________________
પૂ. મુનિપ્રવરશ્રીનો ખુલાસો :
“નિરંતર વ્યાખ્યાનમાં આવતા તમે જાણો જ છો કે - વર્તમાન રાજદ્વારી હીલચાલના સંબંધમાં, તે હીલચાલમાં પ્રકટ થયેલી આપણને હિતકારી એક બે બાબતો સિવાય, કોઈ પણ દિવસ આપણે કશું જ બોલ્યા નથી. વિરોધ કરનારાઓએ આજ સુધી અનેક રીતે વિરોધ કર્યો, પણ તેઓ તદ્દન ઉન્માર્ગે હોવાથી જરા પણ ફાવી શક્યા નથી. એકાંત હિતબુદ્ધિથી કહેવાયેલા એક વાક્યને ઉપાડી ઠામ ઠામ દોડાદોડ કરી અને વસ્તુસ્થિતિથી અજ્ઞાન લોકોને ભેળા કરી ઠરાવો કર્યા અને કાગળના ધોડે તે ઠરાવોને દોડાવ્યા. પણ તેમાંયે તેઓએ ભયંકર નિષ્ફળતા મેળવી અને પરિણામે એ ચળવળના એક આગેવાનને કબૂલ કરવું પડ્યું કે - “દારૂ-ઈંડા પ્રકરણની ચર્ચા કોઈ તત્વ ઉપર ઊભી થયેલી નહોતી, તેથી તેને લગતી આખી હીલચાલમાં આપણે પહેલેથી છેલ્લે સુધી ખાલી આવેશને વશ બનીને ધમાલ કરી છે, એમ કહ્યા વિના નહિ ચાલે અને તેથી જ આપણે આ બાબતમાં જૈનેતર વર્ગમાં ભારે હાંસીપાત્ર બની રહ્યા છીએ, એમ તટસ્થ જોનારને કબૂલ કરવું પડશે. પ્રવચનકાર કે ઉપદેશકારને આવી રીતે ઉપદેશ કરવાનો હક્ક છે. પ્રસ્તુત ચર્ચા “નિરર્થક હતી અને અનર્થકારક બની છે” વગેરે. આ ઉપરાંત વ્યાખ્યાન બંધ કરાવવા માટે પણ બધે ફરી વળ્યા, પણ તેમાંય પાછા પડવાથી હવે તેઓ એક નવો જ દાવ ખેલી જુએ છે અને કોઈ પણ રીતે ધૂળ ઉડાડવાનો કૂટ પ્રયત્ન આદરે છે. એઓએ જોયું કે - અત્યારે સત્યાગ્રહની હીલચાલ જોશભેર ચાલી રહી છે, એટલે તેને માટેના કંઈક અયોગ્ય શબ્દો મહારાજના મુખમાં મૂકીએ, તો આપણી ફાવટ થાય એમ માની એક અથડામણ ઊભી કરનારો કિસ્સો ઉપસ્થિત કર્યો છે. પણ એ કિસ્સો ઊભો કરવાની ઘેલછામાં અને તેની પ્રસિદ્ધિ કરી લેવાના તાનમાં તેઓ એ પણ ભૂલી ગયા કે, શ્રી ક્લેિશ્વર દેવના પ્રવચનને પામેલો અને પ્રભુમાર્ગને જાણનારો એવું ગાડું ન જ બોલે, કે
ગ્રંથ અને ગ્રંથકાર
35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org