SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 675 – ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47– ૧૪૭ ને સમ્યગ્દષ્ટિપણું એ મોટામાં મોટો સદ્ગણ છે, જ્યારે મિથ્યાદૃષ્ટિ આત્મા ગુણને પણ દોષ તરીકે દેખે છે અને ગુણને જ દોષ તરીકે પરિણાવે છે, ત્યારે સમ્યગ્દષ્ટિ આત્મા દોષને પણ પોતાની ગુણમયતાના બળે ગુણરૂપે પરિણાવે છે. જેમ કે કોઈ તિરસ્કાર કરે તો તે તિરસ્કારને તથા તે તિરસ્કારના કરનારને સમ્યગ્દષ્ટિ આત્મા કર્મક્ષયમાં સહાયક માને છે અને એમ માનીને કર્મક્ષય સાધે છે, ત્યારે એ જ સાધનથી મિથ્યાષ્ટિ આત્મા કર્મબંધ વધારે છે, કારણ કે બેયનું ધ્યેય, ભાવના અને વિચારો જુદા છે. સારી-નરસી વસ્તુનું પરિણામ આત્માની પરિણતિ ઉપર છે. શ્રી જિનમૂર્તિને જોઈ આત્માનંદીને આનંદ આવે, ત્યારે ઉન્માર્ગગામી બનેલા આત્માને ક્લેશ થાય. તપશ્ચર્યા એ આત્મકલ્યાણનું સાધન છે એમ જાણી એક આત્માને તપ પ્રત્યે સદ્ભાવ થાય, તપ કરવાની ભાવના થાય, તપ કરનારને હાથ જોડે, ત્યારે બીજો આત્મા તપ કરનારની મશ્કરી કરે : અરે, તપ કરનાર ઉપર ત્રાસ વર્તાવે : રખે તપ વળગી જાય નહિ, તે માટે આઘો ભાગે. વિચારો કે ચીજ એક જ છતાં પણ આવો ભેદ કેમ? કહેવું જ પડશે કે એ મિથ્યાત્વરૂપી મહાદોષનો જ પ્રતાપ ! સો મણ દૂધના કડાયામાં સોમલનો એક જ કણિયો પડે, તો તે પોષક દૂધ પણ નાશક જ થાય : તેમ ગુણ બધા જ હોવા છતાં પણ તેમાં મિથ્યાત્વરૂપ સોમલનો કણિયો પડ્યો કે એ જ પોષક ગુણો નાશક બને, માટે જ પરમ ઉપકારી શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ફરમાવ્યું કે ગમે તેવી નિવૃત્તિ પાળે, સ્વજનાદિનો ત્યાગ પણ કરે અને અનેક જાતની તકલીફો પણ વેઠે, તે છતાં પણ એક સમ્યકત્વ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. સભાઃ અત્યારે ધર્મોજન માટે મોક્ષ તો નથી અને સ્વર્ગગતિ જ છે, તો અજ્ઞાનથી મિથ્યાત્વ પોષે અને ચારિત્ર પાળે તો દેવલોક મળે ત્યાં સખ્યત્વ આવે, પછી કાંઈ વાંધો છે ? અહીં મિથ્યાત્વ દઢ કરે, તો ત્યાં સમ્યક્ત્વ આવે કયાંથી ? મુક્તિ નથી મળવાની, છતાં પણ ઇચ્છાય તો મુક્તિ જ. આગળ સમ્યફ થશે એ ભાવનાથી જે સમ્યકત્વ પ્રત્યે બેદરકાર રહે અને મિથ્યાત્વ સેવે, તેને ભવાંતરમાં પણ તેવી સુંદર સામગ્રી નથી મળતી : માટે ઉત્તમ શાસન પામેલા આત્માઓએ અજ્ઞાન અને અજ્ઞાનીઓથી સાવધ રહીને મિથ્યાત્વ ન પોષાઈ જાય એની કાળજી ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy