________________
૧૦૦ ----આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
– 828 જે વસ્તુથી પરલોક સુંદર બને, તે વસ્તુથી આ લોક તો સુંદર બનેલો જ છે. પરલોકની સાધક વસ્તુ, આ લોકની સાધક તો છે જ, પણ પરલોકને સુંદર બનાવતાં તકલીફ તો પડે જ.પરલોકની સુધારણા કરવા ઇચ્છનારથી સ્વચ્છંદીપણે ન જ ચલાય અને ઉન્મત્તપણે ન જ રખડાય, તથા અંકુશમાં આવવું જ પડે. તેમ ડાહ્યા અને મર્યાદાશીલ પણ બનવું જ પડે. જૈનશાસનમાં આવનાર મર્યાદાશીલ અવશ્ય બનવું જ પડશે. આ જ વસ્તુ આજના ઉÚખલોને ખટકે છે, માટે જ કહું છું કે શિક્ષણ લેનારને પૂછો, શિક્ષણ માટે મદદ માગનારને પૂછો કે શા માટે ભણવું છે ? ભણીને શું કરવું છે ?' કે જેથી તેમના ધ્યેયની ખબર પડે.
વિરધવલ રાજાને શ્રી વસ્તુપાળ તેજપાળે શું સૂચવ્યું હતું, એ તો યાદ છે ને ? મંત્રી મુદ્રા લેતી વખતે તેઓએ સ્પષ્ટ સૂચવ્યું હતું કે “રાજન ! અમે સંસારી છીએ, સંસાર છોડવાની અમારામાં તાકાત નથી, એટલે અમારી સ્થિતિ નિભાવવા અમારે મંત્રી મુદ્રાની જરૂર છે, પણ આપનો નંબર ચોથો છે. પહેલો નંબર શ્રી જિનેશ્વરદેવનો, બીજો નંબર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસાર ચાલનારા અને સૂત્રાનુસાર ક્રિયા કરનારા નિગ્રંથ ગુરુદેવનો, અને ત્રીજો નંબર તે તારકની આજ્ઞાનો ! આ ત્રણમાંથી પરવારીએ પછી એ ત્રણમાંથી એકેને બાધ ન આવે તે રીતે આપની સેવા કરવાની ! આપની ઇચ્છા હોય તો રાખો.” આથી જ એ પ્રભાવના કરી શકયા, પણ જો એમ જ કહ્યું હોત કે લાવોને મુદ્રા, આપ પહેલા અને ધર્મ પછી, તો પ્રભાવના કરત? પ્રભાવના ન કરત પણ નાશ જ કરત!
આજે ભણવા-ભણાવવાની વાતો કરનારાઓની પરીક્ષા તો લો કે ભણીને શું કરવું છે? જેને ભણાવવા માટે પૈસા આપ્યા હોય, તેની પરીક્ષા તો લો. કચરો કાઢનાર નોકરની પણ પરીક્ષા તો લો છો. ચોખ્ખો આદમી હોય ને કચરામાં પૈસો જડે તો પણ માલિકને આપે તેવાને રાખો કે ચોરટાને પણ ઘરમાં રાખો ? માટે જેને ભણવા માટે સહાય કરી તેને બોલાવીને પૂછો તો ખરા કે
શા માટે ભણવું છે અને ભણીને શું કરવા ધાર્યું છે ?' તમારી લક્ષ્મીથી ધર્મના ઘાતક ઊભા ન કરો :
નોકર શેઠને ક્યાં સુધી ઊંધું-છતું સમજાવે, કે જ્યાં સુધી શેઠ ચોપડા હાથમાં ન લે. શેઠ માંદો હોય, માયકાંગલો હોય, અક્કલહીન હોય, તો મુનીમ પણ કહે કે ચોપડા નથી દેખાડતા. અરે, અવસરે કાનપટ્ટી પકડીને શેઠને પણ કાઢી મૂકે, એવા દાખલા પણ બન્યા છે. તેમ આજે પણ કેટલાક માલિકમાં એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org