SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 2 માને. અને જાણવા છતાં છતી શક્તિએ ન ચેતવે, તે તો એથીયે મોટો પાપી, મોટો ગુનેગાર. નજરે ખાડો દેખનાર રસ્તે જનારને ન બચાવે - ન ચેતવે, તે ગુનેગાર ખરો કે નહિ ? અરે, કદાચ આરોપ પણ લાગુ થાય. આ સરકારનો ન્યાય તો પુરાવા ઉપર આધાર રાખે છે, પણ કર્મસત્તા તો ગુનાનો બદલો ચક્રવર્તી વ્યાજ સાથે લેશે. મર્યાદિત વર્ષના ભોગ અને અસંખ્યાત વર્ષના વિપાક. ચક્રવર્તી બહુ સાહ્યબી ભોગવે, તો ચોર્યાશી લાખ પૂર્વ સુધી, પણ મરીને તેત્રીસ સાગરોપમ સાગરોપમનું ગણિત તમારી બુદ્ધિમાં ન આવે એવું છે અને ત્યાંથી મરીને પણ ભરાય તેમ નથી. સભા : પ્રત્યક્ષ ક્યાં દેખાય છે ? જોવામાં આવે તો જ્ઞાનીએ કહેલી બધી વસ્તુઓ દેખાય છે. પ્રત્યક્ષ કંઈ એક પ્રકારનું છે ? બધા જ્ઞાનનો અભ્યાસ કરવો પડશે. આંખે જોયેલું જ સાચું માનવાની વાતો કરનારા વિલાયત સાથે વેપાર શી રીતે કરે છે ? વિલાયતની પેઢી કે વેપારીઓ જોયા છે ? તેમને માત્ર અક્ષરથી-કાગળથી ટપાલથી જ ઓળખો છો ને ? સભા બૅન્કનું પ્રમાણપત્ર હોય છે. પણ લખેલુંને ! ત્યાં કાગળ પ્રમાણ અને અહીં આગમ પ્રમાણ નહિ ? ખરેખર, તેવાઓની બુદ્ધિ માટે હસવું આવે છે. પ્રત્યક્ષને જ માનનાર અને એ માટે જ આગમને ન માનનારથી ટપાલ, તાર કે ટેલિફોનને મનાય કેમ ? પણ સ્વાર્થી એ બધું માને, માત્ર અહીં જ હમ્બગ કહે. આગમ લખનારા કેવા ? મહાવ્રતધારી ત્યાગીઓ અને ટપાલ લખનાર કેવા ? બરાબર વિચારજો. જે ગુનામાં આત્મા ફસેલો હોય, તેનાથી છૂટવાના પ્રયત્નો હોય કે તેનો બચાવ કરવાનો હોય ? જરા તમારી રસના તરફ જુઓ કે એને આધીન થઈ કેટલાં અભક્ષ્યભક્ષણ કરો છો ? શરીરની સેવા માટે કઈ ચીજનો ઉપયોગ કરતાં જીવો પાછા ફરે છે એ વિચારો. શરીર માટે શરીરના સેવકો જે જે કરે છે, તે અમે નથી જાણતા એમ તમે માનો છો ? તમારી કાર્યવાહીની ખબર અમને ન પડે એમ ? પાંચે ઇંદ્રિયોને આધીન થયેલો, શરીરને પોતાનું માનનારો પોતાના આત્માને ભૂલી જઈ શરીર માટે શું શું કરે, એ બધું જ્ઞાની મહાપુરુષોએ આ શાસ્ત્રમાં અક્ષરશઃ વર્ણવ્યું છે. એ વર્ણવેલું બધું જ કહેવાય તો અહીં જ ઉત્પાત થાય. આમાંથી પણ જીરવી શકો તેટલું જ કહેવાય છે. આ દ્વાદશાંગીમ સારી દુનિયાના અનુભવના ભંડાર ભર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy