SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 20 કહી છે, એને કહ્યા સિવાય છૂટકો છે ? કોઈ પૂછે કે, ‘મનુષ્યતિ દુર્લભ શાથી ?' તો તમે શું કહો ? દેવર્ગાત અને મનુષ્યર્થાત એ બે સારી ગતિ ગણાય છે અને દેવર્ગાત તો અમુક દૃષ્ટિએ મનુષ્ય તિ કરતાં ઘણી ઊંચી છે. ઋદ્ધિસિદ્ધિથી ભરેલી છે. અચિંત્ય શક્તિ અને વિપુલ જ્ઞાનથી સહિત છે. એઓ કેટલાયે શ્રી તીર્થંકર દેવો પાસે જઈ શકે છે; જે વિશિષ્ટ સ્થળો જ્ઞાનીઓ બતાવે તે જાતે જઈને જોઈ આવે; છતાં એને ર્નાહ વખાણતાં મનુષ્યતિ કેમ વખાણી ? એનો હેતુ લાવો ! એના વર્ણનમાં દીક્ષાને સ્થાન છે કે નહિ ? એની પ્રશંસા કરવી માંડી વાળી મનુષ્યતિની દશ દષ્ટાંતોથી દુર્લભતા શા માટે દર્શાવી ? જે હેતુએ એ વર્ણવી તે હેતુને ભૂલી જ્વાય, તો કાંઈ પણ વર્ણવી શકે એમ છે ? વિરતિધર્મને બાજુએ મૂકી દઈએ, તો મનુષ્યગતિને અધિક વર્ણવવાનું કારણ શું રહે છે ? કાંઈ જ નહિ. આથી એ વસ્તુને વચમાં લાવ્યા સિવાય છૂટકો જ નથી. શ્રી દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનની પહેલી ગાથામાં, ચૌદ પૂર્વધર સૂત્રકાર મહર્ષિ શ્રી શŻભવસૂરિજી મહારાજા ફરમાવે છે કે; ‘અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ જે આત્માના હૃદયમાં વસે, તેને દેવતાઓ પણ નમે છે.’ દેવો સુખી જીવનવાળા છતાં ધર્મને આમ નમ્યા સિવાય તેઓને છૂટકો જ નથી. નમન કોને કરવું અને શા માટે કરવું ? જૈન શાસનમાં નમન કરવું, હાથ જોડવા કે મસ્તક નમાવી દેવું, એ સભ્યતા માટે નથી; અગર જેને નમીએ તેનાથી છેકે ભાગવા માટે નથી; અગર જે વસ્તુ છે તે નહિ લેવા માટે નથી. નમસ્કારમાં ત્રણ વસ્તુ છે; નમસ્કાર, નમસ્કાર ઝીલનાર અને નમસ્કાર કરનાર ! હવે જેને નમસ્કાર કરીએ એટલે કે, જે વ્યક્તિ નમસ્કારને યોગ્ય છે, તેની અને આપણી વચ્ચે પુલ બનાવવા માટે નમસ્કાર કરવાનો કે દિવાલ બનાવવા માટે નમસ્કાર કરવાનો ? જેનાં ચરણોમાં માથું મૂકવાનું, તેના જેવા બનવાના પ્રયત્નો હોવા જોઈએ કે તેનાથી કાયમ ખાતે દૂર રહેવાના ? કેવળ સભ્યતા ખાતર જૈન Jain Education International ગ્રંથ અને ગ્રંથકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy