SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 883 —૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા : - 47–૧૫૫ તથા જો કબૂલ હોય તો ભગવાન શ્રી જંબૂસ્વામીજી પછીના બધાય મહાપુરુષોને તમે વિરાધક માનવા તૈયાર છો ? જો ના, તો તો એ પ્રમાણે કહેનાર વિરાધક ખરો કે નહિ ? જો ખરો જ, તો એની પાસેથી યોગ્ય જવાબ કેમ ન માગવો જોઈએ ? વારુ, બીજી વાત પૂર્વાચાર્યોએ તમારી સ્વતંત્રતા દાબી દીધી છે' - આવું કોઈ પણ સુસાધુથી કહેવાય ? ઇચ્છા પ્રમાણે વર્તવું તે જ ધર્મ' – આવું પણ સુસાધુથી કહેવાય ? અને ‘બાઈઓ ફટાણાં ગાય છે' - એને કોઈ પણ સુસાધુથી ધર્મ કહેવાય? તેમજ “તમારા રોટલા ઉપર અમે જીવીએ છીએ' - એવા આશયનું સુસાધુથી બોલાય ? શું આ બધી દીવા જેવી વાતો તમે નથી સમજી શકતા ? શાણાઓ અને ડાહ્યાઓ જઈને પગ પકડી વિનંતિ તો કરો કે “આ શું કરવા બેઠા છો ? શાસન ઉપર ભયંકર આક્રમણ ન કરો. જગત ઇચ્છા મુજબ તો વર્તી રહ્યું છે : હવે એ સ્વેચ્છાચારિતામાં ધર્મ બતાવી જગતની વધારે પાયમાલી ન કરો. તમે તત્ત્વની ઝીણી વાતોમાં ન સમજો એ માન્યું, પણ આ દીવા જેવી વાતો તો સમજો છોને ! સમજો છો તો કહો કે એ માટે શું કર્યું ? શ્રાવક તથા સાધુના સામાન્ય આચાર તો જાણોને ? આવી વાતો નજર સામે દીવા જેવી દેખાય છતાં પ્રયત્ન ન કરાય, તો શાસનનો અવિહડ રંગ નથી એમ કહેવાય : પછી ભલે તમે હો કે હું હોઉં! આ હાલત ચાલી રહી છે, આ કાર્યવાહી થઈ રહી છે તે નથી જાણ્યું ? જૈનોના પૈસાથી સારા બનેલા પાપાત્માએ ત્યાં સુધી કહ્યું છે કે “ભગવાન તીર્થકર તીર્થ સ્થાપી શકે નહિ, તીર્થ હોય જ નહિ, વીતરાગને વળી ટોળું શું? સંઘ સ્થાપનાની વાત જ ખોટી છે. બધા પૂર્વાચાર્યોએ માખી પર માખી કરી છે, એ પૂછડું મૂકનારા નથી.” - વગેરે ! જૈન સમાજના આશ્રયથી ભણેલા કહેવાતા વિદ્વાન પંડિતે શ્રી જૈન સંઘ પર આવી જાતનું તિલક કર્યું છે. એ કરાવનાર, એ કાર્યવાહીના પ્રેરકો, તે આજે સમાજમાં આગેવાનીભર્યો ભાગ લઈ રહ્યા છે અને આવાની પીઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy