SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ “ફોસલાવી, ફસાવી, નસાડી દીક્ષા આપે છે. આ વાત પણ તદન જુઠી છે. આ સંબંધમાં તેઓશ્રીએ ચેલેન્જ કરી છે કે, અત્યારે અપાતી દીક્ષાઓ કે જે ગીતાર્થ મુનિવરો દ્વારા અપાય છે, તેને જો શાસ્ત્રથી વિરુદ્ધ સાબિત કરવામાં આવે, તો અમે એ પ્રવૃત્તિ બંધ કરવા તૈયાર છીએ.” ધર્મદ્રોહીઓ આ ચેલેન્જ ન સ્વીકારી શક્યા, કારણ કે, તેઓ એ વાત તે બરાબર જ જાણે છે કે, સર્વ પદાર્થોનું પ્રરૂપણ કરવા છતાં નિવૃત્તિ માર્ગનું પ્રતિપાદન ને ઉન્માર્ગનું ઉમૂલન, એટલે કે, કેવલ નિરવઘતાને જ પોષતું જૈન શાસ્ત્ર દીક્ષાની દલીલોથી જ ભરપૂર છે અને આજે અપાતી દીક્ષાઓ માટે શાસ્ત્રીય પુરાવા છે જ. એટલે તેઓ સીધો રસ્તો ન લેતાં અધમતાભરી રીત અખત્યાર કર્યો જ જાય છે. આ પણ તેવું જ એક જૂઠાણું છે અને તેમાં વિચારહીનતા અને અવાસ્તવિકતા જ ભરી છે. શિષ્યમોહ સંબંધી ધર્મદ્રોહીઓની અધમ કલ્પનાના સંબંધમાં, પૂ. પ્રવચનકાર મહાત્મા એની પાછળ રહેલી હાર્દિક પલટતા'ની ઉપેક્ષા કરીને, માત્ર વસ્તુ સ્વરૂપને જ સમજાવતાં ફરમાવે છે કે, “સર્વ વિરતિનો બોધ એ જો ચેલા વધારવાનો મોહ ગણાતો હોય, તો આજીવન એ મોહની ઇચ્છા છે. મારા ઉપદેશથી જો સર્વવિરતિના રસિયા કોઈ બનતા હોય, તો તેથી અમને કોઈ પણ જાતનું લાંછન નથી. સાધુ વધારવાની ઈચ્છા તો અમે ભવોભવ માગીએ છીએ, પણ એની સાથે બીજી ઇચ્છા (એટલે કે પોતાના માનપાનની કે કીર્તિલોલુપતાની ઇચ્છા) આવે, તેમાં અમારો નાશ પહેલો છે અને જો જગતમાં અમારા ઉપદેશના યોગે સાધુ જ વધતા હોય તો મુક્તિ ન થાય ત્યાં સુધી ભવોભવની અમારી એ માગણી છે.” આમાં પૂ. પ્રવચનકાર ખાસ કહે છે કે, જો શિષ્યમોહ અમારામાં હોય તો એ અમારો જ ઘાત કરે અને વાત પણ સાચી જ છે કે, “સારી પણ ક્રિયાનો આશય ફરી જાય, તો એ તારક ક્રિયા પણ ડુબાડનારી જનીવડે.' આ સંબંધમાં સમજાવતાં તેઓશ્રી એક સ્થળે ફરમાવે છે કે, “અશુદ્ધ ધ્યેયથી સારી ક્રિયા પણ નાશ લાવે છે. બગલાની શાંત, ગ્રંથ અને ગ્રંથકાર T 231 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy