SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ આપણે ગુનેગાર નથી એમ ? કહેવું જ પડશે કે ગુનેગાર છીએ. છતી શક્તિએ ક૨વા જેવું ન જ કરવામાં આવે તો ગુનેગાર જરૂર જ ગણાઈએ, એમાં પ્રશ્ન જ શો ? સભા : એ તો સાધુની ફરજ છે : એ ફ૨જ એકલા સાધુઓની જ નથી, પણ સાધુની તથા શ્રાવકની ઉભયની છે. બેયની શી શી ફરજ છે તે સમજો. સાધુ તો તમને સમજાવે. તમારી પાસે સત્ય મૂકે. શું શું કરવું ઘટે તે તમારી ફરજો તમને બતાવે. ઉપદેશની ફરજ સાધુની અને અમલની ફરજ શ્રાવકોની ! સાધુઓ પોતાના અધિકાર મુજબ સેવા બજાવે અને શ્રાવકો પણ પોતાના અધિકાર મુજબ સેવા બજાવે ! શાસન ઉપર આવતા આક્રમણ સમયે બેમાંથી એકેથી પણ મૂંગા ન જ રહી શકાય. એવે સમયે છતી શક્તિએ મૌન કરવું, એ તો ઇરાદાપૂર્વક એકેન્દ્રિયપણાને આમંત્રણ કરવા જેવું છે : માટે પોતાને શાસનના રક્ષક ગણાવાનો દાવો કરનારા અને પોતાને શાસનના ચુસ્ત અનુયાયી કહેવરાવનારાઓ શાસન ઉપર આવતા આક્રમણ સમયે કોઈ પણ રીતે મૌન નથી જ રહી શકતા. એવે સમયે મૌન રહેવાની ભાવના આવે તો ખરી રીતે તે વિરાધક ભાવ છે. 682 સભા : શ્રાવકોમાં સમજવાની બુદ્ધિ જ ન હોય ત્યાં સુધી શું થાય ? - આ પ્રશ્ન ખોટો છે. કોણ એમ કહી શકે કે શ્રાવકોમાં દીવા જેવી વાતોને સમજવાની બુદ્ધિ નથી ? શું તમે કંઈ બુદ્ધિમાન નથી ? છો જ : ‘તમે સમજી નથી શકતા' – એમ કોઈ કહે તે હું શી રીતે માનું ? રોજ પૂજા કરનારા, વરસોથી ઉપાશ્રયે આવનારા, કાયમ ખાતે સાધુઓના સહવાસી, ઘણી ઘણી દેશનાઓના સાંભળનારા તમે, સાધુ અને શ્રાવકના સામાન્ય ધર્મને પણ ન સમજો એ કેમ જ મનાય ? અને જે સમજો છો તે તદ્દન જ ફેરફાર દેખાય, તે છતાં પણ તેને માટે તમારો યોગ્ય પ્રયત્ન ન હોય તો, તે ન જ નભે. ઝીણી બાબતો ન જાણો તે બને, પણ દીવા જેવી બાબતો ન સમજી શકો એ કેમ જ બને ? વારુ, હું તમને પૂછું છું કે ‘કેવલી સિવાય બીજા કોઈ ધર્મ કહેવા માટે અધિકારી નથી.’ - એવું કોઈ સાધુ કહી શકે ? અને એવી વાત કોઈ કહે તો તે તમને કબૂલ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy