________________
શાસનમાં નમસ્કાર યોજાયા જ નથી. હદયમાં દંભ રાખીને સામાને સારું મનાવવા ખાતર કે છૂટકો નથી એમ ન ઇચ્છાયે પણ કરવાના નથી. દેવતાઓ પણ નમસ્કાર કરે છે એનું કારણ એ વસ્તુ પામવા માટે છે. દેવગતિ એ વિરતિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ છે, તેથી શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાને સારી રીતે આરાધી શકીએ એ સ્થિતિ ક્યારે મળે ? એ માટે મનુષ્ય ગતિની માગણી કરે છે. જે વસ્તુના યોગે મનુષ્યભવ દુર્લભ વર્ણવ્યો તેને છૂપાવવા માગીએ, તો આજ્ઞાપાલક કહેવાઈએ કે વિરાધક ? તાકાત ન હોય તો અનંત જ્ઞાનીઓની સઘળી આજ્ઞાનું પાલન ન કરી શકાય એ શક્ય છે, એમની બધી આજ્ઞાનું પાલન કરવાની શક્તિ મેળવવા માટે ન માલૂમ હજુ કેટલાયે ભવો કરવા પડશે, પણ એ આજ્ઞાની વિરાધનાથી બચવું એ આપણો ધર્મ ખરો કે નહિ ? એ ધર્મ પાળવો હોય તો દીક્ષાને મહત્વ આપ્યા સિવાય છૂટકો છે ? પ્રભુમાર્ગની આજ્ઞાને વળગીને, જગતને સુખનો માર્ગ બતાવનારથી દીક્ષાને વેગળી મૂકી શકાય એમ છે ? દીક્ષાના ભેદ પછી ગમે તેટલા પાડો; સર્વથી, દેશથી કે છેવટ ભાવથી, પણ માલ બધો બતાવવો જોઈએ, જેવો ગ્રાહક : જેનાથી જેટલું લેવાય તેટલું લે ! પણ બધી સામગ્રી આંખ સન્મુખ રહેવી જોઈએ. લેનારને તોષ ન થવો જોઈએ, કિંતુ ઉત્કંઠા વધવી જોઈએ. બધી વસ્તુ આગળ રાખવામાં આવે, તેને કદાગ્રહ કહી શકાતો નથી. મનુષ્ય જન્મની દુર્લભતા કે સફળતા માટે, કરવા લાયક કરવા માટે, એ વસ્તુને પ્રધાનતા આપ્યા સિવાય રસ્તો નથી. એ વસ્તુને પ્રાધાન્ય છે જ. આપણે કાંઈ નવું આપવું પડતું નથી. શ્રી જિનેશ્વર દેવો કહી ગયા છે કે, એના વિના અમારો પણ છૂટકો કે ઉપાય નથી. અમે અનુભવ્યું કે, રત્નત્રયી સિવાય સંસારથી તરવા માટે એક પણ અમોઘ માર્ગ નથી, એથી પોતે અનુભવેલો, જાતથી સેવેલો અને જગતનાં પ્રાણીઓ માટે જરૂરી
છે, એ માટે જાતના હિતને માટે કહો.” શષ્યમોહ ને નાસભાગ ? આથી અજ્ઞાનતાભરી દલીલોમાં પણ જ્યારે તેઓને નિરુત્તર બની પડે છે. ત્યારે ગ્રંથ અને ગ્રંથકાર
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org