________________
661 – ૯ : જૈનશાસનને પાયો સમ્પર્વ ! - 46 – – ૧૩૩ કરતો અને મરીને સાતમી નરકે ગયો. લક્ષ્મીનું પુણ્ય મેળવ્યું જેથી લક્ષ્મી આવે જ ગઈ, પણ ન તો દાન દીધું કે ન તો ભોગવી! કેવળ લોભવશ રહી આખરે નરકે ગયો. એ પુણ્ય શા કામનું ? પુણ્યને સુંદર બનાવનાર સમ્યકત્વ છે.
શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર અખંડ શ્રદ્ધા, એનું જ નામ સમ્યક્ત્વ ! શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વોને અખંડપણે સ્વીકારો, એ જ સમ્યકત્વ ! જીવ અજીવને જાણો, પણ આશ્રવ તજવાની અને સંવર સ્વીકારવાની માત્ર વાતો કરો એથી કાંઈ જ ન બને ! નિર્જરાના અનુષ્ઠાનનું તો ઠેકાણું જ નહિ અને મુક્તિરૂપ ધ્યેય જિંદગીમાં યાદ પણ ન આવે તો શું થાય ? મુક્તિ માટે વિચાર સરખોય ક્યારે આવે છે ? “સમ્યકત્વ નથી લાગતું' એમ કહેવામાં આવે તો તો કહેશો કે સમ્યક્ત્વ વિનાના કહ્યા ! માન્યું કે સમ્યક્ત છે પણ તેને યોગ્ય કાર્યવાહી તો હોવી જ જોઈએ ને ? અર્થીને જેનું પ્રયોજન હોય તે યાદ જ ન આવે ? ધર્મશ્રવણનો પહેલો ગુણ તો અર્થીપણું છે. જે વસ્તુનો જે અર્થી, તે વસ્તુ તેને જીવનમાં યાદ જ ન આવે ? અને યાદ ન આવે તો એ અર્થી કહેવાય ?
સમ્યગ્દષ્ટિ એટલે જ મુક્તિનો અર્થી ! મુક્તિ મળે એવું કેટલી વખત મનમાં આવે છે ? ધનના વિચારો તો ટાઇમસર આવે છે. ચાલુ છે જ. આ દશામાં સમ્યકત્વ રહે, ટકે કે ખીલે કઈ રીતે ? ધન માટે બધા ટાઇમ બરાબર, મોક્ષ માટે એક પણ ટાઇમ સીધો ન સચવાય. આનું કારણ ? સાધુપણું અને શ્રાવકપણું ન બને તો વાત જુદી, પણ સમ્યગ્દષ્ટિપણાની કાર્યવાહી તો જોઈએ ને ? શ્રી જિનેશ્વરદેવની પૂજા, સુસાધુસેવા, વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, ભણવંગણવું, તત્ત્વગોષ્ઠિ, - આ બધું રીતસર થાય છે ? “રીતસર” કહું છું હોં! ક્રિયા કરવામાં જો મોક્ષનું ધ્યેય ન હોય તો તત્ત્વાર્થ-શ્રદ્ધા લાવવી ક્યાંથી ? તત્ત્વાર્થ-શ્રદ્ધા એ જ સમ્યકત્વ.
જેને શ્રદ્ધા આવી તેને મોક્ષના વિચાર આવ્યા વિના રહે જ કેમ ? કારણ કે એનું સાધ્ય જ એ. એને તો રોમેરોમ વિચાર જ મોક્ષના. જેનું સાધ્ય મુક્તિ થાય, તેને શરીર, ઘરબાર, કુટુંબ, સ્વજનાદિ, લક્ષ્મી વગેરે પર તરીકે ભાસ્યા વિના કેમ રહે ? તમને સાધ્ય જુદું લાગે છે ? આવું તમને નથી કહેવાયું ? ઘણું કહેવાયું. ઘણીવાર તમે સાંભળ્યું. અસર ન થઈ તો ટકોર કરવી જોઈએ ને ! ટકોરથી પણ અસર ન થાય તો શું કરવું? સ્થિતિ આવી બગડી શાથી ? મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org