SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ઃ સમ્યગ્દર્શન એટલે અંકુશ : સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદષ્ટિનો દષ્ટિફેર : નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ફરમાવ્યું કે મિથ્યાદષ્ટિ આત્મા ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજનાદિનો, ધનનો તથા ભોગનો પણ ત્યાગ કરે, તો પણ તે આત્માને મિથ્યાત્વના યોગે સિદ્ધિપદની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન, ચારિત્ર અને તપ ત્યારે જ સફળ થાય, કે જ્યારે દર્શનની પ્રાપ્તિ થાય : દર્શન વિના એ ત્રણે સફળ થતાં નથી. કોઈ પૂછે કે નિવૃત્તિ, ત્યાગ અને તકલીફ સેવવાથી મુક્તિ ન મળે ?' ઉત્તરમાં કહેવું જ જોઈએ કે “દર્શન વિનાની નિવૃત્તિ વગેરેથી મુક્તિ ન જ મળે.” ત્યાગ, તકલીફ અને નિવૃત્તિ તો દરેક આત્મા કોઈ ને કોઈ પ્રસંગે સેવે તો છે જ. થાકે ત્યારે પણ નિવૃત્તિ લે, ન મળે તો પણ ત્યાગ થાય, તાકાત ન હોય તો પણ તકલીફ તો વેઠે. કયો માણસ એવો છે, કે જે અવસર પામીને આવી રીતે નિવૃત્તિ ન લે, ત્યાગ ન કરે તથા તકલીફ પણ ન વેઠે ? જો કેવળ એથી જ મુક્તિ હોત તો તો સંસારમાં કોઈ રહ્યો જ ન હોત, માટે તો કહેવું પડ્યું કે ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજન, ધન તથા ભોગનો પણ ભલે ત્યાગ કરે, અને ગમે તેવી તકલીફો પણ વેઠે, તે છતાંય મિથ્યાષ્ટિ આત્માને મુક્તિપદ મળતું નથી. જ્ઞાન, તપ તથા ચારિત્ર અને નિવૃત્તિ, ત્યાગ તથા તકલીફ આ બધું જ સફળ કરવું હોય અને તે દ્વારા કર્મરૂપી શત્રુઓને જીતવા જ હોય, તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જ જોઈએ. સમ્યગ્દર્શન ન હોય ત્યાં સમ્યજ્ઞાનાદિક વસ્તુતઃ હોતાં જ નથી. સભા : અકામનિર્જરાથી મુક્તિ ન થાય? અકામનિર્જરાથી મુક્તિ ન જ થાય અને કોઈ સમય એવો નથી કે બંધ અને નિર્જરા કોઈ પણ આત્માને ચાલુ ન જ હોય. એટલે જો એવી નિર્જરાથી મુક્તિ થતી હોય તો તો જોઈએ પણ શું ? અભવીનું ઘોર ચારિત્ર અને એની તમામ ક્રિયાઓ કષ્ટરૂપ જ છે તથા એનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. આથી પણ સ્પષ્ટ છે કે જ્ઞાન, ચારિત્ર તથા તપ વગેરે સમ્યક્ત્વ હોય તો જ ફળે છે. કોઈ પણ વખત એવો સમય ન હતો, કે જ્યારે દર્શન વિના જ્ઞાન, ચારિત્ર તથા તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy