SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 578 માંગીને મેળવનારની અવદશા કેવી? દ્વાદશાંગીના સેવનથી વસ્તુ અનેક મળે છે. એનું સેવન કરનારને, એની આજ્ઞા પાળનારને કોઈ ચીજ ન મળે તેવું તો નથી જ. મોક્ષની ભાવનાવાળો આત્મા દુનિયામાં જન્મે તો ક્યાં જન્મે ? સારી જ જગ્યાએ. એને મળે તે બધું જ સારામાં સારું મળે. દ્વાદશાંગીના સેવનથી મળે બધું, પણ તેની માગણી કઈ ? રાજ્ય, રિદ્ધિ, ચક્રવર્તીપણું, ઇંદ્રપણું વગેરે બધું જ મળે, પણ તે માગે શું ? એક મોક્ષ જ. દુનિયાની ચીજો તો માગો તોયે મળે, અને ન માગો તોયે મળે. ધર્મના પ્રભાવથી માગો કે ન માગો તોય ચીજો બધી જ મળે, પણ માગ્યેથી મળે અને ન માગ્યેથી મળે, એમાં ઘણો જ ભેદ છે. નિયાણું કરવાથી પણ અનેકને મળ્યું છે. એક ચીજ માગી એટલે એની આધીનતા થઈ અને નહોતી માગી ત્યાં સુધી આધીનતા નહોતી. નીતિશાસ્ત્ર પણ કહ્યું કે “આશા એ જ મહાદુઃખ છે.' આશા આવી એટલે પરાધીનતા થઈ. પરાધીનતાને લઈને સુખ પણ દુઃખમાં જ પરિણમે. માગવાથી મળેલું પોલિક સુખ, દુઃખના ખાડામાં ગબડાવ્યા વિના પ્રાયઃ રહેતું નથી. શ્રી વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “હે નાથ ! જ્યારે આપ નરેંદ્રપણાની અને દેવપણાની લક્ષ્મીને ભોગવતા હતા, અને જ્યાં ત્યાં કેવળ આનંદની જ સામગ્રી મોજૂદ હતી, ત્યાં પણ તમે વિરાગી જ હતા. જ્યાં રતિ, રતિ અને રતિ જ હતી, ત્યાં પણ તમારી વિરક્તિ કાયમ જ રહેતી હતી. હવે વિચારો કે રતિમાં વિરક્તિ કોને રહે ? જેઓ માગીને રતિ લે તેઓને રહે ? જે માગીને રતિ લે એને વિરક્તિ આવે ? જે વિરક્તિને રતિ ખાતર વેચી, તે વિરક્તિ રતિમાં આવે ક્યાંથી ? ત્યાગધર્મના ફળ તરીકે માગેલી રતિ, વિરક્તિને આવવા કઈ રીતે દે ? આ ધર્મના યોગે, આચારપાલનના યોગે, દ્વાદશાંગીની આજ્ઞાના પાલનના યોગે રતિ મળી પણ જાય, પણ તે રતિ મેળવવા માટે વિરક્તિ વહી ન જાય એની કાળજી પૂરેપૂરી રાખવી જોઈએ. અને એથી મળી જાય તો ભલે, પણ તે માગવી તો નહિ જ. વિરક્તિના ફળ તરીકે રતિ માગો, તો વિરક્તિ વેચાઈ જાય એમાં આશ્ચર્ય પણ શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy