SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 14 ગયા. એવા ગુરુ મળે તો ઉપર જવાનું બીજું કામ પણ શું? એ આવે એટલે એ તારકને ચરણે પડો : એ કહે તે જ કરવાનું : એ જ ગુરુ !” બસ, સમ્યગ્દર્શનની સન્મુખ વૃત્તિ થઈ. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ પણ દર્શનધર હતા, પણ અહંધર નહોતા. જ્યારે તેઓ પાછા પધાર્યા કે પંદરસોય પગમાં પડ્યા અને વિનંતિ કરી કહ્યું કે તમે અમારા ગુરુ.” ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ કહે છે કે તમારા અને અમારા ગુરુ મોજૂદ છે.” તાપસો : “તમારા ગુરુ ? એ કેવા છે ?” ગુરુનું સ્વરૂપ સાંભળતાં બધાને ઉત્તમ ગુણની પ્રાપ્તિ થઈ. શ્રી ગૌતમસ્વામી મહારાજે આમ ન કહ્યું હોત તો આ સ્થિતિ થાત ? નહિ. બેઉના ગુરુ કેવાક છે, એ સમજાવતાં ગુણની પ્રાપ્તિ થઈ, પારણું કરતાં, સમવસરણ જોતાં તથા સમવસરણમાં પેસતાં પ્રભુની મુખમુદ્રા જોતાં પાંચસો પાંચસોને ક્રમસર એમ પંદરસોને કેવળજ્ઞાન થયું. આવા મોટા પણ આજ્ઞાને આધીન, એ જોઈને સામાની ભાવના પણ પલટાઈ જાય છે. સમ્યગ્દર્શનના યોગે આત્માને અહંતાનો લેપ ન લાગે. આજે તો કેટલાય વિદ્વાનને એ જ ઘમંડ કે “મારા વિચાર આ. એ નકામા કેમ જ હોય ? બીજાના વિચાર બીજા જાણે, પણ મારા વિચાર તો આ જ. બધા પોતપોતાના અભિપ્રાયની વાતો કરે. અભિપ્રાય ને અભિપ્રાયમાં જ ગાડી ગુમ થાય. બહુમતી થાય એટલે પોતાનું છોડવું પડે એટલું છે, પણ એ તો માત્ર સભામાં જ ! બહાર જઈને તો પાછું એ જ બોલવાનું. અહીં એવી બહુમતી ન ચાલે. અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિ એમ સમ્યગ્દર્શન કહે છે. આજના ઉદ્ધત વિદ્વાનને આ પાલવે ? એને એમ થાય કે હું ભણેલો અને આ કહે તેમ કેમ થાય ? જો એમ કરું તો હું ભણેલો શાનો ?' આજના ભણેલા ગણાતાઓની મોટે ભાગે આ દશા છે. દર્શનહીન જ્ઞાનનાં કડવાં ફળ : આજનો એવી દૃષ્ટિએ ભણેલો પુસ્તક હાથમાં લે, એટલે પહેલું તો જુએ કે ભાષા કઈ સદીની ? બે-પાંચ પુસ્તકો તે સદીનાં મેળવે, તે પરથી શબ્દોના અનુમાને કહે કે “આ ભાષા પંદરમી સદીની છે, માટે ગણધરે લખ્યું એમ ન મનાય, પુરાણપાઠી સાધુઓ ભલે કહે કે ગણધરે લખ્યું પણ મનાય નહિ !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy