________________
લોકવિરુદ્ધ અને લોકવિરોધનો ભેદ :
જ્યારે આમ કોઈ પણ રીતે તેઓ પોતાની માન્યતાને સિદ્ધ કરવામાં સફળ નીવડી રાતા નથી, ત્યારે તેઓ એમ કહે છે કે, ‘પૂ. પ્રવચનકાર મહાત્મા લોકવિરુદ્ધ દીક્ષાઓ આપે છે ! અને તેમ ન થવું જોઈએ !’ તદર્થે ‘જ્યવીયરાય’ સૂત્રમાં આવતા ‘લોગવિરુદ્ધાઓ'નું પ્રમાણ રજૂ કરે છે. લોકથી વિરુદ્ધ જે કાર્યો એટલે સુજ્ઞ જ્મોથી નિદિત કાર્યોનો ત્યાગ કરવાનું આ સૂત્રમાં દર્શાવ્યું છે. આ ગ્રંથમાં પાંચમા વ્યાખ્યાનથી એ જ‘થવીયરાય સૂત્ર’ ઉપર વિવેચના કરવામાં આવી છે. રોજ પ્રભુ પાસે એ સૂત્ર દ્વારા થતી માગણીઓ સમજાવાઈ છે અને આ ગ્રંથના-૨૪૧મા પાનાથી (આ નવી આવૃત્તિના સત્તરમા પ્રવચનથી) ‘લોગવિરુદ્ધચ્ચાઓ' સૂત્રની કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી ટીકાનો આધાર લઈને ‘લોકવિરુદ્ધ’ અને ‘લોકવિરોધ' એ બે વસ્તુ વચ્ચે રહેલા ભેદનો સુંદર સ્ફોટ કર્યો છે. કોઈપણ અવસર, ભૂત-ભાવિ કે વર્તમાન કાળમાં એવો નથી આવ્યો, નથી આવવાનો કે નથી અત્યારે, કે જ્યારે સર્વજનો એક જમતના હોય. ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, નીતિ અને અનીતિ, સદાચાર અને દુરાચાર, મોહ અને નિર્મોહ, એ બે રહેવાનાં જ અને તેટલા જ ખાતર અસદ્ વસ્તુની ઉપાસનામાં ભાનભૂલેલા સસ્તુનો વિરોધ કરતા જ રહેવાના અને તેથી જો સસ્તુનો ત્યાગ કરાય, તો પરિણામ એ જ આવે કે સસ્તુનો લોપ થાય. પરંતુ સસ્તુના ઉપાસકો તેને તજે જ નહિ. એટલે જે જે લોકવિરુદ્ધ તેનો ત્યાગ ખરો જ અને તેથી તો એની ટીકામાં લોવિરુદ્ધ કાર્યોની ગણના કરી બાકી જ્યાં જ્યાં લોકવિરોધ, તેનો તેનો ત્યાગ ન જ કરાય. વળી સમજ્યું જોઈએ કે, ‘એ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ પણ પ્રભુમાર્ગની આરાધના થઈ શકે અને તે દ્વારા એ મુક્તિ પાર્મ શકાય તેટલા જ માટે છે.’ જ્યારે અત્યારે ધર્મદ્રોહીઓ એજ શબ્દોને નામે પોતાની પ્રભુમાર્ગન વિનાશક પ્રવૃત્તિઓને પોષવા મથે છે; અનંત જ્ઞાનીઓએ ઉપદેશેલા માર્ગનો નાશ કરવામ પણ, એજ અનંત જ્ઞાનીઓએ કેવળ આત્મકલ્યાણ માટે જ ઉપદેશેલ આજ્ઞાને દારૂગોળ બનાવે છે. ઉપરાંત એ પણ વિચારણીય જ છે કે, જ્યારે એક તરફ તેઓ શાસ્ત્રને ‘વિકારી અને શાસ્ત્રકારોને ‘સ્વાર્થી-ઈન્દ્રજાલીયા' વગેરે શબ્દોથી સંબોધે છે, ત્યારે આ સૂત્રની આ વસ્તુનો ઉપયોગ કેમ કરાય છે ? વળી જો તેઓ ‘લોવિરુદ્ધચ્ચાઓ'માં માનતા હોય, તે તેજસૂત્રમાં દર્શાવેલ ‘ભનિર્વેદ', ‘માર્ગાનુસારિતા', ‘ઈષ્ટલની સિદ્ધિ', ‘ગુરુજન પૂજા'
ગ્રંથ અને ગ્રંથકાર
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org