SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 503 - ૧ : સદાચારનું મહત્વ સમજો ! - 38 – ૧૫ | વિચારો, અહીં કઈ સ્થિતિ છે? સામાન્ય કુટુંબ, પતિ દરિદ્ર, મુસીબતવાળું જીવન, મુશીબતનો પ્રસંગ અને રાજા પણ રૂપે, રંગે રૂપાળો, આતુર, છતાં પણ આ સ્ત્રીનો આ સદ્ભાવ કોના બળે ટક્યો ? ધર્મરાગના બળે. મોદી બહારગામ ગયો. રાજાઓ નગરચર્યા જોવા નીકળતા અને અડધી રાત્રે પણ ફાવે ત્યાં પેસતા. અડધી રાત્રે કમાડ ઠોકી રાજા અંદર દાખલ થયો. સ્ત્રીએ આવકાર આપ્યો, સન્માન આપ્યું, રાજાને બેસાડ્યો. વિષયાંધની બુદ્ધિ તથા શક્તિ નષ્ટ થઈ જાય છે, નહિ તો અદના સેવકની સ્ત્રી પાસે પ્રજાપાલક રાજા પોતાની દુષ્ટ ભાવના વ્યક્ત કરી શકે ? પણ કરી. સ્ત્રી શાણી હતી. સમય વિચારી કહ્યું કે, “આપ મારી સેવા તો સ્વીકારો !” અહીં સમય વિચારવાનો. શીલધર્મના સંરક્ષણ માટે સમય વિચારે છે. સમય, ધર્મના રક્ષણ માટે જોવાય, પણ નાશ માટે નહિ ! પોતે બધી તૈયારી તો કરી જ હતી. જાણતી જ હતી કે આજે જ રાત્રે આવશે. કામીને ધીરજ ન હોય. પોતે એક થાળમાં પાંચ પ્યાલા લાવી. પાંચે પ્યાલા જુદા જુદા રંગના હતા અને એકથી બીજો એમ એકથી એક ચડિયાતા હતા. થોડું થોડું એમ પાંચે પ્યાલામાં એક પ્યાલા જેટલું દૂધ ભરેલું હતું. રાજા ખુશ થયો. કામી છે. રાજાએ જાણ્યું કે જેમ પ્યાલા ઊંચી ઊંચી જાતના છે, તેમ દરેકમાં દૂધ પણ જુદા જુદા સ્વાદનું હશે. રાજાએ પીધું, જે સ્વાદ પહેલામાં. તે જ બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં. રાજાએ કહ્યું કે “તારે જો એક જ જાતનું દૂધ પાવું હતું, તો આ જુદા જુદા પ્યાલામાં શા માટે પાયું ? એક જ પ્યાલામાં પાવું હતું ને ! પાંચ પ્યાલા શું કામ બગાડ્યા? સ્ત્રી : “આપનો અંધાપો ટાળવા.” કેવા શબ્દો છે ? યોગ્ય જ. સાદા હોય જ નહિ. રાજા : “મને અંધાપો ? શી રીતે ?” સ્ત્રી : “પ્યાલા જોઈ વસ્તુની કિંમતમાં મલકાયા, એ અંધાપો નહિ ? ઉપરના રંગરાગ સારા હોય, માટે અંદર બીજું હોય છે ? પ્યાલા જુદા માટે ચીજ જુદી ? ચામડી જુદી, પણ ચીજ એક જ. હાડ, ચામ અને માંસ જાણે ગંધાતી ગટર. તમારા અંતઃપુરમાં પણ એ અને અહીં પણ એ જ અને ચંડાળને ત્યાં પણ એ જ ! પણ, આંખો ફૂટી ગઈ હોય એ દેખે ? પ્રજાનો પિતા, પુત્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy