SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ int – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાશાન વચ્ચેનો ભેદ ? - 43–– ૮૩ દુપટ્ટા, પાઘડી, મકાનો કે પેઢીથી સામો જૈનશાસનને જીવતું માનશે ? “અમને જૈનશાસનની બહુ ધગશ છે' - એવું કહેનારા વિચારશે કે “શાસન તે પૂતળામાં છે કે આગમને અનુસરતી પ્રવૃત્તિમાં છે ?' નાના પટાવાળાને પણ પૂછજો કે “તું કોનો?” તે તરત જ કહેશે કે, “એનો - ગવર્નમેન્ટનો. જે રસ્તે જવાનો મનાઈ હુકમ હોય તે રસ્તે જનાર કોટ્યાધિપતિ હોય તો પણ તેનું કાંડું પકડું.” દસ-પંદરનો પગારદાર પટાવાળો પણ આમ જ કહે. તમે પણ જૈનશાસનના પટાવાળા છો કે નહિ ? તમે અને અમે, માનો કે જૈનશાસનની પ્રભાવના ન કરી શકીએ, શાસનને દિપાવી ન શકીએ, પણ પટાવાળા થવાની ભાવના હોય કે નહિ ? જૈનશાસનના પટાવાળાની ફરજ શી? જૈનશાસનમાં રહેલ જ્યાં જાય ત્યાં બોલે શું અને વર્તે કેમ ? વખાણે શું અને નિંદે શું ? - હવે તો નિશાળ માંડવી પડશે. વાતો કરવી જૈનશાસ્ત્રના ઉદયની અને અર્થકામમાં લપાતા જવું, એ કેમ બને ? જૈનશાસન જયવંત કહેવું અને પાપને પાપ માનતાં પણ આંચકો ખાવો, એ કેમ પાલવે ? જરા તમારા પૂર્વજોનાં જીવન તો તપાસો ! અમે તો જ્ઞાની તેને ન કહીએ, કે જે પાપને પાપ કહી એનાથી પાછો ન હઠે ! એવા બધા જ મૂખ. પાપને પાપ ન કહી પાપની સામે ધસ્યો જનાર ગમે તેટલો વિદ્વાન હોય, છતાં એ તો મૂર્ખશેખર જ છે. દુનિયાના બધા જીવો પાપથી પાછા હઠે, તો એક પણ ગુનાનો કેસ ન બને. જ્ઞાનના જમાનામાં દહાડે દહાડે પાપ વધે કે ઘટે ? આજે તો હિંસા, જૂઠ, ચોરી એ બધાનો પહેલેથી જ બચાવ કરવામાં આવે છે. “આના વિના ચાલે ?' - એ મોટો બચાવ. ભલા ! કોઈ ગરીબ ચોરી કરે અને કોર્ટને કહે કે “ખાધા વિના ચાલતું નથી માટે ચોરી કરી, છોકરાં ઘણાં છે, ભૂખે મરે છે, માટે એમને સુખી કરવા ચોરી કરી છે.” તો કોર્ટ એને છોડી દે ? નહિ જ. દુઃખ તો એ થાય છે કે હજી કેટલાક જૈનને પણ જ્યારે પાપને પાપ સમજતાં મુશ્કેલી પડે છે, ત્યારે તેનાથી શાસન કઈ રીતે સમજાય કે બીજાને સમજાવાય ? દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક કોણ? દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક તે જ છે, કે જે પાપને ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy