________________
૧૪૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
-
888
‘તારો' એમ કહો છો, અર્થાત્ તરવાની માગણી કરો છો. તો પછી તરવા માટે પાપથી દૂર તો રહેવું પડશે કે નહિ ? પ્રભુનાં સ્તવન ગાતાં એમના ગુણ અને પોતાના દોષનો મુકાબલો કરવો પડશે કે નહિ ? “મારે પાપ વગર નહિ ચાલે, માટે આપ પાપની છૂટ આપો અને ન ચાલે એવા પાપને કરવામાં વાંધો શો ?' - એમ પ્રભુ પાસે કહેવાય? નહિ, તમે અમુક ચીજ તજી ન શકો, અમુક ક્રિયા ગ્રહણ ન કરી શકો, ત્યાં પામરતા કબૂલો તો શ્રી જિનેશ્વરદેવ એટલા ઉદાર છે કે તરત જ કહે છે કે “કર્મની આસક્તિ, મોહનું જોર એ એવાં છે કે બિચારા શિથિલ બને છે, પણ ફીકર નહિ : ધીમે ધીમે અભ્યાસ કરતાં એ પણ થશે.” આ રીતે એ કરુણાસાગર ભગવાન આશ્વાસન આપે છે.
શ્રી મેઘકુમાર સવારે ઘેર જવાના ઇરાદે આવ્યા, ત્યારે ભગવાને એમનું અપમાન કર્યું ? નહિ જ, ભગવાન તો જાણે છે કે આત્માને મોહ મૂંઝવે છે. શરીરની મૂછ અત્યારે મેઘકુમારને મૂંઝવી રહી છે. એટલે તરત જ પ્રભુ એમને માર્ગમાં સ્થિર કરે છે. પામરતા કબૂલનારને તો આશ્વાસન અપાય. પણ એમાં શું થયું ?' કહી સામો થાય, એને તો કહી જ દેવું પડે કે “તું ધીઠ્ઠો છે !” ચોર ચોરી કરીને રૂએ, પસ્તાય તો હજી દયા આવે, પણ “ચોરી ન કરું તો ખાઉં શું? માટે હું તો ચોરી કરવાનો જ.' - એમ કહે એના ઉપર દયા શી રીતની આવે ? ગુનેગારને ગુનો ગુનારૂપ લાગે તો તો કદાચ એનો બચાવ પણ થાય : પણ પાપને પાપ જ ન માને, પાપ કરવું જ જોઈએ એમ કહેવાય અને વધુમાં પાપમાં પુણ્ય મનાવવાની વાતો થાય ત્યાં શું થાય ? આ બધી ઓળખાણ આપવી જોઈએ ને ? "સુને માટે બધું જ સારું છે : કુને માટે બધું જ ખરાબ !
આ તીર્થ કેવું છે? એવું કે જેમાં દુનિયાના એક પણ સુંદર વિચારને સ્થાન નથી એમ નથી તેમજ એક પણ દુષ્ટ વિચારને સ્પર્શવાની પણ જગ્યા નથી. આ શાસનમાં જેટલો સદ્વિચારનો સ્વીકાર છે, તેટલો જ દુષ્ટ વિચારનો ઇનકાર છે અને જેટલું સત્ય વસ્તુનું ખંડન છે, તેટલું જ અસત્ય વસ્તુનું ખંડન છે. મહેલ જેટલો ઊંચો બાંધવો હોય તેટલો જ નીચો પાયો ખોદવો પડે, નહિ તો મહેલ ટકે નહિ. સત્યનું મંડન કરનારને અસત્યના ખંડન વગર કેમ જ ચાલે ? હિંસ ખરાબ છે એ ન સમજાય, ત્યાં સુધી સાચા અહિંસક બનાય જ નહિ. સત્યને પ્રાપ્તિ માટે અસત્ય ખરાબ છે એમ ઓળખાવવાની મહેનત કરવી જ પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org