________________
on
- ૮ : બધું જ છે કાય જીવોની રક્ષા માટે - 45–
– ૧૦૯
પ્રતિપાદન કરેલ વિરતિનો સ્વીકાર કદી જ નહિ થઈ શકે. જીવોની હિંસાથી ઉત્પન્ન થતા કર્મના બંધથી બચવા માટે “પૃથ્વીકાય' આદિના જીવો છે જ અને તેથી હિંસાથી બચવા માટે પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ મુખ્યતયા ઉપદેશેલ સર્વવિરતિનો સ્વીકાર કર્યા સિવાય આ ભયંકર સંસારસાગરથી કોઈ પણ આત્માનો નિસ્વાર થઈ શકે તેમ છે જ નહિ' - આ પ્રકારના આસ્તિકશ્વની આવશ્યકતા અનિવાર્ય જ છે. એ રીતના આસ્તિક્ય વિના “નત્વની કે સમ્યકત્વની કલ્પના કરવી, એ આકાશને પુષ્પ આવ્યાની અને વંધ્યાને પુત્ર થયાની કલ્પના કરવા જેવું છે, કારણ કે “જૈનત્વ” અને “સમ્યક્ત” એ કાંઈ સામાન્ય ગુણો નથી. એ ગુણોની કલ્પના ગમે તેવા સ્વચ્છંદી અને ઉન્મત્ત જેવા આત્મા સાથે કરવી, એ તો તે ઉત્તમ ગુણોની ભયંકર આશાતના કરવા જેવું છે.
આજે આ ગુણોની કલ્પના એવા માણસ સાથે પણ કરવામાં આવે છે, કે જે માણસ પોતાની મનસ્વી કલ્પનાઓના આધારે અનેક કુકલ્પનાઓ કરી, અજ્ઞાન આત્માઓને ભયંકર પાપના માર્ગે યુક્તિ-પ્રયુક્તિપૂર્વક દોરી રહ્યો છે ! ખરેખર, જૈન” ગણાતા કુળમાં જન્મવા છતાં પણ “જૈનત્વ” કે “સમ્યક્ત' જેવા ગુણોના શુદ્ધ સ્વરૂપને નહિ સમજી શકેલા આત્માઓ જ એવા પામર આત્મામાં આ અને આથી પણ ઉત્તમ ગુણોની કલ્પના કરવાની નાદાનિયત કરી શકે છે. બાકી જૈનત્વ” અને “સમ્પર્વ' જેવા ઉત્તમોત્તમ ગુણોથી ગુણમય બનેલા આત્માઓ તો એવા પાપાત્માઓની છાયા લેવાનું પણ હિતકર નથી માનતા અને એ જ વાજબી છે કારણ કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પણ એ જ છે. લોકવિજય :
“શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં કહ્યા મુજબના જીવોના અસ્તિત્વને સ્વીકારી, તેની થતી હિંસાના બંધથી બચવા માટે વિરતિ પામેલા આત્મા માટે “લોકવિજય' એ પણ એક આવશ્યક વસ્તુ છે અને એ જ કારણે પ્રથમ અધ્યયન સાથે બીજા અધ્યયનનો સંબંધ જોડતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે
“अधिगतशस्त्रपरिज्ञासूत्रार्थस्य तत्प्रतिपादितैकेन्द्रियपृथिवीकायादिश्रद्धानस्य सम्यक् तद्रक्षापरिणामवत: सर्वोपाधिशुद्धस्य तद्योग्यतयाऽऽरोपितपञ्चमहाव्रतभारस्य साधोर्यथा रागादिकषायलोकस्य शब्दादिविषयलोकस्य वा विजयो भवति तथाऽनेनाध्ययनेन प्रतिपाद्यते ।"
“શસ્ત્રપરિજ્ઞા” નામના પ્રથમ અધ્યયનના સૂત્રનો અને અર્થનો જાણકાર, શસ્ત્રપરિણા' નામના અધ્યયન દ્વારા પ્રતિપાદન કરેલ પૃથ્વીકાય' આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org