________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
આત્માઓએ ભયંકર પાપોને આચર્યાં, પછી જોયું કે હવે શાસનના રસિક અને સાચા પરાક્રમી આત્માઓ આપણને વાસ્તવિક ચર્ચાના મેદાનમાં ઘસડ્યા વિના નહિ જ રહે : કારણ કે ગમે તેવા કમઅક્કલ ચોરના અંતઃકરણમાં પણ જે માલ પોતાના કબજામાં આવ્યો છે, તે માલના માલિકની તો પૂરેપૂરી ભીતિ હોય જ છે અને તે સદાને માટે જ રહે છે. એવી જ ભીતિના યોગે તેઓ ગભરાયા અને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરનારાં શાસ્ત્રોથી તેઓ ઘણા જ ગભરાઈ ગયા ને એ જ કારણે એ પાપાત્માઓએ શાસ્ત્રને બનાવટી તથા શાસ્ત્રના કહેનારને ખોટા,સ્વાર્થી,પ્રપંચી અને અભિમાની વગેરે વગેરે તરીકે ઓળખાવવાની ભયંકર જાલિમતા અંગિકાર કરી અને તેમ કરવામાં તેમણે પોતાના પરલોકની ભીતિને પણ તજી દીધી, એ શું તેઓની ઓછી કમઅક્કલ છે ? આ જાતની કમઅક્કલ એમને મુબારક રહે, એમ કહીને આપણાથી ચૂપ કે શાંત બેસી શકાય તેમ નથી : કારણ કે એ કરપીણ આત્માઓએ પોતાની કમઅક્કલથી જેમ પોતાનો ૫૨ભવ સળગાવી મૂકયો છે, તેમ અન્ય ભદ્રિક આત્માઓના પરભવોને સળગાવી મૂકવા માટે ભયંકર લાહ્ય સળગાવી દીધી છે. આ વખતે તો એ લાગેલી લાહ્ય ઉપર બંબાઓ એકદમ લઈ જ જવા જોઈએ અને લાહ્ય ઉપર પહોંચતાંની સાથે જ પંપો દ્વારા ભયંકર પાણીના મારા શરૂ કરી જ દેવા જોઈએ. એમાં એક લેશ પણ વિલંબ કરવો પાલવે તેમ નથી, કારણ કે બધું જ સળગ્યા પછી બંબા કામ નહિ આપે. બંબાવાળા પણ એવી ઝડપે દોડે કે ન પૂછો વાત. કાયદો છે કે એનાથી અકસ્માત થાય અને કોઈ મરી જાય તો પણ એ ગુનેગાર નહિ. એ તો દોડીને એકદમ પહોંચે અને પંપો દ્વારા આગ બુઝાવે. બંબાના સત્તાધારીઓ બંબા રાખી જ મૂકે અને કામમાં ન લે તો એ કેવા કહેવાય ?
૧૫૨
આજે ઘણાને ઝઘડા-રગડાનો ભય લાગે છે, પણ માનો કે સત્યની રક્ષા કરતાં મૂર્ખાઓએ માનેલો ઝઘડો અને રગડો પણ થાય અને તેમાં થઈ થઈને થાય પણ શું ? બહુ બહુ તો મરી જવાય અને એથી આ નાશવંત ખોખું જાય, કારણ કે ઉશૃંખલ બનેલો સામો વર્ગ બહુ ઉધમાતિયો હોય તો મારે, એવા મારે કે મારી જ નાખે, પણ એથી આત્માના જે વાસ્તવિક ગુણો છે તે જાય કે રહે ? આ વિચાર ખાસ કરવા જેવો છે, પણ વિચાર કર્યા વિના જ અયોગ્ય રીતે મૌનના ઉપાસક બનવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. વધુમાં આજે જે આ જાતની વિરુદ્ધ પ્રવૃત્તિ ચાલી રહી છે, તે મર્યાદા
Jain Education International
680
For Private & Personal Use Only
www.jainelibrary.org