________________
૧૩૭ -
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ -
-
888
કારણ કે શ્રી જિનેશ્વરદેવે એવા જ ધર્મને સ્થાપ્યો છે. આથી સ્પષ્ટ જ છે કે એનાથી ઊલટો ધર્મ સ્થાપનાર તે આપણા દેવ નહિ, ઊલટું કહેનાર તે આપણા ગુરુ નહિ, અને ઊલટી ક્રિયા તે આપણો ધર્મ નહિ. આટલી વાત તો તમારે નિશ્ચયપૂર્વક માનવી જ જોઈએ કે વિષયકષાયને વધારનારી ક્રિયાને શ્રી જિનેશ્વરદેવ કહે નહિ, નિગ્રંથ ગુરુ કહે નહિ અને સમ્યગ્દષ્ટિ એ આદેય તરીકે ઇચ્છે પણ નહિ. પામરતાથી તજાય નહિ તે વાત જુદી. પામરતા કબૂલનાર માટે તો શાસન ઘણું જ ઉદાર છે, “પામર છીએ' – એમ કહેનારને આ શાસન ધુતકારતું નથી, પણ “એમાં શું? એથી શું થઈ ગયું ?” એમ કહેનારને તો આ શાસનના જેવું ધુતકારનાર બીજું કોઈ જ નથી. છોકરો કદાચ ચાહ પી આવે. ખાવા-પીવામાં પૈસા ખરચે, તો બાપ ચલાવે : હશે કહી નિભાવે; પણ પૈસા ફેંકી દે તો નિભાવે ? એક દી આંખ લાલ કરે તો બીજે દિવસે મોં લાલ કરે, અને ત્રીજે દિવસે હાથ પણ ચલાવે. શાથી ? તો ઉત્તર એક જ કે “બાપ છે માટે.” તેમ આ શાસન તો માબાપ વગેરે સર્વસ્વ છે. ભૂલનો ખોટો બચાવ કરો તો આ શાસન કરડા અલંકાર પહેરાવ્યા વિના પણ નહિ રહે. કડવું ઓસડ તો માતા જ પાય. કડવું કોણ કહે ? સ્નેહી કહે. લુચ્ચાઓ, ચોટ્ટાઓ કે ઉઠાવગીરો ન જ કહે. એ તો મીઠું જ કહે, કારણ કે મીઠું મીઠું કહેવાથી જ લોભિયાઓ અને ભોળાઓ આવે અને તેઓ આવે તો જ હાથ બરાબર મારી શકાય. “હશે ત્યારે, દવા નહિ પાઉ’ - એમ કોણ કહે ?
સભા : ઓરમાન મા.
બરાબર, ઓરમાન માતા જ એમ કહે : પણ સગી માતા જો એમ જાણતી હોય કે આ ઓસડ પીવાથી મારા દીકરાનો રોગ જશે તો એમ ન જ કહે. સગી માતા તો ગમે તે રીતે દવા પાય ત્યારે જ એને ચેન પડે કારણ કે એના હૃદયમાં બાળકનું હિત છે. તેવી રીતે કડવી વાત કહે તો આ પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવ, તેમની આજ્ઞામાં વર્તતા નિગ્રંથ ગુરુદેવો અને આ શ્રી જિનેશ્વરદેવનું પરમશુદ્ધ આગમ જ કહે ! કારણ કે પ્રાણીમાત્રના હિતની એમને કાળજી છે. મરજીમાં આવે તે ધર્મ' - એમ આ ન જ કહે.
પૂર્વાચાર્યોએ તમારા આત્માને દાબી દીધા, તમારી સ્વતંત્રતા છીનવી લીધી' – એમ પ્રભુશાસનના પ્રેમી અને જ્ઞાતા ન જ કહે. “જે કાળે, જે દેશમાં, જે ઇચ્છા થાય, તે કાળે તે દેશમાં તેમ વર્તવું તે ધર્મ' - એમ પ્રભુશાસનનો એક સામાન્યમાં સામાન્ય અને અજાણ સાધુ પણ ન જ કહે, તો પછી પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org