________________
- ૭ : શિક્ષણના હતુ શા - 44 -
- ૧૦૧
આવડતથી ખામી આવી ગઈ છે, કે જેથી તેઓ માલિક છતાં માયકાંગલા બની ગયા છે. જે જે પ્રયત્નો આરંભ્યા હોય, કિંવા આરંભો, તેના ફળ તરફ દૃષ્ટિ જ ન રાખો તો શું થાય ? જોવાનું ત્યાં ન જુઓ અને ન જોવાનું ત્ય જુઓ તો પરિણામ ઊંધું જ આવે ને ? અનુકંપા દાનમાં જોવાનો નિષેધ ત્યાં બધું જુએ અને પાત્રાપાત્ર જોવાનું ત્યાં આંખો મીંચીને જ આપે, એ કેવું કહેવાય ?
છોકરાનું શરીર બગડે તો ચાર ડૉક્ટર બોલાવે, પણ છોકરો ઉન્માર્ગે જાય અને જુઠું બોલે, તો તે માટે ડૉક્ટર નહિ ! શરીર માટે મોટામાં મોટો ડૉક્ટર પાંચસોની ફી કહે તો તે આપ, પણ છોકરો પૂજા ન કરે, સામાયિક ન કરે, જૂઠું બોલે, એના માટે કાંઈ પણ નહિ, કેમ ? ત્યાં ડૉક્ટરની દવા દરદી ન પીએ તો પરાણે પાય અને અહીં કંઈ જ નહિ. જે આત્માની રક્ષા કરવાની એને માટે કંઈ જ નહિ, અને જે શરીરને બાળી મૂકવાનું તેને પંપાળે ! તમારે સગાઈ કોની સાથે ? આત્મા સાથે કે ચૈતન્યહીન શરીર સાથે ? ખરેખર તમારી વાતોથી દયા આવે છે. સાંભળવા આવે એને કહું છું. સાંભળવા માગે એને કહું છું. એ પણ નહિ સાંભળનારને ગમતું નથી. “અમે કરીએ પણ નહિ અને તમને કરવા દઈએ પણ નહિ.' એવી આજની દશા છે !
છ દર્શન છે, પણ તે સૌ સૌના માર્ગ છે. વાદીનો વકીલ એમ કહે કે પ્રતિવાદીના વકીલનું સાંભળો નહિ તો ન્યાયાધીશ કહે કે “ચારગણું બોલવાનો એને હક્ક છે. એ ન બોલે એમ કહેવાનો તમને શો હક્ક છે? એ સાચું બોલે છે કે ખોટું, એ મારે જોવાનું છે. કોરટ એટલે શું, એ પણ જાણો છો ?
સંસારના રસિયાઓ સંસારને ખીલવવા પ્રયત્ન કરે, તેમ ત્યાગના રસિયાઓ ત્યાગ માટે કરે, તેમાં કોઈને વિદ્ધ નાખવાનો કે વિરોધ કરવાનો શો હક્ક છે? તમે દલીલોનો ઢગલો કરોને ! દુનિયાને રૂચશે તો તે લેશે, પણ ઘોંઘાટ શું કામ ? અરે, જેને ત્યાગની વાત રૂચે નહિ તે તો અહીં આવે છે જ શું કામ ? નથી જાણતા કે અહીં તો એ જ મળવાનું છે? અમારા વેષથી જ અમે છીએ તેવા શું નથી ઓળખાતા? કાપડિયાને ત્યાં જઈ ગંધિયાણું માગે તે મૂર્ખ જ કહેવાય, એમાં આશ્ચર્ય શું? જરૂર પડ્યે શેરીએ શેરીએ ફરી ત્યાગનો પોકાર કરી શકાય છે. ફેરિયાઓ પોતાનો માલ માથે ઉપાડી બધે ફરે કે નહિ? અમે શાનો પોકાર કરીએ? ઘર મંડાવવાનો કે વેપારવણજ કરવાનો? એવું કરીએ તો તમે હમણાં માન આપો, પણ તમારા એવા માનમાં પડ્યા એટલે તો સત્યાનાશ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org