SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ ચારના વચ્ચે પુરવાર કરવુ ભાર પડ : પણ બિચારા વિરોધ કરનારા સીધો હલ્લો ન લાવી શકે, એટલે બનાવટી વાતો ન નીપજાવે તો બીજું કરે પણ શું? હું તો રોજ કહું છું કે, દુનિયાની કાર્યવાહી સાથે સાધુઓને કશું જ લાગતું વળગતું નથી. સાધુ તો સારાય સંસારને એટલે કે રાજ્ય, ઋદ્ધિ, સિદ્ધિ અને સાહ્યબી વગેરે તમામને અસાર માને છે : કેવળ એક મોક્ષને જ વાસ્તવિક રીતે સારભૂત માને છે. શ્રી જિનેશ્વર દેવે એ જ કહ્યું છે અને અમે પણ એ જ માનીએ છીએ અને અહીં આવે એને રોજ એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન અને ચારેત્ર સિવાય ચોથી કોઈ વસ્તુની વાત આપણે કરતા નથી. માત્ર એ રત્નત્રયીનું જ મંડન કરીએ છીએ. આથી તો વિરોધીઓ સમજ્યા કે “અહીં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સિવાયની ચોથી વાત જ થતી નથી. એટલે જ એ લોકોએ નવો દાવ ફેંક્યો અને આ (મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા) પત્રિકામાં “જાણકાર'ના તખલ્લુસથી જાહેર કર્યું કે - “રામવિજયજી કહે છે કે – “આ લડતમાં ગાંધીને પૈસાની કે માણસની મદદ કરવી તે પાપ છે, કારણ ગાંધી મીઠાની ચોરી કરવા જાય છે, તેથી શ્રાવકોનો ચોરીમાં કદાપિ કોઈ પ્રકારનો સાથ હોય જ નહિ.” તેમજ “ખાદી ન પહેરવાની બાધા આપી રહ્યા છે - વગેરે આ પ્રમાણેની જાહેરાત કરીને તેઓએ પોતાની જાતને બરાબર ઓળખાવી છે. સત્યાગ્રહની હીલચાલના નાયક પોતે જાતના ચોગાનમાં ખુલ્લું કહીને જાય છે, પોતાને કેમ પકડતા નથી એવી દાંડી પીટી પીટીને જાય છે, એંસી જણ સાથે ન પકડે તે એંસી હજાર સાથે કેમ પકડશે? – એમ કહીને આવી ખુલ્લી રીતે જનારને કોઈ પણ ચોર કહે ખરો ? ખરેખર, આ પત્રિકાના કાઢનારાઓએ બુદ્ધિનો સહેજ પણ ઉપયોગ કર્યા વિના જ આ લખાણ પ્રગટ કર્યું છે. ઈર્ષ્યાથી આવી રીતે પામર આત્માઓ બનાવટી વાતો ઉભી કરે છે. આ બધું કહેવાની આપણને જરૂર નહોતી, પણ આ લોકોએ આપણને ફરજયાત બોલવાનો પ્રસંગ આપ્યો છે. જે વખતે જે પ્રવૃત્તિ ચાલતી હોય, તેના ઓઠા તળે વિપ્લવ ળાડવાની એઓની દુષ્ટ મનોવૃતિ | 361 ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy