SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 681 —૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47 – ૧૫૩ કેમ મૂકતી જાય છે, એના ઉપર ખાસ વિચાર કરવાની જરૂર છે : કારણ કે બધી જ વસ્તુની હદ હોય છે, અને મર્યાદા હોવી જ જોઈએ. જો એ ન સમજીએ, તો પરિણામ ઘણું જ ખરાબ આવે. અમુક વાત સાંભળી, વાંચી કે જાણી પછી એટલે જ ન અટકો, ઠેઠ તેના મૂળ હેતુ સુધી જાઓ, વિચારો કે બાળદીક્ષા માટે સામો પક્ષ આટલી ધાંધલ મચાવે છે, પણ બાળદીક્ષાઓ થઈ કેટલી ? કહેવું જ પડશે કે ઘણી નહિ, પણ માત્ર નામની જ થઈ છે : તે છતાં આટલી બધી ધમાલ થાય તેનું ખરું કારણ તપાસવું જોઈએ અને તે તપાસતાં તરત માલૂમ પડશે કે તેનું કારણ વિરોધીઓનો વિરોધી સ્વભાવ જ છે. વાત વાંચી કે સાંભળી પણ લખનાર કે કહેનાર કોણ, અને તેનો હેતુ શો છે, એ સત્યના અર્થીએ ખાસ વિચારવું જ જોઈએ. આ તો આજે આ વાંચે તો એ પણ ઠીક અને કાલે બીજું વાંચે તો એ પણ ઠીક, એવું થાય એ કેમ જ ચાલે ? માર્ગમાં રહેવા ઇચ્છનારમાં તો ઘણી જ વિવેકભરી વિચારશીલતા જોઈશે. આગમની આજ્ઞાથી વિરુદ્ધ માર્ગમાં બેઠેલા આજે આગમ તથા આગમધરને ફાવે તે રૂપમાં ચીતરી શકે છે, મોટામાં મોટા માણસને પણ એ ગમે તેવા અલંકારોથી નવાજી શકે છે અને તે પણ છાતી કાઢીને, બજાર વચ્ચે “બસ કહેવાના, કહેવાના અને કહેવાના : થાય તે કરી લો’ - એ રીતે, છતાં આગમના ભક્તો, “આપણે શું કરીએ, એનું એ જાણે ?” - એમ કહીને બેસી રહે એનો અર્થ જ શો ? આત્મકલ્યાણના અર્થીઓને ભય પણ શો અને ગભરામણ પણ શી ? સામા પક્ષથી આગમનું આવું ભયંકર અપમાન થાય અને તે થતું વંચાય અને સંભળાય, તે છતાંય હશે ત્યારે, હશે ત્યારે એમ થાય એનો અર્થ શો ? બીજું ન થાય પણ “તારે ને મારે સંબંધ નહિ' - એટલું તો થાય જ ને ? વ્યવહાર એ એવી ચીજ છે કે એના યોગે ચાર આદમી કહે કે “હવે તારે ને મારે સંબંધ નહિ પાલવે' - તો વ્યવહાર ખાતર પણ એવાને સીધા ચાલવું પડે, ગરજે પણ માને, ન માને તો મનમાં ફૂટ્યા કરે પણ ઉઘાડો તો ન જ પડે. સામો પક્ષ પોતાના સમર્થનમાં પૂર્વાચાર્યોને સ્વાર્થી કહેવા જેવી હદ સુધી પોતાના વીર્યનો અને પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે, તેની સામે સાચા માર્ગને અમે પામ્યા છીએ એમ માનનાર આત્માઓએ પોતાની ધર્મભાવનાને છાજતું અને શક્તિના પ્રમાણમાં કંઈક કરવા યોગ્ય કરવું પડશે ખરું કે નહિ ? જો ન જ કરીએ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy