SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીવન કેવળ નિરવઘ જ બનવું જોઈએ અને ગૃહસ્થોને માટે કોઈ પૂરાં બાર, કોઈ અગીયાર, કોઈ દશ, કોઈ નવ અને યાવત્, એક પણ વ્રત-અણુવ્રત લે: જેવી જેની શક્તિ. એટલે એમાં હેતુ માત્ર એટલો જ છે કે, એમ ધીરે ધીરે પણ એમને આ વિરતિના માર્ગે લઈ આવવા. આથી જ પૂર્વાચાર્યોએ ગૃહસ્થધર્મને અંગે પણ ઝીણવટભર્યું વિવેચન કરીને આત્મબોધ આપ્યો છે અને વર્તમાનમાં ગીતાર્થ ગુરુવરો આપે છે. પૂ. પ્રવચનકાર મહાત્મા પણ સમયે સમયે એ ઉપદેશ આપે જ છે. છતાં એ વિષેના પ્રશ્નના ઉત્તરમાં બોલતાં તેઓ શ્રીમદે ફરમાવ્યું છે કે, “પૂર્વાચાર્યો અને તેમના ગ્રંથોને પૂરેપૂરું માન આપીએ છીએ અને શ્રાવકધર્મ શ્રાવકોને એકવાર નહિ પણ અનેકવાર, વખતો વખત બતાવીએ છીએ અને સમજાવીએ છીએ. શ્રાવકપણું. સમ્યક્વ, માર્ગાનુસારીપણું, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ગુરુવંદન, પર્વતિથિઓએ પૌષધ, દાન, શીલ, તપ, ભાવ એ વગેરે શ્રાવકની કરણીઓ અનેકવાર ઉપદેશીએ છીએ અને ગમે ત્યારે પણ એ બતાવવા અમે યથાશક્ય રીતે તૈયાર છીએ. તેથી શ્રાવકધર્મ નહિ બતાવવાનો આરોપ એક ક્ષણ પણ અમારા ઉપર ટકી શકતો નથી.” આ ઉપરાંત જો ટીકા કરનારાઓ ઉઘાડી આંખેને નિર્મળ હદયે' પૂ. પ્રવચનકાર મહાત્માનાં વ્યાખ્યાનો વાંચે, તો તેઓ સમજી શકે છે. તેઓ મોટે ભાગે માનવતા કેળવવાનો ઉપદેશ આપે છે. તેઓશ્રી વારંવાર જૈનોમાં ઘૂસેલી બદીઓ વિશે સચોટ ઉપદેશે છે. દુર્બસનોના ત્યાગ માટે પુનઃ પુનઃ સૂચન કરે છે; જીવનની જરૂરિયાતોને ઘટાડવી. મોજશોખ ઓછા કરવા, લક્ષ્મીવાન બનવાની લાલસા છોડવી, સંતોષ કેળવવો, શીલવાન બનવું. તપશ્ચર્યા કરવી વગેરે વગેરે બાબતો સમજાવે છે. પરંતુ સાથે તેના અંતિમ ધ્યેયને પણ દર્શાવે જ છે. ધ્યેય તો સમ્યફચારિત્રના પાલન દ્વારા સંપૂર્ણ કર્મનિર્જરા કરી મોક્ષ મેળવવાનું ! વધુમાં તેઓ શ્રીમદ્ ખાસ કહે છે કે, આજે જ્ઞાની પુરષોએ કેવળ મોક્ષાર્થી બનીને જ કરવા માટે ઉપદેશેલી ક્રિયાઓના હેતુ વિસરાયા છે અને એને જ પરિણામે એ ક્રિયાઓ દ્વારા જે હેતુને સિદ્ધ કરવો છે, તે હેતુને લ્દીથી સિદ્ધ કરી આપનારી દીક્ષા સામે ઉન્માદ જાગ્યો છે. એટલે ધર્મદ્રોહીઓ જ્યારે કોઈ જ રીતે ફાવતા નથી, ત્યારે આવા અસત્ય આરોપો મૂક્યા કરે છે. બાકી તે ધર્મદેશના જ શાની કહેવાય, કે જે ધર્મદેશનામાં ભવનિર્વેદનું પોષણ ન હોય અને પુદગલ પ્રેમનું પોષણ હોય ! | 18 | ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy