SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ : - 39 પાત્ર કે પડવાની બીકે ચડતો જ નથી તે તિરસ્કારને પાત્ર ? પેલો પડ્યો, પણ ચડીને પડ્યો. ચાખવાનું ચાખી આવ્યો, જોવાનું જોઈ આવ્યો. કોઈ કહે કે ‘ફલાણો પડ્યો.’ એને કહો કે ‘તું તો અહીં જ છે ! એ તો એટલો ઉદ્યમ કરી પણ ચૂકચો અને તું તો એદી જ રહ્યો. એ તો દિશા જોઈ પણ આવ્યો, એણે માર્ગ જોયો, હવે જ્યારે એનું મન થશે ત્યારે ઊલટભેર જશે, પણ તું તો પગ ભાંગીને જ બેઠો છે ! 549 ૨૧ જ સ્કૂલમાં જનાર પાસ કે નપાસ થાય, પણ ન જાય તેને પાસ કે નપાસ થવાનું છે જ ક્યાં ? નહિ જનારો કોઈ ઠોઠ ‘ભલેને એ સ્કૂલમાં ગયો, એણે વાંચ્યું તોયે નપાસ થયો. તો હું સારો ને કે, વાંચતો જ નથી,’ આ પ્રમાણે કહે તો ડાહ્યો માણસ એને એ જ કહે કે ‘મૂર્ખ ! તારામાં ને એનામાં ફેર છે. એ તો અમુક માર્ક ખૂટવાથી નાપાસ થયો, પણ તું તો મીંડામાં રહ્યો. આવું કહેવા છતાં પણ ઠોઠ તો એ ન જ જુએ. આ ઉપરથી પડેલાનો બચાવ કરવામાં નથી આવતો. પડેલાને માટે પણ જૈન શાસ્ત્ર ભયંકર શબ્દો કહ્યા છે. પડેલો પણ ગબડ્યા કરે, તો એવો ગબડે કે પત્તો જ ન લાગે. પત્તો લાગતાં લાંબો કાળ જોઈએ, પણ કહ્યું કે એ પડેલો ગમે ત્યાં જાય, પણ ચડવા માટે જ્યારે નિમિત્ત મળશે કે તરત ચડશે, પણ પગ ભાંગીને બેઠેલો તો જવાનો જ નથી. પડેલાને જોવા કરતાં, એ જોવું જરૂરી છે કે ચડ્યા કેટલા ? ચડે છે કેટલા ? ચડનાર કેટલું ચડી રહ્યા છે તે કેટલું ચડ્યા ? પડેલા પણ કેટલું સાધી આવ્યા ? આજે એ બધું જોવું નથી ને કોઈ પડે, લાગ આવે તો પોતે જ એને પાડવામાં હિસ્સેદાર થયા હોય, અથવા ગમે તે પ્રકારે કોઈ પડે, તે માટે મોટા મોટા વિચારો કરવા છે અને બધી બુદ્ધિનો ખજાનો ખાલી કરવો છે. એટલે કે પોતાની યોગ્યતા તપાસ્યા વિના પતિતની નિંદા જ ક૨વી છે અને વધુમાં એવા ‘પતિત’ કહેવાતાઓને પોતાની નાસ્તિક માન્યતાઓના પ્રચારમાં ભેળવવાની કૂટનીતિઓ વાપરતાં, પેલાના સદ્ભાગ્યે નિષ્ફળતા મળે, ત્યારે એવા તરફ આંગળીઓ ચીંધી સન્માર્ગને અને એના પ્રચારકોને ભાંડવા છે. પણ જો બુદ્ધિપૂર્વક વિચારવામાં આવે તો સમજાય કે નિંદાપાત્ર કોણ ? ચડીને પડેલો કે નહિ ચડેલો ? સાધુ દરેકને ધર્મલાભ જ આપે : શ્રી નંદીષેણ પડ્યા, પણ ચડ્યા તો પડ્યા. પડ્યા પડ્યા પણ એમની એ દશા તે ચડવાને આભારી છે. ચડતી વખતે પડવાની ભાવના ન હોય. ‘પડ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy