________________
૧૭૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૩
–
જ્ઞાનોદ્યોત? એ જ્ઞાન બનાવટી છે, નાશક છે - હાનિકર છે, કે જે જ્ઞાનવૃદ્ધિના પરિણામે દર્શન ઢીલું પડે. સમ્યજ્ઞાનથી તો દર્શન સ્થિર થાય. જ્ઞાનોદ્યોત હોય ત્યાં સાથે દર્શનોદ્યોત પણ હોય જ.
મુક્તિના ઇરાદે ધર્મની આરાધના એ જ તારક છે.' - એ ભાવના પણ જેમાં નથી તે જ્ઞાન કઈ જાતનું કલ્યાણ કરે ? જ્ઞાનનો પાયો દર્શન ને જ્ઞાનનું ફળ ચારિત્ર. જ્ઞાન તો મધ્યમાં છે. જ્ઞાનનું બીજ દર્શન અને જ્ઞાનનું ફળ ચારિત્ર અને પરિણામ મુક્તિ. ત્યારે ત્યાં એકમાં,-બીજમાં, ફળમાં કે પરિણામમાં સંસાર તો નહિને ? જે જ્ઞાનમાં દર્શનબીજ ન હોય તે જ્ઞાનને ફળ ન આવે અને ફળ આવે તો ફળ ખાધા વિના પરિણામ ક્યાંથી આવે ?
રોજ તપાસો કે ભણ્યા ગમે એટલું પણ દર્શનરુચિ છે ? જો નથી તો એ જ્ઞાન નાશક છે પણ સાધક નથી. દર્શન વિનાનું જ્ઞાન દુર્ગતિએ લઈ જાય, મારી પાડે, કારણ કે એની ભાવના અને એના વિચારો જ જુદા હોય, કેમ કે વસ્તુતઃ એ અજ્ઞાન છે. વ્યવહારમાં એને ભલે જ્ઞાન કહેવામાં આવે, પણ વિચારો કે એ જ્ઞાનીની ભાવના તથા વિચારો કયા છે ? એ જ્ઞાનમાં જો દર્શનનું બીજ હશે, તો એ વિચાર કરશે કે વિદ્વાનની પ્રવૃત્તિ આ ન હોય. દર્શન ચેતવ્યા કરે. ઝટ વિરતિ તરફ મોં વાળે, પણ પૌદ્ગલિકતામાં આસક્ત કરનાર જ્ઞાનને પામેલાની તો ભયંકર દુર્દશા થાય છે. એ એમ માનતો થઈ જાય છે કે હું જ્ઞાની, બીજા અજ્ઞાની, હું ડિગ્રીવાળો !” અને પછી એ અહંકારમાં જ્ઞાન મેળવવાની તક પણ ગુમાવી બેસે છે. એને કોઈ પૂછે કે “ફરક શો ?' - તો એ બતાવે કે “હું કંપની ચલાવી શકું છું, લક્ષ્મી મેળવી શકું છું, મોટર દોડાવી શકું છું, મોજમજાનાં સાધનો મેળવી શકું છું.” બસ, આમ કહી એ અટકે. એને ફરીથી પૂછવામાં આવે કે “પણ પછી શું?' - તો એ મૂંગો જ રહે. પછી શું બતાવે ? એ અજ્ઞાની કરતાં પણ ગયોને ? જે આરંભ-સમારંભ અને પાપ પેલા અજ્ઞાનીઓ પણ નથી કરતા, તે આરંભસમારંભ ને પાપકાર્યવાહી આ જ્ઞાનોદ્યોતમાં રહેવાની હુંકારવૃત્તિમાં ફરનાર મહાઅજ્ઞાની કરે છે. વાસ્તવિક રીતે એણે તો એવી કાર્યવાહી કરવી જોઈએ, કે જે જોઈને ન ભણેલા પણ જ્ઞાનને જરૂરનું માને ! સામા પર જ્ઞાનીની અસર ક્યારે થાય? શુભ પ્રવૃત્તિ જન્મે તો ! જ્ઞાનનો ઇન્કાર નથી, પણ જ્ઞાન, જ્ઞાન કોટિનું થાય તેની કાળજી હોવી જ જોઈએ. જેવો કર્મનો રસ તેવો વિપાક :
જ્ઞાનનું બીજ દર્શન, ફળ ચારિત્ર અને પરિણામ મુક્તિ ! દર્શન એટલે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org