ? એક જ પ્યાલામાં પાવું હતું ને ! પાંચ પ્યાલા શું કામ બગાડ્યા? સ્ત્રી : “આપનો અંધાપો ટાળવા.” કેવા શબ્દો છે ? યોગ્ય જ. સાદા હોય જ નહિ. રાજા : “મને અંધાપો ? શી રીતે ?” સ્ત્રી : “પ્યાલા જોઈ વસ્તુની કિંમતમાં મલકાયા, એ અંધાપો નહિ ? ઉપરના રંગરાગ સારા હોય, માટે અંદર બીજું હોય છે ? પ્યાલા જુદા માટે ચીજ જુદી ? ચામડી જુદી, પણ ચીજ એક જ. હાડ, ચામ અને માંસ જાણે ગંધાતી ગટર. તમારા અંતઃપુરમાં પણ એ અને અહીં પણ એ જ અને ચંડાળને ત્યાં પણ એ જ ! પણ, આંખો ફૂટી ગઈ હોય એ દેખે ? પ્રજાનો પિતા, પુત્રીને Page #76 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ ત્યાં અત્યાચાર કરવા આવે ? હજી પણ કહું છું કે સ્થાનમાં નહિ રહો તો રાજભ્રષ્ટ થશો !” આ સાંભળી રાજાની વિષયવાસના મરી ગઈ. ૧૬ સ્ત્રીએ ‘હે ભાઈશાબ' કર્યું હોત, તો શું થાત ? સ્ત્રીની ઇંદ્રિયો પોતાના કાબૂમાં ન હોત તો પરિણામ ભયંકર જ આવત. આથી સ્પષ્ટ જ છે કે જિતેન્દ્રિય બેયનું રક્ષણ કરી શકે. સ્ત્રીના હૃદયમાં શિયળનો રંગ હતો, ધર્મનો રંગ હતો, અને દુનિયાની વસ્તુને એ તુચ્છ સમજતી હતી, તો જ આ સુપરિણામ લાવી શકી. રાજા : “તું દેવી છો.” સ્ત્રી : “નહિ રાજન્ ! હું માનુષી છું.” રાજા : “કોઈ જાણે નહિ.” 544 સ્ત્રી : “આપ, હું અને મારા માલિક તો જાણે છે જ. તેઓ કળી ગયા છે. બીજું કોઈ નહિ જાણે.” રાજા : “મારી ભૂલ થઈ.” સ્ત્રી : “તમે ભૂલ સુધારી એટલે હવે તમે માલિક (રાજા) થયા. અત્યાર સુધી લૂંટારા હતા. રાજન્ ! હું તમારી દીકરી છું, બાળક છું, અવજ્ઞા માફ કરજો ! સ્ત્રીના જિતેન્દ્રિયપણાએ બેયનો ધર્મ સાચવ્યો. પ્રાણીમાત્રના શિર ઉપર અંકુશ હોવો જ જોઈએ. અંકુશ વિનાના માનવી એ વસ્તુતઃ માનવી નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ આચારશુદ્ધિ વિના સમ્યક્ત્વ ટકે નહિ : સમ્યગ્દષ્ટિ : 39 ♦ મુનિ, ગૃહસ્થ કરતાં ઊંચી કોટિના શાથી ? • પ્રાયશ્ચિત્તની યોજના શા માટે ? ♦ નિંદાપાત્ર કોણ ? ચડીને પડેલો કે નહિ ચડેલો ? ♦ ♦ સાધુ દરેકને ધર્મલાભ જ આપે : ♦ સમ્યગ્દષ્ટિ ભાવિને જ પ્રધાનતા ન આપે : મુનિને ધર્મદાનનો જ અધિકાર છે : ♦ પડતાને ટેકો આપો ! ♦ ચડતાના પગ ન ખેંચો ! વિષય : ચડેલો કે ચડનારો જ પડે, નહિ ચડનારો તો પડેલો જ છે. પતન અને પુનરુત્થાન : સાધનાજીવનનાં બે પાસાં આ સંપૂર્ણ પ્રવચન આપણા આત્માની અનાદિની તાસીર ઉપર વિવેચના પ્રસ્તુત કરે છે. અનાદિકાલીન સંસ્કારોના કારણે સાધનાજીવનની શરૂઆત કરી વિકાસનાં સોપાન સર કરતો આત્મા પણ પડે તેમ બને છે. એવે અવસરે એ આત્માએ શું કરવું જોઈએ ? અન્યોએ એના પ્રત્યે કેવો વ્યવહા૨-ભાવ રાખવો જોઈએ અને પડવાનાં નિમિત્તોથી સતત કઈ રીતે બચ્યા કરવું તેમજ ચડવાના નિમિત્તોને કઈ રીતે વળગી રહેવું ? - વગેરે સાધનાજીવનની અંતરંગ વાતોનો ખુલાસો અત્રે પદ પદમાં પ્રાપ્ત થાય છે. નંદિષણના દૃષ્ટાંતને ખૂબ સૂક્ષ્મતાથી એ જ પરિપ્રેક્ષ્યમાં વિચાર્યું છે. અંતે શાલિભદ્ર અને ધનાજીને સાધનમાં વિઘ્નભૂત બનતા પરિવારને શ્રેણિક મહારાજા અને અભયકુમાર કેવી રીતે વાળે છે અને ચડતાને પ્રે૨ક આલંબન પૂરું પાડે છે એ વાત સાથે પ્રવચન પરિસમાપ્ત થયું છે. સુવાવાસ્તૃત ♦ પરતંત્રતાનાં બંધન છૂટ્યા સિવાય સ્વતંત્ર કઈ રીતે થવાય ? ૭ ચડતાને પડવાની બીક હોય, ચડે જ નહિ એને બીક શી ? ♦ મુનિની પાસે જે આવે તે બધાને ધર્મલાભ દે. ♦ પૂરતો પ્રયત્ન કરવા છતાં વિપરીત થાય તો સમજવું કે ભાવિ ભયંકર હતું. ♦ માગનારાને રાજી રાખવા માટે જે પોતાપણું ગુમાવે છે, તે ખરેખર બધું જ હારી જાય છે. ♦ સાચો ગૃહસ્થ પણ અર્થ-કામ દેવાનો રસિયો ન હોય. અર્થ દે તે પણ ભક્તિ માટે, સામાના શ્રેય માટે, સામાને ધર્મમાં સ્થિર કરવા માટે ! ♦ મુનિ, ધર્મ સિવાય અર્થ-કામ વગેરે દેવા જ માંડે, તો દાતાર મટી ઘાતક થઈ જાય. • ચીજ બધી દેવાય, પણ સામાનું એકાંતે કલ્યાણ થાય તેવી. ♦ ધર્મનું સેવન અને ધર્મનો પ્રચાર એ જ મુનિનું ધ્યેય હોય છે. ♦ તમારી દુનિયાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર મુનિને નથી તેમ તમારાથી મુનિને એમાં ન જ નાખી શકાય. ♦ આ મુનિપણાનો વેષ તો શ્રાવકે ઘરે રાખવો જોઈએ, એ તમે રાખવો બંધ કર્યો, માટે મેં બતાવવો શરૂ કર્યો છે ! ૦ ચડતાને ચડવા દો ને પડતાને ઝીલો ! Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ ચડનારને ચડવા દો, પાડો નહિ? આચારશુદ્ધિ વિના સમ્યત્ત્વ ટકે નહિ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી પીઠિકામાં ફરમાવી ગયા કે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય, સાચો વિવેક જાગતો નથી અને તેવો વિશિષ્ટ વિવેક જાગ્રત ન થાય, ત્યાં સુધી હેય તથા ઉપાદેય પદાર્થોના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન થતું નથી, હેય-ઉપાદેયના વાસ્તવિક જ્ઞાન વિના રાગ, દ્વેષ અને મોહ ઘટતા નથી, એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી અને સુખની ભાવના ફળતી નથી. ભગવાન શ્રી અરિહંતદેવની વાણીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં “ચરણકરણાનુયોગ મુખ્ય છે. ત્રણે અનુયોગના ફળરૂપ અને ચારે અનુયોગમાં પ્રધાન “ચરણકરણાનુયોગ” છે. એના વિના બાકીના ત્રણે અનુયોગો આત્માને જે વસ્તુની જરૂર છે તે આપી શકતા નથી. સાધ્યની સિદ્ધિ માટે, ચોથા અનુયોગની પ્રાપ્તિ કે રુચિ વિના, ત્રણે અનુયોગો ઉપયોગી થઈ શકે તેમ નથી. એ ત્રણે અનુયોગોની સહાયથી ચોથો બહુ મજાનો, શુદ્ધ અને રસાળ બને, તો એ ત્રણે અનુયોગો ઉપયોગી છે. માટે જચોથો અનુયોગ મુખ્ય છે. શ્રી ગણધરદેવે રચના પણ પહેલી આ શ્રી આચારસૂત્રની કરી, કારણ કે તે “ચરણકરણાનુયોગને પ્રતિપાદન કરનારું પ્રથમ અંગસૂત્ર છે. આચાર, એ મુખ્ય વસ્તુ છે. આચારશુદ્ધિ વિના વિચારશુદ્ધિ પણ થતી નથી. અયોગ્ય આચારમાં રહેલો કોઈ આત્મા વિચારશુદ્ધિ કદાચ પામી પણ જાય, પરંતુ એનું દૃષ્ટાંત ન લેવાય. બહુલતા તો, આચારશુદ્ધિ વિના સંપૂર્ણ વિચારશુદ્ધિ ભાગ્યે જ હોય, નથી કહીએ તો ચાલે. અયોગ્ય આચાર કરવા પડે માટે કરે અને કરવા માટે કરે એ બેમાં અંતર છે. થઈ જાય છે એમાં અને કરવા પડે છે એમાં ઘણું અંતર છે. સમ્યગ્દષ્ટિ આત્મા, દુનિયાદારીના આચારને કરવાની ઇચ્છાવાળો નથી હોતો, તેનો પ્રશંસક નથી હોતો, છતાં એના હાથે થઈ જાય છે, એને પણ કરવા પડે છે તે વાત જદી. છતાં એમાં એ લીન તો નથી જ થતો. થઈ જાય અથવા કરવા પડે માટે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ : - 39 કરે છે. એ રીતે કરનાર આત્માને મલિન આચાર એટલો મલિન નહિ કરે, કે જેટલો “કરવો જોઈએ” એમ માનીને કરે, એ આત્માને મલિન કરે. આચાર નથી માટે તો સમ્યગ્દષ્ટિને પણ શાસ્ત્ર બાળકોટિમાં મૂક્યા. જ્યાં પંડિતમરણની વાત આવે છે, ત્યાં મુનિના મરણને પંડિતમરણ કહેવાય છે. વ્રતધારી દેશવરતિ શ્રાવકના મરણને બાલપંડિતમરણ કહેવાય છે અને બાકીનાં બધાં મરણને બાલમરણ કહેવાય છે. એમાં સમ્યગ્દષ્ટિ પણ આવી જાય. 547 સમ્યગ્દષ્ટિ : યોગ્ય રીતે જ્યાં આચારશુદ્ધિ પણ ન કેળવાય, ત્યાં આવી ગયેલું સમ્યક્ત્વ પણ ટકવું બહુ કઠિન છે. દ્રવ્યાનુયોગમાં જે તત્ત્વચિંતા છે, તે બીજે ક્યાંય નથી, પણ તે તત્ત્વમાં રમણતા થવી જોઈએ. કોઈ કહે કે ‘ચારિત્ર્ય ન આવે પણ તત્ત્વજ્ઞાતા હોય તો તત્ત્વરમણતા કેમ ન આવે ?' બાહ્ય સંયોગોમાં અતિશય ગૂંચાઈ ગયેલા આત્માને એ સંયોગોની ગૂંચ નીકળ્યા વિના, જોઈતી તત્ત્વરમણતા આવતી નથી. પરતંત્રતાનાં બંધન છૂટ્યા સિવાય સ્વતંત્ર કઈ રીતે થવાય ? સમ્યગ્દષ્ટિ પણ ચારિત્રી નથી બનતો, એ ઇચ્છાથી કે પરતંત્રતાથી ? જો ઇરાદાપૂર્વક ચારિત્રી ન બનતો હોય, તો એ સમ્યગ્દષ્ટિ જ નથી. ‘પરતંત્રતા વળગેલી છે, માટે એ ચારિત્રી નથી બનતો' એ વાત જુદી, પણ તે ઇરાદાપૂર્વક ન બને, એ તો બનવા જોગ જ નથી. ૧૯ હવે વિચારવાનું એ છે કે પરતંત્રતા મજબૂત છે કે મજબૂત માની લીધેલી છે ? શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી કૃષ્ણ મહારાજા માટે તો આ મુદ્રામાં કહી શકીએ કે એ પરતંત્ર હતા, પણ તેમ બીજા માટે નહિ કહેવાય : કારણ કે ત્યાં તો જ્ઞાનીએ નિશ્ચિત કહ્યું હતું. તે છતાં પણ એ મહાપુણ્યશાળીઓના આખા જીવનમાં, વિચારમાં અને પ્રયત્નોમાં તો સર્વવિરતિના ધોધ વહેતા હતા. ભલે એ લેતા નહોતા, પણ પ્રશંસા તથા સઘળા પ્રયત્નોથી તેની આરાધના માટે તો તેઓ સજ્જ જ હતા. આટલી ભાવના, આટલા પ્રયત્નો અને ‘બધા પામે તો સારું' એવા વિચારો છતાં, એમનાથી ન બની શકે તો તો મનાય કે પરતંત્રતા છે, પણ જ્યાં ભાવ ન હોય, બહુમાન ન હોય, તે તરફ દૃષ્ટિ ન હોય, કોઈ જાતનો પ્રયત્ન સરખો પણ ન હોય, તો એના માટે ન કહી શકાય કે એ પરતંત્રતામાં પડેલો છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 548 મોસમ બરાબર ચાલતી હોય, એવામાં બીમારી આવી જાય, બહાર ન નીકળી શકાય એવી બીમારી આવી જાય ત્યારે એ શું કહે ? પોતાના પુત્ર આદિને કહે કે આવી કમાણીના સમયે દુર્ભાગ્યે બીમારી આવી. મારે તો પડ્યા રહ્યા વિના છૂટકો નથી, પણ તમે તો જાઓ. આ મોસમના દિવસે ગયા તો બધું ગયું. વરસ આખું ગયું. છોકરાઓ તથા કુટુંબીઓ પણ વૈદ ડોક્ટરને લાવે અને કહે કે ઝટ મટાડો, ઝટ ઊભા કરો. બેચાર આની મટે, લાકડી લઈને ચાલી શકે એવો થાય. તોયે ઝટ વેપાર કરવા એ જાય. માંદી હોય ત્યારે પણ કુટુંબીઓ પુત્રને કહે કે, પાસે બેસવા જેવું છે, તો પણ પિતા કહે કે, ના ભાઈ, તું તારે જા પણ મોસમને ન ગુમાવ. મુદ્દો એ છે કે કઈ ઇચ્છા ? કઈ ભાવના ? સમજે છે કે ત્યાં જવાનું જરૂરી છે. મોસમની કિંમત સમજે છે. મોસમના મર્મને સમજે છે. નથી જવાતું. એ ખામી છે એમ માને છે. અહીં પણ આવી દશા હોય, એ સમ્યગ્દષ્ટિ છે. આવી ભાવનાવાળા માટે કહેવાય કે એ પથારીમાં પડ્યો નથી, પણ પડી રહેવું પડવું માટે પડ્યો છે. ઊભો થવાની શક્તિ નથી, અશક્ત છે, ઊભો થતાં ચક્કર આવે છે, માટે પડી રહ્યો છે, પણ એની નજર, વૃત્તિ તો મોસમ તરફ જ છે. તેવી જ રીતે ચારિત્ર મેળવવા માટે સમ્યગ્દષ્ટિ આત્માને પૂરી આતુરતા હોવી જોઈએ. ન મેળવાય માટે પશ્ચાત્તાપ કરે. કોઈ મેળવે એટલે એના આનંદની અવધિ ન હોય. સાથેનાઓ - સહચારીઓ, ઝટ એ મેળવે એ ભાવના હોય અને યથાશક્તિ પ્રેરણા પણ હોય. નિંદાપાત્ર કોણ? ચડીને પડેલો કે નહિ ચડેલો? આ વસ્તુ બરાબર પરિણમે, તો દુનિયાની ચીજને જોવા પણ નહિ રહે. બંધનો તથાવિધપણે દૂર ન થાય ત્યાં સુધી તથા પ્રકારે તત્ત્વરમણતા થઈ શકે નહિ. ભણેલાઓ પણ અયોગ્ય સંસર્ગમાં ફસાયા હોય તો ઝોક ખાઈ જાય. શાસ્ત્ર આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. એટલે એના ઉપર બાહ્ય સંયોગોની અસર થયા વિના રહેતી નથી. ઊંચામાં ઊંચો મહાવ્રતધારી સાધુ, એને માટે પણ એમ કહ્યું કે તેણે સ્ત્રી, પશુ, પંડકથી વર્જિત વસ્તીમાં રહેવું. ચડતાને પડવાની બીક હોય, ચડે જ નહિ એને બીક શી ? પડવાની બીક, ચડતાને કે નહિ ચડતાને ? ઊભેલાને કે બેઠેલાને ? કે સૂતેલાને ? પડે છે કે જે ચડ્યો હોય, ચડતો હોય. ચડેલો અગર ચડતો પડે તે નિંદાને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ : - 39 પાત્ર કે પડવાની બીકે ચડતો જ નથી તે તિરસ્કારને પાત્ર ? પેલો પડ્યો, પણ ચડીને પડ્યો. ચાખવાનું ચાખી આવ્યો, જોવાનું જોઈ આવ્યો. કોઈ કહે કે ‘ફલાણો પડ્યો.’ એને કહો કે ‘તું તો અહીં જ છે ! એ તો એટલો ઉદ્યમ કરી પણ ચૂકચો અને તું તો એદી જ રહ્યો. એ તો દિશા જોઈ પણ આવ્યો, એણે માર્ગ જોયો, હવે જ્યારે એનું મન થશે ત્યારે ઊલટભેર જશે, પણ તું તો પગ ભાંગીને જ બેઠો છે ! 549 ૨૧ જ સ્કૂલમાં જનાર પાસ કે નપાસ થાય, પણ ન જાય તેને પાસ કે નપાસ થવાનું છે જ ક્યાં ? નહિ જનારો કોઈ ઠોઠ ‘ભલેને એ સ્કૂલમાં ગયો, એણે વાંચ્યું તોયે નપાસ થયો. તો હું સારો ને કે, વાંચતો જ નથી,’ આ પ્રમાણે કહે તો ડાહ્યો માણસ એને એ જ કહે કે ‘મૂર્ખ ! તારામાં ને એનામાં ફેર છે. એ તો અમુક માર્ક ખૂટવાથી નાપાસ થયો, પણ તું તો મીંડામાં રહ્યો. આવું કહેવા છતાં પણ ઠોઠ તો એ ન જ જુએ. આ ઉપરથી પડેલાનો બચાવ કરવામાં નથી આવતો. પડેલાને માટે પણ જૈન શાસ્ત્ર ભયંકર શબ્દો કહ્યા છે. પડેલો પણ ગબડ્યા કરે, તો એવો ગબડે કે પત્તો જ ન લાગે. પત્તો લાગતાં લાંબો કાળ જોઈએ, પણ કહ્યું કે એ પડેલો ગમે ત્યાં જાય, પણ ચડવા માટે જ્યારે નિમિત્ત મળશે કે તરત ચડશે, પણ પગ ભાંગીને બેઠેલો તો જવાનો જ નથી. પડેલાને જોવા કરતાં, એ જોવું જરૂરી છે કે ચડ્યા કેટલા ? ચડે છે કેટલા ? ચડનાર કેટલું ચડી રહ્યા છે તે કેટલું ચડ્યા ? પડેલા પણ કેટલું સાધી આવ્યા ? આજે એ બધું જોવું નથી ને કોઈ પડે, લાગ આવે તો પોતે જ એને પાડવામાં હિસ્સેદાર થયા હોય, અથવા ગમે તે પ્રકારે કોઈ પડે, તે માટે મોટા મોટા વિચારો કરવા છે અને બધી બુદ્ધિનો ખજાનો ખાલી કરવો છે. એટલે કે પોતાની યોગ્યતા તપાસ્યા વિના પતિતની નિંદા જ ક૨વી છે અને વધુમાં એવા ‘પતિત’ કહેવાતાઓને પોતાની નાસ્તિક માન્યતાઓના પ્રચારમાં ભેળવવાની કૂટનીતિઓ વાપરતાં, પેલાના સદ્ભાગ્યે નિષ્ફળતા મળે, ત્યારે એવા તરફ આંગળીઓ ચીંધી સન્માર્ગને અને એના પ્રચારકોને ભાંડવા છે. પણ જો બુદ્ધિપૂર્વક વિચારવામાં આવે તો સમજાય કે નિંદાપાત્ર કોણ ? ચડીને પડેલો કે નહિ ચડેલો ? સાધુ દરેકને ધર્મલાભ જ આપે : શ્રી નંદીષેણ પડ્યા, પણ ચડ્યા તો પડ્યા. પડ્યા પડ્યા પણ એમની એ દશા તે ચડવાને આભારી છે. ચડતી વખતે પડવાની ભાવના ન હોય. ‘પડ્યા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ ——– 550 તો શું ?' એવી પહેલેથી ભાવના રાખનાર તો લુચ્ચો કહેવાય. રણસંગ્રામમાં ગયા પછી ટકી ન શકાય અને કદાચ ભાગવાની ભાવના થાય એ વાત જુદી, પણ રણસંગ્રામમાં જતાં પહેલાં જ ભાગવાના માર્ગ, છીંડાં ગોતે, ભગાશે ક્યાંથી એ ગોતે, એ તો બહેતર છે કે ન જ જાય. એવાઓથી કોઈ કાળે જીત ન થાય. શ્રી નંદિષણજીને પડવાની ભાવના નહોતી. પડ્યા એ વાત ખરી, પણ ન પડાય માટે પૂરતા પ્રયત્ન કર્યા હતા. અંતે કર્મોદયે પડ્યા એ વાત ખરી. પડીને રહ્યા ક્યાં ? સામાન્ય ધર્મી પણ ન રહે ત્યાં ! વેશ્યાને ત્યાં. કેવી રીતે ? ઓઘો આઘો મૂકીને. પણ હૈયેથી એને ભૂલ્યા નહોતા. પોતે પ્રમત્ત બન્યા, ધર્મલાભના બદલે અર્થલાભ આપવાનો સ્વીકાર કર્યો માટે પડ્યા. સામાની અર્થલાભની માગણીમાં લલચાયા માટે પડ્યા. નિસરણીનું એક પગથિયું ચુકાય તો ગબડ્યા સમજો. સાધુ પાસે શું હોય? ધર્મલાભ. કોઈ મારે એને પણ ધર્મલાભ, કોઈ પગે લાગે એને પણ ધર્મલાભ. ભિક્ષા લેવા જાય ત્યાં ભાવથી ભિક્ષા વહોરનારને પણ ધર્મલાભ અને “નથી આપતા, ચાલ્યા જાઓ, બહાર નીકળો” એમ કહેનારને, અરે ધક્કા મારી કાઢનારને પણ ધર્મલાભ : “આવો' કહેનારને, પણ ધર્મલાભ અને જાઓ કહેનારને પણ ધર્મલાભ : રાજી થનારને પણ ધર્મલાભ અને નારાજ થનારને પણ ધર્મલાભ !સાધુ પાસે આ સિવાય બીજો આશીર્વાદ જ ન હોય. કોઈ મારવા આવે એનું પણ કલ્યાણ થાઓ એ જ ભાવના. સૌનું કલ્યાણ થાઓ એ જ મનોરથ. એ ન હોય તો મહાત્માપણું ગયું. રહ્યું કયાં ? મુનિની પાસે જે આવે તે બધાને ધર્મલાભ દે. રંકને પણ ધર્મલાભ અને રાજાને તથા ચક્રવર્તીને પણ ધર્મલાભ! ઇન્દ્ર આવે તો ઇન્દ્રને પણ એ જ ધર્મલાભ ! મહાત્માઓએ આ એક જ ધ્યેય માટે આખી દુનિયાનો ત્યાગ કર્યો છે. એ ધ્યેયને મૂકીને મહાત્મા બીજું શું આપે ? સમ્યગ્દષ્ટિ ભાવિને જ પ્રધાનતા ન આપે : શ્રી નંદિષણ વેશ્યાના ઘરમાં ગયા, ધર્મલાભ દીધો, એ વખતે વેશ્યાએ કહ્યું કે “અહીં તો અર્થલાભ જોઈએ.” શ્રી નંદિષણ મુનિ, “અમારી પાસે અર્થલાભ નથી' એમ કહીને ચાલી ગયા હોત તો વાંધો હતો ? નહિ જ. સભા ભાવિ. (ભવિતવ્યતા) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ ઃ - 39 શ્રી નંદિષણજીની બાબતમાં ‘ભાવિ’ (ભવિતવ્યતા) એ વાત તદ્દન સાચી, બાકી સમ્યગ્દષ્ટિ આત્મા ભાવિને પ્રધાનતા ન આપે પણ ગૌણ કરે. જો ભાવિને જ પ્રધાન કરાય, તો તો પાપથી બચવાના ઉગ્ર પ્રયત્નોમાં મંદતા આવે. પ્રયત્ન કર્યા પછી સફળતા ન મળે તો જ ભાવિ. આંખે દેખનારો ઉપયોગ વિના ચાલે અને થાંભલે ટિચાય ત્યાં ભાવિનો વાંક કાઢવો, એ મૂર્ખાઈ છે. જોવા છતાં, કાળજી રાખવા છતાં, ટિચાય તો જ ભાવિનો વાંક ! સમ્યગ્દષ્ટિ આત્મા પુરુષાર્થને પ્રધાન માને. એ તો કહે કે ‘મને તત્ત્વની ખબર છે, પુણ્ય-પાપ જાણું છું, આશ્રવના માર્ગ જાણું છું, કેમ બચાય એ જાણું છું, સંવરને કેમ સ્વીકારાય એ જાણું છું. બંધથી બચવા માટે શું કરવું તથા નિર્જરા કેવી રીતે કરવી એ જાણું છું, તો પછી જાણનારથી પ્રયત્ન વિના કેમ રહેવાય ? પૂરતો પ્રયત્ન કરવા છતાં વિપરીત થાય તો સમજવું કે ભાવિ ભયંકર હતું. જો આમ ન થાય અને માત્ર ભાવિને જ પ્રધાનતા અપાય, તો પુરુષાર્થની મહત્તા એકદમ ઘટી જાય. મુનિ, ગૃહસ્થ કરતાં ઊંચી કોટિના શાથી ? 551 શ્રી નંદિષણ મુનિવરના પ્રસંગમાં તો ભાવિ માન્યું. પણ તેમાંય નિમિત્ત કયું એ વિચારો. ‘અર્થલાભ' દેવાની ઇચ્છાના નિમિત્તે પતન થયું. અર્થલાભ દેવા આતુર ન થયા હોત, તો પતન થાત ? માગનારાને રાજી રાખવા માટે જે પોતાપણું ગુમાવે છે, તે ખરેખર બધું જ હારી જાય છે. માગણી કરનાર તો અજ્ઞાની છે, માટે ગમે તે માગે, પણ આપનારે સાવધ રહેવું જોઈએ. માગે તે અપાય ? કમ્પાઉન્ડરની પાસે શીશા તો ઘણાયે પડ્યા હોય, દરદી કહે કે મોટા શીશામાંથી આપો તો એ આપે ? નહિ જ, એ તો ડોક્ટરે લખી આપ્યું હોય તે જ આપે. એના માગ્યા મુજબ આપે અને કાંઈ થાય તો શું થાય ? ડોક્ટર કારણ પૂછે અને તે એમ કહે કે ‘દરદીએ એ માગ્યું હતું માટે આપ્યું.’ તો ચાલે ? ડોક્ટર તરત કહે કે ‘દરદી માગે તે આપવા તમને રાખ્યા છે કે હું લખી આપું તે આપવા તમને રાખ્યા છે ? પણ કહો છો કે સમજદાર કમ્પાઉન્ડર બીજું આપે જ નહિ, કારણ કે એને પોતાની નોકરી અને સ્થિતિની દરકાર છે. દવા પણ આપે તે પ્રમાણ હોય તે મુજબ માપ માપીને જ આપે, પણ અનુમાનથી ન આપે : બહુ અનુભવ થયો હોય, તે અનુમાનથી આપે, તે પણ માપ મુજબ જ આપી શકતો હોય તો તે વાત જુદી છે. પણ એમ કરતાં દરદીને નુકસાન થાય તો એનો એ ૨૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ ––– 552 બચાવ કોઈ સાંભળે નહિ, એ ડિસમિસ થાય. યાચક માગે તે આપવું એ દાતાનું કામ ન કહેવાય, પણ યોગ્ય અને સામાનું હિત થાય એવું દાતા યાચકને આપે. સલાહ પણ શ્રેયકર અપાય. મુનિ પાસે તો દેવાનો એક ધર્મલાભ જ છે. મુનિ પાસે એક ધર્મ જ છે. તમારી પાસે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે થોડા થોડા છે. અમારી પાસે પણ એ ત્રણે થોડા થોડા હોય, તો તમે અમારી સામે આ રીતે બેસો ? નહિ જ. કારણ કે બેય સરખા, અંતર શું ? તમારી પાસે ત્રણ : ધર્મ, અર્થ અને કામ, અને અમારી પાસે એક ધર્મ. એકવાળો શ્રીમાન કે ત્રણવાળો ? તમારી પાસે પેલા બે જે અર્થ અને કામ છે, તે પેલા પહેલાને બગાડનારા છે. તમે ધર્મ ઉપર મક્કમ ન રહો, એ બેથી બચવાનો પ્રયત્ન ન કરો, તો ધર્મ બચે નહિ. પેલા બે એવા છે કે ખરાબ કરી નાખે. તમારી પાસે ત્રણ છે માટે, એટલે અંશે ઊતરતી કોટિના. મુનિ પાસે તો ધર્મ જ, માટે તે ઊંચી કોટિના. એ બે વચ્ચે અંતર કેટલું? શાસ્ત્ર કહે છે કે મેરુ અને સરસવ જેટલું ! શાથી ? એથી જ કે ગૃહસ્થ અર્થકામમાં ગૂંચાયેલો છે. સાચો ગૃહસ્થ પણ અર્થ-કામ દેવાનો રસિયો ન હોય. અર્થ દે તે પણ ભક્તિ માટે, સામાના શ્રેય માટે, સામાને ધર્મમાં સ્થિર કરવા માટે ! મુનિ પાસે ધર્માર્થી શા માટે આવે છે? બબ્બે કલાક સાંભળવા આવો એનું કારણ એક જ હોવું જોઈએ કે મારામાં પેલા અર્થ અને કામ અધિક પ્રવેશેલા છે ને પ્રવેશી રહ્યા છે, તે નીકળી જાય અને એ બેને લઈને ધર્મમાં મંદ પડ્યા છો તેથી તેજ થાય. ધર્મની ઇચ્છા છતાં, ધર્મને સારો માન્યા છતાં, પેલા બેના સહયોગે જે ધર્મ નથી થઈ શકતો, તે ધર્મ કરી શકાય અને અર્થ-કામની મમતા જે છૂટતી નથી એ છોડી શકાય. આથી સ્પષ્ટ જ છે કે જેની પાસે એકલો જ ધર્મ છે, એને ધર્મલાભ સિવાય બીજું આપવાનો અધિકાર નથી. પ્રાયશ્ચિત્તની યોજના શા માટે? મુનિ, ધર્મ સિવાય અર્થ-કામ વગેરે જેવા જ માંડે, તો દાતાર મટી ઘાતક થઈ જાય. મુનિ પાસે તો એક ધર્મ જ છે. અને એ દેવામાં કોઈનું પણ અહિત થવાનો સંભવ નથી જ. સારી અને ખોટી મિશ્રિત ચીજ હોય, ત્યાં દાન દેતાં વિચાર કરવાનો, પણ માત્ર સારું જ હોય ત્યાં વાંધો શો ? પથરાના ઢગલામાં પડેલા હીરાને લેવો હોય તો ઝવેરીનું કામ પડે, કેમ કે હીરો લેતાં પથરો ન Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ : - 39 પ આવી જાય, એ માટે ઝવેરીની જરૂ૨, પણ હીરાના ઢગલામાંથી હીરા લેવા હોય તો તો ખોબા જ ભરાય. સામાન્ય માણસે હીરો લેવો હોય તો સીધું ઝવેરીને ઘરે જવું પડે, ભય તો નહિ ? સારી ને ખોટી બે ચીજ હોય ત્યાં વિચાર. 553 વૈદ તો બધી માત્રા બતાવે, જુદાં જુદાં પથ્ય હોય તે પણ બતાવે, પણ આપે યોગ્યને ! તેમ મુનિ પણ સર્વવિરતિ ક્યારે આપે ? અર્થ અને કામનો તદ્દન ત્યાગ કરીને આવે ત્યારે ! રાતી પાઈ પણ ન રખાય, એમ માનીને આવે ત્યારે ! સર્વવિરતિને આપનાર ‘કરેમિ ભંતે’ ચારે ઉચ્ચારાવાય ? ત્યારે જ, કે જ્યારે શરીર ઉપર વાલની વીંટી પણ ન હોય. માબાપને, બંગલાબગીચાને ભૂલે ત્યારે ! દેવાનું બધું પણ શરત ખરી. જીવતાં સુધી બધું છોડવું પડે. મનથી, વચનથી અને કાયાથી. કાયાથી એ કે હવે ઘરમાં નહિ જવાય, વચનથી ઘર મારું નહિ બોલાય અને મનથી ઘર મારું નહિ મનાય. આ પથ્ય. ચીજ બધી દેવાય, પણ સામાનું એકાંતે કલ્યાણ થાય તેવી. વૈદ માત્રા આપે, પણ કહે કે, ‘તેલને આંગળી પણ નહિ અડાડાય. ઘી, ઘઉં, દૂધ, સાકર વગર કાંઈ નહિ ખવાય. જો બીજું ખાઈશ તો મારી માત્રા ફૂટી નીકળશે, કીડા પડશે, પાછું વારણ નહિ થાય, બચાવ નહિ થાય, બચાવની એક પણ બારી નહિ રહે અને મસાણેસ્મશાને જવું પડશે.' જોકે વૈદ કુટુંબીને કહેતો જાય કે કંઈ ગોટાળો થાય તો તરત ખબર આપજો, પણ એ વાત બનતાં સુધી દરદીને તો ન જ કહે. દરદીને તો ચોખ્ખું આવું જ કહે. વૈદ પાસે વારણ તો હોય. વારણ ન હોય એ વૈદ નહિ . એવા વૈદની દવા ખાવી નહિ. જે પ્રતિકાર ન કરી શકે, તેવો ઉપકારી ન જોઈએ. આપ્યા પછી ફેરફાર થાય તો સુધારો કરી શકે, એવો ઉપકારી જોઈએ. શાસ્ત્ર એટલા માટે તો પ્રાયશ્ચિત્ત રાખ્યાં. પ્રાયશ્ચિત્ત લેવાં પડે એવી ક્રિયા કરવી જોઈએ નહિ, પણ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત છે, કારણ કે છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર છે. તમારી પાસેની કેટલીયે ચીજો આપવા જેવી નથી અને ભોગવવા જેવી પણ નથી. પણ મુનિ જો પોતાના મુનિધર્મમાં નિષ્ઠ રહે તો એની પાસે ઘાતક એક પણ ચીજ નથી. આથી ઉઘાડું જ છે કે મુનિથી ધર્મલાભ સિવાય બીજું કંઈ કહેવાય નહિ. વેશ્યાએ અર્થલાભ માગ્યો . મુનિ ‘અર્થલાભ નથી' કહીને ચાલ્યા ગયા હોત તો કંઈ નહોતું, પણ શ્રી નંદિષણ મુનિવરને ત્યાં કર્મોદયે અહંકાર આવ્યો. ‘શું મારી પાસે અર્થલાભ નથી ?’ એમ થયું. ‘શું હું કમ છું ?’ એમ થયું. મારી પાસે અર્થલાભ નથી’ એમ કહેવામાં શ૨મ શી ? Page #86 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - -- 554 - સાધુને કોઈ ભિખારી કહે, તો સાધુ વાંધો માને ? નહિ જ. ભિખારી બે જાતના. એક પેટભરા અને એક આત્મભરા. પેટભરા ભિખારીને અહીં કલ્પ નહિ. ચક્રવર્તીને પણ આ ઓઘો દેવાય અને ભિખારીને પણ આ ઓઘો દેવાય. પણ કયારે ? ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડે અને ભિખારી ભિખારીપણું છોડે ત્યારે ! ચક્રવર્તીથી “હું રાજા' એમ ન કહેવાય અને ભિખારીથી “રોટલા આપો' એમ ન કહેવાય. ચક્રવર્તીમાં “ચક્રવર્તીપણું એ ખામી અને ભિખારીમાં ભિખારીપણું ' એ ખામી છે. એ ખામી નીકળી જાય ત્યારે જ પ્રભુમાર્ગની સર્વવિરતિ સ્વીકારી શકાય અને તે દ્વારા વાસ્તવિક આત્મકલ્યાણ સાધી શકાય. મુનિને ધર્મદાનનો જ અધિકાર છેઃ સર્વવિરતિના સ્વીકાર પછી જીવન તન્મય જ બનવું જોઈએ. સર્વવિરતિનો ધરનાર મુનિ જે દાન કરે છે, એ દાન તો આત્માને અવશ્ય ઉપકારક જ છે, કારણ કે મુનિને ધર્મદાન સિવાયના બીજા દાનનો અધિકાર જ નથી. શું મારી પાસે અર્થ નથી?” એ ભાવના શ્રી નંદિષણ' જેવા મુનિવરને પણ પાડનારી થઈ, માટે જેનો મેળ મળી ન શકે, તે મેળ મેળવવાની ઇચ્છા પણ ન કરવી જોઈએ. શ્રાવક તથા સાધુને કેવો અને કેટલો મેળ? કહેવું જ જોઈએ કે ધર્મ પૂરતો જ ! તમારા વેપાર-રોજગાર, બજાર, ભાવ-તાલ, માલ, આવક-જાવક, પૈસોટકો, બંગલા, બગીચા, વારસ, છોકરાંઈયાં વગેરે જાણવાનું મુનિને કામ નથી. પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણાદિ તમે કરો છો કે નહિ, એ જ મુનિ જાણે. એ જાણવાને વાંધો નહિ, કારણ કે ધર્મનું સેવન અને ધર્મનો પ્રચાર એ જ મુનિનું ધ્યેય હોય છે. સાધુ-શ્રાવકે પરસ્પરની નીતિ-રીતિ જાણવાની જરૂર છે. તમે તમારી ફરજ સમજો. જેને સાધુ માનો, તેના પ્રત્યે કયો વર્તાવ રાખવો જોઈએ, એ બાબતમાં શાસ્ત્રસિદ્ધ મર્યાદાઓનો અભ્યાસ કરો. તમારી દુનિયાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર મુનિને નથી તેમ તમારાથી મુનિને એમાં ન જ નાખી શકાય. તમારે તો મુનિને એમ કહેવું જોઈએ કે “અમે આધિ, વ્યાધિ તથા ઉપાધિથી સળગી રહ્યા છીએ, અમને ધર્મરૂપ નીરથી કાંઈક ઠંડા પાડો !” આ એક જ માગણી પૂરી પાડવાનું કામ મુનિનું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ કકક - ૨ ઃ ચડનારને ચડવા દો. પાડો નહિ ? - 39 – – ૨૭ શ્રી નંદિષણે અર્થલાભ દીધો તો ઓઘો ખીંટીએ મૂકી વેશ્યાને ત્યાં રહ્યા, અને સંયમથી પતિત થયા. લબ્ધિના જોરે સાડાબાર કરોડ સોનૈયા વરસાવ્યા, વેશ્યા વળગી, “હવે તો અહીં રહીને ભોગવો, નહિ તો આ સોનૈયા ગાડાં ભરીને સાથે લઈ જાઓ !” મુનિ નમેલા તો હતા જ, વધુ નમ્યા. ત્યાં બેઠા. વેષ દૂર કર્યો. પણ ચડેલા હતા, વર્ષો સુધીની આરાધના હતી, એના યોગે આત્મા ડંખ્યો, અને પરિણામે અભિગ્રહ કર્યો કે “રોજ દસને આ ચારિત્રના, પ્રભુમાર્ગના રંગી બનાવું નહિ, ત્યાં સુધી જમું નહિ ! પડતાને ટેકો આપો ! હવે વિચારો કે સાધુપણું મૂકીને વેશ્યાને ત્યાં બેઠેલા પણ આ ચારિત્રના રાગીને આવો નિયમ હોય તો સાધુપણામાં રહેલાને આ સંયમ આપવાની, આ કોઈ લે તેવા પ્રયત્નો કરવાની, ઓઘો વારંવાર બતાવવાની, આ વસ્તુ તરફ આકર્ષવાની ભાવના થાય અને એમ વર્તે, તો એમાં “આની ઓઘો વારંવાર બતાવવો એ ઓઘાની આશાતના છે', એમ એક સાધુએ કહ્યાની વાત આવી હતી. આશાતના શી ? વેશ્યાને ત્યાં રહેનારની આ ભાવના શાથી? કહેવું પડશે કે સ્વાદ ચાખીને આવ્યા હતા એથી. એથી જ એમને એમ થયું કે એ સ્વાદ ચાખવા બીજાને પણ મોકલું. તો મુનિપણામાં સ્થિર રહેલ મુનિ ઓઘો બતાવે, ઓઘો યાને રજોહરણ આપવાના પ્રયત્નો કરે, એ તરફ આકર્ષે, એમાં આશાતના શી? આ મુનિપણાનો વેષ તો શ્રાવકે ઘરે રાખવો જોઈએ. એ તમે રાખવો બંધ કર્યો, માટે મેં બતાવવો શરૂ કર્યો છે. શાસ્ત્ર કહે છે કે શ્રાવક ઘેર આ વેષ રાખે, પૂજે, હાથ જોડે, ભાવના કરે કે ક્યારે પાકું ? આ રીત તમે બંધ કરી, એટલે મેં બતાવવું શરૂ કર્યું. એમાં આશાતના શી ? નંદિષેણે સંયમ મૂક્યો, પણ સંયમના રસિયા હતા. વેશ્યાને ત્યાં રહી દશને પ્રતિબોધે એ હૈયામાં વૈરાગ્ય કેટલો ભર્યો હશે? શ્રાવકની કે સાધુ થનારની કે સાધુની ભાવના શુદ્ધ જોઈએ. સંસારમાં અસારતાની માન્યતા જોઈએ. રોજ સંયમશુદ્ધિની ભાવના જોઈએ, હૈયાં શુદ્ધ જોઈએ. વિનયરત્નની જેમ કપટથી ચારિત્ર પાળનાર ન જોઈએ. શ્રી નંદિષેણ ઘણા વખત સુધી એ રીતે રહ્યા અને રોજ દશને પ્રતિબોધ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – - 55s પમાડતા. છેલ્લે એક દિવસ એક મળ્યો. એ દિવસે નવ તો ગયા, પણ એક માને નહિ. એ એક કહેવા લાગ્યો કે, “બધી વાત સાચી, સંસાર ખોટો, વિષયો વિષ જેવા. બધું કબૂલ, પણ તમે કેમ પડી રહ્યા છો ?” શ્રી નંદિષેણે સમજાવ્યું કે કર્મોદયે પતિત થયો છું, પણ માર્ગ એ છે.” રકઝક ચાલી. રસોઈ તૈયાર થઈ એટલે વેશ્યા બોલાવવા આવી કે, “રસોઈ કરી જાય છે, જમવા ચાલો, ક્યાં સુધી રકઝક કરશો ?” શ્રી નંદિષેણે કહ્યું કે “આ દશમો માનતો નથી.” વેશ્યાએ કહ્યું “દશમા તમે થાઓ. શ્રીનંદિષણને ધર્મ પ્રત્યે રાગ તો હતો જ, માત્ર નિમિત્તની જ જરૂર હતી. તરત ઊભા થયા, વેષ પહેર્યો, વેશ્યાએ ઘણું કહ્યું, પણ હવે એ ઓછા જ પાછા વળે ? તરત ગયા. ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત લઈ, આલોચના કરી, ફરી દીક્ષા લીધી. ચડે એ પડે પણ ખરા, માટે ચડીને પડેલાની ઠેકડી કરવા કરતાં ચડનારાનાં દૃષ્ટાંતો જુઓ. ચડનારાની ભાવનાવાળાને ટેકો આપો. ચડવું સારું એમ માનો. ચડતાને ચડવા દો ને પડતાને ઝીલો ! ચડેલાને હાથ જોડો, ઝૂકો. ચડવા ઇચ્છનારને સલાહ આપો, પ્રેરણા કરો, સહાય આપો, સામગ્રી આપો, ગબડે તો ઝીલો. શ્રી મેઘકુમાર જ્યારે દીક્ષાની રજા લેવા આવે છે, ત્યારે માતા કહે છે કે “આ પડ્યા, તે પડ્યા ત્યારે શ્રી મેઘકુમાર કહે છે કે “મા ! તને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાંથી આ જ દૃષ્ટાંત જડ્યાં ? હજારો, સંખ્યાબંધ ચડ્યા, ચડી રહ્યા છે તે ન દેખાયા ?” આવું કહેનાર શ્રી મેઘકુમાર પહેલી રાત્રે પડ્યા અને ભગવાને ટકાવ્યા, પણ ભગવાને એમ તો ન જ હ્યું કે “તું તારી માને મોઢે તો ડાહી ડાહી વાતો કરતો હતો અને આમ કેમ ? જા, જા પાળ્યું એ તો!” પણ ભગવાને તો એમને ટકાવી લીધા અને તરત જ શ્રી મેઘકુમારે આંખો સિવાય શરીર માત્રની પરિચર્યા ન કરવાનો અભિગ્રહ કર્યો. ચડતાના પગ ન ખેંચો ! વૈિભારગિરિ પર શ્રી શાલિભદ્રજી તથા શ્રી ધન્નાજીએ અનશન કરેલ છે, તે વખતે શ્રી શાલિભદ્રજીની માતા પોતાની પુત્રવધૂઓ સાથે વંદન કરવા ભગવાન પાસે આવે છે. ત્યાં શ્રી શાલિભદ્રજી તથા શ્રી ધન્નાજીને ન જોતાં, ભગવાનને પૂછ્યું, ભગવાને અનશનની વાત કરી. ભગવાને કહ્યું કે, “તમારે Page #89 -------------------------------------------------------------------------- ________________ 557 ૨ ઃ ચડનારને ચડવા દો. પાડો નહિ : - 39 - ૨૯ ત્યાં આહાર લેવા ગોચરીએ આવ્યા હતા, પણ તમે અહીં આવવાની ધમાલમાં એમને જોઈ ન શક્યાં, તેઓ તો પારણું કરી વૈભારગિરિ ઉપર ગયા અને ત્યાં અનશન લીધું છે.” ત્યાંથી માતા તથા બત્રીસે સ્ત્રીઓ રોતી રોતી વૈભારગિરિ ઉપર જાય છે. ત્યાં જઈને પણ સખત આકંદ કરે છે. એવું રુદન કરે છે કે પક્ષીઓ પણ રોવા લાગ્યાં. વિલાપ કરતી માતાને શ્રી શ્રેણિક મહારાજા તથા શ્રી અભયકુમાર કહેવા લાગ્યા કે “હે જગતપૂજ્ય જનની ! જેનો આવો પુણ્યશાળી દીકરો અને જમાઈ, તે આવે સમયે આક્રંદ કરે ? અત્યારે આ બેય પુણ્યશાળીઓ, ભગવાન શ્રી મહાવીરદેવના શિષ્ય તરીકે મુક્તિમાર્ગની આરાધના કરી રહ્યા છે. હે માતા ! તમે પ્રભુના માર્ગને સમજો છો, તમારાથી આમને મોક્ષમાર્ગની કાર્યવાહીમાં વિઘ્ન કરાય ? એમનો માર્ગ નિર્વિઘ્ન થાય એવા આશીર્વાદ આપો !' તેત્રીસેનાં આંસુ સુકાઈ ગયાં. આજના કહેવાતા સુધારકોમાંનો કોઈ ત્યાં હોય તો ? તમારામાં પણ જે કોઈ એવા છે, એમાંનો કોઈ ત્યાં ભૂલેચૂકે ભેટી ગયો હોય તો? શું કહે ? એ જ “છે કાંઈ દયા? મા રડે છે તોયે હૈયું પીગળે છે? દીકરા આવા હોય ? આ ધરમ ? આવો ધરમ કોણે કહ્યો ? શિખવાડ્યો કોણે ?” આ પ્રમાણે કહી ભેગા પોક મૂકે. પણ આ કોણ હતા ? શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી અભયકુમાર. બન્ને ભગવાન શ્રી મહાવીરદેવના માર્ગના મર્મને સમજનારા અને સાચા ભક્ત હતા. પડતાને ચડાવવા એ આનું નામ. શ્રી શ્રેણિક મહારાજા તથા શ્રી અભયકુમાર બન્નેય ક્રિયાની અંતિમ આરાધનાનું સ્વરૂપ સમજતા હતા. આ પ્રસંગે વિલાપ ચાલુ રહે, અનશન કરનારનું ધ્યાનભગ્ન થાય, તો સમીપ રહેલી સદ્ગતિ ઊડી જાય અને ઊલટી ગતિ બગડે. એટલે શ્રી શાલિભદ્રજીની માતાને સ્તુતિ દ્વારા માર્ગનું ભાન કરાવ્યું અને એ પુણ્યશાળી માતાએ પણ એકદમ વિલાપ બંધ કરીને કહ્યું કે “તમે ભગવાન શ્રી મહાવીરના પુત્રો છો. આત્માને માટે આ જ માર્ગ શ્રેયસ્કર છે. અમારા આકંદમાં પણ તમે અડગ રહ્યા, એ જોઈ આનંદ થાય છે. તમારો માર્ગ નિર્વિઘ્ન હો ! વિલાપ કરી તમારી કરેલી આશાતનાની માફી માગીએ છીએ.” કેવી ઉમદા ભાવના થઈ ? પ્રતાપ કોનો ? શ્રી શ્રેણિક મહારાજ તથા શ્રી અભયકુમારનો ! માટે કહું છું કે ચડાવો, ચડવાની સલાહ આપો, ચડતાને સહાય કરો, એ ન બને તો ચડતાને પગ પકડીને નીચે તો ન જ પટકો. Page #90 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ એક આદમી ઊંચી ભાવનાવાળો હોય, એને પાંચ હજાર પાડવાની પેરવી કરે, તો પછી એ ટકે ક્યાં સુધી ? ‘ઘરની કનડગત જુદી, બહારની જુદી : ચારિત્રની ભાવનાવાળો બન્યો કે ઠેકડી શરૂ થાય : ‘આ ધરમનું પૂંછડું’ વગેરે વગેરે બોલાય : આ રીતે ઘરની ધમાલ જુદી, બહારના નામચીન બોલે એ જુદા, લખનાર-બોલનાર ભાંગડો વાટે એ જુદા અને પાછા ગપગોળા ચાલે તે જુદા.' આ દશામાં સંયમનાં પરિણામ ટકાવવાં કેટલાં મુશ્કેલ ? આવી મુશ્કેલીઓના યોગે કોક ગબડે, તો કહે કે “જોયું ! નહોતા કહેતા ?” પણ વિચારે નહિ કે એ પોતે પડ્યો કે પાડ્યો ? સીડી ચડનાર સામે મોઢે ચડે અને પાછળથી ટાંટિયો પકડીને ખેંચીને કોઈ પટકે, ત્યાં થાય શું ? હાથનું દોરડું છીનવી લઈ, ટાંટિયો પકડી પટકે, પછી કહે કે ‘પડ્યો.’ આવી સ્થિતિમાં આજે ધર્મનાં પરિણામ સાચવવાં મુશ્કેલ છે. ભલભલા ધર્મીનાં પણ ચિત્ત વિહ્વળ થયા વિના રહી શકે તેમ નથી. ઘોંઘાટ, ગપગોળા, આડીઅવળી વાતો, અસભ્ય લખાણ અને વચનો વગેરે સાંભળીને કંપી ઊઠે અને એમ થાય કે ‘નિર્વાહ કેમ થશે ?' ૩૦ પહેલાંના પુરુષો ચડનારાને ચડવા દે. પડવાની તૈયારીમાં હોય એને પણ એવી શિખામણ દે કે પડતાં બીએ, પાછો સ્થિર થાય અને કદાચ કોઈ પડે તો પણ આશ્વાસન દે કે ‘હોય, કર્મે ઉછાળો માર્યો, માર્ગ જોયો છે તો ફે૨ જવાશે.’ આજે તો ચડનારને પાછળથી ટાંટિયો પકડી પટકે. આ દશા ઘણી જ ભયંકર છે, માટે કહું છું કે ચડતાના પગ ન ખેંચો ! 558 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ એ સડાને દૂર કરો ! (40) • જ્ઞાનીના વર્તનમાં પ્રશ્નો જ ન હોય : • મિથ્યાત્વ છતાં ગુણસ્થાનક કેમ કહ્યું ? • કયો શાની કર્મ ખપાવે ? • સડેલો ભાગ દૂર કરવો તે દ્વેષ નથી ! • બંધનનાં દોરડાં વધારે તે ગુરુ નહિ ! વિષયઃ મંગળવાદમાં આદિ-મધ્ય-અંત્ય મંગળ શા માટે? જ્ઞાનનું સ્વરૂપ, સાયો જ્ઞાની કોણ? સમ્યગ્દષ્ટિની ભાવના. કર્મનો કચરો કાઢ્યા વિના ઘાતી ખપે નહિ. આ પ્રવચનની શરૂઆતમાં ગ્રંથકારે બતાવેલ આદિનું મધ્ય અને અંત્ય મંગળના હેતુઓ અંગે સ્પષ્ટતા કર્યા બાદ : જ્ઞાની જ્ઞાનથી અવશ્યભાવી ઘટનાઓ જાણતા હોવા છતાં આચરણ કરે છે, એ મુદો સમજાવવા માટે ભગવાન શ્રી મહાવીરદેવના જીવનની ઘટનાનું વર્ણન કરવા સાથે જ્ઞાનનું અજીર્ણ શું ? જ્ઞાન કોને અપાય ? આમ્નાય અને ગુરુસેવાની મહત્તા શી ? જ્ઞાનનો ઉપયોગ શો ? વગેરે મુદ્દાઓ ઉપર શાસ્ત્રીય છણાવટ કરી જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટાનું સ્વરૂપ બતાવ્યું. સાથે સમ્યગ્દષ્ટિ આત્માની સંસાર પ્રત્યે મનોભાવના કેવી ? સાચું ગુરુતત્વ શું કરે ? ગુણ ન હોવા છતાં ગુણસ્થાનક નામ કેમ ? એ પ્રશ્નોના ઉત્તર આપવાપૂર્વક છેવટે આત્મા ઉપર લાગેલો કર્મનો કચરો સાફ કર્યા વિના મોક્ષ ન મળે એ વાતને પુષ્ટ કરવા તંબોળી વગેરેના પ્રસિદ્ધ પ્રસંગોનો ઉપયોગ કરી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્ષાત • જ્યાં આજ્ઞાની આધીનતા હોય, ત્યાં જ સાચો નમસ્કાર સંભવે છે. • “અભિમાન' એ જ્ઞાનનું અજીર્ણ કહેવાય છે. • નિંદા સાંભળવી અને એથી અક્ષુબ્ધ રહેવું સહેલું, પણ પ્રશંસા સાંભળવી અને એ જીરવવી એ કઠણ છે. ૦ જ્ઞાન પણ યોગ્યતા જોઈને જ દેવાય. • જ્ઞાન એ આડંબર કરવા માટે કે અડંગો જમાવવા માટે નથી જ પરંતુ તેની પ્રાપ્તિ દ્વારા મન, વચન અને કાયા ઉપર મજબૂત કાબૂ મેળવી કર્મક્ષય કરવા માટે છે. • સંસારને અગ્નિ સમાન માનતો અંતરાત્મા સમ્યગ્દષ્ટિ આત્મા, કોઈ પણ ભોગે એનાથી બચવાના પ્રયત્નો કરે, એ વખતે કોઈ બાંધવા આવે તો તેને અપકારી જ લાગે. ૦ સદ્ગુરુ તો બંધનનાં દોરડાં કાપ્યા વિના રહે જ નહિ અને બંધનનાં દોરડાં વધારે તે ગુરુ જ • ધર્મીને ધર્મ મળ્યો છે માટે એ ભક્તિપાત્ર અને કમનસીબીને લઈને અધર્મીને ધર્મ મળ્યો નથી, માટે એ દયાપાત્ર ! પણ ત્રીજો વિરોધી તો આંખો કાઢનારો, એટલે એની તો ગણના જ નહિ. • દયા એનું નામ નથી કે જેનાથી આત્માનો ઘાત થાય. • સડેલો ભાગ આધો રાખો તેમાં કાંઈ વૈરભાવ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ એ સડાને દૂર કરો ! જ્ઞાનીના વર્તનમાં પ્રશ્નો જ ન હોય : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય સાચો વિવેક જાગતો નથી. એ જાગે નહિ ત્યાં સુધી હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. અને એ હેયોપાદેયનું જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ, દ્વેષ ને મોહ ઘટતા નથી, તેમજ એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી અને સુખની ભાવના ફળતી નથી. એટલા માટે સુખના અર્થીએ, સુખના અર્થી માટે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ. શ્રી અરિહંતદેવની વાણીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં ચરણકરણાનુયોગનું મુખ્ય છે. અને એ ચરણકરણાનુયોગ નું મુખ્ય પ્રતિપાદક, “શ્રી આચારાંગ' નામનું પ્રથમ અંગસૂત્ર છે. તે પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે, માટે વિપ્નમય છે, અને એટલા માટે મંગલ અવશ્ય કરવું જોઈએ. એટલે તે મંગલ - “આદિમંગળ, મધ્યમંગળ અને અંતમંગળ” – એમ ત્રણ રીતે આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે. આદિમંગળરૂપ પ્રથમ સૂત્રમાં અર્થથી દ્વાદશાંગીના પ્રણેતા ભગવાન શ્રી મહાવીરદેવનું સ્મરણ તથા એ તારકની આજ્ઞાની આધીનતા અને એ તારકની આજ્ઞામાં જ કલ્યાણ ,એવો નિરધાર કરીને કરેલું મંગળ, એ જેવું તેવું મંગળ નથી. તારકને નમસ્કાર શા માટે કરવાનો ? આધીનતા બતાવવા ! જ્યાં આજ્ઞાની આધીનતા હોય, ત્યાં જ સાચો નમસ્કાર સંભવે છે. નમસ્કાર, સેવા કે પૂજા કરતાં પણ આજ્ઞાધીનતાની કિંમત વધી જાય છે. હવે પ્રશ્ન એ છે કે “એ આદિમંગળ શા માટે ?' એનો ઉત્તર એ છે કે સૂત્રાર્થના પારને પામવામાં પણ વિઘ્નો હોઈ શકે છે, માટે નિર્વિઘ્નપણે ઇચ્છિત શાસ્ત્રાર્થના પારને પામવા માટે આદિમંગળ છે. મધ્યમંગળ' તરીકે “લોકસાર' નામના પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં આવતા સૂત્રથી દ્રહના ગુણોથી આચાર્યના ગુણોનું ઉત્કીર્તન કરવામાં Page #93 -------------------------------------------------------------------------- ________________ 51 - – ૩ : એ સડાને દૂર કરો ! - 40 – આવ્યું છે. “આચાર્ય' પણ પરમેષ્ઠિ મંત્રમાં ત્રીજે પદે બિરાજે છે. માટે એમના ગુણોનું સમુત્કીર્તન, એ પણ મંગળરૂપ છે. અને એ “મધ્યમંગલ અભિલષિત શાસ્ત્રના સ્થિરી-કરણને કરવા માટે છે. અંતમંગલ' રૂ૫ ‘ઉપાધાનશ્રુત' નામના નવમા અધ્યયનમાં આવતું છેલ્લું સૂત્ર છે, કારણ કે તે ધ્યાન કરાવનારું છે. ધ્યાન, સંસારરૂપ મહાતરુના સ્કંદનો (મૂળ) છેદ કરાવવા દ્વારા પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે, માટે એ મંગળરૂપ છે. ને એ “અંતમંગલ' આ શાસ્ત્ર અને તેનો અર્થ શિષ્યપ્રશિષ્યની પરંપરામાં અવિચ્છિન્નપણે ચાલુ રહે એ માટે છે ! સભા : શ્રી ગણધરદેવ તો જ્ઞાની હતા. તો પછી તેઓને મંગલની આચરણા કરવાની શી જરૂર? જ્ઞાની પુરુષોની આચરણાઓ અનેક હેતુથી હોઈ શકે છે. “મંગલ કરણીય છે' - એ વસ્તુ શિષ્યજનને બોધ કરાવવા માટે પણ હોઈ શકે. એવા એવા અનેક હેતુઓની કલ્પના જ્ઞાનીની આચરણાઓમાં કરી શકાય. બીજું – “જ્ઞાની જાણતા હતા, માટે શું કામ મંગળ કરે ?' - એ પ્રશ્ન જ ન હોઈ શકે. કારણ કે જ્ઞાની એમ પણ જાણતા હતા કે “મંગળ કરવું જોઈએ અને મંગલના યોગે નિર્વિજ્ઞ સમાપ્તિ વગેરે થશે.' માટે જ્ઞાનીની વાતોમાં આવા પ્રશ્નો જ ન હોય. જ્ઞાની જેમ એ જાણતા હતા કે “આ થવાનું છે તેમ એમ પણ જાણતા હતા કે આમ કરવાથી આ થવાનું છે.” શ્રી તીર્થંકરદેવો તો ગર્ભથી જ બધી વાતો જાણે. જન્મસમય, દીક્ષાકાળ, કેવળજ્ઞાનપ્રાપ્તિ ક્યારે થશે તે અને નિર્વાણનો સમય, એ બધું જ જાણે. એ જાણે કે મુક્તિ થવાની છે, પણ સાથે એ પણ જાણે કે દીક્ષાના યોગે, ઉપસર્ગાદિ સહવાપૂર્વક, તપશ્ચર્યાથી નિર્જરા કરવા દ્વારા ક્ષપકશ્રેણીના યોગે કેવળજ્ઞાન મેળવ્યા બાદ જ મુક્તિ થવાની છે. ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે બોતેર વર્ષની વયે મુક્તિ થવાની છે, તો ચારિત્ર શું કામ લીધું ?” આમ પૂછનારને કહેવું કે “મુક્તિએ જવાનો છું” એમ જે રીતે જાણતા હતા, તેમ સાથે એમ પણ જાણતા હતા કે રાજપાટ છોડી, ત્યાગ સ્વીકારી, ઉપસર્ગાદિ સહન કરી, કેવળજ્ઞાન મેળવ્યા બાદ જ મુક્તિ મળવાની છે.” અને “તેઓ અમુક વયે કેમ નીકળ્યા ?' એનો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ ——– S: પણ ઉત્તર એ જ કે “એ જાણતા હતા તે વયે નીકળ્યા’ અને ‘અમુક વય સુધી કેમ ન નીકળ્યા ?” - આનો પણ ઉત્તર એ જ કે “એ પણ જાણતા હતા કે ત્યાં સુધી નીકળવાનું નથી, માટે ન નીકળ્યા.” અર્થાત્ જ્ઞાની જાણે તેમ કરે, તેમાં અજ્ઞાનીઓ માટે પ્રશ્નને સ્થાન જ નથી. સાચું જ્ઞાન કે સાચા જ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન નથી, એથી જ એવા એવા પ્રશ્નો થયા કરે છે. કયો જ્ઞાની કર્મ ખપાવે ? શ્રી જૈનશાસનમાં ક્રિયારહિત જ્ઞાનની કિંમત નથી, કારણ કે શ્રી જૈનશાસને જ્ઞાનને નિર્જરા માટે સ્વીકાર્યું છે. જે જ્ઞાન બંધનું કારણ થાય એ જ્ઞાન વસ્તુતઃ જ્ઞાન નથી. આ એક જ્ઞાનની કસોટી છે. જે જ્ઞાનથી આત્મા વિષયકષાયમાં વધુ લેપાય, વિષયકષાય તરફ વધુ ઢળે, તે જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું કહેવાય. અને એ જ કારણે “અભિમાન' એ જ્ઞાનનું અજીર્ણ કહેવાય છે. એ “અભિમાન' રૂપ અજીર્ણ બધાને થાય એ કાયદો નથી, પણ જેને જેને જ્ઞાન તે રૂપે ન પરિણમે, તેને થવા સંભવ છે. માટે જ્ઞાનીએ સાવચેત રહેવું, એ તો જરૂરી જ છે. બધાને જ થતું હોત, તો તેને અજીર્ણ ન કહેવાત પરંતુ કંઈક એને પચાવી શક્યા છે અને એના યોગે કલ્યાણ સાધી ચૂક્ય છે. એટલે જે ભણતરથી આત્મા વિષય-કષાયમાં લીન બને અને અભિમાજેથી આવે તે અજીર્ણ ! બાકી જેમ જેમ જ્ઞાન વધુ ને વધુ આવતું જાય, તે તેમ વિષય-કષાયની ભાવના મંદ પડતી જ જાય છે. જ્ઞાનપ્રાપ્તિના પરિણામ જો “અભિમાન' આવે, તો સમજવું કે “જેવું જોઈએ તેવું જ્ઞાન પરિણા પામ્યું નથી.” જ્ઞાન, એ માત્રા છે. માત્રા લીધા પછી પથ્ય ન પળાય, તો ફૂ એમાં નવાઈ પણ શી ? લેતાં ભાવના સારી હોય, લીધું હોય પણ વિનયથી પરંતુ લીધા પછી- “હું પણ કાંક છું' - એમ થાય, તો પણ પરિણામ ભયંક આવે ! મળ્યા પછી જે જાતની જોખમદારી છે, તે જાતની જોખમદારી મળ્યા પૂર્વે નહોતી. પહેલાં તો મેળવવાની લાલસા હતી. અર્થી બને ત્યારે તો લઘુતા આવે, પણ મળ્યા પછી તે લઘુતા ટકાવવી એમાં ખરી ખૂબી છે. નિંદા સાંભળવી અને એથી અલુબ્ધ રહેવું સહેલું, પણ પ્રશંસા સાંભળ અને એ જીરવવી એ કઠણ છે નિંદા સાંભળી શાંતિ રાખનારા થોડા નીકળે પણ નીકળે તો ખરા જ : જ્યારે પ્રશંસા સાંભળી સમપણું જાળવનાર બ જ થોડા. આંગળીના ટેરવે આવે એટલા જ ! Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩ : એ સડાને દૂર કરો ! 40 અનાદિની વાસનાથી ટેવાયેલા આત્મામાં, દોષ ચારે પ્રાદુર્ભાવ પામશે તે ન કહેવાય. કાળજી ન રાખે તો વિકાર થવાનો સંભવ છે. આહારનો ઉપયોગ કરવાથી દરેકને અજીર્ણ થાય જ એમ નહિ, તેમ જ દરેકને જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ ‘અભિમાન’ થાય જ એમ પણ નહિ ! અને દરેકને જ એમ થતું હોય તો તો એને અજીર્ણ ન કહેવાત, પણ વિનાશ કહેવાત. કારણ કે આહારનો અપચો હોય, ઝેરનો નહિ ! વિષ તો મારે. એટલે જેમ કોઈને અજીર્ણ’ થવાનો સંભવ, તેમ જ કોઈને ‘અભિમાન' પણ થવાનો સંભવ ! માટે તો વિધિ બાંધી કે જ્ઞાન પણ યોગ્યતા જોઈને જ દેવાય. 563 અમુક શાસ્ત્ર, સંયમ લીધાને અમુક વર્ષો થયા બાદ તપોયોગાદિ કરવા વડે અપાય એ વિધિ છે. યોગ્યતા વિના દેવાય તો પરિણામ વિપરીત આવે, તે તદ્દન સ્વાભાવિક છે. ગૃહસ્થને સૂત્રાદિના વાંચનની મનાઈ, એનું કારણ પણ એ જ કે એ ઘરબારી, ગમે તેવો તોયે તેની નજર તો ઘર તરફ જ. શ્રી વજસ્વામીજી બાળવયમાં શ્રવણમાત્રથી અગિયાર અંગ ભણ્યા, બધાને વાચના આપી અને એમની પાસે વાચના લેનારા શિષ્યોએ ભગવાન શ્રી વજસ્વામીજીને ‘વાચનાચાર્ય’ બનાવવા માટે ગુરુદેવને વિનંતી કરી : તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું કે - 'अव्रजाम वयं ग्राम- माचार्योऽयं च वोऽर्पितः । अत एव यथावित्य, यूयमस्येदृशान् गुणान् ।।१।। अन्यथा वाचनाचार्य पदवीं नायमर्हति । પુર્વવત્ત યતોડનેન, હર્ષાશ્રુત્યાને શ્રુતમ્ ।।” ‘એટલા જ માટે અમે ગામ ગયા હતા અને આચાર્ય તરીકે તમને આ વજ્રને અર્પણ કર્યો હતો, કે જેથી તમે આના આવા પ્રકારના ગુણો જાણી શકો. અન્યથા આ ‘વજ્ર' ‘વાચનાચાર્ય’ની પદવી માટે યોગ્ય નથી, કારણ કે આણે ગુરુએ નહિ આપેલું શ્રુત કર્ણની શ્રુતિથી ગ્રહણ કરેલું છે.’ ૩૫ આથી સ્પષ્ટ છે કે પૂર્વના ક્ષયોપશમ યોગે જ્ઞાન તો થઈ જાય, પણ ગુરુગમની ખામી તો ૨હે જ. ગમે તેવો બુદ્ધિમાન પણ ગુરુની નિશ્રાએ જ્ઞાન મેળવે નહિ, તો આમ્નાય વિના ઠોકર ખાય. શું નાગાર્જુનમાં બુદ્ધિ કમ હતી ? નહિ જ, છતાં પણ ભગવાન શ્રી પાદલિપ્તાચાર્ય પાસેથી પાદલેપનું વિધાન Page #96 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 3 નહિ મેળવી શકવાથી અને નિત્ય સેવામાં રહેતા હોવાથી, એક વાર પરઠવી દીધેલા તે પાલેપવાળા પાણીની સુગંધીથી, તે પાદલેપમાં આવતી સઘળી વસ્તુઓ તેમણે જાણી લીધી. વિચારો કે બુદ્ધિ કેટલી ? આટલી તીવ્ર બુદ્ધિ છતાં ગુરુનિશ્રાના અભાવે, જાણેલી તે વસ્તુઓનો પાદલેપ બનાવી ઊડવા માંડ્યું, પણ ઊડે અને પડે. કારણ કે આમ્નાયની ખામી રહેલી હતી. જ્યારે સામાન્ય વસ્તુમાં આ હાલત થાય, તો પછી પરમતા૨ક અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવના આગમનું રહસ્ય, આમ્નાય વિના કેમ જાણી શકાય ? ૩૭ શુદ્ધ હેતુ વિનાના જ્ઞાનથી અજીર્ણ થવાનો સંભવ છે, માટે રોજ જોવું, વિચારવું અને તપાસવું કે જ્ઞાનના યોગે આત્માની કઈ સ્થિતિ છે ? જો વિપરીત દિશામાં આત્માનું વર્તન હોય, તો સમજવું કે જ્ઞાન જે રીતે પરિણામ પામવું જોઈએ, તે રીતે પરિણામ પામ્યું નથી. જ્ઞાન, એ નિર્જરાનું કારણ છે અને નિર્જરા માટે જ જ્ઞાનનો સ્વીકાર હોવો જોઈએ. જે જ્ઞાન મન, વચન અને કાયા ઉપર કાબૂ મેળવવામાં સહાય ન કરે, તે વાસ્તવિક રીતે જ્ઞાન નથી. ‘જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે જેહ; પૂર્વ ક્રોડ વરસાં લગે, અજ્ઞાની કરે તેહ' આ દોહરો તે જ જ્ઞાની માટે છે, કે જે જ્ઞાની મન, વચન અને કાયાના યોગો ઉપર પોતાનો કાબૂ જમાવે. આ દોહરા ઉપરથી જેઓ શુષ્ક જ્ઞાનની મહત્તા સ્થાપિત કરવા મથતા હોય, તેઓ વાસ્તવિક રીતે જ્ઞાની જ નથી. આ જ વાત. આચાર શાસ્ત્રની મંગલમયતા સિદ્ધ કરતાં ટીકાકાર મહર્ષિએ ફરમાવી છે અને તે આપણે જોઈ પણ ગયા છીએ. તેમાં તે મહર્ષિએ સાફ સાફ ફરમાવ્યું છે કે ‘આ શાસ્ત્ર જ્ઞાનરૂપ હોવાથી આખુંય મંગલરૂપ છે. કારણ કે જ્ઞાન, એ નિર્જરા માટે છે. અને જ્ઞાનની નિર્જરાર્થતા વિવાદ વગર સિદ્ધ છે. કારણ કે જ્ઞાની પુરુષ ફરમાવ્યું છે કે - "जं अन्नाणी कम्मं खवेइ बहुयाई वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ उस्सासमित्तेणं ||१|| 564 ઘણી વર્ષ કોટિઓએ કરીને અજ્ઞાની જે કર્મને ખપાવે, તે કર્મને ‘મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ' – આ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થયેલ જ્ઞાની એક ઉચ્છ્વાસ માત્રે કરીને ખપાવે છે.’ Page #97 -------------------------------------------------------------------------- ________________ 565 ૩ : એ સડાને દૂર કરો ! - 40 આ ઉપરથી સ્પષ્ટ જ છે કે જ્ઞાન એ આડંબર કરવા માટે કે અડંગા જમાવવા માટે નથી જ પરંતુ તેની પ્રાપ્તિ દ્વારા મન, વચન અને કાયા ઉપર મજબૂત કાબૂ મેળવી કર્મક્ષય કરવા માટે છે, અને જ્ઞાન દ્વારા કર્મક્ષયરૂપ સાધ્યની સિદ્ધિ તે જ આત્માઓ કરી શકે છે, કે જેઓ પોતાના મન, વચન અને કાયાના યોગોને અંકુશમાં રાખવાના પ્રયત્ન તો કર્યા જ કરે. તે જ જ્ઞાની તેવી રીતે કર્મ ખપાવવાની તાકાત ધરાવે છે, કે જે ત્રણે યોગોને કાબૂમાં રાખી શકે. ૩૭ ‘ત્રણે યોગ ફાવે તેમ કરે, તેમાં મને શું ?' - એમ જ્ઞાનીથી કહેવાય જ નહિ. મનને ગમે તે મન કરે, વચનને ફાવે તેમ એ બોલે અને કાયાને ગમે તેમ તે કરે' - આવાં વચન જ્ઞાનીના મુખમાંથી કદી જ ન નીકળે. મન, વચન અને કાયા, એનું કામ કરે છે એવો બચાવ પણ જ્ઞાની તો ન કરે. વ્યવહારમાં પણ ગુનો કર્યા પછી એમ કહો કે ‘ગુનો આત્માએ નથી કર્યો, પણ શરીરે કર્યો છે' તો ન્યાયાધીશ પણ કહે કે ‘અમે સજા પણ કાયાને કરીએ છીએ, ત્યાં વાંધો શો ?’ જ શ્રી તીર્થંકરદેવો પણ ભોગને રોગ પરે ચિંતવી ભોગવતા. તે જ્ઞાની મહાપુરુષ તો એમ કહી પણ શકે કે ‘આત્માથી ભોગ નથી ભોગવ્યા; પણ શરીરથી ભોગવ્યા છે.’ કારણ કે એવી જ રીતે ઉપસર્ગ સહન કરવા પણ તેઓ તૈયાર હતા. ઉપસર્ગ વખતે તે મહાપુરુષો શરીરનો જરા પણ બચાવ નહોતા કરતા અને પગ ઉપર ખીર રંધાણી, કાનમાં ખીલા ઠોકાણા તથા શરીરથી એવાં એવાં અનેક ભયંકર કષ્ટો સહ્યાં ! પણ જેઓ આજે એક નાના કાયોત્સર્ગમાં અથવા બીજી અવસ્થામાં, એક નાના જંતુના સ્પર્શને પણ નથી સહી શકતા અને ઊલટા તે જંતુની કમબખ્તી કરી નાખે છે, તેવાઓ એમ કહે કે ‘લુખ્ખા મનથી દુનિયાની કાર્યવાહી અમે કરીએ છીએ' તે કેમ મનાય ? અર્થાત્ ન જ મનાય. આથી સ્પષ્ટ છે કે, જેઓ યથેચ્છપણે મન, વચન અને કાયાના યોગોને પ્રવર્તાવે છે અને ઉપરથી ‘જ્ઞાન થયા પછી મન, વચન, કાયા ગમે તેમ વર્તે તેમાં શું ?” આ પ્રમાણે કહે છે, તેઓ ઇરાદાપૂર્વક પાપના માર્ગને પોષનારા છે. હજુ એમ કહે કે ‘મેં જાણ્યું છે, પણ હજી મન, વચન, કાયાના યોગ ઉપર સ્વામિત્વ નથી મેળવ્યું.' તો તો એ વાત જુદી છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - SES બંધનનાં દોરડા વધારે તે ગુરુ નહિ! બાકી આજ તો જ્ઞાનના નામે, જ્ઞાનના બહાને એવી છૂટ લેવામાં આવે છે, કે જે છૂટ અજ્ઞાની પણ નથી લેતા. અજ્ઞાની તો એટલે અંશે કદાચ સારા કહેવાય કે શાસ્ત્રની વાત આવે ત્યાં કહી દે છે કે “અમે નથી જાણતા.” પણ આજના આડંબરી જ્ઞાનવાળાઓ તો કહે છે કે “મને શું વાંધો ?” આમ ને આમ ચાલે તો તો એના નિમિત્તે હજારો આદમી ઉન્માર્ગે જાય. આથી જ શાસ્ત્ર કહ્યું કે તત્ત્વજ્ઞાની તે, કે જે મનથી ખરાબ ચિંતન ન કરે, હૃદયમાં નકામા વિચારો પેદા થવા જ ન દે, કદાચ ચિત્ત શુદ્ધ ભાવનાથી સુવાસિત ન રહે અને ખરાબ વિચાર થઈ જાય, તો પણ તેવા વિચારોને વાણીમાં તો ન જ ઉતારે અર્થાત બોલે નહિ અને મૂર્ખની સોબતથી કદાચ બોલી જવાય, તો પણ વર્તાવ તો ખરાબ કરે જ નહિ. છતાં જો એ કરે, તો તો તે તત્ત્વજ્ઞાની જ નહિ. કારણ કે એમ કરવાથી તો જ્ઞાની અને અજ્ઞાની બેય સરખા જ થયા ગણાય. જ્ઞાનીથી અજ્ઞાની જેવી ચેષ્ટા થાય જ કેમ ? ધર્મ કહેવરાવવું અને અધર્મથી ડરવું નહિ, એ બને કેમ ? મુક્તિએ જવાનું કહેવું અને સંસારના સંગથી તસુભર ખસવું નહિ, એ કેમ ચાલે ? પોતાની જાતે જ થાંભલે વળગવું અને ‘છોડાવો' એવી બૂમ મારવી, એ કેવું વિપરીત કહેવાય ? વધુમાં કોઈ છોડાવવા આવે, તો પાછા થાંભલાને જોરથી બાઝવું એ કેવું ? હું તમને પૂછું છું કે “તમે જાતે બંધાયેલા છો કે તમને કોઈએ બાંધેલા છે ?” “કર્મથી બંધાયેલા છો' - એ વાત તો માની, પણ તમારા પ્રયત્નો બાંધવાના ચાલુ છે કે છૂટવાના ચાલુ છે ? છૂટવાની ભાવનાવાળા આત્માઓની મનોદશા કેવી હોય, એ કદી વિચાર્યું છે ? એની કાર્યવાહી શી હોવી ઘટે, એ કદી શોચ્યું છે ? સંસારનું સ્વરૂપ કેવું છે, એ જાણો છો ? એક મકાન વચ્ચે એક થાંભલો છે. તેમાં એક આદમીને દોરડાથી મજબૂતપણે બાંધ્યો છે. એવામાં ચારે તરફ અગ્નિ સળગ્યો અને એને માલૂમ પડ્યું કે ચોતરફ અગ્નિ સળગ્યો. તે વખતે એનું શું થાય ? તેને મનથી એમ જ થાય કે “હું કયારે છૂટું !- વચનથી બોલે કે “કોઈ આવો, કોઈ આવો : મને એકદમ છોડાવો, બળી ગયો રે !” અને કાયાથી પણ બાંધેલું દોરડું ઢીલું કરવા તમામ કોશિશ કરે, Page #99 -------------------------------------------------------------------------- ________________ - - ૩૯ 567 - ૩ઃ એ સડાને દૂર કરો ! - 40 – દોરડું તોડવા બચકાં ભરે. વારુ, એ વખતે એને વહાલું કોણ લાગે ? છોડાવવા આવે છે, કે વધુ બાંધવા આવે તે ? કોઈ ઉપકારી આવી પહોંચે અને મને છોડાવે' - એવી ભાવના હોય કે બીજી ? બૂમ પણ શી મારે ? દોડો, દોડો, બળી જાઉં છું, મરી જાઉં છું. કોઈ ઝટ છોડાવો !' એ જ કે બીજી ? એ જ. એ વખતે તેના હૃદયમાં છૂટવા સિવાયની બીજી ભાવના પણ ન હોય અને કોઈ ન આવે ત્યાં સુધી રાડો પાડતો જાય તથા સાથે દાંતથી બચકાં ભરી દોરડું કાપવાનું કામ પણ ચાલુ જ હોય! આમ છતાં એને કોઈ છોડાવનાર ન મળે, તો “દોરડું તૂટતું નથી, મરી ગયો, ઝટ આવો, છોડાવો !” એવા જોરપૂર્વક વચનથી ઘાંટા પાડે અને મનથી પણ પોતાની કમનસીબી માટે નિઃશ્વાસ નાખતાં એ જ ચિતવતો હોય કે કોઈ આવતું નથી. અરેરે ! હવે હું શી રીતે અને ક્યારે છૂટીશ ?' જેમ જેમ અગ્નિની જ્વાળા વધતી જાય, તેમ તેમ તેવા પ્રયત્નો તે જોરબંધ કરે. શરીરબળ વાપરી ધમપછાડા કરે, બૂમો પણ જોરથી મારે અને જ્વાળા વધે તેમ છૂટવાની ભાવના પણ વધતી જ જાય, તીવ્ર બનતી જાય. મંદ તો ન જ બને. એ વખતે જો કોઈ આવીને દોરડું તોડી બચાવે તો એને તે ઉપકારી માને, અને પોતાના પ્રયત્નથી તૂટે તો પાપ છૂટું એમ માને. પણ તે પછી તે ત્યાં ઊભો રહે ખરો ? નહિ જ. છૂટ્યો કે તરત ભાગવા જ માંડે અને ભાગતાં ભાગતાં કદાચ ભડાકામાંથી પસાર થવું પડે તો તેમ પણ કરે, દાઝી જવાય એવા અંગારાને અડકી જવાય તો પણ વાંધો નહિ, પણ નાચે, કૂદે અને નીચે પડતું પણ મૂકે. નીચે પથરો હોય તો પણ વિચાર ન કરે. કદાચ દેવતાના અંગારાથી ફોલ્લા પડશે તો દવા થશે એમ માને, હાડકાં ભાંગશે તો સંધાશે ને બે મહિના બીમારી ભોગવી સાજા થવાશે એમ માને, પણ ત્યાંથી ભાગે જ. જ્યારે બાહ્ય અગ્નિના ભયથી બચવાની ઇચ્છાવાળાની આ દશા હોય, તો આખા સંસારને અગ્નિ સમાન માનનારા અંતરાત્માની આ કારમાં કર્મબંધનોથી છૂટીને ભાગવા માટેની કેવી મનોદશા હોય ? સભા સંસાર દુઃખરૂપ જ ક્યાં મનાય છે ? આ ભાવના કયા ગુણઠાણાની ? ચોથા ગુણઠાણાવાળાની આ ભાવના હોઈ શકે. એમાં તરતમતા હોય, પણ નિરૂપણ તો અંતિમ જ થાય. સંસારને અગ્નિ સમાન માનતો અંતરાત્મા Page #100 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 568 સમ્યગ્દષ્ટિ આત્મા, કોઈ પણ ભોગે તેનાથી બચવાના પ્રયત્નો કરે, એ વખતે કોઈ બાંધવા આવે તો તેને અપકારી જ લાગે. એ વખતે માત-પિતાનો સંબંધ ન ગણાય. તેને તો બંધનથી જે છોડાવે તે પૂજ્ય અને બંધન વધારે તે પૂજ્ય નહિ, પણ અપકારી ! કુટુંબ પ્રત્યે પણ આ માન્યતા, તો ગુરુ પ્રત્યે કઈ હોય ? સદ્ગુરુ તો બંધનનાં દોરડાં કાપ્યા વિના રહે જ નહિ અને બંધનનાં દોરડાં વધારે તે ગુરુ જ નહિ! આ વાત સમ્યગ્દષ્ટિ આત્મા માટેની છે, એ યાદ રાખજો ! મિથ્યાદષ્ટિની, ધર્મના વિષયમાં તદ્દન નવાની વાત જુદી છે. ખુલાસો કરી દઉં કે, પહેલા ગુણઠાણાવાળા માટે દેશના જુદી. સમ્યગદષ્ટિ માટે દેશના જુદી તથા દેશવિરતિ અને સર્વવિરતિ માટે પણ શાત્રે દેશના જુદી કહી છે. પહેલા ગુણઠાણે કેટલાક એવા પણ છે, કે જેને ધર્મની દરકાર પણ નથી. તે અયોગ્ય છે. મિથ્યાત્વ છતાં ગુણસ્થાનક કેમ કહ્યું? " ત્યાં પણ “ભદ્રકપણું'- કોમળતા'-સરળપણું' “સત્યનું અર્થીપણું' એ વગેરે ગુણો છે માટે ! જેનામાં આ ગુણ હોય, તે પહેલા ગુણસ્થાનકવાળા ! આ પણ ન હોય તે એ ગુણસ્થાનકે, પણ નામના ! પેલા અર્થાપક્ષયા અને આ રૂઢિની અપેક્ષાએ ! હજી જેને આત્માનું ભાન નથી, એવા ભદ્રક્વાદિ ગુણવાળા પહેલા ગુણસ્થાનકે રહેલા કરતાં સમ્યગ્દષ્ટિની, એનાથી દેશવિરતિની અને એનાથી સર્વવિરતિની યોગ્યતા વધતી જાય છે. અંતરાત્મ દશા જાગ્રત થાય ત્યારે આત્મા શું ઇચ્છે ? એ વિચારો ! તમે શ્રાવક તરીકે જન્મ્યા, સુશ્રાવક લેખાઓ, તો વ્યવહારથી મારે તો તમને ચોથા-પાંચમા ગુણઠાણે માનવા જોઈએ ને ! સમ્યગ્દષ્ટિનું ચોથું ગુણઠાણું, દેશવિરતિનું પાંચમું ગુણઠાણું અને મુનિનું છઠ્ઠ! ત્યારે માર્ગાનુસારીનું ગુણસ્થાનક પહેલું ! માર્ગાનુસારીમાં અમુક પ્રમાણમાં ગુણ અને પ્રવૃત્તિ બેય હોય. સભા માર્ગ પ્રત્યે વિરુદ્ધ ભાવ હોય છે ? તે સમ્યગ્દષ્ટિ પણ નહિ અને માર્ગાનુસારી પણ નહિ. એ તો એથી પણ ગયો. સભા: ત્યારે શું સમ્યક્ત્વની પ્રાપ્તિ વિનાના બધા જ પ્રથમ ગુણસ્થાનકે ? Page #101 -------------------------------------------------------------------------- ________________ કas ૩ઃ એ સડાને દૂર કરો ! - 40 – – ૪૧ હા. સમ્યત્વની પ્રાપ્તિ વિનાના બધા જ પહેલા ગુણસ્થાનકે. ત્યાં પણ ઊંચા-નીચાના ભેદ પડે. કોઈ ઘોર મિથ્યાષ્ટિ, તો કોઈ સામાન્ય મિથ્યાદૃષ્ટિ ! મિથ્યાત્વ' ગુણસ્થાનકે રહેલા છતાં પણ, ભદ્રિકતાદિ ગુણોના યોગે માર્ગાનુસારી આત્માઓ પણ સંસાર પ્રત્યે બહુમાનવાળા નથી હોતા. બીમારને જેમ અનાજની રુચિ ન હોય, પરંતુ ન છૂટકે છે, એ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને સંસાર પ્રત્યે રુચિ ન હોય. રોજ એ સ્થિતિ માટે આત્માને પૂછો ! માર્ગાનુસારી આત્મા પણ જ્યાં જ્યાં ત્યાગ જુએ, ત્યાં ત્યાં એની રોમરાજી વિકસ્વર થાય. ત્યાગીને તે હાથ જોડે અને ઇચ્છે કે “એ દશા કયારે આવે ?” ધર્મો અને અધર્મી બેય હજી સ્થાન પર છે. જેમાં ધર્મ નથી તે અધર્મી – એ દૃષ્ટિએ અધર્મી માત્ર દયાપાત્ર છે, પણ એ ધર્મ તરફ લાલ આંખ કરતો નથી, ડોળા કાઢતો નથી, માત્ર ધર્મ પામ્યો નથી એટલું જ ! ધર્મીને ધર્મ મળ્યો છે માટે એ ભક્તિપાત્ર અને કમનસીબીને લઈને અધર્મીને ધર્મ મળ્યો નથી, માટેએ દયાપાત્ર ! પણ ત્રીજો વિરોધી તો આંખો કાઢનારો, એટલે એની તો ગણના જ નહિ. એક માણસ કોઈનું બહુમાન કરે, ગાદીએ બેસાડે, માનસન્માન કરે, આગતાસ્વાગતા કરે, તો ત્યાં પ્રેમ થાય, આનંદ થાય. બીજો એક માણસ બોલાવે પણ નહિ, તોય થાય કે “કાંઈ નહિ.” પણ એક એવો કે એને ઓટલે પગ મૂકો કે ગાળ દ, દાંતિયા કરે, તો આવનારને ભાવના કઈ થાય ? તે વખતે ધર્મીને પણ થાય કે “બિચારો પાપાત્મા છે પાપના યોગે આ કંગાલિયત પામ્યો છે અને આવી કાર્યવાહીથી વધુ ને વધુ પાપનો ભાર સંઘરતો જાય છે. ધર્મી ત્યાં પોતાના ધર્મ ખાતર સહનશીલતા રાખે, ત્યારે કેટલાક સંસારીઓ અશક્તિથી અથવા તો પોતાની આબરૂને બટ્ટો ન લાગે માટે સહન કરે, અને કહે કે અમે જાતવાન છીએ માટે આટલું સહ્યું પણ અવસરે બતાવશું.” દુનિયામાં આ ભાવના આવે છે. એવી અહીં ધર્મ માટે આવે તો ધર્મના રક્ષક બની શકશો, નહિ તો ખામી આવવાની. ધર્મીએ આટલી વસ્તુ સમજવી જ જોઈએ. પેઢી ચલાવવી હોય તે વેપારીએ, પેઢી ઉપર આવનારાઓને ઓળખવા જોઈએ અને સહુ સાથે ઘટતો વર્તાવ રાખવો જોઈએ. ગાદી લાયક ગાદીએ બેસે, સામે બેસવા લાયક તેમ બેસે, ને ઊભા રહેવા લાયક ઊભો રહે તે પેઢી ચાલે. મુનીમ ગમે તેવો સારો હોય, બહુ જ હોશિયાર હોય, ભલે બારે મહિને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ —— — 570 સારામાં સારું એને ઇનામ અપાતું હોય, પણ તે શેઠ સામે તો એ રીતસર જ વર્તાવ કરે. અંધવિશ્વાસે જો શેઠ એમ કહી દે કે “તું જ શેઠ” અને પોતે કાંઈ ખબર ન રાખે તો ? ત્રીજે દિવસે પેઢી ઊડી જાય. ત્યાં તો તમે બધું જાણો છો. ધીરતા હોય ત્યા ધિરાય, અપાતા હોય ત્યાં અપાય, દેવાતા હોય ત્યાં જ દેવાય અને લેવાતા હોય એના જ લેવાય ! આમાં પોલ ચલાવો તો પેઢી ન ચાલે. કોને ઓળખવા જઈએ, એમ વ્યાપારી કહે ? નહિ જ. પણ બધાને ઓળખે, પગથી ઓળખે ! તો પછી અહીં કેમ લોચો વાળે ? સામાન્ય દુનિયાના વ્યવહારમાં આટલી કુશળતા ધરાવનાર આદમી, ભવતારક ચીજ માટે લોચા વાળે, એ બુદ્ધિમાન માટે શોભાસ્પદ નથી. ધર્મ, અધર્મ પ્રત્યે કરુણા દાખવી શકે, પરંતુ ધર્મ ને ધર્મી સામે લાલ આંખ કરનારને અટકાવી નિરાબાધપણે ધર્મારાધના ચાલુ રહે, એવી તો એની કાર્યવાહી હોય જ. આ વાત આજે જ નથી કહેવાતી. પણ મુદ્દો એ છે કે હજી એ વસ્તુ પરિણામ પામી નથી. એની જ આ ખામી છે, નહિ તો આ દશા હોય જ નહિ. “વસ્તુના શુદ્ધ પરિણમનમાં જ આત્માનો ઉદય છે.' આટલી વાત સમજાઈ જ જવી જોઈએ અને એ જ સમ્યજ્ઞાન છે. એવા અનુપમ સમ્યજ્ઞાનનો સ્વામી બનેલો જ્ઞાની મન, વચન અને કાયાના યોગને યથેચ્છ ન જ પ્રવર્તવા દે. સડેલો ભાગ દૂર કરવો તે દ્વેષ નથી ! મન, વચન અને કાયાને કાબૂમાં રાખનારો જ્ઞાની, એક શ્વાસોચ્છવાસમાં એટલાં કર્મ ખપાવે, કે જે અનેક કોટિ વરસો સુધી અનેક તકલીફો વેઠવા છતાં પણ, અજ્ઞાની આત્મા ન ખપાવી શકે. જ્યારે મોક્ષમાં જવું હશે, ત્યારે અંતર્મુહૂર્તમાં કર્મ માત્ર ખસેડવાં પડશે. એ અંતર્મુહૂર્ત માટે આ બધો અભ્યાસ છે. વિદ્યાર્થી બાર મહિના મહેનત કરે, તે જેમ પરીક્ષાના બે-ચાર કલાક માટે, તેમ આ બધો અભ્યાસ એ અંતર્મુહૂર્ત માટે છે ! ચારે ઘાતી કર્મને અંતર્મુહૂર્તમાં જ ભેદવાનાં છે. દશમે ગુણઠાણેથી બારમે આવે, ત્યાં આત્મા સ્થિરતા ભોગવે. આઠમે-નવમે-દશમેથી લંઘીને આવ્યો. સ્વયંભૂરમણ સમુદ્ર તરવો સહેલો, પણ આટલે જવું કઠિન છે. અસંખ્ય કોટાકોટિ યોજન પ્રમાણનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તીર્થાલોકમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ 571 – - ૩ઃ એ સડાને દૂર કરો ! - 40 - ૪૩ અસંખ્યાતા સાગર અને અસંખ્યાતા દ્વીપ છે. તેમાં છેલ્લો આ છે. એને ભૂજાથી તરાય ? છતાં એ સહેલું, પણ શાસ્ત્ર કહે છે કે આત્માને માટે અપ્રમાદી બની કર્મનો છેદભેદ કરી બારમે ગુણઠાણે આવવું કઠિન ! બારમે ગુણઠાણે આત્મા સ્થિર થઈ જાય. ત્યાં જરાયે કલ્લોલ નહિ. મોહનીય ગયું. બધીય મારામારી મોહનીયને આભારી છે. દેશમાં ગુણઠાણાના અંતે મોહનીય સાફ થાય, પણ ક્ષેપક શ્રેણીવાળાનું ખપે અને ઉપશમ શ્રેણીવાળાનું દબાય. કચરો પાણીની નીચે બેઠો, જરા પાણી ડહોળાય કે ઉપર આવે. માટે કચરો તો બહાર જ કાઢવો. રહી જાય તો કાંઈ નહિ, એવો લોચો ન વાળતા. કાંકરા વીણનારી સ્ત્રી, બરાબર ન દેખાય તો ચશ્માં રાખે, પણ જો બરાબર ન વિણે ને બે કાંકરા રહી જાય, તો બધી રોટલીમાં કચકચ થયા કરે. રહી ગયેલા પાંચ જ કાંકરા પણ શેર શેર લોટને ફેંકી દેવા જોગો કરેને ? માટે કચરો રાખવાના લોભમાં ન ફસો, કચરો રાખવાની કાર્યવાહીમાં ન રહો, પણ કાઢવાની કાર્યવાહીમાં રહો. તંબોલીની કાતર ચાલુ જ હોય. પાન ખંડિત થયું ત્યાં કાતર ચલાવ્યું જ જાય. સડેલો ભાગ કાઢે. ન કાઢે તો આખો કરંડિયો બગાડે. સડેલો ભાગ દૂર કરવો, એમાં એના પ્રત્યે દ્વેષ નથી, પણ આખા કરંડિયાને ન બગાડે એ માટે જ તંબોલીની કાતર ચાલુ હોય ! પાન ખવડાવનારા સામગ્રી કેટલી રાખે ? કાથો, ચૂનો જીનતાન બધું રાખે. પાનની પેટી હોય, પણ કાતર પહેલી. તંબોલીને તો કાતર વિના ચાલે જ નહિ. તેજ રીતે શાત્રે કહ્યું છે કે શ્રી સંઘે જો પોતાનો બચાવ કરવો હોય, તો નિનવતા, ઉન્માર્ગગામિતા, આદિ સડા ઉપર કાતર ચલાવવી જોઈએ. જો એમ ન થાય, તો આગમનો અને ધર્મનો કેટલોય નાશ થાય. એક સડેલ હજારને સડાવે, કારણ કે એ ચેપી રોગ છે. શાસ્ત્ર શ્રી સંઘને સાવધ રહેવાની ભલામણ પૂરેપૂરી કરી છે. જેટલે અંશે એ ભલામણનો સ્વીકાર, તેટલે અંશે શ્રેય ! સડેલો ભાગ આઘો રાખો તેમાં કાંઈ વેરભાવ નથી, ત્યાં દુર્ભાવના નથી, પણ સડેલા ભેળા ભળી સડવાનો કે શક્તિ છતાં એનું દુર્લક્ષ્ય કરવાનો અથવા તેને વધવા દેવાનો શાસ્ત્ર ઇન્કાર કરે છે. દયા એનું નામ નથી, કે જેનાથી આત્માને ઘાત થાય. સંયમધર પણ જો રોગી હોય, તો તેને માટે સામગ્રી અલગ રાખવાની Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – – 572 કહી છે. વૈયાવચ્ચ પૂરી કરવી, સમાધિ પૂરી આપવી, પણ સામગ્રી અલગ. કારણ કે રોગ એ સંયમઘાતક છે. એમાં બીજા સંયમીને સંયમમાં વાંધો ન આવે એ હેતુ છે. કેટલીક વાર રોગના પરિણામે ઉપચાર કરતાં પકાયના જીવોની વિરાધના થઈ જાય છે એટલા માટે તો શાસ્ત્ર કહે છે કે સહનશક્તિ હોય, આર્તધ્યાન ન થતું હોય, તો તો ઔષધ ન લેવું પણ એ સ્થિતિ ન ટકે, તો સમાધિના હેતુથી ઔષધનો યતનાપૂર્વક અને વિધિપૂર્વક ઉપયોગ કરે. અસ્તુ. કોઢિયાને એવી કુટેવ હોય છે કે “બધાને જ અડવાનું એને મન થાય.” એને “ના” પાડે તોયે એ બધાને ઇરાદાપૂર્વક અડે. એની ભાવના એવી થાય, તેમ નાકકટ્ટા પણ બધાને જ પોતાના જેવા જોવા ઇચ્છે. એવી જ રીતે ઉસૂત્રભાષી અને ઉન્માર્ગગામીની ભાવના પણ કોઢિયા જેવી થાય છે, માટે એવાઓથી દૂર રહેવામાં જ આત્માનું કલ્યાણ છે. જોકે એવા પણ સન્માર્ગે આવો, એ ભાવના ન જવી જોઈએ, પણ દોષો નિભાવવાની વૃત્તિ પણ ન જ હોવી જોઈએ. જો એ કાયદો ન રાખીએ તો આપણા પણ નાશનો સંભવ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ આગમનો સાર શું ? 41 • શ્રી આચારાંગ એ પ્રથમ અંગ છે અને તે શ્રી જિન પ્રવચનનો સાર છે : • સારામાં સારભૂત શું ? • અવ્યાબાધ સુખ મોક્ષ વિના બીજે નથી : માંગીને મેળવનારની અવદશા કેવી ? ૧ આપત્તિ કરતાં સંપત્તિથી વધુ ડરો ! ૭ મુનિપણું શાથી કઠિન જણાય છે ? • નારકીને દુઃખ કેટલું અને તે ફરી નારકી કેમ ન થાય ? • દેવો મરીને દેવ ન થાય તેનું કારણ ? વિષય: આગમનો સાર શું? આચારાંગનો સાર શું? અનુયોગનો સાર શું? પ્રરૂપણાનો સાર શું ચારિત્રનો સાર શું અને નિર્વાણનો સાર શું? શરૂઆતમાં નિર્યુક્તિકાર અને ટીકાકાર મહર્ષિના શબ્દોના આધારે ઉપરોક્ત પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ દ્વાદશાંગીના સારને કોણ મેળવી અને પચાવી શકે ? એ વાતના નિરૂપણમાં દ્વાદશાંગીથી શું મળે અને શું મેળવવા યોગ્ય છે એ વાત જણાવી માંગીને મેળવનારની અવદશા કેવી એ અંગે વિગતથી ફોડ પાડી જણાવ્યું છે. આવી મળેલી રતિથી વિરક્તિ વધે અને માગીને મેળવેલ રતિથી વિરક્તિ વેચાઈ જાય' - આ મુદ્દો ખૂબ જ ગંભીર શૈલીમાં સમજાવ્યો છે. એના જ અનુસંધાનમાં આપત્તિ-પ્રતિકૂળતા કરતાં સંપત્તિ-અનુકૂળતામાં ટકી રહેવું કઠણ છે, મુનિપણાની કઠણતા એના જ આધારે, નારકીનું દુઃખ અને દેવોનું સુખ તેમજ તેમના ફરી તે ગતિમાં નહિ ઉત્પન્ન થવાનાં કારણો દર્શાવીને મનુષ્ય જીવનની મહત્તા સર્વાધિક કેમ તે જણાવી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્યાતૃત • સુખ જોઈએ છે અવ્યાબાધ અને કાર્યવાહી જુદી હોય તો એ સુખ ન જ મળે ! ૦ માગવાથી મળેલું પૌલિક સુખ, દુઃખના ખાડામાં ગબડાવ્યા વિના પ્રાયઃ રહેતું નથી. રતિ આવી મળે ત્યાં વિરક્તિ વધે છે અને રતિ માગી મળે ત્યાં વિરક્તિ વેચાઈ જાય છે. • સમ્યગ્દષ્ટિ આત્મા અવસર મળે તો દુનિયાના રંગરાગને - દુનિયાના પદાર્થોને વગોવે ખરો, પણ વખાણે તો નહિ જ. • અશુભોદય કરતાં શુભોદય ભોગવવો કઠિન છે. • સમ્યગ્દષ્ટિ લક્ષ્મી આવે તો નાચે નહિ અને જાય તો મૂચ્છિત પણ થાય નહિ, અને મિથ્યાદિષ્ટ આવે તો પગ પછાડે અને જાય તો માથું ફોડે ! • સમ્યગ્દષ્ટિ સુખ આવે તો પણ મૂંઝાય નહિ અને જાય તોયે મૂંઝાય નહિ. • સમ્યગ્દષ્ટિ આનંદ કે શોકનો અતિરેક કરે જ નહિ. • વિષયની સામગ્રીથી દૂર રહો તો વાસના તો આપોઆપ મરી જશે. • જિનેશ્વરદેવની આજ્ઞાના આદર્શની નિકટ મનુષ્ય પહોંચી શકે છે. મનુષ્યના સંયોગો એવા છે કે જેથી દેવો પણ તેને પહોંચી ન શકે. • કોઈને ઊંચકીને મોક્ષમાં કોઈ મૂકી દે', એવો કાયદો અહીં નથી. તમે કાર્યવાહી નહિ કરો તો તમને પણ મોક્ષ નહિ જ મળે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ આગમનો સાર શું? શ્રી આચારાંગ એ પ્રથમ અંગ છે અને તે શ્રી જિન પ્રવચનનો સાર છે? અત્યાર સુધીમાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ આપણને સમજાવી દીધું કે “સંસારી પ્રાણી માત્ર રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત હોવાથી શારીરિક અને માનસિક અનેક અતિ કટુક દુઃખોથી પીડિત છે. તેણે જો પોતાનાં તે દુઃખો દૂર કરવાં હોય, તો હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે હેય અને ઉપાદેય પદાર્થોનું સમ્યજ્ઞાન થયા વિના એ દુઃખનો નાશ કોઈ પણ રીતે શક્ય નથી. તે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાન માટેનો વાસ્તવિક પ્રયત્ન પણ વિશિષ્ટ પ્રકારના વિવેક વિના થઈ શકતો નથી. અને એ વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ પણ સકલ અતિશયોથી સંપન્ન આપ્તપુરુષના ઉપદેશ વિના અશક્ય જ છે. આખ પણ તે જ કહેવાય છે, કે જેના રાગ, દ્વેષ અને મોહાદિક દોષોનો આત્યંતિક ક્ષય થયો હોય. અને રાગાદિક દોષોનો તેવો ક્ષય શ્રી અરિહંતદેવ સિવાય અન્ય કોઈનો જ હોઈ શકતો નથી. માટે સુખના અર્થીએ પોતાના અને અન્ય પ્રાણીમાત્રના હિત માટે, શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ.' વધુમાં એ પણ સમજાવ્યું કે “શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ - ૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ' આ ચાર વિભાગમાં વહેંચાયેલો છે અને તેમાં પ્રધાનતમ અનુયોગ “ચરણકરણાનુયોગ” છે. એ સર્વપ્રધાન અનુયોગનું મુખ્ય પ્રતિપાદક આ “શ્રી આચારાંગ' સૂત્ર છે : તે પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત હોવાથી વિપ્નમય છે એ કારણથી આ અંગસૂત્રમાં સઘળાં વિઘ્નોના ઉપશમ માટે કરવા યોગ્ય મંગલ - આદિમાં, મધ્યમાં અને અંતમાં કરવામાં આવ્યું છે. આદિ મંગલ અભિલષિત શાસ્ત્ર અને તેના અર્થનો નિર્વિઘ્નપણે પાર પામવા માટે કરવામાં આવ્યું છે, મધ્યમંગલ અભિલષિત શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે કરવામાં આવ્યું છે અને અંત્ય મંગલ આ સૂત્ર અને તેનો અર્થ શિષ્ય અને પ્રશિષ્યની પરંપરામાં અવિચ્છિન્નપણે ચાલુ રહે, એ માટે આચરવામાં આવ્યું છે !” Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪ : આગમનો સાર શું ? - 41 ૪૭ આ ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આચારની મુખ્યતા છે અને એ જ કારણે આચારના પ્રતિપાદક આ શ્રી આચારાંગસૂત્રના અર્થની ઉત્પત્તિ પણ પ્રથમ થઈ છે અને સૂત્રની રચના પણ પ્રથમ જ થઈ છે. પ્રશ્નો... અને ઉત્તરો ઃ 575 “વ્હલા પુનર્ભવતાઽડચાર: પ્રીત: ?” ‘શ્રી તીર્થંકર ભગવાને આચારની રચના ક્યારે કરી ?’ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ પણ ફરમાવ્યું કે "सव्वेसिं आयारो तित्थस्स पवत्तणे पढमयाए । सेसाई अंगाई इक्कारस आणुपुवीए ।।१।। " ‘સઘળા શ્રી તીર્થંકરદેવોના તીર્થના પ્રવર્તનમાં આચારની પ્રવૃત્તિ (રચના) પ્રથમ છે અને બાકીનાં અગિયારે અંગોની પ્રવૃત્તિ ક્રમસર તે પછી છે.’ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીના કથનને સ્પષ્ટ કરતાં, ટીકાકાર મહર્ષિ પણ ફરમાવે છે કે - "सर्वेषां तीर्थकराणां तीर्थप्रवर्त्तनादावाचारार्थः प्रथमतयाऽभवद्भवति भविष्यति च ततः शेषाङ्गार्थ इति, गणधरा अप्यनुपूर्व्या सूत्रतया ग्रथ्नन्तीति" ।। ‘સર્વ શ્રી તીર્થંકરદેવોના તીર્થપ્રવર્તનની આદિમાં પ્રથમ આચારનો અર્થ જ થયો છે, થાય છે અને થશે. તે પછી જ બાકીનાં અંગોનો અર્થ. શ્રી ગણધરદેવો પણ એ જ ક્રમે સૂત્રરચના કરે છે.' ‘શ્રી આચારાંગસૂત્ર’ સર્વથી પ્રથમ કેમ ? બારે અંગોમાં આ શ્રી આચારાંગસૂત્રની રચના પ્રથમ કેમ ?’ આ પ્રશ્નના ઉત્તરમાં બારે અંગોમાં તે પ્રથમ છે, તેનો હેતુ દર્શાવતાં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવે છે કે - 14 'आयारो अंगाणं पढमं, अंगं दुवालसपि । ફત્હ ય મોોવાઓ, સ ય સારો પવયળસ્ત્ર ।।।।" ‘શ્રી આચારાંગસૂત્ર એ બારે અંગોમાં પણ પ્રથમ છે, કારણ કે શ્રી આચારાંગસૂત્રમાં મોક્ષના ઉપાયભૂત ‘ચરણકરણ’નું પ્રતિપાદન છે અને આખાયે પ્રવચનનો તે સાર છે.’ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 576 - આ ઉપરથી એ ખ્યાલ આવવો જોઈએ કે, શ્રી આચારાંગ એ પ્રથમ અંગ છે અને તે શ્રી જિનપ્રવચનનો સાર છે. કારણ કે, તેમાં મોક્ષના ઉપાયરૂપ ચરણકરણનું પ્રતિપાદન છે. સારમાં સારભૂત શું? પ્રવચનનો સાર આચાર છે. આનું કારણ એ છે કે પરિણામે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. આ વસ્તુ બતાવવા માટે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવે છે કે - "अंगाणं किं सारो? आयारोतस्स हवइ किं सारो? अणुओगत्थो सारो तस्स वि य परूवणा सारो ।।१।। सारो परूवणाइ चरणं तस्स वि य होइ निव्वाणं । निव्वाणस्स उ सारो अव्वावाहं जिणा बिंति ।।२।।" બારે અંગોમાં સારભૂત શ્રી આચારાંગસૂત્ર, શ્રી આચારાંગસૂત્રનો સાર તેનો વ્યાખ્યાનભૂત અર્થ, તે વ્યાખ્યાનભૂત અર્થનો સાર, તેની યથાસ્થિત પ્રરૂપણા, તે યથાસ્થિત પ્રરૂપણાનો સાર ચારિત્ર, ચારિત્રનો સાર નિર્વાણ અને એ નિર્વાણ એટલે મોક્ષ, તેનો સાર અવ્યાબાધ એટલે કે કોઈ પણ જાતના દુઃખના લેશ વિનાના સુખની પ્રાપ્તિ !” – એમ શ્રી જિનેશ્વરદેવ કહે છે. આ સઘળું જોતાં સહજમાં સમજી શકાય તેમ છે કે આચારહીનતામાં માનતા આત્માઓ શ્રી જૈનશાસનની આરાધના કોઈ પણ રીતે કરી શકતા નથી. કારણ કે આ શ્રી જિનશાસનમાં આચાર એ જ મુખ્ય વસ્તુ છે અને એ પરમશુદ્ધ આચારનું પ્રતિપાદન, આ શ્રી આચારાંગસૂત્રમાં કરેલું છે. તેથી તે બારે અંગસૂત્રોમાં સારભૂત અંગસૂત્ર છે. તે અંગસૂત્રનો સાર અનુયોગાર્થ એટલે વ્યાખ્યાનભૂત અર્થ છે, તે વ્યાખ્યાનભૂત અર્થનો સાર પ્રરૂપણા છે, તે પ્રરૂપણાનો સાર ચારિત્ર છે, તે ચારિત્રનો સાર મુક્તિ છે અને મુક્તિનો સાર અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. અને આથી એ સિદ્ધ થાય છે કે આખી દ્વાદશાંગીનો સાર એક જ અને તે એ જ છે કે આત્મા જડના સંસર્ગથી છૂટી અનંત સુખનો ભોક્તા થાય. અનંત સુખના ભોક્તા થવું હોય તો સંસાર છોડીને મોક્ષમાં જવું જ પડે અને મોક્ષમાં ત્યારે જ જઈ શકાય, કે જ્યારે સર્વ સંસારનો ત્યાગ જેમાં સમાયો છે, તેવા ચરણનો સ્વીકાર થાય. સર્વત્યાગમય ચરણની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય, કે Page #109 -------------------------------------------------------------------------- ________________ ar - ૪ : આગમનો સાર શુ? - 41 – –– ૪૯ જ્યારે શુદ્ધ પ્રરૂપણા થાય અને શુદ્ધ પ્રરૂપણા પણ તે જ કરી શકે, કે જે શ્રી આચારાંગસૂત્રના વ્યાખ્યાનભૂત અર્થના સુંદર જ્ઞાતા હોય.જેઓ શ્રી આચારાંગસૂત્રના વ્યાખ્યાનભૂત અર્થના સુંદર જ્ઞાતા હોવા સાથે, તેનો અનુયોગ કરવામાં પ્રવીણ હોય, તે એવી સુંદર પ્રરૂપણા કરે, કે જેના યોગે અનેક આત્માઓને ચરણની પ્રાપ્તિ થાય, ને જેથી મુક્તિ થાય અને મુક્તિના યોગે અનંત સુખની પણ પ્રાપ્તિ થાય ! એ જ આ આખી દ્વાદશાંગીનો સાર છે. સુખ જોઈએ અવ્યાબાધ અને કાર્યવાહી જુદી હોય તો એ સુખ ન જ મળે ! અવ્યાબાધ સુખ મોક્ષ વિના બીજે નથી ? અવ્યાબાધ સુખ મોક્ષ વિના બીજે કોઈ પણ સ્થળે નથી. જે સુખ આત્માને જોઈએ છે, તે જ્ઞાની કહે છે કે દુનિયામાં કોઈ સ્થળે નથી. સંસારનાં જેટલાં સુખો છે, તે બધાં જ સંયોગજન્ય છે. માટે સંસારમાં અવ્યાબાધ સુખ છે જ નહિ. સંયોગજન્ય સુખોનો અભાવ જરૂર હોય છે. સંયોગજન્ય સુખ તો આવે અને જાય, માટે એ સુખ તો દુઃખનું જ કારણ છે, માટે એ સુખ તે સુખ કહેવાય જ નહિ, પણ દુઃખ જ કહેવાય. દુનિયાના જીવો જે એકાંતિક, આત્યંતિક અને સંપૂર્ણ સુખની ઇચ્છા રાખે છે અને શાસ્ત્ર જે સુખને ઇષ્ટ અને ઉપાદેય તરીકે ઓળખાવે છે, તે સુખ મોક્ષ સિવાય બીજો કોઈ પણ સ્થળે નથી, માટે જ ઉપકારી મહાપુરુષો કહે છે કે આત્માની દૃષ્ટિ દુનિયાના સુખ તરફ ઢળેલી છે, તે ફેરવીને મોક્ષ તરફ વાળવી જોઈએ. દૃષ્ટિ સંસાર તરફથી ખસે નહિ ત્યાં સુધી મોક્ષ તરફ વળે નહિ અને ત્યાં સુધી આ બધી વાતો કામ પણ આવે નહિ. આખા સંસાર તરફથી દૃષ્ટિ પરિવર્તન પામે અને મોક્ષ તરફ ઢળે, ત્યારે જ આ દ્વાદશાંગી શાંતિપૂર્વક સંભળાય અને તેમાંથી જીવનમાં ઉતારવા જેવું જીવનમાં ઉતારાય. દ્વાદશાંગીને કોણ સાંભળી શકે ? પચાવી કોણ શકે ? જીવનમાં કોણ ઉતારી શકે? દ્વાદશાંગી અર્થરૂપે શ્રી જિનેશ્વરદેવોએ કહી અને સૂત્રરૂપે શ્રી ગણધરદેવોએ ગૂંથી એ શા માટે ? એ કહેવામાં અને રચવામાં હેતુ કયો ? આ બધું વિચારવું અને સમજવું જ જોઈએ. શ્રી દ્વાદશાંગી કહેવામાં અને રચવામાં એક જ હેતુ છે કે જગતના યોગ્ય જીવો તેના દ્વારા જડના સંસર્ગોથી બચી અનંત સુખના ધામરૂપ મુક્તિની સાધના કરી શકે, કારણ કે દુનિયાના પ્રાણીમાત્રને જે સુખ જોઈએ છે તે અનંત સુખ દુનિયામાં નથી પણ મોક્ષમાં જ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 578 માંગીને મેળવનારની અવદશા કેવી? દ્વાદશાંગીના સેવનથી વસ્તુ અનેક મળે છે. એનું સેવન કરનારને, એની આજ્ઞા પાળનારને કોઈ ચીજ ન મળે તેવું તો નથી જ. મોક્ષની ભાવનાવાળો આત્મા દુનિયામાં જન્મે તો ક્યાં જન્મે ? સારી જ જગ્યાએ. એને મળે તે બધું જ સારામાં સારું મળે. દ્વાદશાંગીના સેવનથી મળે બધું, પણ તેની માગણી કઈ ? રાજ્ય, રિદ્ધિ, ચક્રવર્તીપણું, ઇંદ્રપણું વગેરે બધું જ મળે, પણ તે માગે શું ? એક મોક્ષ જ. દુનિયાની ચીજો તો માગો તોયે મળે, અને ન માગો તોયે મળે. ધર્મના પ્રભાવથી માગો કે ન માગો તોય ચીજો બધી જ મળે, પણ માગ્યેથી મળે અને ન માગ્યેથી મળે, એમાં ઘણો જ ભેદ છે. નિયાણું કરવાથી પણ અનેકને મળ્યું છે. એક ચીજ માગી એટલે એની આધીનતા થઈ અને નહોતી માગી ત્યાં સુધી આધીનતા નહોતી. નીતિશાસ્ત્ર પણ કહ્યું કે “આશા એ જ મહાદુઃખ છે.' આશા આવી એટલે પરાધીનતા થઈ. પરાધીનતાને લઈને સુખ પણ દુઃખમાં જ પરિણમે. માગવાથી મળેલું પોલિક સુખ, દુઃખના ખાડામાં ગબડાવ્યા વિના પ્રાયઃ રહેતું નથી. શ્રી વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “હે નાથ ! જ્યારે આપ નરેંદ્રપણાની અને દેવપણાની લક્ષ્મીને ભોગવતા હતા, અને જ્યાં ત્યાં કેવળ આનંદની જ સામગ્રી મોજૂદ હતી, ત્યાં પણ તમે વિરાગી જ હતા. જ્યાં રતિ, રતિ અને રતિ જ હતી, ત્યાં પણ તમારી વિરક્તિ કાયમ જ રહેતી હતી. હવે વિચારો કે રતિમાં વિરક્તિ કોને રહે ? જેઓ માગીને રતિ લે તેઓને રહે ? જે માગીને રતિ લે એને વિરક્તિ આવે ? જે વિરક્તિને રતિ ખાતર વેચી, તે વિરક્તિ રતિમાં આવે ક્યાંથી ? ત્યાગધર્મના ફળ તરીકે માગેલી રતિ, વિરક્તિને આવવા કઈ રીતે દે ? આ ધર્મના યોગે, આચારપાલનના યોગે, દ્વાદશાંગીની આજ્ઞાના પાલનના યોગે રતિ મળી પણ જાય, પણ તે રતિ મેળવવા માટે વિરક્તિ વહી ન જાય એની કાળજી પૂરેપૂરી રાખવી જોઈએ. અને એથી મળી જાય તો ભલે, પણ તે માગવી તો નહિ જ. વિરક્તિના ફળ તરીકે રતિ માગો, તો વિરક્તિ વેચાઈ જાય એમાં આશ્ચર્ય પણ શું ? Page #111 -------------------------------------------------------------------------- ________________ – ૪: આગમનો સાર શું? - 41 – ૫૧ - રતિ એટલે દુનિયાના સુખની સામગ્રીમાં આનંદ. આરાધક આત્માઓની વિરક્તિ રતિમાં પણ જાગૃત રહેતી હતી. વિચારો કે રતિમાં વિરક્તિ ક્યાંથી આવી ? કહેવું જ પડશે કે તે પુણ્યપુરુષોએ રતિ માગી જ નહોતી, પણ તે મહાપુરુષોને તો પુણ્યબળે આવી જ મળી હતી. માગી હોત તો વિરક્તિ ચાલી જ જાત, પણ રતિ આવી મળી હતી માટે જ એમાં વિરક્તિ કાયમ હતી. “રતિ માગી મળે અને રતિ આવી મળે” એમાં ઘણો જ ફેર પડે. - રતિ આવી મળે ત્યાં વિરક્તિ વધે છે અને રતિ માગી મળે ત્યાં વિરક્તિ વેચાઈ જાય છે. રતિ આવી મળે ત્યાં આત્માની માલિકી કાયમ રહે છે અને રતિ માગી મળે ત્યાં આત્મા માલિક નથી રહી શકતો, પણ ગુલામ બની જાય છે. આત્મા માગીને દેવાદિકનાં સુખો મેળવે, વર્ષો સુધી, પલ્યોપમ સુધી, સાગરોપમ સુધી ભોગવે, પણ છેવટના છેલ્લા છ મહિના એટલું દુઃખ થાય છે કે પહેલાનું તમામ સુખ એમાં સ્વાહા થઈ જાય છે, એ સુખમાં પડીને જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય છે, તે તે વખતે દેખાય અને પછી હાય બાપ વગેરે ચાલુ થાય. હાય નદી, હાય વાવડી, હાય વિમાન, આવા આવા કરુણ શબ્દોથી વિલાપ શરૂ થાય છે. ક્ષણભરની પણ શાંતિ એ વખતે હોતી નથી. શાથી ? માગીને મેળવ્યાં છે એથી ! માગીને નથી મેળવતા તેને તો છેલ્લી ઘડી સુધી એકસરખી જ સ્થિતિ રહે છે. ઉત્તમ પુણ્યશાળી દેવતાઓની તો પુષ્પમાળા પણ કરમાતી નથી. એ જાણવા ધારે તો પોતાની ગતિ જાણે, પણ એ પુણ્યાત્માઓને મૂંઝવણ ન થાય. કારણ કે એ પુણ્યશાળીઓને દુનિયાના પદાર્થોની પરવા જ નથી, ઇચ્છા જ નથી અને એ પદાર્થો પ્રત્યે તેવો અનુરાગ પણ નથી. શ્રી દ્વાદશાંગીની આજ્ઞાનો આરાધક આત્મા દુનિયાનાં સુખોને તિલાંજલિ જ આપે. એનાથી તો એ સુખો ઇચ્છાય જ નહિ. આપત્તિ કરતાં સંપત્તિથી વધુ ડરો ! શાસ્ત્ર કહે છે કે, સમ્યગ્દષ્ટિ આત્મા અવસર મળે તો દુનિયાના રંગરાગનેદુનિયાના પદાર્થોને વગોવે ખરો, પણ વખાણે તો નહિ જ. સમ્યગ્દષ્ટિ હોશિયાર હોય, એને ટાઇમ મળે તો દુનિયાના સુખની એવી વગોવણી કરે કે સામાને પણ સહેજે તેના પ્રત્યે અરુચિ થાય પણ તે આત્મા પ્રશંસા તો ન જ કરે. સમ્યગ્દષ્ટિ Page #112 -------------------------------------------------------------------------- ________________ પર —— – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – 590 આત્માનો આ એક મોટામાં મોટો ગુણ છે. તે આત્મા તો સંવેગના યોગે- “સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવસુખ એક.' આવી સંવેગની ભાવનાવાળો દુનિયાનાં પૌત્રલિક સુખોને માગે ? નહિ જ. રતિની સામગ્રીમાં વિતરાગદેવના આત્માને વિરક્તિ ટકી રહી, એનું કારણ એક જ કે એ સામગ્રી મળી ગયેલી પણ માગીને મેળવેલી નહિ જ ! મળી જાય એ ભોગવવા માત્રથી મિથ્યાત્વ ન લાગે અને સમ્યકત્વ ન ચાલ્યું જાય, પણ માગીને મેળવ્યું હોય અથવા મેળવવા જેવું અને ભોગવવા જેવું માને તો મિથ્યાત્વ લાગે છે અને સમકિત ચાલ્યું જાય. જ્યાં સુધી સર્વ કર્મના બંધનથી રહિત ન થવાય, મોહ ઉપર સર્વથા વિજય ન મેળવાય, ત્યાં સુધી મુક્તિ મળે એમ નથી જ. મુક્તિ મળે ત્યાં સુધી મળતું પૌદ્ગલિક સુખ ભોગવાય એ જુદી વાત પણ ભોગવવા જેવું અગર મેળવવા જેવું મનાય તો મુક્તિ દૂર જ થાય. “પદ્ગલિક સુખ મેળવવા જેવું અને ભોગવવા જેવું મનાઈ ન જાય.' - એટલી આત્મશુદ્ધિ જાળવી રાખવાની જરૂર છે. જો એ શુદ્ધિ રહી શકે તો એ આત્માને કોઈ પણ પાપસંસર્ગ આધીન બનાવી શકતો નથી. શ્રી તીર્થંકરદેવની સ્તુતિ કરતાં, શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં, શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે “હે ભગવન્! દુઃખના હેતુમાં તને જે વિરાગ નહોતો, તેવો વિરાગ સુખના હેતુમાં હતો !” દુઃખના હેતુમાં વિરાગ સામાન્યને પણ આવે, પણ ભગવાનને તો દુઃખના હેતુમાં જે વિરાગ નહોતો, તે સુખના હેતમાં હતો. જો એમ ન હોય તો દેવલોકમાં વિરાગીપણું ટકે શાનું? સમ્યગ્દષ્ટિ આત્મા આપત્તિથી જેટલો ન ભાગે તેટલી સંપત્તિથી ભાગે. એ સમજે છે કે આપત્તિ યોગ્ય રીતે સહન થાય તો કર્મક્ષયનું સાધન છે, પણ મોટે ભાગે સંપત્તિ તો કર્મને વધારનાર જ છે, માટે એ આત્મા સંપત્તિથી ડરે. આપત્તિમાં તો “ઓ બાપરે” કરતાં પણ ભગવાન યાદ આવી જાય, પણ સંપત્તિમાં તો કોઈ વિરલાને જ યાદ આવે. સંપત્તિમાં તો ભગવાનને દહેરામાં રાખે, જ્યારે દુ:ખમાં તો દુઃખને કાઢવા માટે પણ ભગવાનને યાદ કરે. અશુભોદય કરતાં શુભોદય ભોગવવો કઠિન છે. નારકી મરીને નારકી ન થાય પણ મનુષ્ય મરીને નારકી થાય. નારકીને એકલી દુઃખની સામગ્રી છે. ત્યાં ગમે તેવી ધમાલ કરાય છતાં નારકીનું આયુષ્ય ન જ બંધાય. શાથી ? દુઃખની વિટંબણાથી નારકી કાયર બનેલો છે. એને ત્યાંથી છૂટવાની ભાવના ચાલુ જ રહે છે, કારણ Page #113 -------------------------------------------------------------------------- ________________ કan –૪: આગમનો સાર શું? - 41 – ૫૩ કે અશુભોદય છે. શુભના ઉદયમાં પડેલાઓ પોતાને જવાનું છે એમ જાણવા છતાં, એમને એ સાહ્યબી વખતે પશ્ચાત્તાપ નથી આવતો. પુદ્ગલાનંદમાં બધું વિસરી જવાય છે. મુદ્દો એ છે કે, ખરો વૈરાગ્ય કેળવવા માટે જે ભાવના જામવી જોઈએ તે જામતી નથી. મુનિપણું શાથી કઠિન જણાય છે? અહીંની વાતમાં “આવું આવું ન થાય' એમ બોલાય છે અને દુનિયાની કાર્યવાહીમાં બધું થાય છે એનું કારણ ? એ જ કે દુનિયાની કાર્યવાહીઓ પ્રત્યે જેટલો રાગ છે, તેટલો રાગ ધર્મની કાર્યવાહીઓ પ્રત્યે નથી. પણ ભાગ્યશાળીઓ! દુનિયાની કાર્યવાહીઓનું પરિણામ શું ?' - એ વિચારો ! પરિણામ સુધી પહોંચશો એટલે તો આપોઆપ જ અટકી પડશો. અને પરિણામ સુધી પહોંચવું જ જોઈએ. જો પરિણામનો વિચાર ન થાય તો, માનો કે સમ્યકત્વ હોય તો પણ તે નિર્મળ શી રીતે રહી શકે ? ધાર્મિક ક્રિયામાં આ ન થાય, આ ન થાય” એમ થાય ને દુનિયાની કાર્યવાહીમાં “આ મજેથી થાય' એમ બોલાય, એવા વિચારો થાય તો સમ્યકત્વ સુધરે કે બગડે ? બગડે જ. તમારે તો વિચાર કરવો નથી. સંભળાવવું પણ મારે અને તમારી વતી વિચાર પણ મારે કરવો, એમ ? જો એમ જ હોય તો તે ન જ પાલવે. વિચાર તો તમારે તમારી જાતે જ કરવા જોઈએ. આજે પૂછનાર કદી આવે તો એમ પૂછે છે કે “રોજ ત્યાગની વાત કેમ કરો છો ?” પણ થોડાક અપવાદો બાદ કરતાં કોઈ એવું પૂછવા નથી આવતા કે “અમારાથી કેમ છૂટતું નથી ?' કોઈ કોઈ ભૂલ કેમ કાઢો છો ?' એમ પૂછવા આવે છે, પણ ભૂલ કેમ નીકળતી નથી ?' એમ પૂછતા નથી આવતા. તમારે વિચારવાની વાતો અમારે વિચારવી પડે એની અસર શી ? તમને વિચાર થાય તો જ કામ આવે. આ વિચાર માટે ટાઈમ નિયત કર્યો છે ? સામગ્રી યોજી છે? એને માટે જ્ઞાનીઓએ નિયત કરેલા ટાઇમનો પણ ઉપયોગ કરાતો નથી. એટલી ક્રિયા ન થાય તે માટે પશ્ચાત્તાપ થાય, તો પણ આત્મા જાગતો થઈ જાય. આજે વિહિત ક્રિયાઓના કરનારા પણ કેટલા ? વેઢે આવે એટલા. કરે તે પણ બહુલતયા ફોનોગ્રાફની ચૂડી અને પીન જેવા. આજે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આગલો દિવસ છે. તેની આરાધના Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ માટેની તમારે તૈયારી કરવી પડશેને ! આવ્યું અને ગયું એમ તો ન જ થાયને! પર્વમાં મોટી કાર્યવાહી શુદ્ધિ પણ છે ને ? આત્માની શુદ્ધિ એ પણ એક કાર્ય છે. આ આઠે દિવસો એવા મજાના છે કે ન પૂછો વાત. આ પર્વમાં દરેક કાંઈ ને કાંઈ કરે. છેવટ દર્શન, વ્યાખ્યાનશ્રવણ, પૂજન, સંવત્સરી પ્રતિક્રમણ, ક્ષમાપનાદિ કરે. આ પર્વનું આરાધન એવું કરવું જોઈએ કે ઓછામાં ઓછી બાર મહિના સુધી તો એની અસર અંતરમાં રહે. શાસ્ત્ર કહ્યું છે કે શ્રી કલ્પસૂત્ર એકવીસ વાર સાંભળે તો તે સાત-આઠ ભવમાં મોક્ષે જાય, પણ તે કઈ રીતે સાંભળે તો ? એકાગ્રતાપૂર્વક, વિધિવિધાનપૂર્વક અને હૃદયના ઉલ્લાસથી સાંભળે તો જ ! પણ આડીઅવળી બીજીબીજી ભાવના આવે તો નહિ જ. આ ભાઈ કહે છે કે રતિના સ્થાનમાં જ્ઞાનીને પણ વિરક્તિ રહી ક્યાંથી ? એનો ઉત્તર હું આપી ગયો છું તે જ છે કે “એ રતિ માગી મેળવી નથી માટે !' રતિ મળે એના ભોગમાં સમ્યક્ત્વ ન જાય, પણ માગવામાં જાય. મગાય શું ? “ભવનિબૅઓ.” જે રતિને માગે છે તે વિરક્તિને વેચે છે. વિરક્તિનું મૂલ્ય આપી માલમાં રતિ ખરીદાય છે. એરાવણના બદલામાં રાસની ખરીદી થાય છે. કિંમતમાં ચિંતામણિ આપી માલમાં કાચનો ટુકડો લેવાય છે. વિરક્તિ વેચી રતિ માગવામાં સમ્યકત્વ ટકે ? સમ્યગ્દષ્ટિને વિરક્તિને બદલે રતિ માગવાની ભાવના કેમ થાય ? રતિ ન માગવી એમાં દીક્ષા આવે છે ? ધર્મના ફળ તરીકે પૌગલિક રતિ ન માગો એમ કહું, એમાં દીક્ષા ક્યાં આવે છે ? “ધર્મના ફળ તરીકે પૌગલિક રતિ ન માગવી' - એ શું કઠિન છે ? કોઈ નહિ બોલે મને ખાતરી છે. એ ભાવના ઊડી જાય તો રતિના ભોગવટાની લહેજત ઊડી જાય. લહેર ન આવે, કેમ? પણ જ્યારે એ તરફથી મોટું ફરશે ત્યારે જ ઉદયની તૈયારી થશે ! તમે ક્યાં જાગો છો અને ક્યાં ઊંઘો છો? દ્વાદશાંગીના સાર તરીકે જે વસ્તુને સૂત્રકાર કહે છે, તે હૃદયમાં કોતરી રાખવી જોઈએ. આ જ દ્વાદશાંગી પામીને અનંતા તરી ગયા, સંખ્યાબંધ તરે છે અને અનંતા તરશે, તેવી જ રીતે જે પૌગલિક રતિના રસિયા હતા, તે આ જ દ્વાદશાંગીને પામીને અનંતા ડૂબી ગયા, સંખ્યાબંધ ડૂબે છે અને અનંતા ડૂબશે. યોગ્યતા ન કેળવાય તો જે તારે તે જ ડુબાડે. ચલાવતાં ન આવડે તો પોતાનું હથિયાર પોતાને જ મારે. વ્યવહારમાં પણ કહેવત છે કે “સોનાની છરી પેટમાં ન મરાય.' Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ક83 – – ૪ : આગમનો સાર શું? – 41 - દ્વાદશાંગીની આજ્ઞાનું પાલન મજાનું છે. એ બધું જ આપે. સંસારનું સુખ પણ આપે અને મોક્ષનું સુખ પણ આપે, પણ તેના ફળ તરીકે મગાય તો મોક્ષ જ. આની આરાધના વિના સંસારનું પણ યોગ્ય સુખ મળતું નથી. સંસારનું પણ જે યોગ્ય સુખ મળે છે, તે પણ આની આરાધનાથી જ ! શ્રી દ્વાદશાંગીમાં બધું જ છે, પણ જેને જે હિતકર નીવડે તે અનુયોગ કરનાર કહે. બાર અંગના સાર તરીકે આચાર મુખ્ય છે. આ ચીજ એવી છે કે દુનિયાના કોઈ પણ આત્માને મૂંઝવે નહિ. બધામાં મુખ્યતા આની જ કેમ ? એથી જ કે સુંદર પરિણામ એમાં જ છે. જેમ જેમ જ્ઞાન વધે, સમજશક્તિ વધે, તેમ તેમ આચારશુદ્ધિ વધે તથા સ્વમાં અને પરમાં, મિત્રમાં અને શત્રુમાં સમાનતા આવે. એવો પુણ્યશાળી આત્મા તો આત્માને કલ્યાણકારી જેટલી પ્રવૃત્તિ હોય તેમાં જ અતિશય અપ્રમાદી હોય અને હાનિકર પ્રવૃત્તિમાં તો બહેરો, આંધળો અને મૂંગો જ હોય, એટલે કે તેવી પ્રવૃત્તિને સાંભળે નહિ, જુએ નહિ અને બોલે પણ નહિ તથા તે હંમેશાં એક મોક્ષપદના જ ધ્યેયવાળો હોય. અને આવા યોગમાં જ સાચી સમાનતા આવે. જે આત્મિક પ્રવૃત્તિમાં પૂરેપૂરો સજાગ હોય અને પરપ્રવૃત્તિમાં આંધળો બહેરો, મૂગો હોય તે જ સદા ચિદાનંદાદોપયોગી થાય પણ જે પરપ્રવૃત્તિમાં આંધળો, બહેરો અને મૂંગો ન હોય, તે કદી જ સદા ચિદાનંદપદોપયોગી' ન થાય. કહો, તમે ક્યાં જાગતા અને ક્યાં ઊંઘતા છો? કહો કે આત્મિક પ્રવૃત્તિમાં અત્યંત જાગ્રત રહેવાની અને પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા રહેવાની સ્થિતિ આવે ક્યારે ? શુદ્ધ આચાર પરિણમે ત્યારે ! માટે કહું છું કે રોજ આત્માની પરીક્ષા કરો. તમે મુસાફરી તો રોજ કરો છો, પણ તમારે જવું છે ક્યાં એનો પત્તો નથી. ગામડિયો મુસાફર હોય, એને પણ મુસાફરીનું સ્થાન નિયત હોય ! તમારી મુસાફરી તો ધમધોકાર ચાલુ છે, પણ નિયત સ્થાનનો પત્તો નથી. જ્યાં જવાયું ત્યાં ખરું' - એમ ને ? એ તે મુસાફર કહેવાય કે મૂર્ખ ? - કે જેના સ્થાનનો પત્તો નથી કે ક્યાં જવું ? તમને વિચાર કરવાની તક પણ મળે છે, તે છતાં પણ તમે તો વિચાર કરતા જ નથી. વેપારીને ત્યાં પણ કાયદો કે એક ઉધારે તો બીજો પેલાના જમા કરે. બેયના ચોપડે રકમ પડે. આ તો હું બોલું અને તમને તો યાદ જ નહિ. તમે વિચારો તો તમારામાં આ પ્રવેશે, બરાબર પ્રવેશે અને એની ખુમારી રહે. દુનિયાની પ્રવૃત્તિ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ લૂખી થાય, લૂલી થાય અને પરિણામે ઘટે. ભલે “આ દીક્ષા' આ ભવમાં હાથમાં ન આવે, પણ ભવાંતરમાં તો આવે ? ભવાંતરમાં હાથ આવે તે માટે પણ આ ભવમાં કાંઈ તો કરવું જ પડશેને ! આ વિચાર કરો તો પોતપોતાના હૃદયનું માપ કાઢી શકો. હૃદયમાં કયો રંગ છે તે પરખાય. સંસારનો રંગ બેઠો હોય તો સમજવું કે, સમ્યગ્દર્શનમાં શ્રી જિનેશ્વરદેવના વચન પ્રતિની શ્રદ્ધામાં હજી ખામી છે. આટલું મનાય તો આ વસ્તુ પરિણામ પામે. નારકીને દુઃખ કેટલું અને તે ફરી નારકી કેમ ન થાય? નારકીના દુઃખની તો વાત જ જવા દો. એક નારકીના જ જીવો એવા છે, કે જેઓને મરવાની જ ભાવના થાય. બીજી ત્રણ ગતિના આયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગણ્યાં છે, જ્યારે નરક ગતિના આયુષ્યને પાપપ્રકૃતિ કહી છે. ત્યાં તો ભયંકર ત્રાસ અને આયુષ્ય પણ નિરૂપકમ. માટે જ કહું છું કે બંધ પહેલાં વિચાર કરો. શ્રી શ્રેણિક મહારાજાને આયુષ્યનો બંધ થયો છે, ભગવાન પાસે એમણે ઉપાય પણ પૂક્યો છે, પણ ભગવાને કહ્યું કે એક વાર તો જવું પડશે, ભોગવવું પડશે. હાલની આરાધનાનું ફળ મળશે, પણ પછી. પહેલાં તો બાંધ્યું તે ભોગવવું પડશે. નરકનાં માનસિક, વાચિક તથા કાયિક દુઃખોની વાત જ ન પૂછો. ત્યાંનાં દુઃખોનો કંઈ પાર છે ? સારું ધારે તોયે ખરાબ થાય. ત્યાંનું સ્થાન, દેખાવ વગેરે સઘળું જ ભયંકર, આવાં ભયંકર દુઃખોમાં પડેલા આત્માઓને ત્યાં પશ્ચાત્તાપ પણ થાય, પણ શું કરે ? અશુભનો વિપાક ભોગવ્યા વિના કાંઈ છૂટકો ઓછો જ છે ? ત્યાં કેવળ ભોગવવાનું જ માટે. અને નરક યોગ્ય બંધ નહિ હોવાથી નારક મરીને નારકી થઈ શકે નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા પણ ત્યાં બૂમો ન જ પાડે એવું નહિ પણ સમ્યકત્વના પ્રભાવે કર્મસ્થિતિ સમજે અને એટલે અંશે એને શાંતિ અનુભવાય. ક્ષેત્રપીડા, દેવ - પરમાધામી કૃત પીડા, એ બધી પીડા તો એને પણ હોય, પણ પોતાનો આત્મા કાબૂમાં હોય માટે શાંતિ માને. મનથી માને કે બાંધ્યું તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. બે સરખી સ્થિતિના ગૃહસ્થ હોય, બેયની વિષમ સ્થિતિ આવી. એક જે સમ્યગ્દષ્ટિ હોય તેને ન લાગે અને બીજો માથું કૂટે. લક્ષ્મી જાય ત્યાંયે સમ્યગ્દષ્ટિ માને કે શુભોદય ભોગવાઈ ગયો, પીડા ગઈ અને સાચવવી મટી, ત્યારે પેલો બીજો વસ્તુને નહિ જાણનારો માથાં ફૂટે. સમ્યગ્દષ્ટિ લક્ષ્મી આવે તો નાચે નહિ Page #117 -------------------------------------------------------------------------- ________________ 55. -- ૪ : આગમનો સાર શું? - 41 -- - પ૭ અને જાય તો મૂચ્છિત પણ થાય નહિ. અને પેલો મિથ્યાદૃષ્ટિ આવે તો પગ પછાડે અને જાય તો માથું ફોડે! આખી દ્વારિકા સળગી, બચાવવાને માટે એમણે પ્રયત્ન થાય તેટલો કર્યો પણ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ શ્રી કૃષ્ણ મહારાજાના આત્માએ આખરે વિચાર્યું શું ? એ જ કે “ભગવાનનું વચન અસત્ય ન જ થાય.” સમ્યગ્દષ્ટિ સુખ આવે તો પણ મૂંઝાય નહિ અને જાય તોયે મૂંઝાય નહિ. પરિવાર વધે કે ઘટે તોય એને કાંઈ ન થાય. બેય વખતે સમાન. સમ્યગ્દષ્ટિ આનંદ કે શોકનો અતિરેક કરે જ નહિ. એ જાણે છે કે “એવા પ્રસંગે આયુષ્ય બંધાઈ જાય તો ઘણું જ અનિષ્ટ થાય !” અશુભ તથા શુભના યોગો ગમે એટલા આવે પણ એકમાં ન ભળવું. શ્રી તીર્થંકરદેવને ઉપસર્ગ કરનારાએ ઉપસર્ગ કર્યા અને ભક્તિ કરનારાએ ભક્તિ કરી, પણ એ તો બેયમાં સમાન. શ્રી તીર્થંકરદેવને ન આવે રોષ કે ન આવે તોષ. જો રાગ-દ્વેષ આવે, તો કેવળજ્ઞાન પણ કેમ થાય ? દેવો મરીને દેવ ન થાય તેનું કારણ? દેવોને પુદ્ગલની આધીનતા એટલી બધી છે, પુદ્ગલના સુખમાં એ એટલા લીન છે કે ન પૂછો વાત. અને ત્યાં પણ દેવગતિને યોગ્ય બંધની સામગ્રી ન હોવાથી, ફરી દેવ આયુષ્ય બાંધે એવાં એનાં પરિણામ થતાં નથી. દેવો શ્રી તીર્થકરની ભક્તિ કરવા જાય, ત્યાં પણ એ મૂળરૂપે તો પોતાના સ્થાને જ રહે. જ્યારે મનુષ્ય તો ઘરબાર વગેરે તેમજ કુટુંબ આદિને તજીને પૂજા કરવા જઈ શકે છે. શાસ્ત્ર કહ્યું કે બાહ્યધૂનન વિના આંતરધૂનન થાય નહિ. જ્ઞાની કહે છે કે વિષયની સામગ્રીથી દૂર રહો તો વાસના તો આપોઆપ મરી જશે. જો કે આંતરશુદ્ધિ વિના બાહ્ય વસ્તુ બરાબર ફળતી નથી, પણ બાહ્યશુદ્ધિ વિના આંતરશુદ્ધિ થતી જ નથી. ધૂનન પણ સૌથી પહેલું સ્વજનનું કહ્યું. સ્વજન છૂટે તો બધું આવે. એ છૂટે તો આત્મકલ્યાણ થવા માંડે. શાસ્ત્ર કહે છે કે અયોગ્ય ભાવનાવાળા ન થવું હોય, તો અયોગ્ય સંસર્ગથી દૂર રહેજો. કોઈ કહે કે “અયોગ્યમાં રહી બચવા માગીએ છીએ' તો માનવું કે તે દંભ છે. ઊલટી એ તો અયોગ્યમાં રહેવાની સારી વસ્તુના નામે છૂટ માગે છે. કોઈ એમ કહે કે “મન સારું છે તો અયોગ્ય સંસર્ગમાં રહેવામાં વાંધો શો ?” તો કહેજો કે જેનું મન સારું તે એવા અયોગ્ય સંસર્ગમાં રહે શું કામ ? એને Page #118 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ રહેવાની ભાવના પણ કેમ થાય ? ઘણા દસ-પંદર ઉપવાસ કરે છે, એ જોઈને કોઈ એમ કહે કે ‘મારામાં તાકાત નથી' એ તો ઠીક, પરંતુ એને બદલે ‘પણ; ન કરીએ તોયે શું અને કરીએ તોયે શું ?' - એમ કહે તે તો અયોગ્ય જ છે, કારણ કે એમ કહેવામાં તો દાંભિક વૃત્તિ છે. ૫૮ મનુષ્યને પ્રભુની ભક્તિ કરતો જોઈને દેવો તુષ્ટમાન થતા સાંભળ્યા છે, પણ ઇંદ્રને ભક્તિ કરતાં જોઈ એના ઉપર કોઈ ઇંદ્ર પણ તુષ્ટમાન થતા સાંભળ્યા છે ? ઇંદ્ર ભક્તિ કેવી કરે ? છેક ક્ષીરસાગરથી પાણી લાવે, પાંચ રૂપે ભક્તિ કરે, એક રૂપે વજ્ર લઈને દોડે, એક રૂપે પાછળ છત્ર ધરે, બે રૂપે ચામર વીંઝે, અને એક રૂપે પ્રભુને લે. આવી રીતે પાંચ રૂપે ભક્તિ કરે છે, છતાં કોઈ તુષ્ટમાન થયા નહિ અને મનુષ્ય ઉપર દેવો તુષ્ટમાન થાય છે, કારણ કે જિનેશ્વરદેવની આજ્ઞાના આદર્શની નિકટ મનુષ્ય પહોંચી શકે છે. મનુષ્યના સંયોગો એવા છે કે જેથી દેવો પણ તેને પહોંચી ન શકે. 586 દેવતાની ભક્તિ મનુષ્યની ભક્તિની તોલે નહિ આવે. પણ હાલ જે ભક્તિ થાય છે તે ન માનતા. ઇંદ્ર મહારાજ તો ભગવાનને બહુમાનથી બે હાથે લેતા અને આજ તો ભગવાનની મૂર્તિને પ્રાયઃ ઘણા તરફથી ગળેથી પકડાય છે. જાણે દુશ્મનને જ ન પકડતા હોય ! શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટાઓની તો એક ઉપર એક એમ થપ્પી કરે છે. કોઈ જુએ તો પણ ત્રાસ થાય. જો કોઈ તેમ ન કરવા કહે, તો સામે એમ જ કહે કે ‘બેસ, બેસ, અમે તો રોજ એમ કરીએ છીએ.’ અવિધિ કોઈ વખત થાય તે પ્રમાદથી, ભૂલથી, પણ વિધિની દરકાર જ ન કરાય, કોઈ કહે તો પણ અમલ ન થાય અને અવિધિનો ગોટાળો કાયમ જ રખાય, એ ભક્તિ કેમ ફળે ? ઇંદ્રોની ભક્તિ કમ નથી, પણ એ પૌદ્ગલિક સંસર્ગમાં તલ્લીન છે, ફસેલા છે. મનુષ્ય જે ભાવના મેળવી શકે તે મેળવવાની એમનામાં તાકાત નથી. શ્રી દશાર્ણભદ્ર રાજા સામે પ્રભુભક્તિના વરઘોડાને અંગે ઇંદ્રે બહુ કર્યું, પણ એ રાજાએ જ્યાં મુકુટ ઉતારી સંયમ લીધું કે તરત જ ઇંદ્ર નમ્યા અને કહ્યું કે, ‘હું હાર્યો.’ મનુષ્ય આગળ ઇંદ્રો ભોગના વિષયમાં પહોંચે, પણ ત્યાગમાં નહિ. આત્મસિદ્ધિની વાત આવે ત્યાં તો ઇંદ્રો પણ પાછા જ હઠે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને પણ મોક્ષે જવા મનુષ્યલોકમાં આવવું પડે. ત્યાંથી સિદ્ધશિલા ફક્ત બાર જ યોજન ઊંચી, છતાં ત્યાંથી ન જવાય, અને Page #119 -------------------------------------------------------------------------- ________________ 537 – ૪ : આગમનો સાર શું ? - 41 – – ૫૯ અહીંથી સાત રાજલોક દૂર પણ અહીંથી એક સમયમાં જઈ શકાય. એ દેવ અહીં આવી મનુષ્ય બની, સંયમધર બની, કેવળજ્ઞાની બને ત્યારે જ મોક્ષ મેળવે. કોઈને ઊંચકીને મોક્ષમાં કોઈ મૂકી દે એવો કાયદો અહીં નથી. તમે કાર્યવાહી નહિ કરો તો તમને પણ મોક્ષ નહિ જ મળે વિશિષ્ટ તાકાત, એ મનુષ્યની યોગ્યતા છે. આથી “અમે દેવથી ઊંચા' એમ રોજ ન બોલતા. જે આરાધના કરતો હોય અને બોલે તેની વાત જુદી. જેને લઈને મનુષ્યભવ ઊંચો છે, તે વસ્તુને સમજો. જો એ ન સમજાય તો એ મનુષ્યભવની કિંમત બહુ કમ છે. ઊંચે જવું હોય તો ઊંચી પ્રવૃત્તિ કરવી જ પડશે, નહિ તો આત્મા અધોગતિએ જ જશે. દેવતાઓ પુદ્ગલમાં ફસેલા છે માટે નથી કરી શકતા. મોક્ષમાં જવા ઇચ્છનારે જડથી છૂટા થવું જ પડશે અને દોષને તજી ગુણને ગ્રહણ કરવા જ પડશે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫: શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ : 42 • ચરણની રુચિ વિના બધું જ હાનિકર ! • જ્ઞાનીઓની મર્યાદાઓને ન ચૂકો! • મર્યાદાઓ શાથી ખૂંચે છે ? • મર્યાદામાં ટકનારની જ મુક્તિ ! વિષયઃ ધર્મોપદેશ કરનાર તથા સાંભળવારે કરવાનું મર્યાદાપાલન, ચારે અનુયોગોમાં ચોથા અનુયોગનું જ મહત્ત્વ છે. બાકીના ત્રણે અનુયોગો પણ ચોથા માટે જ. આ પૂર્વમાં કહેવાયેલી વાતને ફરીથી અલગ અલગ દૃષ્ટિકોણથી પૂજ્યપાદે આ પ્રવચનના પ્રારંભે સમજાવી છે. ત્યાર બાદ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યગ્દષ્ટિ : હરકોઈ માટે સ્વભૂમિકા યોગ્ય મર્યાદાઓનું પાલન કરવું કેવું અને કેટલું અનિવાર્ય છે, મર્યાદાના નાશમાં સ્વ-પરનો નાશ કઈ રીતે છે એ વાત ખૂબ જ વિસ્તારથી સમજાવી છે. મહાસતી મૃગાવતીજીને આર્યા શ્રી ચંદનબાળાજીએ આપેલા ઠપકાનો પ્રસંગ વર્ણવી એના માધ્યમથી મહાસતીજીએ કરેલી વિચારણા અને પરિણામે કેવલ્યપ્રાપ્તિ થઈ એમાં પણ કારણ જિનશાસનની ઉજ્જવળ મર્યાદાનું ઉત્તમ પાલન જ હતું - એમ કહી ઉપસંહાર કર્યો છે. શાસ્ત્રોપદેશ કરનાર, સાંભળનારને પણ મર્યાદા પાળવી કેટલી જરૂરી છે એ અત્રે સુપેરે જાણવા મળે છે. મુલાકાત • જે યોગો સંસાર તરફ ઢળી રહ્યા હોય, પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હોય, તેમને સંયમ તરફ વાળી ઇંદ્રિયનિગ્રહમાં રસિક બનાવવા જોઈએ. ૦ યોગ્ય આત્માને માટે જે સાધનો મુક્તિનાં કારણ બને છે, તેનાં તે જ સાધનો અયોગ્ય આત્માને માટે સંસારમાં રખડાવવાનાં સાધનો બની જાય છે. • સારી ચીજ પણ ગુણ કોને કરે ? જે વિધિ મુજબ ઉપયોગ કરે તેને ! • દૃષ્ટાંત લેવામાં પણ બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, નહિ તો એ જ મહાપુરુષોનાં દાંતો ઝેરરૂપ થાય. • મોહથી મૂંઝવણ તો થાય, પણ અંદરની વસ્તુ સમ્યક્ત્વ, એ આત્માને સીધે માર્ગે લાવ્યા વિના રહે નહિ. • ચાર જ્ઞાનના ધણી અને ત્રણ જ વચન ઉપરથી દ્વાદશાંગીની રચના કરનાર જેવા સમર્થ માટે પણ ‘રૂછાઈ ઘો ન કહ્યો, ત્યારે આપણે માટે તો ફુલ્ડા ઘમ’ હોય જ કેમ ? 'ગાઘો’ ‘આજ્ઞામાં જ ધર્મ' કહ્યો પણ મતિકલ્પનામાં ન કહ્યો. • ધર્મકરણી સિવાય મુનિ ગૃહસ્થ સાથે બીજી વાતો કે પરિચય પણ ન કરે. • બંધનનો હેતુ એટલો જ કે ઘણા ગુણ પામેલો આત્મા પણ ગુણથી ગબડી ન જાય. • જે ભક્ષ્યમાં લોભાયો, તેને અભક્ષ્યમાં લોભાતાં વાર કેટલી? • મર્યાદાને છોડી આ શાસ્ત્રને વાંચનારા વિરોધી બની, આ શાસ્ત્રના દુશ્મન બન્યા. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫ : શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ ઃ ચરણની રુચિ વિના બધું જ હાનિકર ! શ્રી આચારાંગ સૂત્રમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ કરતાં સમજાવ્યું કે આ તીર્થ સદાને માટે જયવંતુ વર્તે છે. કેમ કે તેમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તથા એક પણ યોગ્ય વિચારનો ઇન્કાર નથી. એટલા જ માટે તે શાશ્વત છે, અનુપમ છે, અને સધળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે. આગળ ચાલતાં આપણે એ પણ જોયું કે કલ્યાણના અર્થી આત્માએ કલ્યાણના અર્થી આત્માને માટે, શ્રી અરિહંતદેવના જ વચનનો અનુયોગ કરવો તે જ યોગ્ય છે. કારણ કે એ સિવાય સાચો વિવેક આવતો નથી, સાચો વિવેક આવ્યા વિના હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થયા વિના રાગ, દ્વેષ તથા મોહ ઘટતા નથી, અને એ રાગ, દ્વેષ તથા મોહ ન ઘટે ત્યાં સુધી આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ દુ:ખ તેમ જ જન્મજન્માંતરના પરિભ્રમણરૂપ દુઃખ દૂર થતું નથી અને સુખની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે કે જે આત્મા સ્વકલ્યાણની કામનાવાળો હોય તેણે આત્મકલ્યાણની કાંક્ષાવાળા આત્માને માટે, શ્રી અરિહંતદેવનાં જ વચનનો અનુયોગ કરવો એ જ ઇષ્ટ છે, અને એથી જ સાચા વિવેકની, સાચા જ્ઞાનની તથા સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : ૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ. આ ચારે અનુયોગોમાં મુખ્યતા ચરણકરણાનુયોગની છે, કારણ કે જ્યાં સુધી એ ચરણકરણાનુયોગની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પૂર્વના ત્રણ ધર્મકથાનુયોગાદિ અનુયોગો વાસ્તવિક રીતે જોઈએ તેટલા સફળ થતા જ નથી. પૂર્વના ત્રણ અનુયોગો ચોથા ચરણક૨ણાનુયોગની પ્રાપ્તિ માટે જ છે. અને માટે જ એ વિનાના પહેલા ત્રણ અનુયોગોન Page #122 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો વાસ્તવિક સફળતા નથી. એટલું જ નહિ પણ, જો ચોથા અનુયોગ પર બિલકુલ રુચિ જ ન હોય, તો તો એ ત્રણે અનુયોગથી પ્રાપ્તિ કદાચ ફાયદાને બદલે નુકસાન પણ કરી બેસે; એ જ ત્રણ અનુયોગો આત્માના નાશક પણ બની જાય ! ૭૨ - ૩ ચારિત્રની રુચિ વિનાનો આ ત્રણે અનુયોગોને વાંચે જ શા માટે ? કહેવું જ પડશે કે કાં તો પેટ ભરવા, કાં તો પંડિતમાં ખપવા, કાં તો માર્ગની વિરુદ્ધ પ્રલાપ કરવા ! કહો, આ સિવાય બીજા કયા હેતુથી એ ધર્મકથાઓ વાંચે, વર્ણનો વાંચે, કે દ્રવ્યાદિનાં સ્વરૂપ સમજે ? કથાઓ સાંભળીને કરવાનું શું ? વર્ણનો વાંચીને સમજવાનું શું ? અને દ્રવ્યાદિનું સ્વરૂપ શા માટે સમજવાનું ? ચરણની પ્રાપ્તિ માટે અને એના નિર્મળ પરિપાલન માટે ! માટે જ કહેવાય છે કે ચરણકરણાનુયોગની પ્રાપ્તિ ન હોય તો પણ કદાચ પહેલા ત્રણ અનુયોગો લાભદાયી નીવડે, પણ ચોથા પ્રત્યે રુચિ જ ન હોય, તો તો એ જ ત્રણ અનુયોગો આત્માને ઘાતક નીવડે, કારણ કે રુચિને માર્ગ તો જોઈએ જ. એક બાજુની રુચિ (સંસારની) તો ચાલુ રહેવાની જ. 590 જ્યાં સુધી કર્માવરણ છે, ત્યાં સુધી મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ તો અખંડપણે ચાલુ રહેવાની જ. યોગની પ્રવૃત્તિ સર્વથા તો ચૌદમે ગુણસ્થાનકે જ બંધ થવાની. એ યોગોને - એ રુચિને સીધે માર્ગે ન લાવો તો ઊંધે માર્ગે તો એ છે જ; તેની તેવી પ્રવૃત્તિ તો ચાલુ છે જ અને રહેવાની પણ. નદીનું પૂર એમ ને એમ રોકાયું રોકાય નહિ. એનો પ્રવાહ એવો પ્રબળ હોય કે એ આડે આવતા પહાડને ભેદીને પણ માર્ગ કરે. પરંતુ એ પૂરને જો હાનિકર ન બનાવવું હોય, તો એને યોગ્ય માર્ગે વાળવું જોઈએ, અને તેમ થાય તો એનું એ હાનિ કરનારું પૂર, હાનિ કરવાને બદલે ફાયદો કરનારું પણ નીવડે. તેવી જ રીતે યોગોના ઊલટા પ્રવાહને સીધી દિશામાં વાળવા માટે એની દિશા ફે૨વવી જ જોઈએ, એટલે કે જે યોગો સંસાર તરફ ઢળી રહ્યા હોય, પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હોય, તેમને સંયમ તરફ વાળી ઇંદ્રિયનિગ્રહમાં રસિક બનાવવા જોઈએ. આમ થાય તો જ પહેલા ત્રણે અનુયોગો લાભદાયક નીવડે, અન્યથા એના એ ત્રણે અનુયોગો આત્માના અહિતના જ કારણરૂપ બની જાય, આથી જ જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે કે ‘યોગ્ય આત્માને માટે જે સાધનો Page #123 -------------------------------------------------------------------------- ________________ કળા – ૫ શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ – 42 - - ૧૩ મુક્તિનાં કારણો બને છે, તેનાં તે જ સાધનો અયોગ્ય આત્માને માટે સંસારમાં રખડાવવાનાં કારણો બની જાય છે. ત્યારે સમજો કે આ ત્રણે અનુયોગો અપાય કોને ? શુદ્ધ રુચિવાળાને જ ! ચરણની પ્રાપ્તિ માટે કઠિનતા બતાવાય કે એ માટે પોતાની નિર્બળતા દર્શાવાય, અને એની રુચિ હૃદયમાં સ્થિર કરાય, તોય આ ત્રણે અનુયોગો ફળ આપે. પણ એને બદલે ચરણની રુચિમાંય વાંધો હોય, એ કેમ પાલવે ? હવે આપણે આગળ ચાલીએ. એ ચરણની રુચિ કયારે પેદા થાય ? જ્યારે સંસારની વાસના ઘટે ત્યારે જ ! સંસારની વાસના ક્યારે ઘટે ? જ્યારે સંસાર કડવો ઝેર જેવો લાગે ત્યારે જ! સંસાર કડવો ક્યારે લાગે ? ત્યારે જ કે જ્યારે આત્માને હિતકર એવું કડવું પણ સત્ય કહીને સન્માર્ગે દોરનારની પાસેથી પ્રેમપૂર્વક સંસારનું યથાસ્થિત સ્વરૂપ સમજાય તો ! ત્યારે ચરણની રુચિ પેદા કરવા માટે તમારે સત્યને સત્ય તરીકે સાંભળવા ને સમજવા તૈયાર થવું પડશેને ? કદાચ એકદમ ઊંચે ન અવાય, તો ક્રમસર તો આવવા કબૂલ છોને ? તમે ભણ્યાગણ્યા, કાર્યકુશળ બન્યા, વિદ્વાન થયા તે કેટલીય ઠોકરો અને થપ્પડો ખાઈને કે એકદમ જ્યારથી જન્મ્યા ત્યારથી જ આજના જેવા? મહાનુભાવ! પૂર્વની આરાધનયોગ ન હોય ને તેથી તીવ્ર રુચિ પેદા ન થાય, પરંતુ રુચિ પેદા કરવા માટે ક્રમસર પ્રયત્ન તો કરવો જ પડશે ને એ રૂચિને જાગ્રત કરાવવાના જ આ પ્રયત્નો છે. અને એ જ કારણે વારંવાર વિચારવું પડે છે કે ધર્મકથાનુયોગાદિ પહેલા ત્રણ અનુયોગો મુક્તિના સાધનરૂપ ખરા, પણ તે કોને અને ક્યારે ? જેમને આ સંસારની આસક્તિ ઘટી હોય તેમને અને સંયમની રુચિ પેદા થાય ત્યારે ! આ ત્રણે અનુયોગોમાં તો બધું જ વર્ણન આવે છે. જેમ અનેક પુણ્ય કરણીઓનું તથા સમ્યક્ત્વાદિ ગુણોનું વર્ણન આવે છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા પ્રમાદના પ્રકાર, એની હાલત, તથા એના પરિણામનું પણ વર્ણન આવે છે. ચક્રવર્તીની, ઇન્દ્રની અને કેવળજ્ઞાનીની સાહ્યબીનું પણ વર્ણન હોય અને જીવતાં ચામડી ઊતરે છતાં આત્મમગ્ન રહેનાર સાધુપુરુષોનું પણ વર્ણન હોય. રિદ્ધિસિદ્ધિ મેળવ્યાની વાત પણ હોય અને એ મેળવીને સદુપયોગથી તરનાર તથા દુરુપયોગથી ડૂબનારની વાત પણ હોય. એમાં વ્યભિચારીનાંય વર્ણન હોય અને સંકટ સમયે પણ શીલથી નહિ ચૂકનારનું વર્ણન હોય. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ શાસ્ત્રમાં શું ન હોય ? ખરાબને છોડાવી સારું સ્વીકા૨વા માટે બધું જ વર્ણન કરે. પણ વર્ણન એવું હોય કે એ વાંચતાં જ ખરાબ ખરાબરૂપે લાગે અને સારું સારા રૂપે જ લાગે. ખરાબને છોડાવવું હોય માટે ખરાબને આવવાના માર્ગ, એના પ્રકાર, એની લાલચ, એ વગેરેનું વર્ણન કર્યું હોય અને દર્શાવ્યું હોય કે આમાં ફસનારા ડૂબ્યા. તેમ જ સારા માટે પણ સમજવું. સારું પામીને, એની આરાધના કરીને, મુક્તિએ જવાય, માટે એના પ્રકાર વગેરે દર્શાવ્યું હોય. ટૂંકમાં કહીએ તો શાસ્ત્રમાં તો બધુંયે છે : પણ લેનારો લે શું ? એક જ વાતમાંથી અમુક વસ્તુનો સ્વીકાર અને અમુક વસ્તુનો અસ્વીકાર, એ આત્માની રુચિ ઉપર આધાર રાખે છે. આજે ઘણા કહે છે કે ‘શાસ્ત્ર જેને તેને દેવામાં વાંધો શો ?' પણ શાસ્ત્રકાર કહે છે કે વાંધો છે : કારણ કે ‘યોગ્યતાના અભાવે એ શાસ્ત્ર પણ ઊંધા રૂપે પરિણમતાં એને તથા પરને પણ નુકસાન કરે છે.' શાસ્ત્ર જે દૃષ્ટિએ વેંચાય, તેવી અસર થાય. સાગરમાં રત્નો પણ છે, પથ્થર પણ છે અને ખાર પણ છે. એટલે તેમાંથી લેનાર જેવો હોય તેવું લઈ શકે. જેવી રુચિ તેવી પ્રાપ્તિ. 592 સારી ચીજ પણ ગુણ કોને કરે ? જે વિધિ મુજબ ઉપયોગ કરે તેને ! ભસ્મ વગેરે દવા શક્તિ આપનાર છે. માનો કે એક દવાની શીશી સો ગોળીથી ભરેલી છે. વિધિ મુજબ એક એક ગોળી લે તો શરીર તાંબા જેવું થાય એવી હોય, પણ સોએ ગોળી એકસાથે લે તો શું થાય ? અથવા માનો કે એક એક ગોળી ખાય, પણ પથ્ય ન પાળે – ખટાશ, ખારાશ, તીખાશ, બધુંયે ખાય – તો શું થાય ? આમાં ખામી કોની ? ગોળીની ? કહેવું જ પડશે કે એ ખામી ગોળીની નહિ, પણ ખાનારની. એ જ ગોળી વિધિપૂર્વક ખવાય તો ફાયદો જરૂર થાય. સ્ત્રી પણ ઘડો અને દોરડું કૂવામાં નાખે અને એ જ ઘડો પાણી ભરીને પાછો આવે, પરંતુ એ બધું ક્યારે, કે જ્યારે ચાર આંગળ દોરડું હાથમાં રાખે તો ! એવી રીતે પાણી લાવીને તૃષા ઠારે, પણ જો દોરડું જ ચાર આંગળ હાથમાં ન રાખે, તો ઘડો પણ જાય અને દોરડુ પણ જાય. પછી પાણીની તો આશા જ શી ! તેમ જ વળી લોક બેવકૂફ કહે એ વધારામાં ! બીમાર આદમીને મિષ્ટાન્ન કડવું લાગે, તેથી મિષ્ટાન્નને કડવું ન કહેવાય. જેમ મંદાગ્નિવાળાને અમુક ચીજ ન પચે, એમાં એ ચીજનો દોષ નથી પણ ખાનારની જઠરાગ્નિનો દોષ છે, તેવી જ રીતે અહીં પણ વિધિ મુજબ સંભળાય, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫ : શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ – 42 ૬૫ વિચારાય અને પરિણત કરાય તો ત્રણે અનુયોગોમાં તાકાત ઘણી છે. એ તો કેવળ ઉત્તમ રુચિ જ નહિ, પણ ઉત્તમ ગુણો પેદા કરે ! પરંતુ એ ક્યારે ? ચોથાની રુચિથી સંભળાય તો અને આદરવામાં આવે તો ! 593 ચરણકરણાનુયોગની રુચિ એટલે એ મેળવવાની રુચિ અથવા ‘એ ઉત્તમ છે' એટલી રુચિ ! તે હૃદયમાં રાખવાપૂર્વક વંચાય તો આ ત્રણે અનુયોગો લાભદાયી થાય. અથવા આ સંસારમાં આનંદ નથી પણ વાસ્તવિક આનંદ તો બીજે જ છે, એમ માની તેની રુચિથી જો સંભળાય તો જરૂર લાભ થાય, પણ જ્યાં બેઠો છું ત્યાં જ મજાનું છે અને એવું જ વધારે મળે, એ માટે જ સંભળાય તો પરિણામ શું આવે ? -- કેટલાક શ્રી શ્રેણિક મહારાજાનું દૃષ્ટાંત લઈ કહે છે કે એમણે કયાં વિરતિનું સેવન કર્યું હતું ? એમણે પણ વગર વિરતિએ તીર્થંકર નામકર્મ ઉપાર્જ્ય છે, તો આપણને શો વાંધો? આવું કહેનારા માટે ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ યશોવિજયજી ગણિવરને પણ કહેવું પડ્યું કે, ‘શ્રેણિક સરખા અવિરતિ થોડલા.’ એ ભલે અવિરતિ હતા, પણ વિરતિ પ્રત્યે સદ્ભાવ કેટલો હતો ? વિરતિદાતા પ્રત્યે પૂજ્યભાવ કેટલો હતો ? આ દશા આવવી કઠિન છે. એમની અવિરતિની વાતને દૃષ્ટાંતમાં લીધી, પણ એમની જ સમ્યક્ત્વની ક્રિયાને છોડી દીધી. દૃષ્ટાંત લેવામાં પણ બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, નહિ તો એ જ મહાપુરુષોનાં દૃષ્ટાંતો ઝેરરૂપ થાય. ઘી ગુણકર છતાં તેને ઝેર બનાવી શકાય છે, માટે દૃષ્ટાંત કહેતાં પહેલાં હેતુ, આશય, પરિસ્થિતિ આખી જોવી જોઈએ અને કહેનારે પણ શ્રોતાના દિલમાં એ દૃષ્ટાંતના વાસ્તવિક આશયને ઠસાવવો જોઈએ. હાલત એવી કફોડી છે કે સહેજે અર્થકામની લાલસા તો બેઠી છે, દુનિયાદારીના વ્યવહાર તો સહેજે જ મીઠા લાગે છે, પૂજા-સામાયિક-પ્રતિક્રમણ-વ્યાખ્યાનશ્રવણાદિ ક્રિયા વિના ચલાવી લેવાય છે. પણ દુનિયાના તમામ વ્યવહાર - ચાપાણી કોઈ આવે જાય તેને ખાન-પાન-માન ઇત્યાદિ વ્યવહાર વિના ન ચલાવાય એમ માનવું તો સહેજે છે જ, તેમાં જો આ દૃષ્ટાંતમાંથી આવું જ સમજાવાય કે ‘આવા પણ આવું કરતા તો આપણે કોણ ?’ તો એનું પરિણામ શું ? પૂર્વાવસ્થાનું વર્ણન પકડે અને છેલ્લે જાય જ નહિ. મુદ્દો એ છે કે ચાલુ દુનિયાદારીની ક્રિયા આત્માને ઘાતક છે, એ સમજાતું જ નથી. અરે ! આજે તો સંયમની રુચિને બદલે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૯ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 54 પ્રતિપક્ષ ભાવમાં જ રુચિ થાય છે. જ્યાં આ દશા બેઠી હોય, તેવા હૃદયમાં આવું શાસ્ત્ર શી રીતે પરિણામ પામે ? સભા શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી છતાં મેઘકુમારને ગાદીએ બેસાડ્યાને ? બરાબર, અને એ મોહની તીવ્રતા ! દેશવિરતિને અને પ્રસંગે સર્વવિરતિને પણ મોહ મૂંઝવે , તો સમ્યગ્દષ્ટિ શા હિસાબમાં ? પણ ગાદીએ બેસાડ્યા પછી હવે તારું શું કરું ?' આ પ્રમાણે પૂછ્યું. એના જવાબમાં શ્રી મેઘકુમારે દીક્ષાનાં ઉપકરણો માગવાથી એ પણ શ્રેણિક મહારાજાએ રજૂ કર્યો, એ કેમ ભૂલી જવાય છે ? અડધી વાત યાદ રહે અને અડધી ભૂલી જવાય છે કેમ ? છોકરાને વરઘોડે ચડાવી પછી પણ કદી પૂછયું છે કે “હજી શી ઇચ્છા છે ?' મોહથી મૂંઝવણ તો થાય, પણ અંદરની વસ્તુ સમ્યકત્વ, એ આત્માને સીધે માર્ગે લાવ્યા વિના રહે નહિ. તમારા પ્રશ્નથી તો એ મુદ્દો સ્પષ્ટ થાય છે કે ચરણકરણાનુયોગની પ્રાપ્તિ ન થાય, તેમાં તો ત્રણ અનુયોગોની સફળતા નહિ, પણ જો એના ઉપર રુચિ જ ન હોય તો તો એ ત્રણે અનુયોગો હાનિ કરનાર નીવડે છે. ઉપયોગી ચીજની રુચિ નહિ અને ત્યાજ્ય ચીજ પ્રત્યે અરુચિ નહિ, અર્થાત્ સારા અને ખોટાનો જરા સરખો પણ વિવેક નહિ, ત્યાં આ શાસ્ત્ર કે શાસ્ત્રવાતો લાભ શું કરે ? યોગ્ય રુચિ ચાલુ ન રહે, તો પ્રાપ્ત થયેલું પણ ચાલ્યું જાય. જ્ઞાનીઓની મર્યાદાઓને ન ચૂકો ! પ્રમાદવશાતું ચૌદ પૂર્વધર પણ ગબડી ગયા. પ્રમાદનું જોર ભયંકર છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય ગમે તેવા આત્માને પણ મૂંઝવ્યા વિના ન રહે. “સમય માત્ર પણ પ્રમાદ ન કરીશ” – એવું શ્રી ગૌતમસ્વામીજી મહારાજ જેવાને પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજી વારંવાર કહેતા. ચાર જ્ઞાનના ધર્ણ અને ત્રણ જ વચન ઉપરથી દ્વાદશાંગીની રચના કરનાર જેવા સમર્થ માટે પણ “ફચ્છા થો' ન કહ્યો, ત્યારે આપણે માટે તો ‘રૂછાઈ ઘો' હોય જ કેમ કે એમની ઇચ્છામાં દોષનો સંભવ હશે અને આપણી ઇચ્છામાં તો નહિ હોય, એમ કેમેય મનાય ખરું કે ? એમણે પોતે પણ ગાWIv gો' “આજ્ઞામાં જ ધર્મ કહ્યો, પણ મતિકલ્પનામાં ન કહ્યો, તો પછી આપણાથી તો કેમ જ કહેવાય ભગવાન શ્રી મહાવીરદેવના ચૌદ હજાર મુનિવરોમાં સાતસો કેવળજ્ઞાની ત્યારે એમના પ્રાયઃ સર્વ શિષ્યો કેવળજ્ઞાની! હજારો કેવળજ્ઞાનીના ગુરુએ પણ પોતાની ઇચ્છામાં ધર્મ એમ પોતા માટે પણ ન કહ્યું, કારણ કે એ જાણતા જ Page #127 -------------------------------------------------------------------------- ________________ 595 – ૫ શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ - 42 – ૧૭ હતા કે ગમે તેવા તો પણ છમસ્થ છીએ ! છબસ્થ એટલે ઘાતકર્મને વશ પડેલો આત્મા અને ઘાતકર્મો એટલે આત્માના મૂળ ગુણોને ઘાત કરનારા કર્મો ! જ્યાં સુધી આત્માને ઘાતકર્મની પરાધીનતા છે, ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાની પરાધીનતામાં રહીને જ આત્માએ પ્રવૃત્તિ કરવી જોઈએ, કે તેથી ઘાતકર્મ ફાવી ન જાય. દુશ્મનથી બચવું હોય તો દૃષ્ટિ ફેરવવી જ જોઈએ. એ દુશ્મનને આધીન થવાની વૃત્તિ જેવું એક પણ પાપ નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સિવાયની ઇચ્છાઓ એ વિષયકષાયનાં જ રૂપકો છે. એ રૂપકોથી આત્મા ડૂબી જાય છે, તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પામ્યા પછી એવી ઇચ્છાઓ કયો કલ્યાણાર્થી કરે ? પણ ખરી વાત એ છે કે – હજી શ્રી જિનેશ્વરદેવની પૂરી પિછાણ જ નથી થઈ, જ્યાં સુધી તારકના સ્વરૂપને ઓળખ્યું નથી, ત્યાં સુધી તે તારકે દર્શાવેલી મર્યાદાઓથી ગભરામણ થાય છે, પણ “મર્યાદામાં, બંધનમાં, અંકુશમાં ગંભીર હેતુ હશે, ત્યારે જ અનંતજ્ઞાનીએ એ ફરમાવેલ હશેને ?' આ રીતે વિચારી નથી શકાતું : ઊલટા કોઈ કોઈ તો એમ કહે છે કે “મુનિએ તો ઘરબાર તજ્યાં, હવે સ્ત્રી, પશુ, પંડગાદિથી રહિત વસતિ-ઉપાશ્રયમાં રહેવાની આજ્ઞાનો હેતુ શો ?' પણ એ બિચારા નથી સમજી શકતા કે એમાં કોઈ પણ આત્મા ગબડી ન જાય, એવો હેત તે અનંતજ્ઞાનીનો છે. અને એ જ હેતુથી ધર્મકરણી સિવાય મુનિ ગૃહસ્થ સાથે બીજી વાતો કે પરિચય પણ ન કરે, એમ શાસ્ત્ર તો ફરમાવે છે. શાસ્ત્ર કહે છે કે, મુનિને ગૃહસ્થની નિશ્રાની જરૂર છે, કારણ કે એ વિના સંયમનો નિર્વાહ નથી, છતાં તે કમળની જેમ તદ્દન નિર્લેપ જ રહે. નિશ્રા રાખવાની તે જરૂર પૂરતી જ છે, પણ તે નિશ્રા ખાતર ગૃહસ્થનાં વખાણ કરવા કાંઈ મુનિથી ન જ બેસી જવાય. સભાઃ શ્રાવક માંદો હોય તો મુનિ જોવા જાય કે નહિ ? નહિ જ, અવિરતિધર શ્રાવકને શરીરના ક્ષેમકુશળ બાબત સાધુથી પૂછવા કે જોવા જવાય જ નહિ, પરંતુ અંતિમ વખતે એ આત્માને દુધ્યાર્નમાંથી સદૂધ્યાનમાં સ્થાપવા, પાપનો પશ્ચાત્તાપ કરાવવા અને તે આત્માને તેના સ્વરૂપમાં જાગ્રત રાખવા, યોગ્ય નિયમાદિ આપવા તથા પંચપરમેષ્ઠીના સ્મરણાદિક વડે તે આત્માને દુર્ગતિમાંથી બચાવી સદ્ગતિએ સ્થાપવા શક્ય પ્રયત્નોરૂપ જે નિર્ધામણા, તેને કરાવવા મુનિ ગૃહસ્થના બોલાવવાથી યોગ્ય જણાય તો જાય Page #128 -------------------------------------------------------------------------- ________________ ૬૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ -- See એટલે કે ગૃહસ્થના શરીરને જોવા કે હાથ પંપાળવા નહિ, પણ એના આત્માને શુદ્ધ કરવા જાય - દુનિયાનાં દુ:ખ રોવાં નહિ, પણ પરલોક સુધારવા જાય ! મુનિ ગૃહસ્થનો પરિચય કેમ ન કરે ? આનો ઉત્તર એ જ કે ગૃહસ્થને કોટે ઘર વળગ્યું છે, માટે રખે મુનિ પણ એમાં ન લેવાય. આ બંધનનો હેતુ એટલો જ કે ઘણા ગુણ પામેલો આત્મા પણ ગુણથી ગબડી ન જાય. મર્યાદાને નહિ પાળનાર વસ્તુતઃ મર્યાદાને સમજતા જ નથી. શ્રાવકની મર્યાદા શી ? પાપ કરે તો પણ બળતે હૃદયે. પાણી પીએ તો પણ વિચાર કરે કે હજી હું કાચું પાણી છોડી શકતો નથી. ખાતાં ખાતાં પણ જરૂર કરતાં રસલોલુપ બની વધુ ચીજ ખાતી વખતે વિચારે કે હું પાપાત્મા હજી રસત્યાગ કરી શકતો નથી ! આજે મર્યાદામાં નહિ માનનારાને એ દુઃખ થયું છે કે રોજ ખાવું ને રોજ રોવું, આ કેમ પાલવે ! રોજ આ શી બળતરા! માટે જ મર્યાદા ગમતી નથી. પણ હું પૂછું છું કે જો બધાને જ એ મર્યાદા ગમે, ખાતાપીતાં એવી મર્યાદાના વિચારો આવે, તો કોઈ પણ અભક્ષ્યભક્ષણ તરફ જાય ? અરે, ભણ્યના ભક્ષણથી પાછો વળે તો અભક્ષ્મભક્ષણની તો વાત જ શી ? ભક્ષ્ય ચીજ પણ આત્માની સ્વાધીનતાને દબાવતી હોય, એનો પણ જે ત્યાગ કરે – તે અભક્ષ્યનો તો વિચાર જ શેનો કરે ? જે ભયમાં લોભાયો, તેને અભક્ષ્યમાં લોભાતાં વાર કેટલી ? પછી તો એ સ્વાદમાં પડ્યો. સ્વાદમાં જ પડે એ ગબડે. એને પછી ભઠ્ય-અભયનો વિવેક પણ રહે નહિ. વેપારી જો નીતિને આદર્શ બનાવે, તો તો નીતિને ખાતર લાખને પણ લાત મારે, પણ જો લાખને આદર્શ બનાવે તો નીતિને લાત મારતાં વાર કેટલી? અને પછી દશા એ થાય કે પોતાની અનીતિને પણ નીતિ તરીકે જાહેર કરવાના પ્રયત્નો કરે, તેમજ પોતે જ ખરો નીતિવાન છે, એમ જણાવીને સાચી નીતિથી રહેનારા અને સાચી નીતિ જાણનારા જ્યારે એ કહેવાતી નીતિને વાસ્તવિક સ્વરૂપમાં રજૂ કરે, એટલે કે અનીતિને અનીતિ તરીકે ઓળખાવે, ત્યારે એમને પણ તે અનીતિમાન કહેવાને તૈયાર થઈ જાય. એટલે આત્માએ વસ્તુનો વિવેક કરતાં શીખવું જ જોઈએ. માટે કહું છું કે નીતિને આદર્શ રાખશો તો તમારી નીતિ ભયમાં નથી, બાકી લાખને આદર્શ બનાવી નીતિ સેવતા હશો, તો પણ તે ભયમાં છે અને કયારે તે અનીતિને માર્ગે દોરાશે એ નક્કી નથી. અનીતિને નીતિ કહેનાર તો કંઈક Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫ : શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ - 42 se કુતર્ક ઉપજાવે અને ભોળી જનતા પોતાનાં પાપોને પણ પુણ્ય કહેનારને વધાવી લે, એમાં તો નવાઈ પામવા જેવું છે જ શું ? 597 મર્યાદાઓ શાથી ખૂંચે છે ? આજ તો કેટલાકો કહે છે કે ‘જ્ઞાનીએ અમારી તકલીફનો વિચાર કેમ ન કર્યો ?' પણ હું કહું છું કે ‘તમારી તકલીફનો વિચાર કર્યો, ત્યારે તો એ અનંતકરુણાસાગર અનંત જ્ઞાનીએ આ બધી આજ્ઞા ફરમાવી અને મર્યાદા જાળવવા જણાવ્યું !' પણ આજ તો એ વાસના રૂઢ થતી જાય છે કે ‘વર્તમાનના સુખની વાત કેમ ન કરી ? અમને ગમતી વાત કેમ ન કહી ?' આની સામે હું કહું છું કે ‘વ્યવહારમાં પણ તેમ બની શકતું નથી. વ્યવહારમાં પણ જેટલું સાંભળો છો, તેટલું કર્ણપ્રિય જ હોય છે કે ? જેમ ત્યાં સંસારના હિત માટે કડવું પણ સત્ય કહેવાય છે, તેમ અહીં પણ તમારા આત્મહિત માટે તમને ન ગમતું પણ સત્ય કહેવાય છે.’ મુદ્દો એ છે કે મર્યાદામાં એમણે માની લીધેલો આનંદ લૂંટાઈ જાય છે. એ મૂંઝવણનો જ આ મૂંઝારો છે. મૂંઝારો એ રોગ છે. એ રોગ ભયંકર છે. એ રોગને આધીન થયેલા આત્માની હાલત બહુ જ ભયંકર છે. શાસ્ત્રકાર ચેતવે છે કે, શાસનમાં રહેનારથી શાસનની મર્યાદા લંઘાય જ નહિ. એ મર્યાદા જેટલી લંઘાશે તેટલો માર ખાવો જ પડશે. ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં મર્યાદા પાળનારની મુક્તિ છે. સ્વચ્છંદીને આ શાસનમાં સ્થાન જ નથી. જે મર્યાદા પાળે તેને જ સ્થાન છે. ભગવાન શ્રી મહાવીરદેવનું સમવસરણ, ભગવાન પોતે હયાત અને શ્રીમતી મૃગાવતી જેવી મહાસતી ! સૂર્યચંદ્ર મૂળ રૂપે વાંદવા આવેલા માટે એના પ્રકાશથી રાતને નહિ જાણતાં, બેઠેલી એવી મૃગાવતીજીને પણ શ્રી ચંદનબાળા કહે છે કે ‘હે કુલીને ! તારે માટે આ યોગ્ય નથી.' આનું નામ મર્યાદા ! સ્થાન કેવું ? જ્યાં વિષયો શાંત થઈ જાય, વિષયી ગયો હોય તો તેની પણ વિષયવાસના શમી જાય અને મારમાર કરતો ગયો હોય તે શાંત થઈ જાય એવું સમવસરણ ! તેમજ જ્યાં અનેક અતિશયોથી સંપન્ન ભગવાન પોતે વિરાજેલા છે ! કેવળ જ્યાં વૈરાગ્યનું જ વાતાવરણ છે. જ્યાં ઉન્મત્ત પણ શાંત થઈ જાય છે. આવું મજાનું સ્થાન અને મૃગાવતી જેવી મહાસતી, તથા તે પણ સૂર્યચંદ્રની હયાતીને લઈને પ્રકાશ માનીને બેઠી હતી. એ ગયા કે અંધકાર વ્યાપ્યો, કે તરત જ મૃગાવતીને Page #130 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – - 598 ભૂલ લાગી અને તરત સ્થાન પર આવી. છતાં પણ તે કુલીને ! તને આ યોગ્ય નહિ આવું શ્રી ચંદનબાલા સાધ્વીએ કહ્યું. આ મર્યાદા ! આની સામે શ્રી મૃગાવતીજીએ એક પણ દલીલ ન કરી. એક પણ બચાવ ન કર્યો, એમ પણ ન બોલી કે “ભગવાનના સમવસરણમાં શું વાંધો ? અને તે પણ ક્યાં ઇરાદાપૂર્વક બેઠી છું?' આનું નામ મર્યાદા. આ મર્યાદા ગમે કોને ? જેને ભગવાનના માર્ગ પ્રત્યે શ્રદ્ધા હોય તેને જ ભગવાનની આજ્ઞામાં મુક્તિ માનનારને જ ગમે. પણ બીજાને નહિ. જેટલા અંશે શ્રી તીર્થંકરદેવોએ દર્શાવેલી મર્યાદા તૂટી, તેટલા અંશે આત્માનો નાશ થયો, થાય છે અને થશે. સમ્યગ્દષ્ટિએ શ્રી જિનેશ્વરદેવે બાંધેલી મર્યાદા સામે ઊંચી આંખે જોવાનું નથી, પણ નીચી મૂંડીએ તે સ્વીકારી જ લેવાની છે. રાજ્યની મર્યાદા પણ કેવી હોય છે?મોટા અમલદાર પાસે કેમ જવાય ? એના પટાવાળા પાસે પણ વાત શી રીતે થાય ? ત્યાં મર્યાદા છોડો તો ? સમજો છો કે ત્યાં તેમ કરવામાં ધક્કા ખાવા પડે. પણ ત્યાં તો એક ધક્કે કદાચ પતે, પણ અહીંના ધક્કા તો એવા પડશે કે ચોમેર દુઃખ ને દુઃખની ઝડી વરસશે. જેમ સ્થાન ઊંચું, તેમ મર્યાદા ઊંચી, ધ્યેય સાચવનારથી મર્યાદા ન જ છોડાય. મર્યાદાના કારણે રાજતંત્ર ટકે છે. એની બધી ખૂબી, કાર્યવાહી, યોજના એવી કે ત્યાં સ્થાન જ જોવાય. એ સ્થાન પર આદમી ગમે તેવો હોય, પણ એ સ્થાન પાસે મોટામાં મોટો પણ ઊભો રહે. કોર્ટમાં બે હજાર રોજના કમાનાર ધારાશાસ્ત્રી કરતાં પણ સો રૂપિયાના પગારદાર મેજિસ્ટ્રેટનું સ્થાન ઊંચું છે. એકવાર ધારે તો એ મેજિસ્ટ્રેટ પેલા ધારાશાસ્ત્રીને કોર્ટમાંથી ચાલ્યા જવાનું કહે. જો એ હુકમ એને અયોગ્ય લાગે તો, પછી ભલે બહાર જઈ એ અપીલ કરે, પણ તે વખતે તો તે ધારાશાસ્ત્રીએ બહાર નીકળવું જ પડે. આનું નામ મર્યાદા. ત્યાં એ મેજિસ્ટ્રેટને પેલા ધારાશાસ્ત્રીએ પણ “નામદાર' કહેવા જ પડે. ત્યાં એ મૅજિસ્ટ્રેટ પાંચનો દંડ કરે તો ભરી આપવો જ પડે. ત્યાં પોલીસ કોનો હુકમ માને ? જો પેલો બે હજાર રોજના કમાનાર ધારાશાસ્ત્રી પણ આડાઈ કરે, તો પોલીસ હાથકડી પણ કરે. ધારાશાસ્ત્રી ગમે તેવો હોય, પણ તે કોર્ટના કમ્પાઉન્ડમાં તો મેજિસ્ટ્રેટનું જ સ્થાન ઊંચું છે. આનું નામ મર્યાદા અને આ મર્યાદાથી આખું રાજતંત્ર ચાલે છે. ગમે તેટલાં તોફાની વાદળો વચ્ચે અને ચોર-લૂંટારા વગેરે હયાત છતાં, Page #131 -------------------------------------------------------------------------- ________________ 500 – ૫ શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ - 42 ––– ૭૧ રાજતંત્ર ચાલે છે તે મર્યાદાથી. તેવી જ રીતે કલ્યાણકારી પ્રભુશાસનની મર્યાદા પણ સચવાય, તો કોની મગદૂર છે કે શાસન સામે આંગળી કરે ? પણ આજે તો શાસનમાં રહેવાની વાત કરનારને પણ મર્યાદા પાળતાં મૂંઝવણ થાય છે. કેવળજ્ઞાન પણ મર્યાદા જ પમાડે અને મર્યાદા છોડી તો આવેલા ગુણો પણ ચાલ્યા જાય. કાજો કાઢતાં મુનિને અવધિજ્ઞાન થયું, પણ એ અવધિજ્ઞાનમાં ઈદ્રઈંદ્રાણીની રમતગમત જોઈ હસવું આવ્યું, કે અવધિજ્ઞાન ચાલ્યું ગયું. આવી ક્રિયા જોઈ માત્ર હસવું જ આવે, તો પણ આવેલું જ્ઞાન ચાલ્યું જાય, માટે શાસનની મર્યાદા રાખનારે જ આ પુસ્તક હાથમાં લેવું. નાનામાં નાની કથા પણ જોજો. શાસનની મર્યાદા રાખીને વાંચશો તો એક એક વાતે વેરાગ્યનાં ઝરણાં ઝરશે અને મર્યાદા છોડીને વાંચશો તો એક એક વાતમાંથી પુદ્ગલાનંદીને રુચે તેવું જ જણાશે ! મર્યાદા સ્વીકારવામાં કાંઈ પણ માનહાનિ નથી જ. - આજ તો એવા કુતર્ક થાય છે કે “સ્ત્રી, પશ, પંડગ વર્જિત વસતિમાં રહેવાની આજ્ઞા, એ તો મુનિસંસ્થાનું અપમાન છે. શું મુનિ ચળવાના હતા ?” આવી બુદ્ધિ આવે અને મરજીમાં આવે ત્યાં વસવા માંડે, તો મુનિજીવન હતું ન હતું જ થઈ જાય. એ નિશ્ચિત છે. કુતર્ક કરનારા કહે છે કે “મર્યાદા એ તો મનુષ્યજાતિનું અપમાન છે. મનુષ્ય ઇચ્છામાં આવે તેમ કરે, ત્યાં રોકટોક શી ?' આજના વાતાવરણનો આ પ્રતિધ્વનિ છે. આની સામે શાસ્ત્ર કહે છે કે “મર્યાદા એ આત્માને સ્થિર કરવા માટે છે, નહિ કે અપમાન કરવા માટે !” મર્યાદા ઉત્તમ ચીજને જ હોય. વાડ પણ ક્યા ખેતરને હોય ? સારા ખેતરને જ વાડ હોય, પણ તમાકુના ખેતરને વાડ હોય ? નહિ જ, કારણ કે એને ગધેડું પણ ન સુંધે. જેમ ચીજ ઉત્તમ, તેમ મર્યાદા પણ ઊંચી જ જોઈએ. છૂટા પૈસા તો વખતે ખીસામાં પડ્યા રહે, પણ બેઆની પાવલી પાકીટમાં રહે અને ગીની તો તેના પણ ઝીણા જ ખાનામાં ! પાકીટને ખાનાં કેટલાં હોય ? કહોને કે ઘણાય. વારુ, પણ હીરા-માણેક-પન્ના વગેરે ક્યાં રહે ? કહો કે તિજોરીમાં. તેમાં પણ અમુક ખાનામાં, દાબડામાં અને ડબ્બી વગેરેમાં ! જેમ ચીજ ઉત્તમ, તેમ કિલ્લા-રક્ષણ- જોખમદારી વગેરે મોટી જ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ મર્યાદાની જ કિંમત છે. અહીં આંખો Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૨ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – કાઢીને, છાતી ફુલાવીને ન જ ચલાય. એ બધું બહાર ! શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો હાથ જોડીને જ ઊભા રહેવાય. જે જાતની રીતભાત હોય તે મુજબ જ બોલાય. આ મર્યાદા સમજાય, પળાય, તો તો સૂત્રનું વાંચન ફળે. એ તો અનુભવસિદ્ધ છે કે મર્યાદાને છોડી આ શાસ્ત્રને વાંચનારા વિરોધી બની, આ શાસ્ત્રના દુશ્મન બન્યા છે. શાથી? મર્યાદા ન સ્વીકારી માટે ! હરેક શાસનવર્તી આત્માએ આ મર્યાદા સ્વીકારવાની છે. તર્યા પણ તે જ, કે જેમણે મર્યાદા સ્વીકારી. એ મર્યાદા આજે કેમ ખૂંચે છે ? કહેવું જ પડશે કે જીવન સ્વછંદી બન્યાં માટે ! માનસિક સ્થિતિ ક્ષણેક્ષણે પલટાય છે. ઘણા એવા છે, કે જેમને એક પણ ઉત્તમ વિચાર હૃદયમાં આવતો નથી : અને કદાચ આવી જાય, તો આવેલો ટકતો નથી. એનું કારણ ? મર્યાદા નથી ! પૂર્વે કુટુંબોની પણ મર્યાદા અજબ હતી કે અનિચ્છાએ પણ ધર્મનું પાલન થતું. ચક્રવર્તીના ઘોડા બળવાન રહે, માટે બળાત્કારે બ્રહ્મચર્ય પળાવવામાં આવે છે, તેમ ધર્મકુટુંબમાં અનિચ્છાએ પણ ધર્મનું પાલન થઈ જાય છે. મર્યાદામાં ટકનારની જ મુક્તિ ! સભા : બળ તો કસરતથી મળે કે બ્રહ્મચર્યથી ? બ્રહ્મચર્ય વિના કેવળ કસરતથી ન મળે. આથી ત્યાં પણ બ્રહ્મચર્યની યોજના છે, તો આત્માના કલ્યાણ માટે કેમ નહિ ? છોકરાને સ્કૂલમાં શું કરવા મૂકો છો ? એને મરજી થાય, એ પોતાની મેળે કહે, ત્યારે જ સ્કૂલમાં મૂકવો એ નિયમ કરી શકો છો ? બાળકને સ્કૂલ જવાના સંસ્કાર નાખવા જ નહિ, એની રમતગમતની ઇચ્છાની આડે આવવું જ નહિ, એ કબૂલ છે ? એ આત્માને મરજી મુજબ વર્તવા દોને ! તિજોરીમાંથી પૈસા ફેંકે તો ફેંકવા દોને ! એ અજ્ઞાનને જ્ઞાની બનાવવાનો તમને હક્ક શો ? સભા : સોળ વર્ષની અંદર બાળક હિતાહિત ન સમજે, માટે માબાપને તેમ કરવું પડે છે. ત્યારે સોળ વર્ષની અંદરના બાળકને માબાપ હિતાહિત જોઈ સન્માર્ગમાં જોડે એ કબૂલ છે ને ? એમ કરવામાં ગુનો તો નથી ને ? સભા: એ તો જુદું થયું. એ જુદુ શાથી લાગે છે ? એ જુદું લાગે ત્યાં જ વાંધો છે. આજે કહેવા Page #133 -------------------------------------------------------------------------- ________________ 801 – ૫ શ્રા જનશાસનના ઉજવળ મયાદાઆ -42 - ૭૩ છે કે “ઇચ્છાને દબાવાય નહિ.' એમ કહેનારને પૂછો કે નાના બાળકને જે તે ખાવાપીવાની, કજિયા કરવાની, સાપને પકડવાની, અંગારામાં હાથ નાખવાની, મોંમાં ધૂળ-માટી-કોલસા નાખવા વગેરેની ઇચ્છા થાય છે, તો શું એ બધું બાળકને માતા કરવા દે ખરી ? અને કરવા દે તો એ માતા ખરી ?” તેમણે પણ કહેવું જ પડશે કે નહિ જ. અરે, ઉપરથી એવું કહેવું પડશે કે અરે, માતા તો એવી ચોકીદાર બને કે બાળક માટી મોંમાં ઘાલે તો મોંમાં આંગળાં નાખીને પણ માટી કાઢે. વારુ, અઢાર વર્ષના છોકરાને ઇચ્છા મુજબ વર્તવા દેવા, એમાં તો કબૂલ છો ને ? વ્યવહારની વાતમાં પણ કબૂલ છો ? સભા : અરે સાહેબ, વંઠી જાય, સોળથી પચ્ચીસ વર્ષની વય તો ગધ્ધાપચીસી કહેવાય. ત્યારે ત્યાં પણ તમે અંકુશ માન્યો. વારુ, પચીસ વર્ષ પછી ? પછી પણ અંકુશ તો ચાલુ જ છે અને ચાલુ હશે તો જ વ્યવહારમાં નભાશે. લેjદેવું, ખાતાવહી, ચોપડા, ખાવું- ખવરાવવું, આ બધા અંકુશથી તો ઘર અને પેઢીઓ નભે છે. સ્વતંત્રતાની વાતો કરનારા ઘરમાં અને બજારમાં સ્વતંત્ર રીતે વર્તતા હોય તો તો ખબર પડે. જો ત્યાં એમ વર્તે તો તો ચોથે દિવસે કોઈ પેઢી પર પગ મૂકવા ન દે. સોદામાં ખોટ આવે તો “મેં તો નફો ધારીને કામ કર્યું હતું, માટે ખોટ નહિ આપું” એમ કહેવાશે ? નહિ જ, કારણ કે ત્યાં તો કાયદો જ છે કે સોદો કર્યો એટલે નફો હોય તો નફો લઈ જાઓ અને ખોટ હોય તો ખોટ આપી જાઓ ! એ અંકુશ, એ મર્યાદા ! અરે, ઘરમાં પણ બધાના માટે કરેલી રસોઈ ખાવી પડે છે. પચીસ માણસના કુટુંબમાં જો દરેકની વૃત્તિ જુદી જુદી હોય તો નભે જ નહિ. મોટા ઘરના ખર્ચ એ મર્યાદાથી જ નભે છે. જ્યાંથી મર્યાદા ખસી અને સ્વતંત્રતા - કહોને સ્વચ્છંદતા - આવી, ત્યાં ભિખારી વૃત્તિ આવે અને પાયમાલી પણ ચાલી જ આવે. વ્યવહારમાં પણ આ સ્થિતિ, તો પછી શ્રી જિનેશ્વરદેવના શાસનની મર્યાદા માટે તો પૂછવું જ શું? પુસ્તક વાંચનારે અને સાંભળનારે મર્યાદાને વળગીને જ રહેવું જોઈએ. સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધર અને સર્વવિરતિધર આત્મા જો મર્યાદાને ને વળગી રહે, તો પ્રભુના શાસનમાં ચિરસમય ટકી શકતો જ નથી. ચિંતામણિ રત્ન પણ કોને ફળે ? અઠ્ઠમનો તપ કરી તેની આરાધના કરે, એનું સ્વરૂપ ઓળખે, યોગ્ય રીતે એનું સેવન, શુશ્રુષા કરે એને ! અનાજ પણ કાચું ફોકો તો પુષ્ટિ આપે ? કેટલી કાર્યવાહી થયા બાદ એ પાચક તથા પોષક બને Page #134 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – ! છે? ઘઉંના ખોબા જ મોંમાં નાખો તો ? એ તો પોષકને બદલે નાશક જ થાય. તેવી જ રીતે ધર્મકથાનુયોગાદિ ત્રણે અનુયોગોના સેવનમાં મર્યાદા સચવાય તો જ મુક્તિ મળે. ત્રણે અનુયોગોનો રસ ગળામાં ઉતારવો પડશે અને એના રસથી જીવન રસમય બનાવવું પડશે અને તેમ થશે તો ચોથો ચરણકરણાનુયોગ આત્મા સાથે એકાકાર થઈ જશે : અને એની આરાધના માટે મર્યાદા એ જ મોટો કિલ્લો. મર્યાદાની આધીનતાથી જ કેવળજ્ઞાન અને મુક્તિએ પણ જવાય. આથી સિદ્ધ છે કે ચરણની રુચિ જ ન હોય, તો ત્રણે યોગ લાભ નહિ પણ હાનિ કરે છે. શ્રી શ્રેણિક મહારાજાનું દૃષ્ટાંત લેનારાઓએ વિચારવું જોઈએ કે “શ્રી શ્રેણિક મહારાજા વિરતિ અંગીકાર કરતા નહોતા કે કરી શકતા નહોતા?” કહેવું જ પડશે કે “કરી શકતા નહોતા.' કરવી જ નથી એવું તેઓ કદી બોલ્યા છે? વિરતિ પ્રત્યે સદ્ભાવ પૂરો કે અધૂરો ? અરિહંતપદની આરાધના કેવી? એવી કે ભગવાન શ્રી મહાવીરદેવના સમાચાર સાંભળી રોમરાજી વિકસ્વર થતી, સમાચાર દેનારને પ્રીતિદાન આપતાં ! સમાચાર માટે તો ચોમેર દૂત રાખ્યા હતા ! સમાચાર મળે કે સમાચાર આપનારને દાનથી સંતુષ્ટ કરી, સિંહાસન અને પાદુકાનો ત્યાગ કરી, પાંચ-સાત ડગલાં જઈ, વંદન કરી, પછી સિંહાસન ઉપર બેસતા. કેટલી ભક્તિ? શાથી ? મર્યાદાના ગુણને લઈને જ ! મર્યાદા વગર સમ્યગ્દષ્ટિપણું, દેશવિરતિપણું કે સર્વવિરતિપણું ટકે શી રીતે ? શ્રાવકને પેઢી પર બેસવાનું પણ ન છૂટકે છે. ન છૂટકે પેઢી પર બેસવાનું હોય, એ શ્રાવક પેઢી પર બેસીને અસત્ય, અનીતિ, પ્રપંચ સેવે ખરો ? જ્ઞાનીએ તમારી બધી વસ્તુ ઉપર મર્યાદા મૂકી છે. ભોજન, વસ્ત્ર, બધાં ઉપર મર્યાદા છે, માટે જ આજના સ્વચ્છંદવાદીઓને આ શાસન ખટકે છે. છૂટ આપવાની વાત અહીં નહિ. શ્રાવક મર્યાદામાં આવે તો ધર્મ દીપે. મર્યાદા જાય એટલે લોભનો થોભ ન રહે અને તૃષ્ણાનો તાગ ન રહે ! પછી તે આત્માને ગમે ક્યાંથી ? આ ગુમાવવા માટે તો સઘળી સંસારની વાસનાઓ કાપવી પડશે અને એ કપાવવા માટે સાધુઓએ પ્રયત્ન કરવો પડશે ખરો કે નહિ ? એવો પ્રયત્ન કરવા માટે ચાનક લાગે, એવું કહેવું પડશે ખરું કે નહિ ? એવી બળતરા થાય એવું કહેવું જોઈએ ખરું કે નહિ, કે જેથી એવી ભાવના થાય કે ક્યારે આ પાપ છોડીએ, કે રોજ ને રોજ આ સાંભળવું મટે ? સાંભળવું મટે એટલે આવવું બંધ કરવું એમ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫ ઃ શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ – 42 નહિ, કારણ કે એવો વિચાર નઠોર વિદ્યાર્થી કરે. સોટી ખાવાથી સારા વિદ્યાર્થીને તો એમ જ થાય કે હવે એવું લેસન કરું કે સોટી ખાવી જ ન પડે, પણ નઠોર વિદ્યાર્થી તો સ્કૂલે જવાનું જ માંડી વાળે. એને તો ભાગવાની જ ભાવના થાય. અહીં તો સુવિઘાર્થી જેવા બનવા માંગે તેની વાત છે. 603 શ્રી ચંદના સાધ્વીએ એટલું કહ્યું, એમાં મૃગાવતીને એમ જ થયું કે એવી માફી માગું, કે ફરી આવો સમય આવે જ નહિ. એવો સમય ન જ આવ્યો અને તરત જ કેવળજ્ઞાન થયું. શ્રીમતી મૃગાવતીજીની ઇરાદાપૂર્વકની ભૂલ નહોતી, પણ આત્માનો અનુપયોગ તો ખરોને, એમ એમણે પોતે માન્યું. તમે પણ હાથ જોડો તો સંયમના રાગથી જોડજો, કેવળ પામવા માટે જોડજો ! મર્યાદા વિનાનાને શાસનમાં ૨હેવાનો હક્ક પણ નથી. ધર્મકથા સંભળાવનાર મુનિએ પણ મર્યાદામાં જ રહેવું પડે છે ! ૭૫ ભરત મહારાજા અરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, એ વાત જાણીએ છીએ, માટે તમે ચક્રવર્તી બનો, રોજ અરીસામાં રૂપ જુઓ, પટિયાં પાડો એમ અમે કહીએ ? નહિ જ. કારણ કે એમને કેવળજ્ઞાન થયું તે ચક્રવર્તીપણાથી કે અરીસાથી નહિ, પણ મુદ્રિકા સરી પડી એના યોગે જે શુભ ભાવના આવી એથી ! તેઓ ત્યાગનો મહિમા સમજ્યા હતા, એટલે એ ભાવના આવી. અને એટલે જ વિચારી શક્યા કે ‘આ શોભા પારકી હતી. આ શોભા પોતાની નહોતી.' અન્યત્વ ભાવના આવી અને પૂર્વે કરેલ આરાધનના યોગે આત્મા ભાવનારૂઢ થયો, કે કેવળજ્ઞાન થયું. ત્યાર બાદ પણ સુધર્મા ઇંદ્ર કહે છે કે ‘આપ જ્ઞાની બન્યા, પણ મુનિટિંગને અંગીકાર કરો, પછી નિષ્ક્રમણ મહોત્સવ કરું. આપને કેવળજ્ઞાન થયું એ વાત સાચી, પણ લિંગની મર્યાદા લુપ્ત ન થવી જોઈએ.' ભરત મહારાજાએ પણ એ મર્યાદાનો સ્વીકાર કર્યો. મર્યાદાને કેવળજ્ઞાની પણ તજતા નથી. એથી નિશ્ચિત છે કે આવી કલ્યાણકારી મર્યાદામાં ટકનાર આત્માની જ મુક્તિ થાય. પણ બીજાની નહિ જ ! Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : | 43 • જ્ઞાન શા માટે જરૂરી છે? • જૈન સમાજને કઈ કેળવણીની જરૂર છે? • મોટામાં મોટું પાપ કર્યું ? • યોગીઓ ભોગીઓના રોટલા પર જીવતા નથી ! • જૈનશાસન જયવંત ક્યારે બને ? ... દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક • દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક કોણ ? કોણ ? વિષય: ચરણાનુયોગ માટે જ બાકીના ત્રણે અનુયોગનું શિક્ષણ. ત્યાગના લક્ષ્ય વિનાનું શિક્ષણ મિથ્યા, ત્યાગના લક્ષ્યવાળું શિક્ષણ સ. અનુયોગની વાતના અનુસંધાનનો જ દોર આગળ ચલાવતાં પ્રસ્તુત પ્રવચનમાં સુંદર વળાંક આપ્યો છે. શિક્ષણની પ્રાસંગિક જરૂરને લક્ષ્યમાં લઈ સાચું શિક્ષણ કયું ? આત્માને જડના સંગથી છોડાવી ત્યાગના માર્ગે જોડી સ્વભાવદશાની પ્રાપ્તિ કરાવે છે કે પછી જડનો જ સંસર્ગ કરાવી ભોગના માર્ગે જોડી વિભાવદશામાં સબડતું કરે છે ? આ મુદ્દાની આસપાસ સુંદર શબ્દો અને શબ્દસમૂહો દ્વારા અવસરે સણસણતા ચાબખા મારતા ન હોય એવી શૈલીથી આ પ્રવચન થવા પામ્યું છે. ગવર્નમેન્ટનો પટાવાળો ભલે નાનો પણ એનો સંબંધ ગવર્નમેન્ટ સાથે તેથી તેની કિંમત વધી જાય તેમ શાસનના આપણે નાના છતાં પટાવાળા બનીએ એ ભાવનાને સરસ રીતે શબ્દદેહ આપ્યો છે. ગોશાળાના પ્રસંગનો પણ સમુચિત ઉપયોગ કર્યો છે. છેલ્લે “યોગીઓ ભોગીઓના રોટલા પર જીવતા નથી' એ ફકરો તો ત્યાગી સંસ્થાની ખમીરી પર પ્રકાશ પાડવા પૂરતો છે. મુવાક્યાતૃત • સારા માણસથી ભૂંડું થાય તોયે “સારાએ ભૂંડું કર્યું એમ કહેવાય નહિ અને ખોટાથી સારું થાય તો તે “ખોટાએ સારું કર્યું” એમ કહેવાય નહિ, પણ “અનાયાસે થઈ ગયું' એમ કહેવાય. આત્મામાં જેમ જેમ ઉપરની જાતનું મનુષ્યપણું ખીલતું જાય, તેમ તેમ તે આત્મા મર્યાદાશીલ બનતો જાય છે. ગમે તેવા વક્તા આવે અને ફાવે તેમ કહે, તો પણ શ્રી તીર્થંકરદેવોના ધર્મતીર્થની સ્થાપનાનો હેતુ સમજો, તો મૂંઝવણ માત્ર દૂર થાય. જેને અર્થ-કામની લાલસાનું ભૂત વળગ્યું હોય, તે નીતિ અને ધર્મને આઘો જ મૂકવાના અને ખોટામાં પણ વચ્ચે દેવ, ગુરુ અને ધર્મને લાવીને ગોઠવવાના. ૦ આ વિશ્વમાં જે આત્મા “પાપને પાપ ન માને તે મોટામાં મોટો પાપી, મોટામાં મોટો નાસ્તિક, ઢોંગી અને ધૂર્ત છે. • “જેની જરૂરિયાત તેમાં પાપ નહિ આવી જ માન્યતા થઈ જાય, તો તો જગતમાં પાપનું નામ જ રહે નહિ. • જો ભગવાન સત્ય ન કહે, તો લાખો આત્માને અનર્થ થાય. ત્યાગની રુચિ અને પ્રાપ્તિવાળા બનેલા, દુનિયાના સર્વ પ્રાણી પ્રત્યે શાંતિદાયક બને. સ્વયં તરે અને બીજાને તારે. ૦ આત્મા સુયોગ્ય બને ત્યાં સાહ્યબી તો ગુલામ છે. આત્મા ન કેળવાય તો છતી સાહ્યબીએ ગુલામી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : જ્ઞાન શા માટે જરૂરી છે ? ટીકાકાર મહર્ષિ જણાવી ગયા કે શ્રી અરિહંત દેવના વચનનો અનુયોગ ચાર વિભાગમાં વહેંચાયેલો છે, જેમાં ચોથો ચરણક૨ણાનુયોગ પ્રધાનપદે છે. જો એની પ્રાપ્તિ ન હોય, તો પ્રથમના ત્રણ અનુયોગ સફળ થઈ શકતા નથી અને જો ચોથાની રુચિ જ ન હોય, તો એ ત્રણે યોગ લાભને બદલે હાનિ કરે છે. જ્ઞાનનો જેમ સદુપયોગ થઈ શકે છે, તેમ દુરુપયોગ પણ થઈ શકે છે. જો જ્ઞાન સમ્યગ્ હોય તો માનો કે સદુપયોગ થવાનો અને મિથ્યા હોય તો દુરુપયોગ જરૂર જ થવાનો. જેમ સારું કરવામાં જ્ઞાનની જરૂર છે, તેમ ખોટું કરવામાં પણ જ્ઞાનની જરૂર છે, ભલે એ ઊંધી જાતનું હોય. જેને ચરણ પ્રત્યે રુચિ જ ન હોય, તે પહેલા ત્રણે અનુયોગોનું જ્ઞાન કોઈ અન્ય જ ઉદ્દેશથી મેળવે છે અને એ અન્ય ઉદ્દેશથી મળેલું જ્ઞાન આત્માને ઉન્માર્ગે ઘસડી જાય છે. તેમાં ખામી કાંઈ એ જ્ઞાનની નથી, પણ એ આત્માની છે. વ્યવહાર પણ કહે છે કે ‘સારા માણસથી ભૂંડું થાય તોયે સારાએ ભૂંડું કર્યું' - એમ કહેવાય નહિ અને ખોટાથી સારું થાય તો તે ‘ખોટાએ સારું કર્યું’ એમ કહેવાય નહિ, પણ ‘અનાયાસે થઈ ગયું’ એમ કહેવાય. હોશિયાર વેપારી દેવાળું કાઢે તો કહેવાય કે નસીબનો વાંક, પણ દરિદ્રી કે કમઅક્કલને ખોટ આવે તો કહેવાય કે મૂર્ખાને કશું આવડતું જ નહોતું. એ જ ન્યાય અહીં પણ લાગુ થાય છે. સમ્યજ્ઞાનમાં સારું પરિણામ લાવવાની શક્તિ છે, જ્યારે મિથ્યાજ્ઞાનમાં ઊંધું પરિણામ લાવવાની શક્તિ છે, યોગ્ય આત્માના હાથમાં ખોટું જ્ઞાન જાય, તો પણ તે તેનો સારો જ ઉપયોગ કરી લે. એટલા માટે કાંઈ એ મિથ્યાજ્ઞાન સારું કહેવાતું નથી, અગર થઈ જતું નથી. તેમજ સમ્યજ્ઞાનનો કોઈ અયોગ્ય આત્મા દુરુપયોગ કરે, તો તેમાં પણ એ સારા જ્ઞાનનો દોષ નથી જ. ત્રણે અનુયોગો છે ઊંચા, પણ ચરણની રુચિથી પણ રહિત આત્માને તે અનુયોગો લાભ ક૨વાને બદલે હાનિ કરે છે : કારણ કે તે ત્રણે અનુયોગોની પ્રાપ્તિ કરવામાં તેનો ઇરાદો જ કોઈ જુદો હોય છે. ‘જ્યાં ભણવું, ગણવું - અને Page #138 -------------------------------------------------------------------------- ________________ ૭૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૩ - 605 શિક્ષિત થવું એ શા માટે ?' - એનો જ વિચાર ન હોય, ત્યાં થાય પણ શું? ત્રણે અનુયોગોમાં અપૂર્વ શિક્ષણ છે. ધર્મકથાનુયોગમાં ઉત્તમ, મધ્યમ તથા અધમ એમ ત્રણેય જાતિનાં દષ્ટાંતો છે : ગણિતાનુયોગમાં દુનિયાના સર્વ પદાર્થોની ગણના છે અને દ્રવ્યાનુયોગમાં દુનિયાના સઘળા જીવોનું સ્વરૂપ ને અજીવોનું સ્વરૂપ છે. આ શિક્ષણની આવશ્યકતા કાંઈ ઓછી નથી, પણ એ સઘળું શિક્ષણ “ચરણ એટલે સર્વ પાપવ્યાપારનો ત્યાગ થાય તો જ સફળ થાય. પણ એ ત્યાગ ઉપર જે આત્માને રુચિ જ ન હોય, તે આત્માને એ જ ત્રણે અનુયોગોનું શિક્ષણ હાનિપ્રદ થાય, એમાં આશ્ચર્ય પણ શું? જ્ઞાની તો કહે છે કે શાસ્ત્રને પામી તરી જવાય. પણ જો અર્થકામની લાલસા માટે કે કેવળ આજીવિકા માટે જ આ ભણવામાં આવે, તો આ જ શાસ્ત્ર આત્માને ડુબાડનાર થાય છે. સારું છતાં ભિન્ન ઇરાદે લેવાય, તો એ આત્માનો પ્રાયઃ અધઃપાત જ કરે. તમે ભણો છો, કેળવણી લો છો, એનો હેતુ શો ? પૈસા કમાવા, બંગલા બાંધવા અને મોજશોખ કરવો એ જ ને ? મનુષ્યપણાને ખીલવવાનો હેતુ તેમાં છે? કદી વિચાર્યું છે કે “મનુષ્યપણું એટલે શું? જો ‘ના’ તો કહેવું જ પડશે કે ધર્મપણાને તો હજુ બહુ વાર છે. “સ્વપરના હિતનો વિચાર કરી વિવેકયુક્ત પ્રવૃત્તિ કરવી તેનું નામ મનુષ્યપણું છે અને ધર્મીપણું તો એથીયે ઘણું દૂર છે. આત્મામાં જેમ જેમ ઉપરની જાતનું મનુષ્યપણું ખીલતું જાય, તેમ તેમ તે આત્મા મર્યાદાશીલ બનતો જાય છે. આજે કહેવામાં આવે છે કે “અંકુશ, મર્યાદા કે બંધન, કશુંયે અમારે ન જોઈએ. અમે તો ઇચ્છા મુજબ જ વર્તવાના.” આ માન્યતા ઉપર શાસ્ત્ર ભારે આક્રમણ કરે છે અને એથી જ શાસ્ત્રની આજ્ઞા જનતાના ઉચ્છંખલ ભાગને રુચિકર નીવડતી નથી. શાસ્ત્ર તો બધે જ મર્યાદા બતાવે છે. વિચાર કરવામાં, બોલવામાં અને વર્તવામાં બધે જ દરેકને માટે મર્યાદા બતાવે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી મર્યાદા વિના છૂટકો જ નથી. આજે શાસ્ત્રના એક વિભાગરૂપ ધર્મકથામાંથી શું શોધવામાં આવે છે? એક જ કે પૂર્વે લક્ષ્મી, સાહ્યબી અને રંગરાગ વગેરે કેટલાં હતાં? અને અત્યારે કેટલાં છે ? તથા એ બધું મળે કેવી રીતે ? આના પરિણામે શાસ્ત્રોમાંથી પણ સામાની આંખમાં ધૂળ નાખી સ્વાર્થ કેમ સાધવો, તેની જ પ્રેરણા આજના પામરો મેળવી રહ્યા છે. આવા ઇરાદાથી મેળવેલું જ્ઞાન આદમીને આદમી મટાડી Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉ07 – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ ? - 43 – ૭૯ પશુ જેવા બનાવે એમાં આશ્ચર્ય પણ શું? ભણવામાં ચોપડીએ આગળ વધ્યા, એટલે કે બે, ત્રણ, ચાર એમ આગળ વધ્યા એ વાત સાચી અને અમુક વાંચવાની, લખવાની કે બોલવાની કળા વધી એ પણ સાચું, પણ તેનાથી આત્મા પાપથી પાછો હઠ્યો કે આગળ વધ્યો એ કદી વિચાર્યું છે ? “તમારામાં સામાને ઊંધુંચતું સમજાવવાની શક્તિ પણ વધી' એ પણ માન્યું, પણ તેનો અંતિમ ઉપયોગ કયો ? આ બધું વિચારાય નહિ ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનું શાસન શું છે, તે કદી જ સમજી શકાય તેમ નથી. જ્ઞાન ન જોઈએ” એવું તો કોઈ જ વિચક્ષણ ન કહે, કારણ કે “જ્ઞાન વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ જ નથી. સારું કામ કરવામાં પણ જ્ઞાન જોઈશે અને ખોટું કામ કરવામાં પણ; તેના જોગું પણ જ્ઞાન તો જોઈશે.” એમ સહુ કોઈ સમજે છે, પણ જ્ઞાનપ્રાપ્તિનો હેતુ તો સમજાવો જ જોઈએ. જ્ઞાની કહે છે કે આટલી આટલી તત્ત્વચિંતા કરી ઝીણામાં ઝીણી વસ્તુનું પ્રકાશન કર્યું, જીવના ભેદપ્રભેદ કહ્યા, જીવોની ઉત્પત્તિ અને નાશ વગેરેના હેતુઓ વગેરે બતાવ્યું, તે બધું હિંસાથી બચાવવા માટે, પણ વધુ હિંસક બનવા માટે નહિ ! આજે તો હમણાં જો “અમુક યોગે અમુક થાય છે' - એવું બધું બતાવીએ, તો આપોઆપ દોડ્યા આવે, પણ આનું પરિણામ શું ? કહે છે કે જ્ઞાનીએ એ બધી વસ્તુઓ કેમ ગુપ્ત રાખી ? તો એક જ હેતુથી ગુપ્ત રાખી કે એ દ્વારા આપણે આપણા અને પરના આત્માનું અહિત ન સાધીએ. મોટામાં મોટું પાપ કર્યું? ભણતર વધે તેમ માણસનું ઉચ્છંખલપણું વધે એમ માનો છો ? જેનામાં જ્ઞાન આવે તે મર્યાદાહીન બને, એ વાત ગળે ઊતરે છે? નહિ જ. “આજે જ્ઞાન વધ્યું છે ?' કહેવું પડશે કે “નથી જ વધ્યું.” જ્ઞાન નથી વધ્યું પણ શુદ્ર આડંબરો વધ્યા છે. જે આત્મામાં સાચું જ્ઞાન વધે તે આત્મામાં જ્ઞાની પુરુષોના વચનથી વિપરીત બોલવાની ઉચ્છંખલતા આવે જ નહિ. જ્ઞાની પાપથી પાછો હઠ કે પાપની સામે ધસે? અનીતિ, અન્યાય તથા પ્રપંચની સામે જાય કે એનાથી પાછો હઠે ? જે વસ્તુથી યોગ્ય બનવાની ભાવના હોય, તે વસ્તુ મેળવનારે જીવન તરફ દૃષ્ટિ ફેવી જોઈશે કે નહિ ? પુસ્તક વાંચનારની દૃષ્ટિ કઈ હોય ? ગ્રંથકાર કહે કાંઈ અને આપણે લેવું કાંઈ એમ Page #140 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - થાય ? આ ગ્રંથોના લખનારા ત્યાગી હતા, તો એવા ત્યાગી પુરુષોએ પણ શેઠશાહુકારોનાં, રાજામહારાજાઓ વગેરેનાં ચરિત્રો લખ્યાં, એનો હેતુ શો ? એ ગમે તેવા રિદ્ધિસિદ્ધિવાળા, પણ તેઓની સાથે આ મહાત્માઓને સંબંધ શો ? બધાનાં જીવન આ મહાપુરુષોએ શા માટે લખ્યાં ? રાજાની સેના આટલી, સામંત રાજા આટલા, દેશ આટલા, આ બધું તમારી પાસે રજૂ કરવાનો હેતુ શો ? આ હેતુ હાથમાં ન આવે, ત્યાં સુધી એમાંથી શું લેવાય ? આ હેતુ નક્કી નથી થતો, એની જ બધી ધમાલ છે. વાતવાતમાં મૂંઝવણ પણ એથી જ થાય છે. “સાધુએ દેવું શું અને શ્રાવકે લેવું શું તથા સાધુ-શ્રાવકે વર્તવું કેમ ? આ બધું જ જાણવું જોઈએ. સાધુ અને શ્રાવક બેયના શિરે આજ્ઞા તો છે જ ને ? અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવે જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરી, ત્યારે “દુનિયાના જીવો અર્થકામમાં રાચતામાચતા થાય એવું એમના હૈયામાં હશે, કે “સઘળા પરિણામે ત્યાગી અને વિરાગી થઈ, મુક્તિપદના ભોક્તા થાય એવું હશે ? આ નક્કી કરો, તો જરાયે મૂંઝવણ ન થાય. ગમે તેવા વક્તા આવે અને ફાવે તેમ કહે, તો પણ શ્રી તીર્થંકરદેવોના ધર્મતીર્થની સ્થાપનાનો હેતુ સમજો, તો મૂંઝવણ માત્ર દૂર થાય. જરાય પણ મૂંઝવણ ન થાય. શ્રી તીર્થંકરદેવે સ્થાપના કરેલા ધર્મતીર્થના હેતુને હું ખંડિત કરું, તો હું નકામો. તમે પણ એને ખંડિત કરો, તો તમે નકામા. અને જે કોઈ પણ એને ખંડિત કરે તે બધા જ નકામા ! જ્યાં સુધી તમે ધર્મતીર્થની સ્થાપનાના હેતુને ન સમજી શકો, ત્યાં સુધી તમારા હૃદયમાં ધર્મ પરિણમે શી રીતે ? સાધુ શ્રાવકને ભલે કહ્યા કરે કે “અનીતિ ન કરવી અને જૂઠું ન બોલવું' પણ શા માટે નહિ, એનો હેતુ જ્યાં સુધી નહિ સમજાય, ત્યાં સુધી તેનું વાસ્તવિક પાલન નહિ થઈ શકવાનું. જેને અર્થની અને કામની લાલસાનું ભૂત વળગ્યું હોય, તે નીતિ તથા ધર્મને આઘો જ મૂકવાના અને ખોટામાં પણ વચ્ચે દેવ, ગુરુ અને ધર્મને લાવીને ગોઠવવાના. સભા : દેવદેવીની સ્થાપના શા માટે થાય છે ? એ પ્રભુશાસનની આપત્તિ દૂર કરે છે, માટે એમને માન-સન્માન દેવામાં આવે છે. વ્યવહારમાં પણ સારું કામ કરનારનું બાવલું રખાય છે. રાજ્યમાં પણ સેનાપતિનાં બાવલાં એના શૌર્યના સ્મરણ માટે રખાય છે. સાધુનો તથા Page #141 -------------------------------------------------------------------------- ________________ 609 – ૬ : સમાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : - 43– ૮૧ શ્રાવકનો બધાનો હેતુ કેવળ એક જ કે મોક્ષમાર્ગને અખંડિત રાખવો. એમાં સહાય કરનાર દેવનું સ્મરણચિહ્ન પણ રખાય. બધાનો સંબંધ મોક્ષમાર્ગ સાથે છે : સંસારની સાથે તો નથી જ. મોક્ષમાર્ગના અર્થી તરીકે અહીં આવો, અને જો એ માટે આવો તો તમારામાં રહેલી બદીઓ સાંભળવા તૈયાર રહો અને સાંભળીને એ બદીઓ કાઢવાનો યથાશક્તિ પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે તમારી ખામી ન સમજો, ત્યાં સુધી દેનારો મોક્ષમાર્ગ દે કઈ રીતે ? આજે કહે છે કે “સાધુને આ શી પંચાત ? “નીતિ પાળો, જૂઠું ન બોલો' - એવા સીધા ઉપદેશ જ આપવા જોઈએ.” હું કહું છું કે એવા ઉપદેશ આપીએ અને એ પણ કહેવાય છે, પણ એટલા માત્રથી સાંભળનારા સારા થાય ? સંપૂર્ણ ન જ થાય, અમે કહીએ કે “નીતિ પાળો, જૂઠું ન બોલો.” પછી કોઈ પૂછે કે “એ બધું પાળવું શા માટે ?' એના જવાબમાં અમારે કાંઈ કહેવું કે મૌન જ રહેવું ? સભા : કહેવું છે કે, પાપથી બચવા માટે. એટલે તો જે કહેવાય છે, તેમાં બધું આવી જ જાય છે. વારુ, પાપ કેટલાં? સભા : અઢાર. એ અઢારમાં મોટામાં મોટું પાપ પાપને પાપ ન માનવું' તે છે. છેલ્લે અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વશલ્ય છે તે ! એ મોટામાં મોટું પાપ છે. આ વિશ્વમાં જે આત્મા પાપને પાપ ન માને તે મોટામાં મોટો પાપ, મોટામાં મોટો નાસ્તિક, ઢોંગી અને ધૂર્ત છે. ઢોંગી અને ધૂર્ત એટલા જ શબ્દો ન પકડતા, પણ આખું વાક્ય લેજો. હિંસા કરનારો, જૂઠું બોલનારો, ચોરી કરનારો તથા વ્યભિચારી જેટલો પણ પાપી નથી, એટલો પાપી પાપને પુણ્ય માનનારો છે. એનાથી કસાઈ પણ સારો, કારણ કે એ પણ કહે છે કે, પેટ પડ્યું છે માટે કરું છું, પણ વાજબી કરું છું, એમ એ નથી કહેતો. જે આત્માને “પાપને પાપ કહેવું' એ પણ ભયંકર લાગતું હોય, તે આત્મામાં સમ્યક્ત્વ હોઈ શકતું જ નથી. એવો માણસ આત્માને પણ માને છે એવું કોણે કહ્યું? “માનું છું' એમ દેખાડતો હોય તો પણ તે ઢોંગી છે માત્ર દુનિયામાં પૂજાવા અને માનપાન માટે જ તે આત્માને કબૂલ કરનાર છે, પણ નહિ કે વાસ્તવિક રીતે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 60 ધર્મની રક્ષા માટે, સત્ય સાચવવા માટે, ખરેખર, આ સમય બહુ જ ભયંકર છે. બધી સ્થિતિ અહીં ખોવી પડશે. પૈસો, પાઘડી, નાક અને જાન પણ જાય, તો પણ સત્યના અર્થીએ આત્મશ્રેય કાજે સત્યના પડખે ઊભું રહેવું પડશે. સંસારમાં રહેલ ગૃહસ્થથી પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા થઈ જાય છે. પણ એ કરતાં જો એનું અંતર કંપે નહિ, મૂંઝાય નહિ, તો હું એને શ્રાવક-સમ્યગ્દષ્ટિ તો નથી માનતો, પણ દુનિયાનો સામાન્ય આસ્તિક પણ નથી માનતો. આસ્તિકને કાંઈ ખાસ ચિહ્ન નથી હોતું અને નાસ્તિકના માથે શીંગડાં નથી હોતાં. ખરી પરીક્ષા જ અહીં છે. દરેક દર્શનકાર, પાપને પાપ તો માને છે. જેની જરૂરિયાત તેમાં પાપ નહિ આવી જો માન્યતા થઈ જાય, તો તો જગતમાં પાપનું નામ જ રહે નહિ. જરૂર વિના કરું છું, એવું કોણ કહેશે ? આજે તો વધારે ભાડું ભરી બજારના મોખરે દુકાન લેનારને પૂછો કે ભાઈ, બરાબર આગળના ભાગમાં દુકાન કેમ લીધી ? તો, જો તે ધર્મનો ઢોંગી હશે, તો કહેશે કે “ગ્રાહકને તકલીફ ન પડે તે માટે મોખરે દુકાન લીધી છે. પણ ‘ગ્રાહક બહુ આવે માટે લીધી છે” એમ નહિ કહે. આવી દશાવાળા આત્માઓમાં ધર્મ પરિણામ પામે જકઈ રીતે ? આથી સિદ્ધ જ છે કે ચરણરાગ વગર ધર્મકથા કે તત્ત્વચિંતા ન જ ફળે. ચરણરાગ વિનાના આત્મા તો અજ્ઞાની જ રહેવાના. જૈનશાસન જયવંત ક્યારે બને? આજે કહેવામાં આવે છે કે “જૈનસમાજમાં કેળવણીની બહુ જ ખામી છે, જૈનસમાજને શિક્ષણ આપવામાં આવતું જ નથી, જૈનસમાજ બિલકુલ અજ્ઞાન જ છે, માટે તેને માટે કેળવણીની બહુ જરૂર છે. ખરી વાત, હું કહું છું કે જૈનસમાજને કેળવણીની બહુ જરૂર છે. જન્મ્યા ત્યારથી મરવા સુધી જરૂર છે. જન્મથી મરણ પર્યત જે જાતની કેળવણી આપવી જોઈએ, તે જાતની કેળવણી જૈન સમાજને કયાં અપાય છે ? અને એ કેળવણી ન અપાય, ત્યાં સુધી જૈનજાતિની આબાદી કોઈ કાળે પણ થાય નહિ, એ તદ્દન સીધી, સાદી અને સ્વાભાવિક વાત છે. હિંદુસ્તાનમાં અગર બીજે, જૈનશાસન જીવવું છે, એવું બતાવવા તમારે શું કરવું જોઈએ ? તમારામાં શું જુએ તો સામાને જૈનશાસન જીવતું લાગે ? તમારા Page #143 -------------------------------------------------------------------------- ________________ int – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાશાન વચ્ચેનો ભેદ ? - 43–– ૮૩ દુપટ્ટા, પાઘડી, મકાનો કે પેઢીથી સામો જૈનશાસનને જીવતું માનશે ? “અમને જૈનશાસનની બહુ ધગશ છે' - એવું કહેનારા વિચારશે કે “શાસન તે પૂતળામાં છે કે આગમને અનુસરતી પ્રવૃત્તિમાં છે ?' નાના પટાવાળાને પણ પૂછજો કે “તું કોનો?” તે તરત જ કહેશે કે, “એનો - ગવર્નમેન્ટનો. જે રસ્તે જવાનો મનાઈ હુકમ હોય તે રસ્તે જનાર કોટ્યાધિપતિ હોય તો પણ તેનું કાંડું પકડું.” દસ-પંદરનો પગારદાર પટાવાળો પણ આમ જ કહે. તમે પણ જૈનશાસનના પટાવાળા છો કે નહિ ? તમે અને અમે, માનો કે જૈનશાસનની પ્રભાવના ન કરી શકીએ, શાસનને દિપાવી ન શકીએ, પણ પટાવાળા થવાની ભાવના હોય કે નહિ ? જૈનશાસનના પટાવાળાની ફરજ શી? જૈનશાસનમાં રહેલ જ્યાં જાય ત્યાં બોલે શું અને વર્તે કેમ ? વખાણે શું અને નિંદે શું ? - હવે તો નિશાળ માંડવી પડશે. વાતો કરવી જૈનશાસ્ત્રના ઉદયની અને અર્થકામમાં લપાતા જવું, એ કેમ બને ? જૈનશાસન જયવંત કહેવું અને પાપને પાપ માનતાં પણ આંચકો ખાવો, એ કેમ પાલવે ? જરા તમારા પૂર્વજોનાં જીવન તો તપાસો ! અમે તો જ્ઞાની તેને ન કહીએ, કે જે પાપને પાપ કહી એનાથી પાછો ન હઠે ! એવા બધા જ મૂખ. પાપને પાપ ન કહી પાપની સામે ધસ્યો જનાર ગમે તેટલો વિદ્વાન હોય, છતાં એ તો મૂર્ખશેખર જ છે. દુનિયાના બધા જીવો પાપથી પાછા હઠે, તો એક પણ ગુનાનો કેસ ન બને. જ્ઞાનના જમાનામાં દહાડે દહાડે પાપ વધે કે ઘટે ? આજે તો હિંસા, જૂઠ, ચોરી એ બધાનો પહેલેથી જ બચાવ કરવામાં આવે છે. “આના વિના ચાલે ?' - એ મોટો બચાવ. ભલા ! કોઈ ગરીબ ચોરી કરે અને કોર્ટને કહે કે “ખાધા વિના ચાલતું નથી માટે ચોરી કરી, છોકરાં ઘણાં છે, ભૂખે મરે છે, માટે એમને સુખી કરવા ચોરી કરી છે.” તો કોર્ટ એને છોડી દે ? નહિ જ. દુઃખ તો એ થાય છે કે હજી કેટલાક જૈનને પણ જ્યારે પાપને પાપ સમજતાં મુશ્કેલી પડે છે, ત્યારે તેનાથી શાસન કઈ રીતે સમજાય કે બીજાને સમજાવાય ? દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક કોણ? દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક તે જ છે, કે જે પાપને ન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮૪ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 2 માને. અને જાણવા છતાં છતી શક્તિએ ન ચેતવે, તે તો એથીયે મોટો પાપી, મોટો ગુનેગાર. નજરે ખાડો દેખનાર રસ્તે જનારને ન બચાવે - ન ચેતવે, તે ગુનેગાર ખરો કે નહિ ? અરે, કદાચ આરોપ પણ લાગુ થાય. આ સરકારનો ન્યાય તો પુરાવા ઉપર આધાર રાખે છે, પણ કર્મસત્તા તો ગુનાનો બદલો ચક્રવર્તી વ્યાજ સાથે લેશે. મર્યાદિત વર્ષના ભોગ અને અસંખ્યાત વર્ષના વિપાક. ચક્રવર્તી બહુ સાહ્યબી ભોગવે, તો ચોર્યાશી લાખ પૂર્વ સુધી, પણ મરીને તેત્રીસ સાગરોપમ સાગરોપમનું ગણિત તમારી બુદ્ધિમાં ન આવે એવું છે અને ત્યાંથી મરીને પણ ભરાય તેમ નથી. સભા : પ્રત્યક્ષ ક્યાં દેખાય છે ? જોવામાં આવે તો જ્ઞાનીએ કહેલી બધી વસ્તુઓ દેખાય છે. પ્રત્યક્ષ કંઈ એક પ્રકારનું છે ? બધા જ્ઞાનનો અભ્યાસ કરવો પડશે. આંખે જોયેલું જ સાચું માનવાની વાતો કરનારા વિલાયત સાથે વેપાર શી રીતે કરે છે ? વિલાયતની પેઢી કે વેપારીઓ જોયા છે ? તેમને માત્ર અક્ષરથી-કાગળથી ટપાલથી જ ઓળખો છો ને ? સભા બૅન્કનું પ્રમાણપત્ર હોય છે. પણ લખેલુંને ! ત્યાં કાગળ પ્રમાણ અને અહીં આગમ પ્રમાણ નહિ ? ખરેખર, તેવાઓની બુદ્ધિ માટે હસવું આવે છે. પ્રત્યક્ષને જ માનનાર અને એ માટે જ આગમને ન માનનારથી ટપાલ, તાર કે ટેલિફોનને મનાય કેમ ? પણ સ્વાર્થી એ બધું માને, માત્ર અહીં જ હમ્બગ કહે. આગમ લખનારા કેવા ? મહાવ્રતધારી ત્યાગીઓ અને ટપાલ લખનાર કેવા ? બરાબર વિચારજો. જે ગુનામાં આત્મા ફસેલો હોય, તેનાથી છૂટવાના પ્રયત્નો હોય કે તેનો બચાવ કરવાનો હોય ? જરા તમારી રસના તરફ જુઓ કે એને આધીન થઈ કેટલાં અભક્ષ્યભક્ષણ કરો છો ? શરીરની સેવા માટે કઈ ચીજનો ઉપયોગ કરતાં જીવો પાછા ફરે છે એ વિચારો. શરીર માટે શરીરના સેવકો જે જે કરે છે, તે અમે નથી જાણતા એમ તમે માનો છો ? તમારી કાર્યવાહીની ખબર અમને ન પડે એમ ? પાંચે ઇંદ્રિયોને આધીન થયેલો, શરીરને પોતાનું માનનારો પોતાના આત્માને ભૂલી જઈ શરીર માટે શું શું કરે, એ બધું જ્ઞાની મહાપુરુષોએ આ શાસ્ત્રમાં અક્ષરશઃ વર્ણવ્યું છે. એ વર્ણવેલું બધું જ કહેવાય તો અહીં જ ઉત્પાત થાય. આમાંથી પણ જીરવી શકો તેટલું જ કહેવાય છે. આ દ્વાદશાંગીમ સારી દુનિયાના અનુભવના ભંડાર ભર્યા છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ 13 – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : - 43 – ૮૫ ભગવાન પોતે જાણતા હતા કે ગોશાળો આવે છે. એને સાચી વાત કહેવાથી હડકવા થશે અને જેને તેને કરડવા જશે, એટલે ભગવાન શ્રી ગૌતમસ્વામી વગેરે બધા સાધુઓને કહ્યું કે “આમ તેમ ચાલ્યા જાઓ.” એનાથી કોઈ ડરતા નહોતા, પણ ભગવાન કહે છે કે એ પાપાત્મા એવો છે કે, સાચું કહેતાં ઊલટો ભયંકર બનશે, પણ સાચું કહ્યા વગર ચાલે તેમ પણ નથી. પ્રભુ પણ પરિણામ જોઈને જ બોલ્યા હતા. બોલનાર પરિણામ જોઈને જ બોલે છે. ન માનતા કે પરિણામ જોયા વગર બોલાય છે. આકસ્મિક રીતે નથી જ બોલાતું. વિચાર કરી કરીને બોલાય છે. જેમ તેમ તો અવિચારી હોય તે બોલે. આવી પાટ પર પાગલને બેસવાનો અધિકાર નથી. જો ભગવાન સત્ય ન કહે, તો લાખો આત્માને અનર્થ થાય. માટે ભગવાનને સાચું કહેવું જ પડ્યું. આજે આ દશા શાથી છે? પહેલેથી ચેતવણી ન અપાઈ તેથી. આ ઉદ્દઘોષણાઓ પહેલેથી જ થઈ હોત, તો આટલી ખરાબ હાલત ન હોત. બાળકને સારો બનાવવા માટે શરૂઆતમાં ચૂંટી પણ ખણવી પડે. મૂછ આવે ત્યાં સુધી મહાલવા દીધા તો જુદું જ બતાવશે. નોકર પૈસા ખાય, પછી જ ચોપડા રાખવા એમ ખરું ? ના, પણ ત્યાં તો તમે પાકા જ તો ! પૈસા લઈ જાય તેની સહી લેવાનો રિવાજ શા માટે ? શું એ સામા ઉપર આરોપ છે ? પેલો એમ કહે કે “અમારા પર વિશ્વાસ નથી ? જા, સહી નથી આપતા.' તો ચાલે ? આ રિવાજ શાથી ? પાપથી બચવા માટે જ ને ! કોટ્યાધિપતિને પણ સહી તો આપવી જ પડે છે. એ જ રીતે અહીં પણ સહી આપવી જોઈએ. જૈન સમાજને કઈ કેળવણીની જરૂર છે? તમને આત્માનો પ્રેમ વધારે છે કે શરીરનો ? આત્માની સિદ્ધિ માટે વધુ મહેનત કરો છો કે શરીરની પુષ્ટિ માટે ? શરીરની પુષ્ટિ માટે પાપ કરતાં વાર લાગે છે કે જલદી થઈ જાય ? ભયંકર બીમારી આવે ને ડૉક્ટર કહે કે “હું કહું તે ખાય તો જ બચવાની બારી છે' - તો “એ તો નહિ જ ખાઉં” એમ કહેનારા કેટલા? ‘તમે બધા જ' એમ હું માનું ને! કલ્પના ખાતર માનું, પણ તમે શું કહો છો ? જેને આત્માનો પ્રેમ ઘટે અને શરીરનો પ્રેમ વધે, એ કયા પાપથી ડરે ? એકેય પાપથી નહીં. દુનિયાની બધી પ્રવૃત્તિ પાપની છે. પાપ કરે તે પાપી. ચોવીસ કલાકમાંથી આત્મચિંતામાં કેટલો વખત ? ત્રિકાલપૂજન, ઉભયકાલ Page #146 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ આવશ્યક, સામાયિક, વ્યાખ્યાન અને આત્મહિતકર ભણવાગણવામાં કેટલો ટાઇમ ? તમારું ટાઇમટેબલ તો કાઢો ! ઊંધમાં કેટલા કલાક ? બાર, દશ કે આઠ ? આઠ ગણો, પછી ખાવામાં કેટલા કલાક ? ખાવું કેટલી વખત ? આ બધી ક્રિયા આત્માની કે શરીરની ? આમાં આત્મા યાદ આવે છે ? શરીર વળગ્યું છે, ત્યાં સુધી આત્માનું પૂર્ણ ભલું થવાનું નથી. તમારી ને અમારી વચ્ચે વિરોધ જ એ છે. ૮ કેળવણી જોઈએ એ વાત સાચી, પણ જૈનસમાજને કઈ કેળવણી મળે તો ઉદય થાય ? શાસ્ત્રે ત્રણ પ્રકારની કેળવણી કહી. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. આ શા માટે ? ત્યાગની રુચિ વધે અને પરિણામે ત્યાગની પ્રાપ્તિ થાય એ માટે ! આ કેળવણીનો પ્રચાર કરવો જ જોઈએ. કારણ કે એથી ત્યાગની રુચિ વધે અને પ્રાપ્તિ થાય. ત્યાગની રુચિ અને પ્રાપ્તિવાળા બનેલા દુનિયાના સર્વ પ્રાણી પ્રત્યે શાંતિદાયક બને. સ્વયં તરે અને બીજાને તારે. આ કેળવણી અપાય છે ? નહિ જ, આજે તો કોઈ જુદી જ કેળવણીની બૂમ પાડે છે. બાકી હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર કરાવનાર કેળવણી તો જન્મતાંથી તે મરતાં સુધી આપવી જોઈએ. આ કેળવણી આપવામાં તો સાધુ પણ તનતોડ મહેનત કરે. એને માટે જૈનશાસનમાં દાનના દરવાજા ઉઘાડા હોવા જ જોઈએ. આને માટે દાતારો દેવામાં કશી જ કમી ન રાખે. 614 આત્મા સુયોગ્ય બને ત્યાં સાહ્યબી તો ગુલામ છે. આત્મા ન કેળવાય તો છતી સાહ્યબીએ ગુલામી જ છે. પ્રત્યક્ષ છે કે આત્મસ્વરૂપ પ્રગટ કરવા જેણે સર્વસ્વનો ત્યાગ કર્યો, તે સ્વપરના તારકના ચરણે સર્વસ્વ ધરાય છે, ત્યાં ભલભલા શિર ઝુકાવે છે. જેણે છોડ્યું નથી અને છોડવાની ઇચ્છા પણ નથી, તેના હૈયામાં ચોવીસે કલાક ચિંતાની સગડી સળગ્યા કરે છે. એને કંઈ પણ કહો તો કહેશે કે ‘ટાઇમ નથી.’ પ્રભુપૂજા માટે ‘ફુરસદ નથી.’ સામાયિક ‘ફાવતું નથી.’ અને પ્રતિક્રમણમાં ‘ટેસ્ટ નથી પડતો.’ આજની કેળવણી પૈસા ખેંચી લાવશે એમ ? આજના કેળવાયેલાની હાલત તો વિચારો ! ખુરશીએ બેસવાને ટેવાયેલાને બેસવા કોથળો પણ નથી મળતો. છાતી કાઢી ચાલનારો જ્યાં ત્યાં નીચી મૂંડીએ ચાલે છે ! પૂછો કે ‘સ્વતંત્રતા કાં ગઈ ?’ એનો ઉત્તર નહિ, પણ ‘અર્થકામને ચરણે એની સ્વતંત્રતા સમર્પાઈ જ ગયેલી છે' એમ સમજો. જ્યારે આત્મા કેળવણીવાળો થાય, એટલે કે જેની Page #147 -------------------------------------------------------------------------- ________________ 615 – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાશાન વચ્ચેનો ભેદ : - 43 – ૮૭ આત્મશુદ્ધિ વધે તે તો લક્ષ્મી જાય કે આવે તો પણ સમાન જ દશામાં રહે. અહીંની કેળવણીવાળો દરિદ્રી પણ સુખી અને અહીંની કેળવણી વગરનો ગમે તેવો વિદ્વાન પણ જરા વિષમતા આવે કે તરત જ લમણે હાથ દે. કોઈ આસામી તૂટે તો કહે કે “મરી ગયો બાપ ! રોટલોયે ગયો ને ઓટલોયે ગયો !” જડની સોબતથી જો સુખ મળતું હોત, તો શ્રી તીર્થકરદેવ જેવા ભિક્ષાવૃત્તિ અંગીકાર ન કરત. દીક્ષા, એ કેવળ ભિક્ષુકોએ નથી લીધી, કંકને ચપટીમાં ચોળવાનું સામર્થ્ય ધરાવનારાઓએ પણ લીધી છે. તમે કોણ ? સભા : શ્રી જિનેશ્વરદેવનું શાસન પામવા છતાં વિરુદ્ધ પ્રવૃત્તિ કેમ કરે? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તે કાં તો પામ્યો નથી, અને પામ્યો હોય તો વર્તમાનમાં હારી ગયો છે અને માનો કે વર્તમાનમાં તો માત્ર નાટકનો વેષ જ ભજવે છે. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો, જમાનાને કે સમયને અનુકૂળ આગમને બનાવવાનો પ્રયત્ન ન કરે. પણ આગમને અનુકૂળ જમાનાને કે સમયને બનાવવાનો પ્રયત્ન કરે. જે આગમ છોડે, આજ્ઞા અવગણે, તે શું બોલે એ કહેવાય નહિ. એ બોલનારને પોતાને પણ ભાન ન હોય. નાટકના સ્ટેજ પરનો નટ પણ ભેગા થયેલા ઑડિયન્સને રાજી કરી, તાલી પડાવી, “વન્સ મોર' ક્યારે લઈ શકે ? જે રીતે પાઠ ઘડાયો હોય, નાયકે જે રીતે શીખવ્યો હોય, જે અક્ષરો જે રીતે જ્યાં જ્યાં બોલવાના હોય, જે અભિનય કરવાનો હોય, તે જ રીતે બધું કરે તો જ એ નટ તાલીથી વધાવાય અને તેને માટે ‘વન્સ મોર” થાય, પણ જરા ફેરફાર થાય તો ન તાલી કે ન “વન્સ મોર'! જેવો આવ્યો તેવો ટેં-ટું કરીને ચાલ્યો જ જાય. સામાન્ય પગારદાર નટ પણ આટલું કરે, તો આને માટે કંઈ જ નહિ કરવાનું એમ ? સભા: ત્યાં ચાબકા મારનાર છે, અહીં નથી. ના, ના, એમ નથી. રોટલા આપનારની અક્કલ બહેર મારી ગઈ છે એથી. કહો ને કે પેઢીનો મુનીમ વેપારના ભાવતાલ હોય તે કહે કે મરજી મુજબ કહે ? જે સ્થાન પર બેસો તેને શોભાવો. સ્થાન ખામીવાળું લાગે તો એ સ્થાન છોડી દો, પણ સ્થાન પર બેસવું અને બોલવું બીજું તે કેમ ચાલે? શ્રી જિનેશ્વરદેવનું આગમ મને ન ગમે, તો મારે કહી દેવું જોઈએ કે “મને ચતું નથી, માટે આ ઓઘો દૂર.' જે એમ કહે તે મહાઉપકારી, કારણ કે એને પહોંચાય ! પણ જેને આ શાસન ગમે નહિ, તથા આજ્ઞા અવગણવી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - આચાશંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - અને ઓઘો હાથમાં રાખવો એને ન પહોંચાય. ચાંલ્લો કરવો અને ભગવાન શ્રી મહાવીરને દેવ કહેવા, પણ વીસમી સદીના જમાનામાં ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ન ચાલે એમ કહેવું, એ કેમ નભે ? આજ્ઞા ન ગમે તો ચાંલ્લો ભૂંસી નાખો. પચીસસો વર્ષ પહેલાંની આજ્ઞા કામ ન લાગે, તો એ ચાંલ્લો પણ શા માટે કામ લાગે ? ઑફિસનું કામ ન કરવું અને ઑફિસના માણસ ગણાવવું તે કેમ જ પાલવે ? ન્યાયાસને બેસવું અને અન્યાય આપવો, એ તો કપાળમાં કલંકને નોતરવા જેવું છે. શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ માનો તો એમની સામે આંખ ઊંચી ન કરો. અને એમના સર્વજ્ઞપણામાં શંકા હોય તો એમના ભક્ત તરીકે બહાર ન આવો. કેળવણીની જરૂર ખરી, પણ તે જ કેળવણીની જરૂર કે જેનાથી ત્યાગભાવના જાગે, ત્યાગ પમાય, પરિણામે સંસારનાં બંધન છૂટે અને મુક્તિ પમાય. પહેલાં આપ્તને ઓળખો. ઓળખ્યા પછી એમના વચનને વળગો, અને તે દ્વારા હેયને તજો, અને ઉપાદેયને આદરો. યોગીઓ ભોગીઓના રોટલા પર જીવતા નથી ! આ દ્વાદશાંગીમાં સારભૂત શ્રી આચારાંગ સૂત્રનો સાર ચરણ, અને તે ચરણ પણ મુક્તિ માટે ! મુક્તિની ભાવના વગરનું ચરણ પણ નુકસાન કરે. સારામાં સારી ચીજ પણ દુરુપયોગ થાય તો આત્માને હાનિ કરે. દ્વાદશાંગી પામીને ડૂબે એ દોષ આત્માનો છે, પણ દ્વાદશાંગીનો નથી. આત્મા અને કર્મ ખીરનીર પેઠે મળ્યાં છે. દૂધ અને પાણીને હંસ છૂટાં કરે છે, ચાંચ મારે કે તરત દૂધના ફોદા થાય અને પાણી છૂટું પડે, કારણ કે એની ચાંચમાં ખટાશ છે. તમારે પણ ખટાશનો ઉપયોગ કરવો પડશેને ! અહીં આત્મા અને કર્મને અલગ કરનારી “ખટાશ' કઈ ? એ જ કે “ભોગનો ત્યાગ.” તમને આ ભોગનો ત્યાગ પાલવશે ? અહીં બનતું નથી અને ટપાટપી થાય છે, તેનું કારણ આ એક જ છે. ભોગપ્રાપ્તિના પ્રયત્નો વધારવામાં આવે તો હમણાં મેળ બેસે, પણ અમારી તો ભોગના લૂંટારા તરીકેની ખ્યાતિ છે. આ ખ્યાતિ સારી કે ખોટી ? પોલીસ આવે તો ચોટ્ટાઓ ઊભા રહે કે નાસે ? પોલીસથી ચોર ભાગી જાય તો પોલીસની શાખ વધે કે ઘટે ? સભા: વધે જ. Page #149 -------------------------------------------------------------------------- ________________ 617 – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ ? - 43 – ૮૯ તો અમે પણ ભગવાન શ્રી મહાવીરદેવના પોલીસ છીએ. અમારી બૂમથી ભોગ અને ભોગના પિપાસ નાસે તો જ અમારી શાખ સારી. ભોગીના રોટલા ઉપર યોગી કદી ન આવે. જે યોગી ભોગીના રોટલા ઉપર જ જીવે, તે તો ભોગી કરતાંયે ભૂંડા. શાસ્ત્ર તો યોગીઓને મુધારાથી” અને “પુજાનીવી લખ્યા છે. દેશના દે તે પણ પોતાના અને પરના કલ્યાણ માટે જ અને આહાર પણ સંયમની જ પુષ્ટિ માટે ! ભોગી અને યોગીને ધર્મપ્રયોજન સિવાયનો સંબંધ જ ન હોય. ભગવાન શ્રી મહાવીરદેવના નામે રોટલા જ નહિ, પણ સર્વ કાંઈ મળે છે એ ખરું, પણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં વિચરતા યોગી, ભોગીના માણસ તો ન જ હોય ! “અન્નદાતા, આપો !' - એમ તો ભિખારી જ કહે, બાકી મુનિ તો “ધર્મલાભ' જ કહે. સત્તર ફેરી ગરજ હોય અને કલ્યાણ દેખાતું હોય, તો જ ગૃહસ્થ આપે. મુનિ પાસે તો “ધર્મલાભ' જ હોય. આપે તોયે “ધર્મલાભ” ન આપે તોયે ધર્મલાભ', એકસરખી જ પ્રસન્નતા. મોટું પણ બગાડવું નહિ. ધક્કો મારે તોયે “ધર્મલાભ'. વિધિ કેવી ઉત્તમ છે ? શ્રાવક શું કહે ? “પધારો, પાવન કરો, નિખાર કરો, લાભ ઘો !” લાભ લ્યો નહિ પણ ઘો ! આપે છે પોતે, પણ કહે છે કે “લાભ ધો.' ઘીની વાઢી ઊંધી વાળો, તે પણ પોતાનો વિસ્તાર માનીને જ ! માગણ બનીએ તો એ ભાવના ન જ રહે. રોટલા આપનારની આજ્ઞામાં રહીએ તો શું થાય ? સ્વપર ઉભયનો વિનાશ જ અને પછી તો મોં જ જોવાં પડે. આ ફલાણા ભાઈ ! અને આ ઢીંકણા ભાઈ ! પધારો અને પાવન કરો' એ શાથી ? તારક મનાય છે એથી જ ! લો-લો કહે અને લેનાર ના-ના કહે. શાથી ? રખાય નહિ એથી ! શાસ્ત્ર મુનિને કુક્ષિસંબલ કહ્યા છે. એટલે સંયમનિર્વાહ માટે જરૂર હોય અને જોઈએ ત્યારે જ લેવા જાય. જો રાખવાનું કહ્યું હોત, તો તો તમે બોલાવવા પણ ન આવત. ભગવાનનો માર્ગ જ એવો છે કે ગૃહસ્થ બોલાવતા રહે અને મુનિ “ના“ના” કહેતા રહે. મુનિ ન વધારે લઈ શકે, કે ન ગૃહસ્થ બોલાવતા અટકે. શ્રી જિનેશ્વરદેવનું સાધુપણું પણ લોકોત્તર છે. એવા લોકોત્તર સાધુપણાના પાલક અને પ્રચારક ભગવાન શ્રી મહાવીરદેવના યોગીઓ, ભોગીઓની ગુલામી ન જ કરે અને તો જ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના મોક્ષમાર્ગની સાચી ઉપાસના અને તેનો સાચો પ્રચાર કરી શકે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭: શિક્ષણનો હેતુ શો ? 44 • શિક્ષણના હેતુને ન વિસરો : ૯ ભણનારાઓની પરીક્ષા લો : ૦ શ્રી આચારાંગનાં અધ્યનનો કેટલાં અને કયાં છે તમારી લક્ષ્મીથી ધર્મના ઘાતક ઊભા ન કરો : ક્યાં ? રાગના સેવક વીતરાગની સેવા ન કરી શકે : • રાગના સેવક વીતરાગની સેવા ન કરી શકે : ૧ ભણનારાઓની પરીક્ષા લો : વિષય : પરલોક સુધારવાના સંસ્કાર આપે તે શિક્ષણ. સૂત્રધારે આચારાંગનાં અધ્યયનોની સંખ્યા અને નામ વર્ણન. પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો જીવસંયમ અર્થાધિકાર શા માટે? પૂર્વના પ્રવચનમાં સાચા અને ખોટા શિક્ષણનો તફાવત વર્ણવ્યા બાદ પ્રવચનકારશ્રી આ પ્રવચનમાં એ જ વાતને જરા વિગતથી સ્પર્શે છે. અહીં શિક્ષણ આપવું જરૂરી છે પણ એ શિક્ષણ શા માટે આપવું? એ પ્રશ્ન ચર્યો છે. માત્ર આ લોક તરફ ઢળે કે ઢાળે તે શિક્ષણનો હેત નથી પણ વાસ્તવિક શિક્ષણનો વાસ્તવિક હેતુ તો આત્માને પરલોક તરફ ઢાળવું એ જ છે. જો એ હેતુ સરતો ન હોય તો એવા શિક્ષણને કોઈ પણ રીતે ટેકો ન આપી શકાય. તેમાં નાણાં પણ ન જ આપી શકાય. આ જ પ્રવચનમાં એ શિક્ષણની વાતના અનુસંધાનમાં આચારાંગ સૂત્રનાં અધ્યયનોની સંખ્યા અને નામોનું પણ ટૂંકું વર્ણન કરી પ્રથમ અધ્યયનમાં આવતી જીવસંયમની વાત પણ ચર્ચા છે. મુલાક્ષાગૃd. • જ્ઞાન સફળ થાય તે માટે જ્ઞાન લેતાં પહેલાં વિનય જોઈએ. એ વિનય ન હોય તો અજીર્ણ જ થાય. • શિક્ષણ લેતાં કે દેતાં પહેલાં રૂચિ કેળવતાં શીખો. • શિક્ષિત તો એવો હોય કે દરેકને તેની સાથે વાત કરવાનું મન થાય. • તમે કોઈને દુઃખી કરો અને તમે સુખી થાઓ, એ કદી જ નહિ બને. • જ્ઞાનીઓએ જીવોનું સ્વરૂપ જે બતાવ્યું છે તે પાપથી બચવા માટે, નહિ કે પાપમાં ભળવા માટે. • રાગીને વીતરાગ સાથે મેળ ન ખાય, જો રાગની સામે થવાય તો તો આ બધું ગમે ! • એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે. • વાસ્તવિક રીતે ધર્મગુરુના પદે બેઠેલો આત્મા આ લોક તરફ ઝૂકી શકે જ નહિ. જરૂર પડ્યે શેરીએ શેરીએ ફરી ત્યાગનો પોકાર કરી શકાય છે. • અમે શાનો પોકાર કરીએ ? ઘર મંડાવવાનો કે વેપારવણજ કરવાનો ? એવું કરીએ તો તમે હમણાં માન આપો, પણ તમારા એવા માનમાં પડ્યા એટલે તો સત્યાનાશ જ. ત્યાગીથી ભોગીની આજ્ઞાને આધીન ન જ થવાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૭ઃ શિક્ષણનો હેતુ શો ? શિક્ષણના હેતુનેન વીસરો: ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે કલ્યાણના અર્થી આત્માએ કલ્યાણના અર્થી આત્મા પાસે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ. કેમ કે એના વિના સાચો વિવેક જાગતો નથી : સાચો વિવેક જાગ્યા વિના હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. હેય તથા ઉપાદેય પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થયા વિના રાગ, દ્વેષ તથા મોહ ઘટતા નથી અને સંસારની જડરૂ૫ રાગ, દ્વેષ તથા મોહ ઘટે નહિ, ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી તથા ઇષ્ટસુખની પ્રાપ્તિ થતી નથી. શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાં ચરણકરણાનુયોગની પ્રધાનતા છે. ચરણની પ્રાપ્તિ થાય તો પહેલાંના ત્રણે અનુયોગોની સફળતા છે અને જો ચરણની પ્રાપ્તિ ન થાય, તો એ ત્રણે અનુયોગોની તેવી સફળતા નથી. વધુમાં જે આત્માને ચરણની રુચિ જ ન થાય, તેને તો એ ત્રણે અનુયોગો લાભને બદલે હાનિ પણ કરે છે. ઉપયોગ કરનાર જેવો હોય તેવો જ જ્ઞાનનો અમલ થવો, એ સ્વાભાવિક છે. ત્યાગની રુચિ વિના જ્ઞાનરૂપ વસ્તુનો અમલ જુદો થાય છે. અમલ ભિન્ન થયો એટલે એ અનુયોગો શ્રી જિનેશ્વરદેવે કહેલા અનુયોગરૂપે સાધી શકાતા નથી, માટે ચરણની રુચિ ખાસ જોઈએ. સારા કામમાં પણ જ્ઞાન તો જોઈએ છે, ને ખોટા કામમાં પણ જ્ઞાન તો જોઈએ છે. આ સ્થળે એક વાત ખાસ સમજી લેવા જેવી છે અને તે એ જ કે ખોટી રુચિવાળો સારી ચીજનો ખોટો ઉપયોગ કરે. તેથી એ સારી ચીજ ખોટી કહેવાય નહિ તેમજ સારી રુચિવાળો ખોટી ચીજનો સારો ઉપયોગ કરે, તેથી એ ખોટી ચીજ સારી કહેવાય નહિ.' કારણ કે જે વસ્તુ સારી તે તો સારી જ અને ખોટી તે તો ખોટી જ ! દ્વાદશાંગી પામીને અયોગ્ય આદમી ડૂબે, એથી કાંઈ દ્વાદશાંગી ખોટી ન કહેવાય અને મિથ્યાશ્રુત કોઈ યોગ્ય આત્માના હાથમાં આવે ને તે આત્મા તેને લાભદાયી બનાવી લે, તેથી તે કાંઈ સમ્યકુશ્રુત ન કહેવાય. શ્રી દ્વાદશાંગીનો Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૨ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - - - 60 સ્વભાવ તો તારવાનો છે, પણ તેને પામનારો આત્મા જ એવો, કે જે તરે નહિ પણ ડૂબે, તો તેથી દ્વાદશાંગી એ ડુબાડનાર છે એમ ન કહેવાય. અને શાણા આત્માનો સ્વભાવ જ કરવાનો હોય એટલે તે ખરાબ ચીજમાં પડ્યા છતાં પણ સાવધતાથી તરે, તેથી ખરાબ ચીજ તારનાર ન કહેવાય. સારી ચીજથી અયોગ્ય આત્મા ખોટું પરિણામ પણ નિપજાવે અને ખોટી ચીજથી યોગ્ય આત્મા સારું પરિણામ પણ નિપજાવે. એટલા ઉપરથી વસ્તુમાંનું ખોટાપણું કે સારાપણું નીકળી જતું નથી. જે શુદ્ધ જ્ઞાનથી યોગ્ય આત્મા કર્મનો ક્ષય કરે, તે જ શુદ્ધ જ્ઞાનથી બીજો આત્મા કર્મ બાંધે, તેમાં તે શુદ્ધ જ્ઞાનનો દોષ નથી જ. શિક્ષણ દેતાં તથા લેતાં પહેલા જે ભાવના હોવી જોઈએ, તેનો અભાવ હોવાથી આજનું શિક્ષણ ફળીભૂત થતું નથી અને સામાન્ય રીતે અનર્થકારી પણ નીવડે છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ આઠ આચારોને સેવવાનું શાસ્ત્ર કહે છે. જ્ઞાન ભણતાં કાળ સમયને પણ સાચવવો, વિનયને પણ સાચવવો, જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન પણ સાચવવું, વિધાન મુજબ તથાવિધ તપ પણ કરવો, ગુરુને નહિ ઓળવવા, શબ્દ-અર્થ તથા એ બેય જે પ્રકારના હોય તે પ્રકારે જ ભણવા તથા કહેવા, વગેરે. જ્ઞાન સફળ થાય તે માટે જ્ઞાન લેતાં પહેલાં વિનય જોઈએ. એ વિનય ન હોય તો અજીર્ણ જ થાય. ભોજન લેતાં પહેલાં રુચિ જ ન હોય ને જમાય તો પરિણામે પથારી જ આવે. જે વસ્તુ લેવા માટે જે યોગ્યતા જોઈએ, તેની અવગણના કરાય તો તે વસ્તુ કઈ રીતે લાભ આપે ? શિક્ષણ લેતાં કે દેતાં પહેલાં રુચિ કેળવતાં શીખો. આંક તથા કક્કો શા માટે શીખવો ? કક્કો શીખીને ખોટાં ખત નથી લખાતાં ? માતાપિતા કઈ મનોવૃત્તિથી કક્કો શીખવાડે ? અહીં કક્કો શીખવાની “ના” કહેવામાં આવે છે એમ ન માનતા. ભણાવવાનો ઇરાદો શુદ્ધ હોય તો તે ઇરાદો બાળકના કાનમાં પડવો જોઈએ, અને તે ઓછો ભણેલ હોવા છતાં પણ જે લાભ કરશે તે વધુ ભણેલો નહિ કરે. આજે આ ખામી છે. શિક્ષણ લેતાં પહેલાં, સાથે અને પછી જે ભાવના જોઈએ, તેનો લોપ થયો છે. તે બાબતની કોઈ જ રીતે ઉપેક્ષા થઈ શકે ? તેમ નથી. સત્ય માર્ગ દર્શાવી દેવો, અસત્ય માર્ગને ગેરલાભ જણાવવા અને સત્યના સેવન તથા અસત્યના ત્યાગ તરફ જગતને દોરવું, એ ફરજ દરેક સમજુની છે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૭ : શિક્ષણનો હેતુ શો ?- 44 અને એમાં સ્વપરહિત પણ રહેલું છે. લખતો, બોલતો અને વાંચતો થાય, એને ‘હું કોણ’ એવો વિચાર પણ ન આવે, તો પછી તેને ભણેલો કોણ કહે ? ‘આ થાય ને આ ન થાય' આવો વિવેક પણ જેને ન આવે તેને ભણેલો કેમ કહેવાય ? 621 આજે તો ‘ભણેલો કોણ ?’ એના જવાબમાં ‘હું' : અને એ ‘હું'માંથી નીકળતા બધા ફુંફાડા, પોતાને અને પ૨ને બધાને બાળે એવા જ નીકળે છે. જે આદમીને જેમ જેમ કાયદાનું જ્ઞાન વધે, તે આદમી તેમ તેમ હરામખોરીમાં વધે કે પાછો પડે ? દોષમાંથી બચવાને બદલે આજે તો દોષને એવી રીતે કેળવાય છે કે દોષને ગુણ તરીકે ઓળખાવાય છે. ૯૩ આજે અપરાધને ગુણરૂપે બતાવવાની સાધના સાધનાર બહુ હોશિયાર લેખાય છે. દોષી બચવાનું તો દૂર રહ્યું, પણ ઊલટું એમાં ગુણારોપણ કરી કહે કે ‘એમાં વાંધો શો ? અમુક યોગ્યતાવાળો આદમી અમુક હાલતમાં ફસાય, તો પતિત ન થાય તે માટે બતાવેલી બારીને, આજે માર્ગ ગણવામાં આવે છે. સંવત્સરી પ્રતિક્રમણ કરનારનાં બારે મહિનાનાં પાપ જાય અગર પાતળાં થાય એ કબૂલ, પણ કયારે ? રોજ પ્રતિક્રમણ કરતો હોય તેને ભાવનાની વિશુદ્ધિ તે દિવસે તથાપ્રકારની આવી જાય તો એમ બને, અને રોજના પ્રતિક્રમણમાં વિશુદ્ધિ તો થતી જ હોય ! પણ આજે તો મૂર્ખાઓમાં એમ મનાય છે કે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું એટલે બારે મહિનાનાં પાપ ગયાં. એટલે પછી રોજ પ્રતિક્રમણની જાણે જરૂર જ નહિ. ખરેખર, આ ભયંકર માન્યતા છે ! દિવાળીને દિવસે ઘરનું આંગણું દીપતું કરી તિલક આદિ કરાય, પણ એ આંગણું એવું ક્યારે બને ? રોજ સાફ રહેતું હોય તો ને ! બારે માસ સાફ ક૨વામાં ન આવે, કચરો રાખી જ મૂકવામાં આવે તો શું થાય ? ત્રણસો સાઠમે દિવસે કઈ સાવરણીથી તે સાફ થાય ? બારે માસ બંધ રહેલા ઘરમાં તો પેસવું પણ ભારે થઈ પડે. જ્ઞાનીએ સાધુ તથા શ્રાવક માટે રોજ ક્રિયા નિયત કરી, એનું કારણ શું ? એ જ કે એ ક્રિયાથી આત્મા પ્રતિદિન શુદ્ધ જ બનતો જાય. કદાચ આ ક્રિયા કોઈથી ન થાય અને એ ન કરે, તો માનો કે ચાલે, પણ રૂચે જ નહિ એ કેમ ચાલે ? અને એ જૈનશાસનનો અનુયાયી શી રીતે ? ભગવાનને માનવા, પણ ભગવાને કહ્યું તે જ ન માનવું એ કેમ ચાલે ? Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - • 62 શિક્ષણ બધા માગે છે, અશિક્ષિત રહેવા કોઈ ન ઇચ્છે, પણ જે હેતુ માટે શિક્ષણ લેવાનું છે, તે વસ્તુ તો રોમેરોમ પરિણમવી જોઈએ જ ને? “ભણેલાથી તો આમ જ વર્તાય' - એ તો પરિણમન થવું જ જોઈએ ને ? શાહુકારની છાપ કઈ ? અર્ધી રાત્રે નાણાં આપે, કબૂલાતથી એક મિનિટ પણ મોડું ન કરે, જરા પણ વચનફેર ન બોલે, તે શાહુકાર. શાહુકાર કહેવરાવવું અને પેલી બધી ક્રિયાને આઘી રાખવી તે કેમ ચાલે ? શિક્ષણ આપવું અને શિક્ષણ ફળે એવા પ્રયત્નો કશા જ ન કરવામાં આવે, તો શિક્ષણ ફળે કઈ રીતે ? શિક્ષણ પામેલો આત્મા ઉત્પાતિયો કેમ જ બને ? ધાર્મિક હેતુ વગરના શિક્ષણથી જ ઉત્પાત જાગે છે. અને એવું શિક્ષણ મેળવેલાઓ સમાજમાં કંટકરૂપ જ બને છે. સભા : રોજ બને છે. બને છે માટે તો રોજ એ પીંજણ કરવું પડે છે. ભગવાન શ્રી મહાવીરદેવનો યોગ નહોતો થયો ત્યાં સુધી શ્રી ઇંદ્રભૂતિજીને “હું સર્વજ્ઞ’ એમ હતું, પણ યોગ થયા પછી એ તરત જ નીકળી ગયું. મિથ્યાજ્ઞાન મિથ્યા મટીને સમ્યફ થયું. તેમ જ શિક્ષણ માટે સમજવું. શિક્ષિત તો એવો હોય કે દરેકને તેની સાથે વાત કરવાનું મન થાય. આથી સમજી શકશો કે જ્ઞાનપ્રાપ્તિનો હેતુ ચરણની રચિ. એટલે કે પાપથી પાછા વળવાની રુચિ ઉત્પન્ન કરવાનો જ હોવો જોઈએ. શ્રી આચારાંગનાં અધ્યયનો કેટલાં અને ક્યાં ક્યાં? આથી જ ચારે અનુયોગોમાં “ચરણકરણાનુયોગ'ની પ્રધાનતા વર્ણવવામાં આવે છે અને એ અનુયોગનું મુખ્યતયા પ્રતિપાદન આ “શ્રી આચારાંગ” નામનું પ્રથમ અંગસૂત્ર છે અને તે બારે અંગોમાં સારભૂત હોઈ સૌથી પ્રથમ છે. આ શ્રી આચારાંગસૂત્રનાં અધ્યયનોની સંખ્યા ને તેનાં નામ દર્શાવતાં ફરમાવે છે કે – "सत्थपरिण्णा 'लोगविजओ य सीओसणिज्ज "सम्मत्तं । तह "लोगसारनामं 'धुयं तह महापरिण्णाय ।।१।। अट्ठमए य 'विमोक्खो 'उवहाणसुयं च नवमगं भणियं । इच्चेसो आयारो आयारग्गणि सेसाणि ।।२।।" एष नवाध्ययनरूप आचारो, द्वितीयश्रुतस्कन्धाध्ययनानि तु शेषाणि - आचाराग्राणीति ।" Page #155 -------------------------------------------------------------------------- ________________ 623 - ૭ : શિક્ષણનો હેતુ શ?- 44 – – ૯૫ “પહેલું શસ્ત્રપરિક્ષા, બીજું લોકવિજય, ત્રીજું શીતોણિકા, ચોથું સમ્યકત્વ, પાંચમું લોકસાર, છઠું ધૂત, સાતમું મહાપરિજ્ઞા, આઠમું વિમોક્ષ ને નવમું ઉપધાનશ્રત.” આ નવ અધ્યયનરૂપ શ્રી આચારાંગસૂત્ર છે અને બીજા શ્રુતસ્કંધનાં અધ્યયન તો શ્રી આચારાંગસૂત્રની ચૂલિકારૂપે છે.” રાગના સેવક વીતરાગની સેવા ન કરી શકે ? નવ અધ્યયનરૂપ શ્રી આચારાંગસૂત્રના “શસ્ત્રપરિજ્ઞા' નામના પહેલા અધ્યયનમાં “જીવસંયમ' નામનો અર્થાધિકાર છે, એટલે કે એમાં પ્રથમ જીવનું અસ્તિપણું - વિદ્યમાનપણું સાબિત કર્યા પછી પૃથ્વીકાયાદિક જીવોની સિદ્ધિ કરી, તે સર્વ જીવોની હિંસાથી કેમ બચી શકાય, એ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ જ વસ્તુનું પ્રતિપાદન કરતાં શ્રી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે "तत्र शस्त्रपरिज्ञायामयमर्थाधिकारो- 'जियसंजमो' त्ति जीवेषु संयमो जीवसंयमः, तेषु हिंसादिपरिहारः, स च जीवास्तित्व-परिज्ञाने सति भवत्यतो जीवास्तित्वविरतिપ્રતિપાનમત્રાર્થોપાર: “ “નવ અધ્યયન પૈકીના પ્રથમ “શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયનમાં જીવસંયમ” નામનો અર્થાધિકાર છે. જીવોનો સંયમ એટલે જીવોની હિંસા આદિનો પરિહાર છે, અને તે, જીવોના અસ્તિપણાનું જ્ઞાન થાય ત્યારે જ થાય છે? માટે આમાં પ્રથમ જીવોના અસ્તિત્વનું પ્રતિપાદન અને તે પછી તેની હિંસાદિથી વિરતિનું પ્રતિપાદન, એ આ અધ્યયનનો અર્થાધિકાર છે?” આ આખાયે અધ્યયનનો સાર જીવોની રક્ષામાં છે. કારણ કે “અહિંસા' એ આ ધર્મનું મૂળ છે. સ્વ અને પરની અહિંસા માટે તો આ ધર્મની સ્થાપના છે. “અવ્યાબાધ પદ' જોઈએ, તે અહિંસા વિના મળે કઈ રીતે ? બીજાને વ્યાબાધાપીડા કરનારાને શું “અવ્યાબાધ પદ' મળે ? “અવ્યાબાધ પદ” એટલે મોક્ષ. ત્યાં જવું છે, કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં રહેવું છે ? જેને અહીં જ રહેવું હોય, તેને માટે આ તીર્થની સ્થાપના જ નથી. તમે કોઈને દુઃખી કરો અને તમે સુખી થાઓ, એ કદી જ નહિ બને ! મુક્તિના અર્થીએ અહિંસક બનવું જ જોઈએ. જે અહિંસક ન બને, તે મુક્તિએ ન જ જાય. અને અહિંસક બનનારે હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજવું જ જોઈએ. હિંસાથી ત્યારે જ બચાય, કે જ્યારે જીવનું અસ્તિત્વ અને તેનું Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ —— ——— 624 સ્વરૂપ આદિ સમજાય. આત્મા જીવોના નાશની પ્રવૃત્તિથી પાછો ફરે, ત્યારે જ સાચો અહિંસક બને. જ્ઞાનીઓએ જીવોનું સ્વરૂપ જે બતાવ્યું છે તે પાપથી બચવા માટે, નહિ કે પાપમાં ભળવા માટે ! અહિંસક થવાની ભાવના આવે, તો તરત જ આત્માની દશા પલટાય અને કોઈ કહે કે “આમાં જ્ઞાનીએ ઘણા જીવ કહ્યા છે – તો તરત જ તે કહે કે “તો હું નહિ ખાઉં.” અહિંસક થવાની ભાવનાવાળા આત્માને અભણ્યના ભક્ષણથી બચતાં વાર જ નહિ લાગે. એ તો એમ જ કહે છે અને માને છે કે શરીરનું મમત્વ છૂટતું નથી, માટે એના ટકાવ પૂરતું જ ખાવું પણ પડે છે. એવા આત્માઓને અભક્ષ્યના ભક્ષણથી બચાવવા બહુ જ સહેલા છે. એવાઓ ‘કાચા દૂધ, દહીં કે છાશમાં કઠોળ ભળે તો જીવોત્પત્તિ થાય છે એમ જાણે, કે તરત જ તે કહે કે તો હવેથી નહિ વાપરીએ. સમજવા માટે પ્રશ્ન કરે એ વાત જુદી, પણ એવી વસ્તુઓ વાપરે તો નહિ જ. પણ આજનાઓ તો કહે છે કે “એમાં સ્વાદ બહુ આવે છે.” અભણ્યનું ભક્ષણ રસનાની લાલસાથી થાય છે; નહિ તો પાંચ વાગે જમેલો માણસ પાછો રાત્રે ખાય શું કામ ? શું પેટ માગે છે એથી એ ખાય છે ? નહિ જ, પેટ માટે નહિ પણ શોખથી ખાય છે ! એ શોખ લાગવાથી તો આજે કેટલાક, જીવને જીવ તરીકે નથી માનતા ! જીવોની એવી ઉત્પત્તિ આદિને ઝીણવટપૂર્વક વર્ણવતા શાસ્ત્રને નથી માનતા ! એવા અપૂર્વ અને અનુપમ જ્ઞાની પુરુષોને પણ નથી માનતા ! ખરેખર, રાગ એ એવો ભયંકર દુર્ગુણ છે, કે જે વીતરાગને પણ ન માનવા દે. રાગીને વીતરાગ સાથે મેળ ન ખાય. જો રાગની સામે થવાય તો તો આ બધું ગમે, પણ આ તો રાગના સાથી થવું છે, અરે, સાથી નહિ, પણ સેવક અને તે પણ વગર પગારના ! રાગની સામે જેટલી વસ્તુ, તેની સામે જ આજની લડાઈ ! આજના મોરચા કોની સામે સભા : શ્રી વીતરાગદેવ અને તેમના શાસનની સામે ! તો હવે વિચારો કે એવાઓને જૈનત્વ ક્યાંથી રૂચે અને આ બધું ગમે શી રીતે? મૂળમાં જ ખામી હોય ત્યાં શું થાય ? ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો, પણ મૂળમાં જ એવું પોષો, કે જેના યોગે જેટલું આપો તેટલું બધું જ લાભદાયી જ નીવડે. સ્તનપાનથી જ એવું રેડો. એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે. આ જ તો શિક્ષણ જ જુદું. એવું જ સંભળાવે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૭ : શિક્ષણનો હેતુ શો ?- 44 કે ‘નહિ ભણે તો ખાશે શું ? અને વગર ભયે પૂછશે કોણ ?” છોકરો પણ સમજે કે ‘ભણીને પેઢી ઉપર બેસવાનું છે. બાપાજી કરે તેમ કરવાનું છે. ગ્રાહકની સાથે બાપાજી ચાલબાજી કરે તે શીખવાની છે. આંખના ઇશારે વાતો કરી કામ કાઢી લેવાનું શીખવાનું છે.’ જ્યાં આ રીતે કેવળ અર્થ અને કામની જ સાધના માટે જ શિક્ષણની વાત ચાલતી હોય, ત્યાં જૈન સમાજના ઉદય માટે શિક્ષણ અપાય છે, એ કઈ રીતે મનાય ? ઉદય માટેના શિક્ષણ માટે તો બધુંયે સમર્પણ ક૨વું જોઈએ. પણ તે છે કાં ? આવી વાતો આજના ધર્મભાવથી રહિત બનેલાઓને ટોણારૂપ લાગે છે. એથી તેઓ કહે છે કે ‘મહારાજ ટોણા બહુ મારે છે, મહારાજે તો બસ સીધું સીધું વાંચ્યે જ જવું જોઈએ. ‘તમે શું કરો છો ?’ એવું મહારાજે પૂછવું કરવું ન જોઈએ.’ પણ જો હું એમ ને એમ સીધું વાંચું, તો તેમાં શ્રી શ્રેણિક મહારાજાની વાત આવે એટલે તેઓએ નક્કી જ કરેલું છે કે ‘આ તો બધું શ્રી શ્રેણિક મહારાજા માટે, સાધુની વાત આવે તે સાધુ માટે અને શ્રાવકની વાત તે તેવા શ્રાવક માટે, પણ આપણા માટે કાંઈ જ નહિ.’ આવી જે ભાવના આવી છે, તેને કાઢવા માટે જ તમારા કહેવાતા ટોણા મરાય છે, કારણ કે એ ભાવના નીકળી જાય તો જે જાતનું પરિવર્તન કરવા માગીએ છીએ, તે તરત જ થાય. વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ, કૉલેજથી બહાર નીકળ્યા બાદ, કહી દે કે ‘સર્વજ્ઞ એ હમ્બગ.’ શું આનું નામ શિક્ષણ છે ? સભા : અરે, કહે છે કે દેરાસરમાં જવાથી લાભ શો ? એટલે એનો તો ‘બંગલામાં, બગીચામાં, નાટકમાં અને સિનેમા આદિમાં જ લાભ’ - આ જ અર્થને ? ભણેલો માણસ ‘દેરાં ન જોઈએ, ઉપાશ્રય ન જોઈએ, સાધુ ન જોઈએ' - એમ બોલી નાખે, એ શું તાજ્જુબીની વાત નથી ? ‘જર્મની શું કરે છે, ફ્રાન્સ કેમ આગળ આવ્યું, જર્મની શાથી હાર્યું, બ્રિટન કેમ ફાવ્યું’ – આ બધામાં યુક્તિ-દલીલ આવડે, એ આદમી આટલું પણ ન જાણે; એ શું સંભવિત છે ? ‘રાજતંત્ર કેમ ચલાવાય, રાજા કેવા હોય, મંત્રી કેવા જોઈએ. સેનાપતિ કેવા જોઈએ, સેના કેવી જોઈએ' એ બધી વાતો કરતાં આવડે એવાઓ અહીં સમજી નથી શકતા એમ નથી, સમજી શકે છે જરૂર, પણ એમનામાં જે જાતના સંસ્કાર પ્રવેશવા જોઈતા હતા તે પ્રવેશ્યા જ નથી, એનું જ આ અનિષ્ટ પરિણામ છે. જેની વિદ્યાને એ લે છે તેણે પણ ‘ચર્ચ' તો રાખ્યાં છે. સાત દિવસમાં એક દિવસ રવિવારે તો જાય છે. ઈશ્વરને આત્માને માનતા ૯૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ — —– 828 હોય કે નહિ તે, તે જાણે, પણ જાય છે જરૂર. એક દિવસ તો શાંતિનો તેઓએ પણ કાઢ્યો. પણ જરૂર શી એ પ્રશ્ન ન કાઢયો. તેમ અહીં પણ જેઓ રોજ ચોવીસે કલાક આત્મચિંતનમાં પસાર ન કરી શકે, તેઓ માટે રોજ ચોવીસે કલાકમાં અમુક કલાક કાઢવા તેવું આત્મતત્ત્વ જ્યાં નથી એણે સાત દિવસમાં એક દિવસ કાઢ્યો, ત્યારે આત્મતત્ત્વ માનનારે ચોવીસ કલાકમાં અમુક કલાક કહ્યા હોય, એમાં શું આશ્ચર્ય છે? પણ મુદ્દો એ છે કે પોતાની સ્વચ્છંદી પ્રવૃત્તિમાં આ વસ્તુ બાધક છે, માટે જ તેઓને નથી ગમતી. પેલાઓની જેમ અહીં છૂટ મુકાતી હોત તો વાંધો નહોતો. પણ તેઓએ તો જોયું કે અહીં જવા માંડ્યું કે, અંકુશ લાગુ જ થયો. એ અંકુશ ખમાતો નથી. માટે જ આજે તેઓ ગાંડા થયા છે. ઇરાદાપૂર્વક ગાંડા થયા છે. કુદરતી ગાંડા થાય એનો ઇલાજ, પણ ઇરાદાપૂર્વક ગાંડા થાય એનો ઇલાજ શો? ભણનારાઓની પરીક્ષા લોઃ એક કવિને કહેવું પડ્યું કે અજ્ઞાની સારો યા તો સમજદાર સારો, પણ ત્રિશંકુ જેવો અર્ધદગ્ધ ન જોઈએ. પોતે સમજે નહિ અને સમજું છું એવું માને, તેને કોણ સમજાવે ! આ તો એમ જ કહે કે જાણું છું બધું, પણ અમલ કાંઈ નહિ. કારણ કે જરૂરિયાત હોય તે બધું કરવું જ પડે ! આવાને કેમ જ સમજાવાય, કારણ કે તેઓની પરલોક ઉપરથી દૃષ્ટિ જ ખસી ગઈ છે. જેનામાંથી પરલોકનો ખ્યાલ જ ઊડી ગયો છે, તેનું તમામ જ્ઞાન અજ્ઞાનની કોટિમાં જ છે. માતાપિતાએ શરૂઆતથી જ એ શિક્ષણ આપવું જોઈએ કે ભણીગણીને શરીરથી એવી જ સાધના થાય, કે જેથી આવતો લોક પણ સુધરે. જે પરલોકનો વિચાર જ ન કરે અને કેવળ વાહવાહ અને માનપાનાદિ માટે જ એને આદેય માનીને દુનિયામાં ઝુકાવે તે પરમ નાસ્તિક છે. ભલે એ મોઢેથી આત્માની વાતો કરે, પણ માનો કે એ ગપ્પીદાસ જ છે. એ આત્માની વાતો એટલા જ માટે કરે છે, કે જેથી તેને સૌ સાંભળે. આસ્તિકો પણ તેની પાસે આવે ! મોઢેથી પરલોકને માનવાની વાતો કરવા છતાં પણ જેઓ દુનિયા ને દુનિયાદારીમાં જ ઝુકાવ્ય જ રાખે, તેઓ ખરેખર આસ્તિકના વેશમાં છુપાયેલા ભયંકર નાસ્તિકો જ છે. દુનિયાદારીમાં તો બધા ઝૂકેલા જ છે. ખુરશી પર કેમ બેસવું, કપડાં કેમ પહેરવાં, પાઘડી કેમ પહેરવી, પટિયાં કેમ પાડવાં, તેલ કેમ ચોપડવું, આ બધું કોને પ્રિય નથી ? ભાગ્યયોગે ન મળે એ વાત જુદી, બાકી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૯૯ એ વસ્તુ તો સંસારના રસિક બધાને પ્રિય છે. અર્થકામની સાધના સહુ કોઈ સંસારપ્રેમીને ઇષ્ટ છે, માટે એના શિક્ષણની મહેનતમાં જે ધર્મગુરુ પડ્યા, એ ધર્મગુરુનો પણ દાડો ઊઠ્યો જ સમજવો : કારણ કે એ બધું તો બધા ભણીને ૪ આવેલા છે. કામશાળા કે કપટશાળા કાંઈ ખોલવી નથી પડતી. કોઈને ઊઠાં કેમ ભણાવવાં, એ તો પ્રાયઃ ભણીને આવેલા હોય છે. 327 ૭ : શિક્ષણનો હેતુ શો ?- 44 : ‘પરલોકને માનું છું’ એમ કહેનારો જો દુનિયાને આ લોકમાં જ ઝુકાવવાનો પ્રયત્ન કરે, તો એ વસ્તુતઃ ૫૨લોકને માનતો જ નથી, પણ આસ્તિકોને પાસે બેસાડવા માટે જ તેને માનું છું એમ કહેવું પડે છે. વ્યવહારમાં પણ તમે જેની પાસે પૈસા માંગો તે આપીશ, આપવાના છે, એમ કહ્યુ જાય અને પૈસા કોથળીમાંથી કાઢે નહિ, તો આખરે કહેવું જ પડે કે ‘દેવાળિયા, પૈસા આપને !' પેલાને પૈસા આપવા નથી, કોથળીમાં નથી, પણ જાણે છે કે ના કહેવાથી મારામારી થશે એટલે આપીશ, આપીશ કહે, પણ નથી આપવા એ નક્કી છે. એટલે ‘આપીશ’ કહે છે એમાં દંભ છે. વાસ્તવિક રીતે ધર્મગુરુના પદે બેઠેલો આત્મા આ લોક તરફ ઝૂકી શકે જ નહિ. તમે જે કાર્યવાહી કરો છો, તેથી જો પરલોક સુધરતો હોય, તો અહીં આવવાની જરૂરત નહોતી. ભિક્ષા માગીને ખાવું, વિહાર કરવો, લોચ કરવો, આ બધું શા માટે ? પરલોક સુધારવા માટે જ ! આથી તમે સમજી શકશો કે આપણે શિક્ષણ નથી ઇચ્છતા એમ કહેવાય છે તે ખોટું છે, બાકી આપણે, જેવું શિક્ષણ તેઓ ઇચ્છે છે તેવું જ શિક્ષણ તો નથી જ ઇચ્છતા, એ વાત તદ્દન જ સાચી છે : કારણ કે આપણે તો તે શિક્ષણ ઇચ્છીએ છીએ, કે જે શિક્ષણ પરલોકની સાધનામાં ઉપયોગી થાય. આ લોકનું શિક્ષણ અપાય, તે પણ પરલોકના હિતની દૃષ્ટિએ જ ! જેમ સાધુ વ્યાકરણ, ન્યાય વગેરે શીખે છે, પણ તે શા માટે ? એ માટે જ કે તેના દ્વારા શ્રી સર્વજ્ઞદેવનું શાસ્ત્ર સારી રીતે સમજી શકાય એટલે મિથ્યાજ્ઞાન છતાં સુશાસ્ત્રને માટે હોઈ સમ્યક્ જ છે, પણ પેટ માટે ભણવું તે તો મિથ્યા જ છે. ધર્મ માટે ભણનારનું પેટ તો ભરાવાનું જ છે. પેટ કોનું નથી ભરાતું ? પેટ તો ભિખારી પણ ભરે છે, મવાલી પણ ભરે છે. બીજ વાવે ત્યાં શું ઘાસ ન થાય ? આનાથી પેટ શું ન ભરાય ? આના વચનથી તો લાખોનું પેટ ભરાય છે, તો એ શાસ્ત્રનું આરાધન કરનારનું પેટ ન ભરાય ? ભરાય જ. પેટની ચિંતા કરવી એ જ વ્યર્થ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ----આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – 828 જે વસ્તુથી પરલોક સુંદર બને, તે વસ્તુથી આ લોક તો સુંદર બનેલો જ છે. પરલોકની સાધક વસ્તુ, આ લોકની સાધક તો છે જ, પણ પરલોકને સુંદર બનાવતાં તકલીફ તો પડે જ.પરલોકની સુધારણા કરવા ઇચ્છનારથી સ્વચ્છંદીપણે ન જ ચલાય અને ઉન્મત્તપણે ન જ રખડાય, તથા અંકુશમાં આવવું જ પડે. તેમ ડાહ્યા અને મર્યાદાશીલ પણ બનવું જ પડે. જૈનશાસનમાં આવનાર મર્યાદાશીલ અવશ્ય બનવું જ પડશે. આ જ વસ્તુ આજના ઉÚખલોને ખટકે છે, માટે જ કહું છું કે શિક્ષણ લેનારને પૂછો, શિક્ષણ માટે મદદ માગનારને પૂછો કે શા માટે ભણવું છે ? ભણીને શું કરવું છે ?' કે જેથી તેમના ધ્યેયની ખબર પડે. વિરધવલ રાજાને શ્રી વસ્તુપાળ તેજપાળે શું સૂચવ્યું હતું, એ તો યાદ છે ને ? મંત્રી મુદ્રા લેતી વખતે તેઓએ સ્પષ્ટ સૂચવ્યું હતું કે “રાજન ! અમે સંસારી છીએ, સંસાર છોડવાની અમારામાં તાકાત નથી, એટલે અમારી સ્થિતિ નિભાવવા અમારે મંત્રી મુદ્રાની જરૂર છે, પણ આપનો નંબર ચોથો છે. પહેલો નંબર શ્રી જિનેશ્વરદેવનો, બીજો નંબર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસાર ચાલનારા અને સૂત્રાનુસાર ક્રિયા કરનારા નિગ્રંથ ગુરુદેવનો, અને ત્રીજો નંબર તે તારકની આજ્ઞાનો ! આ ત્રણમાંથી પરવારીએ પછી એ ત્રણમાંથી એકેને બાધ ન આવે તે રીતે આપની સેવા કરવાની ! આપની ઇચ્છા હોય તો રાખો.” આથી જ એ પ્રભાવના કરી શકયા, પણ જો એમ જ કહ્યું હોત કે લાવોને મુદ્રા, આપ પહેલા અને ધર્મ પછી, તો પ્રભાવના કરત? પ્રભાવના ન કરત પણ નાશ જ કરત! આજે ભણવા-ભણાવવાની વાતો કરનારાઓની પરીક્ષા તો લો કે ભણીને શું કરવું છે? જેને ભણાવવા માટે પૈસા આપ્યા હોય, તેની પરીક્ષા તો લો. કચરો કાઢનાર નોકરની પણ પરીક્ષા તો લો છો. ચોખ્ખો આદમી હોય ને કચરામાં પૈસો જડે તો પણ માલિકને આપે તેવાને રાખો કે ચોરટાને પણ ઘરમાં રાખો ? માટે જેને ભણવા માટે સહાય કરી તેને બોલાવીને પૂછો તો ખરા કે શા માટે ભણવું છે અને ભણીને શું કરવા ધાર્યું છે ?' તમારી લક્ષ્મીથી ધર્મના ઘાતક ઊભા ન કરો : નોકર શેઠને ક્યાં સુધી ઊંધું-છતું સમજાવે, કે જ્યાં સુધી શેઠ ચોપડા હાથમાં ન લે. શેઠ માંદો હોય, માયકાંગલો હોય, અક્કલહીન હોય, તો મુનીમ પણ કહે કે ચોપડા નથી દેખાડતા. અરે, અવસરે કાનપટ્ટી પકડીને શેઠને પણ કાઢી મૂકે, એવા દાખલા પણ બન્યા છે. તેમ આજે પણ કેટલાક માલિકમાં એવી Page #161 -------------------------------------------------------------------------- ________________ - ૭ : શિક્ષણના હતુ શા - 44 - - ૧૦૧ આવડતથી ખામી આવી ગઈ છે, કે જેથી તેઓ માલિક છતાં માયકાંગલા બની ગયા છે. જે જે પ્રયત્નો આરંભ્યા હોય, કિંવા આરંભો, તેના ફળ તરફ દૃષ્ટિ જ ન રાખો તો શું થાય ? જોવાનું ત્યાં ન જુઓ અને ન જોવાનું ત્ય જુઓ તો પરિણામ ઊંધું જ આવે ને ? અનુકંપા દાનમાં જોવાનો નિષેધ ત્યાં બધું જુએ અને પાત્રાપાત્ર જોવાનું ત્યાં આંખો મીંચીને જ આપે, એ કેવું કહેવાય ? છોકરાનું શરીર બગડે તો ચાર ડૉક્ટર બોલાવે, પણ છોકરો ઉન્માર્ગે જાય અને જુઠું બોલે, તો તે માટે ડૉક્ટર નહિ ! શરીર માટે મોટામાં મોટો ડૉક્ટર પાંચસોની ફી કહે તો તે આપ, પણ છોકરો પૂજા ન કરે, સામાયિક ન કરે, જૂઠું બોલે, એના માટે કાંઈ પણ નહિ, કેમ ? ત્યાં ડૉક્ટરની દવા દરદી ન પીએ તો પરાણે પાય અને અહીં કંઈ જ નહિ. જે આત્માની રક્ષા કરવાની એને માટે કંઈ જ નહિ, અને જે શરીરને બાળી મૂકવાનું તેને પંપાળે ! તમારે સગાઈ કોની સાથે ? આત્મા સાથે કે ચૈતન્યહીન શરીર સાથે ? ખરેખર તમારી વાતોથી દયા આવે છે. સાંભળવા આવે એને કહું છું. સાંભળવા માગે એને કહું છું. એ પણ નહિ સાંભળનારને ગમતું નથી. “અમે કરીએ પણ નહિ અને તમને કરવા દઈએ પણ નહિ.' એવી આજની દશા છે ! છ દર્શન છે, પણ તે સૌ સૌના માર્ગ છે. વાદીનો વકીલ એમ કહે કે પ્રતિવાદીના વકીલનું સાંભળો નહિ તો ન્યાયાધીશ કહે કે “ચારગણું બોલવાનો એને હક્ક છે. એ ન બોલે એમ કહેવાનો તમને શો હક્ક છે? એ સાચું બોલે છે કે ખોટું, એ મારે જોવાનું છે. કોરટ એટલે શું, એ પણ જાણો છો ? સંસારના રસિયાઓ સંસારને ખીલવવા પ્રયત્ન કરે, તેમ ત્યાગના રસિયાઓ ત્યાગ માટે કરે, તેમાં કોઈને વિદ્ધ નાખવાનો કે વિરોધ કરવાનો શો હક્ક છે? તમે દલીલોનો ઢગલો કરોને ! દુનિયાને રૂચશે તો તે લેશે, પણ ઘોંઘાટ શું કામ ? અરે, જેને ત્યાગની વાત રૂચે નહિ તે તો અહીં આવે છે જ શું કામ ? નથી જાણતા કે અહીં તો એ જ મળવાનું છે? અમારા વેષથી જ અમે છીએ તેવા શું નથી ઓળખાતા? કાપડિયાને ત્યાં જઈ ગંધિયાણું માગે તે મૂર્ખ જ કહેવાય, એમાં આશ્ચર્ય શું? જરૂર પડ્યે શેરીએ શેરીએ ફરી ત્યાગનો પોકાર કરી શકાય છે. ફેરિયાઓ પોતાનો માલ માથે ઉપાડી બધે ફરે કે નહિ? અમે શાનો પોકાર કરીએ? ઘર મંડાવવાનો કે વેપારવણજ કરવાનો? એવું કરીએ તો તમે હમણાં માન આપો, પણ તમારા એવા માનમાં પડ્યા એટલે તો સત્યાનાશ જ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ --- -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 890 તમારા માનથી મુક્તિ હોત, તો તેમ પણ કરત. પણ તે તો આ ના જ પાડે છે. ત્યાગીથી ભોગીની આજ્ઞાને આધીન ન જ થવાય. ભોગી કહે તેમ જ ત્યાગી ન કરે. ભોગીના રોટલા ખાય માટે એ કહે તેમ ત્યાગી કરે એમ? આ શાસનમાં એવું તો છે જ નહિ. તે છતાં પણ જો એમ થયું તો મુનિપણું પણ ખંડિત થયું જ સમજવું. વૈદ રોગી કહે તેમ વર્તે, તો શું થાય ? સભા : રોગી પથારીમાંથી ઊઠે જ નહિ. કોઈ સ્વાર્થી ચિકિત્સક એવું ભલે ઇચ્છે, પણ ખરો વૈદ તો દરદીની નાડીને પકડી સ્પષ્ટ રીતે પથ્ય પાળવાનું કહી જ દે. દરદીનો સ્વભાવ તો ચીડિયો હોય. જેમ જેમ દિવસ વધે, તેમ તેમ તેના સ્વભાવમાં ચીડિયાપણું વધતું જ જાય. ખાવામાં, પીવામાં અને બીજી બધી વાતમાં પણ એ ચીડિયો થાય. પરંતુ એથી કાંઈ એના કહેવા મુજબ હિતૈષી વર્તે ? બહુ તાવમાં કેટલાક દરદીને પથ્થર ઉપર સૂવાનું મન થાય છે, પણ હિતૈષી સૂવા દે ? તેમ ઊંચામાં ઊંચી કોટિનો એટલે ઓછામાં ઓછો પણ ભોગી કહે શું ? એની સાથે ત્યાગીનો મેળ ન જ ખાય. ત્યાગી તો કહી દે કે “તારી સાથે ત્યાગને અનુસરતી વાતમાં જ મારી મંજૂરી, બાકી બીજી લપ્પન-છપ્પન કરતો ના !' ભોગી પણ એવા જોઈએ કે, તેઓ પણ કહી દે કે “અમારામાં ત્યાગની તાકાત નથી, પણ ત્યાગની વાત બધી જ મંજૂર છે.' શિક્ષણનો આ પ્રકાર છે. શ્રી આચારાંગસૂત્રમાં આ શિક્ષણ છે. આચારશુદ્ધિ વિના સારામાં સારી વસ્તુ પણ ફળે કઈ રીતે ? આ તો આચારની રુચિ જ નથી, ત્યાં થાય શું? માટે એ રુચિ પેદા કરવા માટે દરરોજ કાળજી રાખો અને પૂછો કે ભણવાની જરૂર શી ? વિદ્વાન બનવાનો હેતુ શો ? પરલોકની સાધનામાં આ લોકની સાધના સમાઈ જ જાય છે ! સોમાં નવ્વાણું-અઠ્ઠાણું તો આવી જ જાય. ઘરમાં પણ પરલોકની વાતો રોજ કરો. જૈન સમાજના શિક્ષણ માટે જે વસ્તુ તમે દો, તે શા માટે વપરાય છે, એ તો બરાબર પૂછો. દાન દેતી વખતે એને કહો કે “ભાઈ ! અનેક રીતની મહેનતથી આ પૈસો મેળવ્યો છે. એના ઉપરની મૂચ્છ ઉતારી હું તને આપું છું. તે મને આત્મશ્રેય દેખાય છે માટે ! હવે એ આત્મયની વાત તને અનુકૂળ છે? જો એ વાત તને અનુકૂળ ન હોય અને તારે પ્રતિકૂળ જ બનવું હોય, તો આ મારો Page #163 -------------------------------------------------------------------------- ________________ 631 - -- ૩ઃ શિક્ષણનો હેતુ શો ?- 44 - ૧૦૩ પૈસો તારા માટે નથી !' જૈન સમાજનો પૈસો દેવગુરુને હમ્બગ કહેનારને અપાય? હરગિજ નહિ, કાયદો કહે છે કે “ન જ અપાય.’ પાંજરામાં ઊભો રાખીને પૂછો કે તું શ્રી જિનેશ્વરદેવને માને છે કે નહિ ? જો “ના' પાડે તો આપેલો પૈસો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછો લઈ શકો છો. કારણ કે એ પૈસો શ્રી જિનેશ્વરદેવનો સેવક જાણીને આપ્યો હતો. શ્રી જિનેશ્વરદેવનો સેવક દુઃખી ન થાય માટે આપ્યો હતો, પણ એ શ્રી જિનેશ્વરદેવની આશાતના થાય તેમ વર્તે અને તેમને હમ્બગ કહે, શ્રી જિનેશ્વરદેવનાં અનુષ્ઠાનોને હમ્બગ કહે અને તેમની ઠેકડી કરે, તથા શ્રી જિનેશ્વરદેવની દીક્ષાની હાંસી કરે તે માટે રાતી પાઈ પણ આપી નથી. શ્રી જિનેશ્વરદેવને, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને હડધૂત કરવા રાતી પાઈ પણ આપી નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રોમ રોમ પરિણમી હોય તો પાકા થઈને આવું બોલજો. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને હમ્બગ કહેનારને જૈન સમાજ પાસેથી એક પૈસો પણ લેવાનો અધિકાર શો છે? જેને શ્રી જિનેશ્વરપ્રભુનાં પ્રરૂપેલાં અનુષ્ઠાન ન ગમે, તે જૈનશાસન પાસે પૈસો માગવા નાલાયક છે. ગરીબ તરીકે માગે પણ જેન તરીકે તો નહિ જ. જેને જમાનાની ગરજ છે, તે પૈસો પણ જમાના પાસે માગે, અહીં શું કામ માગે? કેળવણી કે શિક્ષણ માટે પૈસો માગવા આવે, ત્યાં શરત કરો કે હેત તારવાનો છે, પણ ડુબાડવાનો નથી. આવી તપાસ વિના ચલાવ્યે રાખશો, તો લક્ષ્મીનો દુરુપયોગ થશે અને તમારી જ લક્ષ્મીના યોગે ધર્મના ઘાતક થઈ જવાશે. અરે, આજના કેટલાક કૃતનો તો જેના પૈસે ભણ્યા છે, તેને પણ બેવકૂફ, અંધશ્રદ્ધાળ. ધર્મના હીંગલા વગેરે કહીને એમની પાસેથી મેળવેલી મદદની સાર્થકતા (?) કરી રહ્યા છે ! તમારા જ પૈસે ભણેલા તમને જ ખોટી રીતે અંધશ્રદ્ધાળુ, બેવકૂફ, અને ધર્મના ઢીંગલા કહે છે ! સંઘો પાસે ખોટા ઠરાવોની અપીલ કરે છે અને શાસ્ત્રવિરુદ્ધ આચરણાઓ કરે છે. આ બધું સમજીને અને સમય જોઈને બોલાય છે. બોલ્યા વિના છૂટકો નથી માટે જ બોલાય છે. તેમ કરતાં આવતી તમામ આપત્તિ સહેવાની તૈયારી હોવી જ જોઈએ. આ વખતે છતી શક્તિએ ન બોલાય, તો શાસનના નિમકહરામ બનાય છે. એ કલંક ન લાગવા દેવા માટે જ બોલાય છે. તમે પણ ખોટી શરમમાં ન જાઓ – ધર્મના વિરોધીઓના સંસર્ગથી તમારા મકાનને અપવિત્ર ન બનાવો. એમને નાલાયક કહેવાની તાકાત ન હોય, તો એમ કહો કે “અમે અંધશ્રદ્ધાળુ છીએ, માટે તમારા જેવા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ પુણ્યવાન માટે આ મકાન નથી. તમારી સાથે ચા પીવાની લાયકાત અમારામાં નથી.” આમ તો બોલો ! પાંચમે દાડે કંપ ન થાય તો કહેજો, પણ ધર્મી તો હશે ત્યારે – હશે ત્યારે કરે, એટલે પેલા માથે ચડે એમાં નવાઈ શી? વેપારી, આડતિયો ગમે તેવો હોય પણ એની સાથે સંબંધ ક્યાં સુધી રાખે ? પૈસાનો વાંધો ન પડે ત્યાં સુધી જ ! ચોપડા માને અને વ્યવહાર સાચવે ત્યાં સુધી. છૂટ માગે એ વાત જુદી પણ હિસાબ તો ચોખ્ખો જ રાખે, ત્યાં સુધી ! તો પ્રભુના શાસન માટે આ કાયદો કાં નહિ ? અને પાખંડીઓની સાથે બેસવામાં તમારી શોભા પણ શી ? તમને અંધશ્રદ્ધાળુ કહે, એની સાથે વાત કરવામાં તમારી શી શોભા છે ? એવું કહેનારા તમારી સહાયથી જ પુષ્ટ થયા છે, છતાંય તેઓ ઉપકારનો બદલો અપકારથી વાળે છે. છતાંય જો ઉપકારી ન સમજે તો એ લાતો મારે તેમાં નવાઈ પણ શી? માટે કહું છું કે પ્રભુશાસનને પામ્યા છતાં પણ આવા ગાંડા ન બનો કિંતુ ડાહ્યા બનો, અને તમારી ફરજને સમજો ! Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે : ♦ નવે અધ્યયનોના અર્થાધિકારનું વર્ણન : ૭ વિશેષ પ્રકારે વિચારવા યોગ્ય : ૭ આસ્તિક્સની આવશ્યકતા : ♦ લોકવિજય : તિતિક્ષા-સહનશીલતા : ♦ ફરજ શાથી ચુકાય છે ? ૦ પ્રશ્નો અને ઉત્તરો : 45 • દુનિયાદારી એટલે જ છકાયની વિરાધના : ♦ મુનિની દરેક ક્રિયાનો હેતુ શો ?' રાષ્ટ્રધર્મ શું મુક્તિ અપાવે ? ♦ શરીર ૨ક્ષણીય કે સેવ્ય અનુકૂળ ઉપસર્ગોથી સાવધ રહો ! શરીરની રક્ષા હોય કે સેવા હોય ? ક્ષેત્ર ને કાળ ક્યાં જોવાય ? • જિનપૂજન અને ગુરુભક્તિ એ રૂઢિ છે ? વિષય : અધ્યયનોનો પરિચય અને તેનો હેતુઃ ઢીકાના માધ્યમે આ પૂર્વના વ્યાખ્યાનમાં પ્રથમ અધ્યયન અંગે નિર્દેશ કર્યા બાદ અત્રે બાકીનાં દરેક અધ્યયનોની રચના પાછળના ઉદ્દેશ્યોની ટીકાકારના શબ્દોના સહારે છણાવટ કરેલ છે. નિશ્ચિત કલ્યાણ થવાનું જાણતા હોવા છતાં ખુદ તીર્થંકર પરમાત્મા પણ ચારિત્રસ્વીકારાદિનો પુરુષાર્થ આચરે છે, તો બાકીના દરેક કલ્યાણાર્થી માટે તો ધર્મપુરુષાર્થ કેટલો આવશ્યક બની જાય તે આ પ્રવચનમાં સુંદર રીતે સમજાવેલ છે. આગળ વધતાં પ્રશ્નોત્તર શૈલીમાં અનેક પ્રાસંગિક પ્રશ્નોના મનમોહક ખુલાસાઓ ૫૨મ ગુરુદેવશ્રીજીએ આપ્યા છે. છેવટે દેવગુરુનાં નમન પૂજનાદિ કલ્યાણકારી કાર્યોને રૂઢિ કહીને વગોવનારા કમભાગીઓને સણસણતા ચાબખા ફટકારી એ રૂઢિઓ કેવી કલ્યાણકા૨ક છે તે સુપેરે સમજાવી આપ્યું છે. સુવાકયાાતૃત ♦ આસ્તિય વિના ‘જૈનત્વ'ની કે ‘સમ્યક્ત્વ'ની કલ્પના કરવી, એ આકાશને પુષ્પ આવ્યાની કે વંધ્યાને પુત્ર થયાની કલ્પના કરવા જેવું છે. → જે આત્મા પોતાની રક્ષા ન કરી શકે તે પારકી શી રીતે કરે ? ♦ બન્ને જાતના ઉપસર્ગોમાં ખરી કઠિનતા અનુકૂળ ઉપસર્ગ સહવામાં છે. • જેને ષટ્કાયરક્ષક બનવું છે અને કહેવરાવવું છે, તેનાથી દુનિયાદારીની સાથે રહેવાય નહિ જ, કારણ કે ‘દુનિયાદારી એટલે જ ષટ્કાયની વિરાધના' ! ♦ મનુષ્યને માથે જો આટલો ધર્મનો અંકુશ ન હોત, તો એ નગરમાં પ્રવેશવા જોગા પણ ન હોત ! ♦ ધર્મક્રિયા માત્ર મુક્તિના ઇરાદે જ ક૨વી જોઈએ, અન્ય ઇરાદે કરે તો એ પુણ્યમાં પાપાનુબંધનો અંશ લાગતાં વાર ન લાગે. ♦ શાસ્ત્રનો મનગમતો ઉપયોગ કરનાર પ્રભુના શાસનમાં રહેવા માટે લાયક નથી. ♦ મુનિની કાર્યવાહી એક જ કે દુનિયાના પ્રાણીને ઉત્તમ માર્ગે જોડવા ! ♦ સત્યની જિજ્ઞાસા કરતાં પોતે માનેલું કહેનાર મળે એ ઇચ્છા વધારે દેખાય છે. પોતાના વિચારને પુષ્ટિ ક્યાંથી મળે એ જ આજે શોધાય છે, આથી જ હૈયામાં સત્ય ઊતરી શકતું નથી. ૭ જે સારાં કાર્યોમાં ફાળો ન આપી શકે તે શરીરની રક્ષા પણ ન હોય, તો સેવાની તો વાત જ શી ? ♦ સમ્યગ્દષ્ટિ આત્મા જ્યાં કલ્યાણ દેખે ત્યાં જ હૃદયથી શિર ઝુકાવે, પણ બીજે નહિ, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે ઃ નવે અધ્યયનોના અર્થાધિકારનું વર્ણન ઃ શ્રી આચારાંગસૂત્રના શ્રુતસ્કંધો બે છે. તેમાંનો પ્રથમ શ્રુતસ્કંધ નવ અધ્યયનમય છે : અને એ જ શ્રી આચારાંગસૂત્ર છે, કારણ કે બીજો શ્રુતસ્કંધ એ ચૂલિકારૂપ છે. નવ અધ્યયનમય આ શ્રી આચારાંગસૂત્રના નવે અધ્યયનના અર્થાધિકારો ભિન્ન ભિન્ન છે. ‘શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનનો અર્થાધિકાર ‘જીવોના અસ્તિત્વનું અને તેની હિંસાથી વિરતિનું પ્રતિપાદન' આ છે, એમ આપણે જોઈ આવ્યા. હવે બાકીનાં જે આઠે અધ્યયનોના જે જે અર્થાધિકાર છે, તેનું ક્રમસ૨ પ્રતિપાદન કરતાં પરમ ઉપકારી મહર્ષિઓ ફરમાવે છે કે બીજા ‘લોકવિજય' નામના અધ્યયનમાં – "लोकविजये तुं ' लोगो जह बज्झइ जह यतं पजहियव्वं 'ति, विजितभावलोकेन संयमस्थितेन लोको यथा बध्यते अष्टविधेण कर्मणा यथा च तत्प्रहातव्यं तथा ज्ञातव्यमित्ययमर्थाधिकारः । " “કષાયરૂપ ભાવલોકને જીતનાર અને સંયમમાં સ્થિત એવા આત્માએ ‘લોક જેવી રીતે આઠ પ્રકારનાં કર્મ કરીને બંધાય છે અને જેવી રીતે તે બંધનનો નાશ કરી શકાય છે' – આ વાતને તે રીતે જાણવા યોગ્ય છે. આ અર્થાધિકાર છે.” ત્રીજા ‘શીતોષ્ણીય’ નામના અધ્યયનમાં — “तृतीये त्वयम् संयमस्थितेन जितकषायेणानुकूलप्रतिकूलोपसर्गनिपाते सुखदुःख વિષયતિ ।" “સંયમમાં સ્થિત અને કષાયોને જીતનાર એવા આત્માઓએ અનુકૂળ અને પ્રતિકૂળ એવા ઉપસર્ગો આવી પડે, ત્યારે તેના યોગે થતા સુખ અને દુઃખ પ્રત્યે સહનશીલતા કરવી - આ અધિકાર છે.” ચોથા ‘સમ્યક્ત્વ’ નામના અધ્યયનમાં – "चतुर्थे त्वयम् - प्राक्तनाध्ययनार्थसम्पन्नेन तापसादिकष्टतपःविनामष्टगुणैश्वर्यमुद्वीक्ष्यापि दृढसम्यक्त्वेन भवितव्यमिति । " ः खतितिक्षा Page #167 -------------------------------------------------------------------------- ________________ 635 –૮: બધું જ છ કાય જીવોની રક્ષા માટે ? - 45 – ૧૦૭ “પૂર્વનાં ત્રણે અધ્યયનોમાં કહેલા અર્થાધિકારોથી સહિત થયેલા આત્માએ કષ્ટકારી તપને સેવનાર તાપસ આદિ લોકોના અષ્ટગુણ એશ્વર્યને જોઈને પણ સમ્પર્વમાં દઢ રહેવું - આ અર્થાધિકાર છે.” પાંચમા “લોકસાર નામના અધ્યયનમાં – "पञ्चमे त्वयम् चतुरध्ययनार्थस्थितेनासारपरित्यागेन लोकसाररत्नत्रयौद्युक्तेन भाव्यमिति।" “પ્રથમનાં ચારે અધ્યયનમાં કહેલા અર્થમાં સ્થિત થયેલા આત્માએ અસાર વસ્તુઓના પરિત્યાગપૂર્વક લોકમાં સારભૂત “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકારિત્રરૂપ રત્નત્રય, તેની આરાધનામાં ઉઘુક્ત રહેવું – આ અર્થાધિકાર છે.” છઠ્ઠા ધૂત' નામના અધ્યયનમાં – “षष्टेत्वयम्- प्रागुक्तगुणयुक्तेन निसङ्गतायुक्तेनाप्रतिबद्धन भाव्यमिति ।" “પૂર્વનાં અધ્યયનોમાં કહેલા ગુણોથી યુક્ત એવા આત્માએ નિસંગતાયુક્ત' અને “અપ્રતિબદ્ધ થવું' - આ અર્વાધિકાર છે” સાતમા મહાપરિણા' નામના અધ્યયનમાં – "सप्तमे त्वयम्- संयमादिगुणयुक्तस्य कदाचिन्मोहसमुत्थाः परीषहा उपसर्गा वा प्रादुर्भवेयुस्ते સભ્ય સોટવ્યા” “સંવમાદિક ગુણોથી સહિત એવા મહાત્માને કોઈક સમયે મોહના યોગે ઉત્પન્ન થયેલા પરિષહો અથવા ઉપસર્ગો પ્રાદુર્ભાવ પામે, તે સર્વે સમ્યક પ્રકારે સહન કરવા યોગ્ય છે. આ અર્થાધિકાર છે.” આઠમા ‘વિમોક્ષ' નામના અધ્યયનમાં "अष्टमे त्वयम्-निर्वाणम् अन्तक्रिया सा सर्वगुणयुक्तेन सम्यग् विधेयेति ।" “ઉપરનાં આઠે અધ્યયનોમાં કહેલા જે ગુણોથી યુક્ત એવા આત્માએ નિર્વાણ' નામ અંતક્રિયા સખ્યપ્રકારે કરવા યોગ્ય છે.” નવમા ઉપધાનશ્રત' નામના અધ્યયનમાં – "नवमे त्वयम् - अष्टाध्ययनप्रतिपादितोऽर्थः सम्यगेवंवर्द्धमानस्वामिना विहित इति ।" આઠે અધ્યયનોમાં પ્રતિપાદન કરેલ અર્થ, એ રીતે સમ્યક પ્રકારે શ્રી વર્ધમાન સ્વામીએ કરેલું છે – આ અર્થાધિકાર છે.” Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - - વિશેષ પ્રકારે વિચરવા યોગ્ય : આ પ્રકારે નવે અધ્યયનોના અર્વાધિકારોનું પ્રતિપાદન કર્યા પછી, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે નવમા અધ્યયનમાં કહેલ અર્થાધિકારનું પ્રતિપાદન કરવું, એ શેષ સાધુઓના ઉત્સાહની વૃદ્ધિ માટે ખાસ જરૂરી છે અને એ જ કારણે નવમાં અધ્યયનમા નિયુક્તિકાર શ્રત કેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ફરમાવ્યું છે કે – "तित्थयरो चउणाणी, सुरमहिओ सिझियव्वंमि धुवंमि । अणिगृहियबलविरिओ, सव्वत्थामेसु उज्जमइ ।।१।। किं पुण अवसेसेहिं. दुक्खक्खयकारणा सुविहिएहि । હૉતિ નામથર્વ, સપવા માગુ તારા” “ચાર જ્ઞાનના ધણી અને સૂરોથી પૂજિત એવા શ્રી તીર્થંકર ભગવાન નિશ્ચિત સિદ્ધિપદને પામવાવાળા છતાં પણ, બળવીર્યને ગોપવ્યા વિના સર્વપ્રકારના સામર્થ્ય કરીને ઉદ્યમ કરે છે. તો પછી આ પ્રત્યપાયવાળા મનુષ્યપણામાં દુખલયના કારણે બાકીના સુવિહિત આત્માઓએ ઉદ્યમ કેમ ન કરવો જોઈએ? અર્થાત્ કરવો જ જોઈએ.” આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે મનુષ્યપણું પણ આપત્તિઓથી ગ્રસ્ત છે. એટલે એ મનુષ્યપણું પામીને હિતના અર્થી આત્માઓએ દુઃખનાં કારણોનો ક્ષય કરવા માટે પરમાત્માની આજ્ઞા મુજબ આ સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે ગુણવત્તા મેળવી પ્રબળ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે એ રીતના પ્રબળ પ્રયત્નો કર્યા વિના આ દુઃખમય સંસારથી મુક્તિ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી. આસ્તિક્યની આવશ્યકતા : ચાર ચાર જ્ઞાનના ધણી અને સૂરોથી પણ પૂજિત એવા શ્રી તીર્થંકરદેવો પણ, પોતાની સિદ્ધિ નિશ્ચિત હોવા છતાં પણ બળવીર્યને ગોપવ્યા વિના સર્વ પ્રકારના બળે કરીને ઉદ્યમ કરે છે, તો બીજા સિદ્ધિપદના અર્થી આત્માઓએ ઉદ્યમ કેમ ન કરવો જોઈએ ? અર્થાત્ કરવો જ જોઈએ.' - આ પ્રમાણે માનનાર આત્માઓએ “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં પ્રતિપાદન કર્યા મુજબ, સામાન્ય રીતે જીવોના અસ્તિત્વમાં અને વિશેષ પ્રકારે પૃથ્વીકાય' આદિના અસ્તિત્વમાં આસ્તિક્ય અવશ્ય ધરવું જોઈએ. અન્યથા તે જ અધ્યયનમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ on - ૮ : બધું જ છે કાય જીવોની રક્ષા માટે - 45– – ૧૦૯ પ્રતિપાદન કરેલ વિરતિનો સ્વીકાર કદી જ નહિ થઈ શકે. જીવોની હિંસાથી ઉત્પન્ન થતા કર્મના બંધથી બચવા માટે “પૃથ્વીકાય' આદિના જીવો છે જ અને તેથી હિંસાથી બચવા માટે પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ મુખ્યતયા ઉપદેશેલ સર્વવિરતિનો સ્વીકાર કર્યા સિવાય આ ભયંકર સંસારસાગરથી કોઈ પણ આત્માનો નિસ્વાર થઈ શકે તેમ છે જ નહિ' - આ પ્રકારના આસ્તિકશ્વની આવશ્યકતા અનિવાર્ય જ છે. એ રીતના આસ્તિક્ય વિના “નત્વની કે સમ્યકત્વની કલ્પના કરવી, એ આકાશને પુષ્પ આવ્યાની અને વંધ્યાને પુત્ર થયાની કલ્પના કરવા જેવું છે, કારણ કે “જૈનત્વ” અને “સમ્યક્ત” એ કાંઈ સામાન્ય ગુણો નથી. એ ગુણોની કલ્પના ગમે તેવા સ્વચ્છંદી અને ઉન્મત્ત જેવા આત્મા સાથે કરવી, એ તો તે ઉત્તમ ગુણોની ભયંકર આશાતના કરવા જેવું છે. આજે આ ગુણોની કલ્પના એવા માણસ સાથે પણ કરવામાં આવે છે, કે જે માણસ પોતાની મનસ્વી કલ્પનાઓના આધારે અનેક કુકલ્પનાઓ કરી, અજ્ઞાન આત્માઓને ભયંકર પાપના માર્ગે યુક્તિ-પ્રયુક્તિપૂર્વક દોરી રહ્યો છે ! ખરેખર, જૈન” ગણાતા કુળમાં જન્મવા છતાં પણ “જૈનત્વ” કે “સમ્યક્ત' જેવા ગુણોના શુદ્ધ સ્વરૂપને નહિ સમજી શકેલા આત્માઓ જ એવા પામર આત્મામાં આ અને આથી પણ ઉત્તમ ગુણોની કલ્પના કરવાની નાદાનિયત કરી શકે છે. બાકી જૈનત્વ” અને “સમ્પર્વ' જેવા ઉત્તમોત્તમ ગુણોથી ગુણમય બનેલા આત્માઓ તો એવા પાપાત્માઓની છાયા લેવાનું પણ હિતકર નથી માનતા અને એ જ વાજબી છે કારણ કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પણ એ જ છે. લોકવિજય : “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં કહ્યા મુજબના જીવોના અસ્તિત્વને સ્વીકારી, તેની થતી હિંસાના બંધથી બચવા માટે વિરતિ પામેલા આત્મા માટે “લોકવિજય' એ પણ એક આવશ્યક વસ્તુ છે અને એ જ કારણે પ્રથમ અધ્યયન સાથે બીજા અધ્યયનનો સંબંધ જોડતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે “अधिगतशस्त्रपरिज्ञासूत्रार्थस्य तत्प्रतिपादितैकेन्द्रियपृथिवीकायादिश्रद्धानस्य सम्यक् तद्रक्षापरिणामवत: सर्वोपाधिशुद्धस्य तद्योग्यतयाऽऽरोपितपञ्चमहाव्रतभारस्य साधोर्यथा रागादिकषायलोकस्य शब्दादिविषयलोकस्य वा विजयो भवति तथाऽनेनाध्ययनेन प्रतिपाद्यते ।" “શસ્ત્રપરિજ્ઞા” નામના પ્રથમ અધ્યયનના સૂત્રનો અને અર્થનો જાણકાર, શસ્ત્રપરિણા' નામના અધ્યયન દ્વારા પ્રતિપાદન કરેલ પૃથ્વીકાય' આદિ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 82 એકેંદ્રિય જીવોને સદ્ધનાર, એટલે કે નિશ્ચિતપણે માનનાર, તે પૃથ્વીકાયાદિ એકેદ્રિય જીવોની સભ્યપ્રકારે રક્ષા કરવાના પરિણામને ધરનાર, સર્વ ઉપાધિઓથી શુદ્ધ અને તે યોગ્યતાના આધારે, ગુરુ દ્વારા પાંચ મહાવ્રતોનો ભાર જેના ઉપર મૂકવામાં આવ્યો છે. એવો જે સાધુ, તેનો જે રીતે રાગાદિ કષાયલોક' અને “શબ્દાદિ વિષયલોક સાથે વિજય થાય છે, તે આ અધ્યયન દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે.” આ ઉપરથી સ્પષ્ટ થશે કે કલ્યાણના અર્થી આત્મા માટે લોકવિજય' એટલે “રાગાદિ કષાયલોક' અને “શબ્દાદિ વિષયલોકનો વિજયે અવશ્ય કરણીય છે ? કારણ કે એના વિષે વિના “શસ્ત્રપરિજ્ઞા” અધ્યયન દ્વારા પ્રતિપાદિત અહિંસાનું યથાસ્થિત પાલન થઈ શકતું નથી, કારણ કે રાગાદિ કષાયલોક અને શબ્દાદિ વિષયલોક આત્માને આકુળવ્યાકુળ બનાવી દે છે. આ “રાગાદિ કષાયલોકથી આત્માના સઘળા આંતરશત્રુઓનો અને “શબ્દાદિ વિષયલોકથી આત્માના સઘળા બાહ્ય શત્રુઓનો સંગ્રહ થઈ જાય છે. કલ્યાણના અર્થી આત્માએ આ બન્ને પ્રકારના શત્રુઓ ઉપર વિજય મેળવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. આખા સંસારની જડ જ આ બે જાતના શત્રુઓ છે. આ બે શત્રુઓને આધીન થયેલા આત્મા પોતાના પોતાપણાને અવશ્ય વિસરી જાય છે, અને એથી જ લોકહેરીને તજવાનું અને લોકેષણામાં નહિ હસવાનું, અનંતજ્ઞાનીઓનું ફરમાન છે. આ ફરમાનના પાલનમાં જ સાચી અહિંસા સમાય છે. રાગાદિ કષાયેલોકને આધીન થયેલો શબ્દાદિ વિષયલોક તરફ ઘસડાય છે. શબ્દાદિ વિષયલોક તરફ ઘસડાયેલો રાગાદિ કષાયલોકને મજબૂત અને ઉગ્ર બનાવે છે. રાગાદિ કષાયલોકમાં જેમ રાગ, દ્વેષ આદિ ગણાય છે તેમ શબ્દાદિ વિષયેલોકમાં શબ્દ, રૂપ અને રસ આદિ વિષયો તેની સામગ્રીઓ અને સ્વજનાદિ પરિવાર ગણાય છે. આ બધાની મમતામાં પડેલો આત્મા પકાય જીવનો રક્ષક કઈ રીતે બને ? ષકાયના રક્ષક બનવા માટે બધી જ પ્રતિબંધક વસ્તુઓથી અલગ થવું પડશે. જ્યાં સુધી અલગ થવામાં ન આવે, ત્યાં સુધી શસ્ત્રપરિજ્ઞામાં હિંસાથી બચવા માટે જે કહેવામાં આવ્યું, તે બની શકે તેમ નથી. લોક આડે આવે, લોકથી હૃદય મૂંઝાય, ત્યાં સુધી અહિંસાનું પાલન ન કરી શકાય. કારણ કે પરિગ્રહ બેઠો છે. વિષય અને કષાય જાગતા છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ભયંકર છે. આનાથી આત્માથી પોતાની પણ રક્ષા થઈ શકતી નથી. જે આત્મા પોતાની રક્ષા ન કરી શકે તે પારકી શી રીતે કરે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ હ૩૭ –૮ : બધું જ છે કાય જીવોની રક્ષા માટે : - 45 - ૧૧૧ હિંસક એટલે કે હિંસક પરિણામી હિંસા તો કરે ત્યારે ખરી, પણ એ પરિણામથી પોતાના આત્માની હિંસા તો થઈ જ જાય છે. હિંસક ન બની જવાય અને અહિંસકપણામાં ટકી રહેવાય તે માટે, બીજું અધ્યયન લોકવિજય' નામનું કહ્યું. અહીં લોકનો અર્થ ક્યો કર્યો ? રાગાદિ કષાય અને શબ્દાદિ વિષય એ લોક : કેમ કે લોકનું મૂળ જ એ. અહિંસક બનવા માટે અને બન્યા પછી ટકી રહેવા માટે, એ બન્ને લોક ઉપર વિજય મેળવ્યે જ છૂટકો. રાગાદિ ઉપર ઘટતો અંકુશ મૂકી વિષયસામગ્રી સાથે અને વિષયસામગ્રીમાં યોજનાર તથા પ્રેરનાર સ્વજન-કુટુંબ-કબીલા સાથે સૌથી પહેલો વિજય કરવો જોઈએ. ત્યાંથી ખસ્યો એટલે તે તરફની અભિલાષાઓ આપોઆપ ખસે. પણ જો આને જ વધારવાની ભાવના થાય, તો આગળનો વધુ વિજય થાય શી રીતે ? ન જ થાય. આ જ કારણે “લોકવિજય” કરવા પ્રયત્ન કરવો જોઈએ. તિતિક્ષા-સહનશીલતા: લોકવિજય' કરતાં અને કર્યા પછી પણ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવવા એ શક્ય છે. એ વખતે તે બન્ને જાતના ઉપસર્ગોને વિકારરહિતપણે સહી લેવા માટે તિતિક્ષા, એટલે સહનશીલતાની અતિશય જરૂર છે. એ બતાવવા માટે “લોકવિજય' નામના બીજા અધ્યયન પછી “શીતોષ્ણીય' નામના ત્રીજા અધ્યયનની રચના છે. આ વાત બીજા અધ્યયન સાથેનો ત્રીજા અધ્યયનનો સંબંધ બતાવતાં સારામાં સારી રીતે ટીકાકાર મહર્ષિએ ફુટ કરી છે. બીજા “લોકવિજય' નામના અધ્યયન પછી ત્રીજા “શીતોષ્ણીય' નામના અધ્યયનનો સંબંધ શો છે ? - એ બાબતમાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે "अध्ययनसम्बन्धस्तु शस्त्रपरिज्ञोक्तमहाव्रतसम्पत्रस्य लोकविजयाध्ययनप्रसिद्धसंयमव्यवस्थितस्य विजितकषायादिलोकस्य मुमुक्षोः कदाचिदनुलोमप्रतिलोमाः परीवहा प्रादुष्भवन्ति, तेऽविकृतान्तःकरणेन सम्यक्सोढव्या, इत्यनेन सम्बन्धेनायातमिदमध्ययनम् । " “શસ્ત્રપરિણા” નામના પ્રથમ અધ્યયનમાં કહેલ મહાવ્રતોથી સંપન્ન, લોકવિજય’ નામના અધ્યયનમાં પ્રસિદ્ધ સંયમમાં વ્યવસ્થિત અને કષાયાદિ લોકના વિજેતા મુમુક્ષુને કોઈ વખત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પ્રગટ થાય છે, તો તે ઉપસર્ગો તેણે હૃદયથી સહેજ પણ ખિન્ન થયા વિના સમ્યક પ્રકારે સહન કરવા જોઈએ. - આ સંબંધથી બીજા “વલોકવિજય અધ્યયન પછી આ “શીતોષ્ણીય' નામનું ત્રીજું અધ્યયન છે.” Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – - 0 આથી તદ્દન સ્પષ્ટ છે કે કલ્યાણના અથ આત્માએ આત્મકલ્યાણની સાધનામાં આવી પડતા અનુકૂળ યા પ્રતિકૂળ ઉપસર્ગોને સહવા માટે સજ્જ રહેવું જોઈએ, અન્યથા “શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયન દ્વારા કહેલ મહાવ્રતો અને લોકવિજય'નામના અધ્યયન દ્વારા બતાવે સંયમની સાધના દુષ્કર છે. મહાવ્રતોના પાલન માટે અને અથવા તો સંરક્ષણ માટે જરૂરી સંયમના અર્થીએ વાતવાતમાં આકુળ-વ્યાકુળ થઈ જવું કે માનપાનથી અને વાહવાહથી અંજાઈ જવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. કોઈ કહે કે “મહાવ્રતો અને તેના પાલન માટેના જરૂરી સંયમના પાલન માટે આ બધું છોડવાની શી જરૂર ?' - તો એ ન જ ચાલે, કારણ કે તેની ખાસ જરૂર છે. અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોના પ્રસંગે સ્થિર રહેનારો આત્મા જ, લોકવિજય કરી “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં કહેલ મહાવ્રતોનું યથાસ્થિત પાલન કરી શકે છે. શસ્ત્રપરિણાનો હેતુ વાસ્તવિક રીતે અસ્તિત્વને ભોગવતા પૃથ્વીકાયાદિ જીવોનું પ્રતિપાદન કરી તેના વધથી બચવા માટે ઉત્તમ આત્માઓને મહાવ્રતધારી બનાવવાનો છે : અને “લોકવિજય'નો હેતુ એ મહાવ્રતોના પાલન માટે જરૂરી સંયમને બતાવવાનો છે. જ્યારે આ ત્રીજા અધ્યયનનો હેતુ આવી પડતા અનુકૂળ યા પ્રતિકૂળ પ્રસંગોએ સહનશીલ બનાવવાનો છે, કારણ કે એવા અનુપમ સાધ્યની સિદ્ધિ માટે એ સહનશીલતાની ઘણી જ જરૂર છે. બન્ને જાતના ઉપસર્ગોમાં ખરી કઠિનતા અનુકૂળ ઉપસર્ગ સહવામાં છે. ફરજ શાથી ચુકાય છે? આજે કોઈ પણ ગૃહસ્થમંડળ કે કોઈ પણ સાધુમંડળ ફરજથી ચૂકતું હોય, તો તે બહુલતયા અનુકૂળ ઉપસર્ગથી જ! “આપ સાહેબ, આપ તો શેઠ, આપ તો ઉદાર, આપ તો આવા’ - કહીને ગૃહસ્થને ધર્મથી ખસેડવામાં અને એના હાથે ન કરવાનાં કાર્ય કરાવવામાં પણ આજે વાર નથી લાગી. “આપ સાહેબ' થયા એટલે ફુલાય અને પછી આગમને આઘાં મૂકો એમ કહેતાં વાર નહિ. આ રીતે ફુલાવીને કામ કરાવનારાઓ કામ કરાવીને ચાલ્યા જાય, એમાં જરા પણ વાર ન લાગે. માનભૂખ્યા સાધુને પણ આવીને કહે કે “આપ તો તારક, સાચા ઉદ્ધારક, આપ ઉદ્ધાર નહિ કરો તો કોણ કરશે ? આપે તો અમારી બધી ખબર રાખવી જોઈએ, આપ વિના તો જીવાય જ નહિ.” આવી મીઠી મીઠી ચાર વાતો Page #173 -------------------------------------------------------------------------- ________________ 641 ૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે : - 45 ૧૧૩ એવા સાધુ પાસે કરે, એટલે એ સાધુ પણ સામો કહે તેમ ક૨વા તૈયાર થઈ જાય એ શાથી ? વિચાર કરતાં કહેવું જ પડશે કે એ બધા અનુકૂળ ઉપસર્ગથી ! જ્ઞાની કહે છે કે પ્રતિકૂળ ઉપસર્ગમાં તો હજી પણ ટકાય, કોઈ ગાળ દે તે કદાચ સહન થાય, પણ માનસન્માન, ‘આપ સાહેબ આવા અને આપ મોટા, આપ ઉદાર અને આપ શ્રીમાન' - આ સહેવું અને આવામાં ટકવું એ બહુ જ મુશ્કેલ. ‘શસ્ત્રપરિજ્ઞા’ના કથનનો સંપૂર્ણ અમલ કરવા ખાતર, લોકનો વિજય કરવા માટે આગળ આવેલાઓમાંના પણ, દુઃખની વાત છે કે તે કોઈ વખત અનુકૂળ ઉપસર્ગથી પડી જાય છે, તો પછી બીજા જ ઇરાદે આવેલા પામર આત્માઓ માટે તો પૂછવું જ શું ? પ્રશ્નો અને ઉત્તરો : દુનિયાદારી એટલે જ છકાયની વિરાધના : સભા : મુનિ દુનિયાદારીની સાથે રહે એમાં વાંધો શો ? ‘કરેમિભંતે’ના પચ્ચખ્ખાણમાં એમ હોય તો રહે એમાં કાંઈ વાંધો નહિ, પણ એમ છે ? સભા : પણ ત્યાં લાભ હોય તો ? લાભ દેખાડે. જ્યાં જ્યાં લાભ દેખાય, ત્યાં ત્યાં દુનિયાદારી સ્પર્શતી જ નથી. દૃષ્ટાંતો જુઓ, રાજાઓને અને મંત્રીઓને કેવા બનાવ્યા, તો એ પ્રભાવક બન્યા ! મહારાજા શ્રી કુમારપાળને એવા બનાવ્યા, કે જેથી એમની એક જ ભાવના કે ‘ક્યારે છૂટું ! રાજ્ય પણ મારા માટે કામનું નથી.' જો આ ભાવના ન હોત અને રાજ્યની મમતા હોત તો પૂજન કરતાં, ‘છએ ઋતુના ફૂલથી જ્યાં સુધી પૂજા ન કરી શકું ત્યાં સુધી અન્નપાણી ત્યાગ' - આવો અભિગ્રહ થાત ? જેને રાજ્ય વહાલું હોય, સાહ્યબી વહાલી હોય, તે અન્નપાણી તજે ? મુદ્દો એ છે કે જેને ષટ્કાયરક્ષક બનવું છે અને કહેવરાવવું છે, તેનાથી દુનિયાદારીની સાથે રહેવાય નહિ જ, કારણ કે દુનિયાદારી એટલે જ ષટ્કાયની વિરાધના ! એ વિના દુનિયાદારી ચાલતી જ નથી. તમે મુનિને શું લખો ? ષટ્કાયરક્ષક કે ભક્ષક ? જો ૨ક્ષક, તો પછી તેને દુનિયાદારી સાથે મેળ શી રીતે ખાય ! કારણ કે ‘દુનિયાદારીમાં તો ષટ્કાયની વિરાધના જ છે.' સભા : મનુષ્ય પંચેંદ્રિયની તો નથી ને ? મૈથુનમાં પંચેંદ્રિય કેટલા મરે છે ? બેથી નવ લાખ. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ——– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – સભા: એ તો નાનાને ? હા ! હવે આવો મોટામાં. પંચંદ્રિય મોટા તે પણ તમારા સ્વાર્થની આડા આવે તો તમને શી ભાવના થાય ? શ્રાવક બનો તો પણ તમારો નિયમ તો નિરપરાધી માટે ને! તો પછી અપરાધી માટે શું? તમે જ્યાં તમારું માન્યું, ત્યાં જે ખલેલ કરે તેની સાથે તમારે પાલવવાનું છે જ નહિ. ખરેખર, મનુષ્યને માથે જો આટલો ધર્મનો અંકુશ ન હોત, તો એ નગરમાં પ્રવેશવા જોગ પણ ન હોત. બજારમાં ફરવા જોગા જે છે, તે પણ સામાન્ય ધર્મના અંકુશથી ! આટલો અંકુશ પણ ન હોત તો શું થાત ? દુનિયાદારી એ એવી ચીજ છે કે કઈ વખતે તે આત્માને પાયમાલ કરશે તે ન કહેવાય ! તમે ભાગ્યવાન હો, પુણ્યવાન, હો, સંયોગો સારા રહે અને પાયમાલી ન થાય તો સારી વાત, પણ સ્થિતિ ફરે ત્યારે દુનિયાદારીમાં રહેલો શું કરશે તે ન કહેવાય. દુનિયામાં મનુષ્ય જે હાનિ કરી છે, તેવી કોણે કરી છે ? આથી જ જ્ઞાની કહે છે કે દુનિયાની સાથે મુનિને મેળ ન હોય. આટલા માટે તો દુનિયાદારીથી વિશિષ્ટ એવા આત્માનો ત્યાગ કર્યા પછીથી જ અહીં અવાય છે. ___पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि" પૂર્વે સેવેલી દુનિયાદારીથી પાછો ફરું છું, નિંદુ છું, હું છું, અને પાપક્રિયાથી વિશિષ્ટ એવા આત્માનો પરિત્યાગ કરું છું.” આ જાણો છો ને! આથી જ મુનિથી દુનિયાદારીની અવસ્થાનું સ્મરણ પણ ન થાય. મુનિ તમારા તારક શાથી? ધર્મજ્ઞ, ધર્મકર્તા (ધર્મકારક) અને ધર્મદેશક માટે ! ધર્મને જાણે, એટલું જ નહિ પણ ધર્મને કરે અને દે તો ધર્મને જ દે, માટે મુનિ તમારા તારક ! ધર્મજ્ઞ ન હોય, ધર્મ ન કરે અને દે તો ધર્મની જ દેશના ન દે, તો ઉપકાર કરે શી રીતે ? મુનિ દુનિયાદારી સાથે ભળ્યા કે મુનિપણું વગર શંકાએ ચાલ્યું સમજવું. નવકારના પાંચ પદમાં મુનિને પાંચમે પદે મૂક્યા છે. શ્રાવક અને શ્રાવિકામાં ધર્મ સર્વથા નથી એમ નહિ, છે છતાંય એ નવકારના પાંચ પદમાં નહિ : કારણ કે એનામાં સાવઘક્રિયાની જ માત્રા વધારે છે અને મુનિ તો સર્વથા સાવઘક્રિયાથી વિરમેલા છે. નવપદમાં પણ પાંચ પદ એ અને પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને લીધાં, પણ શ્રાવક-શ્રાવિકાને ન લીધાં શ્રાવક-શ્રાવિકાને કોઈ પદમાં ન રાખ્યા, કારણ કે એ સાવદ્યમાં રહેલ છે. એનામાં નિરવઘતાનો અંશ કેટલો? Page #175 -------------------------------------------------------------------------- ________________ બ૩ -૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે ? - 45–– ૧૧૫ શાસ્ત્રકારે ગૃહસ્થને તપાવેલા લોઢાના ગોળાની ઉપમા આપી છે. એ ગોળો ગબડ્યા જ કરે. એ ગોળો ગોળ-ઢાળ આવે ત્યાં ગબડે-ટકે જ નહિ. સ્પર્શાય ત્યાં ડામ થાય-કાં ભડકો થાય, કાં કાળાશ થાય. બહુ વખત રહે તો ભડકો થાય નહિ તો કાળાશ કરે : પણ કંઈક કરીને તો જાય. “લોઢાનો ગોળો' - એ નાનીસૂની ઉપમા છે ? કારણ એ ષકાયનો વિરાધક છે. જેટલે અંશે એ દૂર રહે એટલે અંશે એને લાભ! બાકી એનાથી બીજું થાય શું? પરમેષ્ઠિપદમાં તો તે જ હોય, કે જેણે સર્વ સાવઘનો ત્યાગ કર્યો હોય, અને તો જ એ તારક બનવાને લાયક ! તથી તો જ એ તારવાની ક્રિયા કરી શકે છે. મુનિની દરેક ક્રિયાનો હેતુ છે? સભા : અપવાદે મુનિને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય ખરું? મુનિ માટે કોઈ પણ પુણ્યની ક્રિયા જ નથી. મુનિની સઘળી જ ક્રિયાઓ નિર્જરાની જ છે. અસ્તુ. મુક્તિના અર્થીમાત્રની ઇચ્છા નિર્જરાની જ હોય, છતાં પણ જો બંધ થાઓ તો પુણ્યાનુબંધી પુણ્યનો થાઓ, એમ ઇચ્છ. મુનિનું તથા ગૃહસ્થનું સ્થાન જુદું છે. મુક્તિ ન મળે ત્યાં સુધી સાધન તો જોઈશે, પણ પાપ કે પાપાનુબંધી પુણ્યનો બંધ આવતો હોય તો તે ન આવે અને પુણ્યાનુબંધી પુણ્ય આવે એ મજાનું છે : ધર્મક્રિયા માત્ર મુક્તિના ઇરાદે જ કરવી જોઈએ. અન્ય ઇરાદે કરે તો એ પણયમાં પાપાનુબંધનો અંશ લાગતાં વાર ન લાગે. મુનિની તથા શ્રાવકની મર્યાદા સમજાય નહિ, ત્યાં સુધી ચરણકરણાનુયોગનું પાલન કઠિન છે. તત્ત્વજ્ઞાનની વાતો વાણીથી છાંટવી સહેલી છે : વાતો બધી કરાય, પણ જો ચરણની ભાવના ન હોય તો એ બધું, માણસને લબાડ બનાવે. ચરણની રુચિ જવાથી માણસ શાસ્ત્રનો મનગમતો ઉપયોગ કરે છે. શાસ્ત્રનો મનગમતો ઉપયોગ કરનાર પ્રભુના શાસનમાં રહેવા માટે લાયક નથી. દ્રવ્યાનુયોગ જુએ અને બીજો યોગ આપો મૂકે તે કેમ ચાલે?બધા અનુયોગ ભેગા થાય તો ફળ થાયને ! જે વસ્તુ જે રીતે જોવાવી જોઈએ, તે રીતે ન જોવાય ત્યાં સુધી લાયક થઈ શકાતું નથી. હજી તો અજ્ઞાનીઓ ગૃહસ્થધર્મ શું એ પણ સમજતા નથી. એટલે “ઘર ચલાવવું, લગ્ન કરવાં' - એ બધાંને ગૃહસ્થ ધર્મ માને છે. ભગવાને બે પ્રકારનો ધર્મ કહ્યો, એમાં આરંભ-સમારંભ, પરિગ્રહ, રંગરાગ નથી આવતા પણ આ તો ત્યાં જ વાંધા છે. આજ તો કહે છે કે રાજા હોય એ રાજ કરે અને ગૃહસ્થ હોય તે ઘર ચલાવે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ એવો રાજધર્મ તથા ગૃહસ્થધર્મ ભગવાને કહ્યો. આમ કહેનારને કોઈ પૂછતુંય નથી કે એમ કહેવાની ભગવાનને જરૂર શી હતી ? ઉપદેશ ક્યાં હોય ? જે વસ્તુ ઉપદેશ વિના ન થતી હોય ત્યાં ભગવાન શ્રી મહાવીરસ્વામીજીની પહેલાં, એટલે કે એ તારકે ઉપદેશ કર્યો તે પહેલાં આ બધું એટલે રાજ્ય અને ઘરબાર ચલાવવાં, પેઢી ચલાવવી, એ બધું ચાલતું કે નહિ ? રાજ્ય ચલાવતાં ચલાવતાં ઘરબાર ચલાવતાં ચલાવતાં એના જ પ્રભાવે મુક્તિએ કોણ ગયું ? કોઈ જ નહિ; તો શ્રી જિનેશ્વરદેવે માર્ગ મુક્તિનો સ્થાપ્યો કે સંસારનો ? સભા : એ તો ઋષભદેવની વાત કરે છે. શ્રી ઋષભદેવસ્વામીએ શું કહ્યું એ કહો. ઋષભકુમારે કે ઋષભરાજાએ શું કહ્યું ? - એની સાથે નિસ્બત નથી : પણ શ્રી ઋષભદેવજીએ શું કહ્યું ? –એની સાથે સંબંધ છે. વળી એમણે પણ સંસાર છોડતાં સર્વ સાવધયોગનું પચ્ચખ્ખાણ કેમ કર્યું ? રાષ્ટ્રધર્મ શું મુક્તિ અપાવે છે ? સભા : રાષ્ટ્રધર્મ ક્યારે સ્થાપ્યો ? તમે જાણો ! કેવળજ્ઞાન થયા બાદ શું કહ્યું એ તો કહો ! વારુ, તમારા કહેવા મુજબ જો રાષ્ટ્રધર્મ સ્થાપ્યો એમ માનીએ, તો કહો કે રાષ્ટ્રનો તે તા૨કે ત્યાગ કેમ કર્યો ? અને તે પછી શ્રી ભરતજીએ પણ શ્રી બાહુબળીજી સમક્ષ એમ કેમ કહ્યું કે ‘જે રાજ્યને ભવતરુનું બીજ ન માને તે અધમ છે અને એ જાણવા છતાં હું નથી છોડતો, માટે હું તો અધમમાંયે અધમ છું ?' જો રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રને લગતી પ્રવૃત્તિઓ કરવામાં જ ધર્મ જહતો, તો શ્રી ભરતજીએ રાજ્યને ભવતરુનું બીજ કેમ કહ્યું ? અને એમ ન માને તેને અધમ કેમ કહ્યો ? તથા પોતાને અધમમાં અધમ કેમ જણાવ્યા ? શ્રી ભરતજી કોની આજ્ઞાથી આ બોલી શકે ? જો રાષ્ટ્રની જીત એ જ ધર્મ હોત તો શ્રી ઋષભદેવસ્વામીની આજ્ઞાના પાલનમાં જ આત્મશ્રેય માનનાર શ્રી ભરત મહારાજ રાજ્યને સંસારવૃક્ષનું બીજ (કારણ) માનત ? શ્રી ભરતજી કોના પુત્ર ? શ્રી ઋષભદેવસ્વામિના ને ? 644 વારું, ધર્મ કોને કહેવાય ? દુર્ગતિમાં પડતા જંતુસમૂહને બચાવે અને સાર્વ ગતિમાં સ્થાપન કરે તે જ ધર્મ ને ? તો રાજ્ય દુર્ગતિથી બચાવે કે દુર્ગતિમાં લ જાય ? કલ્પસૂત્રમાં આવતી હરિવંશની ઉત્પત્તિ સાંભળીને ! રાજ્યાદિક, - અં કારણ શાનું ? નરકનું કે સ્વર્ગનું ? શ્રી બ્રહ્મદત્ત અને શ્રી સુભૂમચક્રવર્તીને કય Page #177 -------------------------------------------------------------------------- ________________ હકક – –૮: બધું જ છ કાય જીવોની રક્ષા માટે ? - 45 – ૧૧૭. સુખની ખામી હતી, કે જેથી તેઓ નરકે ગયા ? બીજા રાજાને તો કદાચ માનો કે રાજ્ય ઓછું હતું, પણ આ તો છ ખંડના રાજા હતા, તો પછી નરકે કેમ ગયા ? દુનિયામાં ગાંડા પણ કહે છે કે જે બે કલાક ભગવાનનું નામ લીધું તે આપણું; બાકી બધું નકામું ! આર્યક્ષેત્રમાં અધમકુળમાં અવતરેલા અને મજૂરી કરનારાઓ પણ કહે છે કે, - “જે બે ઘડી રામનું નામ લીધું તે કામનું ?” તો આજના સુધરેલા ગણાતા જૈનોને હજી તો એ શંકા છે કે રાજ્યાદિ ધર્મ કે આમાં કહ્યો છે તે ધર્મ? પરંતુ ખરું જોતાં એ શંકા નથી, પણ ઇરાદાપૂર્વકની પાપ કાર્યવાહી છે ! શરીર રક્ષણીય કે સેવ્ય? સભા : લોક પણ કહે છે કે રાજેશ્રી તે નરકેશ્રી. એ તો લોક માને છે ને ! પણ કહેવાતો સુધરેલો જૈન લોક માને છે ? ખરેખર, આવા સુધારકો એ જૈનસમાજ માટે પણ શ્રાપસમા છે કારણ કે શ્રી જિનેશ્વરદેવના નામે સંસારની વાત કરવી, એના જેવું દુનિયામાં શાસ્ત્રવિરુદ્ધ એટલે કે અસત્ય કથન એક પણ નથી. એ તો શાહુકારના નામે ચોરીની સ્થાપના કરવા જેવું છે ! આથી જ વિવેકીઓ કહે છે અને માને છે કે દુનિયાને તથા ધર્મને મેળ તો નથી જ. “કરેમિ ભંતેમાંથી એ તો નથી જ નીકળતું કે મુનિપણામાં દુનિયાદારી બાકી રાખી છે, કારણ કે પચ્ચકખાણ તિવિહં તિવિહેણ' છે અને એટલા માટે જ મુનિ પરમેષ્ઠિપદમાં સ્થિત છે. મુનિની કાર્યવાહી એક જ કે દુનિયાના પ્રાણીને ઉત્તમ માર્ગે જોડવા. દુનિયાનાં પ્રાણીઓ ઉત્તમ પદે આવે એ જ મુનિના મનોરથ. આવા મનોરથોને સેવે અને પોતાના મુનિપણામાં રત રહે, તો જ મુનિ મુનિપણાને સાચવી શકે, નહિ તો મુનિપણું ગુમાવી દે.. શ્રી જિનેશ્વરદેવના નામે, શ્રી જિનેશ્વરદેવના આગમના નામે અને અનંત જ્ઞાનીઓના કથનના નામે દુનિયાના પોષણની વાત હોઈ શકતી જ નથી. શાનીનો એક જ ઉપદેશ છે કે કલ્યાણનો અર્થી આત્મા પ્રથમ દરજજે તો દુનિયાને તજે, જો ન જાય તો દુનિયામાં રહ્યા રહ્યા એમાંથી થોડા થોડા પણ બચતા રહે અને તેમ પણ ન થાય તો દુનિયાને પાપમય તો માને છે. આથી જ કહેવું પડે છે કે દુનિયા ન છૂટે તો પણ તેમાં બહુ લીન ન થવાય તે માટે મર્યાદાશીલ બનો. દુનિયામાં આત્મા ગમે તેટલો મર્યાદાશીલ બને, તો પણ તે ષકાયનો વિરાધક તો ખરો જ : માટે અંતે તો છોડયે જ છૂટકો છે, પણ જે Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ————— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ –––– ઉ4 આત્મા મર્યાદા મૂકી દુનિયાની કાર્યવાહીમાં નિઃશુકપરિણામી થઈ જાય છે, તે તો મિથ્યાષ્ટિપણાને જ પામે છે. એ પામર શ્રી જૈનશાસનમાં નથી રહી શકતો. શ્રી જૈનશાસનમાં રહેનાર આત્મા તો દુનિયાદારીની કાર્યવાહીઓથી કંપે અને એથી એનું તો હૃદય મૂંઝાય. વધુમાં તમો જે દુનિયાના સુખ માટે ફાંફાં મારો છો, તે પણ મળે છે તો ધર્મના સેવનથી જ ! તો પછી ધર્મનો સભાવ જાય અને ધર્મમાં આનંદ ન રહે, તો તે દુનિયાનાં સુખો પણ કયાંથી જ મળશે? માટે કહેવું પડે છે કે અનુકૂળ ઉપસર્ગોથી ધર્મ ન ભૂલો. અનુકૂળ ઉપસર્ગોથી સાવધ રહો. મુનિ માટે અનુકૂળ ઉપસર્ગો બહુ જ ભયંકર છે. ગૃહસ્થને પણ એ ઉપસર્ગ મારી નાખનાર છે - દુનિયાના સ્નેહીનો જેના પર બહુ પ્રેમ હોય તેને વાંધો ક્યાં આવે ? જે છોકરા ઉપર માબાપનો કે સગા સંબંધીનો બહુ પ્રેમ હોય, એને વાંધો કયાં આવે ? ખાવાપીવામાં વાંધો આવે ? નહિ, પણ ધર્મમાં જ વાંધો આવે. વહાલામાં વહાલા દીકરાને માબાપ એકાસણું-ઉપવાસ ન કરવા દે. શરદીમાં, ગરમીમાં કે વરસાદમાં તીર્થયાત્રાએ ન જવા દે, પણ ખાવાપીવામાં, ઊંધવામાં, રંગરાગમાં, મોજમજામાં કે નાટકચેટકમાં ના ન પાડે. દુનિયાદારીની અનુકૂળતા આત્માને કઈ ક્રિયાથી પાછા પાડે છે, એ વિચારો. આ રીતે વસ્તુસ્વરૂપ વિચારતાં આપોઆપ સમજી શકાશે કે દુનિયાદારીનો પ્રેમ દશમા “રાગ' નામના પાપસ્થાનકમાં જ ચાલ્યો જાય છે. હા, જો તત્ત્વજ્ઞ પુત્રને એમ થાય કે “માતાપિતાને હું કોઈ પણ રીતે ધર્મમાં જોડું તો ઘણું સારું - તો ઉપકારી પ્રત્યેનો આવો પ્રેમ એ પ્રશસ્ત પ્રેમ છે : અને હિતચિંતક માબાપને પણ જો એમ થાય કે પુત્રને મોક્ષમાર્ગનો મુસાફર બનાવવો' - તો એ પ્રેમ પણ પ્રશસ્ત જ. સાથે સાથે એ પણ વિચારો કે અંતિમ સમયે સારી ગતિમાં જવું હોય, શુભ આયુષ્યનો બંધ કરવો હોય, તો શું કરવું જોઈએ ? હાય મા, હાય બાપ, કરે તો આત્મા મરીને ક્યાં જાય? કઈ ભાવના યાદ આવે તો સદ્ગતિએ જવાય ? કહેવું જ પડશે કે ધર્મની ભાવના આવે તો જ ! તો પછી જે ભાવના અંતિમ સમયે આવવી જોઈએ, તે વચ્ચે ન આવવી જોઈએ એમ ? જિંદગી સુધી “મારું-મારું' કરનારને અંતિમ વખતે ઉત્તમ ભાવના આવે ખરી ? તમે તમારી જાતે વિચાર નથી Page #179 -------------------------------------------------------------------------- ________________ A1 ––– ૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે :- 45 - ૧૧૯ કરતા એની જ આ પંચાત છે. આ બધી તો હૈયામાં ઊતરે તેવી વાતો છે. આ સમજાવવાની મહેનત હોય ? જમીન એવી ખરાબ થઈ ગઈ છે કે કચરો ઉખેડતાં પાર ન આવે. સત્યની જિજ્ઞાસા કરતાં પોતે માનેલું કહેનાર મળે એ ઇચ્છા વધારે દેખાય છે : પોતાના વિચારને પુષ્ટિ ક્યાંથી મળે એ જ આજે શોધાય છે ? આથી જ હૈયામાં સત્ય ઊતરી શકતું નથી - સત્યના અનુભવો પણ અસર નથી નિપજાવી શકતા. તેથી અનુભવોને છુપાવીને પણ પાપ તરફ ધસ્યા જવાય છે. શરીરની રક્ષા હોય કે સેવા હોય? શરીર પોતાનું નથી એ કોણ નથી જાણતું? નાસ્તિકને છોડી દો, શરીરથી આત્માને જુદો માને તેની આ વાત છે. શરીર તથા આત્માને એક જ માને અથવા આત્માને ન માને એ આસ્તિક કે નાસ્તિક ? શરીરની જ સેવા કરવાની પ્રવૃત્તિને આનંદપૂર્વક ધર્મ માનીને ઉત્તેજન આપે, એ આસ્તિક કે નાસ્તિક ? જે શરીરની સેવામાં જ કલ્યાણ માને, એની સેવાની પ્રવૃત્તિને ધર્મબુદ્ધિથી રસપૂર્વક ઉત્તેજન આપે, એની પીઠ થાબડે, તેનું નામ નાસ્તિક અને એવાઓ જો તારકના લેબાશમાં ફરતા હોય તો પરમ નાસ્તિક. શરીર તથા આત્મા જુદા માને તેને માટે આ બધી વાત છે. આત્મકલ્યાણના સાધન તરીકે શરીરની રક્ષા હોય, પણ રસપૂર્વકની સેવા હોય? શરીર સેવ્ય કે રક્ષણીય? એ રક્ષણીય છે. પણ સેવ્ય નથી મુક્તિના માર્ગમાં સહાયકો માટે રક્ષણીય - મુક્તિમાર્ગમાં સહાયક ન થાય તો તો તેવું પણ નથી. શરીરથી આત્માને જુદો માનનાર આત્મા શરીરને મારું માને ? જે શરીરને છોડી જવાનું છે, એને માટે ભયંકર ધમાચકડી કરવી એ શું વાજબી છે ? જે સારાં કાર્યોમાં ફાળો ન આપી શકે તે શરીરની રક્ષા પણ ન હોય, તો સેવાની તો વાત જ શી ? રક્ષા પણ મુક્તિમાર્ગમાં સહાયક થાય તે માટે કરવાની છે. કહે છે કે “અમે આત્મા, પુણ્ય પાપ, વગેરે માનીએ છીએ માટે આસ્તિક કહો.” મોઢેથી “માનીએ છીએ” - એમ કહેવા માત્રથી આસ્તિક કહેવરાવવું છે? તમને આસ્તિક કહ્યા, પણ એમાં કાંઈ વળ્યું ? મોંથી પણ કહો છો એનું કારણ ખંડન કરવાની તાકાત નથી એ જ છે કે કાંઈ બીજું ? વારુ, આત્માને શરીરથી જુદો માનનાર અને પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, - આ બધાં તત્ત્વોને માનનારની પ્રવૃત્તિ કેવી હોય ? Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ –– ઉ48 પૈસા સાચવવા જોઈએ એમ સમજો છો તો તિજોરીમાં રાખવા એમ તમને કહેવું પડે છે ? તિજોરીમાં પૈસા રાખવાનું તથા કૂંચી કેડે (કમ્મરે) ભિડાવવાનું કોણે શીખવાડ્યું ? એ તમે ઝટ કેમ શીખી ગયા ? કારણ એ જ છે કે “કોઈ ઉપાડી જશે તો ભીખ માગીશું.' - એમ તમે સમજો છો, તેમ અહીં પણ આ તત્ત્વો માનતા હો તો તે રીતે કહેવું પડે અને વર્તવું પડે, ખરું ને ? ખરી વાત એ છે કે આસ્તિકતાની કાર્યવાહી સ્વીકારવી નથી અને નાસ્તિકનું ઉપનામ ગમતું નથી એવી દશા છે ! શાહુકારીની રૂએ ચૂકવવું નથી અને દેવાળિયા કહેવરાવું પાલવતું નથી, આવું કેટલા દી નભશે ? આસ્તિકતામાંયે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનનારનો નંબર વધે. કેટલાક આસ્તિક એવા પણ છે, કે જેઓને શ્રી વિતરાગદેવના આગમપ્રણીત ધર્મનો સ્પર્શ નથી થયો એવાને બાજુ રાખીએ, પણ જેઓ પોતાને શ્રી વીતરાગદેવના અનુયાયીઓ મનાવે છે, તેઓ ભગવાન શ્રી મહાવીરદેવના નામે દુનિયાની કાર્યવાહી કરવા માગે તેઓનું શું ? ક્ષેત્ર ને કાળ કયાં જોવાય ? - ભગવાન શ્રી મહાવીરદેવને માનનારો જમાનાનો ગુલામ કઈ રીતે થઈ શકે ? જમાનો જોઈને જે વિહિત રીતે ફેલાવાય, તે વિહિત રીતે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને ફેલાવે એ ખરું, પણ જમાનાના નામે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને ટક્કર લાગે તેવી કાર્યવાહી તે કઈ રીતે કરે ? સકલાતની ગાથા જાણો છો ને ? “નામ તિદ્રવ્યભાવે પુનન્નિનળનમ્ ક્ષેત્રે રાત્રે સમિ-તઃ સમુપમ સારા” “સર્વ ક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ, આકૃતિ (સ્થાપના), દ્રવ્ય અને ભાવ, એ ચારે નિક્ષેપાઓથી ત્રણે જગતના જીવોને પવિત્ર કરતા શ્રી અરિહંતદેવોની અમે ઉપાસના કરીએ છીએ.” આ રીતે માની શ્રી અરિહંતદેવનો પૂજારી બનેલો આત્મા શ્રી અરિહંતદેવને તથા તારકની આજ્ઞાની અધીનતા મૂકી જમાનાને વળગે ? એમ વિચારે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પણ અત્યારે કેમ કામ લાગે ? ચિત્રકાર રંગ પૂરવા માટે ચિત્રમાં વારંવાર જુએ કે ચિત્રમાં કાણાં પાડવા માટે જુએ ? સભા ક્ષેત્રે કાને ૨' આ કહ્યું તો હેમચંદ્રાચાર્યે કહ્યું ને!, એમ કહે છે તેનું શું ? આમ કહેનારા એ ખરા જ છૂપા નાસ્તિકો છે. એમ કહીને જ તે જનતાને ધર્મહીન કરી પોતાની દુષ્ટ નેમ પાર પાડવા ઇચ્છે છે, પણ એ નેમમ Page #181 -------------------------------------------------------------------------- ________________ હA૭ –૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે : - 45 – ૧૨૧ તેઓ ધર્મોસમાજમાં કદી જ ફાવી શકે તેમ નથી : કારણ કે તેઓ પોતાના પૂર્વાચાર્યોને સારામાં સારી રીતે પિછાણે છે, અસ્તુ. જેઓ આચાર્ય મહારાજાઓના કથનને માનવા તૈયાર નથી તેઓ ભગવાન મહાવીર થયા એ પણ શા ઉપરથી માને છે ? અર્થાત્ કહો ને કે, એ પાપાત્માઓ તો હૃદયથી ભગવાન શ્રી મહારવીદેવને પણ નથી જ માનતા ? વારુ, એ રીતે કશું જ નહિ માનનારા તેઓ પોતાના સાતમી પેઢીના દાદાનું નામ શી રીતે કહી શકે છે? ત્યાં તો તેઓ ઝટ કહે છે કે અમારા બાપાજી કહે છે તેથી. તો અહીં પણ એ જ ઉત્તર છે. બાકી જેઓને મનગમતી જ વાતો માનવી હોય તેઓ માટે તો સુધરવાનો કોઈ ઉપાય જ નથી. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના કથન મુજબ કોઈ પણ ક્ષેત્રમાં અને કોઈ પણ કાળમાં શ્રી અરિહંતદેવથી યોગ્ય આત્માને ઉપકાર ન થાય એમ છે જ નહિ, કારણ કે એ તારકોના શાસનમાં તો વગર કો ન બને તેવી વાતોની ના જ પાડી છે. જેટલાની હા પાડી છે તે બને એવાની જ જિનકલ્પ સ્વીકારવાની ના કહી, કારણ કે તે તારકોએ જોયું કે, હવેના જીવોમાં એ તાકાત નથી. પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, તથા યથાખ્યાત ચારિત્રની પણ ના પાડી. આ ‘સામાયિક અને છેદોપસ્થાપનીય' બે ચારિત્રની જ હા કહી. અને એનાથી શાસન ચાલવાનું. જે ન બની શકે તેવું હતું, તેની તો તારકોએ પોતે જ ના કહી. કેવા ઉપકારી ? હવે એ તારકોએ યોગ્ય અને ઉપકારક જાણીને જે રાખ્યું, તેને પણ ઉખેડવાના પ્રયત્નો, એ તો ઇરાદાપૂર્વકના પોતાની જાતને જ ઉખેડવાના પ્રયત્નો છે ! ભગવાન શ્રી મહાવીરદેવને માનનારાઓને આ બધું સમજાવવાનું હોય? ઊંચામાં ઊંચા દેવ તથા ઊંચામાં ઊંચા ગુરુ તમને મળ્યા અને તેઓની સેવા સ્વીકારી, તે છતાં પણ, શરીરસેવામાં ધર્મ નથી એ કહેવાનું બાકી રહે ? શરીરસેવામાં ધર્મ તો પછી અધર્મ ક્યાં? “સાત લાખ' રોજ બોલો છો, ચોરાશી લાખ જીવયોનિને ખમાવો છો એ શું છે ? નાશ કર્યો હોય, નાશ કરાવ્યો હોય, નાશ કરવાની અનુમોદના કરી હોય, તેની આલોચના છે. શરીરસેવા પાપસ્થાનક ન હોય તો પછી આલોચના શી? અઢારે પાપસ્થાનકની આલોચના તો કરો છો ને ? પાપસ્થાનકની આલોચના હોય પણ પૂજાની આલોચના હોય ? નહિ, શાથી? આજ્ઞા છે. ઘરબાર ચલાવવાં, ચૂલો સળગાવવો, આ લાભની ક્રિયા કે પાપની? શ્રી જિનેશ્વરદેવે શું આની છૂટ આપી છે?નહિ, તો શા માટે કરો છો? Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ –––––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – 650 સભા: પેટ માટે. આના કરતાં એમ કહો કે “ચાલતું નથી એ માટે !! - “રહી શકતું નથી તે માટે !” - કરવું જોઈએ અને કરવું પડે એમાં કંઈ ભેદ સમજાય છે? શ્રાવક સંસારમાં રહેવા માટે રહે કે રહેવું પડે માટે રહે ? સંસારમાં રહેવાની ઇચ્છા શ્રાવકની હોય ? નહિ, કેમ ન હોય ? સંસાર ખોટો છે, પાપથી ભરેલો છે, એમાં જેવી રીતે જોઈએ તેવી રીતે અહિંસા અને સંયમ વગેરે પાળી શકાતું નથી માટે ! જિનપૂજન અને ગુરુભક્તિ એ રૂઢિ છે? વારુ, તમારા ગુરુની નામના શાથી ? કંચનકામિનીના ત્યાગથી કે તેના રાગથી ? એ ઊંચા શાથી ? એ બેય એમને ન હોય એથી જ. વારુ, તેમની પાસે જમીન હોય ? ના, એ પણ ન હોય. ત્યારે હોય શું ? ભગવાને-શ્રી તીર્થંકરદેવોએ વિહિત કરેલ રત્નત્રયી અને એનાં ઉપકરણો. વારુ, જેઓને ગામમાં ઘર નહિ, સીમમાં ખેતર નહિ અને માથું તથા પગ ઉઘાડા, એવાને તમે શ્રીમાનો પગે કેમ લાગો ? શાથી પગે લાગો ? એમને તમે પગે લાગી એનો હેતુ શો ? બધું છોડીને નીકળ્યા એમને તમે બંગલાવાળા બગીચાવાળા, મોટરવાળા છતાં પણ પગમાં પડો એનું કારણ શું ? –તે તો સમજાવો કે પછી કાંઈ સૂઝ નથી પડતી ? સભા : પ્રથાથી, રૂઢિથી. દેવ-ગુરુ-ધર્મને માનવાના એ આત્મકલ્યાણની દૃષ્ટિએ છે, નહિ કે પ્રથાથી. સમ્યગ્દષ્ટિ આત્મા જ્યાં કલ્યાણ દેખે ત્યાં જ હૃદયથી શિર ઝુકાવે, પણ બીજે નહિ. શાસ્ત્રમાં આવે છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓ એવા પણ અભિગ્રહવાળા હતા કે “દેવગુરુ સિવાય અન્યને નમવું નહિ.” અને દેવગુરુને નમે તે પણ જેમ તેમ નહિ, વિધિપૂર્વક નમે. આને રૂઢિ ન કહેવાય. રૂઢિ કોનું નામ, કે જેનું ફળ જ ન હોય. રૂઢિ જ હોય તો તમને કોણે બાંધી રાખ્યા છે કે તમે પગે લાગો ! રાજ્યની જેમ કાયદો તો નથી જ. એમ કહ્યું છે કે શ્રી વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તથા ધર્મ (આજ્ઞાઓના પાલનમાં, પૂજનમાં આત્માનું હિત છે. હિતની દરકાર હોય તો માનો અને ન હોય તો સંસારમાં રૂલો. વસ્તુને વસ્તુ તરીકે સમજનારને આમાં કશું જ અજુગતું લાગે તેમ નથી, પણ જે વસ્તુતઃ આત્માને કે આત્માના ગુણોને જ ન માનતા હોય અને એ ગુણોને ખીલવવામાં જ મુક્તિ Page #183 -------------------------------------------------------------------------- ________________ 651 -૮ : બધું જ છ કાય જવાના રક્ષા માટે : - ૧૭- ૧૨૩ છે એવી શ્રદ્ધા ન ધરાવતા હોય, તેઓને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી ક્રિયાઓ પ્રથારૂપ લાગે, એમાં કશું જ આશ્ચર્ય નથી. જ્યાં કેવળ જનતામાં આસ્તિક તરીકે ઓળખાવા માટે જ આત્માની અને આત્મગુણોની વાતો થતી હોય, ત્યાં બીજું થાય પણ શું? બાકી શરીર આત્માથી જુદું છે, મને કે કમને છોડ્યા વિના છૂટકો જ નથી, અને ગયા પછી લાભહાનિનો આધાર શુભાશુભ કાર્યવાહી ઉપર છે. - આ મનાતું હોત તો આ ક્રિયાઓને રૂઢિ ન જ મનાત. આત્મકલ્યાણ માટે જે જે વસ્તુને જે જે સ્વરૂપે માનવાની અને પૂજવાની, તે બરાબર ન સમજીએ કે ન માનીએ તો આત્મકલ્યાણ શી રીતે થાય ? “પેઢી ઉપર જઈને કેમ બેસો છો ?” - આમ પૂછનારને કહોને કે “રૂઢિ !' નહિ, ત્યાં તો કહે છે કે ત્યાં રોટલા છુપાયા છે. આબરૂ અને શેઠાઈ ત્યાં છુપાઈ છે. મોટરગાડી અને હવાઈ વિમાનો એ પેઢીમાં છે. પણ રૂઢિ છે માટે બેસવાનું છે, એમ નથી કહેતા. જો રૂઢિ માટે બેસાતું હોય તો તો પારકી પેઢીએ જ કેમ ન બેસાય? પોતાની જ પેઢીએ બેસવાનો હેતુ શો ? જે સાધનોની જરૂર છે તે પેઢીથી મળી શકે તેમ છે, માટે પેઢીએ બેસવાનું અને એ માટે નોકરચાકર-ટેબલ ખુરશી-ગાદી-તકિયા-માલ વગેરે બધું જ રાખવું પડે ! મોટાં બોર્ડ, ભભકો, ફેશન, ટાપટીપ, મોટી પાઘડી, રીતસર પહેરવેશ બધું જ આકર્ષક રાખવું પડે ! સમજે છે કે મિલકત ત્યાં છે. હવે અહીં મંદિર-ઉપાશ્રયે જાઓ, વ્યાખ્યાનશ્રવણ, પૂજા, સામાયિક, દાન-શીલ-તપ-ભાવ, આ બધું કરવાનો હેતુ કોઈ પૂછે તો રૂઢિ કેમ કહો ? જેમ પેઢી માટે કહો છો કે રોટલા, મોટર, સ્ત્રીના અલંકાર વગેરે ત્યાં છે તેમ અહીં પણ કહેવું પડે કે નહિ ? પેઢીમાં માલ હોય. ગ્રાહક આવે, વકરો થાય તો બધું થાય. જેવી પેઢી તેવું કામ. એક પેઢીવાળો સોનાના કે ચાંદીના થાળમાં જમે, બીજો પિત્તળની થાળીમાં જમે, અને કોઈ ઠીકરીમાં જમે : આ ફેર શાથી ? વ્યાવહારિક દૃષ્ટિએ તો એમ જ કહેવાય છે ને કે જેવી જેની પેઢીની ખિલવટ ! હવે આ જાણ્યા પછી તો તમે સહેજે સમજી શકો તેમ છો ને કે પૂજા, વ્યાખ્યાન, આવશ્યક, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, ભાવ, - એ બધું શા માટે ? આના જવાબમાં પણ જેમ “પેઢી શા માટે ?' - એના જવાબમાં બધું બોલાય છે તેમ બોલવું પડે ! તો કહો કે નાશવંતા પદાર્થોમાં મારી મમતા એવી વધી ગઈ છે કે, વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુની સેવાથી, એ તારકોના સહવાસથી અને ઉત્તમ વાતાવરણથી જ એ મમતા છૂટે, એ માટે જ મંદિર અને ઉપાશ્રય છે, કે જેથી આત્મા ઉપાધિ-આધિ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ - આચારાગસૂત્રના વ્યાખ્યાના - ૩ - 62 અને વ્યાધિથી છૂટે અને દુ:ખના દરિયામાંથી નીકળી સુખના સાગરરૂપ મુક્તિમાં પહોંચે, આવું બોલો. ચોતરફ આ ઉદ્ઘોષણા કરો. શ્રાવક તો એમ કહે કે “મારા આત્માને મોહ બહુ સતાવી રહ્યો છે, માટે એમાંથી મુક્ત થવા શ્રી વીતરાગદેવના મંદિરમાં ગયો હતો !' કોઈ કહે કે – “તો સંસારમાંથી નીકળતા કેમ નથી ?' આ પ્રશ્નનો ઉત્તર એ જ આપે કે “કમતાકાત છું કે હજી મારા ઉપર જોઈએ તેવી છાયા પડતી નથી. એ મૂર્તિએ અનેકને તાર્યા છે પણ હું હજી તેવા પ્રકારનો લાભ લઈ શકતો નથી. આરંભાદિ અધર્મમાંથી છૂટાય એ માટે જ મંદિરમાં જાઉં છું!” આવું કહે તો ઇતર પણ સમજે કે ના, ના, ભાઈ, કંઈક પણ છે. વારુ, “તમારા સાધુ તમને શું કહે ? જંજાળ છોડવાનું કહે કે વધારવાનું ?” - આમ પૂછનારને શ્રાવક તો એમ જ કહે કે “અમારા નિગ્રંથ તો એવા છે કે, બધું છોડીને આવ્યા છે અને સલાહ પણ તેવી જ આપે. કહો, હવે આને કોઈ રૂઢિ કહે ? આવી મહત્ત્વની ક્રિયાને મશ્કરીના રૂપમાં રૂઢિ કહેવી, એ અપમાન કરવા બરાબર છે ! માટે એમ ન કહેતા – ‘તમે શા માટે જાઓ છો ?' - એમ પૂછે તો તમે કહો કે “લાભ લેવા.' શાનો ? ત્યાં જે છે તેનો. પૈસા તો ત્યાં નથી. પૈસાનો નહિ પણ વીતરાગતાનો. એમની ભક્તિ, સેવા, પૂજામાં ભાવના આત્મકલ્યાણની જ રખાય. શ્રી જિનેશ્વરદેવની પૂજા અને નિગ્રંથની સેવા, વગેરે વગેરે ક્રિયાઓ કલ્યાણાર્થીઓ માટે રૂઢ થઈ ગયેલી હોવાથી જ તે ક્રિયાઓને રૂઢિ કહેવાતી હોય, તો એમ પણ ભલે કહેવાઓ, કારણ કે આત્મકલ્યાણ કરનારી ક્રિયાઓ રૂઢ થઈ ગઈ હોય એ તો આનંદની જ વાત છે અને એથી એ કરવામાં વાંધો જ નથી, એટલું જ નહિ પણ અવશ્ય કરવી જ જોઈએ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૯: જેનશાસનનો પાયો સમ્યક્ત ! 46 • તત્ત્વના જ્ઞાનની અને શ્રદ્ધાની શી જરૂર? - કડવું કોણ કહે અને મીઠું કોણ કહે ? • સમ્યગ્દષ્ટિને સામે પૂરે જ તરવાનું છે! ૦ એમ કુપુત્રને શાસન સજા કરે છે, તેમજ સુપુત્રને • દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક : આશ્વાસન આપે છે : • સમ્યક્ત વિના બધું જ નકામું ! • “સુને માટે બધું જ સારું છે : કુને માટે બધું જ • સમ્યક્ત તો શ્રી જિનશાસનનો પાયો છે : ખરાબ ! વિષય: આચાશંગ ચોથું સખ્યત્વઅધ્યયનનો સંબંધ. સખ્યત્વવિના બધું જ નકામું પ્રથમ અધ્યયનમાં પજવનિકાયની હિંસા અને અહિંસાનું સ્વરૂપ બતાવ્યા બાદ બીજામાં ઇન્દ્રિયલોક અને કષાયલોકને જીતવાની વાત કહી, એ કરવા માટે પરીષહોને જીતવા જરૂરી છે. માટે જ ત્રીજા “શીતોષ્ણીય' અધ્યયનમાં પરીષહની વાત જણાવી. પરીષહો જીતવા માટે સમ્યકત્વ હોવું જરૂરી છે. “સખ્યત્વ એટલે જ તત્ત્વાર્થની શ્રદ્ધા'. એ સમ્યક્ત્વ કેવું ? એની રક્ષા, શુદ્ધિ વગેરે માટે શું કરવું જરૂરી છે ? એનું જૈનશાસનમાં કેવું મહત્ત્વ છે ? સમ્યક્ત્વ વિનાના અહિંસાદિ ગુણો કેવા ? ઉપસર્ગો અને પરીષહોમાં બચવા કે તેને જીતવા સમ્યકૃત્વ કઈ રીતે સહાયક બને છે ? સમ્યગ્દષ્ટિ શેનો અર્થી હોય ? શું ત્યજીએ તો સમ્યક્ત્વ આવે ? આ અને આવા અનેક પ્રાસંગિક પ્રશ્નોના હૃદયસ્પર્શી જવાબો આપણને આ પ્રવચન આપે છે. અત્યંત પ્રવાહી આની ભાષા છે. પ્રવચનાતે કડવી પણ હિતકર વાતને અંગે જે મજાની છણાવટ થવા પામી છે તે ખૂબ જ મોહક છે. સદાલપુત્રનો દાખલ સમ્યક્ત્વ રક્ષા માટે અપાયો છે. • “સમ્યગ્દર્શનમાં ક્રિયાની આવશ્યકતા જ નથી' – એમ કહેનારા ભીંતની ભીંત જ ભૂલે છે. • વાતો કરવામાં વિઘ્ન નથી, વિપ્ન તો અમલમાં છે. • સમ્યકત્વ ન હોય તો ગમે તેવા દેખાવના અહિંસકનો પણ ભરોસો નથી, કારણ કે અહિંસાને લાત મારી કઈ વખતે તે ભયંકર હિંસક બને તે કહેવાય જ નહિ. • પ્રતિકૂળ ઉપસર્ગ વખતે તો હજીયે બચાય, પણ અનુકૂળ વખતે બચવું એ ઘણું જ મુશ્કેલ છે. એવા પ્રસંગે તો પ્રભુમાર્ગની શ્રદ્ધાને મક્કમપણે વળગી રહેનારો આત્મા જ ટકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈ આજ્ઞાનું રક્ષણ અને પાલન થાય તેવું કોઈ પણ પરિવર્તન કરવાની ગીતાર્થોને છૂટ છે. આજ્ઞા રહેતી હોય, મૂળ સિદ્ધાંત ન હણાતો હોય અને કોઈપણ સાવદ્ય પ્રવૃત્તિને ઉત્તેજન ના મળતું હોય તો કશો જ બાધ નથી. , સમ્યકત્વ પોલું હોય તો એને ગબડતાં વાર ન લાગે. • જ્યાં તત્ત્વશ્રદ્ધા ઉપર જ ઘા થાય, ત્યાંથી સમ્યગ્દષ્ટિ વગર પ્રેરણાએ પણ ખસી જ જાય. • મિથ્યાત્વના પરિત્યાગ પછી જ સમ્યક્ત્વ આવે. • ભૂલનો ખોટો બચાવ કરો તો આ શાસન કરડા અલંકાર પહેરાવ્યા વિના ન રહે. • પ્રભુશાસનના અનુયાયી કહેવરાવવું હોય તો પ્રભુમાર્ગથી વિરુદ્ધ ન જ બોલાય અને ન જ વર્તાય. • ધર્મનું અપમાન કરો તો ભવાંતરમાં પણ એ નહિ મળે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈનશાસનનો પાયો સમ્યક્ત્વ ! તત્ત્વના જ્ઞાનની અને શ્રદ્ધાની શી જરૂર ? આ શ્રી આચારાંગસૂત્ર, એ શ્રી દ્વાદશાંગીનું સૌથી પ્રથમ અંગસૂત્ર છે અને તેનાં ‘શસ્ત્રપરિજ્ઞા’ આદિ નવ અધ્યયનો છે. એ નવે અધ્યયનોમાં કયો કયો અર્થાધિકાર છે, એ પણ આપણે જોઈ ગયા અને તે પછી આપણે એ પણ જોઈ ગયા કે ‘પ્રથમ અધ્યયનમાં સામાન્ય રીતે જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યા પછી, વિશેષ પ્રકારે ‘પૃથ્વીકાય' આદિ જીવોના અસ્તિત્વને સિદ્ધ કરી, એમ ફરમાવ્યું છે કે તે જીવોના વધથી આત્માને કર્મનો બંધ થાય છે, માટે મોક્ષના અર્થી આત્માએ થતા બંધથી બચવું હોય તો ‘વિરતિ’ ધર્મનો સ્વીકાર કરવો જ જોઈએ. વિરતિધર્મનો સ્વીકાર કરી બંધથી બચવા માટે સજ્જ થયેલા આત્માએ ‘રાગાદિ કષાયલોક’નો અને શબ્દાદિ વિષયલોકનો વિજય કરવો એ આવશ્યક છે : એ માટે ‘શસ્ત્રપરિજ્ઞા' પછી ‘લોકવિજય' નામનું અધ્યયન કહેવામાં આવ્યું છે. આ પછી જે આવાં ‘શસ્ત્રપરિજ્ઞા'માં કહેલાં મહાવ્રતોથી પ્રાણીમાત્રનો રક્ષક બની ‘લોકવિજય' નામના અધ્યયનમાં પ્રસિદ્ધ એવા સંયમમાં વ્યવસ્થિત અને કષાયાદિ લોકનો વિજેતા થઈ મુમુક્ષુ બન્યો છે, તે આત્માને પણ કોઈ કોઈ વખત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો ઉત્પન્ન થાય : તે ઉપસર્ગોને તે આત્માએ સમ્યક્ પ્રકારે સહન કરવા જોઈએ, - એમ સમજાવવા ત્રીજા ‘શીતોષ્ણીય ’ નામના અધ્યયનની રચના છે.' હવે આ ચોથા અધ્યયનનો સંબંધ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે “इह शस्त्रपरिज्ञायामन्वयव्यतिरेकाभ्यां षड्जीवनिकायान् व्युत्पादयता जीवाजीवपदार्थद्वयं व्युत्पादितं, तद्वधे च बन्धं विरतिं च भणताऽऽस्त्रवसंवरपदार्थद्वयमूचे, तथा लोकविजयाध्ययने लोको यथा बध्यते यथा च मुच्यत इति वदता बन्धनिर्जरे गदिते, शीतोष्णीयाध्ययने तु शीतोष्णरूपाः परीषहाः सोढव्या इति भणता तत्फललक्षणो मोक्षोऽभिहितः, य ततश्चाध्ययनत्रयेण सप्तपदार्थात्मकं तत्त्वमभिहितं तत्त्वार्थश्रद्धानं च सम्यक्त्वमुच्यते तदधुना प्रतिपाद्यते.' " Page #187 -------------------------------------------------------------------------- ________________ – – ૯ : જૈનશાસનનો પાયો સમ ! - 46 – ૧૨૭ “આ શ્રી આચારાંગસૂત્રના “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં અન્વય અને વ્યતિરેક દ્વારા છયે પ્રકારના જવનિકાયોનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર મહર્ષિએ ‘જીવ’ અને ‘અજીવ' આ બે પદાર્થોનું પ્રતિપાદન કર્યું અને તે જીવોના વધમાં બંધ થાય છે, માટે વિરતિનો સ્વીકાર કરવો જોઈએ, એમ ફરમાવતાં સૂત્રકાર મહર્ષિએ “આશ્રવ' અને “સંવર' આ બે પદાર્થોનું કથન કર્યું: ‘લોકવિજય” નામના બીજા અધ્યયનમાં “લોક જે રીતે બંધાય છે અને જે રીતે છૂટે છે' તે કહેતાં સૂત્રકાર પરમર્ષિએ “બંધ અને નિર્જરા' કહી તથા “શીતોષ્ણીય' નામના ત્રીજા અધ્યયનમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહો સહન કરવા યોગ્ય છે? - આ પ્રમાણે કહેતાં સૂત્રકાર મહર્ષિએ પરીષહ સહનના ફળરૂપ મોક્ષ કહ્યો. આ રીતે કહેવાથી ત્રણે અધ્યયન દ્વારા ૧૧. જીવ, ૨. અજીવ, ૩. આશ્રવ, ૪. સંવર ૫. બંધ, ૭.નિરા અને ૭. મોક્ષ' - આ સાત પદાર્થરૂપ તત્ત્વનું નિરૂપણ કર્યું અને આ તત્ત્વોના અર્થોનું શ્રદ્ધાન એ જ “સમ્યકત્વ' કહેવાય છે અને તેનું જ આ ચોથા અધ્યયનમાં પ્રતિપાદન કરવાનું છે.” આ રીતના સંબંધ કથનથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ત્રણે અધ્યયન દ્વારા પ્રતિપાદન કરેલ જીવાદિ તત્ત્વોના અર્થની શ્રદ્ધા એ જ સમ્યકત્વ છે અને એ સમ્યકત્વ જ શ્રી જિનશાસનનું મૂળ છે. “જીવ કે અજીવના સ્વરૂપને સમજ્યા વિના આશ્રવ કે સંવરનું સ્વરૂપ સમજાતું જ નથી અને એ સમજાયા વિના બંધથી બચાતું નથી અને નિર્જરા કરી શકાતી નથી તથા બંધથી બચ્યા વિના અને આત્મા સાથે અનાદિથી લાગેલ કર્મોની નિર્જરા કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી' - આ વસ્તુસ્થિતિને યથાસ્થિતપણે સમજ્યા વિના ને સ્વીકાર્યા વિના અથવા તો તત્ત્વના જ્ઞાતા, જ્ઞાની ગુરુનું શરણું સ્વીકાર્યા વિના, સમ્યક્ત્વની પ્રાપ્તિ શક્ય જ નથી અને એની પ્રાપ્તિ વિના સાચું આસ્તિક્ય આવતું જ નથી. જેઓ આજે એમ કહે છે કે “અમે આત્મા, પુણ્ય, પાપ, વગેરે માનીએ છીએ અને એટલું કહેવા માત્રથી જ અમારામાં આસ્તિય આવી ગયું' - તેઓને આ શાસ્ત્ર ના કહે છે અને કહે છે કે જો સાચી રીતે માનો તો પ્રવૃત્તિમાં - તમારી પ્રવૃત્તિમાં ફેરફાર થવો જ જોઈએ. જો ચાલુ પ્રવૃત્તિમાં જરા પણ ફેર ન થાય, તો એ માન્યતા સાચી નથી. સમ્યગ્દર્શનમાં ક્રિયાની આવશ્યકતા જ નથી, એમ કહેનારા ભીંતની ભીંત જ ભૂલે છે : ભલે ત્યાં વિરતિની ક્રિયા ન હોય, પણ સમ્યગ્દર્શનને સ્પષ્ટ અને નિર્મળ કરનારી તથા વિરતિને ખેંચીને પણ આણનારી ક્રિયા ન હોય એ કેમ જ ચાલે? જો એ ન હોય તો સમ્યગ્દર્શન છે, તેની ખાતરી પણ શી ? Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ —— — આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 656 સમત્વની હયાતીને બતાવનારા સડસઠ બોલો પરમ ઉપકારીઓએ કહ્યા છે. - ચાર સદુહણા, - ત્રણ લિંગ, - દશ પ્રકારનો વિનય, - ત્રણ શુદ્ધિ, - પાંચ દૂષણ, - આઠ પ્રભાવક, - પાંચ ભૂષણ, - પાંચ લક્ષણ, - છ જયણા, - છ આગાર, - છ ભાવના અને છ સ્થાન' - આ સડસઠ બોલોને જાણો અને વિચારો તો આપોઆપ જ દંભીઓની પોલ પકડાઈ જાય તેમ છે. આ શાસનમાં એક ક્ષણ પણ પોલ નભી શકે તેમ નથી, કારણ કે આ શાસન શાશ્વત છે અને તેની સ્થાપના અનંત જ્ઞાનના ધણી શ્રી અરિહંતદેવો કરે છે, બાકી આ દુનિયામાં કોરી તત્ત્વની વાતો કરનારા તો બહુ છે. જીવાદિકની વાતો કરનારા તો ઇતરમાં પણ બહુ છે. ભલે એ શ્રી જિનેશ્વરદેવના દર્શનને ન માને, છતાં શ્રી જિનદર્શનમાં જીવતત્ત્વનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે એમ કહી, એ તત્ત્વોનું સારામાં સારું વર્ણન કરે : પણ જ્ઞાની કહે છે કે તત્ત્વાર્થ સાથે આત્મા એકમેક થવો જોઈએ, એટલે કે “જે આત્મા જીવ તથા અજીવને જાણે, એ જાણીને આશ્રવને તજે તથા સંવરનો સ્વીકાર કરે, બંધથી બચે ને નિર્જરાને અમલમાં આણે, તે જ આત્માની મુક્તિ થાય. બાકી જે માત્ર જીવ અને અજીવને જાણે, પણ આશ્રવને તજે નહિ તથા સંવરનો સ્વીકાર કરે નહિ, બંધથી બચવાની અને નિર્જરા થાય તેવી કાર્યવાહી ન કરે તેને મુક્તિ કદી જ ન મળે. આવો જેને નિશ્ચય હોય તે જ આત્મા સમ્યક્ત્વધારી ગણાય પણ બીજો નહિ. અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ વખતે પણ ટકાવનાર આ જ સમ્યક્ત્વ છે. તત્ત્વ જાણ્યાં પણ કરવું શું એનો ખ્યાલ ન આવે, તો તત્ત્વજ્ઞાન ફળ શી રીતે ? વાતો કરવામાં વિદ્ધ નથી, વિન તો અમલમાં છે. લક્ષાધિપતિ છીએ એમ કહેવામાં તકલીફ નથી, પણ લક્ષાધિપતિ બનવામાં કેટલી તકલીફ છે તે તમે જાણો છો ને ? તેમ અહીં પણ કેવળ તત્ત્વની વાતો જ કર્યું કામ કેમ થાય ? તત્ત્વના અર્થમાં શ્રદ્ધાવાળાને તત્ત્વથી ઊંધી વાતો કરનાર સાથે મેળ કેમ ખાય? ચોરની સાથે ઊભા રહેવા શાહુકાર કદી લલચાય ? ન ઓળખાય ત્યાં સુધી વાત જુદી, પણ ઓળખાયા પછી ચોર પાસે શાહુકાર કેમ જ ઊભો રહે ? અર્થાતુ ન જ ઊભો રહે. તેવી જ રીતે તત્ત્વના અર્થમાં શ્રદ્ધાવાળા આત્માને, શ્રદ્ધાહીન આત્મા સાથે મેળ કોઈ પણ રીતે ન જ ખાય ! જો એવાની સાથે એ પણ મેળ રાખે, તો તેનું જ્ઞાન નિષ્ફળ જાય એમાં નવાઈ જ શી છે ? Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉs – ૯ : જેનશાસનનો પાયો સમજ્ય ! - 46 ---- ૧૨૯ સાત તત્ત્વો પૈકી જીવ અને અજીવ એ બે તત્ત્વો શેય છે. કોઈ કહે કે જાણવા યોગ્ય તત્ત્વનું આટલું બધું નિરૂપણ શું કામ ? એનો ઉત્તર એ જ કે જાણવા યોગ્યને યથાર્થ રીતે જાણ્યા વિના આશ્રવ રોકાય નહિ અને સંવર સ્વીકારાય નહિ, બંધથી બચાય નહિ અને નિર્જરાની કાર્યવાહી થાય નહિ અને તે કારણથી મોક્ષની પ્રાપ્તિ પણ ન થાય. સાતમાંથી “જીવ” તથા “અજીવ' એ બે તત્ત્વો શેય છે, “આશ્રવ” તથા “બંધ” એ બે તત્ત્વો હોય છે, “સંવર” તથા ‘નિર્જરા' એ બે તત્ત્વો ઉપાદેય છે ને “મોક્ષ એ સાધ્ય છે. આ જ કારણથી જીવ તથા અજીવને જાણી, આશ્રવ તથા બંધનો ત્યાગ કરી, સંવર તથા નિર્જરાનો સ્વીકાર કરવો તે મોક્ષને માટે જ છે. જીવ-અજીવ ન જાણે અગર જાણ્યા બાદ આશ્રવને રોકે નહિ, બંધથી બચે નહિ, સંવરને સ્વીકારે નહિ, નિર્જરાની ક્રિયાને આદરે નહિ, તો મુક્તિ મળે તેમ નથી : માટે જીવ-અજીવ તત્ત્વો જાણ્યા બાદ કોઈની પણ શરમ રાખ્યા વિના, કોઈની પણ શેહમાં દબાયા વિના, એક મોક્ષ મેળવવાના જ આશયથી આશ્રવ તથા બંધથી બચવા માટે સંવર નિર્જરામાં પ્રયત્નશીલ થવું જ જોઈએ. સમ્યગ્દષ્ટિને સામે પૂરે જ તરવાનું છે ! લોકની સામે વિજય કરવામાં આવતાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોમાં ટકાય ક્યારે ? ત્યારે જ કે તત્ત્વના અર્થમાં દઢ શ્રદ્ધા હોય. “શસ્ત્રપરિજ્ઞા', “લોકવિજય અને “શીતોષ્ણિકા’ એ પ્રતિપાદન કરેલા અર્થમાં ટકવાનું મૂળ જ સમ્યકત્વ છે. આ મૂળરૂપ સમ્યકત્વ ન હોય તો ગમે તેવા દેખાવના અહિંસકનો પણ ભરોસો નહિ, કારણ કે અહિંસાને લાત મારી કઈ વખતે તે ભયંકર હિંસક બને તે કહેવાય જ નહિ : એ લોકની સાથે કયારે ભળી જાય તે પણ કહેવાય જ નહિ : લોકનો અર્થ ભૂલતા નહિ : શબ્દાદિ વિષય અને રાગાદિ કષાય તે રૂપ લોક-લોકવિજયની તૈયારી થાય તેની સાથે જ વિપ્નોની પરંપરા પણ તૈયાર જ ! પ્રતિકૂળ ઉપસર્ગ વખતે તો હજીયે બચાય, પણ અનુકૂળ ઉપસર્ગ વખતે બચવું એ ઘણું જ મુશ્કેલ છે. એવા પ્રસંગે તો પ્રભુમાર્ગની શ્રદ્ધાને મક્કમપણે વળગી રહેનારો આત્મા જ ટકે? જેને પ્રભુનાં વચન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હોય તે જ ટકે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનો જ્ઞાતા પણ કોણ હોય ? તે જ કે જે પ્રભુની આજ્ઞાને વાસ્તવિક રીતે જાણે ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણું છું' - એમ કહેનાર પ્રભુની આજ્ઞા ન જાણે એ કેમ પાલવે ? પ્રભુની આજ્ઞા ન જાણનારો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને જાણે પણ કઈ રીતે ? માલ જાતવાર ભલે જાણે, પણ એના ભાવ ન જાણે તે વેપાર કઈ રીતે કરે ? 658 કેટલાક કહે છે કે ‘બાવીસ તીર્થંકરના સાધુ, દોષ લાગે તો પ્રતિક્રમણ કરતા અને ભગવાન મહાવીરે ફે૨વ્યું તો કાળ જોયોને !' આ પ્રમાણે કહેનારા ખરે જ અજ્ઞાન છે, કારણ કે ‘જીવ વિશેષની વાત છે કે કાવિશેષની’ – એમ તેઓ સમજી નથી શકતા. બીજું દોષ લાગે તો પ્રતિક્રમણ કરવું એ વિધિ તો બેય સ્થાને સમાન જ છે. બાવીસ તીર્થંકરદેવના સાધુઓ દોષ લાગ્યો કે નહિ તે પ્રાજ્ઞ હોવાથી જાણી શકતા હતા અને સ૨ળ હોવાથી કબૂલતા, માટે એમને માટે એ માર્ગ હતો : પણ ભગવાન શ્રી મહાવીરદેવે જોયું કે હવેના જીવો જડ અને વક્ર જ છે, એટલે ન તો સીધું સમજે કે ન તો સીધું માને, માટે એમને તો દોષ લાગ્યા વિના રહે જ નહિ, માટે તેઓએ ઉભય ટંક નિયમિતપણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. બીજું આ વાત કાંઈ ભગવાન શ્રી મહાવીરદેવના શાસન માટે છે એમ જ નથી, દરેક પહેલા અને છેલ્લા તીર્થપતિના શાસન માટે છે. આવી વાતો કરીને યથેચ્છ પરિવર્તનની વાતો કરવી, એ તો ભયંકર અજ્ઞાનતાની જ નિશાની છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જાણવાની વાતો કરનારો, આશાના મૂળને ન જાણે, એ કેમ જ નિભાવી લેવાય ? એ યાદ રાખો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈને આજ્ઞાનું રક્ષણ અને પાલન થાય તેવું કોઈ પણ પરિવર્તન કરવાની ગીતાર્થોને છૂટ છે : આજ્ઞા રહેતી હોય, મૂળ સિદ્ધાંત ન હણાતો હોય અને કોઈપણ સાવધ પ્રવૃત્તિને ઉત્તેજન ન મળતું હોય તો કશો જ બાધ નથી. આથી જ કહેવું પડ્યું છે કે તત્ત્વશ્રદ્ધા મજબૂત થાય તો જ લોકવિજય કરતાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ પ્રસંગે આત્મા પ્રભુઆજ્ઞામાં સ્થિર રહે.જેઓની શ્રદ્ધામાં ઠેકાણું નહિ હોય તેઓને તો લોક જરૂ૨ ઘસડી જશે. તેઓ કોઈ પણ રીતે ટકી નહિ શકે ! શ્રી જિનેશ્વરદેવના શાસનને સેવવું એટલે તો નદીના સામે પૂરે તરવા જેવું છે. સામે પુર જનારને ધસારો કેટલો સહેવો પડે ? આક્રમણની બધી ચીજોથી Page #191 -------------------------------------------------------------------------- ________________ 659 – – ૯ : જૈનશાસનનો પાયો સમ ! - 46 – – ૧૩૧ બચવું અને પાણીના પૂરને પણ પાછું પાડી સામે ધસવું - એ ક્યારે થાય ? “સામે પૂરે જવાથી જ ઇચ્છિત સ્થાનની પ્રાપ્તિ છે. એવી પૂર્ણ ખાતરી હોય તો જ ! સામો કિનારો અનુપમ છે, ત્યાં જવામાં જ શ્રેય છે, એવી ખાતરી હોય તો જ એ સામે પૂરે જવાય.જેને વસ્તુ પ્રત્યે પ્રેમ ન હોય, વસ્તુ મળી તોયે ઠીક અને ન મળી તોયે ઠીક એમ જેને હોય, તે એક જ ધક્કેથી પાછો ફરે એમાં આશ્ચર્ય શું છે? આ દુઃખમય, દુઃખફલક અને દુઃખની જ પરંપરાથી ભરેલા અને એ જ કારણે પ્રભુશાસનમાં અસાર તરીકે ગણાતા સંસારમાં વાસ્તવિક સુખ જ નથી, અને એકાંતિક તથા આત્યંતિક સુખ તો મોક્ષમાં જ છે. આ શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા છે ? જો હોય તો લોકના સામે પૂરે થઈને પણ ત્યાં જવાશે. “મળ્યું તોયે ઠીક અને ન મળ્યું તોયે ઠીક' – આ ભાવના થઈ તો ધર્મ અનુકૂળતા સુધી જ થવાનો, રુચે ત્યાં સુધી જ થવાનો. “માન્યા તો દેવ નહિ તો પથ્થર' - એના જેવું જ થવાનું. એનું પરિણામ એવું જ આવે પણ સારું ન જ આવે. પ્રસંગો જીતીને એ આગળ વધે એવું ભાગ્યે જ બને. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય તો જ આખર સુધી ટકી રહેવાનું બને. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા એ છે કે જીવ તથા અજીવને જાણો, આશ્રવને દૂર કરો ! આશ્રવના પ્રકાર ઘણા, પણ પાંચ તો મુખ્ય : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન તથા પરિગ્રહ - આ પાંચને દૂર કરો, એનું વિરમણ કરો, સંવરને સ્વીકારો, કર્મના બંધનથી બચો, નિર્જરાની કાર્યવાહી કરી ને મોક્ષની સામે જ દૃષ્ટિ રાખો. શ્રી જિનેશ્વરદેવની આ આજ્ઞા ઉપર અર્થપૂર્વકની જે શ્રદ્ધા તે જ સમ્યક્ત. આમાં જે દૃઢ હોય તે જ ગમે તેટલા ઉપસર્ગ આવે, લોકનો ધસારો આવે, તો પણ તે પ્રભુ-શાસનની અહિંસાથી ન ખસે, નહિ તો તરત જ ખસે. અનુકૂળ ઉપસર્ગથી ખસતાં તો વાર જ નહિ. ‘તમારા જેવા સારા માણસ' બસ આટલું કહેવામાં આવે કે તરત ખસે. આવાં બેપાંચ વિશેષણો આપી સહેજે ઉન્માર્ગે લઈ જાય. મુનિને પણ પડતાં વાર કેટલી ? એક મિનિટ. પણ તે કયા મુનિને ? સમ્યકત્વનું જેનામાં ઠેકાણું ન હોય તેને જ, બીજાને નહિ. ગમે તેવો ત્યાગી, વિરાગી, ગુણવાન હોય પણ જો એનું સમ્યકત્વ પોલું તો એને ગબડતાં વાર ન લાગે. સમ્યકત્વ વિના બધું જ નકામું ! દઢ સમ્યક્ત્વ વિના અહિંસા, સંયમ તથા તપ પણ ટકતાં નથી. અહિંસા, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - - - - 660 સંયમ તથા તપ છે અનુપમ, છે મુક્તિને આપનારાં, પણ એ ત્રણેની સ્થિતિ સમ્યકત્વને જ આભારી છે. સમ્યકત્વ પોલું હોય તો એ ત્રણને નષ્ટ થતાં વાર કેટલી ? જરા પણ નહિ. અહિંસક પ્રત્યે હિંસકોને પણ પ્રેમ આવે, સંયમીને આખી દુનિયા પૂજે, અને તપ કરનારને ભલભલા નમે, પણ અહિંસા, સંયમ અને તપ એ ત્રણે મહાગુણની સ્થિતિ સમ્યક્ત્વને જ આભારી છે ! સમ્યક્ત્વ ન હોય તો એ ત્રણે રદ છે. સમ્યકત્વ વિનાની અહિંસા એ વાસ્તવિક અહિંસા નથી, સંયમ એ સંયમ નથી અને તપ એ વાસ્તવિક તપ પણ નથી. એ કદી આ લોકમાં દુન્યવી માન અને પરલોકમાં સ્વર્ગ આપે, પણ તે પછી પરિણામ શું? સામાન્ય ફળને લઈને વળગી ન પડો. ‘પોદળો પડે તો એ પણ ધૂળ લઈને ઊઠે' - એ વ્યવહારમાં કહેવત છે તો તપ વગેરે કરે તેને સ્વર્ગાદિક ન મળે એ બને ? મળે જ, પણ તેથી વળ્યું શું? મળેલું સાર્થક થાય તો જ વળ્યું કહેવાય. કેટલીક વખત તો એ મળેલું પણ આત્માનો સામનો કરે, એટલે કે એ જ વસ્તુ આત્માને મૂંઝવી પરિણામે દુર્ગતિએ લઈ જાય : એ મળેલું જ સન્માર્ગે જતાં રોકે : આત્મા ઊલટો એનાથી જ લેપાય. શાસ્ત્ર કહે છે કે પુણ્ય સારું પણ એના વિપાક મહા ભૂંડા ! પુણ્યથી લલચાવું નહિ. પુણ્યયોગે ચીજ સારી મળે પણ એનો સદુપયોગ કોણ કરાવે ? ચીજ મળ્યા પછી શું? જેઓ પ્રભુમાર્ગ પામ્યા નથી, તેને લક્ષ્મીનું કરવું શું એની જ મૂંઝવણ છે. અમુક દેશમાં આજે ધનાઢ્ય ઘણા છે, પણ તેઓ પૂછે છે કે લક્ષ્મી વાપરવી ક્યાં ? તમે પુણ્યવાન એવા છો કે તમારી પાસે સદુપયોગના રસ્તા અનેક છે, પણ સ્થિતિ કઈ ? અમુક દેશ પાસે અમુક પ્રમાણમાં શરીરબળ, વાબળ, મનોબળ બધું છે, સામગ્રી ભરપૂર છે, એ બધું છતાં હારીને ચાલ્યા જવાનો સમય શાથી? પુણ્યની પાછળ જે જોઈએ તે નથી તેથી જ ! લક્ષ્મી મળે તેને ભોગવે કોણ ? સંતોષી કે લોભી ? લોભી તો મળેલાને ભોગવી પણ ન શકે, પૂરું ખાય પણ નહિ, તો દાન તો દે જ કયાંથી ? જ્યાં ભોગનાં સાંસાં ત્યાં દાનની વાત શી ? જેના યોગે લક્ષ્મી મળે એ પુણ્ય સારું ખરું, પણ પાછળની સારી કાર્યવાહી જડ્યું હોય તો ! મમ્મણ શેઠ પાસે ઘણી મિલકત હતી અને એથી કહેવાય છે કે એણે બનાવેલા બળદોનાં રત્નમય શીંગડાંમાં એક ખૂટતું શીંગડું પૂરું કરવા પૂરતું ધન પણ રાજા શ્રેણિકના ભંડારમાં નહોતું. એની મિલકત જોનારા મૂંઝાતા, પણ એ તો તેલ અને ચોળા જ ખાતો, મજૂરી દિવસ અને રાત Page #193 -------------------------------------------------------------------------- ________________ 661 – ૯ : જૈનશાસનને પાયો સમ્પર્વ ! - 46 – – ૧૩૩ કરતો અને મરીને સાતમી નરકે ગયો. લક્ષ્મીનું પુણ્ય મેળવ્યું જેથી લક્ષ્મી આવે જ ગઈ, પણ ન તો દાન દીધું કે ન તો ભોગવી! કેવળ લોભવશ રહી આખરે નરકે ગયો. એ પુણ્ય શા કામનું ? પુણ્યને સુંદર બનાવનાર સમ્યકત્વ છે. શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર અખંડ શ્રદ્ધા, એનું જ નામ સમ્યક્ત્વ ! શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વોને અખંડપણે સ્વીકારો, એ જ સમ્યકત્વ ! જીવ અજીવને જાણો, પણ આશ્રવ તજવાની અને સંવર સ્વીકારવાની માત્ર વાતો કરો એથી કાંઈ જ ન બને ! નિર્જરાના અનુષ્ઠાનનું તો ઠેકાણું જ નહિ અને મુક્તિરૂપ ધ્યેય જિંદગીમાં યાદ પણ ન આવે તો શું થાય ? મુક્તિ માટે વિચાર સરખોય ક્યારે આવે છે ? “સમ્યકત્વ નથી લાગતું' એમ કહેવામાં આવે તો તો કહેશો કે સમ્યક્ત્વ વિનાના કહ્યા ! માન્યું કે સમ્યક્ત છે પણ તેને યોગ્ય કાર્યવાહી તો હોવી જ જોઈએ ને ? અર્થીને જેનું પ્રયોજન હોય તે યાદ જ ન આવે ? ધર્મશ્રવણનો પહેલો ગુણ તો અર્થીપણું છે. જે વસ્તુનો જે અર્થી, તે વસ્તુ તેને જીવનમાં યાદ જ ન આવે ? અને યાદ ન આવે તો એ અર્થી કહેવાય ? સમ્યગ્દષ્ટિ એટલે જ મુક્તિનો અર્થી ! મુક્તિ મળે એવું કેટલી વખત મનમાં આવે છે ? ધનના વિચારો તો ટાઇમસર આવે છે. ચાલુ છે જ. આ દશામાં સમ્યકત્વ રહે, ટકે કે ખીલે કઈ રીતે ? ધન માટે બધા ટાઇમ બરાબર, મોક્ષ માટે એક પણ ટાઇમ સીધો ન સચવાય. આનું કારણ ? સાધુપણું અને શ્રાવકપણું ન બને તો વાત જુદી, પણ સમ્યગ્દષ્ટિપણાની કાર્યવાહી તો જોઈએ ને ? શ્રી જિનેશ્વરદેવની પૂજા, સુસાધુસેવા, વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, ભણવંગણવું, તત્ત્વગોષ્ઠિ, - આ બધું રીતસર થાય છે ? “રીતસર” કહું છું હોં! ક્રિયા કરવામાં જો મોક્ષનું ધ્યેય ન હોય તો તત્ત્વાર્થ-શ્રદ્ધા લાવવી ક્યાંથી ? તત્ત્વાર્થ-શ્રદ્ધા એ જ સમ્યકત્વ. જેને શ્રદ્ધા આવી તેને મોક્ષના વિચાર આવ્યા વિના રહે જ કેમ ? કારણ કે એનું સાધ્ય જ એ. એને તો રોમેરોમ વિચાર જ મોક્ષના. જેનું સાધ્ય મુક્તિ થાય, તેને શરીર, ઘરબાર, કુટુંબ, સ્વજનાદિ, લક્ષ્મી વગેરે પર તરીકે ભાસ્યા વિના કેમ રહે ? તમને સાધ્ય જુદું લાગે છે ? આવું તમને નથી કહેવાયું ? ઘણું કહેવાયું. ઘણીવાર તમે સાંભળ્યું. અસર ન થઈ તો ટકોર કરવી જોઈએ ને ! ટકોરથી પણ અસર ન થાય તો શું કરવું? સ્થિતિ આવી બગડી શાથી ? મોટા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - ભાગે આજના સહવાસ ખોટા છે, ચર્ચાઓ ખોટી છે, વાતો ખોટી છે. વાતાવરણ વિરુદ્ધ છે. વિષમ છે અને ત્યાં બધા ઝૂક્યા છે એથી ! અત્યારનું વાતાવરણ તત્ત્વશ્રદ્ધા ઉપર જ ઘા કરનારું થઈ પડ્યું છે. જ્યાં તત્ત્વશ્રદ્ધા ઉપર જ ઘા થાય, ત્યાંથી સમ્યગ્દષ્ટિ વગર પ્રેરણાએ પણ ખસી જ જાય અને ન જ ખસે તો તેના સમ્યકત્વનો નાશ થઈ જાય એમાં આશ્ચર્ય પણ શું? સમ્યકત્વ તો શ્રી જિનશાસનનો પાયો છે : સદ્દાલપુત્ર, ગોશાળાનો પરમ શ્રાવક હતો : પણ તેને ભગવાન શ્રી મહાવીરદેવ મળ્યા, ભગવાને એને સમજાવ્યો અને એ સમજ્યો કે તરત જભગવાનનો પરમ શ્રાવક બન્યો. એટલે કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કર્યો અને સુદેવ, સુગુરુ તથા સુધર્મનો સ્વીકાર કર્યો. ગોશાળા પ્રત્યેનો પોતાનો પ્રેમ હતો તો પણ તજી દીધો, કારણ કે તેમ કર્યા વિના સાચી વસ્તુનો સ્વીકાર ન થઈ શકે અને કદાચ સ્વીકાર થઈ શકે તો પણ પાછળથી તેને ટકાવી શકાય નહિ. વસ્તુની કિંમત સમજાયા પછી એને મેળવતાં અને સાચવતાં જેટલું જેટલું તજવું પડે, તેટલું તેટલું તજવું જ જોઈએ. અમુકના યોગે મિલકત નાશ પામે એવું જાણનાર મિલકતને એનાથી બચાવે જ, એમાં વળી શિખામણ દેવાની હોય ? પ્રભુના દરેક શ્રાવકે પણ સમ્યક્ત્વને સ્વીકારતાં પહેલાં જ એ નિયમ અંગીકાર કર્યો કે અન્ય સ્થાનમાં રહેલા ચૈત્યને વંદન નહિ કરું.' સમ્યકૃત્વ સ્વીકારતાં પહેલાં મિથ્યાત્વનો પરિત્યાગ કરવો જ પડે. અન્ય સ્થાનમાં રહેલાં ચૈત્ય તો કંઈ બોલે નહિ ને ? એ ન જ બોલે, જ્યારે સાધુ તો બોલે, એટલે જો એ અન્ય સ્થાને રહે અથવા અન્ય સ્થાનમાં દોરવાઈ જાય અથવા તો અન્ય સ્થાનમાં પોતાની વડાઈ મનાવવા માટે દોડી જાય, તો એનો ત્યાગ પણ જરૂરી જ છે ને ? મિથ્યાત્વના પરિત્યાગ પછી જ સમ્યકત્વ આવે. સદ્દાલપુત્ર' પ્રભુના શ્રાવક બન્યા પછી એકવાર જ્યારે ગોશાળો પોતાને ઘેર આવ્યો, ત્યારે તે સદાલપુત્ર તેને જોવા છતાં પણ મૌન ધારીને બેસી જ રહ્યા. પણ ઊભા થઈને આદરસત્કાર કર્યો જ નહિ. આથી લજ્જિત થયેલા ગોશાળાએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું સારામાં સારું ગુણવર્ણન કર્યું, તેથી પ્રસન્ન થયેલા “શ્રી સદ્દાલપુત્ર' નામના પરમ શ્રાવકે કહ્યું કે “તમે શ્રી સર્વજ્ઞ પરમાત્માનું યથાર્થ ગુણવર્ણન કર્યું છે, તેથી જ હું તમને સત્કારપૂર્વક અશન Page #195 -------------------------------------------------------------------------- ________________ 663 – ૯ : જૈનશાસનનો પાયો સમજ્ય! - 46 – ૧૩૫ વસ્ત્ર વગેરે આપું છું પરંતુ ધર્મબુદ્ધિથી આપતો નથી. આ પ્રમાણે સાંભળવાથી ગોશાલો ઘણો જ વિલક્ષ થઈ ગયો અને શ્રી સદાલપુત્રને પ્રભુના ધર્મમાં પરમ દઢ થયેલ જાણીને ચાલી ગયો. આ દૃષ્ટાંત ઉપરથી પ્રભુધર્મના પાલક આત્મામાં દઢતા કેવી હોવી જોઈએ, એ ખાસ વિચારવા જેવું છે. આવી જાતની દઢતા વિના સન્માર્ગમાં કદી જ સ્થિર રહી શકાતું નથી. શ્રી સદાલપુત્રના દૃષ્ટાંતથી સમજાશે કે સમ્યકત્વરૂપ રત્નની રક્ષા માટે ખૂબ જ સાવધાન રહેવાનું છે. સાક્ષાત્ ભગવાનના પણ હયાતીકાળમાં અને તે જ તારકથી પ્રતિબોધ પામેલા આત્માઓ પણ સમ્યકત્વની રક્ષા માટે આટલા બધા સાવધ રહે, તો પછી અત્યારના કાળના જીવોએ કેવી અને કેટલી સાવધાનતા રાખવી જોઈએ એ ખાસ વિચારવાનું છે ? કારણ કે ધર્મરૂપ પ્રાસાદ માટે સમ્યક્ત્વરૂપ પાયો તો ઘણો જ ઊંડો અને સ્થિર હોવો જ જોઈએ. ખરેખર, સમ્યકત્વ એ શ્રી જિનેશ્વરદેવના શાસનનો પાયો છે. એ પાયો મજબૂત હોય તો જ અહિંસા, સંયમ અને પરૂપ ધર્મપ્રાસાદ ઊભો થાય અને ટકી રહે. એ વાત ખાસ વિચારવા જેવી છે અને નિશ્ચિત કરવા જેવી છે કે “અહિંસા, સંયમ, તથા તપ એ શા માટે ?' તેનું ધ્યેય તો મુક્તિ જ હોવું જોઈએ. ભલે શસ્ત્રપરિજ્ઞા જાણે, લોકવિજય કરે, એ કરવા માટે અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવાનું સત્ત્વ કેળવે, પણ જો સમ્યક્ત્વ ન હોય તો એ બધું જ ક્ષણિક અથવા ભયંકર છે. અહિંસક બનવા માટે વિષય-કષાયનો (એ રૂપ લોકનો) વિજય કરવો જ પડશે. વિષય-કષાય ન હોત તો સંસારથી બધા જ મુક્તિએ પહોંચી જાત. સંસારમાં પકડી રાખનાર જ એ છે. કડવું કોણ કહે અને મીઠું કોણ કહે ? અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ શા માટે કરવાનો ? વિષય-કષાયનો નાશ કરવા માટે જ ! પણ ધર્મ કરતાં વિષયે યાદ કરાય તો ? ધર્મ કરતાં ફળ તરીકે વિષયે મંગાય તો ? ધર્મગુરુ પાસે વિષયની સામગ્રી મંગાય તો ? ધર્મગુરુ વિષયની સામગ્રી વધે તેવી યોજના કરી આપે તો શું પરિણામ આવે એ વિચારો. જેના નાશ માટે ધર્મનું નિર્માણ, તેની જ પ્રાપ્તિ માટે ધર્મનો અમલ, એ વિષય-કષાયની કેવી અને કેટલી ભયંકરતા છે એ ખાસ વિચારો અને એ વિચારી તેનાથી બચવા માટે એટલો નિશ્ચય તો અવશ્ય કરવો જ પડશે કે વિષય અને કષાય જેનાથી નાશ પામે તે જ ધર્મ : એવા ધર્મને આપે તે જ ગુરુ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 888 કારણ કે શ્રી જિનેશ્વરદેવે એવા જ ધર્મને સ્થાપ્યો છે. આથી સ્પષ્ટ જ છે કે એનાથી ઊલટો ધર્મ સ્થાપનાર તે આપણા દેવ નહિ, ઊલટું કહેનાર તે આપણા ગુરુ નહિ, અને ઊલટી ક્રિયા તે આપણો ધર્મ નહિ. આટલી વાત તો તમારે નિશ્ચયપૂર્વક માનવી જ જોઈએ કે વિષયકષાયને વધારનારી ક્રિયાને શ્રી જિનેશ્વરદેવ કહે નહિ, નિગ્રંથ ગુરુ કહે નહિ અને સમ્યગ્દષ્ટિ એ આદેય તરીકે ઇચ્છે પણ નહિ. પામરતાથી તજાય નહિ તે વાત જુદી. પામરતા કબૂલનાર માટે તો શાસન ઘણું જ ઉદાર છે, “પામર છીએ' – એમ કહેનારને આ શાસન ધુતકારતું નથી, પણ “એમાં શું? એથી શું થઈ ગયું ?” એમ કહેનારને તો આ શાસનના જેવું ધુતકારનાર બીજું કોઈ જ નથી. છોકરો કદાચ ચાહ પી આવે. ખાવા-પીવામાં પૈસા ખરચે, તો બાપ ચલાવે : હશે કહી નિભાવે; પણ પૈસા ફેંકી દે તો નિભાવે ? એક દી આંખ લાલ કરે તો બીજે દિવસે મોં લાલ કરે, અને ત્રીજે દિવસે હાથ પણ ચલાવે. શાથી ? તો ઉત્તર એક જ કે “બાપ છે માટે.” તેમ આ શાસન તો માબાપ વગેરે સર્વસ્વ છે. ભૂલનો ખોટો બચાવ કરો તો આ શાસન કરડા અલંકાર પહેરાવ્યા વિના પણ નહિ રહે. કડવું ઓસડ તો માતા જ પાય. કડવું કોણ કહે ? સ્નેહી કહે. લુચ્ચાઓ, ચોટ્ટાઓ કે ઉઠાવગીરો ન જ કહે. એ તો મીઠું જ કહે, કારણ કે મીઠું મીઠું કહેવાથી જ લોભિયાઓ અને ભોળાઓ આવે અને તેઓ આવે તો જ હાથ બરાબર મારી શકાય. “હશે ત્યારે, દવા નહિ પાઉ’ - એમ કોણ કહે ? સભા : ઓરમાન મા. બરાબર, ઓરમાન માતા જ એમ કહે : પણ સગી માતા જો એમ જાણતી હોય કે આ ઓસડ પીવાથી મારા દીકરાનો રોગ જશે તો એમ ન જ કહે. સગી માતા તો ગમે તે રીતે દવા પાય ત્યારે જ એને ચેન પડે કારણ કે એના હૃદયમાં બાળકનું હિત છે. તેવી રીતે કડવી વાત કહે તો આ પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવ, તેમની આજ્ઞામાં વર્તતા નિગ્રંથ ગુરુદેવો અને આ શ્રી જિનેશ્વરદેવનું પરમશુદ્ધ આગમ જ કહે ! કારણ કે પ્રાણીમાત્રના હિતની એમને કાળજી છે. મરજીમાં આવે તે ધર્મ' - એમ આ ન જ કહે. પૂર્વાચાર્યોએ તમારા આત્માને દાબી દીધા, તમારી સ્વતંત્રતા છીનવી લીધી' – એમ પ્રભુશાસનના પ્રેમી અને જ્ઞાતા ન જ કહે. “જે કાળે, જે દેશમાં, જે ઇચ્છા થાય, તે કાળે તે દેશમાં તેમ વર્તવું તે ધર્મ' - એમ પ્રભુશાસનનો એક સામાન્યમાં સામાન્ય અને અજાણ સાધુ પણ ન જ કહે, તો પછી પોતાને Page #197 -------------------------------------------------------------------------- ________________ 665 - ૯ : જેનશાસનનો પાયો સમજ્જ ! - 46 – ૧૩૭ ‘મહાન મનાવનાર તથા પોતાની મહત્તામાં અટવાઈ જઈને “મહાવીરદેવ' કરતાં “મમત્વને વધુ મહત્ત્વ આપનાર એ કહે ત્યારે સમજવું જ જોઈએ કે એમ કહેવું એ એના માનલાલસાના દુર્ગુણને જ આભારી છે અને એ બિચારો આ પામેલાં પરમ કલ્યાણકર શાસનને પણ હારી જાય છે ને શાસનની વિરાધના કરી દુર્લભબોધી બને છે. એવી રીતે મૂર્ખાઓને અને અર્થકામના પિપાસુઓને રાજી કરવાની મહાપુરુષોની ભાવના હોય જ નહિ. ભગવાન શ્રી ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એ જ કહેતા કે “ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.' છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કરનાર, દ્વાદશાંગીના સ્વયંપ્રણેતા, ચાર જ્ઞાનના ધરનાર, સંપૂર્ણ શ્રુતજ્ઞાની, હજારો આત્માને મુક્તિમાર્ગે લઈ જનાર, પચાસ હજારને માથે હાથ મૂકીને કેવળજ્ઞાન આપનાર, એવા શ્રી ગૌતમસ્વામીજીને પણ ભગવાન શ્રી મહાવીરદેવે એમ ન કહ્યું કે તારી ઇચ્છામાં આવે તેમ કર', પણ એમ જ ફરમાવ્યું કે “એક પણ સમય પ્રમાદ ન કર.' ખરેખર, કડવું આ ન કહે તો કહે કોણ ? તમે જેવા હો તેવા આ ન ઓળખાવે તો કોણ ઓળખાવે ? મૂર્ખ, આળસુ એમ કહી ધોલ, બાપ ન મારે તો કોણ મારે ? દુર્ગુણ ચાલવા કોણ છે ? જેને હિતની ચિંતા ન હોય તે જ ! કયો શિક્ષક છોકરાને હરાયા ઢોર જેવા બનાવે ? જેને પોતાના શિક્ષકપણાની કદર ન હોય તે ! વર્ષની આખરે આવતા પરિણામની જેને પરવા ન હોય તે ! એવા શિક્ષકો ડિસમિસ થયા. આગમ કે આગમધર કડવું ન કહે અને મીઠું જ કહે એ કેમ જ બને ? એ તમારો બચાવ પણ કરે અને આડા જાઓ તો કહે પણ, કેમ કે હિતેષી છે. તમે હિતેષી કોને કહો છો ? હિતેષી માતાપિતા છોકરાને કહે છે ને કે જુગારી સાથે ફરજે મા, વેશ્યાગમન કરનાર વ્યભિચારીઓની સોબત કરતો મા, જૂઠાથી દૂર રહેજે, ચોટ્ટાનો સંગ કરીશ નહિ, હિંસક લત્તામાં ન જજે.' હિતૈષી માતાપિતા આ બધું કહે જ ને ? હિતૈષી માતાપિતા આવું કહે, એથી પેલા બધા બદનક્ષી માંડે તો ચાલે ? ડાહી સરકાર એ અરજીને સ્વીકારે જ નહિ પણ રદ કરે : કારણ કે કુમાર્ગે જતા દીકરાને બચાવવા બાપને કહેવાનો હક્ક છે. આવું કહે તે જ સાચો બાપ છે, પણ ન કહે તે સાચો બાપ નથી જ : “ફલાણી પેઢીને ધીરતો નહિ, કેમ કે એ કાચી છે' - એમ તો કહો જ ને? છોકરાને આ બધું કહેવા છતાં એ ન માને અને નાશ થાય એવું કરે તો શું કરો ? એક વાર તો સામાન્ય ઠપકો Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ — — – 686 આપી શિખામણ આપો કે હવેથી કરીશ નહિ.' ફરી કરે તો લાલ આંખ કરો, છતાં એ છોકરો પોતે જ જુગારી બને તો બહાર કાઢો, છતાં ક્યાંયથી તમારા નામે હજાર લાવે તો તમે નોટિસ કાઢો, જાહેર કરો કે “મારા છોકરાને જે ધીરશે તે તેના પોતાના જોખમે છે. એ વખતે કોઈ આવીને કહે કે છોકરા માટે નોટિસ હોય?” બાપ કહે કે “હા, એના ભલા માટે છે. આજે તો હજારમાં પત્યું. હજાર આપી શકીશ. નોટિસ ન આપે તો આગળ વધે એ મારાથી પૂરા ન થાય અને એથી છોકરાના હાથે બેડી પડે ને એને જ જેલમાં જવું પડે અને હું પણ આજે તો જુગારીનો જ બાપ કહેવાઉં છું અને પછી તો કેદીનો બાપ કહેવાઉં અને એથી મારે વધુ શરમાવું પડે : માટે બેયના હિત માટે નોટિસ આપી છે.” કહો, આવા પ્રસંગે નોટિસ આપેને? સભા : આપે જ, આપે છે જ. વગર વિચાર્યું એમ ને એમ હા, હા, ન કહો. આ તો વ્યવહારની વાત છે, પણ ઉપનયમાં એટલે કે ધર્મની વાતમાં પણ એમ જ માનવું પડશે, એ વાત ભૂલી ન જાવ. જેમ કુપુત્રને શાસન સજા કરે છે. તેમજ સુપુત્રને આવાસન આપે છેઃ વારુ, છોકરો જો ભૂલ કબૂલ કરે, હાથ જોડીને કહે કે “બાપાજી ! ભૂલ્યો, હવે નહિ કરું' - તો બાપ એ હજાર ભરી દે, છોકરાને ખોળામાં બેસાડે, બધું કરે, પણ “બાપ શાનો થયો છે ? ભરી દે, મિલકતમાં મારો લાગો છે' - એમ કહે તો ? બાપને કરડું થવું જ પડે. હવ બાપ જો વડીલોપાર્જિત મિલકત ધરાવતો હોય તો તો પુત્રનું તોફાન જરા ચાલે, પણ પોતાની કમાયેલી મિલકત હોય તો તો જરા પણ ન જ ચાલે. એ જ રીતે આ શાસનમાં છે. આ શાસન કાંઈ સવોપાર્જિત મિલકત જેવું નથી, કે જેથી એમાં કાયદેસર ભાગ માગી શકાય. જેમ સ્વોપાર્જિત મિલકત પિતા તુષ્ટ હોય તો જ પુત્રને આપે અને ન આપે તો કાયદો કાંઈ કરી શકતો નથી, તેમજ અન્યાયથી પુત્ર લેવા જાય તો એનેય સજા થાય છે, તે જ રીતે આ શાસનની મિલકત એના સેવક માટે જ છે, એની ઉપાસના કરનારને જ એ મળે છે. માટે અહીં ઉન્મત્ત બનશે એને તો ઘડીના છઠ્ઠા ભાગમાં શાસન ફગાવી દેશે. એ તારકના શાસન પાસે જો ઉન્મત્ત બની જેમતેમ માગશો, તો તમને ફિટકારી જ કાઢશે. Page #199 -------------------------------------------------------------------------- ________________ 687 – ૯ : જૈનશાસનનો પાયો સમજ્ય ! - 46 – ૧૩૯ સામાયિક, પૂજન આદિ ન કરવું જોઈએ, એથી કલ્યાણ થતું નથી, એમ કહેનારને સંઘ બહાર કરવાની આ આગમની આજ્ઞા છે. આ તારક શાસન તો બધું જ કહેશે. પગથી માથા સુધી લાગે તેવું પણ કહેશે. જગતના ભલા માટે, અનેક કષ્ટો સહી, ભયંકર ઉપસર્ગ-પરીષહ સહી, ઘોર તપશ્ચર્યા કરી. તીવ્ર સંયમ પાળી, કેવળજ્ઞાન પામી જગત આગળ શ્રી જિનેશ્વરદેવોએ માર્ગ ધર્યો છે. એ ન પામો એમાં કમતાકાતપણું કબૂલો તો તો પ્રભુ પણ કહે છે કે “હોય, મોહનું જોર છે, ધીમે ધીમે પણ પ્રયત્ન કર.' પણ માર્ગનો વિરોધ કરો, માર્ગને ઠોકરે મારો, પાપને પાપ તરીકે ન સ્વીકારતાં એને પુણ્યરૂપે કહીને બચાવ કરો, એ માટે ઉન્મત્ત બનો, તો તો એ જ શ્રી જિનેશ્વરદેવ, તેવાને દુર્લભબોધી, અનંત સંસારી, ભારેકમ વગેરે વગેરે બધું જ કહે છે. શું “દુર્લભબોધી' વગેરે ગાળ છે? નહિ જ, એ વિશેષણો તો અધમકર્મ આત્માઓનું સ્વરૂપ માત્ર છે, માટે એ ગાળ નથી. એ સ્વરૂપ જો આ નહિ કહે તો બીજું કોણ કહેશે ? “અમને એમ કહે ?' એમ કહેવું એ ન ચાલે : આથી પણ વધારે કહે. શ્રી જૈનશાસનમાં રહેતા હો તો બધું જ કહે. પ્રભુમાર્ગના અનુયાયી કહેવરાવવું હોય તો પ્રભુમાર્ગથી વિરુદ્ધ ન જ બોલાય અને ન જ વર્તાય. અને જો બોલાય અથવા વર્તાય તો દુર્લભબોધી' આદિ ઉપનામો લાગી જ જાય. પછી ત્યાં તમે કહો કે હું હોઉં? તીર્થકર નામકર્મનાં દળિયાં ભેગાં કરેલાં પણ અનંત સંસારી થયા. એ ચૂક્યા કે તરત એમને પણ આ આગમે અનંત સંસારી અને સાવઘાચાર્ય કહ્યા સાવદ્યાચાર્ય એટલે પાપાચાર્ય. બાકી ભાવાચાર્ય તો તે, કે જે શ્રી જિનેશ્વરદેવે જ કહેલું પ્રરૂપે. જે શ્રી જિનેશ્વરદેવનું કહેલું ન પ્રરૂપે, તેથી વિપરીત પ્રરૂપે, તે નામાચાર્ય એટલું જ નહિ પણ પાપાચાર્ય કહેવાય અને તેવાઓને શાસ્ત્ર “અદીઠ્ઠકલ્યાણકરા' કહ્યા છે, એટલે કે એમને ન દેખવા સારા એમ શાસ્ત્ર કહ્યું છે. મોક્ષમાર્ગે જનારને આ કહેવાની, ચેતવવાની ખાસ ફરજ છે. જીવ અને અજીવ જાણવાના શું કામ ? શું અખતરા કરવા ? અખતરા કરવા માટે એ જાણવાનું નથી જ. સંહારના પ્રયોગ, નાશની ક્રિયા રાચીમાચીને કરવા માટે એ જાણવાનું નથી જ. હજી એમ કહે કે “કમભાગ્ય કે પાપી પેટ ખાતર, મોહ ખાતર, હું પાપપ્રવૃત્તિને વર્જી શકતો નથી, પણ કયારે તેવો શુભ દિન આવે કે આ બધું છોડું તો વાત જુદી, પણ પાપનો બચાવ તો ન જ હોય. પાપની છૂટ ભગવાન આપે ? અને મોક્ષાર્થીથી છૂટ મંગાય પણ ખરી ? ભગવાન પાસે Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 888 ‘તારો' એમ કહો છો, અર્થાત્ તરવાની માગણી કરો છો. તો પછી તરવા માટે પાપથી દૂર તો રહેવું પડશે કે નહિ ? પ્રભુનાં સ્તવન ગાતાં એમના ગુણ અને પોતાના દોષનો મુકાબલો કરવો પડશે કે નહિ ? “મારે પાપ વગર નહિ ચાલે, માટે આપ પાપની છૂટ આપો અને ન ચાલે એવા પાપને કરવામાં વાંધો શો ?' - એમ પ્રભુ પાસે કહેવાય? નહિ, તમે અમુક ચીજ તજી ન શકો, અમુક ક્રિયા ગ્રહણ ન કરી શકો, ત્યાં પામરતા કબૂલો તો શ્રી જિનેશ્વરદેવ એટલા ઉદાર છે કે તરત જ કહે છે કે “કર્મની આસક્તિ, મોહનું જોર એ એવાં છે કે બિચારા શિથિલ બને છે, પણ ફીકર નહિ : ધીમે ધીમે અભ્યાસ કરતાં એ પણ થશે.” આ રીતે એ કરુણાસાગર ભગવાન આશ્વાસન આપે છે. શ્રી મેઘકુમાર સવારે ઘેર જવાના ઇરાદે આવ્યા, ત્યારે ભગવાને એમનું અપમાન કર્યું ? નહિ જ, ભગવાન તો જાણે છે કે આત્માને મોહ મૂંઝવે છે. શરીરની મૂછ અત્યારે મેઘકુમારને મૂંઝવી રહી છે. એટલે તરત જ પ્રભુ એમને માર્ગમાં સ્થિર કરે છે. પામરતા કબૂલનારને તો આશ્વાસન અપાય. પણ એમાં શું થયું ?' કહી સામો થાય, એને તો કહી જ દેવું પડે કે “તું ધીઠ્ઠો છે !” ચોર ચોરી કરીને રૂએ, પસ્તાય તો હજી દયા આવે, પણ “ચોરી ન કરું તો ખાઉં શું? માટે હું તો ચોરી કરવાનો જ.' - એમ કહે એના ઉપર દયા શી રીતની આવે ? ગુનેગારને ગુનો ગુનારૂપ લાગે તો તો કદાચ એનો બચાવ પણ થાય : પણ પાપને પાપ જ ન માને, પાપ કરવું જ જોઈએ એમ કહેવાય અને વધુમાં પાપમાં પુણ્ય મનાવવાની વાતો થાય ત્યાં શું થાય ? આ બધી ઓળખાણ આપવી જોઈએ ને ? "સુને માટે બધું જ સારું છે : કુને માટે બધું જ ખરાબ ! આ તીર્થ કેવું છે? એવું કે જેમાં દુનિયાના એક પણ સુંદર વિચારને સ્થાન નથી એમ નથી તેમજ એક પણ દુષ્ટ વિચારને સ્પર્શવાની પણ જગ્યા નથી. આ શાસનમાં જેટલો સદ્વિચારનો સ્વીકાર છે, તેટલો જ દુષ્ટ વિચારનો ઇનકાર છે અને જેટલું સત્ય વસ્તુનું ખંડન છે, તેટલું જ અસત્ય વસ્તુનું ખંડન છે. મહેલ જેટલો ઊંચો બાંધવો હોય તેટલો જ નીચો પાયો ખોદવો પડે, નહિ તો મહેલ ટકે નહિ. સત્યનું મંડન કરનારને અસત્યના ખંડન વગર કેમ જ ચાલે ? હિંસ ખરાબ છે એ ન સમજાય, ત્યાં સુધી સાચા અહિંસક બનાય જ નહિ. સત્યને પ્રાપ્તિ માટે અસત્ય ખરાબ છે એમ ઓળખાવવાની મહેનત કરવી જ પડે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૯ : જૈનશાસનનો પાયો સમ્યક્ત્વ ! - 46 અનાદિકાળથી આત્મા હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર-મૈથુન અને પરિગ્રહથી ટેવાયલો છે. બાળકને કીડી કેમ મારવી તે આવડે, પણ બચાવતાં ન આવડે. કર્યું છતાં ના કહેતાં, એટલે કે જૂઠું બોલતાં તરત આવડે. અરે, ઘોડિયામાં સૂતેલા બાળકને દૂધ પીવા માટે ખોટું રોતાં કોણે શીખવાડ્યું ? સમજે કે ઢોંગ નહિ કરું ત્યાં સુધી મા નહિ આવે. આંખમાં આંસુ વગર હું હું હું હું કરે. ખોળામાં લે કે તદ્દન ચૂપ. સાચું રુએ ત્યારે તો ડૂસકાં આવે. મોટાઓ પણ બનાવટી રુએ. રોતાં રોતાં બોલી શકે તે બનાવટી. સાચું રોનારથી તો સ્પષ્ટ બોલાય પણ નહિ, કારણ કે ડૂસકાં આવે અને હૈયું ભરાઈ જાય. આંખોમાં ખાલી પાણી લાવનારો આદમી લૂંટારો છે, ધૂતારો છે, કામ કાઢી લેનારો છે, એ અનુભવ દિવસે દિવસે સાચા પડતા જાય છે. 669 સત્યની પેઢી થોડી પણ ચાલતી હોય તેને બંધ કરાવવાની ભાવના કેમ જ થાય ? દેવાળીઓ પણ બેંક તૂટે એવું ન ઇચ્છે. પોતાને બસો-પાંચસો મૂકવાનું સ્થાન તો એ પણ આબાદ જ ઇચ્છે. આજે સત્ય ધર્મ બતાવનારા ગણ્યાગાંઠ્યા જ સાધુઓ છે, છતાં એટલા પણ અસત્યના પૂજારીઓને ઘણા જ ખટકે છે. અને એથી જ આજના અસત્યના પૂજારીઓ એ ઇચ્છી રહ્યા છે કે અસત્યની પૂજા નિર્વિઘ્ને નિભાવવા, સત્યના પૂજારી દુનિયામાં રહેવા જ ન જોઈએ : અને દુર્જનોની ભાવના બીજી હોય પણ શી ? પરંતુ જ્ઞાની પુરુષો ફરમાવે છે કે દુર્જનોના મનોરથો મનમાં જ રહેવાના. જો દુર્જનોના મનોરથો ફળે, તો તો દુનિયામાં એક પણ સજ્જન જીવતો ન રહે કે મજા ન કરે, કારણ કે ઊંધી કોટિના, અધમ કોટિના આત્માઓની ઇચ્છા જ ભયંકર ! ‘બધા ભીખ માગો અને મારું ભરાઓ.’ - આવું અધમ આત્માઓ ઇચ્છે. પણ એ કદી ફળે ? ખોટામાં ખોટી હદ આ છે. અમુકને અમુક પાપરુચિ ન છૂટે એ વાત જુદી, પણ તેથી પાપરુચિ છોડનાર સામે બળવો કરવાની આવશ્યકતા શી ? અસત્યના ગાઢ રંગનું જ આ પરિણામ છે. આવું સત્ય બતાવવાની ફરજ આ શાસન ન જ ચૂકે. સમ્યગ્દષ્ટિ આત્મા હિંસાની, જૂઠની કે મૈથુન વગેરેની પ્રશંસા ન જ કરે અને ક્રોધાદિક કષાયોને ન જ વખાણે. પોતાથી હિંસા આદિનું સેવન થતું હોય તો કમજોરી કબૂલે, પણ ‘કરવું જ જોઈએ' - એમ કહે, એ તો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવા માટે યોગ્ય જ નથી. એવા સાથે સંબંધ રાખવો તે પાપ છે, એમ આપણે કહી રહ્યા છીએ. ૧૪૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 670 હિંસકો સાથે કે અસત્ય બોલનાર સાથે કદાચ મેળ રાખવો પડે તો રાખી શકાય : “કદાચ “ શબ્દ ધ્યાનમાં રાખજો હોં ! ચોરી કરનાર સાથે કદાચ વાત કરવી પડે તો કરી શકાય : બહુ વિષયાધીન સાથે કે બહુ પરિગ્રહ રાખનાર સાથે કદાચ સંબંધ રાખવો પડે તો રાખી શકાય : પણ હિંસામાં પુણ્ય કહેનાર સાથે તો પાણી પણ ન પીવાય. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન આદિ પાપસ્થાનોને પાપ ન માને, એટલું જ નહિ પણ પુણ્ય કહે, એની સાથે તો પાણી પણ કેમ જ પીવાય ? માત્ર જે પાપ કરે છે તે તો નિર્બળ, પણ જે પાપને સારું માને તે તો મહાભયંકર જ ગણાય. પાપને જે પાપ માને તે પરને હાનિ ન કરે, કારણ કે એને પૂછો તો એ પાપ કરવાની ના જ પાડે અને પોતે કહી દે કે “હું પાપી છું, કમજોર છું, પણ તું ન કર !” પણ જે પાપને પાપ જ ન માને, પાપને જ પુણ્ય માને, તે તો બીજાને પણ ત્યાં જ ઢસડશે અને ઘસડશે. પાપ કરે તે તો દુર્બળ, પણ પાપને પાપ ન માને, પુણ્ય માને અને તેવો ઉપદેશ કરે તે તો દુર્લભબોધી પણ થાય અને અનંત કાળ સુધી સંસારમાં રખડે. “દુર્લભબોધી' આત્માને ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. તમારે ત્યાં મહેમાન આવે તેનું તમે સન્માન ન કરો તો તેને બહુ દુઃખ નહિ થાય, પણ અપમાન કરો તો તો એ નિર્ણય જ કરે કે “કદી પણ આના ઓટલે પગ નહિ મૂકે !” તેમ જ ધર્મનું અપમાન કરો તો ભવાંતરમાં પણ એ નહિ મળે. પાપ કરનાર પાપ માને ત્યાં સુધી તો ઠીક પણ “એમાં શું ? અરે, અમુક એવો વખત છે એટલે એ જ ધર્મ !” – એમ કહે એને તો શાસ્ત્ર કહે છે કે “તું મહાપાપાત્મા, તને ક્ષણ પણ નહિ નિભાવાય.” આ કથનમાં કશું જ વિગ્રહરૂપ લાગે છે ? બાપ પોતાની પેઢીને બચાવવા દીકરાને સલાહ આપે કે નહિ ? હું પણ શાસ્ત્રષ્ટિએ સલાહ આપું છું કે બીજું કંઈ છે ? પાપને પાપ ન માનનારનો છાંયો ન લેવાની આ સલાહ છે. તમે તમારા છોકરાને કહો છો ને કે “જુઠાથી, વ્યભિચારીથી, જુગારીથી અને ચોરીથી દૂર રહેજે !” અને તે શા માટે કહો છો ? છોકરો કુલદીપક નીવડે તે માટે ને ? તેમ મારે પણ કહેવું જ પડે ને ! એમ પણ કહો છો ને કે “પેઢીએ આવતા ઉઠાઉગીર ગ્રાહકથી સાવધ રહેજે. એવાને પગલાંથી જ ઓળખજે. એના વચનથી જ એની પરીક્ષા કરવી ઘટે . પેઢી ચલાવનારે મુનીમ પણ ચોખા રાખવા પડે, કચરો કાઢનારને ભલે બે રૂપિયા પગાર વધારે આપવો પડે, પણ કચરામાંથી પાઈ જડે તો પણ માલિકને Page #203 -------------------------------------------------------------------------- ________________ sri - ૯ : જૈનશાસનનો પાયો સમજ્જ - 46 – ૧૪૩ આપે એવો કચરો કાઢનારો માણસ રાખે, કારણ કે આજે પાઈ છે, કાલે હીરો હોય. નાણાં શાહુકારને ધીરાય, ડૂબતી બેંકમાં નાણાં ન જ મુકાય. પાંચ હાથની પેઢી અને પાંચ-પચાસ લાખની મિલકત જાળવવા માટે આ બધું કરવું પડે અને આખું ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન જાળવવા શું શું કરવું જોઈએ, તે હજી શીખવાડવું જ પડે ? ત્યાં જેમ બાપ દીકરાને બધું કહે, કડવું પણ કહે અને પરિણામની એ મીઠાશનું દર્શન કરાવે કે “જો આમ વર્તીશ અને આ રીતે પેઢી ચલાવીશ, તો મારે તો બે મોટર છે અને તું તો ચાર મોટર રાખી શકીશ.' - તેમ હું પણ કહું છું કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે બહુમાન કરશો તો પરિણામે મુક્તિપદને પામશો. આ મીઠાશ ઓછી છે ? ખાંડ-સાકર તમારે ત્યાં હોય, પણ અમારે ત્યાં તો મુક્તિ એ જ મીઠાશ ! વચમાં સ્વર્ગાદિ ઔષધ ખાતર મીઠાશ દેવી પડે એ વાત પણ ખરી, પરંતુ બધાં ઔષધ સાકર લગાડેલી ક્વિનાઈન જેવાં ન હોય. એવાં પણ ઔષધ હોય કે જેમાં સાકર નુકસાન કરે. અત્યારે એવા કટુ ઔષધની જરૂર છે, કે જેથી વિષમ વાતાવરણથી બચી શકાય. અત્યારે પંપાળવાની જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે પંપાળવા યોગ્ય હોય ત્યારે પંપાળવા. પંચમકાળ, હુંડાવસર્પિણી, કૃષ્ણપક્ષીયા જીવ, એમાં ખરાબ સંસર્ગ વધતા જાય, આવા સંયોગોમાં પંપાળવા કેમ જ બેસાય ? હિતૈષી બાપ પણ બાળકને ચૂંટી સાથળમાં ખણે કે જે બતાવાય જ નહિ. સંસારીની દૃષ્ટિએ એ સુબાપ. એ જ રીતે આ શાસનમાં પણ બધું “સુ” જોઈએ ! સુદેવ, સુગુરુ, સુધર્મ, સુમાબાપ, સુમિત્ર : બધું જ “સુ” Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ | 47 મિથ્યાત્વ એ જ મહાદોષ અને ભૂતકાળના નિકૂવો અને સમ્યક્ત એ જ મહાસણ : આજના કુલાંગારો વચ્ચેનો તફાવત : • શાસનરક્ષકોની જવાબદારી : વિષય : સમત્વ વિનાનાં તપ, જ્ઞાન અને ચારિત્ર નકામાં. શાસન રક્ષા માટે સત્વ જરૂરી સમ્યક્ત્વની ચાલુ વાતનો દોર આગળ ચલાવતાં પરમ તારક ગુરુદેવશ્રીએ આ પ્રવચનના પ્રારંભમાં નિયુક્તિકારકૃત ગાથાઓની સાક્ષી આપીને સમ્યકત્વનું મહત્ત્વ સમજાવ્યું છે. સમ્યક્ત્વ હોય તો જ તપ જ્ઞાન ચારિત્રાદિ ગુણો કામના બાકી નકામા, નુકસાન કરનારા - એ વાત વિગતે સમજાવી છે. ત્યાર બાદ વર્તમાનની પરિસ્થિતિના અનુસંધાનમાં પૂર્વકાળના નિહનવો કેવા હતા અને એની સામે આજના શાસનદ્રોહીઓ કેવી ઉપમાને વરેલા છે એ મુદ્દો ખૂબ જ જ્વલંત શબ્દોમાં રજૂ કર્યો છે. આજના પરિપ્રેક્ષ્યમાં શાસનરક્ષક સુસાધુ અને સુશ્રાવકોની શું ફરજ થઈ પડે છે, એ માટે શું શું અને કેવી કેવી રીતે કરવું પડશે એ બધી વાતોની ધારદાર રજુઆત કરવામાં આવી છે. શાસનરક્ષા માટે જાતના માન-અપમાનને ગૌણ કરી કેવા પ્રયત્નો કરવા જોઈએ એનું સુંદર ધ્યાન આપ્યું છે. મુવાક્યાતૃત • સારી-નરસી વસ્તુનું પરિણામ આત્માની પરિણતિ ઉપર છે. ૦ આગળ સમ્યક્ત્વ થશે એ ભાવનાથી જે સમ્યકત્વ પ્રત્યે બેદરકાર રહે અને મિથ્યાત્વ સેવે, તેને ભવાંતરમાં પણ તેવી સુંદર સામગ્રી નથી મળતી. સમ્યગ્દષ્ટિ આત્મા તો મોક્ષની સાધનામાં ઉદ્યમની જ પ્રધાનતા માનનાર હોય છે. • જે આત્માઓ મિથ્યાત્વને આધીન થઈ પોતાની હઠ ન છોડે અને ઉન્માર્ગની પ્રવૃત્તિ વધાર્યે જ જાય, તે આત્માઓ ગમે તેવા હોય તો પણ તેઓને સંઘ બહાર કરવાની આ શાસનમાં ભારેમાં ભારે આજ્ઞા છે. • જેઓ ગાઢ મિથ્યાત્વના ઉદયે “મારું તે જ સાચું' - પછી ભલે સાચું હોય કે ખોટું હોય ! “આ માનતા થઈ ગયા તેઓએ જ પ્રભુશાસનમાંથી પોતાનું સ્થાન ગુમાવ્યું. આગમના અમુક વચન ઉત્થાપે તે નિનવ કહેવાય. પણ જેઓ આજે ઘણી વસ્તુને ઉત્થાપે છે અરે એટલું જ નહિ પણ સીધાનું ઊંધું જ કરે છે, તેઓને માટે શું કહેવું, તે માટે શબ્દ જ નથી જડતો. • વિચાર કર્યા વિના જ અયોગ્ય રીતે મૌનના ઉપાસક બનવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. • ઉપદેશની ફરજ સાધુની અને અમલની ફરજ શ્રાવકોની. • જગત ઇચ્છા મુજબ તો વર્તી રહ્યું છે : હવે એ સ્વેચ્છાચારિતામાં ધર્મ બતાવી જગતની વધા પાયમાલી ન કરો. • શાસનસેવા કરતાં દ્રવ્યપ્રાણ જાય તો પણ ભાવપ્રાણ તો ખીલવાના જ છે, તો પછી ફીકર શી ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦: સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ મિથ્યાત્વ એ જ મહાદોષ અને સમ્યકત્વ એ જ મહાસગુણ: પરમ ઉપકારી ટીકાકારમહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા , ચોથા અધ્યયનનો સંબંધ દર્શાવતાં ફરમાવી ગયા કે પ્રથમનાં ત્રણે અધ્યયનો દ્વારા સૂત્રકારમહર્ષિએ સાત પદાર્થોનું પ્રતિપાદન કર્યું અને એ સાતે પદાર્થો તત્ત્વરૂપ છે, તથા તેના અર્થની જે શ્રદ્ધા, તેનું જ નામ સમ્યકત્વ છે. શ્રી સૂત્રકારમહર્ષિએ પ્રથમ “શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયન દ્વારા “જીવ, અજીવ, આશ્રવ અને સંવર' - આ ચાર તત્ત્વો કહ્યાં : બીજા લોકવિજય” નામના અધ્યયન દ્વારા “બંધ અને નિર્જરા આ બે તત્વો કહ્યાં : અને ત્રીજા “શીતોષ્ણીય' નામના અધ્યયન દ્વારા “મોક્ષ' તત્ત્વનું પ્રતિપાદન કર્યું. આ રીતે પ્રતિપાદન કરેલ સાતે તત્ત્વોની અર્થપૂર્વક શ્રદ્ધા એનું જ નામ સમ્યક્ત્વ છે, કારણ કે જીવ અને અજીવ તત્ત્વનું અનંતજ્ઞાનીઓએ જે રીતે નિરૂપણ કર્યું છે તેનું તે રીતે શ્રદ્ધાન થયા વિના તે અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ આશ્રવથી અટકી, બંધથી બચવાની અને સંવરની સાધનામાં સાવધાન થઈ, નિર્જરાને કરવાની તથા તે દ્વારા મોક્ષ મેળવવાની સાચી ઇચ્છા જાગ્રત થતી જ નથી. એ જાતની ઇચ્છા જાગ્રત થયા વિના, કદી જ આત્મા સમ્યગ્દષ્ટિ બની શકતો નથી અને સમ્યક્ત્વપ્રાપ્તિ થયા વિના ગમે તેટલી નિવૃત્તિ કરવા છતાં, સ્વજન, ધન અને ભોગનો ત્યાગ કરવા છતાં, અને અનેક પ્રકારનાં દુ:ખોને વેઠવા છતાં પણ મુક્તિ મળી શકતી જ નથી. આ વાત સમજાવવા માટે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા દષ્ટાંતપૂર્વક સમજાવતાં ફરમાવે છે કે "कुणमाणोऽवि य किरियं, परिचयतोऽवि सूयणधणभोए । दितोऽवि दुहस्स उरं, न जिणइ अंधो पराणीयं ।।१।।" “જેમ અંધ આત્મા, ક્રિયા કરવા છતાં પણ, વજન, ધન અને ભોગોનો પરિત્યાગ કરવા છતાં પણ અને દુઃખને હદય આપવા છતાં પણ, એટલે કે અનેક પ્રકારનાં દુઃખને હૃદયથી ભોગવવા છતાં પણ, દુશમનના સૈન્યને જીતી શકતો નથી.” Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ — — – Gi "कुणमाणोऽवि निवित्ति, परिचयंतोऽवि सयणधणभोए । दितोऽवि दुहस्स उरं, मिच्छदिट्ठी न सिज्झइ ।।२।।" તેમ મિથ્યાદષ્ટિ આત્મા અન્ય દર્શને કહેલી નિવૃત્તિ કરવા છતાં પણ સ્વજન, ધન અને ભોગોનો પરિત્યાગ કરવા છતાં પણ અને “પંચાગ્નિતપ' આદિએ કરીને પણ દુઃખને હૃદય આપવા છતાં પણ, એટલે કે અનેક પ્રકારનાં દુઃખોને હૃદયથી ભોગવવા છતાં પણ તે સમ્યગ્દર્શનથી રહિત હોઈને સિદ્ધિપદને પામતો નથી.” "तम्हा कम्माणीयं जेउमणो, दंसणंमि पयइज्जा। दसणवओ हि सफलाणि, हुंति तवनाणचरणाई ।।३।।" તે કારણથી “કર્મરૂપ સેનાને જીતવાના મનવાળા આત્માએ સમ્યગ્દર્શનમાં, એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તપ, જ્ઞાન અને ચારિત્ર સમ્યગ્દર્શનને ધરનાર આત્માનાં જ સફળ થાય છે.” આ ઉપરથી સારામાં સારી રીતે સમજી શકાશે કે સમ્યગ્દર્શન, એ એક ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. અને એથી જ એ સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, તપ અને ચારિત્ર એ વસ્તુતઃ નકામાં જ છે : કારણ કે સમ્યગ્દર્શન વિના સાચું ધ્યેય સમજાતું નથી. કરે બધું પણ એનું ધ્યેય કયું ? તત્ત્વાર્થની શ્રદ્ધા વગરના આત્માનું ધ્યેય કયું ? એ જ : મુક્તિ નહિ પણ જે છે તે જ. એવા (પૌદ્ગલિક) ધ્યેયથી નિવૃત્તિ ગમે તેટલી કરે, સ્વજન-ધન તથા ભોગનો ત્યાગ પણ કરે, તકલીફો પણ વેઠે, પરંતુ એ બધું જ સમ્યગ્દર્શનરૂપ મૂળ વસ્તુના અભાવે કિંમત વિનાનું જ ગણાય. ચોથું અધ્યયન “સમ્યકત્વ એટલા જ માટે રાખવામાં આવ્યું છે કે જો ધ્યેય સમજાય અને સ્થિર થઈ જાય, તો મળેલી વસ્તુ જોઈતો લાભ કરે. એ વસ્તુ પમાય છે તો અનેક રીતે, અનેક લાલસાથી વસ્તુ પમાય છે, અનેક નિમિત્તોને અંગીકાર કરી વસ્તુ પમાય છે, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલ સમ્યક્ત્વ ન જચે, તત્ત્વાર્થશ્રદ્ધા ન થાય, ધ્યેય ન સમજાય, આજ્ઞા-સ્વરૂપ અને હેતુ ન પરિણમે, તો બરાબર વસ્તુ આવતી નથી : કદી આવે તો ટકતી નથી ? કદી ટકે તો એ વસ્તુ આત્માને એવા સ્વરૂપમાં મૂકે છે કે લાભને બદલે આત્માને હાનિ થાય. આથી જ જ્ઞાનીઓ કહે છે કે “મિથ્યાદૃષ્ટિપણું એ જ મોટામાં મોટો દુર્ગુણ છે Page #207 -------------------------------------------------------------------------- ________________ 675 – ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47– ૧૪૭ ને સમ્યગ્દષ્ટિપણું એ મોટામાં મોટો સદ્ગણ છે, જ્યારે મિથ્યાદૃષ્ટિ આત્મા ગુણને પણ દોષ તરીકે દેખે છે અને ગુણને જ દોષ તરીકે પરિણાવે છે, ત્યારે સમ્યગ્દષ્ટિ આત્મા દોષને પણ પોતાની ગુણમયતાના બળે ગુણરૂપે પરિણાવે છે. જેમ કે કોઈ તિરસ્કાર કરે તો તે તિરસ્કારને તથા તે તિરસ્કારના કરનારને સમ્યગ્દષ્ટિ આત્મા કર્મક્ષયમાં સહાયક માને છે અને એમ માનીને કર્મક્ષય સાધે છે, ત્યારે એ જ સાધનથી મિથ્યાષ્ટિ આત્મા કર્મબંધ વધારે છે, કારણ કે બેયનું ધ્યેય, ભાવના અને વિચારો જુદા છે. સારી-નરસી વસ્તુનું પરિણામ આત્માની પરિણતિ ઉપર છે. શ્રી જિનમૂર્તિને જોઈ આત્માનંદીને આનંદ આવે, ત્યારે ઉન્માર્ગગામી બનેલા આત્માને ક્લેશ થાય. તપશ્ચર્યા એ આત્મકલ્યાણનું સાધન છે એમ જાણી એક આત્માને તપ પ્રત્યે સદ્ભાવ થાય, તપ કરવાની ભાવના થાય, તપ કરનારને હાથ જોડે, ત્યારે બીજો આત્મા તપ કરનારની મશ્કરી કરે : અરે, તપ કરનાર ઉપર ત્રાસ વર્તાવે : રખે તપ વળગી જાય નહિ, તે માટે આઘો ભાગે. વિચારો કે ચીજ એક જ છતાં પણ આવો ભેદ કેમ? કહેવું જ પડશે કે એ મિથ્યાત્વરૂપી મહાદોષનો જ પ્રતાપ ! સો મણ દૂધના કડાયામાં સોમલનો એક જ કણિયો પડે, તો તે પોષક દૂધ પણ નાશક જ થાય : તેમ ગુણ બધા જ હોવા છતાં પણ તેમાં મિથ્યાત્વરૂપ સોમલનો કણિયો પડ્યો કે એ જ પોષક ગુણો નાશક બને, માટે જ પરમ ઉપકારી શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ફરમાવ્યું કે ગમે તેવી નિવૃત્તિ પાળે, સ્વજનાદિનો ત્યાગ પણ કરે અને અનેક જાતની તકલીફો પણ વેઠે, તે છતાં પણ એક સમ્યકત્વ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. સભાઃ અત્યારે ધર્મોજન માટે મોક્ષ તો નથી અને સ્વર્ગગતિ જ છે, તો અજ્ઞાનથી મિથ્યાત્વ પોષે અને ચારિત્ર પાળે તો દેવલોક મળે ત્યાં સખ્યત્વ આવે, પછી કાંઈ વાંધો છે ? અહીં મિથ્યાત્વ દઢ કરે, તો ત્યાં સમ્યક્ત્વ આવે કયાંથી ? મુક્તિ નથી મળવાની, છતાં પણ ઇચ્છાય તો મુક્તિ જ. આગળ સમ્યફ થશે એ ભાવનાથી જે સમ્યકત્વ પ્રત્યે બેદરકાર રહે અને મિથ્યાત્વ સેવે, તેને ભવાંતરમાં પણ તેવી સુંદર સામગ્રી નથી મળતી : માટે ઉત્તમ શાસન પામેલા આત્માઓએ અજ્ઞાન અને અજ્ઞાનીઓથી સાવધ રહીને મિથ્યાત્વ ન પોષાઈ જાય એની કાળજી ખૂબ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 67e જ રાખવી જોઈએ. કાળજી રાખવા છતાં પણ મિથ્યાત્વ સેવાઈ જાય, તો તો એની શુદ્ધિ પણ થાય અને ભવાંતરે પણ સમ્યકત્વની પ્રાપ્તિ સહેલાઈથી થાય, પણ કાળજી જ ન રાખે તો ભવાંતરમાં સમ્યકત્વ પ્રાપ્તિની સામગ્રી પણ સહેલાઈથી ન મળે. અજ્ઞાનથી મિથ્યાત્વ સેવનાર દયાને જ પાત્ર છે, પણ તિરસ્કારને પાત્ર નથી એ સાચું : તે છતાં પણ જો તે આત્મા સમજાવનાર આત્માની સામે બાથ ભરવા જાય, સમજે નહિ અને ઝઘડા કરે, તો તો તે તિરસ્કારને જ પાત્ર ઠરે છે. એટલે કે એની પછી તો ઉપેક્ષા કરવી પડે અને બીજા એનામાં ન ફસાય એ પૂરતી જ ચેતવણી આપીને અલગ થઈ જવું પડે. જે કોઈ કહે તેને સાંભળે નહિ, રીતસર વાતચીત ન કરે, આગમના અર્થનું ચિંતવન ન કરે અને કેવળ ઝઘડા જ કરે, તે દયાને પાત્ર નથી રહેતો. આ શાસનમાં માર્ગાનુસારી આત્મા પણ તે જ કહેવાય છે, કે જે જ્યાંથી સારું મળે ત્યાંથી લે અને ખોટાનો ત્યાગ કરે. અજ્ઞાનતાથી કદાચ ખોટો માર્ગ સેવે, પણ જ્યારે સગુરુ દ્વારા ખોટો જણાય, કે તરત જ એનો ત્યાગ કરે, એ જેવી તેવી વાત નથી. શ્રી ઇદ્રભૂતિજીને મિથ્યાત્વ હતું : “પોતે જ સર્વજ્ઞ' એવું અભિમાન હતું : પણ જ્યારે એમણે જોયું કે “સર્વજ્ઞ તો આ શ્રી ભગવાન મહાવીર જ, ત્યારે તરત જ માન્યું કે “મારું અભિમાન ખોટું છે. અને એમ માનીને ઝટ શિર ઝુકાવ્યું તો પામ્યા : પણ જે આત્મા પ્રભુના કહેલા માર્ગને છતી સામગ્રીએ સાંભળે જ નહિ, ત્યાં તો સમ્યક્ત્વ છે જ નહિ પણ મિથ્યાત્વ જ છે. સમ્યગ્દષ્ટિ આત્મા તો મોક્ષની સાધનામાં ઉદ્યમની જ પ્રધાનતા માનનાર હોય છે. સમજીએ તે જ અને તેટલું જ કરીએ, એવું સમ્યગ્દષ્ટિ આત્માને હોય, પણ તે પુણ્યાત્માને તો દિવસે દિવસે અધિક અધિક સમજવાની અને અધિક અધિક ઉત્તમ કરણી કરવાની જ ભાવના હોય, અને તો જ એ આત્માનું સમ્યકત્વ નિર્મળ થવા સાથે સ્થિર થાય. ભૂતકાળના નિનવો અને આજના કુલાંગારો વચ્ચેનો તફાવત : આ શાસનમાં એ સમ્યકત્વ ઉપર જ બધો આધાર છે. એના અભાવે ગમે તેવાની પણ આ શાસનમાં કિંમત નથી. નિહ્નવોને સંઘ બહાર કેમ કાઢયા ? મિથ્યાત્વના ઉદયે આગ્રહી બન્યા માટે જ ! સમજાવવા છતાં પણ ન માન્યું તે જ માટે ! સંઘ ભેગો કરી યુક્તિથી અને આગમથી સમજાવવા છતાં પણ મિથ્યાત્વઉદયે હઠ ન મૂકી, તે માટે જ તેઓને બહાર કરવા પડ્યા ! જે Page #209 -------------------------------------------------------------------------- ________________ 6m – ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47- ૧૪૯ આત્માઓ મિથ્યાત્વને આધીન થઈ પોતાની હઠ ન છોડે અને ઉન્માર્ગની પ્રવૃત્તિ વધાર્યું જ જાય, તે આત્માઓ ગમે તેવા હોય તો પણ તેઓને સંઘ બહાર કરવાની આ શાસનમાં ભારેમાં ભારે આજ્ઞા છે. આ રીતે એક એક નિહ્નવને શ્રી સંઘથી બહાર કરવામાં આવેલ છે. જમાલિ' જેવાને સાક્ષાત્ ભગવાનની હાજરીમાં પણ સંઘ બહાર કરવામાં આવેલ છે. નિદ્ભવ બનેલા ગોષ્ઠામાહીલને સંઘે સમજાવ્યો, ઘણું કહ્યું, ગોષ્ઠામાહીલ કહે કે “શ્રી સીમંધર સ્વામી કહે તો માનું શ્રી સંઘે એમ પણ કર્યું, આરાધનાથી શાસનદેવીને બોલાવી, શાસનદેવી શ્રી સીમંધરસ્વામીને પૂછી આવી અને શ્રી સીમંધરસ્વામીએ પણ એ જ કહ્યું, ત્યારે ગોષ્ઠામાહીલ કહે છે કે “દેવી ગપ્પાં મારે છે. એનામાં શી તાકાત બળી છે કે ત્યાં જાય ?” આથી એને ભયંકર દુરાગ્રહી જાણીને તરત જ સંઘે સંઘ બહાર મૂક્યો, એ મૂક્યાની વાત યાદ છે ને ? સભાઃ ગોષ્ઠામાહોલમાં પ્રથમ સમ્યક્ત્વ ખરું? પૂર્વે હતું, પણ પછીથી ગયું અને ઘોર મિથ્યાત્વ ઉદયમાં આવ્યું અને એના યોગે દુરાગ્રહી બની, ઉન્માર્ગ પ્રકાશવા માંડ્યો તે માટે જ સંઘ બહાર કરવામાં આવ્યા. આ જ રીતે દરેક નિહ્નવો પ્રથમ તો સમ્યગ્દષ્ટિ ખરા જ. પાછળથી જ તે બિચારા મિથ્યાત્વના ઉદયે નિદ્ભવ બનેલા. નિદ્ભવ બન્યા પણ જેઓ સુધરી ગયા અને પુનઃ સમ્યકત્વ પામી ગયા, તેઓ તો પાછા શાસનમાં સ્થાન પામી જ ગયા : પણ જેઓ ગાઢ મિથ્યાત્વના ઉદયે “મારું તે જ સાચું - પછી ભલે સાચું હોય કે ખોટું હોય ! આવું માનતા થઈ ગયા તેઓએ જ પ્રભુશાસનમાંથી પોતાનું સ્થાન ગુમાવ્યું અને તે પછી તેઓએ ગમે તેવો ત્યાગ અને સંયમ સેવ્યો, છતાં તેની કિંમત અંકાઈ નહિ : કારણ કે સમ્યકત્વ પ્રતિ બેદરકાર બનવાથી કોઈ પણ ક્રિયા સફળ થતી નથી, એવી આ શાસનની મજબૂત માન્યતા છે અને છે પણ તેમજ ! એ જ માટે કહેવું પડે છે કે કર્મશત્રુ ઉપર જય મેળવવાની જેની ઇચ્છા હોય, તેણે સમ્યકત્વ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ અને તે પછી તેમાં દઢ થવું જોઈએ. આગમના અમુક વચનને ઉત્થાપે તે નિહ્નવ કહેવાતા. પણ જેઓ આજે પણી વસ્તુને ઉત્થાપે છે, અરે એટલું જ નહિ પણ સીધાનું જ ઊંધું જ કરે છે, તેઓને માટે શું કહેવું, તે માટે શબ્દ જ નથી જડતો. નીચ અને કુલાંગારમાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ 678 જેટલો ભેદ, તેટલો આ બેમાં ભેદ પાડી શકાય એમ લાગે છે. ખરે જ, આજે આ શાસનમાં ઘણા જ કુલાંગારો પાક્યા છે, કે જેઓની દશા જ વિલક્ષણ છે. જેઓને જૈનશાસનની જરૂર હોય તે સિવાયની કોઈ પણ વસ્તુ જ માનવી નથી અને એ જ કારણે તેઓ તરફથી પોતાના કલ્પિત પક્ષના સમર્થન ખાતર વર્તમાનમાં વિચરતા આચાર્ય આદિ મુનિવરોને ખોટા કહેવામાં આવે છે અને એથી પણ આગળ વધી પૂર્વાચાર્યોને પણ સ્વાર્થી અને પ્રપંચી કહેવામાં આવે છે. તે કુલાંગારો તો ત્યાં સુધી કહે છે કે એ બધા અહમિદ્રોએ પોતાના સ્વાર્થ ખાતર આગમમાં પણ ગોટાળા કર્યા છે અને એ બધા પ્રપંચી જ હતા. આ રીતે આજના કુલાંગારો પોતાના પાપમાર્ગને પોષવા માટે પ્રભુમાર્ગને, પ્રભુમાર્ગના પ્રચારકોને અને પ્રભુમાર્ગના અનુયાયીઓને યથેચ્છ રીતે ભાંડી રહ્યા છે. આજથી વર્ષો પૂર્વે પણ એક પંડિત નામધારી તરફથી કહેવાયું હતું કે ‘ભગવાન મહાવીર પછી બસો વરસ પછીના બધા આચાર્યો અજ્ઞાનના સ૨દા૨, મૂર્ખા અને જુઠ્ઠા હતા.' આજે પણ એ જ રીતે વેષધારીઓ કે જેઓ શાસનમાં કુલાંગાર તરીકે કામ કરે છે, તેઓની અને તેમના સાગરીતોની પ્રેરણાથી એવા આશયનું કહેવામાં આવે છે કે ‘ભગવાન શ્રી જંબૂસ્વામી પછીના, એટલે કે ભગવાન શ્રી મહાવીરદેવથી ચોસઠ વર્ષ પછીના બધા આચાર્યો સ્વાર્થી અને પ્રપંચી થયા છે તથા ગીતાર્થ એટલા બધા જ, સ્વાર્થી અને અહમિદ્રો થયા છે.’ આ બધાનું કારણ એક જ છે કે આમ કહ્યા વિના પોતાથી પ્રભુના શાસનમાં કોઈ પણ રીતે જીવી શકાય તેમ નથી. વિચારો કે આવા આત્માઓની મનોદશા કેવી અને કેટલી ભયંકર છે ! તેઓએ જોયું કે ‘આપણે દીક્ષાની વય વગેરેની ચર્ચા તો ઉઠાવી પણ વાત વધશે અને વિવાદ કરવો પડે તો પ્રભુમાર્ગમાં રત સાધુઓ તો પ્રભુઆગમને લાવીને આગળ મૂકશે, માટે આપણે તો અત્યારથી જ બચાવની બારી કરી રાખવી, કારણ કે આગમથી તો કોઈ પણ રીતે ફવાય તેમ છે જ નહિ, આગમથી તો હાર જ ખાવી પડશે, માટે એ મૂળને જ કાપો, આગમને જ બનાવટી કહો અને આગમધરને સ્વાર્થી, પ્રપંચી, દંભી, અભિમાની કહી દો એટલે પીડા પતી.' આવી દશાવાળા આત્માઓ અને તેમના સાથીઓ ‘કુલાંગાર’ સિવાય કઈ ઉપમાને યોગ્ય છે ? આવી જાતના કુલાંગારોએ મહાન કુલાંગારોની પ્રેરણાથી અમુક કાર્યવાહી ક૨વા માટે એક શાસ્ત્રવિરુદ્ધ નિયમાવલી ઘડી. એની સામે અવાજ થયો કે ‘દીક્ષાની અમુક વય વગેરે વાતો શાસ્ત્રસિદ્ધ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ 679 ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ - 47છે માટે અયોગ્ય ઉધમાત છોડી દો.' આથી એ કુલાંગારોએ જોયું કે ‘આ તો માર ખાવાની વાત થઈ.' એટલે સમજી ગયા અને શાસ્ત્રને જ બનાવટી કહેવાની યોજના ઘડી કાઢી. અને જેટલા શાસ્ત્રના રચનારા, એટલા બધાને ખોટા કહેવાનો ઠરાવ કર્યો. નહિ તો વિચાર તો કરો કે પ્રભુમાર્ગના રક્ષક સાધુઓ ઉપર કલંક, ધાંધલ અને હલ્લા વગેરે શા માટે ? એક જ કારણ કે એમની વાસ્તવિક મહત્તા ધર્મી સમાજમાં જામી છે. તેને ગમે તે રીતે તોડવા માટે અને તે તૂટે તો જ એમને ફાવટ થાય. વ્યવહારમાં પણ કોઈને તોડવો હોય તો તોડનાર એમ જ કહે છે કે ‘ઠીક હવે, એની બધી વાત જાણું છું, એની પેઢીમાં તો પોલ છે.' આવી જ વાત ચલાવે, કારણ કે ‘પાંચસો સાંભળનારમાંથી બસો તો માને ને ! બસ એ ચાલ્યું. તેવી જ રીતે આ લોકાએ વર્તમાન આચાર્ય આદિને ખૂબ ખૂબ ભાંડ્યા, તેમાં થાકચા એટલે શાસ્ત્રના રચના૨ને જ ખોટા જાહે૨ ક૨વાનું આરંભ્યું અને કહેવા માંડ્યું કે ‘એ ગીતાર્થો અહમિદ્ર હતા, સ્વાર્થી હતા, એમણે પોતાની મોટાઈ જાળવવા ફતવા કાઢ્યા, માટે આ શાસ્ત્રો ઉપર વજન ન મુકાય.' જ્યારે તા૨ક શાસ્ત્રો ઉ૫૨ વજન ન મુકાય તો વજન ક્યાં મુકાય ? સભા : વજન કોના ઉપર મુકાય ? એ કુલાંગારોના કથન ઉપર. એ કંગાલો એમ જ સમજી રહ્યા છે કે મહાપુરુષોની નિંદા કરવાથી તેઓ હલકા પડશે અને પછી આપણું જ વજન વધશે ને ! પણ એ તદ્દન કમનસીબ કંગાલોને ખબર નથી કે એવા પરમજ્ઞાની અને પરમત્યાગી પરમર્ષિઓની નિંદાથી વજન વધશે નહિ. પણ હશે તેનોય નાશ થશે અને પરભવમાં ભયંકર દશા થશે એ જુદી ! વધુમાં બોધી એટલે કે ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ થશે અને અનંત કાળ સુધી આ ભયંકર ભવારણ્યમાં ભટકવું પડશે અને તેમ કરતાં દમ પણ નીકળી જશે. શાસનરક્ષકોની જવાબદારી : સભા : શું એ લોકો એવી જાતના કમઅક્કલ છે ? એમાં પ્રશ્ન જ શો ? જો એ કમનસીબો એવી જાતના કમઅક્કલ ન હોત, તો પ્રભુશાસનની અવિચ્છિન્ન શુદ્ધ પરંપરા ઉપર કાપ મૂકવાની ધૃષ્ટતા સેવત ? શાસનને જ ઉડાવવા જેવી નાદાનિયતને આચરત ? પણ નહિ, એ કમઅક્કલ Page #212 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ આત્માઓએ ભયંકર પાપોને આચર્યાં, પછી જોયું કે હવે શાસનના રસિક અને સાચા પરાક્રમી આત્માઓ આપણને વાસ્તવિક ચર્ચાના મેદાનમાં ઘસડ્યા વિના નહિ જ રહે : કારણ કે ગમે તેવા કમઅક્કલ ચોરના અંતઃકરણમાં પણ જે માલ પોતાના કબજામાં આવ્યો છે, તે માલના માલિકની તો પૂરેપૂરી ભીતિ હોય જ છે અને તે સદાને માટે જ રહે છે. એવી જ ભીતિના યોગે તેઓ ગભરાયા અને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરનારાં શાસ્ત્રોથી તેઓ ઘણા જ ગભરાઈ ગયા ને એ જ કારણે એ પાપાત્માઓએ શાસ્ત્રને બનાવટી તથા શાસ્ત્રના કહેનારને ખોટા,સ્વાર્થી,પ્રપંચી અને અભિમાની વગેરે વગેરે તરીકે ઓળખાવવાની ભયંકર જાલિમતા અંગિકાર કરી અને તેમ કરવામાં તેમણે પોતાના પરલોકની ભીતિને પણ તજી દીધી, એ શું તેઓની ઓછી કમઅક્કલ છે ? આ જાતની કમઅક્કલ એમને મુબારક રહે, એમ કહીને આપણાથી ચૂપ કે શાંત બેસી શકાય તેમ નથી : કારણ કે એ કરપીણ આત્માઓએ પોતાની કમઅક્કલથી જેમ પોતાનો ૫૨ભવ સળગાવી મૂકયો છે, તેમ અન્ય ભદ્રિક આત્માઓના પરભવોને સળગાવી મૂકવા માટે ભયંકર લાહ્ય સળગાવી દીધી છે. આ વખતે તો એ લાગેલી લાહ્ય ઉપર બંબાઓ એકદમ લઈ જ જવા જોઈએ અને લાહ્ય ઉપર પહોંચતાંની સાથે જ પંપો દ્વારા ભયંકર પાણીના મારા શરૂ કરી જ દેવા જોઈએ. એમાં એક લેશ પણ વિલંબ કરવો પાલવે તેમ નથી, કારણ કે બધું જ સળગ્યા પછી બંબા કામ નહિ આપે. બંબાવાળા પણ એવી ઝડપે દોડે કે ન પૂછો વાત. કાયદો છે કે એનાથી અકસ્માત થાય અને કોઈ મરી જાય તો પણ એ ગુનેગાર નહિ. એ તો દોડીને એકદમ પહોંચે અને પંપો દ્વારા આગ બુઝાવે. બંબાના સત્તાધારીઓ બંબા રાખી જ મૂકે અને કામમાં ન લે તો એ કેવા કહેવાય ? ૧૫૨ આજે ઘણાને ઝઘડા-રગડાનો ભય લાગે છે, પણ માનો કે સત્યની રક્ષા કરતાં મૂર્ખાઓએ માનેલો ઝઘડો અને રગડો પણ થાય અને તેમાં થઈ થઈને થાય પણ શું ? બહુ બહુ તો મરી જવાય અને એથી આ નાશવંત ખોખું જાય, કારણ કે ઉશૃંખલ બનેલો સામો વર્ગ બહુ ઉધમાતિયો હોય તો મારે, એવા મારે કે મારી જ નાખે, પણ એથી આત્માના જે વાસ્તવિક ગુણો છે તે જાય કે રહે ? આ વિચાર ખાસ કરવા જેવો છે, પણ વિચાર કર્યા વિના જ અયોગ્ય રીતે મૌનના ઉપાસક બનવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. વધુમાં આજે જે આ જાતની વિરુદ્ધ પ્રવૃત્તિ ચાલી રહી છે, તે મર્યાદા 680 Page #213 -------------------------------------------------------------------------- ________________ 681 —૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47 – ૧૫૩ કેમ મૂકતી જાય છે, એના ઉપર ખાસ વિચાર કરવાની જરૂર છે : કારણ કે બધી જ વસ્તુની હદ હોય છે, અને મર્યાદા હોવી જ જોઈએ. જો એ ન સમજીએ, તો પરિણામ ઘણું જ ખરાબ આવે. અમુક વાત સાંભળી, વાંચી કે જાણી પછી એટલે જ ન અટકો, ઠેઠ તેના મૂળ હેતુ સુધી જાઓ, વિચારો કે બાળદીક્ષા માટે સામો પક્ષ આટલી ધાંધલ મચાવે છે, પણ બાળદીક્ષાઓ થઈ કેટલી ? કહેવું જ પડશે કે ઘણી નહિ, પણ માત્ર નામની જ થઈ છે : તે છતાં આટલી બધી ધમાલ થાય તેનું ખરું કારણ તપાસવું જોઈએ અને તે તપાસતાં તરત માલૂમ પડશે કે તેનું કારણ વિરોધીઓનો વિરોધી સ્વભાવ જ છે. વાત વાંચી કે સાંભળી પણ લખનાર કે કહેનાર કોણ, અને તેનો હેતુ શો છે, એ સત્યના અર્થીએ ખાસ વિચારવું જ જોઈએ. આ તો આજે આ વાંચે તો એ પણ ઠીક અને કાલે બીજું વાંચે તો એ પણ ઠીક, એવું થાય એ કેમ જ ચાલે ? માર્ગમાં રહેવા ઇચ્છનારમાં તો ઘણી જ વિવેકભરી વિચારશીલતા જોઈશે. આગમની આજ્ઞાથી વિરુદ્ધ માર્ગમાં બેઠેલા આજે આગમ તથા આગમધરને ફાવે તે રૂપમાં ચીતરી શકે છે, મોટામાં મોટા માણસને પણ એ ગમે તેવા અલંકારોથી નવાજી શકે છે અને તે પણ છાતી કાઢીને, બજાર વચ્ચે “બસ કહેવાના, કહેવાના અને કહેવાના : થાય તે કરી લો’ - એ રીતે, છતાં આગમના ભક્તો, “આપણે શું કરીએ, એનું એ જાણે ?” - એમ કહીને બેસી રહે એનો અર્થ જ શો ? આત્મકલ્યાણના અર્થીઓને ભય પણ શો અને ગભરામણ પણ શી ? સામા પક્ષથી આગમનું આવું ભયંકર અપમાન થાય અને તે થતું વંચાય અને સંભળાય, તે છતાંય હશે ત્યારે, હશે ત્યારે એમ થાય એનો અર્થ શો ? બીજું ન થાય પણ “તારે ને મારે સંબંધ નહિ' - એટલું તો થાય જ ને ? વ્યવહાર એ એવી ચીજ છે કે એના યોગે ચાર આદમી કહે કે “હવે તારે ને મારે સંબંધ નહિ પાલવે' - તો વ્યવહાર ખાતર પણ એવાને સીધા ચાલવું પડે, ગરજે પણ માને, ન માને તો મનમાં ફૂટ્યા કરે પણ ઉઘાડો તો ન જ પડે. સામો પક્ષ પોતાના સમર્થનમાં પૂર્વાચાર્યોને સ્વાર્થી કહેવા જેવી હદ સુધી પોતાના વીર્યનો અને પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે, તેની સામે સાચા માર્ગને અમે પામ્યા છીએ એમ માનનાર આત્માઓએ પોતાની ધર્મભાવનાને છાજતું અને શક્તિના પ્રમાણમાં કંઈક કરવા યોગ્ય કરવું પડશે ખરું કે નહિ ? જો ન જ કરીએ તો Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ આપણે ગુનેગાર નથી એમ ? કહેવું જ પડશે કે ગુનેગાર છીએ. છતી શક્તિએ ક૨વા જેવું ન જ કરવામાં આવે તો ગુનેગાર જરૂર જ ગણાઈએ, એમાં પ્રશ્ન જ શો ? સભા : એ તો સાધુની ફરજ છે : એ ફ૨જ એકલા સાધુઓની જ નથી, પણ સાધુની તથા શ્રાવકની ઉભયની છે. બેયની શી શી ફરજ છે તે સમજો. સાધુ તો તમને સમજાવે. તમારી પાસે સત્ય મૂકે. શું શું કરવું ઘટે તે તમારી ફરજો તમને બતાવે. ઉપદેશની ફરજ સાધુની અને અમલની ફરજ શ્રાવકોની ! સાધુઓ પોતાના અધિકાર મુજબ સેવા બજાવે અને શ્રાવકો પણ પોતાના અધિકાર મુજબ સેવા બજાવે ! શાસન ઉપર આવતા આક્રમણ સમયે બેમાંથી એકેથી પણ મૂંગા ન જ રહી શકાય. એવે સમયે છતી શક્તિએ મૌન કરવું, એ તો ઇરાદાપૂર્વક એકેન્દ્રિયપણાને આમંત્રણ કરવા જેવું છે : માટે પોતાને શાસનના રક્ષક ગણાવાનો દાવો કરનારા અને પોતાને શાસનના ચુસ્ત અનુયાયી કહેવરાવનારાઓ શાસન ઉપર આવતા આક્રમણ સમયે કોઈ પણ રીતે મૌન નથી જ રહી શકતા. એવે સમયે મૌન રહેવાની ભાવના આવે તો ખરી રીતે તે વિરાધક ભાવ છે. 682 સભા : શ્રાવકોમાં સમજવાની બુદ્ધિ જ ન હોય ત્યાં સુધી શું થાય ? - આ પ્રશ્ન ખોટો છે. કોણ એમ કહી શકે કે શ્રાવકોમાં દીવા જેવી વાતોને સમજવાની બુદ્ધિ નથી ? શું તમે કંઈ બુદ્ધિમાન નથી ? છો જ : ‘તમે સમજી નથી શકતા' – એમ કોઈ કહે તે હું શી રીતે માનું ? રોજ પૂજા કરનારા, વરસોથી ઉપાશ્રયે આવનારા, કાયમ ખાતે સાધુઓના સહવાસી, ઘણી ઘણી દેશનાઓના સાંભળનારા તમે, સાધુ અને શ્રાવકના સામાન્ય ધર્મને પણ ન સમજો એ કેમ જ મનાય ? અને જે સમજો છો તે તદ્દન જ ફેરફાર દેખાય, તે છતાં પણ તેને માટે તમારો યોગ્ય પ્રયત્ન ન હોય તો, તે ન જ નભે. ઝીણી બાબતો ન જાણો તે બને, પણ દીવા જેવી બાબતો ન સમજી શકો એ કેમ જ બને ? વારુ, હું તમને પૂછું છું કે ‘કેવલી સિવાય બીજા કોઈ ધર્મ કહેવા માટે અધિકારી નથી.’ - એવું કોઈ સાધુ કહી શકે ? અને એવી વાત કોઈ કહે તો તે તમને કબૂલ છે ? Page #215 -------------------------------------------------------------------------- ________________ 883 —૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા : - 47–૧૫૫ તથા જો કબૂલ હોય તો ભગવાન શ્રી જંબૂસ્વામીજી પછીના બધાય મહાપુરુષોને તમે વિરાધક માનવા તૈયાર છો ? જો ના, તો તો એ પ્રમાણે કહેનાર વિરાધક ખરો કે નહિ ? જો ખરો જ, તો એની પાસેથી યોગ્ય જવાબ કેમ ન માગવો જોઈએ ? વારુ, બીજી વાત પૂર્વાચાર્યોએ તમારી સ્વતંત્રતા દાબી દીધી છે' - આવું કોઈ પણ સુસાધુથી કહેવાય ? ઇચ્છા પ્રમાણે વર્તવું તે જ ધર્મ' – આવું પણ સુસાધુથી કહેવાય ? અને ‘બાઈઓ ફટાણાં ગાય છે' - એને કોઈ પણ સુસાધુથી ધર્મ કહેવાય? તેમજ “તમારા રોટલા ઉપર અમે જીવીએ છીએ' - એવા આશયનું સુસાધુથી બોલાય ? શું આ બધી દીવા જેવી વાતો તમે નથી સમજી શકતા ? શાણાઓ અને ડાહ્યાઓ જઈને પગ પકડી વિનંતિ તો કરો કે “આ શું કરવા બેઠા છો ? શાસન ઉપર ભયંકર આક્રમણ ન કરો. જગત ઇચ્છા મુજબ તો વર્તી રહ્યું છે : હવે એ સ્વેચ્છાચારિતામાં ધર્મ બતાવી જગતની વધારે પાયમાલી ન કરો. તમે તત્ત્વની ઝીણી વાતોમાં ન સમજો એ માન્યું, પણ આ દીવા જેવી વાતો તો સમજો છોને ! સમજો છો તો કહો કે એ માટે શું કર્યું ? શ્રાવક તથા સાધુના સામાન્ય આચાર તો જાણોને ? આવી વાતો નજર સામે દીવા જેવી દેખાય છતાં પ્રયત્ન ન કરાય, તો શાસનનો અવિહડ રંગ નથી એમ કહેવાય : પછી ભલે તમે હો કે હું હોઉં! આ હાલત ચાલી રહી છે, આ કાર્યવાહી થઈ રહી છે તે નથી જાણ્યું ? જૈનોના પૈસાથી સારા બનેલા પાપાત્માએ ત્યાં સુધી કહ્યું છે કે “ભગવાન તીર્થકર તીર્થ સ્થાપી શકે નહિ, તીર્થ હોય જ નહિ, વીતરાગને વળી ટોળું શું? સંઘ સ્થાપનાની વાત જ ખોટી છે. બધા પૂર્વાચાર્યોએ માખી પર માખી કરી છે, એ પૂછડું મૂકનારા નથી.” - વગેરે ! જૈન સમાજના આશ્રયથી ભણેલા કહેવાતા વિદ્વાન પંડિતે શ્રી જૈન સંઘ પર આવી જાતનું તિલક કર્યું છે. એ કરાવનાર, એ કાર્યવાહીના પ્રેરકો, તે આજે સમાજમાં આગેવાનીભર્યો ભાગ લઈ રહ્યા છે અને આવાની પીઠ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - થાબડનારાઓ આજે પૂજ્ય થયા છે, છતાં ઉદાસીન રહેવાય છે એનું શું કારણ, એ વિચારો ! પેઢીની કાર્યવાહી કે ચોપડા માટે એલફેલ બોલે કે આડો વર્તાવ કરે, તો બાપ દીકરાને પણ લાત મારે : કારણ કે સોનાની છરી પણ પેટમાં ન જ મરાય. છેલ્લા દસકા-વીસકામાં લખવા-બોલવામાં કશી જ કમી નથી રહી. બધા જાણે છે કે લખનાર-બોલનાર છડેચોક લખે છે અને બોલે છે. આ બધું સાધુ તમને કહે અને સમજાવે. બીજું સાધુ શું કરે ? તમારે પણ તેની સામે યોગ્ય કરવા માટે દંડાનું કામ નથી, કારણ કે એ કામ તો એમને જ મુબારક રહો. મને ગાળ દે તેની કિંમત કશી જ નથી, કારણ કે શાસ્ત્ર તો સદા જીવતું જ છે. તમે કે હું મરી જઈએ તેથી શાસનને કશો જ વાંધો નથી આવવાનો, માટે તમારે કે મારે શાસનસેવા પોતાના કલ્યાણ માટે જ કરવાની છે. આજે મને આવીને કોઈ કહે કે “તમે તો પૂજ્ય, તમારા પગની રજ માથે ચડાવું, પણ પૂર્વાચાર્યો તો બહુ પ્રપંચી' - તો એણે મને પૂજ્ય કહ્યો એ કારણે એને હું બહુ સારો” એમ કહું એ શું વાજબી છે ? ઉત્તરમાં કહેવું જ પડશે કે નહિ જ : કારણ કે જો હું એને સારો કહું તો મારા જેવો નાલાયક પણ કોણ ? પોતાની પૂજા ખાતર, પૂર્વપુરુષોની નિંદા કરનારાને પાસે બેસાડવા અને એ રીતે એમને ટેકો આપવો, એના જેવી ભગવાન શ્રી મહાવીરદેવના શાસન પ્રત્યેની બીજી નિમકહરામી કઈ છે ? મારું અપમાન કરે તેની દરકાર મને ન હોય, પણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનનું રક્ષણ કરનાર સમર્થ પૂર્વધરો માટે એલફેલ બોલે અને છતી શક્તિએ સ્થાન પરથી હું બોલું નહિ, ઉદ્દઘોષણા ન કરું, તો હું પણ ગુનેગાર, હું પણ પાપાત્મા ! પૂર્વાચાર્યોને ખોટા કહે, ગીતાર્થોને સ્વાર્થી કહે, ત્યાં કયો સાધુ એવો હોય કે જે પોતાની છતી શક્તિએ વિરોધ જાહેર ન કરે ? ભલે દુનિયાને પાલવે તો એ માને, અને ન પાલવે તો ન માને. પાઘડીવાળાથી મુનિપણાની શોભા કે મુક્તિ નથી જ, એ શોભામાં પડાય તો ઓઘો ન સચવાય. જેના યોગે આ પામ્યા, વિદ્વાન થયા, બોલતા થયા, જાગ્રત થયા, પૂજ્ય કોટિમાં મુકાયા , પદસ્થ થયા, તેને જ ભાંડવામાં આવે અને એ સાંભળી રહે Page #217 -------------------------------------------------------------------------- ________________ 685 - - ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47– ૧૫૭ તો એનો અર્થ એક જ છે કે એવા સાધુને માત્ર પૂજા, ખ્યાતિ કે રોટલાની દરકાર છે, પણ તારક એવા મુનિપણાના ચિહ્નરૂપ ઘાની દરકાર નથી. હવે આ સંયોગોમાં આગમની કે આગમધરની સેવા ક્યારે થાય ? કહેવું જ પડશે કે હૃદયમાં આગમ કે આગમધરો વસે તો જ! પણ આટલા આટલા વિરોધથી હજી હૃદયમાં દુ:ખ પણ ન થતું હોય ત્યાં શું થાય ? આજે તો કોઈ જો કંઈ કરવા જાય તો માથાં ફૂટે અને આરોપી બનાય. મારે કોઈ. માર ખાય કોઈ. મારનાર ફરિયાદી અને માર ખાનાર આરોપી. કારણ કે આજના તોફાનીઓના તોફાનની તો ઢબ જ કોઈ જુદી છે જે માટે આ સ્થિતિમાં સેવા કરનારા પ્રભુશાસનના સાચા પ્રેમીઓ હોય તો જ ટકી શકાય તેમ છે. બાકી આજના તોફાનીઓ તો આગમ, આગમધરો અને આખા શાસનના વિરોધી બન્યા છે. એમનું જો ચાલે તો તેઓ આગમો અને આગમધરોનો નાશ કરવાની પેરવીમાં છે, પણ વાત એ છે કે એ પાપાત્માઓ ફાવી શકતા નથી. પૂર્વે જેમ મૂર્તિના વિરોધીઓથી મૂર્તિઓને ભોંયરામાં રાખવી પડતી હતી, તેમ આજના શાસનવિરોધીઓથી આગમને પણ આઘાં જ રાખવા પડે તેમ છે. જેઓ અત્યારથી જ આગમને બનાવટી તથા આગમધરોને સ્વાર્થી અને પ્રપંચી કહેવા લાગ્યા છે, તેઓ સમય આવ્યે બીજું પણ શું ન કરે ? જેના નામથી આત્મા પવિત્ર થાય તેને પણ સ્વાર્થી કહેનાર સાથે આપણને કેમ જ મેળ હોય ? આવી વાત બહાર આવે એટલે પદસ્થ હોય તે અગર મુનિ હોય તેણે એકવાર તો કહેવું જ જોઈએ કે “તમે ખોટા છો.” બાકી હશે ત્યારે હશે ત્યારે' એમ જ કહેનારા તો નખ્ખોદ જ વાળનારા છે. ભલા, એ તો વિચારો કે જે આગમને બનાવટી કહે, આગમધરને સ્વાર્થી કહે, તે વર્તમાનના સાધુ પાસે આવે પણ શું કામ? એક જ હેતુ કે એના નિમિત્તે શાસનને ધક્કો મારવા પોતાની વાતમાં સાક્ષી પુરાવવા માટે જ તેઓ આજના મુનિને પૂજે. જેઓ આજે વિરોધીઓની, પૂર્વાચાર્યોને નિંદનારાઓની પૂજાથી લલચાયા છે, તેઓને એક દિવસે જરૂર એ પાપ ડંખવાનું છે અને એથી દુઃખી થવાનું છે. અરે, હજી તો આ શાસનમાં એવા પણ કુલાંગારો પડ્યા છે, કે જે શ્રી મહાવીરદેવને સર્વજ્ઞ નથી માનતા. મુખે બોલતાં જરા અચકાય છે, પણ હૃદયથી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 888 તો નથી જ માનતા. હવે વિચારો કે જેઓ શ્રી મહાવીરદેવને ન માને, જે તારકના આગમને ન માને, તે આજના મુનિને શું કામ માને ? કહેવું જ પડશે કે સ્વાર્થ પૂરતા જ માને છે. જે દી એ મુનિ પણ જરા એનાથી જુદા થયા, કે એની મહત્તાના બજાર વચ્ચે જ કાંકરા થવાના છે. આથી જ કહેવું પડશે કે પ્રભુના શાસનમાં રહેવાની ભાવનાવાળાઓએ ચેતવાની ખાસ જરૂર છે. આગમ અને આગમધર પ્રમાણભૂત છે, એ તો નિર્ણય છે ને ? એને સાચવવામાં પ્રાણ જાય તો કયા પ્રાણ જાય ? દ્રવ્યપ્રાણ જ ને ? દ્રવ્યપ્રાણ જાય પણ ભાવપ્રાણ તો ખીલે જ ને ? તો પછી હરકત પણ શી ? પ્રાણ અમુક સમય પછી જવાના હતા, તે પહેલાં ગયા એટલું જ ને? અને ખોટા પ્રાણ જઈ સાચા પ્રાણ ખીલે તેમાં વાંધો પણ શો ? શાસનસેવા કરતાં દ્રવ્યપ્રાણ જાય તો પણ ભાવપ્રાણ તો ખીલવાના જ છે. તો પછી ફીકર શી ? પણ આ બધું ક્યારે થાય ? આ પ્રશ્નનો એક જ ઉત્તર અને તે એ જ કે જો ધર્મ પરિણમે તો બધું જ થાય. બધાં અપમાન સહાય, પણ શાસનનો નાશ તો ન જ સહાય કારણ કે એ સહીએ તો તો વિરાધક જ બનીએ ! પૂર્વાચાર્યોએ એક એક વચન વિરુદ્ધ બોલનાર સામે મહિનાઓ સુધી રગડાઝઘડા કર્યા છે : લોહી ને પાણી એક કર્યા છે. એનો હેતુ એક જ કે દુનિયા ઉન્માર્ગે ન જાય. “અમારી હયાતીમાં પ્રભુમાર્ગને અવળો સમજાવનાર રહે અને દુનિયા ઉન્માર્ગે જાય એ ન જ બને' - આવું જ એ માનતા. શાસ્ત્ર કહે છે કે છતી શક્તિએ શાસનની રક્ષા ન કરે તો સંસારમાં રખડે, કારણ કે તે વિરાધક થાય છે. તમારી ગાળો વહાલી લાગે માટે બોલીએ છીએ એમ ન માનતા ! કહે છે કે “મહારાજ બહુ બોલે છે.” તેઓને હું કહું છું કે “શાસન સામે બોલવામાં તમે ક્યાં કમી રાખી છે ? ભગવાન શ્રી જંબુસ્વામીજીથી લઈને બધા પૂર્વાચાર્યોને નિંદી ચૂકયા, પછી બાકી શી રાખી છે ? આવે સમયે અમારાથી બોલ્યા વગર કેમ રહેવાય ? જેને સાંભળવું હોય તેને સંભળાવું છું : ન સાંભળવું હોય તેને હું ક્યાં કહું છું ? વ્યાખ્યાન જેને ગમે તેને માટે જ છે અને આ વચનો કે જેને ‘ટોણા” કેટલાક કહે છે. તે ટોણા પણ રુચે તેને માટે છે : પણ ન રૂચે તેને માટે નથી જ. સાંભળવા ઇચ્છીને સાંભળવા આવે એને હું કેમ ન સંભળાવું ? ભૂલ, દોષ જાણવાની ઇચ્છાવાળાને તે ભૂલ અને દોષ કેમ ન બતાવું? કારણ કે વ્યાખ્યાન એ કેવળ સારું લગાડવા માટે છે જ નહિ. Page #219 -------------------------------------------------------------------------- ________________ 687 - ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47– ૧૫૯ સભા : સાહેબ ! સારું લાગે તેવું નહિ, પણ સારું થાય તેવું જ કહો. એમાં જ અમે રાજી છીએ. હવે તમે સાંભળો અને હું કહું તેમાં ત્રીજાને લાહ્ય કેમ લાગે ? દોષથી બચવા ઇચ્છનાર દોષ સાંભળવા આવે અને હું હોય તે દોષોને સંભળાવું તેમાં ત્રીજાને શું? બે આડતિયા ઘરમાં બેસી ચોપડા ફેરવે, હિસાબ સમજે, પરસ્પર આપવા લેવાનો નિર્ણય કરે, લે અને દે, તેમાં પાડોશીના પેટમાં કેમ દુઃખે ? ઇર્ષાળુ પાડોશીને એમ થાય છે કે જો આ બેને મેળ ખાય, તો એ એની આબરૂ વધે અને અમારી કિંમત ઊડી જાય, એના જેવી આ મોંકાણ છે. નહિ તો હું આપું અને તમે લો તેમાં ત્રીજાને શું? આપણા બે વચ્ચે ચોપડા તે આગમ ! એના આધારે પરસ્પર આપ-લે કરીએ, તમને આપવા જોગું હું આપું, મને આપવા જોગું તમે આપો, એમાં ત્રીજાને વાંધો શો ? બાકી દયાળુ જ હોય તો દયાનાં સ્થાન એટલાં બતાવું કે તેઓ કરતાંયે થાકે, પણ આ ચોપડાની સામે આંખો લાલ કરવી અને એને આઘાં મૂકવાનું કહેવું, ત્યાં શું દયા છે ? નહિ જ, માટે તેઓને કહો કે જેઓ ચોપડાને ન માનનારાઓ હોવાથી શાસનના ચોટ્ટા બન્યા છે, તેઓની પર દયા ખાઓ અને ખરી રીતે દયા ખાવા લાયક પણ તેવાઓ જ છે. ત્યારે આજ તો વિચિત્ર દયાનો ઝરો કંઈ ઊંધો જ વહે છે. કહેવ જ પડશે કે આજના ગાંડાઓ તરફથી તો દયાના નામે ઘેલછા પ્રસરાવાય છે સભા : સામાવાળાઓ કહે છે કે સાંભળનાર કેવા છે? તેમને કહેજો કે તમારા જેવાથી સારા છે અને સમજનારા છે તથા ડાહ્ય છે તેમજ વધુમાં લાખ્ખોનો વહીવટ કરનારા પણ છે.” અને એથી આગળ વધવું પડે તો એમ પણ કહેજો કે તમારા જેવા કંકને જિવાડનારા એ આ સાંભળનાર છે.” તમે ચોક્કસ માનો કે તમારું તથા અમારું બળ જો એક થઈ જાય તો એમનું બળ તૂટે, એ ગભરામણની જ આ બધી ધમાલ છે. વાતવાતમાં કહેવામાં એ આવે છે કે “સાધુ મૂંગા રહે તો સારું પણ એ કહેનારાઓને પૂછો કે એનું કંઈ કારણ?વળી સંસારમાં સેવા અને વિષયકષાયને આધીન એવાઓ જો બોલ્યા વિના ન રહે, તો સંસારથી વેગળા રહેલા સાધુઓ શા માટે લોકોને વિષયકષાયથી બચાવવા સારુ ન બોલે? ચોટ્ટાઓ ગલી કૂચીમાં, આઘે આઘે ખૂણે પેસી બોલે, કોચવાનાં કામ કરે અને રોન મારનારી પોલીસ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – :: ચૂપ રહે એ કેમ બને ? પેલાઓ કોચીને તૈયાર કરે કે રોન મારનાર પોલીસ જાગજોની બૂમ મારે અને પેલા ભાગાભાગ કરે. ઊંઘણશી શેઠિયાને આ રોન મારનારની બૂમ ન ગમે ને ફરિયાદ કરે તો કંઈ ચાલે ? નહિ જ, કારણ કે બૂમ મારવા માટે તો સરકારે રાખેલ છે. આવી જાતની ફરિયાદ કરવા પણ સત્તા પાસે ગયા હતા, પણ ત્યાંયે લાત પડી. જૈનશાસનનું સાધુપણું જ એવું છે કે ત્યાં કોઈ પણ સત્યાસત્યનો વિવેક કરી શકે એવી અથવા સામાન્ય રીતે માણસાઈનો ધર્મ સમજતી સત્તાનો વિરોધ જ ન હોય, કારણ કે હિંસાની, ચોરીની, જૂઠની, જુગારની, વ્યભિચારની ના કહેનારો જૈન સાધુ : એનો ત્યાગી અને એના ત્યાગનો ઉપદેશક જૈન સાધુ ત્યાં રાજનો વિરોધ કેમ જ હોય ? “નાથપના શાંતિર્મવતુ, પૌરમુક્યા શાંતિર્પવતું” -વગેરે વગેરે જાતના ભાવપૂર્ણ ઉદ્ગારો કાઢનારા સાધુ કોઈને પણ કેમ જ બૂરા લાગે ? માત્ર ચોટ્ટાઓને જ બૂરા લાગે, કારણ કે તેઓ ઘર કોચે કે પેલા જાગજો' કહે, એટલે બધી જ મહેનત ધૂળધાણી અને રખા પાણી થઈ જાય છે. સાધુ એટલે શ્રી મહાવીરના શાસનમાં રોન મારનારા. આવા ઉપકારીઓ સામે સત્તા આગળ પણ ન ચાલ્યું એટલે કામ બધું અહીં આવ્યું. અહીં વળી સહીઓનાં નામઠામ માગ્યાં એટલે જવાબ આપ્યો કે “અમે નવરા નથી' કારણ કે પોલ નીકળે ને ? સહીઓ કોની ? આવે નહિ, જાય નહિ એવા કેંકની માગતાગીને ભેગી કરેલી! ફરિયાદી આવા, એટલે કે દીવાલ જ પોલી માટે તરત ભૂકો થાય તેવી. આથી જ કહું છું કે બધી સત્ય પરિસ્થિતિ સમજો, ગભરાઓ મા, હલ્લાથી મૂંઝાઓ મા, હલ્લો તો આવે. શાહુકારને ત્યાં ચોદ્દાઓ આવે. ભિખારીને ત્યાં કોણ જાય? માત્ર પહેરો પક્કો રાખો. એટલાથી જ ભાગ્યહીનોને ભાગી જવું પડશે. માટે બિલકુલ ભય ન ધરો. ક્ષત્રિય કેવા ? ગુનેગાર પ્રતિ પણ દયાળુ, પણ દુશ્મનને પીઠ ન દેખાડે તેવા, પૃથ્વીરાજે શાહબુદ્દીનને સાત સાત વાર પકડ્યો. પણ “તારી ગૌ” કહ્યું કે છોડી દીધો : તે છતાં પણ પાછી પીઠ જ બતાવી. એ પામરોને તમે જો “આવો” એટલું જ કહો, તો તો એ ગભરાય તેમ છે, કારણ કે એવા તો એ પરાક્રમી છે ! તમને ભય છે એથી એમને ભય વધારે છે, કારણ કે એ તો શરીરના પૂજારી જ છે, એટલે તરત જ ભાગાભાગ કરે, પણ પહેલેથી તમે જ ખોટા ભયથી ભાગો ત્યાં શું થાય ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શાસન ઉપર કટોકટીનો સમય છે. આવે સમયે છતી શક્તિએ ફરજ ન બજાવે તે મિથ્યાદ્દષ્ટિપણું પામી જાય એમ શાસ્ત્ર કહે છે. અને વાત પણ ખરી છે કે માલિકની આપત્તિ સમયે અને તારક સામે આક્રમણના સમયે કેમ જ શાંત રહેવાય ? નાવ કાણી થાય તો બેસનાર કેમ કરીને તરે ? નાવમાં બેસનારે પ્રાણના ભોગે પણ નાવને કાણી ન થવા દેવી જોઈએ. આપણો એ જ મુદ્દો છે કે મિથ્યાદ્દષ્ટિ ગમે તેટલી નિવૃત્તિ કરે, સ્વજનાદિનો ત્યાગ કરે અને અનેક પ્રકારની તકલીફો વેઠે, પણ એની મુક્તિ એ બાહ્ય ધર્માચરણથી ન જ થાય. 689 ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા : - 47 Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉદ્યોત : ઃ • મિથ્યાદષ્ટિ શાથી સિદ્ધિપદ ન પામે ? ૭ દર્શનોઘોત વિના જ્ઞાનોઘોત સંભવે જ નહિ ! ♦ જેવો કર્મનો રસ તેવો વિપાક : સકામ નિર્જરા ને અકામ નિર્જરાનો ભેદ : સમ્યગ્દર્શન જીવતુંજાગતું હોય તો જ જ્ઞાન સારું અને સફળ : વિષય : ‘સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: સૂત્રનો પરમાર્થ સમ્યક્ત્વ વિનાના અર્થાત્ દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્રાદિક એ વસ્તુતઃ નકામાં જ છે એમ પૂર્વપ્રવચનમાં સમજાવ્યા બાદ એ જ વાતને આ પ્રવચનમાં અનેક દાખલાઓ અને દલીલ સાથે પુષ્ટ કરવામાં આવી છે. એમાં પ્રસંગવશ ધર્મક્રિયાનું વાસ્તવિક ફળ એ મોક્ષ જ છે, સ્વર્ગાદિક તો એનું આનુષંગિક ફળ છે, મુક્તિ માટે જ ધર્મ કરાય, એ માટે ધર્મ કરનારને ભોગ સામેથી આવી મળે, ઉત્તમ મળે અને મૂંઝવે નહિ એવા મળે વગેરે બાબતો તેમજ અન્ય અન્ય ઇરાદે ધર્મક્રિયા કરનારને જે મળે તે કેવી રીતે મૂંઝવે અને મારે એ બધી વાતો કહ્યા બાદ જ્ઞાનદર્શન અને ચારિત્રમાં પણ મહત્તા તો ખરી રીતે દર્શનની જ છે એ મુદ્દો ખૂબ જ વિગતથી છણ્યો છે. પ્રસંગોપાત શ્રેણિક મહારાજા અને શાલિભદ્રનો પ્રસંગ લઈ દર્શનીની મનોદશાનો સુંદર ચિતાર દોરી આપ્યો છે. 48 સુવાકયામૃત ♦ તપથી કર્મ તપે એની હા, જ્ઞાનથી આત્મા વિવેકી, વિરાગી ને નિર્વિષયી બને એની પણ હા, અને ચારિત્રનું પરિપાલન મુક્તિદાતા થાય એય મંજૂર, પરંતુ એ સમ્યગ્દર્શન વિનાનું હોય તો નકામું ! ૦ ચીજ મજાની હોવા છતાં પણ પરિણામનો આધાર લેનારની ભાવના ઉ૫૨ છે. ૭ ક્રિયાઓના પુણ્યપ્રતાપે સ્વર્ગાદિ મળે, પણ સ્વર્ગાદિ ફળ એ વસ્તુતઃ ફળ જ નથી. ૭ માગીને મેળવેલા ભોગ તો પોતાને નષ્ટ કરે. ♦ દર્શનને આધું મૂકીએ તો એ વિનાનું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી. ♦ જે હિત તથા અહિત બતાવી, અહિતથી બચાવે તથા હિતમાર્ગે લઈ જાય તે સમ્યગ્નાન. ♦ ત્યાગીઓ જે શરીરને મુક્તિનું સાધન બનાવે, તે જ શ૨ી૨ને રાગીઓ નરકનું સાધન બનાવે. ૭ જેઓ પોતે માત્ર સ્વયમેવ વાંચી લઈને મનફાવતી કલ્પનાઓ કરવા મંડી પડે છે, તેમને એ વસ્તુ ઊંધેરૂપે પરિણમે છે અને પરિણામે જે શાસ્ત્ર અનંતાઓને તાર્યા, તારે છે અને તા૨શે, તે જ શાસ્ત્ર તેવા અજ્ઞાન આત્માઓને એમના અજ્ઞાનના યોગે ભવભ્રમણનું કારણ બની જાય છે. ♦ જેમ જ્ઞાન વધે તેમ તમે શ્રી જિનેશ્વરદેવોનાં વચનો પર પ્રીતિ વધે. ♦ એ શાન બનાવટી છે, નાશક છે, હાનિકર છે, કે જે જ્ઞાનવૃદ્ધિના પરિણામે દર્શન ઢીલું પડે. ♦ દર્શન ચેતવ્યા કરે. ઝટ વિરતિ તરફ મોં વાળે. ♦ સામા પર જ્ઞાનીની અસર ચારે થાય ? શુભ પ્રવૃત્તિ જન્મે તો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૧: દર્શનના ઉધોતથી જ્ઞાનનો ઉધોતઃ મિથ્યાદષ્ટિ શાથી સિદ્ધિ પદ ન પામે? નિર્યુક્તિકાર મહર્ષિ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે જ્યાં સુધી મિથ્યાત્વનો પરિત્યાગ ન થાય, ત્યાં સુધી આત્મા ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજન, પરિવાર તથા ધન વગેરેનો ત્યાગ પણ કરે અને અનેક પ્રકારની તકલીફો પણ વેઠે, તો પણ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થાય નહિ. એટલા જ માટે કર્મરૂપી સેનાને જીતવાની ભાવનાવાળા આત્માએ સમ્યગ્દર્શન પામવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. સમ્યગ્દર્શન આવે ત્યારે જ તપ, જ્ઞાન તથા ચારિત્ર્ય તે રૂપે સફળ થાય છે. સમ્યગદર્શન વિના એ જ તપ, જ્ઞાન અને ચારિત્ર નિષ્ફળ પ્રાયઃ થાય છે, એટલે કે એનાથી જે મુક્તિ મળવી જોઈએ તે મુક્તિ તો મળતી નથી જ. શસ્ત્રપરિજ્ઞા'માં કહેલા જીવ તથા અજીવના સ્વરૂપને જાણ્યા બાદ, સમ્યક પ્રકારે અહિંસક બનવા તૈયાર થનાર આત્માએ વિષય-કષાય ઉપર વિજય મેળવવો જોઈએ, તે માટે બીજું અધ્યયન લોકવિજય’ કહ્યું. એ લોક પર વિજય મેળવવા માટે વચ્ચે આવી પડતા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગમાં આત્માએ બરાબર સ્થિર રહેવું જોઈએ. એવા ઉપસર્ગના સમયમાં સ્થિરતા રહે ક્યારે ? ત્યારે જ રહે કે જ્યારે સમ્યક્ત્વ હોય. આ જ કારણે ત્રીજું અધ્યયન “શીતોષ્ણીય' કહ્યા બાદ ચોથું અધ્યયન “સમ્યક્ત્વ' કહ્યું. શ્રી જિનેશ્વરદેવના વચન પ્રત્યે પૂરી શ્રદ્ધા તે સમ્યક્ત્વ. એ સમ્યકત્વ વિના ઉપસર્ગોના પ્રસંગે ધર્મમાં ટકવું એ સહેલું નથી અને એ જ કારણે શ્રુતકેવલી ભગવાને કહ્યું કે ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજન-ધનાદિનો ત્યાગ પણ કરે અને અનેક પ્રકારની તકલીફો વેઠે, તો પણ મિથ્યાષ્ટિ આત્માને સિદ્ધિપદની પ્રાપ્તિ થતી જ નથી. મિથ્યાત્વના યોગે એ નિવૃત્તિ, એ ત્યાગ અને એ તકલીફ, એ બધું જ નકામું નીવડે છે : જોઈએ છે તે ફળ આપી શકતું નથી. કલ્યાણકાંક્ષી આત્માને પ્રભુની આજ્ઞામાં દઢતા પૂરી હોવી જ જોઈએ અને તે હોય તો જ બધી ઉત્તમ ક્રિયાઓ પણ સંપૂર્ણતઃ સફળ થાય, નહિ તો નહિ જ. તપથી કર્મ તપે એની હા, જ્ઞાનથી આત્મા વિવેકી, વિરાગી ને નિર્વિષયી બને એની પણ હા, Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – – 992 અને ચારિત્રનું પરિપાલન મુક્તિદાતા થાય એય મંજૂર, પરંતુ એ સમ્યગ્દર્શન વિનાનું હોય તો નકામું : કારણ કે હેતુ તો સફળ થાય નહિ ! એ ઉત્તમ સામગ્રીઓને પણ સફળ કરનાર તો એક સમ્યકત્વ જ ને ? શ્રી ગણધર મહારાજાઓએ એ માટે તો એ જ ભાવના યોજી કે તમેવ સરું નિ:સંૐ ગં નિહિં પડાં . ‘તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું.” આ દુનિયામાં ત્યાગ બે રીતે થાય છે. એક રીતે જેમ આત્માના ઉદય માટે ત્યાગ થાય છે , તેમ બીજી રીતે માનપાન, ખ્યાતિ, પૂજાની લાલસા, અને પૌલિક સુખના ફળની લાલસાએ પણ ત્યાગ થાય છે. અભવી આત્મા શ્રી તીર્થંકરદેવનું સમવસરણ જુએ, એ ઋદ્ધિ ને સમૃદ્ધિ જુએ, સંખ્યાબંધ ઇદ્રો તથા દેવતાઓથી થતું માન-સન્માન અને પૂજા-પ્રભાવના વગેરે જુએ, એ ઉપરથી એને પણ એમ થાય કે આ બધું સંયમથી મળે, અને એટલા માટે અભવી આત્મા પણ સંયમ લે. ચીજ મજાની હોવા છતાં પણ પરિણામનો આધાર લેનારની ભાવના ઉપર છે. સાચું અને શંકા વિનાનું તે શ્રી જિનેશ્વરે કહ્યું - આ માન્યતા સર્વકાળ માટે સરખી છે. એ જો દઢ થાય તો તપ, જ્ઞાન, ચારિત્ર, નિવૃત્તિરૂપ ત્યાગ, અને ઉઠાવવામાં આવતી તકલીફો એ બધું જ ફળે. સમ્યક્ત વગર એ બધું નકામું. એ ક્રિયાઓના પુણ્યપ્રતાપે સ્વર્ગાદિ મળે, પણ સ્વર્ગાદિફળ એ વસ્તુતઃ ફળ જ નથી. સમ્યગ્દષ્ટિ આના ફળ તરીકે એ ફળને તો ન જ ઇચ્છે. એને તો મિથ્યાદૃષ્ટિ ઇચ્છે. હવે આપણે જે ન ઇચ્છીએ એ મળે એમાં આનંદ શો? તપથી - અમુક ધર્મક્રિયાથી દેવલોક મળે, રાજઋદ્ધિ મળે, સુખસાહ્યબી મળે, પણ મહાપુરુષોની દૃષ્ટિમાં એ ફળ નથી, એ સુખ પણ નથી, એટલું જ નહિ પણ પરિણામે દુ:ખ છે : માટે જ જ્ઞાનીએ એ વસ્તુની કિંમત ન ગણી અને એમાં મૂંઝાવાની ના કહી. એમ કહ્યું કે ધર્મના યોગે, પરિપૂર્ણ ધર્મ ન થાય ત્યાં સુધી, મુક્તિ ન મળે ત્યાં સુધી, પુદ્ગલની ઉત્તમ ઉત્તમ સામગ્રી બધી મળે, પણ જો એની ઇચ્છા કરે તો તે પાપરૂપ થાય. મળે ભલે, પણ જો ઇચ્છા વગર મળે તો તે પાપરૂપ ન થાય, કારણ કે એ એને ઘસડે નહિ. ભૌતિક સુખની ઇચ્છા વગર ધર્મ સેવનાર પુણ્યશાળીને ભોગો મળે, એ પુણ્યવાન કદાચ એનો ભોગ પણ બને, પણ ભોગો એને અનુસરે : એ ભોગો એને પોતાનો ન બનાવે. છોડવા માંડે ત્યારે ભોગ આડા ન આવે. આ કોને માટે ? મુક્તિની ભાવનાથી ધર્મ કરનારને ધર્મના પ્રભાવે સ્વયમેવ ભોગ આવી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉદ્યોત : - 48 ૧૯૫ મળે તેને ! મુક્તિની ભાવના ભૂલી જો માગી લે, તો તો ભોગ એનું ગળું જ પકડે. માગીને મેળવેલા ભોગ તો પોતાને નષ્ટ કરે. એને ફળ માનવું નકામું છે. વસ્તુતઃ એ ફળ નથી. 693 ‘શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે સાચું અને શંકા વિનાનું' આ માન્યતા દૃઢ થાય, તો ગમે તેવા ઉપસર્ગમાં ચલાયમાન થવાય નહિ. અને તો જ ‘લોકવિજય' કરી ‘શસ્ત્રપરિજ્ઞા’માં કહેલી અહિંસાનું પાલન યથાસ્થિત કરી શકાય. સમ્યક્ત્વ થયું એટલે સમ્યક્ત્વ પૂર્વેનું અજ્ઞાન તે પણ જ્ઞાનરૂપ થઈ જાય. વિશિષ્ટ જ્ઞાન બાકી રહે, એથી એને વિશિષ્ટ જ્ઞાની ન કહેવાય, તેમ અજ્ઞાની પણ ન કહેવાય, કારણ કે તેનું અજ્ઞાન માત્ર જ્ઞાન થઈ ગયું. દર્શનને આછું મૂકીએ તો એ વિનાનું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી. દર્શન કહો કે પ્રભુના વચનમાં શ્રદ્ધા કહો એ એક જ છે. શ્રદ્ધા એટલે શ્રી જિનેશ્વરદેવે ફ૨માવેલ તત્ત્વો ઉપર આત્માની રુચિ. અને તે રુચિને આવરનાર કર્મ ખસે ત્યારે જ દર્શન થાય. દર્શન પૂર્વેનું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન નહિ પણ એને સામાન્ય રીતે સારી વિચારશક્તિ કહી શકાય અને દર્શનની પુષ્ટિનું જ્ઞાન તે તો દર્શન થયા પછીનું જ્ઞાન. ઇંદ્રભૂતિમાં કઈ જાતની વિદ્વત્તાની કમી હતી ? એટલી બધી સામગ્રી હતી કે તેઓ પોતાને ‘સર્વજ્ઞ' મનાવી શકતા હતા. છતાં મિથ્યાત્વના યોગે એ જ જ્ઞાને પરમપ્રભુની સામે થવાની બુદ્ધિ સુઝાડીને ? અને જ્યાં મિથ્યાત્વને વમી સમ્યક્ત્વને પામ્યા કે તરત જ પૂર્વેનું જ્ઞાન જે અજ્ઞાનરૂપે હતું, તે જ્ઞાનરૂપે પરિણમી ગયું. આથી ખાસ વિચારવું જોઈએ કે સમ્યજ્ઞાનનો અર્થ શો ? કક્કો અને એકડો તો બધા એક જ ભણે છે ને ? એકનું ભણતર અજ્ઞાન અને એકનું ભણતર જ્ઞાન એનું કારણ ? સમ્યગ્દર્શન વિના સાચો વિવેક નથી, માટે જે હિત તથા અહિત બતાવી, અહિતથી બચાવે તથા હિતમાર્ગે લઈ જાય તે સમ્યજ્ઞાન. આજ તો જેમ જેમ ભણે, જેમ જેમ કેળવણી પામે, તેમ તેમ મોટે ભાગે આરંભસમારંભ વધે છે તથા માનપાનની લાલસા અને રંગરાગ વધે છે. શાસ્ત્ર કહે છે કે એ અજ્ઞાન ! કારણ કે સમ્યજ્ઞાન તો જેમ જેમ વધતું જાય, તેમ તેમ તે આત્મા તો આરંભસમારંભ તથા પાપથી વધુ ને વધુ કંપે. બાકી ઘડાને ઘડો તથા દુનિયાને દુનિયા તો સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદ્રષ્ટિ બેય કહે. કક્કો તો બેયનો સરખો, પણ ભેદ ભાવનામાં ! સાધુ, શ્રાવક તથા મિથ્યાદષ્ટિ - ત્રણે આ આંખોએ જુએ, પણ જોવામાં લાખ ગાડાંનો ફેર ! ત્રણે જુદું જુદું જુએ. ચક્ષુ એક જ જાતનું, જોવાની ચીજ પણ એક જ, પરંતુ ત્રણેની ભાવના અને એથી ઉત્પન્ન થતા વિચારો Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ -- - --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 694 જુદા ! ત્રણે જુએ જુદું ! ત્રણે ફળ જુદું જુદું કાઢને ? સુંદર સ્ત્રીનું શબ કૂતરાની દૃષ્ટિએ પડે તો ખાવાના કામમાં લે, કામીની દૃષ્ટિએ પડે તો ન કરવાના વિચારો કરે - “જીવતી હોય તો' - એમ કરીને પોતાની ભાવના પ્રમાણે વિચારે, મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિએ પડે તો એ કહે કે “બિચારીએ શું ભોગવ્યું ?' શ્રાવકની દૃષ્ટિએ પડે તો એ ચિંતવે કે “આમ જો મરી ગયા તો રહી જઈશું, માટે ધર્મ આરાધવામાં ઉદ્યમશીલ થવું અને સાધુની દૃષ્ટિએ પડે તો એ વિચારે કે “અસાર શરીરમાંથી સાધવા યોગ્ય ધર્મ છે. બાકી એના રૂપ-રંગ ને બધું જ વિનશ્વર છે : છતાં અજ્ઞાન આત્માઓ એમાં મૂંઝાઈ પોતાના હાથે જ પોતાનું અકલ્યાણ કરે છે.' ચીજ એક જ છે, પણ ભાવના બધાની જુદી છે. છતાં સુશ્રાવક અને સુસાધુ બેની ભાવનાનો મેળ ખાય, બાકીનાનું તો જુદું જ ! કોઈ પૂછે કે આંખોમાં શો ફેર ? આંખમાં ફેર નથી પણ ભાવનામાં ફેર છે. ખરેખર, સમ્યગ્દર્શનથી જિંદગીમાં પલટો થાય છે. જ્ઞાન તો પહેલાં પણ હતું. “કને કાનો કા' તો આવડતો હતો, પણ એનો ઉપયોગ એ સમ્યગ્દષ્ટિ માફક કરી શકતો નહોતો. શરીર મુમુક્ષુ મુનિને સાધક અને સંસારી ગૃહસ્થને કર્મ બંધાવનાર ! મુનિ એ જ શરીરથી આત્મકલ્યાણ સાધે, જ્યારે વિષયાધીન આત્માઓ એ જ શરીરથી કર્મ બાંધે ! ત્યાગીઓ જે શરીરને મુક્તિનું સાધન બનાવે, તે જ શરીરને રાગીઓ નરકનું સાધન બનાવે ! શરીર તો તે જ, પણ માલિકી જુદા જુદા આત્માની છે, એટલે કાર્યવાહીમાં ફરક છે. એક શરીરને મોક્ષારાધનાના સાધનરૂપ માની સાધ્યમાં વિદન ન આવે તે પૂરતું સાચવે છે અને ઉપયોગમાં લે છે, જ્યારે બીજો શરીરની સુખાકારીમાં પડી જઈને તેની જાળવણીમાં મોક્ષદાયક અનુષ્ઠાનોનો પણ ત્યાગ કરતાં અચકાતો નથી ? એટલા જ માટે મિથ્યાષ્ટિને નિવૃત્તિ સાધવા છતાં, ત્યાગ આરાધવા છતાં, અને અનેકાનેક તકલીફો ઉઠાવવા છતાં પણ એ ક્રિયાઓના સમ્મધ્યેયના અભાવે મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી. વસ્તુને તેના યથાસ્થિત વસ્તુસ્વરૂપે ન માનવું તે મિથ્યાત્વ. આથી જ સમ્યકત્વ પૂર્વેનું જ્ઞાન તે જ્ઞાન કહેવાતું હોય તો કહેવાય ભલે, પણ સમ્યકત્વ પામ્યા પછીના જ્ઞાનની અપેક્ષાએ તો એને અજ્ઞાન તરીકે જ વર્ણવ્યું છે. દર્શનો ધોત વિના જ્ઞાનોદ્યોત સંભવે જ નહિ! સભા : જ્ઞાનોદ્યોતના જમાનામાં દર્શન ન પણ હોય, એ બને કે નહિ ? જે કાળે સમ્યગ્દર્શન ન હોય તે કાળે સમ્યજ્ઞાનનો ઉદ્યોત હોય જ નહિ. સમ્યગ્દર્શન વિના સમ્યગુ જ્ઞાનોદ્યોતનો જમાનો હોય જ નહિ, સમ્યગ્દર્શન Page #227 -------------------------------------------------------------------------- ________________ 895 – ૧૧ : દર્શનના ઉધોતથી જ્ઞાનનો ઉધોત: - 48 – ૧૦૭ વિના જૈન શાસ્ત્ર સમ્યજ્ઞાન માન્યું જ નથી, તો એકલા દર્શનવિહીન જ્ઞાનોદ્યોતનો જમાનો આવે જ ક્યાંથી ? અનંતાનુબંધી કષાયની ચોકડી તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અને મિથ્યાત્વ મોહનીય, એ સાત પ્રકૃતિના ક્ષયથી, ઉપશમથી કે ક્ષયોપશમથી જે પરિણામ થાય તે સમ્યગ્દર્શન ! ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચકવરે પણ “તત્ત્વાર્થાધિગમ'નું પહેલું સૂત્ર એ જ મૂક્યું છે કે “ સ ન-જ્ઞાન-રત્રાળ મોક્ષમાળ." સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર, - એ ત્રિપુટી મોક્ષમાર્ગ છે. એમાંથી એકના પણ અભાવે મોક્ષ મળે નહિ. એ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય ત્યાં સુધી મુક્તિમાર્ગની સંપૂર્ણ આરાધના થઈ શકે જ નહિ. જો કે “જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ:” એટલે કે જ્ઞાન અને ચારિત્રથી મુક્તિ મળે છે, એમ આ જ શાસ્ત્રકાર મહર્ષિદેવો ફરમાવે છે, પરંતુ એ સહેતુક છે એટલું જ નહિ પણ એ બંને કથન વચ્ચે લેશ પણ વિરોધ આવી શકતો જ નથી ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચકવરે પણ તત્ત્વાર્થાધિગમની સ્વોપન્ન ટીકામાં એ જ ખુલાસો કરેલો છે. પરંતુ જેઓ પોતે માત્ર સ્વયમેવ વાંચી લઈને મનફાવતી કલ્પનાઓ કરવા મંડી પડે છે, તેમને એ વસ્તુ ઊંધે રૂપે પરિણમે છે અને પરિણામે જે શાસ્ત્ર અનંતાઓને તાર્યા, તારે છે અને તારશે, તે જ શાસ્ત્ર તેવા અજ્ઞાન આત્માઓને એમના અજ્ઞાનના યોગે ભવભ્રમણનું કારણ બની જાય છે. એક જ સ્થળેથી એક વસ્તુ પકડી લઈને માત્ર શબ્દગાહી બની જવામાં આવે તો એ વસ્તુ ઉન્માર્ગે ઘસડી જાય છે અને અધપાતનું કારણ બને છે. એક કહે છે કે “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર મુક્તિનો માર્ગ છે.' - જ્યારે બીજા ફરમાવે છે કે “સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા એટલે ચારિત્રથી મુક્ત છે.” આમ છતાં બંને વાક્યો અણીશુદ્ધ સત્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન સંભવી શકતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિ સમકાલે થાય છે અને પછી એમાં વિશુદ્ધિ આવતી જાય છે. સાથિયા વગેરેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, એથી એમ નથી સમજવાનું કે પ્રથમ જ્ઞાન, પછીનું વિશુદ્ધ દર્શન અને એ બે પછી જ ચારિત્ર ! ત્યાં પ્રથમ દર્શનપૂર્વકનું જ્ઞાન, બાદ જ્ઞાન પછીનું વિશુદ્ધ દર્શન અને એ બે પછી જ ચારિત્ર ! અહીં એક સમજવા જેવી વસ્તુ છે. સમ્યજ્ઞાન એટલે મહાન શ્રુતજ્ઞાન જ એમ નહિ ! જો એ અર્થ કરીએ તો તો કોઈ શ્રુતજ્ઞાની થયા વિના દીક્ષા જ ન લઈ શકે. સમ્યજ્ઞાન એટલે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મનું અમુક જ સ્વરૂપ હોઈ શકે અને એ તત્ત્વત્રયીથી જ આત્મા પરમાત્મા બની શકે, વગેરે સમ્યકુ જ્ઞાન એ સમ્યજ્ઞાન Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો છે પછી એ જ્ઞાનને શ્રુતજ્ઞાન તો વધારે સ્ફુટ સ્વરૂપે બતાવે છે. એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો સંબંધ એકમેક સાથે એક સ્વરૂપ સરખો સંકળાયેલો હોવાથી જ અર્થાત્ સમ્યગદર્શન વિના સમ્યજ્ઞાનની સંભાવના નહિ હોવાથી જ, બીજે સ્થળે ‘જ્ઞાન અને ચારિત્રથી મુક્તિ છે' - એમ ફરમાવ્યું છે. આથી સ્પષ્ટપણે સમજાશે કે જેનશાસનનો પાયો જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પામ્યાથી દૃષ્ટિ શુદ્ધ બને તો જ ગુણ ગુણરૂપે થાય, દર્શન હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર હોય પણ અને ન પણ હોય : દર્શન સમકાલીન જ્ઞાન તો હોય જ પણ તે સિવાયનું જ્ઞાન ને ચારિત્ર ન પણ હોય ! સમ્યજ્ઞાન હોય કાં સમ્યગ્દર્શન નિયમા હોય જ, પણ ચારિત્ર હોય પણ અને ન પણ હોય, પરંતુ સમ્યક્ચારિત્ર હોય ત્યાં તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નિયમા હોય જ. જ્ઞાનમાં દર્શન આવી જાય દર્શન વિના જ્ઞાન જ્ઞાનની કોટિમાં આવતું નથી. હવે વિચારો કે દર્શનના અભાવે જ્ઞાનનો ઉદ્યોત હોય જ શાનો ? ૩ 696 શ્રી તીર્થંક૨દેવનું શાસન ક્રમસર ચાલ્યું, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ જ્ઞાન ઘટવાનું કે વધવાનું ? શ્રી જંબૂસ્વામી પછી જ્ઞાન ઘટતું જ ગયું. ભગવાનના નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ પૂર્વ ગયા. જ્ઞાનના ઉદ્યોતનો કાળ તો ગયો અને અજ્ઞાનના ઉદ્યોતનો કાળ આવતો ગયો છે, પરંતુ ઊંધાં ચશ્માં ચડાવીને જ જોનારને અજ્ઞાન પણ જ્ઞાનરૂપ ભાસે અને એના યોગે એને આ જ્ઞાનોઘોતનો કાળ લાગે, તો તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે ? જ્ઞાનોઘોતના સમયમાં તો દર્શનની તેમ ચારિત્રની પણ તીવ્રતા હોય અને તેમ તેમ જ્ઞાન પણ વિકાસ પામતું હોય. અત્યારે તો દર્શનમાં ઢીલાશ અને ચારિત્ર્યમાં શૈથિલ્ય, ત્યાં જ્ઞાનનો ઉદ્યોત હોય જ ક્યાંથી ? પૂર્વના મહાપુરુષોના જેવું ચારિત્ર્ય આજે છે કાં ? એ શ્રદ્ધા આજે કેટલા પ્રમાણમાં છે ? માટે એવા મૂર્ખ પ્રલાપો કરતી વખતે જરા હૈયે હાથ દઈને એટલું તો વિચારો કે જેમ જેમ જ્ઞાન વધે, તેમ તેમ શ્રી જિનેશ્વરદેવનાં વચનો પ્રત્યે પ્રીતિ વધે કે ઘટે ? જેને જ્ઞાન પરિણમે તેને શ્રી જિનેશ્વરદેવ જેવું બીજું ઉપકારી લાગે કોણ ? નાનામાં નાની વસ્તુનું ઝીણવટથી કોઈએ પણ સ્વરૂપ કહ્યું હોય તો તે શ્રી જિનેશ્વરદેવે ! અભક્ષ્યના ભક્ષણમાંથી ઉગારી લઈ, અભક્ષ્યનું સ્વરૂપ સમજાવવા ન દેખાય તેવા જીવો પણ એમણે કહ્યા ! ઇતરદર્શનોમાં જે જીવોનું સ્વરૂપ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉદ્યોત : - 48 ૧૭૯ સાંભળવાનો પણ સમય નથી મળતો તે જાણવાનું જૈન કુળમાં જન્મેલાને સહેજે આચારથી મળે છે. અહીં તો આચાર જ જુદો ! શ્રાવક નીચું જોઈને ચાલે : શ્રાવક ઘાસ પર પગ ન મૂકે : અનાજ પર પગ ન મૂકે. આ બધું સમજાવનાર શ્રી જિનેશ્વરદેવ જેવા ઉપકારી કોણ ? કોઈ કહે કે ન સમજાવ્યું હોત તો એમનું શું જાત ? પગ મૂકવાથી અન્યનો આત્મા હણાય અને એથી તમારો આત્મા હણાય : એ બેય ન હણાય માટે તો આ દયાળુઓએ આટલે સુધી કહ્યું. આથી સ્પષ્ટ છે કે જેમ જ્ઞાન વધે તેમ તો શ્રી જિનેશ્વરદેવોનાં વચનો પર પ્રીતિ વધે. શ્રી જિનેશ્વરદેવોએ વિષય તથા કષાયોથી બચવાનું બતાવ્યું : હિંસા, મૃષા, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ, એ બધું જન્મે વિષય-કષાયમાંથી ને ? એ પાપજનક વસ્તુને તજવાનું કહેનાર જેવા ઉપકારી કોણ ? જેમ જેમ જ્ઞાન થાય, તેમ તેમ શ્રી જિનેશ્વરદેવનાં વચન પર પ્રેમ ન થાય એ બને ? ઇતરો પણ ત્યારે આ વસ્તુનું સ્વરૂપ સમજે છે અને એમના લધુકર્મીપણાના યોગે જ્યારે એમને વિષય- કષાય ખરાબ લાગે છે, ત્યારે એવા ઇતરોને પણ શ્રી જિનેશ્વરદેવોનાં વચનો તરફ સદ્ભાવ પેદા થાય છે અને ઘણા આજે સાચા હૃદયથી એમ કહ્યા જ કરે છે કે જો પહેલેથી આવું શિક્ષણ મળ્યું હોત, તો અમે આવા ન હોત. જ્ઞાન વધે એનાથી શું વિષય-કષાયની ભાવના વધે ? અને જે વિષય-કષાયની ભાવના વધારે તેને જ્ઞાન પણ કેમ કહેવાય ? જે જ્ઞાન પેદા થવાથી વિષયકષાય ઘટે, તે જ્ઞાનના આવ્યા બાદ શું વિષય-કષાય ઉપર કાપ મૂકનારી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન ગમે એ બને ? જ્યાં એકેએક પાપ તજવાની વાત, સ્વપરનો ઘાત ન થાય તેની જ જ્યાં ચિંતા, વસ્તુસ્વરૂપ વિચારવાના જ્યાં મનોરથ, અને કોઈને હાનિ ન થાય એ જ જ્યાં ભાવના, ત્યાં આવી પરમ કલ્યાણકારી આજ્ઞાઓ પર ભણેલાઓને પ્રેમ ન થાય તો એવાને ભણેલા કેમ જ કહેવાય ? જેમ જેમ ભણતર વધે, શક્તિ વધે, તેમ તેમ એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની નિકટ જવાય કે દૂર હટાય ? વરસોની તો શું પણ જિંદગીઓની મહેનતથી પણ જે ન સમજાય, તે આ તારકોએ શરૂથી કહ્યું. આજ તો અમુક શોધ કેટલી મહેનત પછી સંભવે છે અને તે પણ શંકાસ્પદ તો ખરી જ, જ્યારે આમણે તો પ્રથમથી જે જે રૂપે છે, તે તે રૂપે નિશ્ચિતપણે કહ્યું. અને એ રીતે વસ્તુસ્વરૂપ કહીને પણ કરવાનું શું બતાવ્યું ? પાપના સંસર્ગથી બચવાનું જ ! આ જ તો અમુક બાબત જાણવા માટે પણ પાપના અખતરા કરવા પડે, એ કેવો 697 Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૩ – જ્ઞાનોદ્યોત? એ જ્ઞાન બનાવટી છે, નાશક છે - હાનિકર છે, કે જે જ્ઞાનવૃદ્ધિના પરિણામે દર્શન ઢીલું પડે. સમ્યજ્ઞાનથી તો દર્શન સ્થિર થાય. જ્ઞાનોદ્યોત હોય ત્યાં સાથે દર્શનોદ્યોત પણ હોય જ. મુક્તિના ઇરાદે ધર્મની આરાધના એ જ તારક છે.' - એ ભાવના પણ જેમાં નથી તે જ્ઞાન કઈ જાતનું કલ્યાણ કરે ? જ્ઞાનનો પાયો દર્શન ને જ્ઞાનનું ફળ ચારિત્ર. જ્ઞાન તો મધ્યમાં છે. જ્ઞાનનું બીજ દર્શન અને જ્ઞાનનું ફળ ચારિત્ર અને પરિણામ મુક્તિ. ત્યારે ત્યાં એકમાં,-બીજમાં, ફળમાં કે પરિણામમાં સંસાર તો નહિને ? જે જ્ઞાનમાં દર્શનબીજ ન હોય તે જ્ઞાનને ફળ ન આવે અને ફળ આવે તો ફળ ખાધા વિના પરિણામ ક્યાંથી આવે ? રોજ તપાસો કે ભણ્યા ગમે એટલું પણ દર્શનરુચિ છે ? જો નથી તો એ જ્ઞાન નાશક છે પણ સાધક નથી. દર્શન વિનાનું જ્ઞાન દુર્ગતિએ લઈ જાય, મારી પાડે, કારણ કે એની ભાવના અને એના વિચારો જ જુદા હોય, કેમ કે વસ્તુતઃ એ અજ્ઞાન છે. વ્યવહારમાં એને ભલે જ્ઞાન કહેવામાં આવે, પણ વિચારો કે એ જ્ઞાનીની ભાવના તથા વિચારો કયા છે ? એ જ્ઞાનમાં જો દર્શનનું બીજ હશે, તો એ વિચાર કરશે કે વિદ્વાનની પ્રવૃત્તિ આ ન હોય. દર્શન ચેતવ્યા કરે. ઝટ વિરતિ તરફ મોં વાળે, પણ પૌદ્ગલિકતામાં આસક્ત કરનાર જ્ઞાનને પામેલાની તો ભયંકર દુર્દશા થાય છે. એ એમ માનતો થઈ જાય છે કે હું જ્ઞાની, બીજા અજ્ઞાની, હું ડિગ્રીવાળો !” અને પછી એ અહંકારમાં જ્ઞાન મેળવવાની તક પણ ગુમાવી બેસે છે. એને કોઈ પૂછે કે “ફરક શો ?' - તો એ બતાવે કે “હું કંપની ચલાવી શકું છું, લક્ષ્મી મેળવી શકું છું, મોટર દોડાવી શકું છું, મોજમજાનાં સાધનો મેળવી શકું છું.” બસ, આમ કહી એ અટકે. એને ફરીથી પૂછવામાં આવે કે “પણ પછી શું?' - તો એ મૂંગો જ રહે. પછી શું બતાવે ? એ અજ્ઞાની કરતાં પણ ગયોને ? જે આરંભ-સમારંભ અને પાપ પેલા અજ્ઞાનીઓ પણ નથી કરતા, તે આરંભસમારંભ ને પાપકાર્યવાહી આ જ્ઞાનોદ્યોતમાં રહેવાની હુંકારવૃત્તિમાં ફરનાર મહાઅજ્ઞાની કરે છે. વાસ્તવિક રીતે એણે તો એવી કાર્યવાહી કરવી જોઈએ, કે જે જોઈને ન ભણેલા પણ જ્ઞાનને જરૂરનું માને ! સામા પર જ્ઞાનીની અસર ક્યારે થાય? શુભ પ્રવૃત્તિ જન્મે તો ! જ્ઞાનનો ઇન્કાર નથી, પણ જ્ઞાન, જ્ઞાન કોટિનું થાય તેની કાળજી હોવી જ જોઈએ. જેવો કર્મનો રસ તેવો વિપાક : જ્ઞાનનું બીજ દર્શન, ફળ ચારિત્ર અને પરિણામ મુક્તિ ! દર્શન એટલે શ્રી Page #231 -------------------------------------------------------------------------- ________________ 699 - - ૧૧ ઃ દર્શનના ઉધોતથી જ્ઞાનનો ઉધોત - 48 – ૧૭૧ જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે રુચિ. અનંતાનુબંધી કષાય અને ત્રણ મોહનીયનાં પડળ આવ્યાં છે તે ખસે, ત્યારે જે સ્વાભાવિક રુચિ આત્માને થાય તે દર્શન ! જેમ બાળકને જન્મતાં જ સ્તનપાનની રુચિ થાય છે. એને એનું જ્ઞાન છે ? નહિ જ, પણ અનાદિની એ રુચિ છે. આવરણ ખસવાથી થતી રુચિ તેનું નામ દર્શન. જેમ શ્રી નયસારને થયું. અકામ નિર્જરાથી પણ આવરણ તો ખસે. અકામ નિર્જરાના યોગે આવરણ ખસે અને યોગ્ય સંસર્ગ થાય તો પલટો પણ થઈ જાય. સામગ્રી પૂર્વથી લઈને આવે છે અને રુચિ આપોઆપ જન્મે છે. અશુભના ઉદયને લઈને, બળવાન આત્મા પણ સારી જગ્યાએ હોવા છતાં, ત્યાંથી એવો સરે કે ક્યાં જશે તેમ કહેવાય નહિ ! સરવાની, ન માલૂમ પડે તેવી ક્રિયા ચાલુ જ હોય. એથી તો કલ્યાણકાંક્ષી આત્માઓને સદેવ ચેતતા રહેવાની જ્ઞાની પુરુષોએ ફરમાઈશ કરી છે. વસ્ત્ર પેટીમાં પડી રહ્યું અને બે વર્ષ પછી જીર્ણ થયું, કારણ કે જીર્ણ થવાની ક્રિયા રોજ ચાલુ હતી, માત્ર દેખાતી નહોતી. યોગ્ય આત્માનું પણ અશુભના ઉદયે એ રીતે સરવાનું થાય કે એને કાળજી ન રહે, ધીમે ધીમે સરતો જાય અને જ્યારે પડે ત્યારે એને પોતાને પણ ભાન આવે કે પોતે ગબડ્યો. પાલખ પર ચિત્રને જોતો ચિત્રકાર ધીમે ધીમે પાછો ખસે. એને ભાન ન હોય. એ તો પોતે દોરેલા ચિત્રને જોતો જોતો અને એની મનોરમતામાં આસક્ત થતો થતો પાછલે પગે હઠતો જાય, પણ કિનારે આવે કે એ પડે. ત્યારે એ એક જ પગલે પડ્યો એમ ન કહેવાય. પડવાની ક્રિયા તો પગલે પગલે ચાલુ હતી, પણ એની એને ખબર નહોતી. કર્મની કાર્યવાહી એવી છે કે સ્થિતિ પૂરી થાય ત્યારે ખસવાનાં ખરાં. કર્મની ખસવાની ક્રિયા એટલે આપણા માટે વિપાકની ક્રિયા ! કર્મ લાગે ત્યારે તો ખબર પડે નહિ, કારણ કે ભાઈબંધ મોજમાં હોય એટલે માલુમ ન પડે, પણ ખસવા માંડે ત્યારે જ ખરી ખબર પડે ! એ તો ચોંટેલી પટ્ટી ! સામાન્ય ચોંટી હોય તો થોડી પીડાથી ઊખડે અને વાળ સાથે બરાબર ચોંટી હોય તો નવી ઉપાધિ ઊભી કરીને ઊખડે. જેવો કર્મનો રસ તેવો અને તેટલો વિપાક ! વિપાક વખતે સાવધ થાય, સમજે કે આ અશુભ કર્મનું ફળ છે તો તો બચે, પણ “ઓ બાપ' કરે તો નીચે જાય : તકલીફ જાય નહિ, એ તો ભોગવાય જ, પણ વધારામાં નવા દુશ્મનને ઘરમાં ઘાલે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ સમ્યક્ત્વ પામ્યા પછી : સાત પ્રકૃતિનાં પુદ્ગલ ખસે, એ મંદ પડે, ત્યારે જે સ્વાભાવિક રુચિ થાય તે સમ્યગ્દર્શન ! સાતે પ્રકૃતિનાં દળિયાં ઉપશમ પામે અને રુચિ થાય તે ઉપશમ સમ્યક્ત્વ : ક્ષયોપશમથી થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ : અને ક્ષયથી પામે તો તો ક્ષાયિક સમ્યક્ત્વ. ઉપશમમાં પ્રદેશોદય નથી : ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે પણ વિષાકોદય નથી હોતો : એટલે ઉદય ૨હે પણ વિપાકનો અનુભવ ન કરાવે. અપૂર્વકરણ આવે ત્યારે જ ગ્રંથિ ભેદાય. આખી જિંદગીમાં, આખા સંસારમાં, કદી નહીં આવેલું પરિણામ તે અપૂર્વકરણ એ આવે ત્યારે રાગદ્વેષની તીવ્ર પરિણતિની ગાંઠ ભેદે અને ત્યારે જ આત્માની સ્વાભાવિક રુચિ પેદા થાય. ક્ષાયિક સમ્યક્ત્વ કદીય જાય નહિ : ઉપશમ સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત પછી નિયમા જાય : ક્ષયોપશમ તો આવે અને જાય. એ રહે તો પણ વધુમાં વધુ કંઈક અધિકતા સાથે છાસઠ સાગરોપમ સુધી ૨હે. આત્માનો વાસ્તવિક અનુભવ તો જ્ઞાની કરે. પ્રભુપ્રણીત તત્ત્વમાર્ગની રુચિ થાય તે દર્શન. 700 યથાપ્રવૃત્તિકરણયોગે ‘નદી-ઘોળ-પાષાણ' ન્યાયે ગ્રંથિદેશે આવે અને તે પછી અપૂર્વકરણ યોગે ગ્રંથિ ભેદાય અને એ રુચિ પેદા થાય. એ રુચિ પછી વિશિષ્ટ ગુણો આવવા માંડે. શાસ્ત્ર કહે છે કે એકવાર આત્માની સ્વાભાવિક રુચિ થાય તે પછી ભલે પડીને મિથ્યાત્વે જાય, તો પણ તેની સ્થિતિ પૂર્વે જેવી હતી, તેવી રહેતી નથી. હાડકું ભાંગ્યું તે સાંધે ભલે, પણ પહેલાં જેવું ન થાય. ગ્રંથિભેદ કર્યા પછી પાછો પણ જાય, પરંતુ એવો ન જાય કે એને ત્યાં આવતાં બધાના જેટલી મહેનત કરવી પડે. આટલી યોગ્યતા સમ્યગ્દર્શનથી આવે. મિથ્યાત્વ સ્થાને હોય ત્યાં પણ તેની સ્થિતિ કાંઈક જુદી હોય. કર્મનાં બંધનો આધાર રાગદ્વેષના પરિણામની તીવ્રતા ઉપર છે. સમ્યક્ત્વની પ્રાપ્તિપૂર્વનાં પાપ પરિણામ સમ્યક્ત્વ પામ્યા પછી ગમે ત્યારે પણ ન હોય. ખીર ખાધી, ખાતાં વધુ ખવાઈ ગઈ, એથી ઊલટી થાય, ઠીક ન થયું એમ થાય, પણ ખીરની રુચિ ન જાય, બીજી વખત ખીર મળે ત્યારે બેદરકારી ન રહે . રીતસર ખવાય, પેટ પર હાથ ફેરવીને ખવાય, ખામી વગેરે ન આવે તે જોઈને ખવાય, પણ ખવાય તો ખરી : કેમ કે સ્વાદ જોયો છે. જેને સમ્યગ્દર્શનની રુચિ થઈ, અને Page #233 -------------------------------------------------------------------------- ________________ on – ૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉધોત: - 48 - ૧૭૩ એના સુખનો સાક્ષાત્કાર થયો તે એને ન ભૂલે. નિમિત્ત મળ્યું કે ઝટ પામે. ચૌદ પૂર્વી નિગોદમાં જાય પણ પાછા ઝટ નીકળે. સમ્યગ્દર્શન પામ્યા પછી તો સમય નિયત. અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર એનો ભવનિસ્તાર થાય જ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમય એ. એથી વહેલો પણ થાય. અકામ નિર્જરા એવી થાય કે સીધો ઝટ ઠેકાણે પડે. સમ્યગ્દર્શનથી પણ દેશવિરતિનો અને તેથીયે સર્વવિરતિનો, મુક્તિને માટે નિયત થયેલો સમય ઓછો સમજવો ! સમ્યકત્વ પામ્યા પછી વધુમાં વધુ થાય તો કંઈક ન્યૂન અર્ધપુલ પરાવર્તન : બાકી અંતર્મુહૂર્તમાં પણ વિસ્તાર થાય. શ્રી મરૂદેવા માતા સમ્યકત્વ, વિરતિ, કેવળજ્ઞાન અને મુક્તિ બધું ત્યાં ને ત્યાં પામ્યાં. સમ્યકત્વ બાદ અંતર્મુહૂર્તમાં પણ મુક્તિ થાય, એનો નિષેધ નથી. નિગોદમાંથી નીકળી, કેળનો ભવ કરી, તરત મરૂદેવા થયાં. નરક વગેરે કંઈ જોયું જ નથી. સમ્યક્ત પણ હાથી ઉપર થયું. વિરતિ, કેવળજ્ઞાન અને મુક્તિ બધું ત્યાં જ થયું. સકામ નિર્જરા ને અકામ નિર્જરાનો ભેદ : સકામ નિર્જરા એટલે ધર્માનુષ્ઠાનાદિ આરાધવાથી કર્મક્ષય થાય તે; અને અકામ નિર્જરા એટલે ઇચ્છા વિના પણ આપત્તિ આવે, કર્મનો વિપાક ભોગવવો પડે અને તેને લઈને કર્મક્ષય થાય તે ! નિગોદમાં અવ્યક્ત વેદનાનો સુમાર નથી, પણ વ્યક્ત વેદના વધારેમાં વધારે નારકીમાં છે. ત્યાં તો પીડાની કારમી ચીસો પડે. નારકીમાં તો પાંચ ઈંદ્રિયો પણ છે, જ્ઞાન પણ છે, પણ નિગોદની તો વાત જ પૂછો મા ! ત્યાંથી નીકળનારા જીવો અકામ નિર્જરાના યોગે બહાર આવે. નદીમાં બધા પથરા અથડાય છે, પણ બધા ગોળ થાય?નહિ. કારણ?ભવિતવ્યતા. જેના ઉપર વધુ ઘસારો થયો અને જે એવી રીતે ઘસાયા તે ગોળ થયા. એમ જે આત્માના કર્મ પર અકામ નિર્જરાનો વધુ ઘસારો થયો, તે જલદી બહાર આવે. અકામ નિર્જરા જીવ માત્રને ચાલુ છે : પ્રમાણ ઓછું-વધતું હોય. કર્મમળ ઓછો થયા વિના ગુણપ્રાપ્તિ ન થાય. સમ્યકત્વપૂર્વકના તપથી સકામ નિર્જરા સમ્યકત્વ વગરના લાંઘણથી અકામ નિર્જરા ! મિથ્યાદષ્ટિનાં કર્મ ભવિતવ્યતાથી ખસે, જ્યારે સમ્યગ્દષ્ટિ એ માટે પ્રયત્ન કરે. આટલી લાયકાત વધી. સભા : તિર્યંચોમાં પણ એવું જ્ઞાન ને એવી શક્તિ હોય ? Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – 72 તિર્યંચો વ્રતધારી થાય. શ્રી બળદેવ મુનિને હરણિયું વહોરવા લઈ જતું. શ્રી બળદેવમુનિએ સિંહ વગેરે તિર્યંચોને શ્રાવક બનાવ્યા હતા. સભા : પછી સિંહ વગેરે ખાય શું? આ પ્રશ્ન જ અયોગ્ય છે. વિવેક થયા પછી એમાં પૂછવાપણું રહેતું નથી. સમજાયા પછી તીવ્ર લાલસા રહેતી જ નથી. કોઈ આત્મા આસક્તિને લઈને લાલસા તરફ ઢળે તો પણ કંપે, પણ એ અભક્ષ્યભક્ષણને પોષણ તો ન જ આપે. પણ આજ તો પોષણની વાતો ચાલી રહી છે. કારણ ? અભક્ષ્યભક્ષણથી આત્મા મલિન થાય એ ખ્યાલ જેવો જોઈએ તેવો આવ્યો નથી એથી અને શ્રી જિનેશ્વરદેવોનાં વચનો ઉપર પૂરી શ્રદ્ધા નથી એથી જ ને ? સમ્યગ્દર્શન જીવતું ને જાગતું હોય તો જ જ્ઞાન સારું અને સફળ : આજ તો કહે છે કે તમારી માફક અમે પણ જો “પાપ-પાપ' કર્યા કરીએ, તો અમારી હાલત શી થાય ?' જ્ઞાની કહે છે કે “પાપથી પાછા ફરો તો મુક્તિ મળે' પણ એ કહે છે કે “અમારી મોજમાં પૂળો મુકાય તેનું શું ?' ત્યારે મોજમજાથી આત્મા મલિન થાય છે એવું દઢ શ્રદ્ધાન થયું નથી એથી જ કુતર્ક ઉત્પન્ન થાય છે ને ? આજે દર્શનોદ્યોત ખટકે છે અને માત્ર જ્ઞાનોદ્યોતને વધાવવાની વાતો થાય છે, એનું કારણ એ જ છે : પણ એમ કરનારાઓએ ખાસ સમજી લેવાનું છે કે દર્શન વિનાનું જ્ઞાન આત્માને બચાવી શકતું નથી, ત્યારે દર્શનવાળું જ્ઞાન આત્માને વારંવાર ટોણા મારે છે અને આત્માનો સારામાં સારો બચાવ કરે છે. શ્રી શ્રેણિક મહારાજાનાં દર્શનમાં આ બધું જ હતું. પાપની વાતે વાતે એ મહાન આત્માને આઘાત થતો. રત્નકંબલ જોઈ સવા લાખ સોનૈયાનું મૂલ્ય સાંભળી, એમને એમ થયું કે એટલા સોનૈયામાં તો પ્રજારક્ષણનાં ઘણાં કાર્ય થાય, માટે એ રત્નકંબલ ન લીધી. આથી સ્પષ્ટ છે કે સમ્યક્ત્વપૂર્વકનું જ્ઞાન તો આત્માને આત્માની સાચી ફરજ સમજાવે છે. એ જ કારણે એ આત્માઓ ભોગી છતાં ભોગમાં એવા લીન ન હતા અને ન થતા કે જેથી પોતાની ફરજ ચૂકી જાય. એકવાર શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી શાલિભદ્રનું મકાન જોયું, પોતાના વિલાસભવન કરતાં પણ ચડિયાતું ! એના હસ્તિ આદિને વસવાનું સ્થાન જોયું કે તરત એ જ થયું કે “ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા પુણ્યપ્રકારોમાંનો આ પણ એક પુણ્યનો જ પ્રકાર : મારે રાજપુણ્ય છે તો એને ભોગપુણ્ય.” આજ પણ કંઈ શ્રીમંતો એવા છે કે રાજાઓથી વધી જાય. શ્રીમંતને બાર મહિને પચાસ Page #235 -------------------------------------------------------------------------- ________________ 7૦૩ – ૧૧ દર્શનના ઉધોતથી જ્ઞાનનો ઉધોત : - 48 – ૧૭૫ લાખની આવક હોય : જ્યારે કોઈ રાજ્યને બાર મહિને બે લાખની જ આવક હોય એ છતાં પણ એ કોટ્યાધિપતિ એના રાજ્યમાં જાય તો રાજાને જ સલામ ભરેને ? એ જ રાજપુણ્ય. રાજા શ્રી શ્રેણિકની જગ્યાએ ત્યાં કોઈ જલમી મિથ્યાદષ્ટિ રાજા હોત તો શું કરતો ? તરત એમ કહે ને કે “માલિકી મારી છે, ચાલ્યો જા !” પણ શ્રી શ્રેણિક મહારાજા તો સમ્યગ્દષ્ટિ હતા. એમનામાં ઇર્ષા નહોતી. એ તો માનતા કે “ધન્ય ભાગ્ય મારાં કે આવા શ્રીમાનો, પુણ્યવાનો મારા રાજ્યમાં વસે છે.' શ્રી શ્રેણિકના ખોળામાં બેસીને પણ જ્યારે શ્રી શાલિભદ્ર કહ્યું કે “દેવગુરુની કૃપાથી આનંદ છે' - ત્યારે શ્રી શ્રેણિકને થયું કે “ધન્ય છે ! આવા ભોગમાં પણ દેવ-ગુરુ-ધર્મને ભૂલતો નથી. તમારે ઘેર કોઈ રાજા આવે તો ? કહી દોને કે બધું આપના જ પુણ્ય !” ત્યાં દેવ-ગુરુ યાદ આવે ? ઠીક છે, વ્યવહારથી ઔચિત્ય કરવું પડે, પણ ધર્માત્માનું ધ્યેય ક્યાં ? તારક કોણ ? તારક તો હોય તે જ. દર્શનોદ્યોતનું જ્ઞાન તે આ જાતનું ! ત્યાં દુષ્ટ ભાવના જ ન હોય. “આ ક્રિયા વાજબી નથી' એમ સમજાવી અયોગ્ય કાર્યવાહીથી સમ્યગ્દર્શન દરેક પ્રસંગે રોકે. સમ્યગ્દર્શન, એ પ્રકાશ છે : સમ્યજ્ઞાન તે પ્રકાશની સહાયથી પદાર્થોના સારા-ખોટાપણાનો વિવેક કરાવે ? સચારિત્ર કચરો કચરો સાફ કરાવીને માલ માલ રખાવે. સમ્યગ્દર્શન સ્વપરનો ભેદ બતાવનારી લાઇટ છે. “આ તારું અને આ પારકું ? તું જુદો અને અને આ જુદું - એમ એ બતાવે : એ જ સ્વપરનો વિવેક કરાવે. દુશ્મનમાં ફસાનારને છેટેથી ઇશારો કરે. દુશ્મનના હાથથી કેમ છૂટવું તે જ્ઞાનનો વિષય છે. સાધક શું ?, બાધક શું ?,' ત્યાંથી લાભ કેમ લેવાય ? અને હાનિથી કેમ બચાય ? – એનો વિવેક જ્ઞાન કરાવે. ચારિત્ર કચરો સાફ કરીને માલ માલ રાખે. આ ત્રણ ભેગાં મળે ત્યારે મુક્તિ થાય. માલ માલ રહે એ મુક્તિ. આત્મા એ જ મુક્તિરૂપ છે. માત્ર કચરાના પ્રતાપે જ એ આત્માનું મૂળ વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. સમ્યગ્દર્શન તો વસ્તુની સાચી રુચિ પેદા કરે. શ્રી શાલિભદ્રના ત્યાગની વાત સાંભળી, ત્યારે પણ શ્રી શ્રેણિક મહારાજાને એમ જ થયું કે “ભોગમાં પડેલો હું કીડો છું.' જ્યાં સમ્યગ્દર્શન જીવતું ને જાગતું હોય તે જ જ્ઞાન સાચું ને સફળ ! દર્શન વગરનું જ્ઞાન તો રાસભ ઉપરના ચંદનના Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ બોજા જેવું છે દર્શન વગરના જ્ઞાનીને તો શાસ્ત્રકારોએ ચંદનનો બોજો ઉપાડનાર રાસભના જેવો કહ્યો છે. એને એ શો લાભ કરે ? ચૌદ પૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે - " जहा खरो चंदनभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न उ सुग्गइए ||२|| " “જેમ ચંદનનો ભાર વહન કરીને જનાર ગધેડો માત્ર ઉપાડવાના જ ફ્ળને પ્રાપ્ત કરે છે, પરંતુ એ ભારરૂપ ચંદનનો ઉપયોગ કરી શકતો નથી, તેમ ચારિત્રવિહીન જ્ઞાની પણ જ્ઞાનનો ભાગી હોવા છતાંય સુગતિને પામી શકતો નથી.” આ ઉપરથી સમજી શકાશે કે સમ્યગ્દર્શનપૂર્વકના સજ્ઞાનને જ આ શાસનમાં સમ્યજ્ઞાન ગણવામાં આવ્યું છે અને એવું જ્ઞાન તો એ પામનાર આત્માને ચારિત્રના માર્ગે લઈ જઈ મુક્તિ પમાડે છે. એટલે કે જેનામાં ચારિત્રનું ઠેકાણું નથી, ચારિત્રનાં પરિણામ નથી, અરે - ચારિત્રની રુચિ પણ નથી, તે જ્ઞાની માત્ર પોતાના જ્ઞાનનો જ ભાગી છે. પણ સદ્ગતિનો ભાગી નથી. ચારિત્રવાન, ચારિત્રના પરિણામવાળા અને એની રુચિવાળા સદ્ગતિએ જાય. ચારિત્ર ન પણ હોય પણ એનાં પરિણામ તથા રુચિવાળા પણ સદ્ગતિએ જાય ! કારણ કે સમ્યગ્દર્શનપૂર્વકના સમ્યજ્ઞાન વિના તથા સન્માર્ગની સન્મુખતા વિના ચારિત્રની વાસ્તવિક રુચિ થઈ શકતી નથી, અને જો થાય છે તો તે પણ પાપવાસનાઓના યોગે જ ! એટલે ગમે તેટલી નિવૃત્તિ કરે, સ્વજન ધનાદિનો ત્યાગ પણ કરે અને અનેક પ્રકારની તકલીફો પણ વેઠે, છતાં પણ મિથ્યાદૃષ્ટિ આત્મા સિદ્ધિપદને પામી શકતો નથી. 704 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : 49 • સમ્યગ્દષ્ટિ ને મિથ્યાષ્ટિનો દૃષ્ટિફેર : • શાસનની મર્યાદા તો કેવળી પણ ન જ લંઘી • સમ્યગ્દર્શન તો સ્વચ્છંદાચારોને રોકનાર શકે : સુંદરમાં સુંદર અંકુશ છે : • દર્શનહીન જ્ઞાનનાં કડવાં ફળ : • દર્શનનો પ્રભાવ સર્વત્ર પ્રવર્તે છે : વિષય : લોકસાર” અધ્યયન. લોકમાં સાર શું એની વિચારણા. સમ્યગ્દર્શન અંગે વધુ સ્પષ્ટતા. સમ્યગ્દર્શન અંગે પૂર્વ બે-ત્રણ પ્રવચનોમાં સુંદર સમજણ અપાયા બાદ ચાલુ પ્રવચનમાં એ અંગે વધુમાં વધુ ઝીણવટથી વિચારણા કરી એની મહત્તા સ્થાપિત કરવામાં આવી છે. જ્ઞાન તારક ખરું, ચારિત્ર પણ ઉપયોગી ખરું પણ સમ્યગ્દર્શનપૂર્વકનું જ. હાથી જો અંકુશ વિનાનો હોય તો ક્યારે મારે એ કહેવાય નહિ, તેમ સમ્યગ્દર્શનના અંકુશ વિના જ્ઞાનાદિ મારક બની જાય છે. આ વાતની સ્પષ્ટતા કરવા પૂર્વે નિયુક્તિકારની ગાથાઓના આધારે લોકમાં સાર ધર્મ ધર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ (ચારિત્ર) અને સંયમનો સાર નિર્વાણ-મોક્ષ છે એ વાત ડંકાની ચોટ પર વગાડીને અત્રે રજૂ કરવામાં આવી છે. એકાંત જ્ઞાનવાદીઓના જડસુ મત ઉપર જિનાજ્ઞાનુસારી વચનરૂપ સણસણતા ચાબૂકના ફટકા મારી પરમ તારક ગુરુદેવશ્રીજીએ સમ્યગ્દર્શનનો ઉદ્યોત પ્રગટ કર્યો છે. સુવાક્યાતૃd • વ્રતો, સમ્યકત્વ મૂળવાળા હોય તો જ નભે. સમ્યક્ત્વ વિનાના વ્રતો એ વ્રતો જ નથી. • દર્શનના ઉદ્યોત વિના જ્ઞાનાદિકનો ઉદ્યોત નથી જ. જેની જેવી દૃષ્ટિ હોય, તેને તેવી જ વસ્તુ સાર તરીકે જણાય. આજના સ્વેચ્છાચારીઓને દૃષ્ટિ સુધારવી નથી અને સાર જોઈએ છે : દર્શનનો ખપ નથી અને જ્ઞાનનો ઉદ્યોત તથા ચારિત્રનો પ્રકાશ જોઈએ છે. ૦ ઇચ્છાનિરોધના અભાવે આત્મા પોતાના તપને લુખ્ખો બનાવે છે. સમ્યગ્દર્શન એ સ્વછંદ વૃત્તિ ઉપર જ ઘા કરે છે. • સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન, ચારિત્ર તથા તપ વગેરે સ્વછંદ વૃત્તિ ઉપર ઘા નથી કરતાં, બકે પુષ્ટિ પણ આપે છે. • શિષ્ટપુરુષોની સંમતિ વિના-જ્ઞાનીની મહોરછાપ વિના એક પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. ૦ આ શાસનમાં તો આજ્ઞા એ જ ધર્મ ! ૦ જ્ઞાની ઉપર પણ યોગ્ય અંકુશ આ પ્રભુદર્શને મૂક્યો છે, કારણ કે એના વિના ચાલે જ નહિ. • વગર ગુરુએ ગુરુ થવાનો અધિકાર તો એક શ્રી તીર્થંકરદેવને જ ! • સમ્યગ્દર્શનના યોગે આત્માને અહંતાનો લેપ ન લાગે. • અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિ : એમ સમ્યગ્દર્શન કહે છે. • લઘુતા આવે કે શાસ્ત્રનો ભાવ ઝટ ગળે ઊતરે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૨ઃ સમ્યગ્દર્શન એટલે અંકુશ : સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદષ્ટિનો દષ્ટિફેર : નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ફરમાવ્યું કે મિથ્યાદષ્ટિ આત્મા ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજનાદિનો, ધનનો તથા ભોગનો પણ ત્યાગ કરે, તો પણ તે આત્માને મિથ્યાત્વના યોગે સિદ્ધિપદની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન, ચારિત્ર અને તપ ત્યારે જ સફળ થાય, કે જ્યારે દર્શનની પ્રાપ્તિ થાય : દર્શન વિના એ ત્રણે સફળ થતાં નથી. કોઈ પૂછે કે નિવૃત્તિ, ત્યાગ અને તકલીફ સેવવાથી મુક્તિ ન મળે ?' ઉત્તરમાં કહેવું જ જોઈએ કે “દર્શન વિનાની નિવૃત્તિ વગેરેથી મુક્તિ ન જ મળે.” ત્યાગ, તકલીફ અને નિવૃત્તિ તો દરેક આત્મા કોઈ ને કોઈ પ્રસંગે સેવે તો છે જ. થાકે ત્યારે પણ નિવૃત્તિ લે, ન મળે તો પણ ત્યાગ થાય, તાકાત ન હોય તો પણ તકલીફ તો વેઠે. કયો માણસ એવો છે, કે જે અવસર પામીને આવી રીતે નિવૃત્તિ ન લે, ત્યાગ ન કરે તથા તકલીફ પણ ન વેઠે ? જો કેવળ એથી જ મુક્તિ હોત તો તો સંસારમાં કોઈ રહ્યો જ ન હોત, માટે તો કહેવું પડ્યું કે ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજન, ધન તથા ભોગનો પણ ભલે ત્યાગ કરે, અને ગમે તેવી તકલીફો પણ વેઠે, તે છતાંય મિથ્યાષ્ટિ આત્માને મુક્તિપદ મળતું નથી. જ્ઞાન, તપ તથા ચારિત્ર અને નિવૃત્તિ, ત્યાગ તથા તકલીફ આ બધું જ સફળ કરવું હોય અને તે દ્વારા કર્મરૂપી શત્રુઓને જીતવા જ હોય, તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જ જોઈએ. સમ્યગ્દર્શન ન હોય ત્યાં સમ્યજ્ઞાનાદિક વસ્તુતઃ હોતાં જ નથી. સભા : અકામનિર્જરાથી મુક્તિ ન થાય? અકામનિર્જરાથી મુક્તિ ન જ થાય અને કોઈ સમય એવો નથી કે બંધ અને નિર્જરા કોઈ પણ આત્માને ચાલુ ન જ હોય. એટલે જો એવી નિર્જરાથી મુક્તિ થતી હોય તો તો જોઈએ પણ શું ? અભવીનું ઘોર ચારિત્ર અને એની તમામ ક્રિયાઓ કષ્ટરૂપ જ છે તથા એનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. આથી પણ સ્પષ્ટ છે કે જ્ઞાન, ચારિત્ર તથા તપ વગેરે સમ્યક્ત્વ હોય તો જ ફળે છે. કોઈ પણ વખત એવો સમય ન હતો, કે જ્યારે દર્શન વિના જ્ઞાન, ચારિત્ર તથા તપ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 ૧૭૯ દીપ્તિમાન હતાં, સમ્યક્ત્વ સહિત હોય તો જ એ ત્રણે મજાનાં. કોઈ કહે કે દર્શનની મહત્તા ઓછી કરી જ્ઞાનની મહત્તા વધારવામાં વાંધો શો ? એને કહેવું કે શ્રી જૈનશાસનમાં દર્શન વિના સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા સમ્યકૃતપની હયાતી જ માની નથી. ત્યાં બીજી વાત જ શી ? મિથ્યાદૃષ્ટિને પણ ચારિત્ર દેતાં પૂર્વે દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરાવ્યા પછી જ વ્રતો ઉચ્ચરાવાય છે. સર્વવિરતિ અને દેશવિરતિ ઉચ્ચરાવતાં પહેલાં સમ્યક્ત્વ. સમ્યક્ત્વમૂળ જ બારવ્રત હોય છે. પહેલી કબૂલાત જ એની. વ્રતો, સમ્યક્ત્વમૂળવાળાં હોય તો જ નભે. સમ્યક્ત્વ વિનાનાં વ્રતો એ વ્રતો જ નથી. 707 ચાલવાથી જ ધારેલે ઠેકાણે પહોંચાતું હોય તો માર્ગ કયો એ જોવું ન પડે. ઊંધે માર્ગે ચાલે તો તો ધારેલ ઠેકાણેથી ઊલટું દૂર જ જવાય : ચાલવાનું વધે અને સાંભળનાર મૂર્ખ કહે. મિથ્યાદ્દષ્ટિ આત્માની દૃષ્ટિ મલિન, માટે એનાં ચારિત્ર, જ્ઞાન તથા તપ પણ મલિન : તેથી જ તે આત્મા સિદ્ધિપદને ન પામે, કારણ કે એની દૃષ્ટિ જ સિદ્ધિપદની સન્મુખ ન હોય. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં ચારિત્ર, જ્ઞાન તથા તપ પણ નથી. દર્શન વિનાનું ચારિત્ર, ચારિત્ર તરીકે; જ્ઞાન, જ્ઞાન તરીકે અને તપ તપ તરીકે રહેતું જ નથી. જૈનશાસન રહે ત્યાં સુધી દર્શન રહેવાનું : દર્શન જશે ત્યારે જ્ઞાન, ચારિત્ર તથા તપ પણ જશે જ. દર્શનના ઉદ્યોતમાં જ જ્ઞાન, ચારિત્ર તથા તપનો ઉદ્યોત છે, પણ દર્શનના ઉદ્યોત વિના જ્ઞાનાદિકનો ઉદ્યોત નથી જ. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણીવરે પણ “તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ૧” -આ પ્રમાણે કહીને એ જ ફરમાવ્યું કે જે તપસ્વી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ગોપવે નહિ તે જ તપસ્વી પ્રભાવક કોટિમાં જાય, પણ બીજો નહિ. સમ્યગ્દર્શન એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર અખંડિત રાગ, આજ્ઞા આવે એટલે આશ્રવ ઉપરનો રાગ ગયો જ સમજવો. જ્ઞાન ઉપર પ્રેમ થાય તો જ આશ્રવ લોપાય, માટે જ એ દરેક વસ્તુને ઉત્તમ કોટિની કહી, પણ દર્શનની હયાતી હોય તો જ. જ્ઞાન, ચારિત્ર તથા તપની પ્રાપ્તિ તથા ખિલવણી માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય જરૂર છે. સમ્યગ્દર્શનના યોગે આવેલું જ્ઞાન આત્માને આરંભસમારંભ વગેરેથી સ્વયમેવ બચાવે છે. એ જ્ઞાન એવું સુંદર થાય કે આત્મા અયોગ્ય પ્રવૃત્તિથી એની મેળે જ બચી જાય અને સમ્યગ્દર્શન વગરના જ્ઞાનથી Page #240 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ તો આરંભ-સમારંભ વગેરેની વૃત્તિ ઊછળ્યા જ કરે. એથી જ સમ્યગ્દર્શનવાળા જ્ઞાનની જરૂર છે. અને જે આત્મામાં નિર્મળ સમ્યક્ત્વ આવે, તે આત્માને ઉત્તમ શું દેખાય ? એ જણાવવા પાંચમું અધ્યયન ‘લોકસાર’ નામનું કહ્યું છે, એ વાત ચોથા સાથે પાંચમાનો સંબંધ જોતાં સ્પષ્ટ થાય છે. ચોથા સાથે પાંચમા અધ્યયનનો સંબંધ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે ૧૮૦ " इहानन्तराध्ययने सम्यक्त्वं प्रतिपादितं तदन्तर्गतं च ज्ञानं, तदुभयस्य च चारित्रफलत्वात् तस्यैव च प्रधानमोक्षाङ्गतया लोकसारत्वात् तत्प्रतिपादनार्थमिदमुपक्रम्यते । ” “આ શ્રી આચારાંગ સૂત્રમાં આની પૂર્વના એટલે કે ચોથા ‘સમ્યક્ત્વ’ નામના અધ્યયનમાં ‘સમ્યક્ત્વ’નું પ્રતિપાદન કર્યું, અને સમ્યજ્ઞાનનું પ્રતિપાદન તો સમ્યગ્દર્શનના પ્રતિપાદનમાં આવી જ ગયું. હવે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બંનેયનું ફ્ળ ચારિત્ર હોવાથી અને તે ચારિત્ર મોક્ષનું પ્રધાન સાધન હોવાથી લોકમાં એ જ સારભૂત વસ્તુ છે : એ જ કારણે ચારિત્રનું પ્રતિપાદન કરવા માટે આ પાંચમા અધ્યયનનો ઉપક્રમ કરવામાં આવે છે.” આ ઉપરથી સ્પષ્ટપણે સમજવામાં આવી જશે કે સમ્યજ્ઞાન, એ સમ્યગ્દર્શનના પેટામાં જ સમાઈ જાય છે. અને એ બંનેના ફળ તરીકે ચારિત્ર જ છે. તેમ જ ચારિત્ર એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ફળ તરીકે હોવાથી જ તે લોકમાં એક સારભૂત વસ્તુ છે. વધુમાં સારભૂત વસ્તુઓનું ભાન કરાવવા માટે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા એક પ્રશ્ન કરતી અને એક ઉત્તર આપતી, - એમ બે નિર્યુક્તિની ગાથાઓ લખીને સમજાવે છે કે "लोगस्स उ को सारो ? तस्स य सारस्स को हवइ सारो ? | तस्य सारो सारं जड़ जाणसि पुच्छिओ साह । ।१ ।। " “ચૌદ રાજલોક સ્વરૂપ જે લોક, તેનો સાર કોણ ? તે લોકના સારરૂપ સારનો બીજો સાર કોણ ? અને તે લોકના સારના પણ સારને જો તું જાણે છે, તો મારાથી પુછાયેલો તું કહે.” આ પ્રકારે પ્રશ્ન કરી ઉત્તરમાં કહે છે કે : 708 "लोगस्स सारं धम्मो, धम्मं पि य नाणसारियं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं ।।२।। " “સઘળા પણ લોકનો સાર ધર્મ છે અને અનંત જ્ઞાનીએ ધર્મને પણ જ્ઞાનરૂપ સારવાળો, જ્ઞાનને સંયમરૂપ સારવાળું અને સંયમના સાર તરીકે નિર્વાણને Page #241 -------------------------------------------------------------------------- ________________ 700 – ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ - 49 – ૧૮૧ કહે છે, અર્થાતુ લોકનો સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સારનિર્વાણ છે.” ખરેખર, આ રીતે લોકના સાર તરીકે ધર્મ, ધર્મના સાર તરીકે જ્ઞાન, જ્ઞાનના સાર તરીકે સંયમ અને સંયમના સાર તરીકે નિર્વાણ, જે આત્માને ન દેખાય તે આત્મા માટે સમ્યક્ત્વ ઘણું જ છેટું છે. સમ્યકત્વ વસ્તુ જ એવી છે કે એની પ્રાપ્તિ થતાંની સાથે જ લોકના સાર તરીકે ધર્મને, ધર્મના સાર તરીકે જ્ઞાનને, જ્ઞાનના સાર તરીકે સંયમને અને સંયમના સાર તરીકે નિર્વાણને જાણવાનું સામાન્ય જ્ઞાન તો થઈ જ જાય છે અને એ જ કારણે સમ્યક્ત્વની શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઘણી જ મહત્તા મનાય છે. એ સમ્યક્ત વિનાની કોઈ સારી પણ કરણીની ખાસ કિંમત અંકાતી નથી, એટલું જ નહિ પણ એના વિના કરાતી ક્રિયાઓ છાર ઉપર લીંપણ કરવા જેવી મનાય છે. સમ્યગ્દર્શન, એ આત્માની સાચી જ્ઞાનશક્તિને વિકસિત કરનાર છે અને એ રીતથી વિકસિત જ્ઞાનવાળો થયેલો સમ્યગ્દષ્ટિ આત્મા મોક્ષ અને મોક્ષના પ્રધાન અંગભૂત સંયમને સાર તરીકે જુએ છે. એથી એ આત્માની દૃષ્ટિમાં એ બે જ આવે. દુનિયાની બીજી ઘણીયે વસ્તુ દૃષ્ટિમાં તો આવે અને જાય, પણ એ આત્માની દૃષ્ટિને થંભાવે તો આ બે જ : આ બે જ એ આત્માની દૃષ્ટિને ખેંચે. આ બે સિવાય કોઈ પણ વસ્તુ સમ્યગ્દષ્ટિ આત્માની દૃષ્ટિને રૂંધે નહિ. દુનિયાની ચીજ એને પોતાનો ન બનાવે. એ આત્માની દૃષ્ટિ કોઈ પણ જગ્યાએ ચોંટે તો આ બે જ જગ્યા છે. સમ્યગ્દષ્ટિની તથા મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિમાં આટલો જ ભેદ અને તે એ જ કે મિથ્યાદષ્ટિ આત્માની દષ્ટિ દુનિયાના રંગરાગમાં અને આરંભસમારંભમાં ઝટ બેસી જાય, રમી જાય અને ચોંટી જાય, ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માની દષ્ટિ ત્યાં એ રીતે ચોંટે જ નહિ. એ આત્માની દૃષ્ટિમાં નિર્વાણ અને સંયમ સિવાયની બીજી વસ્તુ સાર તરીકે ન દેખાય. સમ્યકત્વની આ પરીક્ષા છે. સમ્યકત્વ વિનાના આત્માની દૃષ્ટિમાં નિર્વાણ અને સંયમ જેવી વસ્તુઓ જ સાર તરીકે ભાસતી નથી, કારણ કે જેની જેવી દષ્ટિ હોય, તેને તેવી જ વસ્તુ સાર તરીકે જણાય. આજના સ્વેચ્છાચારીઓને દષ્ટિ સુધારવી નથી અને સાર જોઈએ છે ? દર્શનનો ખપ નથી અને જ્ઞાનનો ઉદ્યોત તથા ચારિત્રનો પ્રકાશ Page #242 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ - ૧૮૨ જોઈએ છે, પણ એ દર્શનના ઉદ્યોત વિના જ્ઞાનનો ઉદ્યોત થતો નથી, ચારિત્રનો પ્રકાશ પડતો નથી અને તપની તેવી છાયા પણ પડતી જ નથી ! સમ્યગ્દર્શન તો સ્વચ્છંદાચારોને રોકનાર સુંદરમાં સુંદર અંકુશ છે ઃ તપસ્વી હોય અને ખાવાનો લાલચુ હોય એ કદી બને એવી વસ્તુ છે ? એવો તપસ્વી પ્રભાવના શી કરે ? તપસ્વીનો મુખ્ય ગુણ કયો ? ઇચ્છાનો રોધ. છત્રીસ કલાકનો ઉપવાસ કરે એને શરીર આદિના ખાસ કારણ વિના બે ઘડીમાં મુશ્કેલ થઈ જાય એ શું ? એવો શક્તિસંપન્ન આત્મા બે ઘડી થાય એ વખતે પારણાની સામગ્રી તૈયાર ન હોય અને વાર હોય તો ધમપછાડ કરે, એ તપ શોભે શી રીતે ? વાર હોય તો વિચારે કે એટલો તપ વધારે સહી. આ ભાવના ક્યારે આવે ? તપની પાછળ જે જોઈએ તે ભાવના હોય તો જ ! એ વખતે ધમાચકડી કરે તો ઘરના આદમીઓને પણ કંટાળો આવે અને કહે કે ‘તપ નહોતો કરવો, મોડું પણ થાય !' પણ તપસ્વી કહે છે કે ‘વાંધો નહિ, છત્રીસ કલાક અને બે ઘડી જો રહ્યો છું, તો હજી ઘડી બે ઘડી પણ થશે તો પણ આનંદપૂર્વક રહીશ’ – તો ઘરનાઓને પણ ચીવટ થાય અને ઝટ કરે. ઇચ્છાનિરોધ અગર ઇચ્છાનિરોધ કરવાની અભિલાષા હોય તો જ આ થાય. ઇચ્છાનિરોધના અભાવે આત્મા પોતાના તપને લુખ્ખો બનાવે છે, તપ પ્રત્યે બહુમાનને બદલે કોઈ વખત જોનારને તિરસ્કારની ભાવના પણ પેદા કરાવે છે અને આથી જ કહેવું પડે છે કે ‘દર્શન જીવતુંજાગતું ન હોય તો જ્ઞાન, ચારિત્ર અને તપ દીપ્તિમાન બની શકે જ નહિ.' આજના કેટલાકોની તો વાત એવી છે કે ‘ગમે તેમ થાય તો પણ જ્ઞાન એવું જોઈએ, કે જે અમારી ગમે તેવી પ્રવૃત્તિમાં પણ ખલેલ ન કરે. અમે ગમે તેમ વર્તીએ તો પણ અમે ચારિત્રી છીએ તેવી જાહેરાત થાય, ઇચ્છાના ગુલામ છતાં તપસ્વી કહેવાઈએ.’ - આ જ વાત ઉપર સમ્યગ્દર્શન સહિત જ્ઞાનની ચડાઈ છે અને એથી જ એ પામરોને દર્શન રુચિકર નથી થતું. દર્શનની પ્રશંસા ન કરવાનું કે ઓછી ક૨વાનું કોઈ કારણ હોય તો તે આ જ છે. એમનો આ જમાનો સ્વચ્છંદ વૃત્તિનો છે અને સમ્યગ્દર્શન એ સ્વચ્છંદવૃત્તિ ઉપર જ ઘા કરે છે. સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર તથા તપ વગેરે સ્વચ્છંદવૃત્તિ ઉપર ઘા નથી કરતાં, બલ્કે પુષ્ટિ પણ આપે છે. જ્ઞાનની વાત નીકળે કે બધા કહે કે ગમે તેને દેવું. ચારિત્રને પણ ઊંચું કહેવું પડે. તપનાં પણ ન 710 Page #243 -------------------------------------------------------------------------- ________________ 11 - ૧૨ ઃ સમ્યગ્દર્શન એટલે અંશ : - 49 – ૧૮૩ ગુણગાન થાય, કારણ કે સમ્યગ્દર્શન વિનાનાં તે સ્વચ્છેદવૃત્તિ ઉપર ઘા નથી કરતાં, ત્યારે સમ્યગ્દર્શન તો કહે છે કે સ્વચ્છેદવૃત્તિ હોય ત્યાં સુધી જ્ઞાન, ચારિત્ર અને તપ એ નકામાં છે. દર્શન એટલે ઇચ્છાને આથી મૂકી, સ્વચ્છેદવૃત્તિને પણ આથી મૂકીને આખપુરુષોની આજ્ઞા મુજબ વિચરતા એવા શિષ્ટ પુરુષ પ્રવરોની પાછળ જવું તે અથવા “તે જ સત્ય અને તે જ નિઃશંક કે જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું' – આ જ એક નિશ્ચય : પણ એ નિશ્ચયની સામે “હું માનું તે જ સાચું' - આવા દુરાગ્રહનો સર્વથા અભાવ, એ જ સમ્યગ્દર્શન. જ્ઞાની કહે છે કે વિશેષ જ્ઞાન વિના નિભાવાય, ‘મ રુષ' અને “મા તુષ' ગોખતાં ન આવડે તેને પણ માર્ગે લવાય અને નિભાવાય, ચારિત્રમાં અંશે શિથિલતા હોય તેને પણ નિભાવાય, શક્તિ ન હોય અને તપ ન કરે - માત્ર નવકારશી કરે તો પણ તેને તપની કોટિમાં ગણી એને નિભાવાય, પણ દર્શનની ખામીવાળાને નિભાવાય નહિ. આજના ઉચ્છંખલોના આગેવાન કહે છે કે દર્શનનો જમાનો ગયો અને આ તો જ્ઞાનનો જમાનો આવ્યો.' - એનું કારણ એ છે કે જ્ઞાન, તપ તથા ચારિત્રને અંકુશમાં રાખનાર મૂળ દર્શન ગુણ જ તે પાપાત્માઓને જોઈતો નથી, કારણ કે એ ગુણ સ્વચ્છેદવૃત્તિ ઉપર જ ઘા કરે છે. એ ગુણને લઈને તારકોની સેવામાં શિર ઝુકાવવું પડે છે, નમવું પડે છે, નમીને ચાલવું પડે છે, વાતવાતમાં આજ્ઞા લેવી પડે છે, શિષ્ટ પુરુષોની સંમતિ વિના – જ્ઞાનીની મહોરછાપ વિના એક પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે જ એ ઉશ્રુંખલો અને તેના આગેવાનને સમ્યગ્દર્શનરૂપ ગુણ ગમતો નથી. સમ્યગ્દર્શન, એ આત્માને ઉન્માર્ગે જતાં અટકાવનાર એક સુંદરમાં સુંદર બંધન છે. ગવર્નમેન્ટ પણ અમુક અમલદારોને અમુક સત્તા આપી, પણ ત્યાંયે કાનૂનનું બંધન તો ખરું જ. જો બંધન વગરના બનાવે તો રાજ્ય એક દી પણ ન નભે. તેમ દર્શન બધી વસ્તુ ઉપર બંધન મૂકે છે. દશ પૂર્વધર વિચારે કે અભિગ્રહ ધારણ કરી, મૌન ધારી, શાંતિમાં જીવન ગાળે તો તે તેમ ન કરી શકે. શાસ્ત્ર એ મહર્ષિને એમ કરવાનો નિષેધ કર્યો. એમનું તો શાસનમાં ખાસ કામ છે, કેમ કે એમની દેશના અમોઘ હોય છે. શાસનની પ્રભાવનામાં એ તો અતિશય જરૂરી છે, માટે અભિગ્રહાદિ કરી શાંતિમાં જીવન ગાળવાનો એમને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૩ – 112 માટે નિષેધ - એમ કરવાની એમને આજ્ઞા નહિ. આ શાસનમાં તો આજ્ઞા એ જ ધર્મ. નવ પૂર્વની અંદરનો હોય તેને પણ તેમ વર્તવાનો અને એકાકી જવાનો નિષેધ. જે મહર્ષિનું જ્ઞાન નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું હોય અને દશ પૂર્વની અંદર હોય તેમને માટે જિનકલ્પાદિ કરવાની વિધિ તથા આજ્ઞા છે. જે મહર્ષિને દશ પૂર્વનું જ્ઞાન પૂરું થયું તે તો અમોઘ દેશક શાસનને ઉપયોગી છે અને નવ પૂર્વની અંદરના જ્ઞાનવાળા જિનકલ્પાદિ કરવા માટે લાયક નથી. આપણો મુદ્દો એ છે કે આટલા જ્ઞાનીને પણ અંકુશમાં રહેવું પડે છે. નવ પૂર્વ ઉપરનો અને દશ પૂર્વ અંદરનો જ્ઞાની પણ જિનકલ્પાદિ ક્રિયા ફાવે ત્યારે કરે ? નહિ, પોતાની પાછળ શાસનરક્ષક યોગ્ય શિષ્ય મેળવી, બોજો ઉપાડે તેવા સમર્થ બનાવ્યા બાદ કરે, પણ હું તો આ ચાલ્યો' એમ નહિ. મડદાની શાંતિ કેળવવા એ ન જઈ શકે. જ્ઞાની ઉપર પણ યોગ્ય અંકુશ આ પ્રભુદર્શને મૂક્યો છે, કારણ કે એના વિના ચાલે જ નહિ. શ્રી ગણધર મહારાજે અંતર્મુહૂર્તમાં ત્રણ પદ ઉપરથી દ્વાદશાંગી રચી, પણ કહ્યું એ કે “કાશ્યપગોત્રીય ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું છે' - પણ - “મેં કહ્યું છે.” – એમ નહિ ! આ અંકુશ સમ્યગ્દર્શનના યોગે કુદરતી રીતે જ આવે. શાસનની મર્યાદા તો કેવળી પણ ન જ લંઘી શકે ? વ્યવહારમાં પણ એક આદમી પાસે એક જણ અમુક વસ્તુ શીખ્યો હોય અને જો યોગ્ય હોય તો તે મરતાં પણ એને ન ભૂલે, પણ જેને કુળમર્યાદા હોય તે જ તેમ વર્ત. આ શાસનમાં પણ જેનામાં સમ્યગ્દર્શન હોય તેનામાં સ્વયં એ ગુણ આવી જાય છે. શ્રી તીર્થંકરદેવના શાસનમાં કેવલી પણ દેશના શ્રી તીર્થંકરદેવના નામથી જ આપે. “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે' - એમ કહે. એ કેવલી થાય શાથી ? શ્રી તીર્થંકરદેવના તીર્થની નિશ્રાએ ! શ્રી તીર્થંકરદેવની દેશના સાંભળી, સ્વીકારી, આજ્ઞાનો અમલ કર્યો તો કેવળજ્ઞાન થયું, માટે બધી વાત એ તારકના નામે જ ! શ્રી પ્રત્યેકબુદ્ધ શિષ્ય ન કરે, કારણ કે એ મહર્ષિઓને ગુરુ થવાનો અધિકાર નથી. વગર ગુરુએ ગુરુ થવાનો અધિકાર તો એક શ્રી તીર્થંકરદેવને જ. જગદ્ગુરુ તો એ એક જ. સ્વયં સંબુદ્ધ એ પોતે. પ્રત્યેકબુદ્ધ પાસે કોઈ દીક્ષા લેવા આવે તો તે તારક પોતે બોધ કરી મોકલે પ્રભુ પાસે, અગર પ્રભુશાસનના મુનિ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 પાસે. શ્રી તીર્થંકરદેવના તીર્થની નિશ્રામાં રહેલા કેવલી પણ ભગવાનના નામે દેશના દે, માટે પ્રભુમાર્ગમાં મર્યાદા તૂટતી નથી. કેવલી પણ મર્યાદા સ્વીકારે છે. બીજી પોરસી વખતે છદ્મસ્થ શ્રી ગણધરદેવ છદ્મસ્થ છતાં પણ એમની દેશનામાં કેવલી બેસે. શાસનની ધુરા ભગવાને પોતે એમને સોંપી છે. એ છદ્મસ્થ છે. કેવલી એ તો સાધુ. કેવલી સાધુ ત્રીજે પદે થોડા આવવાના છે ? એ તારક તો પાંચમે જ પર્દ આવવાના. કેવલી સાધુ અને સામાન્ય સાધુ વચ્ચે આટલો ભેદ. છદ્મસ્થ છતાં એવા શ્રી ગણધ૨દેવને છદ્મસ્થ તરીકે માન્ય રાખે. વીતરાગ પણ આ મર્યાદાને ન લંઘે. આ બધી જ મર્યાદા આ સમ્યગ્દર્શનને જ આભારી છે. 713 ૧૮૫ અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યને લાવનાર સમ્યગ્દર્શન છે. પંદરસો તાપસો અષ્ટાપદ ઉપર ચડવાની મહેનત કરતા હતા. તપ કરી કરી કૃશ થયેલા પણ ચડી શકતા નહોતા. અહીં ચડે તે મોક્ષે જાય આવો લોકોનો પ્રઘોષ : એથી ઉપર કોઈ મોટું તીર્થ છે એમ માની ચડવાનો પ્રયત્ન કરતા, પણ ચડી શકતા નહોતા. એવામાં ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને આવતા જોયા. એ કેવા ? છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કરનારા, છતાં કાયા કેવી ? મહાબલવાન ને પુષ્ટ ! એ શાથી ? પૂર્વના પુણ્યથી, નહિ કે કસરત આદિથી ! શ્રી તીર્થંકરદેવ ને શ્રી ગણધરદેવોનાં કાયબળ, મનોબળ અને વાગ્બળ પૂર્વના સંયમ આદિની આરાધનાથી જ હોય છે. અંગૂઠે મેરુ દબાવ્યો ચારે ? જન્મ્યા તેવા લાવ્યા ત્યારે ! એ બળ લેવા ક્યાં ગયા હતા ? કહેવું જ પડશે કે પૂર્વની આરાધનાનું જ એ બળ. મહેનતથી મળતું બળ આવે પણ અને જાય પણ : હાડકાં આખાં પણ થાય અને ભાંગે પણ ખરાં : વખતે મરડાઈ પણ જાય, કોઈ વખત મરી પણ જવાય : અને પૂર્ણ આરાધનાના યોગે મળેલું બળ અખંડિત જ હોય. સુઆરાધનાના યોગે મળેલા બળનો ઉપયોગ સારો જ થાય, પણ ખોટો ન થાય અને પેલા બળનો ઉપયોગ સારો થાય તો થાય, તેનો સર્વથા નિષેધ નથી, પણ ખોટો થવાની વધારે ભીતિ છે. ગુરુસંયોગે અને શુભ પરિણતિના યોગે શાસનની રક્ષામાં પણ એ બળ વપરાય એનો નિષેધ નથી, પણ એમાં જ વપરાય એમ કહેવાય નહિ અને ખોટો ઉપયોગ થવાની તો પૂરી સંભાવના છે જ. તાપસો વિચારે છે કે ‘આપણે આટલી તપશ્ચર્યા કરતાં ચડી નથી શકતા, તો આ મહાકાય શી રીતે ચડશે ?’ એ વિચાર કરે છે ત્યાં તો ભગવાન શ્રી ગૌતમસ્વામીજી લબ્ધિના બળે સૂર્યના કિરણના આધારે ચડી પણ ગયા. પેલા પંદરસોએ વિચાર્યું કે ‘આ ઉપર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 14 ગયા. એવા ગુરુ મળે તો ઉપર જવાનું બીજું કામ પણ શું? એ આવે એટલે એ તારકને ચરણે પડો : એ કહે તે જ કરવાનું : એ જ ગુરુ !” બસ, સમ્યગ્દર્શનની સન્મુખ વૃત્તિ થઈ. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ પણ દર્શનધર હતા, પણ અહંધર નહોતા. જ્યારે તેઓ પાછા પધાર્યા કે પંદરસોય પગમાં પડ્યા અને વિનંતિ કરી કહ્યું કે તમે અમારા ગુરુ.” ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ કહે છે કે તમારા અને અમારા ગુરુ મોજૂદ છે.” તાપસો : “તમારા ગુરુ ? એ કેવા છે ?” ગુરુનું સ્વરૂપ સાંભળતાં બધાને ઉત્તમ ગુણની પ્રાપ્તિ થઈ. શ્રી ગૌતમસ્વામી મહારાજે આમ ન કહ્યું હોત તો આ સ્થિતિ થાત ? નહિ. બેઉના ગુરુ કેવાક છે, એ સમજાવતાં ગુણની પ્રાપ્તિ થઈ, પારણું કરતાં, સમવસરણ જોતાં તથા સમવસરણમાં પેસતાં પ્રભુની મુખમુદ્રા જોતાં પાંચસો પાંચસોને ક્રમસર એમ પંદરસોને કેવળજ્ઞાન થયું. આવા મોટા પણ આજ્ઞાને આધીન, એ જોઈને સામાની ભાવના પણ પલટાઈ જાય છે. સમ્યગ્દર્શનના યોગે આત્માને અહંતાનો લેપ ન લાગે. આજે તો કેટલાય વિદ્વાનને એ જ ઘમંડ કે “મારા વિચાર આ. એ નકામા કેમ જ હોય ? બીજાના વિચાર બીજા જાણે, પણ મારા વિચાર તો આ જ. બધા પોતપોતાના અભિપ્રાયની વાતો કરે. અભિપ્રાય ને અભિપ્રાયમાં જ ગાડી ગુમ થાય. બહુમતી થાય એટલે પોતાનું છોડવું પડે એટલું છે, પણ એ તો માત્ર સભામાં જ ! બહાર જઈને તો પાછું એ જ બોલવાનું. અહીં એવી બહુમતી ન ચાલે. અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિ એમ સમ્યગ્દર્શન કહે છે. આજના ઉદ્ધત વિદ્વાનને આ પાલવે ? એને એમ થાય કે હું ભણેલો અને આ કહે તેમ કેમ થાય ? જો એમ કરું તો હું ભણેલો શાનો ?' આજના ભણેલા ગણાતાઓની મોટે ભાગે આ દશા છે. દર્શનહીન જ્ઞાનનાં કડવાં ફળ : આજનો એવી દૃષ્ટિએ ભણેલો પુસ્તક હાથમાં લે, એટલે પહેલું તો જુએ કે ભાષા કઈ સદીની ? બે-પાંચ પુસ્તકો તે સદીનાં મેળવે, તે પરથી શબ્દોના અનુમાને કહે કે “આ ભાષા પંદરમી સદીની છે, માટે ગણધરે લખ્યું એમ ન મનાય, પુરાણપાઠી સાધુઓ ભલે કહે કે ગણધરે લખ્યું પણ મનાય નહિ !” Page #247 -------------------------------------------------------------------------- ________________ 715 ——— ૧૨ ઃ સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 - -- ૧૮૭ ત્યારે કહ્યું કોણે ? - આ ગૂંચવાડો ચાલ્યો. આ પંદરમી સદીનું, આ સત્તરમીનું એમ જ ચાલે. ભાષા કઈ સદીની એ વિચારણામાં જ પચાસ-સાઠ વરસની જિંદગી પૂરી કરે, પછી ૐ ફુટ્ સ્વાહા તો છે જ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ એવી મજાની ગ્રંથરચના કરી છે કે ઇતર પણ ખેંચાય. દરેક દર્શનવાદીને સત્ય તરફ ખેંચવા એમણે બધું કર્યું છે. ઇતર તથા વિરોધીની પણ “એ માત્ર વસ્તુસ્થિતિના જ યથાર્થ વિવેચક નહોતા' – એમ કહેવાની હામ ચાલે તેમ નથી. એમના થોડા જ સમય પહેલાં આગમો લખાયાં છે. એમણે બધાં આગમો જોયાં. ઇતિહાસ તથા ભાષાનું જ્ઞાન એમને ખરું કે નહિ ? પૂર્વાવસ્થામાં એ પુરોહિત હતા, ચૌદ વિદ્યાના પારગામી હતા અને કોઈ પણ દર્શનનો આદમી કોઈ પણ દર્શનનું સૂત્ર મૂળ ભલે બોલે પણ ન સમજું તો તેનો શિષ્ય થાઉં' - આવો તો એમને અભિગ્રહ હતો. કેવા વિદ્વાન હશે ? જેવા વિદ્વાન હતા તેવા પ્રતિજ્ઞાપાલક પણ પૂરા હતા. એક વખત મંદિરમાં આવીને શ્રી જિનમૂર્તિની મશ્કરી પણ કરનાર એ પુરોહિત હતા ! સાધ્વીની ગાથાનો અર્થ ન સમજ્યા, કે તરત આવીને કહ્યું કે - હું તમારો શિષ્ય.” સાધ્વીએ કહ્યું કે “અમને અધિકાર નથી.” પોતે કહ્યું કે તમે કહો તેનો શિષ્ય થાઉં.” સાધ્વીની સાથે જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા લીધી : અભ્યાસ કર્યો આગમોનું અધ્યયન કર્યું અને અધ્યયનના યોગે અવિચ્છિન્ન પરંપરાએ અખંડપ આવેલાં આગમો આ છે એવી કબૂલાત એ કરે. જ્યારે આજના કંઈ નવું ટીખળ કરે એ શાથી ? દર્શનરૂપ અંકુશ જોઈતો નથી માટે ! સમ્યગ્દર્શન, એ આદમીની બધી જ સ્થિતિને અંકુશમાં આણે છે. દર્શને આવ્યું એટલે ગુણો આવ્યા, લઘુત આવી. એ તો એમ કહેતા કે “અમે કોણ માત્ર ?' ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથ ઉપર ટીકા કરતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવા પણ કહે છે કે “કયાં એ અને ક્યાં અમે ?' આવી લઘુતા આવે કે શાસ્ત્રનો ભાવ ઝટ ગળે ઊતરે. અહંતા આવી કે , કોણ ?' - એટલે ગળે અટકે અને ઊલટી થાય. સમ્યગ્દર્શન આવ્યું એટ૮ આને અનુસરીને ચાલવું પડે છે : આના અનુયાયી થવું પડે છે. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ પણ કહ્યું કે “ભગવાનના શિષ્યો Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ ––––– The સાધુઓએ સિદ્ધાંતનો ક્રમ અખંડપણે ચાલુ રાખ્યો છે.” વરસે વરસે વિચારો બદલાય તો એ ચાલુ રહે ? દેવગુરુને ઓળખો એ કબૂલ : એ પરીક્ષામાં વાંધો નહિ : ન જણાય ત્યાં સુધી અક્કડ રહો, પણ દેવત્વ તથા ગુરુત્વનો નિર્ણય થયા બાદ તો “હું તારો અને મારે ચાલવાનું, પણ હે નાથ ! તારી આજ્ઞા મુજબ જ' - એ જ વાત. તે પછી આડાઅવળા પ્રશ્ન નહિ. પછી તો આજ્ઞા એ જ માર્ગ. જૈનશાસનની આ સ્થિતિ છે. આચાર્યોએ બહુ કર્યું, પણ મૂળ માર્ગને અનુસરીને જ અને એ આ દર્શનના જ પ્રભાવે ! આજના જમાનાને આ પાલવે ? જો ન જ પાલવે તો કહેવું જોઈએ કે ન આવે જ્ઞાનનો ઉદ્યોત, ચારિત્રનો પ્રકાશ કે તપની સુંદર છાયા ! મહાપુરુષોમાં જ્ઞાન, શક્તિ કે વિદ્યાની કમી નહોતી, પણ એક પણ વિદ્યાથી આરંભ-સમારંભની શરૂઆત થઈ? નહિ જ. બેઠાં બેઠાં અમુક પદાર્થો ભેગા કરી સિંહ કે હિંસક પશુ પેદા કરી શકે એવી વિદ્યા હતી. ચૌદ પૂર્વધર એટલે વિદ્યા તથા મંત્ર વગેરેના તો ખજાના જ. આજનાં યંત્રો એ તારકોને નવાં કે સહેલો ? છતાં એમણે આ બધું બનાવ્યું ? કોઈનેય એમણે બતાવ્યું? નહિ જ, કારણ કે એ તારકોનું જ્ઞાન દર્શનવાળું હતું. મર્યાદાવાળી મોટાઈથી કોઈને જ પીડા ન થાય. મર્યાદહીન મોટાઈથી શેરીનાં છોકરાં પણ ભડકે, તો આડોશી-પાડોશીને તો શાંતિ હોય જ શેની? પેલા મહાપુરુષમાં જ્ઞાન હતું પણ સાથે મર્યાદા પણ હતી. એ કહેતા કે પાપ ત્યાજ્ય, વિષયકષાયો ત્યાજ્ય. આ હેય અને આ ઉપાદેય, – એ તારકોના હૃદયમાં લખાયેલું હતું. એ જાણતા બધું પણ કહેવા જોગું જ કહેતા, આપવા જોગું જ આપતા, ન આપવા જોગું ન જ આપતા, સાથે લઈને જ જતા, પણ જેને-તેને આપતા નહિ. આજ તો એક સામાન્ય વાત પેટમાં રાખવી ભારે થઈ પડે. કોઈને વાત કહેવાની મૂર્ખાઈ થઈ અને કહેવાઈ ગઈ તો પણ જો એને કંઈ ભલામણ ન થાય તો તો વખતે ભૂલી જાય, પણ જો એને કહ્યું કે “આ વાત કોઈને કહીશ નહિ.' - તો તો તરત જ જાહેરાત. એ પણ બધાને કહે એમ કે “આ વાત ખાનગી છે. એ તો હું મહારાજ પાસે બેસનાર તે જાણું છું, પણ કોઈને કહીશ નહિ.” આ તો એક દૃષ્ટાંત માત્ર છે. અધૂરી સમજના ને ગંભીરતા વગરનાઓના પેટમાં વાત ટકવી મુશ્કેલ થાય છે. મુદ્દો એ છે કે પૂર્વે વસ્તુ ટકાવવાની તાકાત હતી, કારણ કે મર્યાદા હતી. આજ તો ભણેલો પોતે પોતાને પચાસ જગ્યાએ વિદ્વાન ન કહે, તો એને શાંતિ ન થાય. આચાર્યોને તથા સાધુઓને મૂર્ખ કહેતાં આજના એ ભણેલાઓ આંચકો Page #249 -------------------------------------------------------------------------- ________________ 17 – ૧૨ : સમગ્દર્શન એટલે અંકુશ - 49 – ૧૮૯ ન ખાય. એ તો કહે કે “હું ભણેલો, કાયદો ને ભાષા બધું હું જાણું, સાધુઓ સમજે છે શું ?' વિદ્વત્તાના અજીર્ણની માત્રા વધી એનું જ એ પરિણામ છે. ચોરી કેમ થાય, જૂઠું કેમ બોલાય, પાપ કેટલા પ્રકારે થાય, એ બધું વર્ણન શાસ્ત્રમાં છે : શા માટે ? બચવા માટે ! આ વાંચે અને બચે એ શાથી ? સમ્યગ્દર્શનના જ યોગે ! દર્શન ન હોય તો તો સત્યાનાશ જ કાઢે. દર્શન એમ કહે કે “આ જાણવાનું પણ આદરવાનું નહિ.” પણ જો દર્શન વગરનાને અપાય તો તો એ એનો અમલ જ કરે. “બે ચીજ ભેગી થવાથી અમુક પ્રાણીઓ પેદા થાય' - એ જાણીને સમ્યગ્દર્શનવાળો તો ભૂલેચૂકે પણ એ પદાર્થો ભેળા ન થાય એની કાળજી રાખે, ભેળા થતા જાણે તો આઘા કરે. અને દર્શન વગરનો તો ઇરાદાપૂર્વક લાવીને ભેળાં કરે અને જ્યાં ત્યાં જીવ ઉત્પન્ન કરે. એમ કરવાના અખતરા કરે અને ઉપરથી જોવા-જાણવા માટે કરેલા પાપમાં વાંધો શો ?' - એમ પણ કહે. દર્શનહીન જ્ઞાનથી જ આવી બુદ્ધિ પેદા થાય છે. સભા દર્શનહીન જ્ઞાનવાળાનું ધાંધલ આગળ વધે તો? વસ્તુના મર્મને નહિ સમજનારનો ઉધમાત ત્યાં જ શમે. શાસ્ત્ર કહે છે કે કોઈ કોઈ કાળમાં એમ થાય, પણ એનું જીવન ચોમાસાના અળસિયા જેટલું જ. પાણી ટપટપ થાય ત્યાં સુધી અળસિયું જીવે અને સૂર્યનો તાપ નીકળ્યો કે ખલાસ થાય. તમને વસ્તુ સમજાવવા આ કહેવું પડે છે કે દર્શન વિનાનું જ્ઞાન આ કોટિનું છે. દર્શનનો પ્રભાવ સર્વત્ર પ્રવર્તે છેઃ | દર્શનવાળા હોય તેને બોલવામાં-ચાલવામાં વિચાર હોય, પણ દર્શન વિનાનાને તો બારેય ભાગોળ ખુલ્લી જ હોય છે : દર્શન વિનાનું જ્ઞાન એ વસ્તુતઃ જ્ઞાન નથી. જ્ઞાન, ચારિત્ર અને તપ દર્શનધારીને જ સફળ થાય, દર્શન વગરનાને સફળ તો ન થાય પરંતુ વખતે હાનિકર્તા પણ થાય. આજના જમાનાને દર્શન કેમ નથી ગમતું? તે અંકુશ મૂકે છે માટે ! જ્ઞાન, ચારિત્ર અને તપ એ તો અલંકાર છે. એ સૌને ગમે. કોને ન ગમે? પણ આમ હાથ જોડીને, માથું નમાવીને ઊભું રહેવું એ કોને ગમે ? દર્શનથી નમવું પડે. અલંકારો પહેર્યા છતાં પણ નમવું પડે. દર્શન એટલે નમાવનાર. શ્રી ઇંદ્રભૂતિજીમાં પહેલાં અભિમાન હતું, પણ ભગવાનને જોયા અને વિશેષતા જોઈ એટલે નમી પડ્યા. ત્યાં એમને અભિમાન આડે નહોતું આવતું. Page #250 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ શાસનમાં પહેલા નંબરે ભગવાન શ્રી ગૌતમસ્વામીજી ગણધરદેવ : એ પણ હાથ જોડીને ઊભા રહે : એ દર્શનના જ પ્રભાવે. ભગવાન પાસે આવ્યા પછી ત્રીસ વર્ષમાં એક દિવસ એવો છે કે પ્રભુની આજ્ઞા સામે એમણે પ્રશ્ન કર્યો ? શાન તો ચાર હતાં, તે છતાંય શ્રી આનંદ શ્રાવકની સાથે અવધિજ્ઞાનના વિષયમાં મતભેદ પડ્યો. આનંદ શ્રાવકે એમ ન કહ્યું કે ‘તમે ખોટું કહો છો’ - પણ કહ્યું કે ‘આપ એમ કહો છો તે ઠીક હોય તો પણ હું તો નજરે જોઉં છું' ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ કહ્યું કે ‘ભગવાનને પૂછી આવું.' પોતાને ચાર જ્ઞાન હતાં, ઉપયોગ કરી શકે તેમ હતું, પણ પ્રભુ માથે હોય ત્યાં સુધી ઉપયોગ કરવાની જરૂર શી ? આવીને પૂછ્યું પણ એ કે ‘ભગવન્ ! સાચો આનંદ કે હું ?' ભગવાને કહ્યું કે ‘આનંદ સાચો : મિચ્છા મિ દુક્કડં દો !' તરત ત્યાં ગયા : મિચ્છા મિ દુક્કડં દીધો : અને કહ્યું કે ‘ભગવાન કહે છે કે, તું સાચો.' જ્ઞાન ચાર ધરાવે છે : શ્રુતજ્ઞાન સંપૂર્ણ તથા સર્વ અતિશયવાળું : શ્રુતકેવલીને શ્રી ગણધરદેવ જેવું જ્ઞાન નહિ. ચારિત્ર અપ્રમત્ત જેવું : તપ છટ્ઠને પારણે છઠ્ઠ કરતા : તે છતાં આજ્ઞા આગળ એ પણ શિર ઝુકાવતા. ભગવાન દેશના દે ત્યારે સામે હાથ જોડી પૂછતા. સાંભળે પણ ઊભે પગે બેસીને : તેવી જ રીતે શ્રી ગણધરદેવના શિષ્યો પણ શ્રી ગણધ૨દેવ પાસે તેમ જ વર્તે. આ બધું દર્શનના પ્રભાવે ! આજના ભણેલા તો શું ઇચ્છે ? આચારાંગ વંચાય છે એમ જાણે, એટલે કહે કે ‘ઘેર ભાષાંતર છે, જોઈ લઈશ, સંસ્કૃત પણ જાણું છું' - વગેરે કહે ! આ મહાપુરુષો તો જાણતા, અરે બનાવનાર પોતે છતાં સાંભળે. શ્રી ગણધ૨દેવો તો દ્વાદશાંગીના બનાવનારને ? ભગવાન એની એ વાત કહે, તે છતાં પણ એ માનતા કે રાગાદિરહિતના મુખકમલમાંથી નીકળતા એના એ શબ્દોમાં પણ ‘અમારા કરતાં કેઈ ગુણી અનુપમતા હોય.’ દર્શન આ ભાવના લાવે. ગણધરદેવો જાણે છે બધું, પણ શ્રોતાઓને અધિક પ્રતીતિ કરાવવા પૂછે છે. શ્રી ગણધરદેવો પણ હાંદશાંગી રચનાર પોતે છતાં દેશના રોજ સાંભળતા. ૧૯૦ ન સભા : કેવળજ્ઞાની ભગવાને પોતે એ દ્વાદશાંગી કેમ ન બનાવી ? જૈનશાસનનો તો કલ્પ જ એવો છે કે ગણધર જેવા સર્વોત્તમ શિષ્યો જ સૂત્રરૂપે રચના કરે. અને નિશ્ચિત થયેલ કલ્પમાં પ્રશ્ન પણ ન હોઈ શકે. 718 સભા : ગણધર તો છદ્મસ્થને ? પણ ભગવાને અર્થરૂપે આપી અને એમણે ઝીલી. ત્રણ પદ ભગવાને કહ્યાં, તે ઉપરથી દ્વાદશાંગી શ્રી ગણધરદેવોએ રચી. એમની દૃષ્ટિ બહારની તો નહિ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 જ ને ? એમણે કબૂલ રાખી. ફે૨ફા૨ હોત તો કહેત. શ્રી ગણધ૨દેવોએ સંતાડી તો નહોતીને ? સંતાડે તો પણ ભગવાન શ્રી મહાવીરદેવ જેવાથી કચાં સંતાડે ? સભા : આજ તો આચાર્યોને લહિયા કહે છે. 719 ૧૯૧ કબૂલ, લહિયા પણ કોના ? ભગવાન શ્રી મહાવીરદેવના જ ને ? એમાં વાંધો પણ શો ? સાચી વાત એ છે કે દર્શનવાળાથી તો લહિયા જ થવાય : કારણ કે પ્રભુએ કહેલી જ વાતો માત્ર અને તે વાતો પણ તે જ સ્વરૂપે ઉચ્ચારી શકાય. એથી બીજું બોલનાર એ તો આ શાસનનો દ્રોહી : એથી લેખક બનવા કરતાં તો આના લહિયા બનવામાં જ કલ્યાણ છે. બાકી એવાઓ તરફથી આવું તો અવજ્ઞા જ કરવા ખાતર કહેવાય છે, એ યાદ રાખવાનું છે. દર્શન વિનાના જ નહિ, પણ દર્શનના વિરોધી આદમીઓ એમને લહિયા તો શું પણ મજૂર, સ્વાર્થી, વેઠિયા, પ્રપંચી વગેરે બધું જ કહેશે. દર્શન વિનાનું એટલે મિથ્યાત્વથી વ્યાપ્ત થયેલું, એટલું જ નહિ પણ વિરુદ્ધ ભાવને પોષતું જ્ઞાન લાહ્ય જ લગાડે. જો લાહ્ય ન લગાડે તો એ ભયંકર અજ્ઞાન શાનું ? જેમ વ્યવહારમાં કહેવાય છે કે છાશમાં માખણ ન જાય તો ફુવડ શાની ? સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનવાળાને માબાપ ઉપર પણ પ્રેમ હોય ? નહિ જ, એને તો શક્તિ ન હોવા છતાંય બાપ કરતાં પોતાને વધારે ડાહ્યો કહેવરાવવાની ભાવના હોય. સાધુઓને અને પૂર્વાચાર્યોને લકીરના ફકીર, પુરાણપાઠી, વગેરે બધું કહે ત્યારે એને આનંદ આવે. દર્શન વિનાનું જ્ઞાન શું શું કરે તે બતાવાય છે હોં ! બાકી દર્શનવાળો તો જ્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જુએ, આશા અનુસાર તપ, ત્યાગ અને પ્રભુમાર્ગને અનુસરવાપણું જુએ, ત્યાં શિર જ ઝુકાવે. દર્શન આવ્યું એટલે જ્ઞાન, વિનયાદિ ગુણો, લઘુતા એ બધું જ આવે. શ્રી ગણધરદેવના શિષ્યો પણ એમની પાસે ઊભે પગે બેસે - હાથ જોડે, સૂત્ર ભણતી વખતે તપ કરીને વિગઈ તજીને બેસે અને પગમાં માથું મૂકે, ત્યારે જ્ઞાન પરિણમે. આજના વિદ્યાર્થી તો કહી દે કે ‘શિક્ષક એટલે પગારદાર નોકર, આપણે કહીએ તેમ એ વર્તે, આપણા ઉપ૨ એને હક્ક નથી : અમે બધા પ્રોફેસરના ભાઈબંધ !' પૂર્વે એ ભાવના હતી કે શિક્ષકને મરતાં સુધી ન ભૂલે – ગમે તે સ્થિતિમાં પણ એનું સન્માન કરે - હોદ્દા પર હોય તો ત્યાંથી ઊઠીને પણ સન્માન કરે. આ મર્યાદા હતી. આજે મર્યાદા વગરનું જ જ્ઞાન છે માટે આ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 20 બધું ગયું અને આવી ભાવના થઈ. બૂટ પહેરીને આજે વંચાય એ તો ઠીક, પણ એને પાપ પણ ન માને ! આપણો મુદ્દો એ છે કે દર્શનના ઉદ્યોત વગર જ્ઞાનનો ઉદ્યોત ન થાય કે ન ટકે ! દર્શનના ઉદ્યોત વગરનો જ્ઞાનનો ઉદ્યોત જેનામાં થાય, એ વસ્તુતઃ જ્ઞાની નથી પણ જ્ઞાનનો વૈરી છે. મુનિના સહવાસમાં આવનારને પ્રભુમાર્ગમાં રત બનાવવા એ મુનિની ફરજ છે. લોક ગમે તે કહે તેની દરકાર ન હોય. મારી પાસે કલ્યાણની ભાવનાએ વિશ્વાસ રાખીને આવનારને હું વસ્તુ ન સમજાવું અને છૂપાવું તો મને પણ કલંક છે, માટે મારે યથાશક્તિ સત્ય ઠસાવવા પ્રયત્ન કરવો જોઈએ ને ? વિદ્વાન આદમીને યોગ્ય વિદ્વાન પાસે નમતાં શરમ ન જ આવે. સમ્યગ્દષ્ટિ શિર ક્યાં ઝુકાવે ? શ્રી અરિહંતદેવ તથા તેમની આજ્ઞામાં ચાલતા નિગ્રંથ મુનિઓ તથા ધર્મીઓ પાસે ! બીજે તો એ શિર ન જ ઝુકાવે. ભલે દુનિયા અભિમાની કહે એની એને પરવા ન હોય. આથી સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માને મુક્તિ તથા તેનું અસાધારણ કારણ ચારિત્ર, આ બે ચીજ જ ખેંચે. બીજે દૃષ્ટિ ખેંચાય તો પાપ માને અને એ પાપની સવાર-સાંજ આલોચના કરે. દૃષ્ટિ મોક્ષ તથા સંયમ તરફ જ વહેતી કરે અને બીજે અંકુશમાં રાખે. દૃષ્ટિ ચળે તો પાપ માને અને એ પાપની સવાર-સાંજ આલોચના કરે – પસ્તાવો કરે, એ કેવું મજાનું લક્ષ્ય છે ? લોકનો સાર ધર્મ, ધર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ અને સંયમનો સાર નિર્વાણ ! લોકનો સાર ધર્મ એટલે દર્શન. દર્શન એટલે જિનાજ્ઞા પર શ્રદ્ધા - જિનાજ્ઞા એ જ ધર્મ - જિનાજ્ઞાની રુચિ એ જ દર્શન - એમાં જ્ઞાન આવી જ ગયું અને જ્ઞાનથી સંયમ આવે : સંયમ આવ્યું એટલે મોક્ષ હથેળીમાં. એક સમયનું જ કામ. સંપૂર્ણતયા સંયમ આવ્યું એટલે સાત રાજલોક ઊંચે રહેલ મોક્ષમાં જવાનું માત્ર એક સમયનું જ કામ ! પૂરું સંયમ ન આવે ત્યાં સુધી તો સર્વાર્થસિદ્ધ સુધી જઈને પણ પાછું જ આવવું પડે છે. ચૌદમે ગયા એટલે કર્મ ગયાં અને તે જ સમયે મોક્ષ. માત્ર એક જ સમયનું કામ. કર્મમળ ગયો એટલે પહોંચતાં વાર શી? સંયમ એ મુક્તિનું કારણ ? જ્ઞાન એ સંયમનું કારણ ? જ્ઞાનનું કારણ દર્શન. જે જ્ઞાનના યોગે સંયમની નિંદા કરે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન ! જ્ઞાનીની, એના આગમની મશ્કરી કરે તે જ્ઞાની કહેવાય ? એનું જ્ઞાન તે જ્ઞાન કે અજ્ઞાન ? Page #253 -------------------------------------------------------------------------- ________________ – ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 – ૧૯૩ સભા : અજ્ઞાન. તમે કહો છો હોં ! હું ભેગો ભળીશ. તમે સમજ્યા છો તેની આ જાહેરાત થાય છે, પણ જેવું અહીં બોલો છો તેવું બહાર, બજારમાં, બધે જ બોલતા થાઓ તો જ એ બરાબર જગ્યું કહેવાય. સમ્યગ્દર્શન જાય તે પહેલાં મરણ આવે એ જ સારું. ક્ષત્રાણીઓ અંબોડામાં ખંજર રાખતી. વિષમ પ્રસંગે શિયળ સાચવવા પ્રયત્ન કરતી પણ જો શિયળધર્મ જવાનો વખત આવે તો છાતીમાં ખોસી મરી જતી. આપણે પણ દર્શન જતું હોય તો દર્શન જતાં પહેલાં મરવામાં વાંધો છે ? દર્શન જતાં પહેલાં મરવું એ સારું. વ્યવહારમાં પણ આબરૂ જતાં પહેલાં ઘણા ઝેર ખાય છે. એ મોહજન્ય હોઈ ત્યાં આપઘાત છે. ધર્મ જાય તે પહેલાં મરવું તે આપઘાત નથી. જે શરીરના મમત્વ ખાતર ધર્મ વેચે તેનામાં ધર્મ શી રીતે ટકે ? ધર્મનાં પરિણામ આવવાં પણ કઠણ. ધર્મ જાય તે પહેલાં મરવાની ઇચ્છા એ આપઘાત નથી. શ્રી કલ્પસૂત્રમાં સાંભળ્યું એ યાદ છે ને ? વ્રતભંગ કરવા કરતાં અગ્નિમાં પડીને મરવું સારું. આથી હવે સ્પષ્ટ થયું કે ચારિત્ર, તપ, અને જ્ઞાન જો દર્શન હોય તો જ સફળ છે. એ દર્શન જતાં પહેલાં ઘર, પૈસો, કુટુંબ અને ખોખું (શરીર) પણ છોડવું પડે, તો તે છોડવામાં કશી જ હરકત કે હાનિ નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૩: શ્રતનું અવલંબન એ જ એક આધાર : 50 • અહિંસાનું પાલન ક્યારે થાય ? ૦ અન્યલિંગે સિદ્ધ કેમ થવાય છે ? • ગુરુ વિનાનાથી શિષ્ય ન બનાવાય ! • શ્રુતજ્ઞાન એ જ આધાર : • જેવી યોગ્યતા તેવી આજ્ઞા : • વિરતિ પ્રભુના ઘરની અને અવિરતિ મોહના ધરની ! • શુશ્રુષા : • ધર્મરાગ : • વૈયાવચ્ચ : વિષયઃ સમત્વમાં સ્થિરતા. શ્રુતજ્ઞાનના આધારે શાસન ચાલે. ત્રીજા ભાગના આ અંતિમ પ્રવચનમાં પૂજ્યપાદશ્રીજીએ ઘણા વિષયો આવરીને પૂર્વનાં અનેક પ્રવચનોનું સારભૂત અવતરણ જ જાણે કર્યું છે, છતાં નવા અનેક પ્રશ્નોનાં પ્રેરક સમાધાનો શાસ્ત્રાધારે રજૂ કર્યા છે જે ખૂબ જ ચિત્તાકર્ષક છે. જ્ઞાનનું ફળ - આશ્રવથી દૂર રહેવું અને સંવરની સેવા કરવી આ મુદ્દાથી શરૂ કરી શાસ્ત્રાજ્ઞાના અમલ માટે “લોક'નો વિજય આવશ્યક, એ માટે પરીષહજય જરૂરી, એ માટે સમ્યક્ત્વની શુદ્ધિ અનિવાર્ય વગેરે જણાવી સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ જ સારભૂત કેમ લાગે તેની વિચારણા કરી એ માટે કાલસૌકરિક કસાઈના ધર્મી પુત્ર સુલસનું દૃષ્ટાંત આપ્યું. આગળ વધી “વસ્તુ સ્વભાવ એ ધર્મ' એવી ધર્મની વ્યાખ્યા કરી તે સ્વભાવ પ્રગટ કરવા મેળવાય તે જ્ઞાન એમ જણાવ્યું. વચ્ચે અન્ય લિગે સિદ્ધ થનારા વલ્કલચીરીનો દાખલો પણ આપ્યો. છેવટે ગુરુ કોણ થઈ શકે ? શાસન મૃતથી જ શા માટે ચાલે, સ્થાપના નિક્ષેપાની અનિવાર્યતા, ભૂમિકા મુજબ આજ્ઞા વગેરે વાતો સાથે પ્રવચન પૂર્ણ કરવામાં આવ્યું છે. મુલાક્ષાગૃત • જીવ-અજીવને જાણવાનું એક જ માત્ર ફળ હોવું જોઈએ અને તે એ કે આશ્રવથી આઘા રહેવું તથા સંવરની સેવા કરવી. કોઈ માર-માર કરતો આવે ત્યાં મક્કમ રહેનાર નીકળે, પણ નમતો આવે ત્યાં મક્કમ રહેવામાં ઘણા વાંધા. સામાન્ય રીતે ત્યાં ઢળતાં વાર ન લાગે : માટે કહ્યું કે પ્રતિકૂળ કરતાં અનુકૂળ ઉપસર્ગ ભૂંડા છે. • જ્ઞાની જ્યાં ‘પાપ' કહે ત્યાંથી એક વાર તો કલ્યાણ કાંક્ષી આત્મા પાછો હઠે જ. • પરંપરાએ પણ જે મુક્તિ ન આપે તે સંયમ શાનું ? ગુણોના ઢગલામાંથી ગુણ ન લેવાય તેનાથી હજારો દુર્ગુણોમાંથી ગુણ શી રીતે પમાય ? ૦ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને માથે ગુરુ હોય તેને જ શિષ્ય કરવાનો અધિકાર છે. • શાસન શ્રુતજ્ઞાનના આધારે છે, નહિ કે કેવળજ્ઞાનના આધારે ! • આકૃતિ એ ભાવનાની વધુ ઘાતક છે. નામમાં તો ગુણો સંભળાય, પણ આકૃતિમાંથી તો ગુણોની ધારા છૂટે. • જ્ઞાનીઓ પણ મર્યાદા પાળે છે, કારણ કે એ સર્વોત્તમ મર્યાદામાં જ જગતનું કલ્યાણ છે. • વ્યવહારમાં રહેલો આત્મા કેવળ નિશ્ચયને વળગે, તો તેનું મુનિપણું વગેરે પણ ચાલ્યું જાય. • સમ્યક્ત્વની વાત તો મિઠ્ઠી છે, પણ તેને પાળવું એ મુશ્કેલ છે. • વિરતિ એ ભગવાનના ઘરની અને અવિરતિ એ મોહના ઘરની. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધારઃ અહિંસાનું પાલન ક્યારે થાય ? આપણે આ શ્રી આચારાંગ સૂત્રનાં પ્રથમનાં જે પાંચ અધ્યયનો છે, તેનો પહેલા સાથે બીજાનો, બીજા સાથે ત્રીજાનો, ત્રીજા સાથે ચોથાનો અને ચોથા સાથે પાંચમાનો જે સંબંધ છે તે જોઈ આવ્યા પહેલા શ્રી શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયનમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય વગેરેમાં જીવો છે તે સિદ્ધ કરીને એમ પણ દર્શાવ્યું છે કે પરસ્પર તે તે જીવો શસ્ત્રરૂપ છે અને જીવોના વધથી આત્મા સંસારમાં રખડાવનારાં કર્મોથી બંધાય છે, તથા વધથી વિરામ પામેલો આત્મા કર્મના બંધથી અટકે છે, તે પણ બતાવ્યું. એમ કરીને પહેલા અધ્યયનમાં ચાર તત્ત્વોનું નિરૂપણ કર્યું, જીવ, અજીવ, આશ્રવ તથા સંવર : જીવ તથા અજીવને જાણવાનું એક જ માત્ર ફળ હોવું જોઈએ અને તે એ કે આશ્રવથી આઘા રહેવું તથા સંવરની સેવા કરવી. એ માટે રાગાદિ કષાયલોક તથા શબ્દાદિ વિષયલોકનો વિજય કરવો જોઈએ, તે બતાવવા બીજું અધ્યયન લોકવિજય' નામનું કહ્યું. વિષય-કષાયરૂપ લોક કહેવાથી એની એટલે વિષય અને કષાયની સામગ્રી પૂરી પાડનાર સ્વજનાદિ પરિવાર તથા ધન-ધાન્યાદિ પરિગ્રહ પણ એમાં આવી જાય છે. કષાયનું કારણ મોહ, મોહનું કારણ વિષયાભિલાષા અને વિષયાભિલાષાનું કારણ વિષયને પોષનાર સામગ્રી : એનો વિજય ન થાય ત્યાં સુધી જે રીતે થવું જોઈએ તે રીતે આશ્રવથી આઘા ન થવાય અને સંવરની સેવા ન થાય. આખા સંસારનો વિજય કરવાની ઇચ્છાવાળાએ સૌથી પહેલી તરાપ વિષયની સામગ્રી પર મારવી જોઈએ. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સંસાર છૂટવાનો નથી અને મુક્તિ મળવાની નથી. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી કર્મ ખસવાનાં નથી પણ વધવાનાં છે : જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી કષાયો દૂર થવાના નથી : જ્યાં સુધી વિષયાભિલાષા છે ત્યાં સુધી મોહ દૂર થવાનો નથી : તેમજ જ્યાં સુધી વિષયની સામગ્રી છે ત્યાં સુધી વિષયાભિલાષા મટવાની નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ વિષયની સામગ્રીમાં ઘરબાર, કુટુંબ-પરિવાર, ધનધાન્ય, - બધું આવી ગયું સમજવું. એની મૂર્છા ૫૨ જો કાપ મુકાય તો જ તેની અભિલાષા મટે. આથી આ ઘોર દુ:ખમય સંસારથી છૂટવાની ભાવનાવાળાએ સૌથી પહેલી તરાપ વિષયની સામગ્રી ઉપર મારવી જોઈએ. જ્યાં સુધી ત્યાં તરાપ ન મરાય, ત્યાં સુધી આશ્રવથી દૂર ન રહેવાય અને સંવરમાં ન ટકાય, માટે જે રીતે થવું જોઈએ તે રીતના સાચા અહિંસક બનવા માટે જીવોના ઘાતથી બચવા માટે લોકવિજય કરવો જોઈએ. લોકની વાતમાં ‘હાજી હા’ ભણવાથી ‘શસ્ત્રપરિજ્ઞા’ અધ્યયનમાં કહેલી આજ્ઞાનો અમલ ન જ થાય. પણ એ નથી ભૂલવા જેવું કે ‘લોકવિજય' કરવા તૈયાર થનારની સામે અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોની પરંપરા તૈયાર જ હોય છે. જે એને જીતે - એ ઉપસર્ગોની હયાતીના વખતે મક્કમ રહે, તે જ ‘લોકવિજય’ સાધી શકે, માટે ત્રીજું અધ્યયન ‘શીતોષ્ણિકા’ નામનું કહ્યું. શીત એટલે અનુકૂળ અને ઉષ્ણ એટલે પ્રતિકૂળ ઉપસર્ગનું વર્ણન આ અધ્યયનમાં છે. એવા સાનુકૂળ ને પ્રતિકૂળ ઉપસર્ગોના પ્રસંગે મક્કમ રહેવાનું આ અધ્યયનમાં શિક્ષણ છે. 724 જીવાજીવનું સ્વરૂપ જાણ્યા વિના અને એકેન્દ્રિયાદિમાં શ્રદ્ધા થયા વિના, સાચા અહિંસક બનવાની પ્રવૃત્તિ થઈ શકે નહિ અને વાસ્તવિક રીતે હિંસાથી બચી શકાય નહિ, માટે પહેલા અધ્યયનમાં જીવ-અજીવનું સ્વરૂપ નિરૂપણ કરી તેની હિંસાથી બચવાનું કહ્યું અને એટલા માટે જ ‘લોકવિજય' કરવાનું બીજા અધ્યયનમાં કહ્યું. ‘લોકવિજય' પ્રસંગે અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ આવે તેમાં મક્કમ રહેવાનું ત્રીજા ‘શીતોષ્ણિકા' નામના અધ્યયનમાં કહ્યું : કેમ કે ‘લોકવિજય’ની પ્રવૃત્તિ શરૂ થઈ કે ઉપસર્ગની હારમાળા ખડી થવાની. પ્રતિકૂળ ઉપસર્ગ કરતાં પણ અનુકૂળ ઉપસર્ગ ભૂંડા. કોઈ ગાળો દે એ પરીષહ : પણ ગાળો સહેવાની તાકાત હજુય પ્રયત્નથી આવી જાય, પણ સામો માણસ જો પ્રશંસા કરે તેમાં માન ન આવે એ બહુ કઠિન ! છોકરો ઉપવાસ કરવા માંડે એને ધમકાવે કે ‘બેસી જા, કર્યો ઉપવાસ !' - તો કદાચ એ મજબૂત પણ થાય અને કહે કે ‘કરવાનો જ.’ પણ - ‘ભાઈ ! તારું શરીર સારું નથી : તું નહિ કરી શકે.’ - એમ કહે તો પેલો પ્રાયઃ ઢીલો થાય. આ અનુકૂળ ઉપસર્ગ. સંયમના અર્થીને કહેવામાં આવે કે ‘લે તો ખરો, જોઈએ છીએ કેવી રીતે સંયમ લે છે ?’ Page #257 -------------------------------------------------------------------------- ________________ 725 - ૧૩: શ્રતનું અવલંબન એ જ એક આધાર : - 50 – ૧૯૭ - તો તો પેલો મજબૂત થાય, પણ એમ કહે કે “ભાઈ ! તું તો અમારો આધાર છે, તારા વગર ક્ષણ પણ નભે તેમ નથી, તું અમારે એકનો એક જ છે, તારાથી તો અમે જીવીએ છીએ.” - તો પેલો પણ કદાચ ઢીલો થાય. આ અનુકૂળ ઉપસર્ગ છે. કોઈ “માર-માર’ કરતો આવે ત્યાં મક્કમ રહેનાર નીકળે, પણ નમતો આવે ત્યાં મક્કમ રહેવામાં ઘણા વાંધા. સામાન્ય રીતે ત્યાં ઢળતાં વાર ન લાગે : માટે કહ્યું કે પ્રતિકૂળ કરતાં અનુકૂળ ઉપસર્ગ ભૂંડા છે. એ બેય પ્રકારના ઉપસર્ગોમાં સ્થિર ક્યારે કહેવાય ? પ્રભુની આજ્ઞામાં સ્થિરતા હોય તો ! પ્રભુની આજ્ઞામાં જ આત્મકલ્યાણ છે, એમ દૃઢ નિશ્ચય હોય તો ! જેના હૃદયમાં “પ્રભુનું કહેલ વાજબી છે કે નહિ, અત્યારે યોગ્ય છે કે નહિ” – આવી શંકા હોય તે તો સ્વયં પડેલો જ છે. એ ઉપસર્ગ વખતે ટકે એવી આશા પણ કેમ રખાય ? “એકેન્દ્રિયાદિક જીવો છે, એની હિંસાથી આશ્રવ થાય છે અને એ હિંસાથી વિરામ પામવાથી સંવર સેવાય છેઆ વસ્તુને હૃદયમાં ઉતારી, તે વસ્તુને અમલમાં મૂકવા માટે આત્માને બંધનથી ખસેડવો જોઈએ. બંધનો માત્ર આત્માને હિંસામાં જોડનારાં છે, હિંસાની દિશામાં વધુ ને વધુ પ્રેરણા કરનારાં છે. કાલસીરિક કસાઈ, કે જે અભવી જીવ છે, જે રોજ પાંચસો પાડા મારતો અને મરીને જે સાતમી નરકે ગયો છે, તેના પુત્ર સુલસે જો લોકવિજય' ન કર્યો હોત, એટલે કે કુટુંબીઓ ઉપરની મમતા ન તજી હોત, તો તે તેટલા પ્રમાણમાં પણ અહિંસક બની શકત નહિ, એ તદન ખુલ્લી બીના છે. કળધર્મ અંગીકાર કરવાનો સુલસને આખા કુટુંબે આગ્રહ કર્યો પણ જે સુલસે પોતાના પિતાની પીડા - કહોને કે પાપનું ફળ - પ્રત્યક્ષ જોયું છે, તેથી તે આગ્રહને સુલસે માન્યો નહિ. કુટુંબીઓએ ઘણી રીતે સમજાવ્યો : “દુઃખમાં, ભવિષ્યની દુર્ગતિમાં ભાગ લઈશું' એમ પણ જણાવ્યું ! છતાં શ્રી સુલસ અડગ જ રહ્યો. જો “લોકવિજય” ન કરત, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગમાં ટકવાની તાકાત ન હોત, પ્રભુએ બતાવેલી અહિંસા ઉપર પૂરી દૃઢતા ન હોત, શ્રી અભયકુમારની સલાહનો પૂરો વિશ્વાસ ન હોત, ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા સિવાયનું બીજું કાંઈપણ શ્રી અભયકુમાર સલાહરૂપે કહે જ નહિ એવી દઢ પ્રતીતિ ન હોત, તો તુલસ અડગ ન રહેત પણ જરૂર ઢીલો થાત : કુટુંબીઓની દયામાં – પરંપરાની ક્રિયામાં ઝંપલાવતાં એને વાર ન લાગત : પણ એને આત્મકલ્યાણ ખાતર કુટુંબની અપ્રીતિની પરવા નહોતી ! માર્ગમાં ઢીલા ન થવાનો એનો નિર્ણય હતો. અને માટે જ એ મક્કમ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - રહ્યો. કાયમ મક્કમ રહેવા માટે પોતે પોતાના પગ પર કુહાડો માર્યો અને એથી જ શ્રી અભયકુમાર પણ ઘેરથી દોડી આવીને એને ભેટ્યો. ભેટીને કહ્યું કે “આવા સંયોગોમાં પણ દઢ રહેનારા તારા જેવો કોક જ! આનું નામ ગુણ અને આનું નામ ગુણાનુરાગ. શ્રી સર્વશદેવનાં વચનોમાં શ્રદ્ધા ન હોય તો અહિંસા તથા ધર્મમાં ટકાય નહિ. ગમે તેવા સંયોગોમાં કુટુંબની કે કોઈની પાપકારિણી આશા તો ન જ મનાય ? અને તો જ સાચા અહિંસક બનાય. હિંસાની પ્રેરણા કેટલી ? દરેક પ્રવૃત્તિ હિંસાની જ ને ? એટલે હિંસાની આજ્ઞા અને સલાહ તો ચાલુ જ છે : માટે આત્મા પોતાના નિશ્ચયમાં સ્થિર બને તો જ બચાય. જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા હોય, દઢતા હોય, માર્ગ પાળવામાં ચુસ્તતા હોય, તો જ “શસ્ત્રપરિસ્સામાં બતાવેલી અહિંસાનું બરાબર પાલન થઈ શકે. સમ્યત્વની તાકાત : સમ્યક્ત્વ આવ્યા બાદ એની દૃષ્ટિ કયાં ખેંચાય ? લોકમાં સારભૂત વસ્તુ કઈ છે તે જ એ જુએ. સમ્યગ્દષ્ટિ આત્મા અસાર મૂકે અને સાર લે: અસાર લેવું પડે તો પણ તે કંપતે હૃદયે જ છે, પણ લેવું જોઈએ એવી પુષ્ટિ તે ન કરે. સમ્યગ્દષ્ટિ એટલે સારગ્રાહી અને એથી તે આત્મા અસારથી બને તેટલો આઘો જ રહે. અસારમાં જવું પડે તો પણ એને અંતે ખોટું જ માને અને એને ખોટા તરીકે જ જાહેર કરે. સમ્યગ્દષ્ટિને એક ધર્મ જ સારભૂત દેખાય. ગ્રાહ્ય તરીકે ધર્મ સિવાય એની દૃષ્ટિ બીજે ન જ ખેંચાય. વિચારો કે આ દશામાં જીવન કેવું હોય ? એને અનીતિ-પ્રપંચ-પાપ ઓછું કરવાનું કહેવું પડે ? એને પાપને પાપ સમજાવવાની બહુ મહેનત કરવી પડે ? કોઈ જ્ઞાની એને “પાપ” કહે તો તે તરત જ ત્યાંથી પાછો હઠવા પ્રયત્ન કરે. એ વસ્તુમાં એ તર્ક-વિતર્ક ન કરે. શાની જ્યાં “પાપ” કહે ત્યાંથી એક વાર તો કલ્યાણકાંક્ષી આત્મા પાછો હઠે જ. હોઠ સુધી આવેલા દૂધના પ્યાલામાં ઝેર હોવાનું કોઈ કહે તો પ્યાલો આપોઆપ જ હાથમાંથી પડી જાય ને ? હેઠો મૂકવો પણ ન પડે, કારણ કે ઝેર પ્રાણનાશક છે એવી ખાતરી છે પણ પાપને માટે એવી ખાતરી નથી એને જ લઈને પાપપ્રવૃત્તિઓ વધતી જાય છે ને ? રખે ઝેરની સુગંધીથી પણ મરાય નહિ, - માટે પ્યાલો ભલે ફૂટે, જગ્યા ભલે બગડે તેની ચિંતા નહિ, પણ પ્યાલો હાથમાંથી Page #259 -------------------------------------------------------------------------- ________________ rzi – ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધાર - 50 – ૧૯૯ પડી જ જાય. પણ “ઝેર કયાં ? બતાવ તો જ મૂકું નહિ તો પીવાનો જ’ – એવો આગ્રહ ત્યાં નહિ. અરે, ખાતરી થાય કે દૂધમાં ઝેર નથી, તો પણ ધરખે કદાચ - એમ માની એ દૂધ તો ન જ પીએ. ભલે એ અરધો શેર દૂધ નકામું જાય. પાપની વાતમાં એ જ રીતે સમ્યગ્દષ્ટિને તર્ક-વિતર્ક હોય જ નહિ. સમ્યગ્દષ્ટિનું આ સ્વરૂપ છે. એને પાપનો ભય છે. આ સ્વરૂપમાં જેટલો વાંધો તેટલો જૈનશાસનમાં રહેવામાં વાંધો. એથી જ આ સમ્યગ્દર્શન આજના ઉદ્ઘખલ અને વિલાસી જગતને નથી રૂચતું. સમ્યગ્દર્શન રૂપું, પ્રભુની આજ્ઞા રૂચી, એટલે પાપનાં પરિણામ પાતળાં થાય જ અને દરેક પ્રવૃત્તિમાં, મોજશોખમાં, રંગરાગમાં, તથા ખાનપાનની આસક્તિ વગેરેમાં જે આનંદના લહાવા લુંટાઈ રહ્યા છે તે લુંટાઈ જાય. સમ્યગ્દર્શનથી વિશિષ્ટ જ્ઞાન તે જ સાચું જ્ઞાન, તેવું ચારિત્ર તે જ સાચું ચારિત્ર અને તેવું તપ તે જ સાચું તપઃ એના વિનાનું જ્ઞાન તે જ્ઞાન નથી, ચારિત્ર તે ચારિત્ર નથી અને તપ તે તપ નથી. સભા : પ્રથમ અધ્યયનનું ‘શસ્ત્રપરિજ્ઞા' એવું નામ શાથી? પૃથ્વીકાય એ અપ્લાયનું શસ્ત્ર, અષ્કાય એ અગ્નિકાયનું શસ્ત્ર, અગ્નિકાય એ અપ્લાયનું શસ્ત્ર, - એમ પરસ્પર તે તે જીવો શસ્ત્રરૂપ છે. જેમાં શસ્ત્રનું પરિજ્ઞાન છે તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન. શસ્ત્ર એટલે હિંસા. અહીં શસ્ત્ર એટલે પેલાં હથિયારો નહિ. હિંસાથી બચવું તે અહિંસા અને એ માટે જ પૃથ્વીકાયાદિમાં જીવોની સાબિતી કરી તે જીવો પરસ્પર શસ્ત્રરૂપ થાય છે તે બતાવીને છકાયના વધથી દૂર રહેવું એમ કહ્યું. શસ્ત્રપરિણાથી અમુક જીવો અમુકનું શસ્ત્ર છે, એ બધું જાણી “અહિંસક' બનવા માટે “લોકવિજય' કરવો જોઈએ. અને એ માટે અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગમાં મક્કમ રહેવાની તાકાત કેળવવી જોઈએ. પ્રભુમાર્ગ ઉપર અવિચળ શ્રદ્ધા, એટલે કે જો સમ્યક્ત્વ હોય તો જ ત્યાં મક્કમ રહેવાય. સમ્યકત્વ થયા બાદ તે આત્મા આ લોકમાં સાર તરીકે ધર્મ સિવાય બીજી કોઈ પણ ચીજ દેખે નહિ. લોકમાં સારભૂત ધર્મ, ધર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ અને સંયમનો સાર નિર્વાણ. જે જ્ઞાન ધર્મનો સાર કહેવાય તે જ્ઞાન પામેલાને ધર્મ તરફ અરૂચિ કેમ જ હોય ? અને જે જ્ઞાન સંયમ કે સંયમ તરફ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 728 રુચિ પેદા ન કરે તે જ્ઞાન શાનું ? એ તો જ્ઞાન કહેવાય કે અજ્ઞાન ? પરંપરાએ પણ જે મુક્તિ ન આપે તે સંયમ શાનું? જે મુક્તિ ન આપે તે સારભૂત સંયમ નહિ અને સંયમ ન આપે તે સારભૂત જ્ઞાન નહિ અને સંયમને આપનારું જે જ્ઞાન તેને જે પેદા ન કરે તે વસ્તુતઃ ધર્મ પણ નહિ ! ધર્મ છે કે જે સંયમને આપનારું જ્ઞાન પેદા કરે : સંયમ છે કે જે મુક્તિ આપે. મુક્તિમાં લઈ જનાર સંયમની પ્રવૃત્તિને પેદા કરનારું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન અને એવું જે જ્ઞાન આપે તે સુધર્મ : એથી ઊલટું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને એ જ્યાંથી મળે તે કુધર્મ ! એ મિથ્યાજ્ઞાન તથા કુધર્મને અસાર જુએ તે સમ્યગ્દષ્ટિ ! શું ખાવું-પીવું અને રંગ-રાગ કરવા એ ધર્મ છે ? નહિ જ, ધર્મ તો ‘વત્યુસદાવો છો !' - વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ છે. આત્મા એ વસ્તુ અને એનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય ! કર્મમળના પડદાથી આત્માનો આ સ્વભાવ - આ ધર્મ દબાયો પડ્યો છે. એ ધર્મ પ્રગટ કરવા માટે સાધનરૂપ ધર્મ જોઈએ અને એ ધર્મ તે આ લોકનો સાર. શ્રી અરિહંતદેવ, તે તારકની આજ્ઞામાં વર્તતા નિગ્રંથ મુનિઓ અને એ તારકોએ બતાવેલાં સાધવા યોગ્ય સાધનો, - આ ત્રણેમાં એ તાકાત છે કે તે આત્માના અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એ અનંત ચતુષ્ટયરૂપ સ્વાભાવિક ધર્મને પ્રગટ કરે. સમજાવવા માટે સારભૂત જ્ઞાન કર્યું ? સંયમ સિવાય બધાને અયોગ્ય સમજાવે તે ! સંયમ આવે એટલે કર્મ ટકે જ નહિ અને કર્મ ન ટકે તો આત્માનો ધર્મ પ્રગટ થાય. પછી ભય, આધિ, વ્યાધિ કે ઉપાધિ, - એ કશાની જ મૂંઝવણ નહિ ! પણ આ બધું બને ક્યારે ? મૂળમાં સમ્યફ હોય તો ! સમ્યકત્વ એટલે તત્ત્વશ્રદ્ધા : તત્ત્વશ્રદ્ધા એટલે શ્રી અરિહંતદેવ તથા તે તારકની આજ્ઞામાં વિચરતા નિગ્રંથ વચન ઉપર પૂરી પ્રતીતિઃ અર્થાત્ - એ તારકોની આજ્ઞાના અમલ વિના કોઈ પણ કાળે કલ્યાણ નથી એવો દઢ નિશ્ચય. આત્માના અસ્તિત્વની શ્રદ્ધા તો અન્યને પણ છે. ભલે કોઈ નિત્ય માને, કોઈ અનિત્ય માને, - એમ જુદી જુદી રીતે માને, પણ એટલા માત્રથી સમ્યક્ત્વ નહિ ! પણ જેના યોગે આત્માનું અસ્તિત્વ, તેનો મૂળ ધર્મ, તે મૂળ ધર્મને પ્રગટ કરવાનાં સાધનો, -- એ બધું માને, એને નિરૂપણ કરનાર આપ્તપુરુષને ઓળખે અને તેના ઉપર વિશ્વાસુ બને તેનું નામ સમ્યક્ત ! Page #261 -------------------------------------------------------------------------- ________________ 729 - ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : - 50 - ૨૦૧ શ્રી અરિહંત થઈ ગયા, ગુરુઓ થઈ ગયા, - એવું માત્ર માનવું એ જ સમ્યક્ત્વ નથી, પણ એ તારકોની આજ્ઞાના અમલ વિના ચોથે આરે પણ મુક્તિ ન થાય એવો જે દઢ નિશ્ચય તે જ સમ્યકત્વ. આજના ઉચ્છંખલો તો - “અમે દેવગુરુને માનીએ પણ એ કહે તે ન માનીએ” – એ પણ કહે છે : આ કેમ જ ચાલે ? અર્થાતુ - ન જ ચાલે. અન્યલિગે સિદ્ધ કેમ થવાય છે? સભા : અન્યલિંગે સિદ્ધ થયા ત્યાં જૈનધર્મ ખરો કે ? આત્માની શુદ્ધિ થાય તેને કેવળજ્ઞાન થાય. રાગ-દ્વેષને જીતે તે જિન કહેવાયઃ જિનોના પણ આગેવાન અને ચોત્રીશ અતિશયોથી સંપન્ન તે શ્રી જિનેશ્વરદેવ કહેવાય. અને એ તારકે કહેલો જે ધર્મ તે જૈનધર્મ કહેવાય. એ તત્ત્વો જચે અને યોગ્ય વર્તાવ થઈ જાય તથા એ શુદ્ધ વર્તાવના યોગે તેવા પ્રકારની શુદ્ધિ પણ થઈ જાય ! અને એ તત્ત્વો જચવાં, એને યોગ્ય વર્તન થવું, - એ બધું જૈનધર્મની આરાધના જ છે એમ કહી શકાય અને એ રીતે અન્યલિંગ સિદ્ધ થયા ત્યાં જૈનધર્મ ખરો એમ કહેવું સાચું જ છે. આપણે કેવળ નામના જ પૂજારી નથી, પણ ખરી રીતે ગુણના પૂજારી છીએ. નામ ગમે તે હો, પણ જે શ્રી અરિહંત હોય તે પૂજ્ય શ્રી ઋષભદેવસ્વામીથી લઈને શ્રી મહાવીરસ્વામીજીને માનીએ છીએ, એનું કારણ એ કે એ બધા શ્રી અરિહંત બન્યા હતા માટે ! અરિહંત જે હોય તે બધા જ માન્ય. શ્રી વીતરાગે કહેલી વસ્તુસ્થિતિનું યેન કેન પ્રકારે ભાન થાય અને એ તારકની આજ્ઞાનો સંપૂર્ણ અમલ થાય તો જ કેવળજ્ઞાન થાય. શ્રી વલ્કલચીરીનું દૃષ્ટાંત જુઓ. એ અન્યલિંગ કેવળજ્ઞાની થયા છે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિના એ નાના ભાઈ હતા. આ શ્રી પ્રસન્નચંદ્રજી તે જ, કે જે પાછળથી સંયમી બને છે અને રાજર્ષિ થાય છે, કાયોત્સર્ગમાં રહેલા એવા એમણે શ્રી શ્રેણિક મહારાજાના બે અગ્ર સૈનિકોનાં વચનોના યોગે ક્ષણમાં સાતમી નારકીએ જવા જોગાં પરિણામ સેવ્યાં અને તે પછી મુનિપણાના સ્મરણથી એવાં પરિણામ પણ પામ્યા, કે જેના યોગે કેવળજ્ઞાન ઉપામ્યું. એમનાં પિતા તથા માતા તાપસ થયાં છે. તાપસ થયાં ત્યારે એમની માતાને છૂપો ગર્ભ છે. વનમાં પ્રસવ થાય છે. એ આ શ્રી વલ્કલચીરી. માતા મરી જાય છે અને પિતા ઉછેરે છે. અટવીમાં ઊછરે છે. પશુ સાથે હરે ફરે Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ : છે. ફળ ખાઈ નિર્વાહ કરે છે. બીજું કશું જાણતો જ નથી. શ્રી પ્રસન્નચંદ્રને આ વાતની ખબર પડી એટલે એને નગરમાં લાવવાના પ્રયત્ન કરે છે. બાપ લાવવા ન દે અને પેલો હજી સંસારની તેવી કોઈ જ વાતને સમજતો નથી કે આવે. પ્રસન્નચંદ્ર રાજા એને નગરમાં લાવી નગરનો રસિયો બનાવવા ચાહે છે. ભાઈ તરીકેના મોહના યોગે એ એને સંસારમાં ઘસડવા ચાહે છે. કોઈ પણ રીતે વલ્કલચીરીને લાવવાની વાત સભામાં જાહેર કરે છે. વેશ્યાઓ એને લાવવાનું બીડું ઝડપે છે અને ત્યાં લેવા જાય છે. એ વેશ્યાઓને દૂરથી જોઈને - હૈ સાધુપુરુષ ! તમે કોણ છો ?' એમ વલ્કલચીરી એ વેશ્યાઓને પૂછે છે. કારણ કે બીજું કંઈ એ જાણતો જ નથી. વેશ્યાઓ કહે છે કે ‘અમે પોતનપુર આશ્રમના તાપસો છીએ.’ આ પ્રમાણે કહીને એ વેશ્યાઓ શ્રી વલ્કલચીરીને હેતપૂર્વક પોતાના ખોળામાં બેસાડે છે અને પોતાનાં અંગ ઉપર એનો હાથ ફેરવે છે. ‘આ અંગ ઊંચું કેમ, સુંવાળું કેમ ? ફૂલેલું કેમ ?' - એમ શ્રી વલ્કલચીરી પૂછે છે. વેશ્યા કહે છે કે અમારા આશ્રમનાં ફળ ખાવાથી શરીરનાં અંગો આવાં થાય છે ! વલ્કલચીરી એવા ફળની માગણી કરે છે. વેશ્યાઓ સાથે લાવેલ ખાંડની મીઠાઈ એટલે કે રમકડાં વગેરે આપે છે. પેલો ખાય છે અને એને એ નવું લાગે છે. એવામાં એના પિતા તાપસ આવી પહોંચે છે. એને જોઈને વેશ્યાઓ નાસી જાય છે. પાછળથી વલ્કલચીરી પેલાં ફળોના લોભે પોતનપુર આશ્રમ શોધતો શોધતો જાય છે. રસ્તામાં એક ગાડાવાળો એને મળે છે અને સાથે લઈ જઈ પોતનપુર નગર બહાર મૂકે છે. તે ભટકતો ભટકતો વેશ્યાના મકાન આગળ આવી પહોંચે છે. વેશ્યાના મકાનમાં એ પૂછવા જાય છે. હવે બનવા એમ પામેલું કે થોડા વખત પહેલાં એ વેશ્યાને એક નિમિત્તિઆએ કહેલું કે તારે ઘેર એક જંગલી દેખાવનો માણસ અમુક દિવસે આવશે અને તેને તું તારી દીકરી પરણાવી દેજે, કારણ કે એ રાજા થવાનો છે. આથી વલ્કલચીરીની રાહ જોઈને બેઠી હોય તેમ વેશ્યાએ એઅંદર બોલાવ્યો અને એના વધી પડેલા નખ તથા વાળ જ્યારે કપાવવા માંડ્ય ત્યારે એ ખૂબ ચીસો પાડીને રડવા લાગ્યા, પણ ‘અમારા આશ્રમનો એ રિવાજ છે એમ વેશ્યા સાંત્વન આપતી ગઈ અને એને ભોજન કરાવી, શણગારી ધામધૂમથી પોતાની પુત્રી સાથે પરણાવ્યો. - 730 Page #263 -------------------------------------------------------------------------- ________________ 731 – ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધાર : - 50 - ૨૦૩ બીજી તરફ પેલી વલ્કલચીરીના પિતાની ધાકથી ભાગી આવેલી વેશ્યાઓએ ખબર આપતાં રાજા પ્રસન્નચંદ્ર દુઃખી થયો કે “અરે, મેં કમભાગીએ પિતા-પુત્રનો પણ વિયોગ કરાવ્યો.' આ દુઃખમાં એ સંતાપ અનુભવી રહ્યો છે, ત્યારે પેલી વેશ્યાને ત્યાં લગ્નની શરણાઈ વાગતી સાંભળી સરદારો પાસે એને પકડી મગાવે છે, કારણ કે રાજા દુઃખમાં હોય ત્યારે પ્રજાને ત્યાં ઉત્સવ કેમ જ હોય ? ભયથી કંપતી વેશ્યા બધી જ વાત કહી દે છે, એટલે રાજાને શંકા પડે છે કે “કદાચ એ જ વલ્કલગીરી તો ન હોય !” પછી વલ્કલચીરીને લેવા ગયેલી વેશ્યાઓને તથા સરદારોને ત્યાં મોકલી ખાતરી કરાવે છે અને ખાતરી થતાં એ વરવધૂને હાથી ઉપર બેસાડી હર્ષઘેલો પ્રસન્નચંદ્ર રાજમહેલમાં લાવે છે. પછી એને રાજા ઉછેરે છે, લાલનપાલન કરે છે, રાજ્ય આપે છે, અને ધીમે ધીમે એ બધા સહવાસોમાં વલ્કલચીરીનો અનાદિનો ભોગ ભોગવવાનો સ્વભાવ તાજો થાય છે : એવો વલ્કલચીરી પણ આવા સંયોગોમાં એકદમ ભોગસુખમાં લીન થઈ જાય છે. આમ કરતાં બાર વર્ષ વીતી ગયા બાદ એક વખત પિતા યાદ આવે છે એટલે ખૂબ પસ્તાય છે. બેય ભાઈ પિતાને મળવા જાય છે. ત્યાં શ્રી પ્રસન્નચંદ્ર બહાર બેઠા છે અને વલ્કલચરી અંદર જઈ ભાજન વગેરે ઉપર પડેલા કચરાની પ્રમાર્જના કરે છે : એ ક્રિયાના યોગે પૂર્વભવની પ્રતિલેખના યાદ આવે છે, જાતિસ્મરણ થાય છે અને પૂર્વભવે શ્રી જિનેશ્વરદેવના શાસનની કરેલી આરાધના તાજી થાય છે. પછી ભાવનાએ ચડતાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામે છે. આવાં નિમિત્તોથી અન્યલિંગ પણ કેવળજ્ઞાન થાય છે. અમુક ક્રિયાના યોગે કર્મનાં દળિયાં ખસે, તે જાતની શુભ ભાવના આવે અને પરિણામે કેવળજ્ઞાનને યોગ્ય દશા આવે, તો ગમે તે સ્થાનમાં પણ કેવળજ્ઞાન થાય અને અહીં સંયમી છતાં પણ જો ઊંધી ભાવના આવે તો કર્મ બંધાય અને દુર્ગતિ પણ થાય. છતાં બરાબર યાદ રાખો કે આ વેશમાં કેવળજ્ઞાનના જે પ્રસંગો છે તે ત્યાં નથી : આ સાધન છે, પણ તે સાધન નથી. અન્યલિંગ કે ગૃહીલિગે એવી ભાવના - એવા વિચારો આવે, કે જે અંતિમ ધ્યેયને અનુકૂળ હોય, આત્માનાં બંધનો બંધનરૂપ ભાસે, એ ભાવના યોગે – અકામ નિર્જરા કે સકામ નિર્જરાના યોગે – બંધન બંધનરૂપ ભાસે, તો શ્રી વીતરાગે કહેલા ધર્મ પ્રમાણે પરિણામ આવ્યા વિના રહે જ નહિ. પણ એ જાણો છો ને કે કેવળજ્ઞાન થયા પછી આયુષ્ય બાકી હોય તો એ સાધુલિંગમાં આવે, કેમ કે મોક્ષનો Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ રાજમાર્ગ આ જ છે. આયુષ્ય બાકી હોય તો દેવતા મુનિવેષ આપે અને એ લે પણ, કેમ કે રાજમાર્ગ ન લોપાય. અજાણ આદમીને હીરો જોઈએ તો તે હીરાના ઢગલામાં જ હાથ મારે. ખુદ ઝવેરી પણ બનતાં સુધી એમ કરે. બાકી પથ્થરના ઢગલામાં જો હીરો હોય તો તે શોધવાનું કામ તો ઝવેરીનું, કેમ કે એને હીરાની પરીક્ષા છે. પણ બિનપરીક્ષાવાળો આદમી હજારો પથ્થરના ઢગલામાંથી હીરો લાવવા જાય તો શું લાવે ? સભા : મોટો પાણો જ લાવે ! અહીં પણ વિધિ એ કે કેવળજ્ઞાન રૂપી હીરો પેદા કરવાની ખાણ આ છે. આ ખાણમાં મળે ત્યાં સુધી બીજી ખાણની આશા નકામી. આ હીરાની જ ખાસ ખાણમાંથી મળવો મુશ્કેલ થાય છે, તો બીજી ખાણમાંથી મેળવવાની આશા શી ? કર્મયોગે મળે તો લેવા ઇન્કાર નથી, પણ ગુણોના ઢગલામાંથી ગુણ ન લેવાય તેનાથી હજારો દુર્ગુણમાંથી ગુણ શી રીતે પમાય ? માટે ઉત્તમોત્તમ ગુણોને પામવાનું સ્થાન જ આ છે, એમ નિશ્ચય કરો. શ્રી ભરત મહારાજાને અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું, પણ તેથી અરીસાભવન એ કેવળજ્ઞાનનું કારણ તો નહિને ? ચંડકોશીઓ પ્રભુને ડસ્યો એ નિમિત્તે એને જાતિસ્મરણ-સમકિત વગેરે થયું, પણ એથી સમકિતનું કારણ પ્રભુને ડસવું એ તો નહિને ? એ તો આશાતના છે. જ્યાં આત્મા નિર્મળ થાય, તે ગમે તે સ્થળ હોય તો પણ ત્યાં ગુણપ્રાપ્તિ થાય, પણ ત્યાંય કારણ તો હોવું જોઈએ. 732 ગુરુ વિનાનાથી શિષ્ય ન બનાવાય ! પ્રત્યેકબુદ્ધોને શું શું દેખીને વૈરાગ્ય થાય છે ? કોઈને કંઈ નિમિત્ત ને કોઈને કંઈ નિમિત્ત : તેમ એક પ્રત્યેકબુદ્ધ મહર્ષિએ પ્રથમ ફૂલેલું-ફાલેલું ઝાડ જોયું અને પછીથી સુકાઈ ગયેલું જોયું. આટલા માત્રથી તરત જ વૈરાગ્ય. એવાં ઝાડ તો તમે રોજ જુઓ છો પણ કેમ તમને વૈરાગ્ય થતો નથી ? એમણે તો પૂર્વે આરાધેલું છે. પૂર્વનું આરાધન તથા અકામ નિર્જરા અને સકામ નિર્જરા, એ બધાના યોગે શુદ્ધ ભાવના આવે. પૂર્વ આરાધનાના ઉત્તમ સંયોગો અત્રે નિમિત્ત પામી જાગતા થાય. ‘સવિ જીવ કરું શાસનરસી’ - આ ભાવનાની તીવ્રતાના યોગે શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના થાય છે અને તેના યોગે તીર્થંકર થવાય : કુટુંબના ઉદ્ધારની ભાવનાની તીવ્રતાના યોગે ગણધરગોત્ર બંધાય જેથી ગણધર Page #265 -------------------------------------------------------------------------- ________________ Ta૩ – ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધાર - 50 – ૨૦૫ થવાય. તે તે ભાવનાના યોગે તે તે સ્થિતિ બંધાય. અસ્તુ. પ્રત્યેક બુદ્ધ મહર્ષિ કોઈ નિમિત્ત પામીને વૈરાગ્ય પામે અને પછી દેવતા વેષ આપે, પણ તેઓ માથે ગુરુ ન કર્યા માટે શિષ્ય ન કરે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને માથે ગુરુ હોય તેને જ શિષ્ય કરવાનો અધિકાર છે. સ્વયમેવ બોધ પામેલાને જો અધિકાર હોય તો તો નગુરો પંથ ચાલે. સ્વયમેવ બોધ પામેલા તો બધું જાણે અને કહે, પણ એ જો શિષ્ય કરે તો એ કહે કે “અમારા ગુરુને ક્યાં ગુરુ હતા ?” – એમ થતાં એ વખત આવે કે, એમને માનનારા પણ વગર ગુરુએ દીક્ષા લેતા થાય અને નગુરો પંથ ચાલે. શ્રુતજ્ઞાન એ જ આધાર : શ્રી ભરત મહારાજા પણ ક્રમસર શાસનમાં આવ્યા છે. કયા આત્માને કયો અધિકાર, એ બધી શાસનમાં મર્યાદા છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નિશ્ચય અને વ્યવહાર - એ ઉભયનું પાલન એકસરખી રીતે થવું જોઈએ. જે એવા વ્યવહારને ન માને તે તો શાસનનો વિચ્છેદ કરનાર છે. વ્યવહાર એટલે ઘર તથા પેઢી ચલાવવી એ નહિ, પણ અહીં તો ધર્મવ્યવહારની વાત છે. શ્રુતજ્ઞાની મુનિ શ્રુતજ્ઞાનીની દૃષ્ટિએ બેંતાલીસ દોષરહિત ભિક્ષા લાવે, એ જો કેવળજ્ઞાનની દૃષ્ટિએ દોષિત હોય તો પણ કેવળજ્ઞાની મહર્ષિ વાપરે અને કહે પણ નહિ કે દોષિત છે, કેમ કે દોષિત તો કેવળજ્ઞાનની દૃષ્ટિએ છે, પણ શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ તો તદ્દન નિર્દોષ છે. એટલે જો શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી શુદ્ધ ભિક્ષાને શ્રી કેવળજ્ઞાની મહર્ષિ દોષિત કહે, તો પછી શ્રુતજ્ઞાની ભિક્ષા લાવી જ ન શકે, કેમ કે એ મહર્ષિની દોષની શંકા રહ્યા જ કરે અને જો એમ થાય તો મુનિપણું ન ટકે અને શાસન પણ ન ટકે. શાસન એ શ્રુતના આધારે છે. ભગવાન શ્રીમહાવીરદેવ પછી કેવળજ્ઞાનનો સમય તો ત્રણ પાટ સુધી, - શ્રી જંબુસ્વામી સુધી : એટલે કે ચોસઠ વર્ષ સુધી જ. તે પછી તો ભગવાન શ્રી વીરનું શાસન તો એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે, તો એ કોના આધારે ? આથી સ્પષ્ટ જ છે કે શ્રુતના આધારે જ શાસન ટકે છે. એટલે ભિક્ષાની પણ શુદ્ધિ-અશુદ્ધિ જોવાની તે શ્રુતજ્ઞાનના આધારે જ ! કેવળજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન બહુ ઉપકારી છે. કેવળજ્ઞાન તો કેવળ સ્વને પ્રકાશે, ત્યારે શ્રત એ સ્વપર ઉભયને પ્રકાશે. શ્રી કેવળજ્ઞાની મહર્ષિને પણ પોતે જાણેલી વસ્તુ અન્ય પાસે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 74 પ્રકાશવા શ્રુતનો જ આધાર લેવો પડે. પાંચ જ્ઞાનને પ્રકાશિત કરનાર કેવળ શ્રુતજ્ઞાન જ છે. શાસન શ્રુતજ્ઞાનના આધારે છે, નહિ કે કેવળજ્ઞાનના આધારે ! બધા મુનિ ચાલે શ્રુતના આધારે કહ્યું કેવલીએ એ વાત સાચી, પણ અમારે આધાર શ્રુતનો ! શ્રી જિનેશ્વરદેવના અભાવે શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમનો જ આધાર છે. શ્રી જિનેશ્વરદેવ તો અમુક કાળમાં જ હોય અને પોતાની હયાતીના સમયમાં પણ અમુક અમુક સ્થાનમાં જ હોય. આજે રાજગૃહીમાં હોય તો કાલે બીજે હોય. એક શ્રી જિનેશ્વરદેવ કંઈ એકીસાથે બધે જ ન હોય, એટલે તે સમયનાઓ માટે પણ બાકીનાઓને તો આધાર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો તથા શ્રી જિનેશ્વરદેવના આગમનો જ છે. સમવસરણમાં પણ શ્રી જિનેશ્વરદેવ પોતે તો એક જ દિશામાં વિરાજે છે અને બાકીની ત્રણ દિશામાં તો શ્રી જિનેશ્વરદેવનાં પ્રતિબિંબ જ હોય છે. શ્રી તીર્થંકરદેવના પ્રભાવે દેવતાઓ પ્રતિબિંબ કરે તે પણ પ્રભુના જેવા જ દેખાય. કોઈ એમ ન જાણે કે પ્રતિબિંબ છે. બધાને પ્રભુ જ જણાય. શ્રી જૈનશાસનમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ પણ તેમની જેમ શાશ્વતી જ છે. એક માણસનું નામ સાંભળ્યું હોય, એટલા માત્રથી તેને શોધો તો ઝટ પત્તો ન લાગે, પણ ફોટો જોયો હોય તો તરત જ પત્તો લાગે. આકૃતિ એ ભાવનાની વધુ ઘાતક છે. નામમાં તો ગુણો સંભળાય, પણ આકૃતિમાંથી તો ગુણોની ધારા છૂટે. આથી જ શ્રી જૈનશાસનમાં ચારે નિક્ષેપો માન્ય છે. એ જ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ચોવીસે શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરતાં લખે છે કે – “નામ કૃતિદ્રવ્યમા પુનત્રિનાળનમા. ક્ષેત્રે રાત્રે ૨ સર્વસ્મિાત સમુપાશ્મિ પા” સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાળમાં નામ, આકૃતિ (સ્થાપના) દ્રવ્ય અને ભાવથી ત્રણે જગતના લોકોને પવિત્ર કરતા શ્રી અરિહંતદેવોની અમે ઉપાસના કરીએ છીએ.” શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક પણ વસ્તુ એવી નથી, કે જેને આપણી ઇચ્છા મુજબ માની લેવાય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સઘળી જ વસ્તુને શ્રી જિનેશ્વરદેવોએ અને શ્રી જિનેશ્વરદેવના માર્ગે જ ચાલતા સૂરિપુરંદરોએ દર્શાવેલી મર્યાદા મુજબ જ મનાય અને એને માટે આધાર એક શ્રુતનો જ! હવે જે આત્મા એને જ ન માને એ કેમ ચાલે ? ખરેખર, પ્રભુશાસનની મર્યાદા જ ઊંચા Page #267 -------------------------------------------------------------------------- ________________ 735 --- ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : - 50 ૨૦૧૭ પ્રકારની છે. શિષ્યને કેવળજ્ઞાન થયું હોય તે છતાં પણ તે વાત જ્યાં સુધી ગુરુ ન જાણે ત્યાં સુધી તે ગુરુની પ્રથમની માફક જ ભક્તિ કરે એટલું જ નહિ પણ સ્વયમેવ પોતાને કેવળજ્ઞાન થયાનું કહે પણ નહિ. ખરેખર, આ રીતે જ્ઞાનીઓએ બતાવેલી મર્યાદામાં ચાલવું એમાં જ આત્મશ્રેય છે, જ્ઞાનીઓ પણ મર્યાદા પાળે છે, કારણ કે એ સર્વોત્તમ મર્યાદામાં જ જગતનું કલ્યાણ છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વ્યવહાર બળવાન છે. વ્યવહારમાં રહેલો આત્મા કેવળ નિશ્ચયને વળગે, તો તેનું મુનિપણું વગેરે પણ ચાલ્યું જાય. છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા મુનિ આવશ્યક પડિલેહણા વગેરે ન કરે, તો એ સીધો પહેલે ગુણઠાણે જ પહોંચી જાય છે. આહાર-પાણી વગેરે કરનાર આવશ્યક આદિ વખતે ધ્યાન કરવાનો ડોળ કરે એ ચાલે ? આહારાદિક કરવાના અને આવશ્યક આદિ જરૂરી ક્રિયાઓ ન કરવી, એ ન્યાય ક્યાંનો ? મુદ્દો જ એ છે કે સ્ત્રાનુસારી માર્ગ ઉપર પ્રેમ નથી માટે જ એને મિથ્યાત્વ લાગે. જે શ્રાવક આરંભ-સમારંભ વગેરે બધું જ કરે ને પૂજા વખતે “ઊંડું કરે એ કેમ ચાલે ? “મન શુદ્ધ છે તો પૂજા કરવાની શી જરૂર ?' - આ પ્રમાણે કહેનારને કહી શકાય કે વેપાર, ભાવતાલ, ટેલિફોન, તાર, ટપાલ એ બધું શું કામ કરે છે ? શું ત્યાં મન શુદ્ધ નથી ? મન શુદ્ધ રાખીને પચાસ ટકા ફેર ભાવ બોલને ?' પણ નહિ, ત્યાં તો તે પણ એમ જ કહે છે કે ‘એમ બોલીએ તો ભીખ જ માગવી પડે.' આથી સ્પષ્ટ છે કે એવા આત્માઓને આચારશુદ્ધિ તરફ જ બેદરકારી છે. સમ્યગ્દષ્ટિ આત્મા વ્રત-તપ વગેરે બધું ન બને તો ન કરે, પણ તે સમ્યગ્દષ્ટિપણાની શ્રી જિનપૂજન, ગુરુવંદન, અને વ્યાખ્યાનશ્રવણ વગેરે જે ક્રિયાઓ તે ન કરે એ કેમ ચાલે? શ્રી જિનપૂજા વગર સમ્યગ્દષ્ટિને ખાવાનું કેમ ભાવે ? એને ગુરુવંદન વગર કેમ જ ગમે ? અને શાસ્ત્રશ્રવણ-વ્યાખ્યાનશ્રવણ વગર એને ચેન શી રીતે પડે? જેનામાં આ બધી વસ્તુઓ ઉપર પ્રેમ ન હોય તો તેનામાં સમ્યક્ત્વ હોય જ નહિ. સમ્યગ્દષ્ટિને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જ ન ગમે એ કેમ બને ? આજ્ઞાથી વિપરીત જુએ ત્યાં હૃદય કેમ ડંખે નહિ ? શું તમે લોકો પેઢી ઉપર નકામા આદમીને બેસાડો ખરા?નહિ જ, કારણ કે ત્યાં “મારી પેઢી' એ ભાવના છે અને એ ભાવનાના યોગે ‘મારી પેઢી ઉપર તો મારા જ બેસે, લાભ કરે તે જ બેસે, પણ હાનિ કરે તે તો ન જ બેસી શકે'-આમ સમજાય છે, તેમ શાસનમાં પણ એવું મારાપણું આવવું જોઈએ. એ મારાપણું એ જ સમ્યક્ત્વ ! આ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ --આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ ---- - 738 સમ્યકત્વના યોગે પ્રભુએ ફરમાવેલ પાપનિવૃત્તિનો સર્વથા અમલ કરે તે સર્વવિરતિ સાધુ અને થોડો અમલ કરે તે દેશવિરતિ શ્રાવક. અને ક્યારે એનો અમલ કરું એવી દઢ ભાવના સાથે સંસારને સાર માની, શુદ્ધ ભાવે, લુખ્ખી રીતે, બધાંને પારકાં માનીને વિરતિ ન આરાધી શકે તે સમ્યગ્દષ્ટિ !તમે આ ત્રણમાંથી શેમાં? સભા : સાહેબ ! આ બધું વિચારતાં તો એમ જ લાગે છે કે એકમાં ન હોઈએ ! એમ નહિ. આવું થાય છે એ જ માર્ગમાં હોવાનું સ્પષ્ટ કરે છે. બાકી સમ્યક્ત્વની વાત તો મિટ્ટી છે, પણ તેને પાળવું એ મુશ્કેલ છે. સમ્યકત્વની રક્ષા ત્યારે જ થાય, કે જ્યારે આગમના અક્ષરેઅક્ષર ઉપર અવિચળ શ્રદ્ધા હોય. દુન્યવી વ્યવહારમાં પણ આબરૂદાર વેપારી ચોપડા સાફ રાખે. અડધી રાતે કોઈ હિસાબ માગે તો પણ તેના ચોપડા તો તૈયાર જ હોય, પણ બનાવટી ચોપડા રાખનારનું હૈયું તો ધોળે દિવસે પણ કંપતું જ હોય ! તે ડબલ ચોપડા રાખે અને કારીગીરી ઘણીય કરે, તો પણ ભીંત ભૂલે જ. ઊઠાં ભણાવનારાની પણ પોલ ખૂલી જ જાય. ખાનગીમાં લખનાર રાખે એની પણ મતિ અવરાય, પણ સાચા ચોપડા રાખનાર તો માગો ત્યારે હાથમાં આપે અને બનાવટી ચોપડાવાળો તો ચોપડા હાથમાં દેતાં પણ કંપે. “બચ્યા તો ભાગ્ય' - એમ જ એને તો થાય. તેમ ધર્મવ્યવહારમાં પણ આગમ એ જ ચોપડા. એમાં ઘાલમેલ કેમ જ થાય ? આગમથી એક કદમ પણ આગળ વધવું નહિ. આગમને આવું મૂકી કોઈ ઉપકારની વાત કરે તો સ્પષ્ટપણે ના કહેવી, કારણ કે આગમની આજ્ઞા વિના ઉપકાર થાય જ નહિ. આગમની આજ્ઞા વિનાની પ્રવૃત્તિથી કરવામાં આવેલો ઉપકાર ભલે દેખાવમાં લાભ દેખાડે તો પણ એ હાનિકર્તા જ છે. શ્રી જિનશાસનના રસિયા એવા દેખાવમાં મૂંઝાય જ નહિ. અંબડ પરિવ્રાજકે શ્રી તીર્થંકરદેવનું રૂપ વિકુવ્યું ત્યારે પણ ત્યાં ન જનાર શ્રીમતી સુલતાને કહેનારે સૂચવ્યું કે “ત્યાં જવાથી પ્રભાવના થાય !” આની સામે શ્રીમતી સલસાએ એ જ સૂચવ્યું કે “એવી પ્રભાવના ભવે ભવે ન હોજો. આજે આ પચીસમો તીર્થકર આવ્યો. કાલે છવીસમો આવશે અને એમ ભગવાન શ્રી મહાવીરના નામે ઉન્માર્ગીઓ ઢોંગ કરશે, માટે એવાથી તો દૂર જ રહેવું.” જેવી યોગ્યતા તેવી આશા : શ્રી જિનેશ્વરદેવના શાસનના રસિયાને ધર્મઘાતક કુતૂહલ જોવાની ભાવના જ ન હોય. એને નાટકચેટક, સિનેમા જોવાની તેવી ભાવના કેમ થાય ? “ Page #269 -------------------------------------------------------------------------- ________________ 7ar – ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : - 50 – ૨૦૯ કર્મના નાટકને સમજે તે ત્યાં શું જોવા જાય ? ત્યાં કોઈ પાઠ જરા વાર વૈરાગ્યનો આવે, એટલે કહે કે વૈરાગ્ય થાય છે. પણ શૃંગારના સ્થાનમાંથી વૈરાગ્ય થાય ? જેને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ વૈરાગ્ય ન કરે, જેને નિગ્રંથ સાધુઓથી વૈરાગ્ય ન થાય, જેને ત્યાગમાર્ગના પરિચયથી કે શ્રવણથી પણ વૈરાગ્ય ન થાય અને જેને શ્રી વીતરાગદેવની વાણી સાંભળવાથીય વૈરાગ્ય ન થાય, તેને નાટકિયાથી વૈરાગ્ય થાય? એ જોતાં જોતાં પણ કહે કે આ તો પેલો : હમણાં વિદુષક થઈને આવ્યો હતો તે. હવે આ દશામાં નાટકિયાથી વૈરાગ્ય થાય ? ખરી વાત તો એ છે કે સંસારના રસિક આત્માઓને વૈરાગ્ય જ કરડો લાગે છે અને એના યોગે સ્વાર્થીઓના સ્વાર્થ પણ હણાય છે. સંતાન પાસે સ્વાર્થ પૂરો કરવાની શ્રાવકની ભાવના ન હોય : સંતાન વિરાગી ક્યારે બને એવી જ ભાવના શ્રાવકની હોય : પણ એને બદલે સ્વાર્થી ભાવના જ આવે તો એનાથી પ્રભુના શાસનની પ્રભાવના શી રીતે થાય ? દુનિયાની જેમ જેને પણ સ્વાર્થમાં પડે તો શ્રી જિનેશ્વરદેવના શાસનની વિશિષ્ટતા શી ? આ બધું વિચાર્યા પછી આત્માને પૂછો કે “જૈન છો ?' આથી તમે જૈન નથી એમ કહેવા નથી માગતો, અરે હું તો તમને જૈન નહિ પણ પરમ શ્રાવક કહું, પણ તેથી તમારું વળ્યું શું? માટે કહું છું કે વિચારો અને તેવા ન હો તો બનો : ખામીઓ ઘણી છે તેને સુધારો અને નામના મટી કામના બનો : કામના થાઓ ત્યારે જ ખરા. નામના મટી કામના થવું એ સારું કે ખોટું ? અને કામના કયારે થવાય ? - એ વિચારો. સંસારની વાસના મોળી પડે, પરસ્પરની ફરજ સમજાય તથા સાચા કર્તવ્યનો ખ્યાલ થાય તો જ કામના થવાય. અને તેમ થવા માટે ઉત્તમ ધર્મવ્યવહારને પરિપૂર્ણ રીતે વળગવું જોઈએ. બાકી જે આત્મધર્મ ગુમાવે, પ્રભુશાસનથી વિપરીત વર્તાવ કરે અને વિપરીત ઉદ્ઘોષણા કરે, એ જૈનશાસનમાં કોઈ પણ રીતે ટકી શકતો નથી. સાધુ તથા શ્રાવકે પોતપોતાની ભૂમિકા ઉપર સ્થિર રહેવું જ જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા જિનપૂજન, ગુરુવંદન તથા વ્યાખ્યાનશ્રવણ વગેરે ધર્મકરણીઓ કરે જ જે દિવસે એ ન થાય તે દિવસ એને વાંઝિયો લાગે. તે દિવસ એના આત્માને ખટકે. જેના સેવક તેની પૂજા હોય ? સ્વામીની આજ્ઞામાં રહેનારને ગુરુવંદન ન હોય ? એ કહે તે સંભળાય નહિ ? દેવગુરુની આજ્ઞાના અમલ વિના કોઈ પણ કાળે; ચોથા આરામાં પણ આત્માનું કલ્યાણ નથી, એવો દઢ નિશ્ચય તે જ શ્રદ્ધા. ભગવાન શ્રી મહાવીરદેવ ચોવીસસો વરસ ઉપર થયા છે, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૩ - - 738 એ જ જાણવું એ સમ્યક્ત્વ નહિ : એ તો ઘણાય જાણે છે : માટે મુમુક્ષુને તો એ તારકની આજ્ઞાનો જ આધાર. એ તારકની આજ્ઞા ત્રણે કાળમાં અબાધિત છે. એ તારકની આજ્ઞામાં પરિવર્તન કરવાનો કોઈને જ હક્ક નથી. એ તારકે બધા ગુણસ્થાનકે આજ્ઞા જુદી જુદી કરી છે, કારણ કે એ તારક સર્વજ્ઞ હતા, પણ અલ્પજ્ઞ નહોતા. સાતમા ગુણઠાણે અપ્રમત્તપણાની આજ્ઞા. છછું ગુણઠાણે સર્વવિરતિની, પાંચમે દેશવિરતિની, ચોથે સમ્યક્ત્વની અને પહેલે માર્ગાનુસારીપણાની આજ્ઞા. કેટલા ઉપકારી ! કોઈપણ કલ્યાણનો અર્થી રહી ન જાય ! એવા જમાડનાર કે કોઈ પણ જગ્યા વિના રહી જવા ન પામે. મિષ્ટાન્ન પણ છે, રોટલીવાળાને રોટલી, ચોખાવાળાને ચોખા અને ઘેસવાળાને માટે બેંસ પણ પરસે. બધા માટે એક જ આજ્ઞા એ તારકે ન કહી અને એમ આજ્ઞા તો જે ગાંડો હોય તે જ કરે. વિરતિ પ્રભુના ઘરની અને અવિરતિ મોહના ઘરની ! સભા: પહેલે ગુણઠાણેથી નીચે કંઈ ? કંઈ જ નહિ : પછી તો રખડતા કહેવાય. કંઈ જ લેવાની તાકાત ન હોય એનું સ્થાન ક્યાં ? તેવા તો ગણતરી વિનાનું જીવન જીવી રખડી ખાય. પ્રભાવના કરે તે ખોળો ધરનારને તેટલાં પતાસાં આપે, ખોબો ધરનારને ખોબો ભરી આપે, હાથ ધરનારને પાંચ-સાત આપે, નાના બાળકને એક પતાસું આપે, પણ હાથ જન ધરે એને શું આપે ? ઊંચામાં ઊંચી આજ્ઞા અપ્રમત્તપણા આદિની. એ ન આવે ત્યાં સુધી સર્વવિરતિની આજ્ઞા, ત્યાં વિધાન સર્વવિરતિનું પણ પ્રમાદનું વિધાન નહિ હો ! પ્રમાદ એ પોતાની શિથિલતાને લઈને છે. પાંચમે ગુણઠાણે દેશવિરતિનું વિધાન : બાકીની અવિરતિનું વિધાન નહિ એ અવિરતિની છૂટ પણ નહિ, પણ જે એને સેવે એ પોતાની શિથિલતાને લઈને ! વિરતિ એ ભગવાનના ઘરની અને અવિરતિ એ મોહના ઘરની. ચોથે ગુણઠાણે સમ્યત્ત્વનું વિધાન. એની અવિરતિ એ પોતાની શિથિલતાને લઈને અને માર્ગાનુસારીપણાની આજ્ઞા પહેલે ગુણઠાણે. એ આત્મા સમ્યગ્દષ્ટિ તરફ જોયા કરે. માર્ગાનુસારીની બધી છૂટછાટ એ બધી જ તેની પોતાની અજ્ઞાનતાને જ આધીન છે. આ બધામાં વિરતિ એ ભગવાનના ધરની અને અવિરતિ એ મોહના ઘરની. આટલું છતાં પણ અવિરતિ ભગવાનના નામે ચડાવાય તો શું થાય ? અવિરતિને પાપ માનવી જોઈએ કે નહિ ? અવિરતિનો બચાવ મુનિથી થાય ? અવિરતિ વધે તેવી પ્રવૃત્તિને ઉત્તેજન મુનિથી અપાય ? અવિરતિની Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : 50 અનુમોદના કોઈ પણ સાચો મુનિ કરે ? સાધુ તથા શ્રાવકના વિરતિ વધે તેવા ભાવ, પરિણામ અને પ્રયત્ન હોય કે નહિ ? શ્રાવકનો એક જ ઇરાદો હોય કે કમતાકાત છું કે ‘મારાથી સર્વવિરતિ નથી લેવાતી, પણ જે લે તેને ધન્યભાગ અને એને હું બનતી સહાય આપું.' જો કોઈ વિરતિના માર્ગે જાય તેને શ્રાવક ચડાવે કે પાછો પાડે ? ન ચડે તે વાત જુદી, પણ શ્રાવક શું કરે ? સમ્યગ્દષ્ટિને સંસાર પ્રત્યે પ્રાયઃ જ્યારે નિર્વેદ હોય ત્યારે માર્ગાનુસારીને સંસાર પ્રત્યે બહુમાન ન હોય. જ્યાં ધર્મ સંભળાય ત્યાં માર્ગાનુસારી શીઘ્ર જાય. સત્ય મેળવવાની એની તીવ્ર જિજ્ઞાસા હોય. તાકાતના અભાવે સત્ય ન સમજાય તે વાત જુદી અને એથી એ કહે કે ‘હું પામર છું પણ મારે તો શિષ્ટ કહે તે પ્રમાણ.’ જ્યારે માર્ગાનુસારી આત્માની આ દશા હોય, ત્યારે હવે વિચારો કે સમ્યગ્દષ્ટિ આત્માની હાલત કેવી હોય ? 739 શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની ભક્તિ આ ત્રણ તો સમ્યગ્દર્શનનાં લિંગો છે. એ ત્રણે લિંગોનું વર્ણન કરતાં ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે - ૧. શુશ્રૂષા : “તરુણ સુખી, સ્ત્રીપરિવર્યો રે, ચતુર સુણે સુરગીત : તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત, રે પ્રાણી ધરિયે સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગ રે, પ્રાણી. ૧.” તરુણ, સુખી, સ્ત્રીઓથી પરિવરેલો અને ચતુર જે રાગથી સુરગીતનું શ્રવણ કરે, તેથી પણ અતિ ઘણા રાગથી ધર્મ સાંભળવાની રીત સમ્યગ્દષ્ટિ આત્માની હોય છે. ધર્મરાગ : “ભૂખ્યો અટવી ઊતર્યો રે, જિમ દ્વિજ ઘેબર રંગ : ઇચ્છે તિમ જે ધર્મને, તેહી જ બીજું લિંગ રે. પ્રાણી. ૨.” . ભૂખ્યો, અટવી ઊતરેલો એટલે થાકેલો એવા બ્રાહ્મણને જો ભોજનમાં સુંદર ઘેબર મળે, તો તેને તેના ઉપર કેવો રાગ થાય ? જેવો રાગ તેવા બ્રાહ્મણને તે સુંદર ઘેબર ઉપર થાય, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ ઉપર રાગ હોવો જોઈએ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 70 ૩. વૈયાવચ્ચ : “વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર : વિદ્યાસાધકતણી પરે રે, આળસ નવિય લગારે રે. પ્રાણી. ૩.” જેમ વિદ્યાસાધક આળસ વર્જી એકતાનથી વિદ્યાનો જાપ કરે છે તે જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા દેવગુરુનું વૈયાવચ્ચ કરે. હવે કહો કે સમ્યગ્દષ્ટિથી પૂજા નથી કરી' એમ શી રીતે બોલાય ? મહિનામાં કેટલા દિવસ પૂજા કરી ?' “એમ પૂછે તો “પાંચ-સાત દિવસ ટાઇમ મળે ત્યારે કરી” એમ કહે ? એમ કહેનારને પૂછે કે “માસમાં ખાઓ કેટલા દિવસ ?” એ બાબતમાં તો એ જ ઉત્તર મળશે કે ત્રીસ દિવસમાં નેવું ટંક તો નક્કી અને વધુમાં ચવાણું જુદું તથા હોટલમાં જવું પડે એ પણ જુદું : રાત્રે પણ વાંધો નહિ, હોટલમાં જઈ રાત્રે ખવાય, સિગારેટ અને પાન તો ચાલુ જ હોય, હોટલમાં ખાય શીખંડ, પુરી અને ભજિયાં, વિદળ-અભક્ષ્ય આવે તો પણ વાંધો નહિ ? આ બધી કઈ દશા છે એ તો વિચારો ! આ બધી જ દશા ધર્મભાવનાથી હનપણાને લઈને જ થઈ છે. ખરેખર, જેને સમ્યક્ત થાય તે એક મુક્તિ અને તેના સાધનરૂપ સંયમને જ સાર તરીકે દેખે અને એ કારણે એ નિ:સંગ થવા ઇચ્છે છે. (શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો | તૃતીય ભાગ સમાપ્ત Page #273 -------------------------------------------------------------------------- ________________ the પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિકાની ૧૯૫૨મી સાલના ફાગણ વદ ચોથના શુ મુછ્યુ રેવાણમાં જન્મેલા મા સારથ અને પિતા છોટાલાલના લાડકણાયા ત્રિભુવનકુમારે ૧૯૬૯ પોષ સુદ ૧૩ દિને સંઘારતીર્થમાં દોક્ષા લઈ પૂજ્ય સુ.શ્રી.રામવિજયજી મ.બી પૂ.આ.શ્રી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથા શિષ્ય બન્યા, એ જ વર્ષે ફા. સુદ ૨ ના વડોદરામાં વડીદીક્ષાને પામી શાધ્યિાન પ્રવચન શાસનરક્ષામાં ઉત્તરોત્તર ચડતાં કાર્યો કર્યા. પૂજ્ય ગુરૂવર્યોના હાથે ૧૯૮૭ના કા.વ. 3 મુંબઈમાં મણિપંન્યાસપદે તથા વ્યાખ્યાન વાથરાંત પડે, ૧૯૯૧ના વે.સુદ૧૪ રાધનપુરમાં ઉપાઘ્યાયપદે અને ૧૯૯૨ા વૈ.સુ. ૬ મુંબઈ લાલબાગમાં મહામહોત્સવ સાથે આચાર્યપદે સ્થપાયેલા પૂજ્યશ્રીએ જૈન શાસનની અપ્રતિમ પ્રાવના કરી, સુવિશાળ મચ્છા અધિપતિ તરીકે પૂરાણી સકળ જૈન સંઘનું અપૂર્વ યોગક્ષેમ કરતાં કરતાં ૨૦૪૭માં અ.વ. ૧૪ ના દિવસે અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્માને પામ્યા, અભૂતપૂર્વ અંતિમ યાત્રા સાથે અ.વ.0)) + શા.સુ.૧ ના દિવસે સાબરમતીના તીરે એમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો. જ્યાં નિર્માણાધીન (ભ્રયતમ માર્ક પૂજયશ્રીની યશોભાશાને માઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓશ્રી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તેઓશ્રીજીનું વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈને મુક્તિમાર્ગનો ા થીંઘી રહ્યું છે. આ ગ વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર ઃ રતનબા EAR દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. Tall & tell ગુરુદેવ • પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.સૂ.મ.સા. • પૂ.આ.શ્રી.વિ.દાનસૂ.મ.સા. જીવનઘડતર નવા ebra.org Page #274 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા 113 T! ! (iillite Jo મારી પ્રકારનું Tuulty Graphics W(022) 38732227 3884222 'ISBN - 81 - 87163 - 29 - 1