________________
13
– ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : - 43 –
૮૫
ભગવાન પોતે જાણતા હતા કે ગોશાળો આવે છે. એને સાચી વાત કહેવાથી હડકવા થશે અને જેને તેને કરડવા જશે, એટલે ભગવાન શ્રી ગૌતમસ્વામી વગેરે બધા સાધુઓને કહ્યું કે “આમ તેમ ચાલ્યા જાઓ.” એનાથી કોઈ ડરતા નહોતા, પણ ભગવાન કહે છે કે એ પાપાત્મા એવો છે કે, સાચું કહેતાં ઊલટો ભયંકર બનશે, પણ સાચું કહ્યા વગર ચાલે તેમ પણ નથી. પ્રભુ પણ પરિણામ જોઈને જ બોલ્યા હતા. બોલનાર પરિણામ જોઈને જ બોલે છે. ન માનતા કે પરિણામ જોયા વગર બોલાય છે. આકસ્મિક રીતે નથી જ બોલાતું. વિચાર કરી કરીને બોલાય છે. જેમ તેમ તો અવિચારી હોય તે બોલે. આવી પાટ પર પાગલને બેસવાનો અધિકાર નથી. જો ભગવાન સત્ય ન કહે, તો લાખો આત્માને અનર્થ થાય. માટે ભગવાનને સાચું કહેવું જ પડ્યું. આજે આ દશા શાથી છે? પહેલેથી ચેતવણી ન અપાઈ તેથી. આ ઉદ્દઘોષણાઓ પહેલેથી જ થઈ હોત, તો આટલી ખરાબ હાલત ન હોત.
બાળકને સારો બનાવવા માટે શરૂઆતમાં ચૂંટી પણ ખણવી પડે. મૂછ આવે ત્યાં સુધી મહાલવા દીધા તો જુદું જ બતાવશે. નોકર પૈસા ખાય, પછી જ ચોપડા રાખવા એમ ખરું ? ના, પણ ત્યાં તો તમે પાકા જ તો ! પૈસા લઈ જાય તેની સહી લેવાનો રિવાજ શા માટે ? શું એ સામા ઉપર આરોપ છે ? પેલો એમ કહે કે “અમારા પર વિશ્વાસ નથી ? જા, સહી નથી આપતા.' તો ચાલે ? આ રિવાજ શાથી ? પાપથી બચવા માટે જ ને ! કોટ્યાધિપતિને પણ સહી તો આપવી જ પડે છે. એ જ રીતે અહીં પણ સહી આપવી જોઈએ. જૈન સમાજને કઈ કેળવણીની જરૂર છે?
તમને આત્માનો પ્રેમ વધારે છે કે શરીરનો ? આત્માની સિદ્ધિ માટે વધુ મહેનત કરો છો કે શરીરની પુષ્ટિ માટે ? શરીરની પુષ્ટિ માટે પાપ કરતાં વાર લાગે છે કે જલદી થઈ જાય ? ભયંકર બીમારી આવે ને ડૉક્ટર કહે કે “હું કહું તે ખાય તો જ બચવાની બારી છે' - તો “એ તો નહિ જ ખાઉં” એમ કહેનારા કેટલા? ‘તમે બધા જ' એમ હું માનું ને! કલ્પના ખાતર માનું, પણ તમે શું કહો છો ? જેને આત્માનો પ્રેમ ઘટે અને શરીરનો પ્રેમ વધે, એ કયા પાપથી ડરે ? એકેય પાપથી નહીં. દુનિયાની બધી પ્રવૃત્તિ પાપની છે. પાપ કરે તે પાપી.
ચોવીસ કલાકમાંથી આત્મચિંતામાં કેટલો વખત ? ત્રિકાલપૂજન, ઉભયકાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org