SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટ થાય છે. જૈન યુવક સંઘના સેક્રેટરીઓ સોલીસિટર, પ્રોફેસર અને અન્ય ડિગ્રીઓને ધારણ કરનારા છે ઃ એના સભ્યોમાં પણ એલ. એમ. એન્ડ એસ. કે એમ. બી. બી. એસ. વગેરે ડિગ્રીધરો છે : પરંતુ દુર્ભાવના જાગે ત્યારે વિદ્યાનો દુરુપયોગ કરવાનું જ મન થાય છે, તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. દુર્ભાવનાને આધીન થયેલો ખોટું બોલતાં કે લખતાં જરાયે અચકાતો નથી, પરંતુ હું કહું છું કે - આથી એમની પ્રતિષ્ઠા ઘટે છે અને ડિગ્રીઓ લાજે છે. જેમના પગલે ચાલવાનો તેઓ દેખાવ કરે છે, એમણે તો કહ્યું છે કે - ‘આ લડત શરૂ થયા પછી ભણનાર વિદ્યાર્થી, કોલેજીયન, વકીલ અને વેપારી જો સ્કૂલ, કોલેજ, કોર્ટ કે દુકાન ન છોડે તો તે દેશના દ્રોહી છે.” હવે વિચાર કરશો તો માલૂમ પડશે કે – દેશના વાસ્તવિક દ્રોહી કોણ છે ? જેઓ આજે વાતો કરે છે, તેઓને તપાસો તો વસ્તુતઃ દંભ જણાઈ આવશે. દેશની હીલચાલના નાયકો આવાઓને સારી પેઠે ઓળખે છે. દેશનાયકો જે કોલેજોને પોષવાની પોકારી પોકારીને ના કહે છે, તે કોલેજોને આ લોકો જ પુષ્ટ કરી રહ્યા છે. હિંસા કરીને પણ ડાક્ટરી લાઈન ચલાવી રહ્યા છે, એ શું ઓછું શરમભર્યું છે ? જે સમયે રાજ્કીય પ્રવૃત્તિમાં પણ અહિંસક રહેવાની ઉદ્ઘોષણાઓ થાય છે, તે સમયે વિદ્યાભ્યાસમાં પણ હિંસાનું સમર્થન કરનારા આ લોકો જ છે. કોર્ટમાં ગયા વિના એક દિવસ પણ રહી શકતા નથી, રાજ્યનાં ખાતાઓને એ નિભાવે છે, કારખાનાઓ ખોલાવે છે અને વળી દેશભક્તિના દાવાઓ પણ એઓ જ કરે છે ! દેશહિતથી વિપરીત વર્તન કરનારા આ ડિગ્રીધરો છે કે જૈન સાધુઓ છે - તે ાતથી અજાણ્યું નથી. તેમનામાંના કેટલાયે વકીલાત છોડી ? કેટલા ઘર છોડી ગયા ? કેટલા જેલમાં જ્વા તૈયાર થયા ? હું તો કહું છું કે - દેશની સુલેહ થાય ત્યારે દેશદ્રોહી તરીકેના પ્રથમ ચાંદને લાયક આવાઓ જ ઠરશે. આપણે તો કહી શકીએ તેમ છીએ કે - અમે ધર્મક્રિયાઓમાં રક્ત હતા, દર પંદર દિવસે દેશની, દેશનાયકોની, પુરજ્મોની અનેાભરની શાંતિ માટે ‘શાંતિર્ભવતુ'ના પાઠથી શાંતિ ઇચ્છતા હતા. દુનિયાભરની શાંતિ માટે અમારી પ્રાર્થના ચાલુ ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only 37 www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy