SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ – ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 – ૧૯૩ સભા : અજ્ઞાન. તમે કહો છો હોં ! હું ભેગો ભળીશ. તમે સમજ્યા છો તેની આ જાહેરાત થાય છે, પણ જેવું અહીં બોલો છો તેવું બહાર, બજારમાં, બધે જ બોલતા થાઓ તો જ એ બરાબર જગ્યું કહેવાય. સમ્યગ્દર્શન જાય તે પહેલાં મરણ આવે એ જ સારું. ક્ષત્રાણીઓ અંબોડામાં ખંજર રાખતી. વિષમ પ્રસંગે શિયળ સાચવવા પ્રયત્ન કરતી પણ જો શિયળધર્મ જવાનો વખત આવે તો છાતીમાં ખોસી મરી જતી. આપણે પણ દર્શન જતું હોય તો દર્શન જતાં પહેલાં મરવામાં વાંધો છે ? દર્શન જતાં પહેલાં મરવું એ સારું. વ્યવહારમાં પણ આબરૂ જતાં પહેલાં ઘણા ઝેર ખાય છે. એ મોહજન્ય હોઈ ત્યાં આપઘાત છે. ધર્મ જાય તે પહેલાં મરવું તે આપઘાત નથી. જે શરીરના મમત્વ ખાતર ધર્મ વેચે તેનામાં ધર્મ શી રીતે ટકે ? ધર્મનાં પરિણામ આવવાં પણ કઠણ. ધર્મ જાય તે પહેલાં મરવાની ઇચ્છા એ આપઘાત નથી. શ્રી કલ્પસૂત્રમાં સાંભળ્યું એ યાદ છે ને ? વ્રતભંગ કરવા કરતાં અગ્નિમાં પડીને મરવું સારું. આથી હવે સ્પષ્ટ થયું કે ચારિત્ર, તપ, અને જ્ઞાન જો દર્શન હોય તો જ સફળ છે. એ દર્શન જતાં પહેલાં ઘર, પૈસો, કુટુંબ અને ખોખું (શરીર) પણ છોડવું પડે, તો તે છોડવામાં કશી જ હરકત કે હાનિ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy