SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 ૧૭૯ દીપ્તિમાન હતાં, સમ્યક્ત્વ સહિત હોય તો જ એ ત્રણે મજાનાં. કોઈ કહે કે દર્શનની મહત્તા ઓછી કરી જ્ઞાનની મહત્તા વધારવામાં વાંધો શો ? એને કહેવું કે શ્રી જૈનશાસનમાં દર્શન વિના સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા સમ્યકૃતપની હયાતી જ માની નથી. ત્યાં બીજી વાત જ શી ? મિથ્યાદૃષ્ટિને પણ ચારિત્ર દેતાં પૂર્વે દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરાવ્યા પછી જ વ્રતો ઉચ્ચરાવાય છે. સર્વવિરતિ અને દેશવિરતિ ઉચ્ચરાવતાં પહેલાં સમ્યક્ત્વ. સમ્યક્ત્વમૂળ જ બારવ્રત હોય છે. પહેલી કબૂલાત જ એની. વ્રતો, સમ્યક્ત્વમૂળવાળાં હોય તો જ નભે. સમ્યક્ત્વ વિનાનાં વ્રતો એ વ્રતો જ નથી. 707 ચાલવાથી જ ધારેલે ઠેકાણે પહોંચાતું હોય તો માર્ગ કયો એ જોવું ન પડે. ઊંધે માર્ગે ચાલે તો તો ધારેલ ઠેકાણેથી ઊલટું દૂર જ જવાય : ચાલવાનું વધે અને સાંભળનાર મૂર્ખ કહે. મિથ્યાદ્દષ્ટિ આત્માની દૃષ્ટિ મલિન, માટે એનાં ચારિત્ર, જ્ઞાન તથા તપ પણ મલિન : તેથી જ તે આત્મા સિદ્ધિપદને ન પામે, કારણ કે એની દૃષ્ટિ જ સિદ્ધિપદની સન્મુખ ન હોય. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં ચારિત્ર, જ્ઞાન તથા તપ પણ નથી. દર્શન વિનાનું ચારિત્ર, ચારિત્ર તરીકે; જ્ઞાન, જ્ઞાન તરીકે અને તપ તપ તરીકે રહેતું જ નથી. જૈનશાસન રહે ત્યાં સુધી દર્શન રહેવાનું : દર્શન જશે ત્યારે જ્ઞાન, ચારિત્ર તથા તપ પણ જશે જ. દર્શનના ઉદ્યોતમાં જ જ્ઞાન, ચારિત્ર તથા તપનો ઉદ્યોત છે, પણ દર્શનના ઉદ્યોત વિના જ્ઞાનાદિકનો ઉદ્યોત નથી જ. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણીવરે પણ “તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ૧” -આ પ્રમાણે કહીને એ જ ફરમાવ્યું કે જે તપસ્વી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને ગોપવે નહિ તે જ તપસ્વી પ્રભાવક કોટિમાં જાય, પણ બીજો નહિ. સમ્યગ્દર્શન એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર અખંડિત રાગ, આજ્ઞા આવે એટલે આશ્રવ ઉપરનો રાગ ગયો જ સમજવો. જ્ઞાન ઉપર પ્રેમ થાય તો જ આશ્રવ લોપાય, માટે જ એ દરેક વસ્તુને ઉત્તમ કોટિની કહી, પણ દર્શનની હયાતી હોય તો જ. જ્ઞાન, ચારિત્ર તથા તપની પ્રાપ્તિ તથા ખિલવણી માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય જરૂર છે. સમ્યગ્દર્શનના યોગે આવેલું જ્ઞાન આત્માને આરંભસમારંભ વગેરેથી સ્વયમેવ બચાવે છે. એ જ્ઞાન એવું સુંદર થાય કે આત્મા અયોગ્ય પ્રવૃત્તિથી એની મેળે જ બચી જાય અને સમ્યગ્દર્શન વગરના જ્ઞાનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy